દરિયા નું મીઠું પાણી

(103)
  • 73.7k
  • 10
  • 36.8k

આ સમયે જ્યારે સંબંધો નામ માત્રના રહી ગયા છે ત્યારે આજે એક અનોખા સંબંધની વાત તમને કહેવા ઇચ્છુ છું. આ વાત મેં ઘણી વખત મારા બાપુજી લક્ષમણભાઇ ડાયાભાઇ કોટડીયાના મોઢેથી સાંભળી છે અને જે એક સત્ય ઘટના છે. આવી વાતો પરથી માણસાઈ પરથી ઉઠવા લાગેલો વિશ્વાસ ફરીથી સ્થિર થઈ શકે તેમ છે. "દરિયાના મીઠા પાણી " શ્રેણીમાં આવી આવી ઘણી લોક સાહિત્યની વાતોને હું ઉજાગર કરવા ઇચ્છુ છું જેથી લુપ્ત થતી જતી લોક સાહિત્યની માણસાઈ ભરેલી વાતોને પુર્નજીવન આપવાનો પ્રયાસ કરી શકું.

નવા એપિસોડ્સ : : Every Tuesday, Thursday & Saturday

1

દરિયા નું મીઠું પાણી - 1

દરિયાનું મીઠું પાણી ભાગ - ૧ આ સમયે જ્યારે સંબંધો નામ માત્રના રહી ગયા છે ત્યારે આજે એક સંબંધની વાત તમને કહેવા ઇચ્છુ છું. આ વાત મેં ઘણી વખત મારા બાપુજી લક્ષમણભાઇ ડાયાભાઇ કોટડીયાના મોઢેથી સાંભળી છે અને જે એક સત્ય ઘટના છે. આવી વાતો પરથી માણસાઈ પરથી ઉઠવા લાગેલો વિશ્વાસ ફરીથી સ્થિર થઈ શકે તેમ છે. "દરિયાના મીઠા પાણી " શ્રેણીમાં આવી આવી ઘણી લોક સાહિત્યની વાતોને હું ઉજાગર કરવા ઇચ્છુ છું જેથી લુપ્ત થતી જતી લોક સાહિત્યની માણસાઈ ભરેલી વાતોને પુર્નજીવન આપવાનો પ્રયાસ કરી શકું. પ્રસંગ - ૧ : હેમુભાઈ ગઢવી હેમુભાઈ ગઢવી એ સમયે રાજકોટ આકાશવાણીમાં કામ ...વધુ વાંચો

2

દરિયા નું મીઠું પાણી - 2 - ધાનબાઈ મા

ગોંડલ તાબાના મોણપરી ગામમાં સને 1932 આસપાસ બનેલી આ ઘટના છે. જોકે હાલ મોણપરી ગામ ગીર પંથકના વિસાવદર તાલુકામાં છે. સંધ્યા સમયે પક્ષીઓ કલરવ કરતા પોતાના ઘોંસલા ભેગા થવા અધીરા થયા હતા. ગોવાળીયા વગડેથી પાછા ફરતા ગાયો-ભેંસોના ભાંભરડા-ગાંગરવા વચ્ચે વાછરૂ-પાડરૂના મીઠા સૂરોથી મોણપરી ગામ ગોકળ જેવું રૂડુ લાગતું હતું. રામજી મંદિરમાં ઝાલર-નગારાના મધુર સંગીત સાથે આરતી થઈ રહી હતી. ખેડૂતો આખો દિવસનો થાક ઉતારતા ફળિયામાં ખાટલા ઢાળી નિરાંતે લાંબા થયા હતા. તો દિવસભરની દોડધામ પછી સ્ત્રીઓ પાછી રસોઈની ધમાલમાં લાગી ગઈ હતી. તો માલધારીઓ ગાયો-ભેંસો દોહી વાછરૂ-પાડરૂને છૂટા મુકતા ચારેબાજુ નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. મોણપરી ગામના પસાયતા ...વધુ વાંચો

3

દરિયા નું મીઠું પાણી - 3 - નવો જન્મ

સાંભળેલી સત્ય ઘટના'મિ. સંયમ શાહ, તમે એકલા આવ્યા છો કે સાથે કોઈ રિલેટિવ પણ આવ્યા છે?’ ડો. ખાખરાવાલાએ ગંભીરતાપૂર્વક 'સમજી ગયો, સાહેબ મારા બ્રેઈનનો રિપોર્ટ સારો નહીં આવ્યો હોય, પણ એ જે હોય તે તમે મને જ કહી શકો છો, સર... મારા ફેમિલીને જણાવવાની જરૂર નથી. હકીકતમાં અમારા ઘરમાં સૌથી મજબૂત મન ધરાવતો સભ્ય હું જ છું. મારી વાઈફ તો બિચારી સાવ પોચી છે અને માબાપ ઘરડાં થઈ ગયાં છે. બાળકો નાનાં છે, મારે જે હોય તે મને એકલાને જ કહી દો.’ 'ભલે ત્યારે...’ ડો. ખાખરાવાલાએ શબ્દો બરાબર ગોઠવીને પછી જેટલું કહી શકાય તેટલું કહેવાનું શરૂ કર્યું, 'મિ. સંયમ, ...વધુ વાંચો

4

દરિયા નું મીઠું પાણી - 4 - શેઠ ચંદુલાલ

ચંદુલાલશેઠ સાંજે જમવા બેસતાં તેમની થાળીમાં બે હજારની ગુલાબી કલરની કડક નોટીની થોકડી, તેમજ દસના ચળકતા સીકકાનો ઢગલો, પાંચસોની નોટોની થોકડી અને તેમની પત્ની અને દીકરીના સોનાના દાગીથી થાળી ભરેલી હતી. તેમજ દીપ્તી અને તેમની માતાની થાળીમાં ગુજરાતી ભોજન પીરસેલું હતું. તે બન્ને જમવા લાગ્યા. આ જોઈને ચંદુલાલશેઠ ગુસ્સામાં બોલ્યા આ શું ? આ કોઈ ખાવાની ચીજ છે. તેમની પત્ની એક શબ્દના બોલી, દીપ્તીએ કહ્યું, પપ્પા તમારી દોડ પણ આ માટેની જ છે . તમારી ભુખ પણ આ માટેની જ છે. સોરી... એક ચીજ તો ભુલાય ગઈ ! આટલું બોલતાં ચંદુલાલશેઠનો મોબાઈલ પણ થાળીમાં મુકતાં બોલી, દસ વર્ષથી તમે ...વધુ વાંચો

5

દરિયા નું મીઠું પાણી - 5 - પંડિત ઓમકાર ઠાકુર

એક સત્ય ઘટના*ઇટાલીના સરમુખત્યાર મુસોલિનીની આત્મકથામાં પડેલો આ પ્રસંગ વાંચીને દરેક ભારતવાસી પોતાની પ્રાચીન સંસ્કૃતિ માટે ગૌરવનો અનુભવ કરી તેમ છે.**ભારતના મહાન સંગીતકાર ઓમકારનાથ ઠાકુર એ દિવસોમાં ઇટાલીના પ્રવાસે ગયેલા.**ભારતના એ મહાન સંગીતજ્ઞના માનમાં મુસોલિનીએ એક ભોજન સમારંભનું આયોજન કરેલ.**આ રાજકીય ભોજન સમારંભમાં ઓમકારનાથ ઠાકુરની સાથે ઇટાલીમાં વસેલા ઘણા અગ્રગણ્ય ભારતીયો તથા ભારતના દૂતાવાસના સભ્યોને પણ ઉપસ્થિત હતા..**સમારંભમાં મુસોલિનીએ ભારતની પાંચ હજાર વર્ષ જૂની સંસ્કૃતિની મજાક કરતાં બધા મહેમાનોની વચ્ચે ઓમકારનાથ ઠાકુરને કહ્યું કે, 'મી. ઠાકુર મેં સાંભળ્યું છે કે તમારા દેશમાં કૃષ્ણ જ્યારે વાંસળી વગાડતા ત્યારે આજુબાજુના વિસ્તારની બધી ગાયો નાચવા લાગતી, મોર કળા કરવા લાગતા, ગોપીઓ સૂધબૂધ ...વધુ વાંચો

6

દરિયા નું મીઠું પાણી - 6 - પોતાનું ઘર

દેવુ... મારે ઘરે આવવું છે ..મારી પત્ની ડિમ્પલનો રડતા અવાજે ત્રણ મહિના પછી મોબાઈલ આવ્યો.મેં કીધું અરે ગાંડી તારું ઘર છે પૂછવાનું હોય ? જ્યારે આવવું હોય ત્યારે આવીજા..હા તું મને જણાવીશ કે ક્યારે તું આવી રહી છે તો એ દિવસે હું તને લેવા પણ આવીશ.માફ કર દેવુ મેં તને ઓળખવામાં ભૂલ કરી છે..ડિમ્પલ હજુ મોડું નથી થયું... હું જે પણ કરી રહ્યો હતો એ તારા મારા અને આપણા આવનાર બાળકના ભવિષ્ય માટે કરી રહ્યો હતો..જિંદગીમાં સ્વમાનથી જીવવું હોય તો આપણી ઘણી ઈચ્છાઓ અને સ્વપ્નાંને દફનાવવા પડે છે.ચલ હવે એ બધી વાત છોડી તારો પ્રોગ્રામ મને જણાવજે..કહી મેં મોબાઈલ ...વધુ વાંચો

7

દરિયા નું મીઠું પાણી - 7 - પુત્રવધૂ

(સાચી ઘટના - નામ બદલાયેલા છે)" બાપુ, પ્રણામ.."પચીસ વર્ષના પુત્ર હમીરસિંહે પિતાનાં ચરણોમાં મસ્તક નમાવ્યું. સાથે ઉભેલી એની નવોઢા પાનેતર ઢાંકેલું માથું પણ આશીર્વાદની આશામાં ઝૂકી ગયું.રૂદ્રપ્રતાપસિંહ ની આંખો માં અગ્નિજવાળા જેવી રતાશ પ્રગટી...‘તો તેં મારી ઉપરવટ જઈને આની સાથે નાતરું કરી જ નાખ્યું, એમ ને?’‘નાતરું નહીં, લગ્ન કર્યું છે, બાપુ! આર્યસમાજ ની વિધિ પ્રમાણે મેં હલકબાઈ નો હાથ ઝાલ્યો છે.’‘તો હવે ચૂપચાપ એનો હાથ ઝાલીને ડહેલીની બહાર નીકળી જા. એક ક્ષણ ની પણ વાર લગાડી છે, તો બેયને ભડાકે દઇશ.’‘બાપુ!!’‘ખબરદાર....જૉ આજ પછી કયારેય મને બાપ કહીને બોલાવ્યો છે તો! મને બાપુ કહેનારા બીજા છ દીકરાઓ છે મારા ઘરમાં. ...વધુ વાંચો

8

દરિયા નું મીઠું પાણી - 8 - ચારણ માતા નેહડી

સાંઈ નેહડી ચારણ માતાજીમધરાત હતી. બારે મેઘ ખાંગા બનીને તૂટી પડ્યા હતા, જગતને જાણે બોળી દેશે એવાં પાણી ઘેરી હતાં. ઊંચે આભ ભાંગે તેવા કડાકા-ભડાકા, અને નીચે મહાસાગરે માઝા મેલી હોય તેવું જળબંબાકાર: વચ્ચે ફક્ત ઊંચા ડુંગરાને પેટાળે નાનાં નેસડાં જ અનામત હતાં. અંધારે આશાના ઝાંખા દીવા ઘડી ઘડી એ નેસમાંથી ટમટમતા હતા.સમજદાર ઘોડો એ દીવાને એંધાણે ડુંગરાળ જમીન પર ડાબલા ઠેરવતો ઠેરવતો ચાલ્યો જાય છે. પોતાના ગળે બાઝેલો અસવાર જરીકે જોખમાઇ ન જાય તેવી રીતે ઠેરવી-ઠેરવીને ઘોડો દાબલા માંડે છે. વીજળીને ઝબકારે નેસડાં વરતાય છે. ચડતો, ચડતો, ચડતો ઘોડો એક ઝૂંપડાની ઓસરી પાસે આવીને ઊભીને એણે દૂબળા ગળાની ...વધુ વાંચો

9

દરિયા નું મીઠું પાણી - 9 - દિકરી કે વહુ?

પરિવાર મા બનતી સત્ય હકીકત ઘણી વ્યક્તિઓ દિલ મા દુઃખને દબાવી..દુનિયા થી વિદાય લે છે...જ્યારે ઘણી વ્યક્તિઓ દિલ ખોલવા થઈ જાય છે...હોસ્પિટલ ના સ્પેશ્યલ રૂમ મા એક વૃદ્ધ દંપતી છે..તેમા પત્ની ને અસાધ્ય બિમીરી ને કારણે દાખલ કરેલ છે...અને એ વૃદ્ધ વડીલ પોતાની વૃદ્ધ પત્ની ની સેવા કરતી નર્સ સાથે વાત કરી રહયા હતા..પત્ની જાગૃત અવસ્થા મા જયારે જયારે વાતો કરે છે ત્યારે અચૂક પુછે છે"દીકરી જમાઇ વિદિશ થી આવી ગયા" ..વૃદ્ધ પત્ની ને જવાબ શુ આપવો ?.. નર્સ પૂછે છે દાદા ...માજી ઘણા વખત થી દીકરી જમાઇ ને યાદ કરે છે...તમે તેમને જાણ કરી કે નહીં..હા...બેટા.. ચશ્મા ના ...વધુ વાંચો

10

દરિયા નું મીઠું પાણી - 10 - નરસૈયો

હાથમાં નાની એક તપેલી લઇને જૂનાગઢની પંચહાટડીમાં એક માણસ ચાલ્યો આવતો હતો. ભાદરવા મહિનાનાં વાદળાં આકાશમાં મોટાં વાહણો જેવાં જતાં હતાં, ને ખોરડે ખોરડાના છાપરા પર કાગડાના ઝૂંડેઝૂંડની કાગારોળ મચી હતી.આંગણામાં અને અગાશી ઉપર ઊભા ઊભા ઘરઘરના લોકો 'કાગ ! કાગ ! કાગ!' એવા પુકાર કરતા કરતા ખીર અને પોળીની કાગવાશ નાખતા હતા.તપેલી લઇને ચાલ્યો આવતો માણસ ખૂબ શરમાતો હતો. એ ઊંચું જોઇ શકતો નહોતો. એને ક્યાં જવું છે તેની જાણે એને ખબર નહોતી પડતી. એના માથા પર વેરાગીઓ પહેરે છે તેવી કાનટોપી હતી, ટૂંકું ધોતિયું હતું. કંઠે તુળસીની માળા હતી. એક બંડી પહેરેલી.એ ચલીસેક વર્ષનો છતાં પચીસથી વધુ ...વધુ વાંચો

11

દરિયા નું મીઠું પાણી - 11 - ભણતર

ખ્યાતિ પોતાની ઓફિસમાં બેઠી બેઠી એક નવાં પ્રોજેક્ટ પર કામ કરી રહી હતી, ત્યાં શહેરના જાણીતા બિઝનેસમેન અતુલ શાહ એમનાં માતૃશ્રીની પ્રથમ પુણ્યતિથિ આવતી હતી, અને તેમને પોતાના ગામમાં એક અદ્યતન નવી સકૂલ બનાવવી હતી, અને એ અંગેની વાતચીત કરવા તે આવ્યાં હતાં. ખ્યાતિ એ એમનાં ગામનું નામ પુછ્યું! એમણે કહ્યું કિશનગઢ ! અને નામ સાંભળીને જ એની આંખોના ખૂણા ભીના થયાં, અને એણે કોઈ પણ જાતની ફી વગર એ સ્કૂલ માટેનાં એગ્રીમેન્ટ પર સહી કરી દીધી. ખ્યાતિ લગભગ પાંચ કલાકની મુસાફરી કરી મર્સિડિઝ કારમાંથી, એક સાવ સામાન્ય એરિયામાં આવેલી નિશાળ આગળ ઉતરી, અને અંદર ગઈ. નાની નાની બેન્ચો ...વધુ વાંચો

12

દરિયા નું મીઠું પાણી - 12 - સંસ્કાર નો વારસો

પરોઢના સાડાચાર વાગ્યે કાનજીદાદાએ જોડે ખાટલામાં સુતેલા પૌત્ર પ્રતિકને બોલાવીને કહ્યું, "જો દિકરા!મારી હવે ઘડીયું ગણાઈ રઈ છે.માતાજીના મંદિરના બાયણાની જમણી બાજુની છેલ્લી લાદી નીચે જે કાંય છે ઈ બધું તારુ.લ્યે,હવે બધાંયને બોલાઈ લ્યે." પ્રતિકે એ જ વખતે દોડતાં દોડતાં બધાંને જગાડીને બોલાવી લીધાં.પ્રતિકના પિતા સુરેશભાઈ, માતા લક્ષ્મીબેન,મોટા કાકા ભગવાનભાઈ, નાના કાકા મહેશભાઈ -આટલાંના કંઈક લેખ હશે તે કાનજીદાદાના અંતિમ શ્વાસનાં સાક્ષી બન્યાં. બાકીનાં બધાં આવ્યાં તો ખરાં પણ કાનજીદાદાએ પ્રાણ છોડ્યા પછી.ભગવાનભાઈનાં પત્ની ખેમાંબેનતો બબડતાં બબડતાં આવ્યાં, 'આ ડોહે તો મરતાં મરતાંય હખે ઉંઘવા ના દીધાં.મહેશભાઈની દીકરી જાનકીને તો એની મમ્મી હંસાબેને હળવે હળવે કહી દીધું. 'અલી જા ...વધુ વાંચો

13

દરિયા નું મીઠું પાણી - 13 - ઘરડો બાપ

ઓખા અમદાવાદ એક્સપ્રેસ સ્ટેશન પર ઉભી રહી. આ એક નાનકડું રેલવે સ્ટેશનહતું.પરશોતમ કાનજી એક જનરલ ડબ્બામાંથી નીચે ઉતર્યા, સાથે મોટા મોટાથેલા હતાં.ટ્રેઈનની વ્હીસલ વાગી અને ટ્રેન ઉપડી અને સાથોસાથ મક્કમ ડગલે પરશોતમદાસ રેલવેસ્ટેશનના પ્લેટફોર્મ પર ચાલવા લાગ્યાં.સામેથી જ કરશન દેખાયો. એ દોડ્યો અને પરશોતમદાસ પાસેથી એક થેલો લઈને પૂછવા લાગ્યો.“દાસ સાહેબ અમદાવાદ જઈ આવ્યાં.?“હા ઘણાં દિવસથી ગયો નહોતો એટલે જઈ આવ્યો. આપણા નગરમાં શું નવાજૂની છે એ કહે” પરશોતમદાસજી બોલ્યાં.“બસ કશું જ નવીનમાં નથી, પણ તમે તમારું મકાન વેચીને જતાં રહો છો એવી નગરમાં વાતો સંભળાય છે” કરશને પોતાની ઓટો રિક્ષામાં સામાન ગોઠવ્યો, અને પોતે રિક્ષા ચાલુ કરી અને ...વધુ વાંચો

14

દરિયા નું મીઠું પાણી - 14 - વીરગતિ નું વળતર

સુરેન્દ્રનગરના અવિનાશને બૅન્કની નોકરીમાં પહેલું પોસ્ટિંગ વઢવાણ મળ્યું હતું, એટલે પહેલાં આઠ વર્ષ જલસાથી પસાર થયાં હતાં. લગ્ન અને પછી પહેલી દીકરીનો જન્મ બધુંય એ સમયગાળામાં રંગેચંગે પતી ગયેલું. પરીક્ષાઓ પાસ કરીને પ્રમોશન મેળવ્યું પણ અમદાવાદ પોસ્ટિંગ મળ્યા પછી ક્યાં રહેવું એ સવાલ અઘરો હતો. દૂરના એક કાકાને ત્યાં પંદર દિવસથી ધામા નાખ્યા હતા. મકાન ભાડે લેવા માટે એ મથતો હતો. બૅન્કમાં એક મિત્રના બનેવી કનુભાઈ પ્રોપર્ટીનું કામ કરતા હતા. ઑફિસમાં ચાપાણીનો વિવેક પતાવીને કનુભાઈ મુદ્દાની વાત પર આવ્યા. બધા અખબારના ટચૂકડી જાહેરાતવાળાં પાનાં એમના ટેબલ પર પડ્યાં હતાં. એમાંની અમુક જાહેરાત ઉપર જુદા જુદા રંગની પેનથી એમણે નિશાની ...વધુ વાંચો

15

દરિયા નું મીઠું પાણી - 15 - શિક્ષિકા

રવિવાર હતો. શહેરનાં પોશ એરિયામાં આવેલ ભવ્ય બંગલામાંની લોનમાં સુકેતુ સવારમાં બેઠો બેઠો મેગેઝીન્સ ઉથલાવતાં ઉથલાવતાં કોફી પી રહ્યો પૂજાના રૂમમાં તેની પત્ની નિતા પ્રાર્થના કરી રહી હતી. આ રોજનો ક્રમ હતો. પોતે આઠેક વાગ્યે ઉઠતો પણ નીતા સવારમાં પાંચેક ઉઠી જતી. નીતા શહેરથી થોડે દૂર આવેલ એક ગામમાં પ્રાથમિકશાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી, અને સુકેતુ શહેરનાં જાણીતા ઉદ્યોગ પતિનો એકનો એક દીકરો અને આ શહેરનો નગરપાલિકામાં પ્રમુખ. અને હવે તો તે અનેક સંસ્થાનો પ્રમુખ, અનેક ચેરીટેબલ ટ્રસ્ટનો સભ્ય, અનેક સંસ્થામાં ટ્રસ્ટી અને કાંઈક સામાજિક સંસ્થાઓનો મોભી હતો.સુકેતુ નાહીને બહાર આવ્યો. નીતા કિચનમાં નાસ્તો બનાવતી હતી. શક્કરપારા, સેવ મમરા,મકાઈના ...વધુ વાંચો

16

દરિયા નું મીઠું પાણી - 16 - એકતરફી પ્રેમ

"એ વિતેલ વરવા સમયને ભુલી જા દીકરી.તારા બાપુજી તારી ચિંતામાં કોઈ ખરાબ પગલું ભરી ના બેસે એનો ડર મને સતાવી રહ્યો છે.તારા મોંઢા પર પહેલાં જે હાસ્ય હતું એને ફરીથી લાવવાની કોશિશ કર દીકરી.ગઈ ગુજરી ભૂલી જા.મૂઠી માટી નાખી દે એ ભૂતકાળ પર.તારા સંસ્કારોને યાદ કરી જો દીકરી." છેલ્લા એક મહિનાથી હતાશામાં ગરકાવ થઈને ગુમસુમ બની ગયેલ સુરભીને એનાં મમ્મી શીલાબેન માથે હાથ મુકીને સાંત્વના આપવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. ખાટલામાં આડા પડખે થયેલ સુરભીએ સ્હેજ ઉંચું મોં કરીને શીલાબેન સામે જોવાનો પ્રયત્ન કર્યો પરંતુ એની આંખોએ સાથ ના આપ્યો.એ તો અનરાધાર વરસી પડી. શીલાબેને એમની સાડી વડે દીકરીનાં ...વધુ વાંચો

17

દરિયા નું મીઠું પાણી - 17 - દિકરી દિવાળી

દિવાળીના અવસરે નિલેષભાઈ પોતાની કારમાં મીઠાઈ અને કપડાં લઈને પોતાની સોસાયટી પાછળ આવેલ પચ્ચીસેક કુટુંબની ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારના નાકે ઉભા રહ્યા.ડીકી ખોલીને સામાન બહાર કાઢી રહ્યા હતા ત્યાં સુધીમાં તો ઝૂંપડપટ્ટીમાંથી નિકળીને ઝડપભેર આવી પહોંચેલ ખાસ્સાં એવાં બાળકોનો ગાડીની ચારેબાજુ જમાવડો થઈ ગયો. થોડીવાર પછી કેટલીક સ્ત્રીઓ પણ આવી પહોંચી. મેલાંઘેલાં કપડાં પહેરેલ સ્ત્રીઓ અને અર્ધનગ્ન બાળકોના અતિ કોલાહલ ભર્યાં અવાજો વચ્ચે ઘડીકવારમાં તો કપડાં અને મીઠાઈનું વિતરણ પણ થઈ ગયું.ઝુંપડપટ્ટીનાં લગભગ બધાં જ કુટુંબોને કપડાં અને મીઠાઈ અપાઈ ચુકી હતી છતાંય અવાજો આવ્યે જતા હતા.... 'એ ભઈ!આ બેનને મીઠાઈ રઈ જઈ છે.એ સાયેબ! આ સોકરાને એક જરસી હોય ...વધુ વાંચો

18

દરિયા નું મીઠું પાણી - 18 - સાચુ સ્વરૂપ

સાંજ વિદાય લેતી હતી. એનો પાલવ પકડીને રાત પૃથ્વી પર પા પા પગલી માંડવા ઊતરી રહી હતી. શહેરથી બહાર, દૂર બે યુવાનો પ્રેમી હૈયાઓ શબ્દોની દોરી પર સપનાંના આસોપાલવ બાંધી રહ્યાં હતાં.‘શ્રાવણ, આજે આપણે છાનાં-છપનાં છેલ્લી વાર મળી રહ્યાં છીએ. આવતીકાલે તો અમે તારા ઘરે આવીશું. મારાં પપ્પા-મમ્મી અને તારાં પપ્પા-મમ્મી એકબીજાને પહેલીવાર મળશે. આપણને ઓફિશિયલી જોશે, ચકાસશે અને પછી ફેંસલો કરશે કે આપણે યોગ્ય છીએ કે નહીં. શ્રાવણ, સાચું કહું? મને તો ડર લાગે છે.’ બાવીસ વર્ષનો સોહામણો શ્રાવણ વૃક્ષના થડને અઢેલીને બેઠેલો હતો અને વીસ વર્ષની અનુપમ સૌંદર્યવતી એની પ્રેમિકા સફર એની સામે બેસીને ભયભીત મૃગલીની જેમ ...વધુ વાંચો

19

દરિયા નું મીઠું પાણી - 19 - રોટલો

ગુજરાત ના હાલાર પંથક ના એક ગામ મા સંધ્યા એ કસુંબલ ચુંદડી ધારણ કરી આકાશ ને માંડવે પથારીવાળી..છે એવી પુંજ્યુ વેળા એ અજાણી ભોમકા ના એક આદમી એ આ ગામ ની બજાર મા પગ મુક્યો.. ઘેરદાર ચોરણો..ઉપર આછી પછેડી ની ભેંટ્ય..પાસાબંધી કેડ્યુ..ઉપર ચોવીસ આંટા ની ગોળ પાઘડી...દાઢીમુછ ના કાતરા મા કાબરચીતરી પ્રોઢતા કળાય છે પણ,ચહેરા ની ચામડી ની રતાશ એના સુખીપા ને છતી કરે છે.. ગામ ના નગરશેઠ સાંજ વેળા ના ઘરાક ને સાચવતા..ખાતાવહી રોજમેળ અને 'ઘડીયુ' જેવા ચોપડા ને ઉથાપતા જાય છે અને નામું ખતવતા જાય છે..ગામ મા શેઠ નો કરીયાણા ગંધીયાણા નો બહોળો વેપાર..અને ગામ ના દાનસ્તા ...વધુ વાંચો

20

દરિયા નું મીઠું પાણી - 20 - જેઠીબાઈ

રાજપુતાના ના ખત્રીઓ ની રંગાટી નો કસબ જાડેજાઓ સાથે કચ્છ આવ્યો અને પછી કચ્છ થી હાલાર નું નવાનગર એટલે જામનગર માં ફુલ્યો ફાલ્યો. પણ તે સમયે દિવ બંદર ની જાહોજલાલી અને ત્યાંથી કાપડ ની નિકાસ ની મોટી તકો હતી અને આ તક ને માંડવી ના યુવાન પંજુ તાંતરિયા એ ઝડપી અને ત્યાં દિવમાં 16 મી સદી માં રંગાટી નું કારખાનું નાખેલું.. આ કારખાના માં બનતું કાપડ વિદેશો માં ખૂબ પ્રખ્યાત હતું..પંજુ તાંતરિયા ના લગ્ન માંડવી ના સવજી વલેરા ની પુત્રી જેઠીબાઈ સાથે થયેલા. પંજુ તાંતરિયા નું અવસાન થતાં આ કારખાનું જેઠીબાઈ એ સંભાળેલ. જેઠીબાઈ ને ત્યાં કામ કરનાર તમામ ...વધુ વાંચો

21

દરિયા નું મીઠું પાણી - 21 - વહુ દિકરી

દર્શન એટલે માવતરને દેવ માનતો સંસ્કારી પુત્ર.ક્યારેય એવું નહીં બન્યું હોય કે,એણે માબાપનું પાયલાગણ કર્યા વગર ઘરની બહાર પગ હોય.આ સંસ્કાર એ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો એ વખતથી જ કેળવાયેલ. ગામડા ગામની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો પાસેથી જ 'માબાપને દેવ માન' વાક્ય દર્શનના હ્રદયમાં જડાઈ ગયેલું,બાકી તો એના બાપુજી અમરતભાઈ મજૂરી કરીને પેટીયું રળતા પાંચ ચોપડી ભણેલા સાવ સીધાસાદા માનવી.આખોદા'ડો કાળી મજૂરી કરીને થાકીને લોથપોથ થઈ જતા અમરતભાઈ પાસે દીકરામાં સંસ્કારનાં બીજ રોપવાનો ક્યાં સમય હતો?માતા જશીબેન બિચારાં ગામમાં ગાભાનાં ગોદડાં ભરવામાં અને બીજાં ઘરકામમાંથી આખો દા'ડો ઉંચાં આવતાં નહોતાં.એમને તો દીકરો ભણીગણીને આગળ વધે એટલો જ જીવન ...વધુ વાંચો

22

દરિયા નું મીઠું પાણી - 22 - ડોશી

અમદાવાદની એક જાણીતી એન્જીનીયરીંગ કોલેજનાં ત્રીસ વિદ્યાર્થીઓએ દિવાળીનાં વેકેશનમાં એક નાનકડી સૌરાષ્ટ્રની ટુરનું આયોજન કર્યું. ટૂર ચાર દિવસની હતી પ્રેરણા આપનાર હતાં કોલેજમાં હજુ નવા જોડાયેલ પ્રોફેસર સુનિલ સર અને તેઓ પણ આ ટૂરમાં જોડાયાં હતા. અમદાવાદથી ઉપડીને આ લોકો ધંધુકાથી આગળ વધ્યા કે ત્યાં આવેલી હોસ્પિટલ પાસે એક ડોશીમા એક નાના છોકરા સાથે ઉભા હતાં એણે હાથ ઊંચો કરીને બસને ઉભી રાખવાની વિનંતી કરી કે તરત જ સુનિલ રાજપૂતે બસ થોભાવીને બસમાં ડોશીમા અને છોકરા ને અંદર લઇ લીધાં. બસમાં ચડ્યા પછી ડોશીમા એ પોતાના છોકરાને પડખે સુવડાવીને આજુબાજુ જોઈને થોડાં કોચવાણા કે આ સરકારી બસ તો નથી ...વધુ વાંચો

23

દરિયા નું મીઠું પાણી - 23 - એકલી માતા

બોર્ડવૉકની બેન્ચ પર બેસીને સુલુબહેન શીંગ ખાતા, થોડું પારેવડાઓને ખવડાવતાં વિચારમગ્ન થઈ ગયા. સેંકડો માનવીની હાજરી અને અવર જવર સ્પર્શતી નહોતી. આવતી કાલે શ્રીકાંત અને શ્રધ્ધા આવશે ત્યારે શું નિર્ણય જણાવીશ…વિચારધારાએ ભૂતકાળમાં ઊંડી ડુબકી મારી.સુલુબહેન એટલે સુલોચના શાહ. એક જાજરમાન વ્યક્તિત્વ. લગભગ ત્રણ વર્ષ પહેલા જ છાંસઠ વર્ષની ઉંમરે જાણીતી ‘લૉ ફર્મ’માંથી રિટાયર્ડ થયા હતાં.સુલુબહેન ત્રેવીસ વર્ષની ઉંમરે લગ્ન કરીને અમેરિકા આવ્યા હતાં. પ્રેમાળ પતિ શૈલેષકુમાર ફાર્માસ્યુટીકલ કંપનીમાં કેમિકલ એન્જીનિયર હતા. સુંદર નાના એપાર્ટમેન્ટમાં દાંપત્ય જીવનનો સુવર્ણકાળ હિંડોળા લેતો હતો. સુખદ દાંપત્યજીવનના પરિપાક રૂપે કાલાઘેલા શ્રીકાંતનો જન્મ થયો. સુલુબહેને પ્રભુનો પાડ માન્યો. ‘હે પ્રભુ ! હું ખૂબ જ સુખી ...વધુ વાંચો

24

દરિયા નું મીઠું પાણી - 24 - રામ ભરોસે

આનંદ આજે કાયમ કરતાં ખાસ્સો વહેલો ઉઠી ગયો હતો.આમેય આખી રાત એને ઉંઘ નહોતી આવી.આનંદની પત્ની દેવાંગીનીએ લગ્ન જીવનના વર્ષે આજે પ્રથમવાર રડતી આંખે આનંદને એક વિનંતી કરી હતી. દેવાંગીનીના એકમાત્ર સગા ભાઈ સંજીવને ગઈકાલે બપોર પછી ગંભીર અકસ્માત થયો હતો જે અત્યારે હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે.ગઈકાલ સાંજે જ આનંદ અને દેવાંગીની હોસ્પિટલેથી ખબર કાઢીને આવ્યાં હતાં. ડોકટરના કહેવા મૂજબ ઓપરેશન ખર્ચ પાંચેક લાખ રૂપિયા થવાનો હતો અને એની પચાસ ટકા રકમ ચોવીસ કલાકમાં જમા કરાવવાની હતી.દેવાંગીનીના પિતા રૂપિયા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા હતા પરંતુ ક્યાંય થી બંદોબસ્ત થયો નહોતો. પિતાજીની પરિસ્થિતિ જાણીને ...વધુ વાંચો

25

દરિયા નું મીઠું પાણી - 25 - બે લાખ રૂપિયા

"કૃણાલ! તમે મને લઈને ભાગી જાઓ.હુ તમારી સાથે આવવા તૈયાર છું.હું મુશ્કેલીમાં મુકાઈ ગઈ છું.મારી જીંદગી બરબાદીના આરે આવીને રહી છે કૃણાલ! હું આત્મહત્યાના વિચારો સુધી પહોંચી ચુકી છું."- ક્યારેય નહીં ને આજે પ્રથમવાર કોલેજના દરવાજા પાસે કૃણાલનો હાથ પકડીને ખુશ્બુ એને વિનંતીભર્યા અવાજે કહી રહી હતી. ‌‌"અરે! હાથ છોડ ખુશ્બુ.કોઈ જોઈ જશે તો પાંચ જ મિનિટમાં આખા કોલેજ કેમ્પસમાં નાહકની વાત વાત પ્રસરી જશે.બોલ,શું વાત છે ખુશ્બુ? આમ અચાનક શું બની ગયું?તું તો થોડા સમય પહેલાં તારા સંબંધની વાત કરતી હતી.તું જ કહેતી હતી કે સગપણ પાક્કું થવાના આરે છે."- કૃણાલ પોતાનો હાથ છોડાવતાં બોલ્યો. ખુશ્બુ એકદમ દયામણે ...વધુ વાંચો

26

દરિયા નું મીઠું પાણી - 26 - મામેરું

‌‌ એનું મૂળ નામ તો ત્રિભોવન પણ,અપભ્રંશ થઈને તભો એમાંથી થભો અને છેલ્લે થભલો થઈને ઉભું રહ્યું.એ આઠ વરસનો એ વખતે એની મા મૃત્યુ પામેલી.થભલાનો બાપ ઘોડાનો વેપારી અને અફીણનો પાક્કો બંધાણી.વળી‌‌ એનો ધંધો પણ એવો કે આખો વિસ્તાર એને ઓળખે. ‌થભલાની માના મોત પછી બરાબર એક વરસે નજીકના ગામની પરણેતરને લઈને થભલાનો બાપ ભુગર્ભમાં ઉતરી ગયો. એને એના એકનાએક દીકરાનો પણ વિચાર ના આવ્યો.થભલો સાવ એકલો પડી ગયો.હજી માંડમાંડ થોડી સમજ ધરાવતો થભલો કાકા કુટુંબ અને ગામલોકોના રોટલાના કટકે બારેક વર્ષનો થયો ત્યાં જ કુટુંબીજનોનાં કડવાં વેણ સંભળાવવા લાગ્યાં. 'તારા બાપે તો આખા પરિવારનું સમાજમાં નાક કપાવ્યું પરંતુ ...વધુ વાંચો

27

દરિયા નું મીઠું પાણી - 27 - અનુજ - ભાઈ

‌‌અનુજ હાંફતો હાંફતો બસમાં ચડીને ખુશ થતો બોલી ઉઠ્યો,"હાશ! આખરે બસ તો મળી જ ગઈ.બે મિનિટ મોડો પડ્યો હોત આજે પેપર છુટી જ જાત." અનુજનું વાક્ય સાંભળીને બસનાં કેટલાંક મુસાફરોની નજર અનુજ તરફ મંડાઈ.એક મુસાફરે તો કહ્યું પણ ખરું,"ભાઈ!બાર વાગ્યાવાળી બસમાં નિકળવું જોઈએ ને!" જોકે મુસાફરના વાક્યનો અનુજ પાસે કોઈ જવાબ નહોતો.એ ચૂપ જ રહ્યો. ગામથી અડધો કિલોમીટર દૂર બસસ્ટેશન હતું.એ અડધો કિલોમીટર અનુજ રીતસરનો દોડ્યો હતો એટલે એને હાંફ ચડી ગયો હતો.એણે બસમાં ચારેબાજુ નજર કરી પરંતુ એકેય બેઠક ખાલી ના દેખાઈ.એણે પંદર કિલોમીટરની મુસાફરી ઉભાં ઉભાં જ કરી.ચડેલા હાંફે એ એની ગરીબીને કોસતાં કોસતાં બબડી ઉઠ્યો,' સખત ...વધુ વાંચો

28

દરિયા નું મીઠું પાણી - 28 - મીરાં બાઈ

મીરાબાઈ નો જન્મ ઈ.સ.1498 માં જોધપુર પાસે આવેલા મેડતા ગામમાં થયો હતો. તેના પિતા રાવ રતનસિંહ મેડતાના રાજા હતા.મીરાં સાત વર્ષની હતી, તેવામાં એકવાર એમને ત્યાં એક સાધુ મહારાજ પધાર્યાં. તેમની પાસે કૃષ્ણની એક સુંદર મૂર્તિ હતી. મીરાંને એ મૂર્તિ ગમી ગઈ. એણે સાધુને કહ્યું`મને એ મૂર્તિ આપો!`સાધુએ કહ્યું`બેટી, આ તો મારા ઈષ્ટદેવ ગિરધર ગોપાળની મૂર્તિ છે. હું રોજ એની પૂજા કરું છું.`મીરાંએ કહ્યું` હું ય રોજ એની પૂજા કરીશ```સાધુએ મૂર્તિ મીરાંના હાથમાં મૂકી કહ્યું`લે બેટી, રોજ એની પૂજા કરજે.``મીરાં રાજી થઈ ગઈ. મૂર્તિને બેઉ હાથે છાતીસરસી દાબી એ હરખથી નાચવા લાગી.થોડા વખત પછી મીરાંએ રસ્તા પર થઈને એક ...વધુ વાંચો

29

દરિયા નું મીઠું પાણી - 29 - ઉદારતા

‌જેસંગભાઈનું ખોરડું એટલું બધું ખમતીધર તો નહોતું પરંતુ સમાજમાં એમનું માનપાન ખુબ વધારે.જેસંગભાઈ સમાજનો પંચાતિયો જણ.ન્યાયમાં એ ક્યારેય ખોટાના ઉભા ના રહે.જેસંગભાઈને ખેતીવાડીની ઝાઝી જમીન તો નહોતી પણ સંતાનમાં એક જ દીકરો એટલે લાંબી ચિંતા ફિકર પણ નહી. જેસંગભાઈના એકના એક દીકરા કનકની જાન વેવાઈના ગામના ગોંદરે જઈને ઉભી રહી.જાનૈયાઓ ફટાકડા ફોડીને વેવાઈને આગમનની જાણ કરી રહ્યા હતા ત્યાં એક વ્યક્તિએ આવીને જાનનો ઉતારો બતાવ્યો.ધોરણ દશ પાસ કનકે ધોતી,પહેરણ પહેર્યાં હતાં અને માથા પર સાફો બાંધ્યો છે. ‌. કનકના સસરા જીવણભાઈ આમ તો છેલ્લા વીસ વર્ષથી શહેરમાં રહે છે ને દીકરીના લગ્ન માટે વતનમાં આવેલ છે.કનકે ધોરણ દશ પાસ ...વધુ વાંચો

30

દરિયા નું મીઠું પાણી - 30 - શ્રવણ

ઓફીસની સામે પરસાળનાં પ્રથમ પગથિયે જ એક મર્સિડીઝ કાર બ્રેક મારીને ઉભી રહી ગઇ.છોડને પાણી પાતાં પાતાં પચાસે’ક્ની વયે શ્રવણે સહેજ ઉંચા થઇને ચશ્માની દાંડી ઉપર કરી તે તરફ જોયું.તે ગાડીનો યુનિફોર્મ પહેરેલો ડ્રાઇવર પહેલા ઉતર્યો અને ગાડી ચાલુ રાખીને જ પાછળનો જમણી તરફનો દરવાજો ખોલ્યો.સૌ પહેલા હાઇ હીલ અને ઉંચી બ્રાન્ડની સેન્ડલવાળો પગ અને તેની સાથે સુખ સાહ્યબી લાગે તેવા મોંઘા પરફ્યુમની સુવાસ બહાર નીકળી... અને પછી એક સુંદર દેહાકાર ધરાવતી અને બ્યુટી શબ્દને પણ હંફાવી દે તેવી સ્ત્રી બહાર આવી. શ્રવણ સામે જોઇને તેને હળવા ઇશારાથી કહ્યુ, ‘મારે અહીંના મુખ્ય સંચાલક મિ. શ્રવણ શ્રીધરને મળવું છે.’‘હા... હું ...વધુ વાંચો

31

દરિયા નું મીઠું પાણી - 31 - ચોથો દિકરો

ધનિયા....ઓ....ધનિયા...અંદરથી મધુકાકા નો ખાંગ સાથે ગળફા કાઢતાં કાઢતાં ઠરડાઇ ગયેલો અવાજ આવતો હતો, ધનિયો પણ કંટાળી ગયેલો, અંદર જાય ડોહો ગરમ ભડકા જેવો થઈ જાય અને કામમાં કોઈ ઠેકાણા ના હોય, એકજ વાત "બીડી લાઇ દે" અને ડોકટરે કિધેલું કે બીડી મોત નોતરશે, મધુકાકાને છેલ્લી કક્ષાની ટીબી હતી, લાસ્ટ સ્ટેજ વાળી અને શહેરની હોસ્પિટલમાં દાખલ કરેલા અને ત્યાં બેવાર ખાનગીમાં બીડી પિતા પકડાયા, અને એ તો પીએ પણ બીજા દશને બીડી પાએ, હોસ્પિટલના સ્ટાફે નોટિસ આપેલી અને આખરે ત્રીજી વાર પકડાતા એમનો બોરીયો બિસ્તર ગામડા ભેગો કરી દીધેલો,દવાઓ સમજતા ધનિયા ને કલાક લાગેલો, પણ પછી ભૂલી ગયો, ગામડે આવીને ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો