મેં એકસીલરેટર પરથી પગ સહેજ ઊઠાવ્યેા, મારી ભાડુતી બી.એમ.ડબ્લ્યુ. કારને તેના બે પૈડા પર જમણી બાજુએ વાળી પછી ફરી એક વાર એકસીલરેટર દાબ્યું. કોઈ ખાસ ફરક ન પડ્યો. જો કે હું પણ ઉતાવળમાં નહોતો. પણ એનાથી મને જરા ઠીક લાગ્યુ. વધુ નહિ, પણ થોડું. નેવાડાની એ ઠંડીગાર સવારે ત્રણ વાગે હું વેરાન ઊજજડ હાઈવે પર કાર હંકારતો જઈ રહયો હતો. હાઈવે વૃક્ષોથી ઘેરાયેલો હતેા. કયાંક કયાંક એકલદોકલ સસલું કે શિયાળ નજરે પડતા હતા. ઠંડીમાં હું ધ્રુજતો હતો અને એથીય વધુ ખરાબ તો એ હતું કે હું એકલો હતો અડધો કલાક પહેલાં હું. મેં ગળે થુંક ઉતાયુઁ એકસીલરેટર પર પગ દાબ્યો અને ધુરકયો અડધા કલાક પહેલાં હું લેક ટેહોની સૌથી ઉત્તમ હેટલની સુંવાળી અને વિશાળ સેજમાં મોજમાણી રહયો હતો. મારા પડખે પડી હતી એક સ્ત્રી. નામ હતું એનું ચુ–ચુ ચુ ચુ નામ તમને જરા વિચિત્ર લાગશે પણ ચુ ચુ એટલે ચુ ચુ બીજુ કંઈ નહિ. લાસ વેગાસમાં એના જેવી સ્ત્રી શેાધ્યે જડે એમ નહોતી તેનામાં બીજી આવડતો પણ ધણી હતી એ આવડતો વિશે હું જુગારના ટેબલ ઉપર ૨૦૦૦૦ ડોલર જીત્યો અને તેણે જે માલુ સ્મિત ફરકાવ્યું ત્યારે મેં જાણેલું. ડીનર વેળા એણે જે બારીક, મુલાયમ પારદર્શક પોશાક પહેર્યાં હતો એ જોઈને અમે એકબીજાની વધુ નિકટ આવ્યા અને થોડા કલાક પછી અમે લેક ટેહોના કિનારા પર પડતા મારી હોટલના શ્યુટમાં હતા.

Full Novel

1

ધ સર્કલ - 1

સેમ્યુઅલ રોપવોકર રજૂઆત રોમા રાવત ૧ મેં એકસીલરેટર પરથી પગ સહેજ ઊઠાવ્યેા, મારી ભાડુતી બી.એમ.ડબ્લ્યુ. કારને તેના બે પર જમણી બાજુએ વાળી પછી ફરી એક વાર એકસીલરેટર દાબ્યું. કોઈ ખાસ ફરક ન પડ્યો. જો કે હું પણ ઉતાવળમાં નહોતો. પણ એનાથી મને જરા ઠીક લાગ્યુ. વધુ નહિ, પણ થોડું. નેવાડાની એ ઠંડીગાર સવારે ત્રણ વાગે હું વેરાન ઊજજડ હાઈવે પર કાર હંકારતો જઈ રહયો હતો. હાઈવે વૃક્ષોથી ઘેરાયેલો હતેા. કયાંક કયાંક એકલદોકલ સસલું કે શિયાળ નજરે પડતા હતા. ઠંડીમાં હું ધ્રુજતો હતો અને એથીય વધુ ખરાબ તો એ હતું કે હું એકલો હતો અડધો કલાક પહેલાં હું. મેં ...વધુ વાંચો

2

ધ સર્કલ - 2

૨ મેડમ રોઝનું ‘યોર હાઉસ’ નેવાડાનું તે સૌથી મોઘું વેશ્યાધામ હતું જ્યાં કોઈ પણ ગ્રાહકને ગુપ્ત રાખવામાં આવતો હતો તેની જાતીય વિકૃતિઓ અને સંભોગને પણ ખાનગી રાખવામાં આવતો હતો. ચાર માઈલ સુધી આ મકાનની આસપાસ બીજું કોઈ મકાન નહોતું. મેં બારણુ ખખડાવ્યુ. તે તરત જ બારણુ ખુલ્યું. મને નવાઈ લાગી. દરવાજે ચોકીદાર ઉભેા હતેા તેણે મકાનમાં ફોન કર્યાં હોવો જોઈએ. વણજોઈતા મુલાકાતી ઓ ગમે તેટલી બુમેા પાડે કે જોરજોરથી ખખડાવો બારણુ નહિ ખુલે. પણ સામે ઉભેલી સુસ્મિત સ્ત્રીએ ઉમળકાભેર મારુ સ્વાગત કર્યું . “હેલો” તેણે માદક અવાજે કહ્યું. ‘વેલ્કમ ટુ રોઝ અંદર આવો તમારૂં જ ઘર સમજજો.' એક ક્ષણ ...વધુ વાંચો

3

ધ સર્કલ - 3

3 ‘ઓકે,’ મે કહયું. ‘મને તેમની પ્રત્યે સહાનુભુતિ છે. પણ એ બનાવને નારી અને મારી એમ્બસી સાથે શો સંબંધ?’ એ ખુનોને મેં સાંભળી છે એ બીજી વાત સાથે સંબધ છે.’ ‘કઈ ?’ ‘રશીયન પ્રીમીર નીશો-નીશોવેવ. એજ નામ છે તે એનુ ?’ ‘હા તો ?’ ‘તેઓ એનું' અપહરણ કરવાના છે. તે યુ.એસ ના પ્રવાસે આવ્યો હોય ત્યારે એનું અપહરણ કરી ખુન કરવાના છે. એમણે પ્રેસીડેન્ટ કેનેડી રોબોર્ટ કેનેડી અને માર્ટીન લ્યુથર કીંગનાં ખુન કર્યાં પ્રેસીડેન્ટ ફોર્ડનું ખુન કરવાનો પ્રયત્ન કર્યો. તેમણે કહયું કે એ બધાં ખુન એમનો જ હાથ હતો, અને હવે તેઓ નીશોવેવનું ખુન કરવાના છે.’ મારા ગળે ડુમો ...વધુ વાંચો

4

ધ સર્કલ - 4

૪ ‘ઓલ રાઈટ,' એક જણુ બોલ્યો. બંને જણ હોલમાં બહાર આવો ચાલો જઈએ! જલ્દી !' ‘આ બધું શું છે મેં પૂછ્યું. ‘એક માણસ કાનુની વેશ્યાધામમાં મેાજ કરવા આવે એમાં—’ ‘ હવે તે કાનુની નથી.’ ત્રણમાંના સૌથી આગળ ઉભેલા પેાલીસે કહયું. ‘પણ કેમ ?’ ‘આ સંસ્થાનો પરવાનો પાછો ખેચી લેવામાં આવ્યો છે.' તેણે કહયું. ‘શ માટે ?’ ‘ફરિયાદો આવેલી ચાલો જલ્દી ! એય તું પણ ! જલ્દી કર !' ગીલી ધીમેથી ખચકાતી ગભરાતી ઊભી થઈ અને રોબ પહેર્યો. મેં મગજ દોડાવ્યું હાઈવે પરની પેાલીસકારો ! દરોડો ! પણ મેડમ રોઝના વેશ્યાધામ વિશે કોણે ફરિયાદ કરી હેશે ? જો કે આ ...વધુ વાંચો

5

ધ સર્કલ - 5

૫ મેં ગીલીને છાતીમાં લાત મારી. ગીલી નેતાને લઈને ભોંય પર પડી. એના લીધે નેતાની ગીલીનાં ગળા ઉપરની ગેરટની ઢીલી પડી ગઈ. હું ગીલી ઉપર કદયો, તેનો ચહેરો ખસેડયો અને બે હાથે નેતાના ગળા પર જોરદાર ફટકો માર્યો. હું તેની અન્નનળી તુટતી અનુભવી રહયો. મને ખાત્રી થઈ ગઈ કે તે મરી ગયો હતો. હું એ પણ જાણતો હતો કે જો મેં હવે ત્વરા ન બતાવી તો હું પણ મરી જવાનો હતો. કારણ કે તેઓ મારી ઉપર તુટી પડયા હતા. 'હું અમળાયો અને તેમની ઉપર વીલ્હેલ્મીનામાંથી આડેધડ ગોળીઓ છોડવા લાગ્યો. ચીસો ... બુમેા... સળવળાટ. . મારૂં શરીર મુકત થયું. એક ...વધુ વાંચો

6

ધ સર્કલ - 6

૬ ‘પણ સર,' મેં કહ્યું. ‘આને આજે રાતે જે કોઈ બન્યું તેની સાથે કોઈ નિસ્બત નથી. આ લોકો પાગલ, ફરેલ–' ‘તેજ હમણા તેમની સંસ્થાને મજબુત હોવાનુ કહ્યું નહિ ?’ ‘તોં તુ એમ કહેવા માગે છે કે આ લોકોજ નીશેવોવનુ–’ હોકે ચુપચાપ મને એક ચબરખી આપી. તે પેરીસથી સાત કલાક પહેલાં મોકલાયેલો કેબલગ્રામ હતો. તે આ પ્રમાણે હતો : પ્રતિ, પ્રેસીડેન્ટ, યુનાઈડેડ સ્ટેટસ, વ્હાઇટ હાઉસ, વોશીંગ્ટન ડીસી, યુ.એસ.એ. યુ. એસ.ના પ્રેસીડેન્ટ જોગ; રશીયાના પ્રમુખ બોરીસ નીશોવેવનું અમે અપરણ કર્યું છે. અને તે અમારા કબજામાં છે. આ વર્ષના પાનખર પ્રવેશના દિવસે તેમની કત્લ કરવામાં આવશે. મૃત્યુમયી મહામાતા અને પૃથ્વી પરના ...વધુ વાંચો

7

ધ સર્કલ - 7

૭ હવામાં ફેલાયેલી એક ખાસ સુવાસના લીધે હું જાગી ગયો હતો. મેં આના તરફ જોયું. તે બિલ્કુલ સતર્ક અને હતી. ફક્ત હું જ સાંભળી શકું એ રીતે તે એક જ શબ્દ બોલી. ‘હશીશ.’ મેં ડોકું હલાવ્યું. મારી ધારણા પ્રમાણે આાના રણમાં થયેલી કત્લેઆમ અને પેલા પંથકે સંપ્રદાય વિશે કંઈ જાણતી નહોતી. તેને વખત આ યે કહેવાનું મેં નક્કી કર્યું. ‘કયારથી એ વાસ આવે છે?’ મેં પુછ્યું. ‘૧૦ મીનીટથી.' ‘કદાચ કોઈ હીપ્પી હશે. ટોયલેટમાં પીતો હશે. જરા જોઈ આવું.’ ‘હું બીજા ટોયલેટમાં જોઉં,' કહેતાં તે ઉભી થવા ગઈ. ‘ના, તું બેસ.’ ‘ઓ.કે' હું ટોયલેટો તરફ ચાલ્યો. હશીશની વાસ પ્રબળ બનતી ...વધુ વાંચો

8

ધ સર્કલ - 8

૮ મેં તેના ખભા ઉપર હાથ મૂકયા અને મોં તેના ચહેરા આગળ લાવ્યો. ‘સાંભળ,' મે કહ્યું. ‘આ વિમાનમાં ભયંકર બન્યા છે. હજી વધુ બને તેમ છે. પણ આપણે બનવા દેવા નથી. ઈમરજન્સી સ્વસ્થ રહેવાની તને તાલીમ આપવામાં આવી છે કે નહિ ?' શાંતિ. પછી– 'હા.' 'તો તૈયાર થા.’ ‘પ્રયત્ન કરીશ.’ મેં તેનો ખભો દાબ્યો. ‘સરસ હવે મને તારી આંખોમાં સ્વસ્થતા દેખાઈ મેં કહ્યું. ‘હું કહું છું એમ કર. એઇલમાં પાછી જા. હમણાં બુમેા પાડતી હતી તે સોનેરી વાળવાળી છોકરી પાસે જા. હું જેની પાસે બેઠો હતો ને એ ’ ‘હા.’ ‘એને કહે કે જો તે ખોટી ધમાલ કરશે. તો ...વધુ વાંચો

9

ધ સર્કલ - 9

૯ ‘અને પ્રલય તું રશીયન પ્રીમીયરના મૃત્યુથી લાવવા માગે છે.’ ‘હા. અને હવે, કાર્ટર, જો તુ આ પ્લેનને બચાવવા હોય તો મને જવા દે’ છુટકો નહોતો. ‘ઓકે, જા.' તે હાથમાં પીસ્તોલ સાથે મારી આગળ થઈને બારણા તરફ ગયો. ‘જલ્દી રૂબીનીયન,' મેં કહયું. તેણે ઝડપ વધારી. પછી મે કંઇક જોયું જે રૂબીનીયન જોઈ શકે તેમ નહોતો. આના ચુપકીદીપૂર્વક તેની પાછળ જતી હતી. સેકંડો વીતી. રૂબીનીયન કેબીનના બારણે પહોંચ્યો પીસ્તોલ મારી તરફ તાકી રાખી તે બારણા તરફ ફર્યાં. અને આનાએ રૂબીનીયનની ગરદન ઉપર જોરદિર કરાટે ચોપ માર્યા તેા તે આગળ ગબડી પડયો, તેના હાથમાંથી પીસ્તોલ પડી ગઇ. હું કોકપીટમાં ધસ્યો. પાપલોટની ...વધુ વાંચો

10

ધ સર્કલ - 10

૧૦ ‘સમજયો અને તેમનું પ્રિય હથીયાર.' ‘૧૯મી સદીમાં ભારતમાં પ્રચલિત બનેલું ગેરટ’ ‘સમજયા’ ‘આ રીતે પંથ અથવા સંપ્રદાય એક બીજા દેશમાં પ્રસરે છે. કાલી શું કે મેગ્ના કોટર એ બધા હવે આધુનિક મહામાતાના પંથમાં સંમિલિત થઈ ગયા છે. બધાનો હેતુ એકજ છે: મોત મૃત્યુ મૃત્યુની પૂજા' આના ધ્રુજી ‘પણ આવા સુધરેલા સમાજમાં લેાકો આવા પંથમા સા માટે જોડાય છે ?’ ‘લાકો ગમે તેટલા સુધરી જાય પણ જુની પુરાણી અંધશ્રધ્ધાઓ અને વહેમને તો અનુસરતા જ રહે છે,' ‘હં.’ હફે મારી સામે જોયુ. ‘જો કે મને કંઇક બીજું સમજાય. આ ગ્રુપ...’ તેણે કહયું'. 'ગૃપ?' ‘હા, સ્ટડીગૃપ અભ્યાસ સમુહ એ આવા પંથોકે ...વધુ વાંચો

11

ધ સર્કલ - 11

૧૧ ફરી ખખડાટ થયો. એ પછી હળવેકથી એ બારણું ખુલ્યું. બે જણ અંદર આવ્યા. એમાંનો એક જણ લંડનનો પેાલીસવાળો એ પોલીસ હતો કે કેમ એ કહેવું મુશ્કેલ હતું પણ એના શરીર પર લંડન પોલીસનો લિબાસ હતો એ ચોક્કસ હતું. એના ચહેરાને જોતા એ પોલીસ કરતા કોઈ ગુનેગાર હોય એમ વધુ લાગતું હતું. એની સાથે જે બીજો માનસ હતો એ સાદા કપડામાં હતો. એ માનસ પણ એના જેટલો જ ખૂંખાર અને ગુનાહિત ચહેરાવાળો હતો. એણે કાળા રંગની ટી શર્ટ પર હલકા ભૂરા રંગનું જાકીટ પહેર્યું હતું. એ બંને માણસોની આંખોમાં પેલા મહામાતાના અનુયાયીઓ જેવી જ હિંસક ચમક હતી. તેઓ પણ ...વધુ વાંચો

12

ધ સર્કલ - 12

૧૨ કોર્નવોલ દરિયા પાસે આવેલું છે. જયાં જુઓ ત્યાં પથરાળ ટેકરીઓ, ખડકાળ જમીન, ગીચ ઝાડીઓ અને લાંબા લાંબા ઘાસના પથરાયેલા દેખાય. આ ભુલી આર્થર રાજા અને તેના ગેાળમેજી શુરવીરોની હતી. આ વિસ્તાર તેની ડેરીની બનાવટો માટે ઘણો જાણીતો હતો. ડેવનશાયરની મલાઈ અને માખણ તેની ગુણવત્તા માટે ઈંગ્લેંડ અને યુરોપભરમાં મશહુર છે. ‘કિલ્લો હવે ઘણી નજીક આવીગયો છે,' હફે કહ્યું. હેડલાઈટ અંધકારને એક પહેાળી છરીની જેમ ચીરી રહી હતી. એકાએક ટ્રેકટર હંકારતો એક માણસ અમારી સામે આવતો દેખાયો. અમને જોઇ તે ઘુરકયો. ‘અહીંનો જ લાગે છે,' હફે કહ્યું. અહીં જે કોઈ વિચિત્ર કાર જોતો હશે તે લોર્ડ બર્ટના કિલ્લા તરફ ...વધુ વાંચો

13

ધ સર્કલ - 13

૧૩ મેદાનમાં કાવકીચડના થર જામ્યા હતા. વરસાદ એટલો ભારે પડતો હતો કે મેદાન વટાવી અમે મઠે પહોચ્યા ત્યાં સુધીમાં કાદવથી ખરડાઇ ગયા હતા. અમારા દિદાર જોવા જેવા થઈ ગયા હતા. આના કમર સુધી સાવ ઉધાડી હતી. તેના સુંદર, ઉન્મત સ્તનો ખુલ્લા થઈ ગયા હતા. તે કંઇ ન બોલી. શાંતિ. અમે લાકડાના વિશાળ બારણા આગળ ગયા. એક નાની, પ્રકાશિત બારીમાંથી એક ચહેરો અમને જોઈ રહ્યો હતેા. જોકે વરસાદ એટલો બધો ધેધમાર પડતો હતો કે તે અમારા ચહેરા સ્પષ્ટ જોઈ શકે તેમ નહોતો. મેં બારણું ખખડાખ્યું બારીમાં શખ્સ ડોકિયુ કર્યું. ‘શુ છે ?’ ‘હું છું.' ’કોણ ?' ‘બર્ટ.’ ‘બર્ટ ?’ ‘હા. ...વધુ વાંચો

14

ધ સર્કલ - 14

૧૪ “માય ગોડ,” હુફ બોલ્યેા. રૂમના છેડે ચાર મશાલો સળગતી હતી. બે દિવાલમાં વેદીની ઉપર લગાડેલી હતી. વેદી ઉપર કાળુ વેલ્બેટનું કપડું પાથરેલું હતું કપડા ઉપર. ક્રોસ ચીતરેલો હતો. હશીશની વાસ અતિતીવ્ર હતી. પછી આકૃતિઓ વેદી તરફ ચાલી. તેઓ વેત આગળ જઈને ઉભી રહી અને ગૃપના બાકીના સભ્યો તરફ જોયું. પછી તેમણે જમા ઉતારવા માંડયા. મારો શ્વાસ થંભ્યો. સૌથી વચ્ચે એક સ્ત્રી હતી. તે પાતળી હતી. સ્તન મજબુત અને ઉંચા કરેલા હતા. ડીંટડીઓ લાંબી અને સળીયા જેવી કડક હતી તે લગભગ ૬ ફુટ ઉંચી હતી. તેના વાળ કાળામેશ હતા. તે છેક નિતંબ સુધી ફેલાયેલા હતા. તેની આંખો પણ કાળી ...વધુ વાંચો

15

ધ સર્કલ - 15

૧૫ અમે ગ્રાઉન્ડ ફલેાર પર આવ્યા. ગ્રાઉન્ડ ફ્લોર એકદમ નિર્જન હતો. માણસ તો શું કોઈ ચકલુય નજરે પડતું નહોતું. ત્યાં કેટલાક સમય પહેલા માણસો હાજર હતા એના સંકેતો એક નજરે જ દેખાઈ આવતા હતા. થોડીક મીનીટો પહેલા મઠ માણસોથી ધમધમતો હતો એમાં કોઈ શંકા નહોતી પણ હવે એ મઠ ખાલી થઈ ગયો હતો. અમે સાવધાનીપૂર્વક મેદાન ઓળંગ્યું. પરોઢ થવા આવ્યું હોવા છતાં પણ વરસાદ હજીય ચાલુ હતો. મેં મેઈન બીલ્ડીંગનુ બારણું હળવેકથી ખોલ્યુ. અમે થોડીક મીનીટો સુધી અંદર કોઈ છેકે નહી એનો અંદાજ લગાવવા એમ જ તાબૂત બનીને ઉભા રહ્યા. મેં આંખ અને કાન સરવા કર્યાં પણ અંદર કોઈ ...વધુ વાંચો

16

ધ સર્કલ - 16

૧૬ મને એ ન સમજાયું કે તેમણે અમારૂં પગેરૂં શી રીતે પકડી પાડયું હતું. અમે રોમ તરફ જઇ રહ્યા એની તેમને શી રીતે ખબર પડી હશે ? તેના અર્થ એ કે લોર્ડ બર્ટના કિલ્લેથી જ અમારો પીછો શરૂ થઈ ગયો હતેા. તેનો અર્થ એ પણ થયો કે કોઈક જાણતું હતું. અમે ત્યાં હતા. તો પછી તેમણે અમને કિલ્લામાંથી જીવતા શા માટે જવા દીધા? હાઈવે પર અમને કેમ ન મારી નાખ્યા ? તે કોણ હશે? એક જ ખુલાસો હતો. અના તે એ.એક્ષ.ઈ. ખબર પડી જાય એ રીતે મને મારી નાખવા માગતી નહોતી. તેથી જ તેણે મને દરિયામાં હવાઇ હુમલાથી મારી ...વધુ વાંચો

17

ધ સર્કલ - 17

૧૭ કેફે બંધ થાય એ પહેલા કોઈ કાર લઈને આવે તો સારૂં મે હફને કહયું. ‘બહાર પાર્ક કરી અહી ડ્રીંક લે ત્યાં સુધીમાં...' ‘હ.’ અચાનક એક કારનેા અવાજ સાંભળાયો તે નજીકને નજીક આવતો ગયો તે મારો જુસ્સો ઉછળ્યો પણ કાર તો કાફે આગાળથી પસાર થઇ ગઇ અને દુર જઈને થેાભી. હવે ? એક પીઢ માણસ અંદર આવ્યા અને બાર આગળ જઈ ડ્રીંક મંગાવ્યું. હું ઉભો થયો બારી પાસે ગયો અને ધીમેથી શેરીમાં જેયું. મારો જુસ્સો ઓગળી ગયો તે ડયુક્ષ શેવોક્ષ કાર હતી. નકામી તેનો અંગ્રેજીમાં અર્થ થાય છે બે ઘેાડા અને તેની તાકાત પણ એટલી જ છે ઢાળ ચઢવાનો ...વધુ વાંચો

18

ધ સર્કલ - 18

૧૮ એ નાના ઈટાલીયન એરપોર્ટમાંથી અમારી ભાડુતી કાર બહાર હંકારી જતા મેં વિચારપૂર્વક કહયું. ‘હફ ભુગર્ભ કબ્રસ્તાનમાં જનતાને જવા છુટ હોય છે.’ ‘ કેટલામાં' હફે કહયું, ‘એમાં ગાઈડરાખેલો હોય છે. પ્રવેશ ફી પણ હોય છે. પ્રવાસીઓમાં તે એક સારૂ આકર્ષણ ધરાવે છે.’ તેણે કાર બહાર કાઢી રોમ તરફ હંકારી. ‘તો તેનો અર્થ એ કે મહામાતાપંથીઓ જનતાનુ ધ્યાન દોર્યાં વગર ત્યાં ભેગા થઈ શકે નહીં.’ ‘હં જોકે અમુક કબ્રસ્તાનો સીલ કરેલાં છે તો અમુક ભુગર્ભ ગુફાઓમાં પણ ફેરવી નાખેલા છે.' તે આવા એકાદા કબ્રસ્તાનમાં તેઓ મીટીંગ ભરી શકે ખરા.’ ‘હા’ હફે ભવા ચડાવ્યા . શાંતિ. મ્યુઝીયમમાં એક પૂરાતત્વવીધ હતો તેણે ...વધુ વાંચો

19

ધ સર્કલ - 19

૧૯ હફે રૂમમાં આજુબાજુ જોયુ’. તે બોલ્યો, શું આ જતો એ. તે સામી દિવાલે ગયો અને એક કોફીન તપાસ્યું. કોફીનના પાછલા ભાગમાં હાથ નાખ્યો. ‘આ જો !' કોફીન પાછળ દિવાલમાં બારણુ હતું. તે ગુપ્ત લાગતું હતું. તેણે ડોકિયું કર્યુ. ‘ટનેલ છે.’ ‘ચુપચાપ શાંતિથી આગળ વધજે, હફે,' મે ધીમા સ્વરે તેને કહ્યું. ‘હા.’ આટનેલ પણ વક્ર હતી. ઉંડી. શાંત. પાંચ મીનીટ પછી આગળ આછું અજવાળું દેખાયુ. ફરી બીજી ચેમ્બર આવી. . મેં હીબકું ભર્યું. આ વેળા કોઇ હાડકાનો ઢગલો દેખાયો નહિ. કોઇ કોફીન નહિ. કોઇ હાડિપંજર નહિ. દિવાલો, છતો, ફરશેા ચક્ચકિત કાળા આરસપહાણની હતી. ચેામેર ફરશથી છત સુધી ચિત્રવિચિત્ર ભયંકર ...વધુ વાંચો

20

ધ સર્કલ - 20 - છેલ્લો ભાગ

૨૦ મે રૂમની મધ્યમાં જોયું. એ લોકો જંગલી કુતરાઓના ટોળા જેવા લાગતા હતા. એમની આંખોમાં શિકારી જાનવર જેમ હિંસક હતી. જોકે અમે કોઈ શિકાર નહોતા. અમે તો પેચીદા શિકારી હતા જેમનું કામ જ એવા પાશવી લોકોને પતાવવાનું હતું. મહામાતા પંથીઓ અમારી તરફ આવી રહયા હતા. એમની ચાલ લયબદ્ધ હતી. એક પંથમાં અને એક માન્યતામાં બંધાયેલા એ લોકો કોઈ યંત્રમાનવો જેવા લાગતા હતા. એ કાળી રોશનીના ઉપાશકો માનવ જેવા દેખાતા હતા પણ માનવ નહોતા. એ પશુ બની ચુકેલા હતા. નીશોવેવ હજુ સુધી એમ જ પડ્યો હતો. એનામાં ઉભા થવાની શક્તિ નહોતી બચી કે હિમત એ હું કહી શકું એમ નહોતો. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો