" અંબે માત કી જે. હાલો તારે. અંબાજીનાં સોનું મઢેલાં શિખર ઉપર સુરાજદાદાનું કિરણ પડે ઈ પેલાં. આ ટાઢા પોરે નીકળી જાઈં. એ.. હાલો આ માતાજીનું નામ લઈ આ મુસાફરી ઈસ્ટાર્ટ કરી. ભાઇયું, આ જીવતર એક મુસાફરી સે. માંહ્લલો રાજીના રેડ થઈ જાય એવો ઈનો મારગ સે. ઈ મારગ લાંબો સે. ઈ મનને ગમે ઈમ ને હેમખેમ કાપવો હોય તો નજર હામે જોઈએ ને સ્ટિયરિંગ, બ્રેક પર કંટ્રોલ જોયે ભાઈ! ક્યારે ધીમા પડવું, ક્યારે ભાગવું ને જરૂર પડે આગળ જવા પહેલાં ક્યારે ને કેટલું રિવર્સમાં લેવું એની આવડત ને સમજ જોઈએ. ડ્રાઇવિંગમાં ને જીવતરમાં હોત. હઇમજા

Full Novel

1

પૈડાં ફરતાં રહે - 1

સુનીલ અંજારીયા 1 " અંબે માત કી જે. હાલો તારે. અંબાજીનાં સોનું મઢેલાં શિખર ઉપર સુરાજદાદાનું પે'લું કિરણ પડે પેલાં. આ ટાઢા પોરે નીકળી જાઈં. એ.. હાલો આ માતાજીનું નામ લઈ આ મુસાફરી ઈસ્ટાર્ટ કરી. ભાઇયું, આ જીવતર એક મુસાફરી સે. માંહ્લલો રાજીના રેડ થઈ જાય એવો ઈનો મારગ સે. ઈ મારગ લાંબો સે. ઈ મનને ગમે ઈમ ને હેમખેમ કાપવો હોય તો નજર હામે જોઈએ ને સ્ટિયરિંગ, બ્રેક પર કંટ્રોલ જોયે ભાઈ! ક્યારે ધીમા પડવું, ક્યારે ભાગવું ને જરૂર પડે આગળ જવા પહેલાં ક્યારે ને કેટલું રિવર્સમાં લેવું એની આવડત ને સમજ જોઈએ. ડ્રાઇવિંગમાં ને જીવતરમાં હોત. હઇમજા ...વધુ વાંચો

2

પૈડાં ફરતાં રહે - 2

2 "અમદાવાદ બસ પાર્ક કરું ન્યાં મને ને કંડકટરને ચિઠ્ઠી આપી ગ્યા કે બસ પાર્ક કરી વર્કશોપ આવવું. અહીં મિનિટનો હોલ્ટ હતો. ઘણાખરા પેસેન્જર અહીં ખાલી થઈ નવા દક્ષિણ ગુજરાત કોર્યના ચડવાના હતા. એનું બસસ્ટેન્ડ સામી બાજુ હતું. ઉત્તર ગુજરાતનું મઈં એન્ટર થતાં સે. હામે જૂનો દરવાજો સે. કોઈ બાદશાહે બાંધેલો. ન્યાથી આણંદ કોર જતી બસો ઉપડે. દરવાજાને તો મોટી સાર્વજનિક મુતરડી કરી નાખી છે. એવો ગંધાય.. ઉત્તરથી આવતી બસોના ડ્રાઇવરોને તો મોઢે વગર કોરોનાએ રૂમાલ બાંધવો પડે. કે સે ઇ હવે તોડી નાઈખો. હારું થ્યું. ઈ જુના વખતમાં કોઈ બાદશાહે આ કમાન બાંધેલી. એમાં મુતરડી બની ગઈ 'તી. ...વધુ વાંચો

3

પૈડાં ફરતાં રહે - 3

3 'અહીંથી હું 1212 વાત ઉપાડી લઈશ. એની બોલીમાં આખો પ્રસંગ તમને સાંભળીને સમજવો નહીં ફાવે. બીજું, એ પ્રસંગ આવતાં એ હજુ લાગણીશીલ બની જાય છે. અત્યારે એ મારી પાસે આવી બમ્પર પર ચડીને મારા કાચ સાફ કરે છે. એ મનમાં બબડે છે જે હું તમને કહું છું. એ આગળના કાચ મારી આંખો છે. એને સાફ કરતાં પેલી ઘટના યાદ આવી પાણી સાથે મારી આંખના આંસુઓ પણ નીતરે છે. તો એ કથની કહું. એ દિવસે ભોમિયો મને દ્વારકાથી પોરબંદર તરફથી લઈ રાજકોટ જતો હતો. હું દ્વારકા પોરબંદર વચ્ચે પવનચક્કીઓની સલામો ઝીલતી, દરિયાના વાયરાઓ સુ.. કરતી કાપતી, માથે કોઈ જ ...વધુ વાંચો

4

પૈડાં ફરતાં રહે - 4

4 'તો સાયબને સમજાવી આવી પુગ્યો મારી 1212 પર. આ 6 કલાકની ધૂળ ઝાટકી, આ પાણીથી ધોઈ, આ ટાયર થઈ ડોર ખોલી ચડ્યો. સીટ સરખી એડજસ્ટ કરી, મીરર ગોઠવ્યો, પેસેન્જરનું ડોર પણ બંધ સે ઈ ચેક કરી ઇગનીશનમાં સાવી ફેરવીને ક્લચ, ગિયર પાડી બસ શરૂ કરી. પૈડાં ફરતાં રહે. એક્સપ્રેસ હાઇવે થઈ વે'લું આવે વડોદરા. પાછા કમસેકમ સુરત સુધીના પેસેન્જર ચઇડા 'તા. અંબાજીથી નીકળ્યા તારે બે ત્રણ રાજસ્થાની, એક કપલ મહેસાણી બોલતું હતું. ત્રણ લોકો સુવા કે વાંચવામાં હતા. પછી મહેસાણી કાને પડતી 'તી. બસ ભરાઈ ગઈ તારે હંધીય કોરની ભાષામાં ગણગણાટ હાલતો 'તો. ઈ હવે તોતડી પણ મીઠી ...વધુ વાંચો

5

પૈડાં ફરતાં રહે - 5

5 વડોદરા આ દિલધડક પીછો ને પકડાપકડી છતાં બસ ખાસ મોડી નો'તી. એ બધું કોઈ નો માને, મને પણ જોયા જેવું લાગતું 'તું, પણ થઈ ગ્યું. હંધું હાચેહાચું હતું. મને ઈ પૂરું થ્યા કેડે નાનપણમાં ચોરપોલીસ રમતા ઈ યાદ આયવું. એમાં તો ચોર હોઈએ તો દોડીને ગામના પાદરે ભેખડો પરથી કૂદીને દોડતા ને પોલીસનો દાવ લેતા સોકરાવ પર નાના ઢેખાળા ફેંકતા. આંય તો હાચી ધડબડાટી મચી ગઈ 'તી. એક તો ઈ વખતે અમે વડોદરા પહેલાંનું ટોલબુથ ક્રોસ કરી ગ્યા 'તા એટલે રસ્તો બહુ બાકી નોતો ર્યો. ઈ વખતેય પંદરેક મિનિટ વે'લા હતા. ને બીજું, નવી બસ હારી આવેલી. મારૂં ...વધુ વાંચો

6

પૈડાં ફરતાં રહે - 6

6 જીવણ માં'રાજ પાંચની રાજકોટ વોલ્વો માટે તૈયાર થ્યા. ન્યાં એક ઓર્ડરલી એટલે કે ટ્રાફિક મેનેજર સાયેબનો પીયૂન એક લઈ આવ્યો. 'કાર્તિક દવેને સાહેબ બોલાવે છે. હું જોઈ ર્યો. ઓલો એસ.સી. ઉભો થઈને ઇની હારે ગ્યો. થોડી વારમાં પાસો આઇવો. મને કયે, 'ડ્યુટી આવી. પાંચની રાજકોટ વોલ્વોમાં. એનો કંડકટર બીજે મુકાયો. કોઈ કંડકટર રજા ઉપર છે એની જગ્યાએ. એટલે એને બદલે હું જઈશ. મોટા ભાઈ, તમારી સાથે જે વડોદરા સુધી ને જમવામાં ભેગા હતા એમાં ઘણું સમજવા મળ્યું. દુનિયા જોવાની મારી નજર જ બદલાઈ ગઈ. આમ તો આપણે કાલે સવારે સાથે નીકળવાના હતા. ચાલો ત્યારે, મળીએ.' મેં કીધું, 'જે ...વધુ વાંચો

7

પૈડાં ફરતાં રહે - 7

7 હું રસ્તાની એક બાજુ ઉભી રહી. મને હળવેથી બ્રેક મારી જાણે શમણામાંથી જગાડી. હું ભોમિયાના હાથનો પ્રેમાળ સ્પર્શ સ્ટિયરીંગ પર અનુભવી રહી હતી. અને ક્લચ પર ને એક્સેલરેટર પર હળવેથી ફરતા પગ સાથે મારો બદલાતો અવાજ જાણે હું એની સાથે મીઠી ગોઠડીમાં મગ્ન હોઉં એવું લાગતું થતું હતું. હું ડીમલાઈટ સાથે જાણે આંખ મીંચી એ મધુર ક્ષણો માણી રહી હતી. ઓચિંતો એ રંગમાં ભંગ પડ્યો. પહેલાં તો થયું મેં જ ચીસ નાખી, કોઈ મીઠી મધુરી પીડાની. પણ આ તો કોઈ સ્ત્રીની ચીસો હતી. દર્દથી કણસતી. અચાનક ભોમિયાએ મને ઉઠાડી ઉભી રાખી. એ કૂદકો મારતો નીચે ઉતર્યો. ફૂલ લાઈટ ...વધુ વાંચો

8

પૈડાં ફરતાં રહે - 8

8 'તો બે કલાક રેસ્ટ લઈ દસ વાઇગાની દાહોદ નવસારી ટ્રીપમાં મારી વાલી (વહાલી) 1212ને લઈને જાવાનું હતું. હવાર સા પીધી, દાહોદમાં મળતા ઈંદોરી બટેટાપૌઆ ખાધા, ઇસ્ટોલ પર ઊભીને સાપું વાઈંસું, નાયા ધોયા ને ફરેશ હોત થ્યા. કંડકટર ઈ નો ઈ રફીક પાસો વળવાનો હતો. વર્કશોપમાં જ હું કપડું ને પાણીનો ફુવારો મારવાનું લઈ મારી 1212 ના ટાયર પર સડ્યો. ઈના મોઢે હાથ નો ફેરવું તો મને નો સોરવે ને ઈને ય નો ગમે. મોઢું ઈટલે આગલા બે કાચ. હું લુસતો'તો ન્યાં રેંકડી હારે મજુરને લઈ કોઈ જુવાન આઈવો. એક ગાદલું, એક લોઢાનો ફોલ્ડિંગ પલંગ, એકાદ નાનો ઘોડો ને ...વધુ વાંચો

9

પૈડાં ફરતાં રહે - 9

9 'ઈ પછી અમે નવસારી પુગ્યા. આમ તો સુરતમાં રાત કાઢવાની હતી ને સવારે સૌરાષ્ટ્ર કોર જવાનું હતું. પાછળ અને મા'રાજ હોત આવી પુગ્યા. અમે બેઠક જમાવી. સોલ્જરીમાં નજીકના ઢાબામાંથી ગાંઠીયા મગાવ્યા. છાપાંના સ્ટોલને કહી આજના હવે વાસી થઈ ગયેલા છાપાંનું મોટું પાનું ખુલ્લું કરી ગાંઠીયા પાથર્યા. રફીક કહે 'અમે તો આમ જ જમીએ. ઇફતારમાં તો ખાસ. ત્રણ ખજૂર ખાઈ સાથે જમીએ. એ સિવાય પણ એને સુન્ના કહેવાય. સાથે જમે તેના પર અલ્લાહની દુઆ કાયમ રહે. ઓળખતા ન હો એને યે બોલાવો. તફસીર ઈબ્ન અતિહા'. મારાજ કે', 'આ અતિહા અતિથિ જેવું જ લાગે છે.' કોરોના હવે ખાસ નો'તો છતાં ...વધુ વાંચો

10

પૈડાં ફરતાં રહે - 10

10 'તો પુત્રનાં લક્ષણ પારણામાંથી. છોકરાએ તો જબરી બહાદુરી બતાવી. ખૂબ આગળ આવશે.' જીવણ મા'રાજ બોલ્યા. 'જીવણકાકાએ પણ જબરી બતાઈ. પેલી રઈસ ફિલ્મમાં કહે છે મિયાંભાઈની ડેરીંગ. બામણભાઈની ડેરીંગ કહો. એ પણ આ ઉંમરે.' કાર્તિકે પ્રતિ વખાણ કર્યાં. 'કોઈ નાતનો હારા કે નરસા ગુણ પર ઇજારો નથ ઈ હું પોકારી પોકારીને કઉં સું. બાકી વખત આવે ભલભલાની ડેરીંગ ફૂટી નીકળે.' મેં કીધું. 'મારો છોકરો હોત તો કેવી હિંમત બતાવત એ ખબર નથી. આમ તો એને જીંદગીમાં પડે એવા દેવા શીખવ્યું છે.' જીવણ મારાજમાંનો બાપ બોલી ઉઠ્યો. 'અરે એણે તો પડતા પહેલાં જ દીધા. મારી બસમાં હતો. એક બાઈને ઘોર ...વધુ વાંચો

11

પૈડાં ફરતાં રહે - 11

11 ચાલો, આજથી ઇ સાચી ભાષા બોલવાનું નક્કી. પણ પડી ટેવ એમ ઝટ છૂટે? હવે તો સાચું જ બોલવાનું કરી હું મારી સાપુતારાની ટ્રીપ માટે નીકળ્યો. માતાજી સામે નીચા વળી મેં અગરબત્તી કરી, માતાજી આગળ લાલ લાઈટ કરી ને 'જે માતાજી' કરતો મારી સીટ પર ગુડાણો ને બસ સ્ટાર્ટ કરી. આ વખતે ઓલો છોકરો કાર્તિક ફરી મારો કંડકટર હતો. નાથગર બાવાજી ક્યાં? વડોદરાથી ઈને ક્યાં મોકલ્યા? મેં મારી વહાલી 1212 ઉપાડી ત્યારે સુરજ મહારાજ રન્નાદેને મળવા ઉતાવળા ઉતાવળા ભોં માં થઈ ઇમના મહેલે જતા હતા. નવસારીથી જેમ આગળ જઈએ એમ જંગલ જેવો વિસ્તાર આવતો જાય. રસ્તા સાંકડા થતા જાય. ...વધુ વાંચો

12

પૈડાં ફરતાં રહે - 12

12 અમે આકાશના તારા ગણતા પડ્યા હતા. કાર્તિક કહે, 'મોટાભાઈ, આ જે પરાક્રમ આપણે કર્યું અને જે મેં જીવણ સાથે મળીને કર્યું એનો રિપોર્ટ કરીએ તો મને કાંઈ લાભ કે ઇન્ક્રીમેન્ટ જેવું આગળ જતાં મળે કે નહીં?' મેં કહ્યું, 'કેમ નહીં? ઇન્ક્રીમેન્ટ ને એની વાત તો તું કન્ફર્મ થઇ જા પછી આવે. પણ ઉપરીને રિપોર્ટ આપતા પહેલાં કોઈ સિનિયરને પૂછી લેવું કે કોઈ રુલ તોડ્યો નથીને? નહીં તો લાભ ઘેર ગયો, ઉપરથી ખુલાસો પુછાય.' 'તે આ બે કેઇસમાં રૂલ તોડ્યા છે?' તેણે પૂછયું. 'આમ તો નહીં ને આમ તો હા. તમે બીજે રસ્તે બસ લઈ ગયા અને માણસો ઉપર ...વધુ વાંચો

13

પૈડાં ફરતાં રહે - 13

13 સવારના સાતેક વાગ્યા. લીલાછમ ડુંગરો પાછળથી ઉગતા સુરજ મહારાજ જોઈને એને હાથ જોડયા. ઢાબો ખુલી ગયેલો. ચૂલો ધુમાડા હતો અને સગડી પાસે હેન્ડલ ગોળ ફેરવી કારીગર ચા બનાવતો હતો. મેં મીઠું માંગ્યું અને દાંતે ઘસી એક લોટો લઈ અધ્ધરથી કોગળા કરી લીધા. અમે બે એ ચા પીધી. મેં મોં ઉપર ગમછો ફેરવ્યો અને માથામાં કાંસકો. કપડાંની કરચલી હાથેથી ભાંગી તૈયાર. ત્યાં તો બહાર જ ઉભેલા લોકો દોડ્યા. 'એ.. સરદાર એક્સપ્રેસ આવી. આજે તો ટાઇમસર છે.' કહેતા એક નોકરીયાત લાગતા ભાઈ દોડ્યા. એની પાછળ બધા જ. પડાપડી થાય ત્યાં ડ્રાઇવર ઉતર્યો. એ મરાઠી હતો. ઊંધા ચંદ્ર આકારની ટિપિકલ મૂછ. ...વધુ વાંચો

14

પૈડાં ફરતાં રહે - 14

14 નાથગીરીએ તો સિંહ જેવું કામ કરેલું. પોતે સળગતા અગનગોળા જેવી બસમાં કૂદીને દસબાર હજારની કેશ પણ બચાવેલી અને જેટલી અણમોલ જાન. ભાવનગરમાં ચેનલો એનો ઇન્ટરવ્યૂ લેવા હોસ્પિટલ પહોંચી. ત્યાંના સત્તાવાળાઓએ ના પાડી દીધી. એસટીના ડિવિઝનલ કંટ્રોલર અને ખુદ વાહનવ્યવહાર પ્રધાન ફળદુ સાહેબ પણ પુષ્પ ગુચ્છ લઈને એના ખબર પૂછવા ગયા હતા. હું પોરસાયો. અમારો ખાસ દોસ્તાર. મને એક ફેરો સૌરાષ્ટ્રનો કરી ઘેર ઓફ માટે જવાનું હતું. જમીન તો ભાગીયાઓ ખેડતા હતા. બાપા ધ્યાન રાખતા બેઠા 'તા. પહેલાં તો અમારે મોટી જમીન હતી. પછી તમને કહીને શું કરું? અમે રાજપૂતો પણ ઈ જમીન માફીયાઓને પહોંચેલા નહીં. બાપા અને મારા ...વધુ વાંચો

15

પૈડાં ફરતાં રહે - 15

15 'અમે બે ગોમતીકાંઠે ફરી ગાયત્રી મંદિર પાસે દરિયામાં પગ બોળી બેઠાં હતાં. સોના, બહાદુરને રેતીનું મંદિર બનાવી દેતી 'ઇ' માછલીઓ જોતી હતી તો હું એની ઘાટીલી, ગુલાબી પીંડીઓ પાણીમાં છબછબિયાં કરતી જોવામાં ખોવાઈ ગયેલો. એનાં ઝાંઝર પણ પાણીના છબછબ સાથે રણઝણ કરી તાલ પુરાવતાં હતાં. અમે સહેજ અંતર રાખી બેઠેલાં પણ એની કુમળી હથેળીઓને બંગડી સુધીના કાંડાંનો સ્પર્શ મારાં રુવાડાં ઊભાં કરી દેતો 'તો. 'ધ્રોળની નિશાળે મૂકી ઈ સારું કર્યું. સોના કવિતા સારી બોલી.' મેં કીધું. કાંક તો બોલવું ને? ઈ પાણીમાં પોતાનું મુખડું જોઈ રહી. એણે હા માં ડોકી ધુણાવી. 'બાપાને બીજું કાંઈ નોતું. ભાગીયાઓ વાવણીનું કામ ...વધુ વાંચો

16

પૈડાં ફરતાં રહે - 16

16 'અને એમ ભોમિયો મને ચલાવતો ખંભાળિયાથી રાજકોટ પહોંચ્યો. એનું નવી નવાઈનું 'ફેમિલી' ધ્રોળ ઉતર્યું. એની પત્નીએ અને ધ્રોળ ભોમિયાએ મામલતદાર સાહેબને થોડામાં ઘણું કહી દીઘું. કેટલુંક તો તેઓ માનવા તૈયાર નહોતા. બસ જોખમભર્યા તોફાનમાંથી હેમખેમ લાવ્યો એ બદલ એને ચોક્કસ શાબાશી ઘટે પણ એની ઓથે એ કોઈ અતિ પ્રતિષ્ઠિત વ્યક્તિ ઉપર અંગત વેર વાળવા ખોટો આરોપ નહીં કરતો હોય એની શી ખાત્રી! એ પછી મામલતદારે જામનગર કલેક્ટર અને ધ્રોળ પોલીસને કાને વાત નાખી દીધેલી. પોલીસ અધિકારીએ તો વાતને હસી કાઢી. કહ્યું કે ભોમિયાનો બાપ ગાંડો થઈ ગયો છે. કેઇસ કોર્ટમાં પેન્ડિંગ છે છતાં એના થાણે આવી અવારનવાર ફરિયાદો ...વધુ વાંચો

17

પૈડાં ફરતાં રહે - 17

17 રાજકોટ રિપોર્ટ કર્યો. મારે જૂનાગઢ, સોમનાથ થઈ ફરી જૂનાગઢ, તલાલા અને ત્યાંથી પાછા આવી અને પછી કોસ્ટલ હાઇવે પોરબંદર અને ત્યાંથી પાછા રાજકોટ જવું એવો શિડયુલ અપાયો. નાથગીરી બાવાજી સાજા થઈ નોકરીએ ચડેલા. એને પાછા ઈ વડોદરા વોલ્વો વાળા રૂટે જ મોકલ્યા. અમે જે સાપુતારાવાળા રસ્તે અને ભાવનગર કોર્ય થયું એની કમ્પ્લેન કરેલી એની વાત થઈ. એનાં મૂળ તો ઊંડાં નીકળ્યાં. અમે બે એસટીની કોઈક સ્કીમની પડખે હતા ને યુનિયન ( અમારે ત્યાં યુનિયન એટલે એક લીડર. એ કહે એમ જ થાય એવો ધારો પડી ગ્યો તો. જીવણ મા'રાજની ભાષામાં શિરસ્તો.) એના વિરોધમાં હતું. બીજાઓ પણ અમારી વાંહે ...વધુ વાંચો

18

પૈડાં ફરતાં રહે - 18

18 બીજે દિવસે મારો પ્રોગ્રામ નક્કી હતો. સવારે નિરાંતે 7.30 વાગે ઉપડી જૂનાગઢ જઈ ત્યાંથી બસમાં માધવપુર ઘેડના રસ્તે જવાનું અને ત્યાંથી રાજકોટ. વહેલા ઉઠીને લીમડાના ઝાડની તાજી ડાળી કાપી દાતણ કર્યું. કંડક્ટરે વળી હોઠથી હસીને દાતણ માટે હાથ લંબાવ્યો. મેં મારી લાંબી ડાળીમાંથી એક ટુકડો કાપી આપ્યો. એણે દાતણ પણ ચૂપચાપ કર્યું. તલાલા બસસ્ટેન્ડનાં પ્લેટફોર્મ પાસે મફત પાણીની બંધ કેબિન હતી. આમ તો પબ્લિકની સેવામાં આઠ વાગ્યે ખુલી જાય. અત્યારે તો કોઈ પાણી ભરતું હોવું જોઈએ. પણ આવાં નાનાં સ્ટોપ પર, અને હવે તો મોટાં સ્ટોપ પર પણ એ કેબીનો બંધ રાખી નજીકમાં જ એલ્યુમિનિયમનાં પડખાં વાળી લારીમાં ...વધુ વાંચો

19

પૈડાં ફરતાં રહે - 19

19 કોઈના કહ્યા વગર બીજે દિવસે કોમરેડ અને એક લીડર જીવણ મહારાજને ઘેર ગયા. ખરખરો કર્યો કે 'હશે. થવા આમ તો કાંઈ છૂટે નહીં પણ મેં સાહેબોને વાત કરી છે. નોકરીમાં હોય એ તો સસ્પેન્ડ થાય, ત્રણેક ઇન્ક્રીમેન્ટ અટકે અને ઉપરથી પોલીસ કેસ થાય. જેલ પણ. આ તો અમે કહ્યું ને સાહેબ માન્યા. તમને તો સસ્પેન્ડ કરવા હોય તો પહેલાં નોકરીએ લેવા પડે.' પોતાની જ જોક પર કોમરેડે તાળી માટે હાથ ધર્યો. અતિ ગંભીર જીવણ મહારાજે ક્યારેય કોઈને તાળી આપી વાત નહોતી કરી. તેઓ ચૂપચાપ સાંભળી રહ્યા. 'બે ત્રણ પગાર જેટલા એટલે કે લાખેક રૂપિયા દંડ વગેરેના લઈ છોડી ...વધુ વાંચો

20

પૈડાં ફરતાં રહે - 20

20 પહેલાં આશ્રમની બહાર બોર્ડ લાગ્યું કે બાપજીના દર્શને વિદેશથી ભક્તો આવ્યા છે અને ક્વોરન્ટાઇનમાં છે એટલે આશ્રમ બંધ ત્યાં દેવશીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો કે કોઈએ મોઢાં ઉપર બોથડ પદાર્થ મારી છૂંદીને હત્યા કરી છે. નજીકથી બાપજીની પછેડી મળી. લોહીવાળો પથરો એટલામાં જ હતો. એના ઉપર ફિંગરપ્રિન્ટ બાપજીનાં! કોઈ ભક્ત ઉપર આ કામ છોડેલું નહીં. વા વાત લઈ ગઈ. લોકોનાં ટોળાં ભેગાં થઈ ગયાં. સહુ 'હોય નહીં' કહેતા બાપજી પર તિરસ્કાર વહાવી રહ્યા. પોલીસે બાપજીની આખરે ધરપકડ કરી. ગામ વચ્ચેથી ખુલ્લી પોલીસ જીપમાં બાપજીને હાથકડી પહેરાવી લઈ ગયા. કહે છે બાપજી ખૂબ ગુસ્સામાં હતા. અમને, ખાસ તો મને રૌરવ ...વધુ વાંચો

21

પૈડાં ફરતાં રહે - 21

21 મેં ઘડિયાળમાં જોઈ તરત જ વખત ગુમાવ્યા વગર વકીલને કીધું કે મારે બીજે વકીલાત કરવા જવાની છે. પુણ્યનું છે. ઈ બાપાને લઈને ગામ પહોંચે. એની બાઈક મને આપે. થાય એટલા જલ્દી રાજકોટ પહોંચવું છે. એ કહે કેટલા વાગે? મેં કીધું આમ તો ચાર વાગે. એ કહે 'નોટ પોસીબલ. ઉડતા જાઓ તો ય નહીં.' મેં કીધું બાઇકની ચિંતા નહીં કરતા. હું તો સાચવીને પણ બંદૂકની ગોળીની જેમ લઈશ. બસ સ્પીડમાં હાંકી છે એમ આ બાઇક. એક સેકંડ બગાડ્યા વગર મેં બહાર પેટ્રોલ પંપે ટાંકી ફૂલ કરાવી. ભીડભંજન મહાદેવ બંધ હતા. બહારથી હોર્ન મારી હાથ જોડી આભાર માન્યો અને લાલબંગલા, ...વધુ વાંચો

22

પૈડાં ફરતાં રહે - 22 - છેલ્લો ભાગ

22 તો મારે બદલાવું પડે. હું બદલાયો જ. મને એસટીનો સ્ટાર્ચ કરેલો ઇસ્ત્રીટાઈટ ખાખી યુનિફોર્મ તો ગમતો જ. પછી અને પોલીએસ્ટરનાં કાપડ આવ્યાં એમાં તો હું વધારે ચુસ્ત દેખાતો. ગામડાંની સ્કૂલમાં ભણવા જતો ત્યારે સરકારી સાહેબને ચમકતાં કપડામાં ફરતા જોઈ અંજાઈ જતો. આજે મેં ખાખી યુનિફોર્મને બદલે ચેકસ વાળું ફૂલસ્લીવ ક્રીમ શર્ટ અને મરૂન પેન્ટ પહેર્યાં છે. પોલિશ કરેલો બ્રાઉન લેધર બેલ્ટ, એ જ ટેન બ્રાઉન શૂઝ જે પહેલેથી હું પોલિશ તો કરતો જ. આજે બ્રશ ઘસી, ક્રીમથી ચમકાવેલા. કાંડે ગોલ્ડન ડાયલ અને બ્રાઉન લેધરના પટ્ટાવાળી રિસ્ટવૉચ. એકદમ ક્લીન શેવ. ટ્રીમ કરેલી મૂછો. મારી ભાષા તો જીવણ મહારાજે કીધું ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો