એક સ્ત્રી પોતાનાં જીવનમાં ઘણાં રોલ નિભાવે છે. ક્યારેક દીકરી બનીને માઁ બાપની રાજકુમારી બંને છે. ક્યારેક બહેન બનીને ભાઈને લાડ કરે છે. તો ક્યારેક માતા બનીને સંતાનોનું ધ્યાન રાખે છે. ક્યારેક કોઈનાં ઘરની વહું, તો ક્યારેક એક પત્ની બનીને પોતાનો સંસાર સુખમય બની રહે, એવાં બધાં જ પ્રયત્ન કરે છે. ક્યારેક જેઠાણી, તો ક્યારેક દેરાણી...ક્યારેક નણંદ, તો ક્યારેક ભાભી બનીને બધાં સંબંધો જાળવી રાખે છે. એક સ્ત્રી મમતાની મૂર્તિ છે. એક સ્ત્રી પ્રેમનો સાગર છે. છતાંય આજે પણ એક સ્ત્રીએ પોતાનાં હક માટે સંઘર્ષ કરવો જ પડે છે. એવું શાં માટે?? એ જવાબ કોઈ આપી શક્યું નથી. નિત્યા

Full Novel

1

સ્ત્રીનો સંઘર્ષ - 1

ભાગ-૧ એક સ્ત્રી પોતાનાં જીવનમાં ઘણાં રોલ નિભાવે છે. ક્યારેક દીકરી બનીને માઁ બાપની રાજકુમારી બંને છે. ક્યારેક બહેન ભાઈને લાડ કરે છે. તો ક્યારેક માતા બનીને સંતાનોનું ધ્યાન રાખે છે. ક્યારેક કોઈનાં ઘરની વહું, તો ક્યારેક એક પત્ની બનીને પોતાનો સંસાર સુખમય બની રહે, એવાં બધાં જ પ્રયત્ન કરે છે. ક્યારેક જેઠાણી, તો ક્યારેક દેરાણી...ક્યારેક નણંદ, તો ક્યારેક ભાભી બનીને બધાં સંબંધો જાળવી રાખે છે. એક સ્ત્રી મમતાની મૂર્તિ છે. એક સ્ત્રી પ્રેમનો સાગર છે. છતાંય આજે પણ એક સ્ત્રીએ પોતાનાં હક માટે સંઘર્ષ કરવો જ પડે છે. એવું શાં માટે?? એ જવાબ કોઈ આપી શક્યું નથી. નિત્યા ...વધુ વાંચો

2

સ્ત્રીનો સંઘર્ષ - 2

ભાગ-૨ વહેલી સવારે સુરજના કિરણો નિત્યાના ચહેરા પર પડતાં નિત્યાની આંખો ખુલી. નિત્યા માટે રોજનો દિવસ એકસરખો જ રહેતો. માટે દિવસનું અજવાળું પણ દુઃખોનું અંધારું લઈને જ આવતું. જ્યાં ખુદનાં મમ્મી-પપ્પા જ પોતાનાં સંતાનોને નફરત કરતાં હોય. ત્યાં એક દિકરી કાંઈ નાં કરી શકે. નિત્યા સાથે પણ કંઈક એવું જ થઈ રહ્યું હતું. નિત્યાએ તેનાં મમ્મી-પપ્પાને અલગ થતાં તો રોકી લીધાં હતાં. પણ આજે ત્રણેય એક ઘરમાં રહેવા છતાંય મનથી અલગ થઈ ગયાં હતાં. નિત્યાએ ઉઠીને, નાહીને, ભગવાનની પૂજા આરતી કરીને, પોતાનાં દિવસની શુભ શરૂઆત કરી. પણ આ શુભ શરૂઆત ગમે ત્યારે અશુભ બની જવાની હતી. એ ...વધુ વાંચો

3

સ્ત્રીનો સંઘર્ષ - 3

ભાગ-૩ સવારે હર્ષ જ્યારે ઉઠ્યો. ત્યારે તેનાં મમ્મી‌ દેવકીબેન તેમની સામે ઉભાં હતાં. હર્ષને સવારમાં દેવકીબેનને પોતાનાં રૂમમાં થોડું આશ્ચર્ય થયું. "અરે મમ્મી, તમે અત્યારે અહીં કેમ??" હર્ષે આંખો ચોળતા ચોળતા દેવકીબેનને પૂછ્યું. "આ નિત્યા કોણ છે??" દેવકીબેને હર્ષને સામો સવાલ કર્યો. દેવકીબેનના મોંઢે નિત્યા નામ સાંભળીને હર્ષ પણ વિચારમાં પડી ગયો, કે દેવકીબેનને નિત્યા વિશે કેવી રીતે ખબર પડી. હર્ષ દેવકીબેન સામે એકીટશે જોવાં લાગ્યો. "અરે મારાં લાલા, તારી પાછળ તો છોકરીઓની લાઈન લાગી હોય છે. પણ આજ સુધી તું ક્યારેય ઉંઘમાં કોઈ છોકરીનું નામ નથી લેતો. પણ આજે તું અડધી રાત્રે ઘોર ...વધુ વાંચો

4

સ્ત્રીનો સંઘર્ષ - 4

ભાગ-૪ હર્ષ ઘરે આવીને પોતાનાં જ રૂમમાં ખુદને બંધ કરીને, રૂમમાં આમથી તેમ આંટા મારી રહ્યો હતો. એ જ તેને એક મેસેજ આવ્યો. "મારું કામ સરળ કરવા માટે તારો આભાર." મેસેજ વાંચીને હર્ષને ખૂબ જ દુઃખ થયું. હર્ષે મોબાઈલનો દિવાલ પર ઘા કરીને મોબાઈલ તોડી નાંખ્યો. રૂમની બધી વસ્તુઓ વેરવિખેર કરી નાંખી. હર્ષનાં રૂમમાંથી વસ્તુઓ તૂટવાના અવાજો આવવાથી તેનાં પપ્પા તેનાં રૂમ તરફ દોડી આવ્યા, ને દરવાજો ખખડાવવા લાગ્યાં. પણ હર્ષે દરવાજો નાં ખોલ્યો. હર્ષે નિત્યા સાથે જે કર્યું હતું. એ વાતનું હર્ષને ભારોભાર દુઃખ હતું. હાં, હર્ષે જ તેનાં પપ્પા અને આશુતોષ શાહનાં કહેવાથી ...વધુ વાંચો

5

સ્ત્રીનો સંઘર્ષ - 5

ભાગ-૫ હર્ષ કેન્ટીનમા બેસીને નિત્યાની રાહ જોતો હતો. તેણે નિત્યા અને તેનાં પપ્પા વચ્ચેની બધી વાતો સાંભળી લીધી નિત્યા પોતાની ઘરે જતી રહી. પછી હર્ષ ફરી સોસાયટીમાં આવીને નિત્યાની ઘરે શું થઈ રહ્યું છે. એ જોવાં ગયો હતો. એ દરમિયાન જ તેણે બધું પોતાની આંખે જોઈ લીધું હતું. નિત્યા કોલેજ આવી ન હતી. એ વાત જાણીને હર્ષને ક્યાંય ચેન પડતું ન હતું. આશુતોષ શાહે નિત્યાના લગ્નનું કહ્યું હતું. એ વાત હર્ષને પરેશાન કરતી હતી. નિત્યા ભણવામાં ખૂબ હોશિયાર હતી. તેનું ડોક્ટર બનવાનું સપનું હતું. એ વાત હર્ષ જાણી ગયો હતો. પણ જો તેનાં લગ્ન થઈ જાશે. તો ...વધુ વાંચો

6

સ્ત્રીનો સંઘર્ષ - 6

ભાગ-૬ હર્ષ તેનાં મમ્મી-પપ્પા સાથે ડીનર માટે ડાઇનિંગ ટેબલ પર બેઠો હતો. દેવકીબેન અને અરવિંદભાઈની જીદ્દના કારણે આખરે હર્ષ માટે માની ગયો હતો. પણ તેનાંથી એક કોળિયો પણ ખાઈ શકાય એમ ન હતો. "બેટા, થોડું જમી લે. પછી જેમ તું કહે એમ અમે કરીશું." અરવિંદભાઈએ કહ્યું. અરવિંદભાઈની વાત સાંભળીને હર્ષ અરવિંદભાઈની સામે જોવાં લાગ્યો. હર્ષ જાણતો હતો, કે હર્ષે તેનાં પપ્પાનું વચન પાળવા નિત્યાને દુઃખી કરી હતી. પણ હવે અરવિંદભાઈ નિત્યાને કે હર્ષને ખુશ કરી શકે એમ ન હતાં. કેમકે, નિત્યા ખુદ જ હર્ષથી દૂર રહેવા માંગતી હતી. હર્ષે મનોમન સ્વીકારી લીધું હતું, કે તેની ભૂલની ...વધુ વાંચો

7

સ્ત્રીનો સંઘર્ષ - 7

ભાગ-૭ પંકજની ઘરે પણ સગાઈની જોરદાર તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. પંકજ લગ્ન માટે શેરવાની ટ્રાય કરી રહ્યો હતો. બેડ પર દશેક શેરવાની પડી હતી. એ બધી જ તે ટ્રાય કરી ચૂક્યો હતો. પણ હજું સુધી એક શેરવાની તેણે પસંદ કરી ન હતી. હેમલતાબેનની પણ એ જ હાલત હતી. તેઓ પણ સાડીઓનો ઢગલો કરીને બેઠાં હતાં. બંને મા‍ઁ-દીકરો પહેલેથી જ એવાં હતાં. એક વસ્તુ પસંદ કરતાં બંનેને આખો દિવસ પસાર થઈ જતો. પારિતોષભાઈએ દુનિયા સામે પોતાનું સ્ટેટ્સ જાળવી રાખવાં બહું મહેનત કરી હતી. આજે બિઝનેસ ઈન્ડસ્ટ્રીમાં અને તેમનાં પરિવારમાં તેમનું બહું ઉંચુ નામ હતું. આશુતોષ શાહે પંકજ સાથે નિત્યાના ...વધુ વાંચો

8

સ્ત્રીનો સંઘર્ષ - 8

ભાગ-૮ નિત્યાની રોજની માફક એક નવી સવાર થઈ ગઈ. પણ તેનાં જીવનમાં નવું કાંઈ થવાનું ન હતું. એ જાણતી હતી. નિત્યા તૈયાર થઈને કોલેજે જવાં નીકળી ગઈ. કોલેજમાં જઈને નિત્યાને અલગ જ દુનિયામાં ગયાનો અહેસાસ થતો. એ અહેસાસ માત્રથી જ નિત્યા જીવીત હતી. સમય વિતતો જતો હતો. પણ નિત્યા હજું ત્યાં ને ત્યાં જ હતી. જ્યાં પંકજે તેને છોડી હતી. નિત્યા પંકજની નારાજગીનું કારણ જાણી શકી ન હતી. કોલેજ ખતમ કરીને નિત્યા જોબ પર જવા નીકળી. મોલમાં પહોંચતા જ મોલના માલિક મિ.ચટ્ટોપાધ્યાયે નિત્યાને રોકી. "તું અહીં શું કરે છે?? તે તો જોબ છોડી દીધી હતી ને!!" મિ.ચટ્ટોપાધ્યાયે ...વધુ વાંચો

9

સ્ત્રીનો સંઘર્ષ - 9

ભાગ-૯ નિત્યાએ પંકજ સાથે લગ્ન જલ્દી કેમ નક્કી થયાં. એ પૂછવા અંગે વિચાર્યું હતું. પણ મીરાંના આવવાથી નિત્યા પૂછી નાં શકી. ઉલટાનું તેનાં આવ્યાં પછી પંકજનુ ધ્યાન મીરાંમા વધારે અને નિત્યામાં ઓછું હતું. નિત્યાને પોતાનાં ભાવિ પતિ સાથે હોવાં છતાં એકલું એકલું ફીલ થતું હતું. "પંકજ સાથેનો દિવસ કેવો રહ્યો??" વંદિતા શાહે નિત્યાના આવતાં જ ઉત્સાહિત થઈને પૂછ્યું. "સારો." નિત્યા એકાક્ષરી જવાબ આપીને પોતાનાં રૂમમાં જતી રહી. વંદિતા શાહ નિત્યાને પંકજ સાથે જોઈને ખૂબ ખુશ થતાં. પણ એ ખુશી નિત્યાની ખુશીમાં ન હતી. એ ખુશી તો વંદિતા શાહ એમ સમજતાં, કે તેમણે નિત્યા નામની બલા પંકજને ...વધુ વાંચો

10

સ્ત્રીનો સંઘર્ષ - 10 - છેલ્લો ભાગ

ભાગ-૧૦ હર્ષને કંપનીનાં કામથી મુંબઈ જવાનું થયું હતું. નિત્યાના લગ્નનાં બીજાં દિવસે હર્ષની કંપની શરૂ થવાની હતી. એટલે મુંબઈ જવું જરૂરી હતું. પણ પાર્થને જે માહિતી હાથ લાગી હતી. એ પાર્થ માટે હર્ષ સુધી પહોંચાડવી જરૂરી હતી. પાર્થ રોજ પંકજનો પીછો કરતો, ને હર્ષના આવવાની રાહ જોતો. હર્ષને ફોન પર કાંઈ કહી શકાય એમ ન હતું. હર્ષ ગુસ્સામાં આવીને કાંઈ આડાં અવળું કરી બેસે, ને હર્ષનાં પરિવાર કે કંપનીને કોઈ નુકશાન પહોંચે. એવું પાર્થ ઈચ્છતો ન હતો. એટલે તેણે હર્ષનાં આવવાની રાહ જોઈ. દિવસો પછી દિવસો વિતતા ચાલ્યાં હતાં. નિત્યાના લગ્નને માત્ર પાંચ દિવસ જ બાકી રહ્યાં ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો