દરિયા નું મીઠું પાણી - 28 - મીરાં બાઈ Binal Jay Thumbar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દરિયા નું મીઠું પાણી - 28 - મીરાં બાઈ



મીરાબાઈ નો જન્મ ઈ.સ.1498 માં જોધપુર પાસે આવેલા મેડતા ગામમાં થયો હતો. તેના પિતા રાવ રતનસિંહ મેડતાના રાજા હતા.

મીરાં છ સાત વર્ષની હતી, તેવામાં એકવાર એમને ત્યાં એક સાધુ મહારાજ પધાર્યાં. તેમની પાસે કૃષ્ણની એક સુંદર મૂર્તિ હતી. મીરાંને એ મૂર્તિ ગમી ગઈ. એણે સાધુને કહ્યું`મને એ મૂર્તિ આપો!`
સાધુએ કહ્યું`બેટી, આ તો મારા ઈષ્ટદેવ ગિરધર ગોપાળની મૂર્તિ છે. હું રોજ એની પૂજા કરું છું.`
મીરાંએ કહ્યું` હું ય રોજ એની પૂજા કરીશ`

``સાધુએ મૂર્તિ મીરાંના હાથમાં મૂકી કહ્યું`લે બેટી, રોજ એની પૂજા કરજે.``
મીરાં રાજી થઈ ગઈ. મૂર્તિને બેઉ હાથે છાતીસરસી દાબી એ હરખથી નાચવા લાગી.

થોડા વખત પછી મીરાંએ રસ્તા પર થઈને એક વરઘોડો જતો જોયો. વરરાજા બનીઠનીને ઘોડા પર બેઠા હતા ને પાન ચાવતા હતા. મીરાંએ કહ્યું`મા, આ શું છે?`
માએ કહ્યું`વરઘોડો છે, વર પરણવા જાય છે.`
મીરાં કંઈક વિચારમાં પડી ગઈ. તે બોલી`હેં મા, મારો વર ક્યાં છે?`
નિર્દોષ બાળકના શબ્દો સાંભળી માને હસવું આવ્યું. તેણે મીરાંની પેલી ગિરધર ગોપાલની મૂર્તિ બતાવી કહ્યું` આ તારો વર!`

આ સાંભળી મીરાં ખુશ ખુશ થઈ બોલવા લાગી`મારો વર ગિરધર ગોપાલ!
મારો વર ગિરધર ગોપાલ! મારો વર ગિરધર ગોપાલ!

અઢાર વર્ષની ઉંમરે ઈ.સ.1516માં મીરાંનાં લગ્ન ચિતોડના રાણા સંગના મોટા પુત્ર ભોજરાજની સાથે થયાં. ગિરધર ગોપાલની મૂર્તિ પણ મીરાં પોતાની સાથે લઈ ગઈ. સાસરીમાં બધાં શિવભક્ત હતાં, તેથી મીરાં કૃષ્ણની ભક્તિ કરે, કૃષ્ણનાં ભજનો ગાય તે ત્યાં કોઈને ગમ્યું નહિ.પણ મીરાંને તો કૃષ્ણની ભક્તિ સિવાય બીજા કશામાં રસ ન હતો.

ઘણી વાર મીરાં એકલી એકલી ગિરધર ગોપાલની મૂર્તિ સાથે વાતો કરતી`હે મારા ગિરધર ગોપાલ, તમે કેમ આજે મારાથી રિસાયા છો?તમે કેમ આજે હસતા નથી? હસો, તમારું હસવું મને બહુ ગમે છે!`

મીરાંની નણંદ ઉદાએ ભાઈને ફરિયાદ કરી કે ભાભીનાં લક્ષણ સારાં નથી. એ છાની છાની કોઈની સાથે વાતો કરે છે!`

રાણાના ગુસ્સાનો પાર ન રહ્યો. બંધ બારણે કાન માંડી એ સાંભળી રહ્યો. ખરેખર, મીરાં કોઈની સાથે વાત કરતી હતી!એકદમ બારણું ઉધાડી એ ઘરમાં ઘસી આવ્યો ને બોલ્યો` તું કોની સાથે વાત કરતી હતી? ક્યાં ગયો એ દુષ્ટ?`

મીરાંએ મૂર્તિ તરફ હાથ કરી કહ્યું` હું આની સાથે વાત કરતી હતી! આજે એ મારાથી રિસાયો છે!`
વળી એ ગિરધર ગોપાલને મનાવવા લાગી` હસોને, આજે કેમ તમે આમ મોઢું ચડાવીને બેઠા છો?`
રાણાને થયું કે મીરાં પાગલ થઈ ગઈ છે, એટલે ગમે તેમ લવારો કરે છે, પણ ઉદાના મન પર જુદી જ અસર થઈ. આજે તેને ખબર પડી કે ભાભી કોઈ સાધારણ જીવ નથી, તેમને ભગવાન હજરાહજૂર છે! તેણે પોતાની ભૂલની માફી માગી. મીરાંએ ઉદાના માથે હાથ મૂક્યો ને ભજન શરૂ કર્યુઃ

મેરે તો ગિરધર ગોપાલ, દૂસરો ન કોઈ,
દૂસરો ન કોઈ, સાધો, સકલ લોક જોઈ!-મેરે
માઈરી, મૈં તો ગોવિંદ લીન્હો મોલ!
કોઈ કહે છુપકે, કોઈ કહે ચૂપકે, મૈં તો દિયો બજાતાં ઢોલ

આમ મીરાંબાઈ કહે છે ચોરીચૂપકીથી નહિ, હું ઢોલનગારા વગડાવીને કૃષ્ણને વરી છું.
દૂરદૂરથી સાધુસંતો ચિતોડમાં આવતા. મીરાંની કીર્તિ અને મીરાંના ભજને હવે દૂરદૂર ફેલાતાં જતાં હતાં. એવામાં ભોજરાજનું મરણ થયું. ઈ.સ.1521. મીરાંનો દિયર વિક્રમાજિત હવે ચિતોડનો રાજા થયો. મેવાડની રાજવધૂ ઉધાડે છોગ સાધુસંતોની સાથે હળેભળે, ભજનકીર્તન ગાય અને લોકોના દેખતાં પગે ધૂધરા બાંધી નાચે એ એને ગમતું નહોતું. એણે મીરાંને ભજનકીર્તન છોડવાનું કહ્યું, પણ મીરાં પર એની કોઈ અસર થઈ નહિ.

એવામાં એક નહિ ધારેલો બનાવ બની ગયો. કહે છે કે મોગલ બાદશાહ અકબર મીરાંબાઈની કીર્તિ સાંભળી એનાં દર્શન કરવા છૂપે વેશે ચિતોડ આવ્યો. એની સાથે એનો રાજગવૈયો તાનસેન હતો. બાદશાહ મીરાંબાઈની ભક્તિ જોઈ ખુશ થયો. એણે તાનસેનને કાનમાં કહ્યું`આજે મારી દૃષ્ટિ સાર્થક થઈ! તે જ પળે પોતાના ગળામાંથી નવલખો હાર કાઢી એણે ગિરધર ગોપાલની મૂર્તિના ચરણમાં ધરી દીધો ને કોઈ કંઈ જાણે એ પહેલાં ત્યાંથી છટકી ગયો.પણ આ હારે ચાડી ખાધી`આવો કીમતી હાર બાદશાહ સિવાય કોઈની પાસે હોઈ જ શકે નહિ!

રાણાના ગુસ્સાએ હવે મા]ા મૂકી. એણે એક કરંડિયામાં વિષઘર નાગ પૂરી કરંડિયો મીરાંબાઈ પર મોકલી કહાવ્યું`આમાં તમારા ઠાકોરજી માટે ફૂલની માળા છે!
મીરાંબાઈએ કરંડિયો ઉધાડયો, તો આખો ઓરડો દિવ્ય સુગંધથી ભરાઈ ગયો. કરંડિયામાંથી નાગ નહિ ફૂલની માળા નીકળી! મીરાંએ એ માળા ગિરધર ગોપાલની ડોકમાં પહેરાવી ભજન ગાવા માંડયું
પાયોજી મૈંને રામરતનધન પાયો!

તોયે રાણો સમજ્યો નહિ.એણે હવે હળાહળ વિષનો કટોરો તૈયાર કર્યો. હોઠે અડતાં જ માણસનાં પ્રાણ નીકળી જાય એવું ભયાનક વિષ.

હાથમાં તંબૂરો છે, પગે ધૂધરા બાંધ્યા છે, ને મીરાંબાઈ કૃષ્ણની મૂર્તિ સામે બેસી મઘુર સ્વરે ભજન ગાય છે. ગાતાં ગાતાં એની આંખોમાંથી અશ્રુ વહે છે. એવામાં રાજમહેલની દાસીઓ આવી એની સામે સુવર્ણનો કટોરો ધરે છે. ભગવાનનો પ્રસાદ સમજી મીરાં કટોરો મોઢે માંડે છે ને ]ેર પી જાય છે. ફરી પાછું એનું ભજન ચાલુ થઈ જાય છે. મીરાં પર ]ેરની કંઈ જ અસર થઈ નહિ.

વિષનો પ્યાલો રાણે મોકલ્યો રે દેજો મીરાંને હાથ,
અમૃત જાણી મીરાં પી ગયાં, જેને સહાય શ્રીવિશ્વનો નાથ!
હવે મીરાનું મન ચિતોડ પરથી ઊઠી ગયું. તેમણે સંત તુલસીદાસજીને પત્ર લખ્યો
`તમે મારા માતાપિતા સમ છો, મારે શું કરવું તે કહો!
મેરે માતાપિતા કે સમ હોં, હરિભક્ત સુખદાઈ,
હમકો કહા ઉચિત કરિબો હૈ, સો લિખિયો સમુ]ાઈ!
જવાબમાં તુલસીદાસજીએ લખ્યું`જેને રામ સીતા પર પ્રેમ નથી તે ગમે તેવા નિકટનો સંબંધી હોય તો પણ તેને છોડી દેવો!
જાકે પ્રિય ન રામ વૈદેહી,
તજિયે તાહિ કોટી બૈરી સમ, જદ્યપિ પરમ સનેહી!
મીરાંએ મેવાડ છોડયું. થોડો વખત તેઓ પિયર મેડતા જઈ રહ્યાં, ને પછી વૃંદાવન ગયાં.
વૃંદાવનમાં તે વખતે ચૈતન્ય મહાપ્રભુના પરમ ભક્ત જીવા ગોસાંઈ રહેતા હતા. મીરાંબાઈએ તેમનાં દર્શન કરવાની ઈચ્છા પ્રગટ કરી ત્યારે ગોસાંઈએ કહાવ્યું કે હું સ્ત્રાળનું મોં જોતો નથી. જવાબમાં મીરાંબાઈએ કહ્યું

`આજલગી હું એમ જાણતી હતી જે વ્રજમાં કૃષ્ણ પુરુષ છે એક,
વૃંદાવન વસી હજી પુરુષ રહ્યા છો, તે ધન્ય તમારો વિવેક!`
આ સાંભળી ગોસાંઈને પોતાની ભૂલ સમજાઈ. તેઓ મીરાંબાઈને મળવા સામા દોડયા.
વૃંદાવનની રજેરજ કૃષ્ણનાં પગલાંથી પાવન થયેલી! અહીં રહી મીરાંબાઈએ કૃષ્ણભક્તિનું પૂર વહાવ્યું.

બરસે બદરિયા સાવનકી!
સાવનકી મનભાવનકી!
સાવનમેં ઉમગ્યો મેરો મનવા!
ભનક સુની હરિ આવનકી!
પછી તેઓ ગુજરાતમાં આવ્યાં. થોડો સમય ડાકોર રહ્યાં ને પછી દ્વારકા ગયાં. બાકીનું આયુષ્ય તેમણે દ્વારકામાં જ પૂરું કર્યું.

ચિતોડના રાણાને હવે પોતાની ભૂલ સમજાઈ. મીરાંબાઈના ગયા પછી ચિતોડની હાલત પણ ખરાબ થઈ ગઈ હતી. લોકો તો કહેતા કે મીરાંબાઈને હેરાન કરી તેનું આ ફળ છે. છેવટે રાણો હાથી ઘોડા પાલખી લઈને મીરાંબાઈને પાછાં ચિતોડ લઈ આવવા દ્વારકા ગયો ને મીરાંબાઈના પગમાં પડી કરગર્યો `મને માફ કરો ને પાછાં ચિતોડ પધારો!`

મીરાંબાઈએ કહ્યું `મારા ગિરધરગોપાલની રજા મળે તો આવું!` ગિરધરગોપાલની રજા લેવા મીરાંબાઈ મંદિરમાં ગયાં. આંખમાં અશ્રુ સાથે તેમણે પ્રાર્થના કરી

પ્રભુ, પાલવ પકડીને રહી છું પ્રેમથી રે,
મારા છેલછબીલા અંતરના આધાર
ઊભી અરજ કરે છે મીરાં રાંકડી રે-
મુજ દાસી તણાં દુખ સર્વે દૂર કરો રે,
શિશ નામું, મારા ગુરુને પ્રણામ!- ઊભી
સાસરિયામાં સુખ નહિ, મહિયરમાં નહિ માન,
સુખદુખની મારી વાતડી ધરતું નથી કોઈ ધ્યાન!
હવે નથી રહેવું રાણાજીના રાજમાં રે
રાણો રોષે ભર્યો કૂડો કપટી રાય!
રૂપાળા રણછોડજી, લળી લળી લાગું પાય,
રાણાઘેર જાવું નથી એવો કર્યો ઠરાવ!
હવે શરણાગતની વહારે ચડજો વિઠ્ઠલા રે,
પ્રભુ, કૃપા કરી રાખો મીરાં ચરણ પાસ!

આજે ગિરધર ગોપાલના મુખ પર કોઈ જુદું જ સ્મિત દેખાયું! જે સ્મિત જોઈને ગોપીઓ ઘરબાર, સગાવહાલાં, કામકાજ બધું છોડીને કૃષ્ણની પાસે દોડી જતી હતી એ જ આ સ્મિત! એ જ મધુર બંસીનાદ! મીરાંબાઈ પણ આજે ગોપીની પેઠે ભાન ભૂલી ગયાં. `િગરધર ગોપાલ`! મારા ગિરધર ગોપાલ!` કહી બેઉ હાથ પહોળા કરી તેઓ એને ભેટવા દોડયાં! કૃષ્ણે પણ જાણે બે હાથ પહોળા કરી એમને પોતાના હ્રદયમાં સમાવી દીધાં! મીરાં અદૃશ્ય થઈ ગયાં! ઈ.સ.1547. તે વખતે મીરાંબાઈની ઉંમર માંડ પચાસ વર્ષની હશે.
ભારતના ઈતિહાસમાં મીરાંબાઈનું સ્થાન અદ્વિતીય છે. ભારતમાં તો શું, આખા જગતમાં મીરાંબાઈના જેવી સ્ત્રાળ કોઈ નથી. હજારો વર્ષની ચાલી આવતી જડ રૂઢિઓની સામે એ એકલ સ્ત્રાળએ જે હિંમત બતાવી છે તે અદ્ભુત છે.
મીરાંબાઈએ હિંદી, વ્રજ, અને ગુજરાતી એમ ત્રણ ભાષામાં કાવ્ય રચ્યાં છે.ગુજરાતી ભાષાનાં તો તેઓ પહેલાં કવિયત્રી છે. આજે ચારસો વર્ષે પણ એવી બીજી કવયિત્રી ગુજરાતમાં પાકી નથી.