Dariya nu mithu paani - 20 books and stories free download online pdf in Gujarati

દરિયા નું મીઠું પાણી - 20 - જેઠીબાઈ


રાજપુતાના ના ખત્રીઓ ની રંગાટી નો કસબ જાડેજાઓ સાથે કચ્છ આવ્યો અને પછી કચ્છ થી હાલાર નું નવાનગર એટલે કે જામનગર માં ફુલ્યો ફાલ્યો.
પણ તે સમયે દિવ બંદર ની જાહોજલાલી અને ત્યાંથી કાપડ ની નિકાસ ની મોટી તકો હતી અને આ તક ને માંડવી ના યુવાન પંજુ તાંતરિયા એ ઝડપી અને ત્યાં દિવમાં 16 મી સદી માં રંગાટી નું કારખાનું નાખેલું.. આ કારખાના માં બનતું કાપડ વિદેશો માં ખૂબ પ્રખ્યાત હતું..

પંજુ તાંતરિયા ના લગ્ન માંડવી ના સવજી વલેરા ની પુત્રી જેઠીબાઈ સાથે થયેલા. પંજુ તાંતરિયા નું અવસાન થતાં આ કારખાનું જેઠીબાઈ એ સંભાળેલ. જેઠીબાઈ ને ત્યાં કામ કરનાર તમામ કામદારો નું માં ની જેમ જતન કરતા. એકવાર તેના કારખાના માં કામ કરતો કારીગર કલ્યાણજી ગંભીર બીમારી થયો અને મરણ પથારીએ પડેલ અને જીવ છૂટતો ન હોવાથી જેઠીબાઈએ તેની મૂંઝવણ પૂછી તો કલ્યાણજી એ તેના કિશોરવય ના પુત્ર ની સારસંભાળ ની ચિંતા અને પોર્ટુગિસ સરકારના ધર્માંતરણ ના કાયદા ની ચિંતા જતાવી..

આ સાંભળી જેઠીબાઈ એ તેના પુત્ર ને પોતાના પુત્ર ની જેમ સાચવવાનું આશ્વાસન આપતા કલ્યાણજી ને રાહત થતા તેને જીવ છોડ્યો.. મૃત્યુ પામ્યો.
તે સમયે પોર્ટુગીઝ સરકારે દિવ માં એવો કાયદો ઘડેલો કે કોઈ બિન ખ્રિસ્તી બાળક ના માં બાપ મૃત્યુ પામે તો તેની મિલકત જપ્ત કરી અને બાળક નું ખ્રિસ્તિ ધર્મ માં ધર્માંતરણ કરાવવું..

કલ્યાણજી મૃત્યુ પામતા તેના મૃત્યુ ના સમાચાર છુપાવી જેઠીબાઈએ તેના પુત્ર ના લગ્ન કરી નાખ્યા અને પછી મૃત્યુ જાહેર કર્યું.

કલ્યાણજી નું મૃત્યુ જાહેર થતાંજ પાદરિયો અને અધિકારીઓ અનાથ બાળક નો કબજો લેવા આવ્યા ત્યારે જેઠીબાઈ અધિખમ ઉભા રહી જાહેર કર્યું કે આ બાળક પરિણીત હોય એકલું નથી તેથી તેની મિલકત કબજે ન થઈ શકે કે ન તેનું ધર્માંતરણ.. આમ જેઠીબાઈએ પોતાની હોશિયારી થી ધર્માંતરણ અટકાવ્યું.

આમ જેઠીબાઈએ પોર્ટુગીઝ શાસન સામે ધર્માંતરણ ના કાળા કાયદા સામે બાયો ચઢાવી. આ કાળો કાયદો બીજા લોકો ને પણ હેરાન ન કરે તે માટે જેઠીબાઈએ વકીલ ની સલાહ લઈ પોર્ટુગીઝ ભાષા માં અરજી બનાવરાવી જે અરજી તેને ઓઢણી માં કલાત્મક રીતે છાપી..

આ ઓઢણી લઈ જેઠીબાઈ ગોઆ ગયા અને ત્યાં ના પોર્ટુગીઝ ગવર્નર ની ઓફીસ માં સળગતી મશાલ લઈને ગયેલ.. અને ત્યાં જેઠીબાઈને મશાલ લઈ આવવાનું કારણ પૂછતાં જણાવ્યું કે દિવ માં પોર્ટુગીઝ ધર્માંતરણ ના અયોગ્ય કાયદા ને લીધે ઘોર અંધકાર પ્રવર્તે છે એટલે આ બાબતે પ્રકાશ પાડવા હું આવી છું.

ગવર્નર ને રજુવાત ની આ રીત હૃદય માં સ્પર્શી ગઈ અને તેમની ઓઢણી ની રજુવાત પોર્ટુગલ ની મહારાણી ને ભલામણ સાથે મોકલવામાં આવી.. જેને રાણી એ ગ્રાહ્ય રાખતા આ ધર્માંતરણ નો કાળો કાયદો રદ થયેલ..

રાણી એ જેઠીબાઈ ને તામ્રપત્ર માં તેની અરજી ગ્રાહ્ય રાખતો ચુકાદો આપેલ અને "My Daughter" નું title આપેલ.

દિવ માં જેઠીબાઈ ના ઘરની આગળ અઠવાડિયે એક વખત સરકારી બેન્ડ વગાડવું અને તેના ઘરની પાસેથી પસાર થતા તમામ પોર્ટુગીઝ અફસરો એ જેઠીબાઈ ના માનમાં પોતાના માથા પરથી હેટ ઉતારવાના હુકમ થયા.

આ ઓઢણી દ્વારા હૃદયસ્પર્શી રજુવાત ની રીત બહુજ ચર્ચા માં આવેલી અને પોર્ટુગલ માં તે "Pan de જેઠી" એટલે કે "જેઠી ની ઓઢણી" તરીકે પ્રસિદ્ધ થયેલ. આ ઓઢણી આજે પણ પોર્ટુગલ museum માં રાખવામાં આવેલ છે..
જેઠીબાઈ નો પરિવાર હાલ મુંબઇ સ્થિર થયો છે..

દિવ બસ્ટેન્ડ પર ઉતરો તો યાદ રાખજો કે તે બસસ્ટેન્ડ નું નામ "જેઠીબાઈ બસસ્ટેન્ડ છે.. અને જો હેટ કે ટોપી પહેરી હોય તો તે બોર્ડ સામે ટોપી ઉતારી સ્ત્રીશક્તિ ને જરૂર સન્માન આપજો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED