પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૧ અખિલને આજે નોકરીએથી નીકળતા મોડું થઇ ગયું હતું. નીકળવાના સમય પર જ એવું કામ આવી ગયું હતું કે એ કર્યા વગર છૂટકો ન હતો. ત્યારે એને અંદાજ ન હતો કે એમાં ત્રણ કલાક લાગી જશે અને રાત પડી જશે.તે ઓફિસથી ઘરે જવા નીકળ્યો ત્યારે ઘડિયાળ રાતના પોણા એકનો સમય બતાવતી હતી. તે વીસ માળની ઇમારતમાં ચૌદમા માળ પરથી લિફ્ટમાં પ્રવેશ્યો અને જ્યારે લિફ્ટ ઉપડી ત્યારે એનો 'ખટ' કરીને અવાજ આવ્યો એ ડરાવી ગયો. રાતના નિરવ વાતાવરણમાં દરેક અવાજ હોય એના કરતાં અનેકગણા વધારે મોટા લાગતા હતા. તેને પોતાના બૂટનો અવાજ પણ બહુ મોટો લાગતો હતો. જે રાતની

Full Novel

1

પ્રેમનું રહસ્ય - 1

પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૧ અખિલને આજે નોકરીએથી નીકળતા મોડું થઇ ગયું હતું. નીકળવાના સમય પર જ એવું કામ આવી ગયું કે એ કર્યા વગર છૂટકો ન હતો. ત્યારે એને અંદાજ ન હતો કે એમાં ત્રણ કલાક લાગી જશે અને રાત પડી જશે.તે ઓફિસથી ઘરે જવા નીકળ્યો ત્યારે ઘડિયાળ રાતના પોણા એકનો સમય બતાવતી હતી. તે વીસ માળની ઇમારતમાં ચૌદમા માળ પરથી લિફ્ટમાં પ્રવેશ્યો અને જ્યારે લિફ્ટ ઉપડી ત્યારે એનો 'ખટ' કરીને અવાજ આવ્યો એ ડરાવી ગયો. રાતના નિરવ વાતાવરણમાં દરેક અવાજ હોય એના કરતાં અનેકગણા વધારે મોટા લાગતા હતા. તેને પોતાના બૂટનો અવાજ પણ બહુ મોટો લાગતો હતો. જે રાતની ...વધુ વાંચો

2

પ્રેમનું રહસ્ય - 2

પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૨ કારનો કાચ ઉતરવાનો અવાજ પણ શાંત વાતાવરણમાં થથરાવી દે એવો હતો. અખિલ આંખો ફાડીને જોઇ જ હતો. કારમાં રૂપરૂપના અંબાર સમી એક સુંદર સ્ત્રી બેઠી હતી. તેના ચહેરા પર એક નાનકડું હાસ્ય ફરકી ગયું. સામે હાસ્ય ફરકાવવાને બદલે અખિલ એના સૌંદર્યથી એટલો અંજાઇ ગયો હતો કે બાઘાની જેમ જોતો જ ઊભો રહી ગયો હતો. એનો ચહેરો કોઇ રૂપપરીથી ઓછો ન હતો. એના ચહેરામાં એવું ચુંબકીય આકર્ષણ હતું કે બસ જોયા જ કરવાનું મન થાય. એની આંખોમાં જાણે જામ ભર્યા હોય એમ આંખનું મટકું મારવાનું મન થાય એમ ન હતું. અખિલને થયું કે એણે યોગ્ય નથી કર્યું. ...વધુ વાંચો

3

પ્રેમનું રહસ્ય - 3

પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૩ સારિકાએ બીજી વખત કારને અટકાવી હતી. તેનું કાર અટકાવવાનું કારણ સાચું હતું. આગળ એક ખાડો આવી હતો. પણ એ કારણ હવે અખિલના ગળે ઉતરી રહ્યું ન હતું. તેના ગળામાં સોસ પડી રહ્યો હતો. રાતના સમયમાં તેણે એક 'કોલગર્લ' પાસે લીફ્ટ લીધી હતી એ વિચારીને તેના શરીરમાં ઉત્તેજનાને બદલે ડર વ્યાપી ગયો હતો. તે એક સીધો- સાદો અને શરીફ માણસ હતો. એક યુવતી સંગીતાનો પતિ હતો અને સારિકા જેવી રૂપવતી તેને આંખો અને હોઠોથી જાણે આમંત્રણ આપી રહી હતી. કારને ફરી આગળ વધારતાં સારિકા બોલી:'હં... હું શું કહેતી હતી?' 'હં...કોલગર્લ...' અખિલથી મનમાં ચાલતું હતું એ બોલી જવાયું. ...વધુ વાંચો

4

પ્રેમનું રહસ્ય - 4

પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૪ અખિલ માટે વધુ એક વખત સારિકાએ ઘેરું રહસ્ય ઊભું કર્યું હતું. થોડી ક્ષણો પહેલાં જ તે પાછળ દાદર ચઢી રહી હતી. હવે દેખાતી ન હતી. તેની સાથે પહેલી મુલાકાત થઇ ત્યારે સ્ટ્રીટલાઇટો બંધ થઇ ગઇ હતી. હવે જ્યારે એ પોતાના ઘરે જવા વિદાય લેવાની હતી ત્યારે લાઇટો ગુલ થઇ ગઇ છે. અખિલે તેને શોધવા માટે ફટાફટ મોબાઇલની ટોર્ચથી આમતેમ જોયું. ક્યાંય કોઇ અણસાર આવતો ન હતો. અખિલ બાઘો બનીને 'નીચે ચાવી લેવા જવું કે બેલ મારીને સંગીતાને ઉઠાડવી?' એવી અવઢવમાં ઊભો હતો ત્યાં રૂપાની ઘંટડીઓ રણકતી હોય એવો હસવાનો અવાજ આવ્યો. એણે ચોંકીને મોબાઇલની લાઇટ એ ...વધુ વાંચો

5

પ્રેમનું રહસ્ય - 5

પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૫ અખિલને થયું કે સંગીતાને એ વાતની ખબર હતી કે એ મોડો આવવાનો છે એટલે એ કંઇ વગર ક્યાંક ચાલી ગઇ હોય તો પણ આટલી રાત સુધી ઘરે પાછી ના આવે એવું બને નહીં. એ આમ કહ્યા વગર ક્યાંય જાય એવી નથી. એ કોઇ વાત એનાથી છુપાવતી નથી. ભરપૂર પ્રેમ કરે છે. તો પછી આમ અચાનક ક્યાં જતી રહી હશે? અખિલે વધારે વિચાર કરવાને બદલે સંગીતાનો મોબાઇલ નંબર ડાયલ કર્યો. સંગીતાના મોબાઇલમાં રીંગ જવા લાગી. અને ઘરમાં જ એની રીંગટોનમાં 'આને સે ઉસકે આયે બહાર...' ગીતની ધૂન વાગવા લાગી. અખિલ દોડતો રીંગ સંભળાતી હતી એ તરફ ગયો. ...વધુ વાંચો

6

પ્રેમનું રહસ્ય - 6

પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૬ અખિલ બે ક્ષણ માટે મનમાં ગુંચવાઇ ગયો. એ એણે ચહેરા પરથી કળી ન શકાય એવો અભિનય મેનેજર પટેલને જવાબ આપતાં પહેલાં એણે પોતે નક્કી જ કરી લીધું કે સારિકાએ લિફ્ટ આપી હતી એ વાતનો અહીં ઉલ્લેખ કરવો નથી. તે જવાબ આપતાં પહેલાં તે વાતને લંબાવવા લાગ્યો:'સર, તમને શું લાગે છે? મને કોઇ વાહન મળ્યું હશે?' મેનેજરે પટેલે કલ્પના કરી રાખી હોય એમ કહ્યું:'તારી પાસે તો બાઇક હતું ને?' અખિલે કહ્યું:'સર, ગઇકાલે પંકચર પડ્યું હતું એટલે બાઇક લાવ્યો ન હતો.' મેનેજર પટેલ અફસોસ કરતા બોલ્યા:'ઓહ! મને એ વાતની ખબર જ ન હતી. નહીંતર હું તને મદદરૂપ થઇ ...વધુ વાંચો

7

પ્રેમનું રહસ્ય - 7

પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૭ કુંદન સાથે વાત કરીને અખિલ પોતાનું કામ હાથ પર લઇ ચૂક્યો હતો. તેનું મન કામમાં પરોવાતું હતું. વિચારોના કેન્દ્રમાં સારિકા હતી. સંગીતા સાથેના લગ્ન પછી અખિલના મનમાં આજ સુધી કોઇ સ્ત્રી વિશે વધારે વિચાર આવ્યા ન હતા. બહુ સહજતાથી એ સ્ત્રીઓ સાથે મળતો રહ્યો હતો. સારિકા એમાં અપવાદરૂપ બની રહી હતી કે શું? એના વ્યક્તિત્વમાં કોઇ જાદૂ હતો કે શું? અખિલનું મન ચકરાઇ રહ્યું હતું. અચાનક તેને થયું કે સારિકા વિશે કુંદનને વાત કરવી જોઇએ. એ કુંવારો જ છે. સારિકા તેને ગમી શકે છે. લગભગ એ કુંવારી જ છે. એણે પોતાના પરિવાર વિશે વાત કરી ન ...વધુ વાંચો

8

પ્રેમનું રહસ્ય - 8

પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૮ અખિલને થયું કે ઓફિસના કામ માટે રાત્રિના સમય પર જવાનું કંટાળાજનક હોય છે. બીજા કોઇ સંજોગો તો કદાચ એક વખત તો એણે મેનેજરને ઇન્કાર કર્યો હોત. પોતે ઓફિસે જવા માટે તૈયાર થઇ ગયો એની એને પોતાને જ નવાઇ લાગી રહી હતી. એનું મન આવી કોઇ તકની રાહ જોતું હતું કે શું? અને સારિકા સાથે તેને કોઇ લગાવ થઇ રહ્યો છે કે બીજું કોઇ કારણ હશે? વિચારોમાં અટવાતા અખિલની નજર નવ વાગ્યાના ટકોરા પડ્યા એટલે સામેની દિવાલ પર લગાવેલા ઘડિયાળ પર પડી. તે તરત જ ઊભો થઇ ગયો અને સંગીતાને જઇને કહ્યું:'ડાર્લિંગ, મારે અત્યારે ઓફિસે જવું પડશે. ...વધુ વાંચો

9

પ્રેમનું રહસ્ય - 9

પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૯ અખિલ સારિકા સાથેની મુલાકાતનું સપનું જોઇ રહ્યો હતો ત્યારે પોલીસને જોઇ ચોંકી ગયો હતો. કાળો કાચ સાથે કારમાં લાઇટ થઇ અને એમાં પોલીસ અધિકારીને બેઠેલા જોઇ જાણે તેની વાચા હણાઇ ગઇ હતી. પોલીસ અધિકારીએ કારમાંથી જ પૂછ્યું:'મિસ્ટર, કોણ છો? આટલી રાત્રે અહીં અંધારામાં ઊભા રહી શું કરો છો? કોઇની રાહ જુઓ છો?' 'જી...જી સર, મારે ઘરે જવું છે...' અખિલ પોતાની વાત કહેવા જઇ રહ્યો હતો. 'ચાલો, હું તમને ઘરે મૂકી દઉં? એ પહેલાં તમારો પરિચય આપી દો.' પોલીસ અધિકારીએ એની વાતને વચ્ચેથી જ કાપતાં કહ્યું. 'આભાર સાહેબ!' કહી અખિલે ખિસ્સામાંથી કંપનીનો ઓળખકાર્ડ કાઢીને બતાવ્યો અને કહ્યું:'સાહેબ, ...વધુ વાંચો

10

પ્રેમનું રહસ્ય - 10

પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૦ અખિલ હવે લિફ્ટને અટકાવી શકે એમ ન હતો. પહેલા માળ પરથી લિફ્ટ પસાર થઇ ત્યારે એને ખ્યાલ આવી ગયો. હવે લિફ્ટ સારિકાના સાતમા માળ પર જઇને જ અટકવાની હતી. અડધી રાત્રે એક એકલી સુંદર સ્ત્રીને ત્યાં જવામાં જોખમ હતું એ અખિલ જાણતો હતો. લિફ્ટમાં ગરમી લાગતી હતી છતાં તેના શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઇ ગયું. અખિલે સ્વસ્થ થતાં પૂછ્યું:'મારે પહેલા માળે ઉતરવાનું હતું...' 'મને ખબર છે...' સારિકા હસીને બોલી. 'તો પછી તમે સાતમા માળનું બટન કેમ દબાવી દીધું?' અખિલને નવાઇ લાગી રહી હતી. એ સાથે એક અજાણ્યો ડર વધી રહ્યો હતો. સારિકાનો ઇરાદો શું હશે? ...વધુ વાંચો

11

પ્રેમનું રહસ્ય - 11

પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૧કોઇ રૂપસુંદરીને જોઇને આંખો અંજાઇ જાય એમ અખિલ સંગીતાને એકીટશે જોઇ જ રહ્યો. શું રૂપ હતું સંગીતાનું? એ સુંદર અને સેક્સી લાગી રહી હતી. તે મેકઅપ સાથે તૈયાર થઇ હતી પણ એના રૂપની સાદગીનો ઉઠાવ વધુ હતો. એના કામણગારા નયન તો દિલ પર તીર મારી રહ્યા હતા. જીન્સ અને ટોપમાં એના અંગેઅંગની સુંદરતા ઊભરી રહી હતી. અખિલે આંખો ચોળીને પૂછ્યું:'તું સંગીતા જ છે ને? હું કોઇ સપનું તો જોઇ રહ્યો નથી ને?' 'પતિ પરમેશ્વરજી! તમારી સામે તમારી અર્ધાંગિની જ ઊભી છે. એના રૂપને જોવાની જરૂર નથી. એ રૂપને ઘૂંટડે ઘૂંટડે પીવાનું આમંત્રણ છે! આ ખજાનો તમારા માટે ...વધુ વાંચો

12

પ્રેમનું રહસ્ય - 12

પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૨ અખિલે જોયું કે સારિકાએ પોતાની કારને એ જતો હતો અને અગાઉ સારિકા એને બેસાડીને લાવી હતી બદલે બીજા જ કોઇ રસ્તે લઇ જઇ રહી હતી. એણે રસ્તો ક્યાં જાય છે એ વિચારવાનું શરૂ કર્યું. સારિકાને હવે પૂછી લેવાની જરૂર હતી. એ ક્યાં અને શું કામ લઇ જઇ રહી છે એ જાણવું જરૂરી હતું. એણે આમતેમ નજર કરતાં પૂછ્યું:'સારિકા, આપણે કયા રસ્તે જઇ રહ્યા છે? મારે ઓફિસ જવાનું છે...' 'આ રસ્તે મારી કંપનીની ઓફિસ નજીક પડે છે. આજે તમને ઓફિસ બતાવી દઉં ને? અને ત્યાંથી તમારી ઓફિસના પેલા ચાર રસ્તા નજીક પડે છે...' સારિકાએ ખુલાસો કર્યો. અખિલને ...વધુ વાંચો

13

પ્રેમનું રહસ્ય - 13

પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૩ અખિલ કોઇ જવાબ આપવાની સ્થિતિમાં ન હતો. તે સારિકાની સામે બેઠો હતો પણ મન ત્યાં ન એ વિચારોમાં ગરકાવ થઇ રહ્યો હતો. પોતે સારિકાને થોડા દિવસ પહેલાં જ મળ્યો હોવા છતાં અગાઉથી ઓળખતી હોય એમ વાત કરી રહી છે. એ મને ઓળખતી હશે એટલે જ મિત્રતા વધારી રહી હતી? અગાઉ હું એની સાથે હર્યોફર્યો નથી. એને હજુ નામ અને કામ સિવાય કોઇ રીતે ઓળખતો નથી. એની પાસે ખુલાસો માગવો જ પડશે. હું કયાંક ભેરવાઇ રહ્યો નથી ને? હવે એના મોહપાશમાંથી મનને છોડાવવું પડશે. એ વધારે આગળ વધે એ પહેલાં મારે સંયમથી કામ લેવું પડશે. અખિલે જાતને ...વધુ વાંચો

14

પ્રેમનું રહસ્ય - 14

પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૪ અખિલ સતર્ક થઇ ગયો હતો. તેને ખ્યાલ આવી ગયો કે સારિકા અને મલ્લિકા જ નહીં આ બીજા અનેક નામ હોવા જોઇએ. પોતે જે આશયથી એની પાછળ- પાછળ ફરી રહ્યો છે એ પૂરો થવાનો નથી. એની સાથે મિત્રતા તો શું કોઇ રીતે સંબંધ રાખી શકાય એમ નથી. એની સાથે પડોશી તરીકેની ઓળખાણ પણ રાખવા જેવી નથી. એ પોતાના સૌંદર્યના દમ પર કોઇ ઇરાદો પાર પાડવા માગે છે. એ સમજે છે કે હું એટલી સુંદર છું કે અખિલ જેવા પોતાની પત્નીને છોડીને મારી પાછળ લટૂડાપટૂડા કાઢશે. અહીં એની ભૂલ થઇ રહી છે. એનું રૂપ થોડીવાર માટે તનમનને પ્રભાવિત ...વધુ વાંચો

15

પ્રેમનું રહસ્ય - 15

પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૫ અખિલને સારિકા કોઇ આત્મા હોવાનો ડર ઊભો થઇ રહ્યો હતો એ સાથે એની વાત સાચી લાગી હતી. એનું રૂપ ખરેખર કાતિલ હતું. કોઇ આત્મા જ આવું સુંદર રૂપ ધારણ કરીને આવી શકે છે. એ જો આત્મા નીકળી તો પોતાની હાલત હજુ ખરાબ થશે. એની એ વાત સાથે એક પુરુષ તરીકે સંમત થવું જ પડે કે દેહયષ્ટિ જ નહીં પણ સુંદરતા સોળે કળાએ ખીલી ઊઠેલી છે. એને પત્ની તરીકે જ નહીં પ્રેમિકા તરીકે પણ સ્વીકારવા કોઇપણ તૈયાર થઇ જાય એમ છે. એનું રૂપ આંજી દે એવું છે. પુરુષો મટકું માર્યા વગર એને જોયા કરે તો દિલમાં જ ...વધુ વાંચો

16

પ્રેમનું રહસ્ય - 16

પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૬ અખિલ એકદમ ઊભો થઇ ગયો. સારિકા અટકી ગઇ અને નવાઇથી એને જોવા લાગી. અખિલ હવે ગંભીર બોલ્યો:'તને ખબર છે તું શું કરી રહી છે? આ રીતે કોઇ પરાયા પુરુષ સાથે પ્રેમચેષ્ટા કરવી એ તને શોભતું નથી. અને તને ખબર છે ને કે હું પરિણીત છું? કોઇ પર સ્ત્રી સાથે સ્પર્શ તો શું એની સાથે પ્રેમનો વિચાર કરી શકું નહીં...' 'મને બધી જ ખબર છે. તમે સંગીતા નામની યુવતીના પતિ છો. પણ જો તમારી પત્ની જ તમને છૂટ આપે તો તમે ના પાડશો?' સારિકા હસીને બોલી. 'શું? સંગીતા મને બીજી સ્ત્રી સાથે પ્રેમલીલા કરવાની છૂટ આપશે? એ ...વધુ વાંચો

17

પ્રેમનું રહસ્ય - 17

પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૭ 'અખિલ, તમે મારી સાથે દોસ્તી કરી રહ્યા નથી. મને પ્રેમ કરી રહ્યા છો. તમે મારી પાછળ અમસ્તા આંટા મારી રહ્યા નથી. હું તમને મારી સાથે, મારી પાસે આવવાની છૂટ આપી રહી છું એનો મતલબ કે તમને ચાહું છું. તમે મારા જન્મોજનમના સાથી છો. મારો પ્રેમ માત્ર તમારા અને તમારા માટે જ છે. મને બહુ તડપાવશો નહીં...' સારિકા હવે પ્રેમાવેશમાં બોલી રહી હતી. અખિલ ગભરાઇ ચૂક્યો હતો. નક્કી આ કોઇ ભૂત- પ્રેત છે. એનાથી છૂટકારો મેળવવો પડશે. કહેવાય છે કે એમની પાસે બહુ શક્તિ હોય છે. એનાથી ડરવું પડશે. સમજાવી-પટાવીને છટકવું પડશે. સારિકાનો પ્રેમ મોટું રહસ્ય સર્જી ...વધુ વાંચો

18

પ્રેમનું રહસ્ય - 18

પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૮ અખિલે સારિકાની વાતને સાંભળીને કોઇ પ્રતિભાવ આપ્યો નહીં. એને સારિકા વધુને વધુ રહસ્યમય લાગી રહી હતી. સપનામાં કલ્પના કરી નહીં હોય એવું બનવાની આગાહી કરી હતી. અખિલને સંગીતાની ચિંતા થવા લાગી હતી. ક્યારે પહોંચીને સંગીતાને હેમખેમ જુએ અને મળી લે એવી ઇચ્છા બળવત્તર બની હતી. તેને થયું કે પોતાના હાથમાં કારનું સ્ટીયરીંગ હોત તો કારને જલદી ઘરે પહોંચાડી દીધી હોત. સારિકા બહુ ધીમેથી અને સ્ટાઇલથી ડ્રાઇવિંગ કરી રહી હતી. અત્યાર સુધી એની સાથે કારમાં બેસવાનું એને ગમ્યું હતું. આજે એને સારિકાથી દૂર ભાગવાની ઇચ્છા થઇ રહી હતી. એના પર હવે ભરોસો રહ્યો ન હતો. એ કોઇ ...વધુ વાંચો

19

પ્રેમનું રહસ્ય - 19

પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૯ અખિલને સંગીતાના પડી જવાની અને એને વાગ્યાની ચિંતા કરતાં સારિકા દેખાતી ન હોવાનો ડર વધુ પરેશાન રહ્યો હતો. સંગીતા કહી રહી હતી કે સારિકા એની સામે બેઠી છે પણ પોતાને તો કોઇ દેખાતું ન હતું. એણે આખા હોલમાં બાઘાની જેમ સારિકાને શોધવા નજર ફેરવી લીધી. એને સારિકા ક્યાંય દેખાતી ન હતી. અખિલને થયું કે સારિકાના ભૂતે પોતાની જાત બતાવી છે. એ આવું કંઇક બનવાનું કહેતી જ હતી. હવે પોતાને સારિકા દેખાતી નથી એમ કહીશ તો સંગીતા ગભરાઇ જશે. મારે જવાબ શું આપવો? અખિલને આમતેમ ફાંફા મારતો અને બઘવાયેલો જોઇ સંગીતા હસીને બોલી:'આમ સારિકા માટે પરેશાન કેમ ...વધુ વાંચો

20

પ્રેમનું રહસ્ય - 20

પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૨૦ અખિલ ઘરે પહોંચ્યો એટલે સંગીતાએ પહેલો જ પ્રશ્ન કર્યો:'સારિકા મળી કે નહીં?' અખિલ નિરાશ થતાં બોલ્યો:'ના, છે કે કોઇ અગત્યનું કામ આવી ગયું હોવાથી ક્યાંક જતી રહી છે. ઘરે જઇ આવ્યો પણ ત્યાં તાળું છે. એનો મોબાઇલ નંબર પણ લીધો નથી...' કુંદન હસી પડ્યો અને સંગીતા તરફ જોઇ બોલ્યો:'ભાભી, એમ લાગે છે કે અખિલ મને ઉલ્લુ બનાવી રહ્યો છે. એ થોડા દિવસોથી એને મળી રહ્યો હતો એમ કહે છે પણ એની પાસે એનો ફોટો કે ફોન નંબર નથી. અને હમણાં આવીને ક્યાંક જતી રહી એમ કહે છે...' અસલમાં અખિલ સારિકાને શોધવા બહાર ગયો ત્યારે સંગીતાએ એને ...વધુ વાંચો

21

પ્રેમનું રહસ્ય - 21 (અંતિમ ભાગ)

પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૨૧ (અંતિમ) અખિલ સારિકાએ કરેલો એસએમએસ વાંચવા ઉતાવળો બન્યો હતો. પોતાના ઘરેથી ગાયબ થયા બાદ એ કંઇક માગતી હશે. એના મેસેજને શરૂઆતથી વાંચવા લાગ્યો:'પ્રિય અખિલ! આજે આપણી છેલ્લી મુલાકાત હતી. તું મને સ્વીકારવા તૈયાર નથી અને તારી પત્ની સંગીતાને મળીને મને થયું કે તારા લગ્નજીવનને ખંડિત કરવું યોગ્ય નથી. હું મારા પૂર્વજન્મના પ્રેમનું બલિદાન આપી રહી છું. હવે પછી ક્યારેય તને મળીશ નહીં. તારું લગ્નજીવન તને મુબારક! લિ. સારિકા.' અખિલ એ ટૂંકો મેસેજ વાંચીને આનંદથી ઉછળી પડ્યો. એને થયું કે માથા પરથી બલા ટળી ગઇ. મારા સંગીતા માટેના પ્રેમની જીત થઇ છે. હું સારિકાના પૂર્વ જન્મના પ્રેમની ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો