Dariya nu mithu paani - 6 books and stories free download online pdf in Gujarati

દરિયા નું મીઠું પાણી - 6 - પોતાનું ઘર


દેવુ... મારે ઘરે આવવું છે ..મારી પત્ની ડિમ્પલનો રડતા અવાજે ત્રણ મહિના પછી મોબાઈલ આવ્યો.

મેં કીધું અરે ગાંડી તારું જ ઘર છે પૂછવાનું હોય ? જ્યારે આવવું હોય ત્યારે આવીજા..હા તું મને જણાવીશ કે ક્યારે તું આવી રહી છે તો એ દિવસે હું તને લેવા પણ આવીશ.

માફ કર દેવુ મેં તને ઓળખવામાં ભૂલ કરી છે..

ડિમ્પલ હજુ મોડું નથી થયું... હું જે પણ કરી રહ્યો હતો એ તારા મારા અને આપણા આવનાર બાળકના ભવિષ્ય માટે કરી રહ્યો હતો..જિંદગીમાં સ્વમાનથી જીવવું હોય તો આપણી ઘણી ઈચ્છાઓ અને સ્વપ્નાંને દફનાવવા પડે છે.

ચલ હવે એ બધી વાત છોડી તારો પ્રોગ્રામ મને જણાવજે..
કહી મેં મોબાઈલ કટ કર્યો..

કોર્નર ટેબલ ઉપર અમારો રાખેલ ફોટો ફ્રેમ સામે જોઈ હું બોલ્યો...લગ્ન થયા ત્યારે ડિમ્પલ તારો સ્વભાવ આવો ન હતો...અચાનક તારા સ્વભાવ માં ફેર કેમ પડવા લાગ્યો...

હું જાણતો હતો સમય પસાર કરવાના ચક્કરમાં તેણે "
કિટી પાર્ટી" જોઇન્ટ કરી, પાર્ટીમાં અમુક મંથરાઓ હતી જે તેનું મગજ ખરાબ કરતી હતી..

એક મધ્યમવર્ગીય પરિવારના છોકરા પાસે ઉદ્યોગપતિના છોકરા જેવી આશા અને અપેક્ષાઓ રાખવી કેટલી યોગ્ય ગણાય ?
એવું પણ ન હતું..કે તેને મારા ભૂતકાળ અને વર્તમાનથી અંધારામાં રાખી મેં લગ્ન કર્યા હોય. મારી જીવનની કિતાબ મેં મારા સાસુ સસરા અને ડિમ્પલ સામે લગ્ન પહેલા ખુલ્લી કરી તમામ હકીકતથી વાકેફ કર્યા હતા.

મારા સસરા દહેજમાં ઘણું આપવા માંગતા હતા..પણ મેં ચોખ્ખી ના પાડી કીધું હતું..દહેજ તો એક પ્રકારની ભીખ કહેવાય..હું ભીખ માં મળેલ વસ્તુઓનો વિરોધી છું...પછી એ પ્રેમ હોય કે વસ્તુ
હું મક્કમ પણ ધીરા પગલે મારી પ્રગતિ કરી મારુ પોતાનું નાનું તો નાનું પણ સ્વપન સૃષ્ટિ બનાવવા માંગુ છું..

આટલી સ્પષ્ટ વાતો કરવા છતાં ઘણા સમયથી ડિમ્પલ અમુક વાતોનો મને આગ્રહ કરી રહી હતી. જે ઘર માં અમે રહેતા હતા એ ઘર કાઢી નવું મોટું ઘર ખરીદવા તે આગ્રહ કરતી હતી...
કોઈ દિવસ જૂની કાર કાઢી નવી લ્યો તો કોઈ દિવસ જૂનું ફર્નિચર બદલી નવું લ્યો ...સવાર પડે અને તેની અવ્યવહારુ માંગણીઓથી હું હવે થાક્યો હતો.
કારણકે જે મારા સ્વભાવથી તદ્દન વિપરીત હતું...તેવી વાતોનો તેનો આગ્રહ હતો..

હું વિચારી વિચારીને પગલાં માંડ્તો હતો અને તેને એકદમ આકશમાં ઉડવું હતું....હું મારી આવક અને જાવકની મર્યાદામાં રહી ખર્ચનું પ્લાનિંગ કરતો હતો..તે દેવું કરી ઘી પીવાની વાતો કરતી હતી.

હું તેને કહેતો જે વ્યક્તિ ભૂતકાળના અનુભવો, અને ભવિષ્યની ચિંતા કરી વર્તમાન સાથે ચાલતા નથી તેને કોઈક દિવસ સ્વમાન ગીરવે મૂકવાનો વારો આવે છે.

તકલીફો બે પ્રકારની હોય છે
એક આપણે જાણી જોઇને ઉભી કરેલ અને બીજી આકસ્મિક, જેની કલ્પના પણ આપણે ન કરી હોય...
આ આકસ્મિક મુસીબત કે તકલીફ સમયે કુટુંબ ,પરિવાર, કે મિત્રો તો જ આપણને સાથ આપે જ્યારે આપણે આપણું જીવનધોરણ સામાન્ય રીતે જીવતા હોઈએ.

ડિમ્પલ વાતે વાતે મને લોભિયા છો કહેવા લાગી....
મારી કરકસર અને બચત કરવાની આદતની મજાક ઉડાવતી હતી....
પણ હું તેની વાતોમાં આવી મારો વર્તમાન કે ભવિષ્યને લાચાર અને મજબુર બનાવવા માંગતો ન હતો..તેની વાતોને ગંભીર લેવાને બદલે એક કાને સાંભળી બીજા કાને હું કાઢી નાખવા લાગ્યો

ખાનગી નોકરીની અનિશ્ચિતતા અને નિવૃત્તિ સમયે બચત વગરનું જીવન એની કલ્પના ડિમ્પલને ન હતી..સમયને પસાર થતા વાર નથી લાગતી. જો વ્યવસ્થિત બચતનું આયોજન ન કર્યું હોય તો નિવૃત્તિના સમયે લાચાર બની બાળકો પાસે હાથ લાંબા કરવા પડે. આ બધી ચર્ચા હું તેની સાથે કરતો.. છતાં પણ પથ્થર ઉપર પાણી..

એવું પણ ન હતું કે અમારા ઘરમાં કોઈ વ્યવસ્થા કે આધુનિક સગવડો ન હતી.....પણ વ્યક્તિ જ્યારે દેખાદેખી કે કોઈની સાથે પોતાની સરખામણીએ ચઢે ત્યારે એ પોતાની જાત ને દુનિયાનો સૌથી દુઃખી અને નિર્ધન વ્યક્તિ સમજવા લાગે છે..

મારી પાસે જે છે એ મને સુખી કરવા માટે પર્યાપ્ત છે..હું વધુ સુખી થવા પ્રયત્ન જરૂર કરીશ પણ કોઈની સરખામણી કરી મારુ જીવન તો બરબાદ કદી નહિ જ કરું. આ સ્પષ્ટ વાત મેં ડિમ્પલ ને કરી દીધી હતી. કારણકે હવે હું ડિમ્પલની રોજની કિટકિટથી થાક્યો હતો..

વ્યક્તિ જ્યારે દેખાદેખી એ ચઢે
ત્યારે પ્રથમ તે લોકો પાસે અપેક્ષાઓ રાખતો થાય.. પછી
અંધ બની પોતાની ભાષા ઉપરનું પ્રભુત્વ ગુમાવી સબંધોનો વિચાર કર્યા વગર બેફામ શબ્દ પ્રયોગ કરતો થઈ જાય છે...
એક વખત ડિમ્પલે પણ ન બોલવા ના શબ્દો બોલી ગઈ....મારા નસીબ ફુટલા છે કે તમારા જેવો વર મળ્યો..

અત્યાર સુધી વાણી વર્તન અને વ્યવહારમા સંયમ રાખી હું વર્તન તેની સાથે કરતો હતો..પણ આજે મારે તેને કડક શબ્દો માં કહેવું પડ્યું, જો...ડિમ્પલ..હજુ મોડું નથી થયું..

તારાં ઉપર ખર્ચ કરવા માટે મારી પાસે કાંઈ ખાસ નથી.
થોડોક સમય છે..!! થોડાક સપનાંઓ છે..!!
અને થોડોક હું છું..!!

તને મારા તરફથી જો અસંતોષ હોય તો તને કોઈ મારાથી વધારે સારો પ્રેમ કરી શકે ,રૂપિયા ખર્ચી શકે, માન સન્માન અને સલામતી આપી શકતો હોય તો એવું પાત્ર ગોતી લે.
તારો રસ્તો ખુલ્લો છે... હજુ તો જીવન આપણું ચાલુ થયું છે...આવી રીતે જીવનની લાંબી મંજિલ તું પણ મારી સાથે નહિ કાપી શકે અને હું પણ..

ડિમ્પલનું સ્વમાન ઘવાયું..એ બેગ પેક કરી પિયર જવા રવાના થઈ.. જતા જતા બોલી..તમારે ગરજ હોય તો લેવા આવજો..નહિતર કોર્ટમાં મળશું..

આ બાજુ મેં મારા સાસુ સસરાને મોબાઈલથી જાણ કરી અને સાથે એકાંતમાં બન્નેને મળવાની ઈચ્છા વ્યક્ત કરી..

બીજે દિવસે હું મારા સાસુ સસરાને એક રેસ્ટોરેન્ટ માં મળ્યા..મારા સાસુ સસરા...બન્ને ભગવાનના માણસ..મેં વિગતે બધી હકીકત તેમને જણાવી...તે લોકો પણ દુઃખી થયા..

મારા સસરા પણ બોલ્યા હું પણ ક્યાં કરોડોપતિ છું..
તમારી જેમ નોકરી કરી સ્વમાનથી જીવન જીવી રહ્યો છું...
તમે તો સજ્જન અને સ્વમાની છો..દહેજ હું આપવા માંગતો હતો છતાં તમે ઇનકાર કરી દીધો હતો

તમે ચિંતા ન કરો..થોડી ધીરજ રાખો વાંક અમારો છે અમારા ઘડતર માં કયાંક ખામી રહી ગઈ હશે...જે હવે પુરી કરી તમારે ત્યાં પરત મોકલશું...
પણ એક વિનંતી તમે સામેથી ડિમ્પલને ઘરે આવવા ફોન ન કરતા...નહિતર ફરી ચરબી તેને ચઢી જશે..કહી મારા સસરા હસી પડ્યા..

મારા સાસુ બોલ્યા..વાંક તો અમારો ગણાય જ ..
દીકરી તો વ્હાલનો દરિયો..સાસરે જઈને કામ કરવું જ છે ને. આવું કહી કહીને તેને માથે ચઢાવી..પણ અમે એ ભૂલી ગયા આપણા ઘરનો વ્હાલનો દરિયો બીજાના ઘરે જઈ સુનામી ન લાવો જોઈએ....અમે એ પણ ભૂલી ગયા ..દીકરીને મીઠું ઝરણું બનાવવા પ્રયત્ન કરાય.
ખારો દરિયો નહિ...લોકો તરસ છીપવવા ઝરણું ગોતે દરિયો નહિ...

હું મારા આદર્શ સાસુ સસરા સામે જોતો રહ્યો.. યાદ રાખજો નસીબ સારા હોય તો જ આવા સાસુ સસરા મળે જેને પોતાની દીકરી નો વાંક લાગે ...
બાકી જમાઈ ને ભાંડતા જ મેં તો જોયા છે.
આ સમયમાં આવા માવતર....

મારા સાસુ બોલ્યા કુમાર...હું એવી તો તેને સીધી કરી દઈશ કે ફરી પિયર બાજુ તમારી સાથે દાદગીરી કરી આવવાનું વિચાર જ ન કરે...તેના મોઢા માંથી નીકળી જશે તારા કરતા મારી સાસુ સારી.

હું હસી પડ્યો.

હું મારા આદર્શ સાસુ સસરા ને પગે લાગ્યો પછી અમે છુટા પડ્યા...

આ બાજુ મારા સાસુએ ડિમ્પલની રિમાન્ડ લેવાનું ચાલુ કર્યું.. કડવા વહેણ બોલવા લાગ્યા..
આવડત વગરની છે એટલે જ તારા વરે કાઢી મૂકી છે..
નથી રસોઈમાં ઠેકાણા.. નથી ઘર કામમાં ઠેકાણા...આખો દિવસ પાડાની જેમ પલંગમાં પડ્યા પડ્યા મોબાઈલ જોવાનો, લાંબી લાંબી વાતો કરવાની..આ એક પરણેલ સ્ત્રીના સારા લક્ષણ નથી..
ઘરમાં કચરા પોતા અને કપડાં ધોવાના સૂકવવાના અને ગડ કરી યોગ્ય જગ્યાએ મુકવાની જવાબદારી હવેથી તારી છે..
સાંજે બજારમાંથી શાક લાવવાનું અને રસોઈની જવાબદારી પણ તારી છે..તારા ભાઈ ભાભી આખો દિવસ નોકરી કરી મહેનત કરે છે તારી જેમ પલંગ તોડતા નથી સમજી... નોકરી કરો ત્યારે રૂપિયા નું મહત્વ સમજાય...

આ બધી વાતો મને મારા સાસુ સસરા જ્યારે મંદિરે જાય ત્યારે બહારથી મોબાઈલ કરી મને માહિતી આપતા...
તેમણે જ કીધું કે હવે ડિમ્પલ કંટાળી છે ગમે ત્યારે તમારા ઉપર ફોન આવશે..

મારા સાસુ રડતા અવાજે બોલ્યા
તેને સીધી કરવામાં હું કડવી બની છું. કદાચ તેને મારૂં મોઢું જોવું પણ નહીં ગમે...પણ વાંધો નહિ દીકરીનું તૂટતું ઘર મેં બચાવવા માટે પ્રયત્ન કર્યો છે.. વાહ.. રંગ છે આવી જનેતા ને...

ડિમ્પલ આજે ઘરે આવવાની હતી હું રજા લઈ તેને તેડવા ગયો..ઘરે આવી સામાન નીચે મૂકી મને ભેટી..ખૂબ રડી.
પછી બોલી નાનું પણ આ ઘર મારું છે. માન સન્માન તો અહીં જ છે ..દેવુ મેં ત્રણ મહિનામાં દુનિયા જોઈ લીધી કહી ફરી એ રડી પડી..

અરે ગાંડી..તારી આંખોમાંથી આંસુ અહીં પડે છે.. અને બહાર તો જો આકાશ માંથી કમોસમી વરસાદ પડે છે...

તારું ગમતું ગીત મને નહિ સંભળાવે..?

આંખ ના આંસુ લૂછી બોલી કયું...ગીત...કહો છો

મેં કીધું...
प्रेम की गली में एक छोटा सा घर बनाएँगे
कलियाँ ना मिले ना सही काँटों से सजाएंगे
बगिया से सुन्दर वो वन होगा
रिमझिम बरसता सावन होगा.....

ફરી તે મને ભેટી રડી પડી.
મેં કીધું ભૂલી જા બધુ ગાંડી, સમજી લે આપણા જીવન માં પણ "કમોસમી માંવઠું" થયું હતું...જાગ્યા ત્યાંથી સવાર..

પણ એક વાત ડિમ્પલ તને કહું.
સંગત સારી વ્યક્તિઓની રાખજે..
યાદ રાખજે ઘણી વ્યક્તિઓ આપણા ઘરની શાંતિ જોઇ શકતા નથી હોતા.. તેથી તેઓ મંથરા અને શકુની પ્રવૃત્તિઓ કરી ઘરમાં અશાંતિ નું વાતવરણ કરવા પ્રયત્ન કરતા હોય છે..આવી વ્યક્તિઓ થી અંતર રાખવું

તે બોલી, મારે હવે કિટીપાર્ટી જોઇન્ટ કરવીજ નથી...હું ગરીબ બાળકોને નવરાશના સમયે મફતમાં ભણાવીશ.. ડિમ્પલ બોલી

વાહ...ડિમ્પલ વાહ.....આ વાત મને ગમી દરેક પ્રવૃત્તિ આર્થિક હોવી જરૂરી નથી. કોઈને ઉપયોગી થાય તેવી પ્રવૃત્તિનો આનંદ પણ લાખો રૂપિયા ખર્ચવા છતાં નથી મળતો...Keep it up darling...

મિત્રો
જીવનમાં બે વસ્તુ માણસને દુ:ખી કરે છે.
એક જિદ અને બીજું અભિમાન
અને
જીવનમાં બે વસ્તુ માણસને સુખી કરે છે.
એક જતું કરવું અને બીજું જમીન ઉપર ઉભા રહી વાસ્તવિકતા સાથે કદમ મેળવવા...

કોઈના મહેલ જોઈ આપણા ઘર સળગાવી ન નખાય. જેવુ હોય તેવું, આપણું આપને કામ આવે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED