નવો નવો હજુ તો રાજકારણમાં જોડાયો હતો. પાર્ટીનો ખેસ પણ પહેર્યો હતો . માંડ ૨૫ વરસની ઉમર હતી અને હજુ તો અભ્યાસ ચાલુ હતો. એન્જીનીય્યરીગ કરીને આગળ ભણવા વિદેશ જવું હતું. કમાવું હતું અને અનુભવ પણ લેવો હતો.. પ્રતીકના વિચારો ઊંચા હતા. ..સ્વપ્ના પણ મોટા હતા… કિશોર વયથી જ તે ભાષણો મોટા મોટા આપતો આવ્યો હતો. નાની મોટી સભાઓ ભરવી કે મિત્રો પાસે ભાષણ અને લેકચર ઠોકવા એ તેની હોબી હતી. એને લાગતું હતું કે દુનિયા અને આ દેશ બદલવl જ પડશે અને આ કામ માત્ર અમે યુવાનો જ કરી શકીએ છીએ. આ બધા વૃદ્ધો કે મોટા

નવા એપિસોડ્સ : : Every Friday

1

સાપસીડી.....

નવો નવો હજુ તો રાજકારણમાં જોડાયો હતો. પાર્ટીનો ખેસ પણ પહેર્યો હતો . માંડ ૨૫ વરસની હતી અને હજુ તો અભ્યાસ ચાલુ હતો. એન્જીનીય્યરીગ કરીને આગળ ભણવા વિદેશ જવું હતું. કમાવું હતું અને અનુભવ પણ લેવો હતો.. પ્રતીકના વિચારો ઊંચા હતા. ..સ્વપ્ના પણ મોટા હતા… કિશોર વયથી જ તે ભાષણો મોટા મોટા આપતો આવ્યો હતો. નાની મોટી સભાઓ ભરવી કે મિત્રો પાસે ભાષણ અને લેકચર ઠોકવા એ તેની હોબી હતી. એને લાગતું હતું કે દુનિયા અને આ દેશ બદલવl જ પડશે અને આ કામ માત્ર અમે યુવાનો જ કરી શકીએ છીએ. આ બધા વૃદ્ધો કે મોટા ...વધુ વાંચો

2

સાપસીડી.. - 2

પ્રતિક હવે બરોબર મુંજાયો હતો... મિત્રો ગોવા ફરવા જવાની હઠ લઈને બેઠા હતા.. જવાનું એને પણ મન તો ...કારણ દરિયાની મસ્તી ને મિત્રો બધું ક્યારેક જ મળતું હોય છે. બીજી તરફ તેના બોસ એટલેકે જે મિત્રની કમ્પનીમાં કામ કરી રહ્યો હતો તેમણે કોઈ બિજનેસ ડીલ માટે દુબઈ જવું હતું. મોજ બને બાજુ હતી. એકવાર હતું ગોવા તો ફરી ક્યારેક થશે ચાલો પહેલા દુબઈની મોજ અને ધંધો પતાવી લઈએ. એમ તો દુબઈ જવું અને બિજનેસ ડીલ કરવી એટલે પાર્ટીમાં બે ત્રણ જણાને ધ્યાને તો મુક્વુજ પડે. જો કે ડીલ તો પાર્ટીના જ સંપર્કો થી કરવાનું હતું .ભલેને વાયા મીડિયા હોય. ...વધુ વાંચો

3

સાપસીડી... - 3

રાજકારણ એવી વસ્તુ છે જ્યાં ખોવાનું કશું નથી પણ મેળવવાનું ઘણું છે. તમને પેસો જોઈએ ,પ્રવૃત્તિ જોઈએ ,કામ જોઈએ, કરવો છે , પબ્લિસિટી જોઈએ,જલસા કરવા છે કે પછી સેવા કરવી છે બધું જ અહીં કરી શકાય છે..... ફક્ત હોદો જોઈએ કે સીટ જોઈએ એટલે કે સતા જોઈએ તો તમારે રાજકારણના અlટા પાટા અને ટેકનિકો સમજવી પડશે. તમારે બોસના ચમચા થવું પડશે. અને વફાદારી રાખવી પડશે. તમારી પાસે જ્ઞાતિ અને જાતિ નું સમીકરણ હોવું જોઈશે... આ બધા પછી પણ ચાન્સ લlગે કે કેમ તે તો ન જ કહી શકાય. પ્રતિક માટે સમય સારો નથી એમ કહેવું વધારે પડતું ...વધુ વાંચો

4

સાપસીડી... - 4

સાપસીડી …..૪. દુબઈ માં વિશ્વના ૨૦૯ દેશોના ;લોકો સાથે હળીમળીને રહે છે. એક વખત દુબઈના જાઓ તો તેના પ્રેમમાં પડી જ જવાય એમ પ્રતીકને લાગયું . અહી સખત કાનૂનો છે તો મસ્ત અને લાજવાબ લાઈફસ્ટાઇલ છે .એ આ શહેરની ઓળખ છે. સ્વયમ શિસ્ત અને ભવ્યતા તેમજ સ્વચ્છતા માં દુબઈની તોલે ભાગ્યેજ કોઈ બીજું શહેર આવી શકે . દુબઈમાં ૩૩ ટકા તો ભારતીયો છે બીજા પાકિસ્તાનીઓ,બંગ્લાદેશ ના અને મલેશિયાનાછે. અરબી લઘુમતીમાં છે . બુર્જ ખલીફા જે પેલા બુર્જ દુબઈ તરીકે પણ ઓળખાતું હતું. આ દુનિયાનું સોથી ઊંચું ટાવર છે. દુબઈમાં આવીતો દુનિયાની ખાસ કહેવાય એવી ...વધુ વાંચો

5

સાપસીડી.... - 5

સાપસીડી 5 મયુરની કંપ્પની અને દોસ્તી પ્રતિકને.ફાવી ગઈ હતી.એણે મયુરને તેના બનેવી તરીકેની મહોર મારી દીધી હતી..ઘરના પણ સહમત થયા હતા. માયા અને મયુરે તો અમદાવાદમાં ફરવાનું અને ખરીદી ધૂમ કરી લીધી હતી. અવન.મોલ થી માંડી ને કાંકરિયા ની સેર કહો કે ગાંધીનગરની લટાર અને સોલા ભાગવતના દર્શન બનેએ કરી લીધા હતા.. અઠવાડીયું ફરીને મયુર પરત દુબઇ ગયો અને ત્યાં પ્રતીકને ફેરવ્યો .એટલે બને પાકા દોસ્ત બની ગયા હતા . આ સંબંધને કાયમી ને અંગત બનાવવા નું નક્કી થઈ ગયું હતું. બનેં પરિવારો નવા સંબંધથી ખુશ હતા … બંનેની જ્ઞાતિ ઓ સરખી નહિ લગભગ સમાનકક્ષા ની હતી અને આર્થિક ...વધુ વાંચો

6

સાપસીડી... - 6

સાપસીડી. 6…. તૃપ્તિ વડોદરા થી આવે ત્યારે મોટા ભાગે તો તેની કlર હોય જ એટલે પ્રતિક લિફ્ટ મળે . બને કlરમાં જ ફરે કયારેક પ્રતીક ની હોય તો ક્યારેક તૃપ્તિની.. બને રિવર ફ્રન્ટ થી એ વન મોલ જlય કે કાંકરીયા થી પછી લlભા ની સેર કરે …મલ્ટી પ્લેકશ માં એકાદ પિકચર તો જોવા નું જ ..અને પછી પાણીપુરી ને વડાપાઉં કા તો ચાઈનીઝ ને ન્યાય આપવાનો ...જે બંનેના ફેવરિટ હતા… પાર્ટીની વાતો કરતા પણ બંનેની પોતાની વાતો ને કોલેજકાળની વાતો હોય કે બીજી ચર્ચાઓ હોય....પ્રતીક ને તૃપ્તિ બને એમ બી એ તો ખરાજ વળી પ્રતીક એન્જીનીયર તો ...વધુ વાંચો

7

સાપસીડી... - 7

સાપસીડી...7 ખાધું પીધું ને રાજ કર્યું ની જેમ સેમિનાર પણ રંગે ચંગે પતી ગયો. સ્વામીજી નું જોરદાર રહ્યું. આમ પણ સમાજના લોકપ્રિય ચહેરો આજકાલ સ્વામીજીનો જ ગણlતો હતો. સ્વામીજી જુસ્સાદાર અને સ્પષ્ટ વક્તા ગણાતા હતા. આજનું એમનું પ્રવચન ખૂબ માર્મિક ને ચોટદાર રહ્યું.. જુસસાભેર તેમણે સો પર પ્રહારો કર્યા અને કટાક્ષ પણ કર્યા … બોલવામાં એમને કોઈ ન પહોંચે. કોઈની શેહ શરમ રાખતા જ નહીં … સ્વામીજીએ તેમની લાક્ષણિક શેલી માં એ તો સ્પષ્ટપણે કહી જ નાખ્યું કે હવે આપણે સતા કબજે કરવાની જ છે... ... કોઈ પણ રીતે… તમામ રાષ્ટ્રિય પાર્ટીના અગ્રણીઓની હાજરીમાં અને રાષ્ટ્રીય ...વધુ વાંચો

8

સાપસીડી... - 8

સાપસીડી….8 સ્થાનિક ચૂંટણીઓ આવી રહી હતી તૃપ્તિને વડોદરા થી મ્યુનિ કોર્પોરેશન માં કોર્પોરેટર ની ચૂંટણી લડવાની થવાની સંભાવના હતી. જોકે પાર્ટી એ તેને સિલેકશન ની કમિટીમાં મૂકી હતી. સામાન્ય રીતે કમિટીમાં મુકાઓ એટલે બીજlને ટિકિટ આપવાનું કામ કરવાનું .. પોતાને ન પણ મળે ….. જિલ્લાની ચૂંટણી અને હોદાનો અનુભવ તેને થઈ ચૂક્યો હતો.. પેસlની બોલબાલા હતી બધે જ … કામ તો અહીં કરવાનું જ હતું એ તો સમજયા હવે… એ પણ લગભગ મજુરી અને વેતરૂ કહી શકાય એ રીતનું… અને વળતર પણ મેળવવાનું હતું એની પણ ના નહિ ...બીજે નોકરી કરો કે અહીં કામ કરો ….પણ આમાં તો ...વધુ વાંચો

9

સાપસીડી.... - 9

શરીરનો સ્વભાવ છે કે સાજું આપમેળે થોડા સમય પછી થાય છે. એટલે કે શરીર અસ્વસ્થ હોય તો પોતાની થોડા દિવસોમાં સાજું થાય છે. ડોકટર પણ હોસ્પિટલમાં 3 કે 4 દિવસ માં કહી દે છે કે બોડી રિસ્પોનસ નથી આપતી કે આપી રહી છે…. એવું જ મનનું છે. અશાંત મન પણ થોડા દિવસમાં પોતાની મેળે જ શાંત થાય છે. બ્લડપ્રેશર પણ એમ જ થોડી વારે આરામ મળતા જ શાંત થાય છે. દરેક શારીરિક દર્દ કે માનસિક અશાંતિ હોય તેને સમય આપો ધીમે ધીમે આપમેળે જ શાંત થાય છે. પહેલા ક્યાં આવી બધી ગોળીઓ કે ડોકટરો હતા ….આવી સારવાર પદ્ધતિ ...વધુ વાંચો

10

સાપસીડી... - 10

સાપસીડી 10 સ્મિતાબેન રોશની સાથે ડ્રોઈંગ રૂમમાં આવી બહુ પ્રેમથી બોલ્યા .સાહેબ , પાઉભlજી તૈયાર ટેબલ પર જોઈ રહી છે ...તમે ને પ્રતીક ડાઈનિંગ ટેબલ પર હવે ગપ્પા મારો ત્યાં જ તમારી બિઝનેસ ને પોલિટિક્સની ટોક કરો તો સારું છે. જુઓ નવ વાગવા આવ્યા છે... જમવાનો સમય છે….પછી 11 વાગ્યા સુધી તમારી સિક્રેટ ટોક ચલાવજો ભલે…સ્મિતાબેને ટકોર કરી. ઓહ નવ વાગી ગયા...વાતો માં ખબર જ ન રહી….બનેએ પોતપોતાની વોચ ચેક કરી … ચાલ પ્રતીક પાઉં ભાજીને ન્યાય આપીએ.. નામ સાંભળી ને જ ભૂખ લાગી ગઈ. બોલતા બોલતા પંડ્યા સાહેબ વોશબેસીનમાં હાથ ધોવા ઉઠ્યા. પ્રતીક થી બોલ્યા વગર ...વધુ વાંચો

11

સાપસીડી ... - 11

બહુ મહેનત કોઈ કામ માટે કરી હોય તો પરિણામ પણ અlપણી ફેવરમાં જ આવે તેમ સો કોઈ છે. અને માને પણ છે. જો કે તે એટલું સહજ નથી. દર વખતે ચુંટણીઓ આવે ત્યારે ટીકીટ માટે પડાપડી બધી જ પાર્ટીઓ માં થાય છે. અને જયારે લીસ્ટ બહlર પડે ,ઉમેદવારો જાહેર થાય એટલે અસંતોષનો ઉભરો પણ એટલાજ જોરથી બહlર પડે છે. બીજી પાર્ટીઓમાં પણ થોડા ઘણા અંશે ઉભરો અસંતોષ નો આવે જ છે. રાજકારણનું આકર્ષણ એવુ જ છે. કમસે કમ આ દેશમl તો એમ જ છે ... મોટા નેતાઓ અને ઉમર લાયક થઈ ગયેલા નેતાઓ પોતાના સગા અને વારસદારોને ...વધુ વાંચો

12

સાપસીડી.... - 12

સાપસીડી...12….. તૃપ્તિ અને સાથીઓ આજે વિજય મુહર્રતમાં ફોર્મ ભરવાના હતા . પ્રતિક ખાસ એ માટે જ આવ્યો હતો તૃપ્તિ ની જીત અને પાર્ટીની જીત નકકી જ મનાતી હતી. સો કોઈ જાણતા હતા .વિપક્ષ ને પણ આ બાબતની અવિધિસર જાણ હતી . માત્ર હોદાની જાહેરાત બાકી હતી. તૃપ્તિને સારો હોદો મળે તે માટે પ્રતિકે પણ પોતાના તરફથી ખાસ પ્રયત્નો કરવા તેમ નક્કી કર્યું .મેયરનો હોદ્દો તો અનામત વર્ગ માટે આ ટર્મ હતો. રંગે ચંગે સરઘસ અને સભા સાથે બધાએ ફોર્મ ભરવાની વિધિ કલેકટર કચેરીએ જઈને પતાવી . સાંજે પ્રતીક અને મિત્રો પરત અમદાવાદ જવા નીકળવાના હતા .તે પૂર્વે ...વધુ વાંચો

13

સાપસીડી... - 13

સાપસીડી 13 વિજયની ઉજવણી જોરશોરથી ચાલી રહી હતી...સાથે સાથે હોદ્દા અને પોસ્ટની ખેંચતાણ પણ હતી. ચારે તરફ આજ હવા હતી. બધાને મહત્વના હોદા જોઈતા હતા. ખાસ તો જેમl ગ્રાન્ટ અને સતા વધુ હોય. મેયર, ડે. મેયર અને સ્ટે કમિટી ચેરમેન આમ તો વધુ મહ્ત્વની પોસ્ટ હતી. ત્યારબાદ જુદી જુદી કમિટીઓ ને તેના ચેરમેનની પોસ્ટ હતી. માયા અને મયુરના લગ્નની કંકોતરીઓ છપાઈ ગઈ હતી. મયુર દુબઈથી આવી રહ્યો હતો.લગ્નના દસ દિવસ પહેલા જ અને મહિનો રોકવાનો હતો. દરમ્યાન ગરબા રlસ માટે પાર્ટી પ્લોટ અને બાકી લગ્ન માટે રિસોર્ટ તેમજ જાન માટે પણ રિસોર્ટમાં બુકીંગ થઇ ગયું. કેટલાક ...વધુ વાંચો

14

સાપસીડી... - 14

સાપસીડી 14 … સાધુ થવા ના નિયમો આવે તો સૌથી મોટી અસર જૈન ને હિંદુ તેમજ બૌદ્ધ સમાજમાં પડવાની ઘણા પંથો સ્વામિનારાયણથી મંlડીને સંત સમાજના અને અન્ય ઘણાં પંથમાં તેને સીધી અસર થતી હતી. તો બીજી તરફ જૈન અને બોદ્ધ ધર્મમાં સાધુ થવાની , દિક્ષાની કોઈ ઉંમર જ નહોતી તેમ કહીએ તો ચાલે. મુસ્લિમમાં લગ્નની ઉંમર માટે પ્રશ્નો થાય તેમ હતું. તો ગામડામાં ને બીજી ઘણી કોમમાં અન્ય સમાજમાં પણ નાની ઉંમરે લગ્ન થતા હોય એ લોકોનો વિરોધ થવો સહજ હતો. રૂઢિચુસ્ત લોકોએ તો સરકારને ધર્મ વિરોધી ઘણી ઓહાપોહ શરૂ કરી જ દીધો હતો. મત આગામી ચૂંટણીમાં અમારી કોમ ...વધુ વાંચો

15

સાપસીડી.... - 15

સાપસીડી 15 … મોટા સાહેબ આવશે એ બાબતે પ્રતિકે બહુ આશા રાખી નહોતી. સાહેબ 9 વાગ્યા પછી એવો મેસેજ ઓફીસ મારફતે પ્રતિકના પપ્પાને પહોંચી ગયો હતો. આગલે દિવસે અને એ જ દિવસે પોલીસ ને સિક્યુરિટી વાળા ઓ આવી ગયા હતા .સિક્યુરિટીનું ચેકીંગ કરી ગયેલા. જો કે પ્રતીક બીજા કામે હતો એટલે તેના ધ્યાનમાં પછી આવ્યું. ત્યારે પણ સાહેબ આવી શકે છે એમ જ માનવામાં આવ્યું હતું. આમ પણ સાહેબને ઓળખતા બધા જાણતા કે સાહેબનું આવા પ્રસંગોમાં આગમન બહુ ચોક્કસ ન માની લેવું. અનુકૂળતા હોય તો જ આવે. મીતા અને મનોજ તો રlસ ગરબા માં પણ પહોંચી ગયા હતા ...વધુ વાંચો

16

સાપસીડી... - 16

સાપસીડી 16…. સુપ્રીમે લગ્ન ને સાધુ થવાના રિવાજો ની સાથે સાથે તીન તલાકના સામે પણ લાલ આંખ કરી હતી. છેલ્લા કેટલાક સમયથી દેશના જુદા જુદા સમlજોના ધર્મને નlમે ચાલતા રિવાજો સામે દેશની સર્વોચ્ચ અદાલતે દંડો ઉગામ્યો હતો. તે પ્રમાણે સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારને તીન તલાક પર પ્રતિબંધ મુકવા અને વૈકલ્પિક સુધારાત્મક કાયદો ઘડવા આદેશ કર્યો હતો. 1990 થી આર્થિક સુધારા તરફ આગળ વધી રહ્યા હતા . જેમાં 2000 થી વધુ ગતિ આવી હતી. સાથે સાથે સુપ્રીમ કોર્ટ દ્વારા સામાજિક સુધારાઓ પ્રત્યે પગલાં લેવાઈ રહ્યા હતા. લગ્નના ,નાની ઉંમરે સાધુ થવાના અને આવા બીજા અસંખ્ય કુરિવાજો સામે ...વધુ વાંચો

17

સાપસીડી.... - 17

સાપસીડી 17 પ્રતીક અને તૃપ્તિને જુદા જુદા શહેરમાં જુદા સ્થાને પાર્ટી એ હોદ્દા અને જવાબદારીઓ સોંપી દીધી હતી. બને સારી રીતે પોત પોતાના કામે લાગી ગયા હતા. પરંતુ બને વચ્ચે સંવાદ અને ચર્ચા લગભગ રોજ જ દિવસના બે વાર થતી હતી. એક વાર સવારે જ્યારે પણ સમય મળે તૃપ્તિ એ ફોન કરીને પૂછી લેવાનું કે કઈ અરજન્ટ છે કે કેમ અને રાત્રે 12 વાગ્યે સુતા પહેલા પ્રતિકનો ફોન આવે ત્યારે બને લંબાણપૂર્વક દિવસના તમામ પ્રકારના સંબધિત બનાવોની ચરચા અને વિચાર વિમર્શ એકબીજા સાથે કરી લેતા હતા. આ ઘણા સમયથી તેમનો ક્રમ બની ગયો હતો. બને બહારગામ હોય કે ...વધુ વાંચો

18

સાપસીડી... - 18

સાપસીડી 18... મંદા કીની બેન ને તો ખૂબ વિશ્વાસ હતો .મહારાજ પર.કારણ મહારાજે જ એમને કહ્યું હતું કે તમે રાજકારણમાં પડી સત્તા મેળવશો અને આગળ જશો .રાજ કરશો .વગેરે…. આ બધું વરસો પહેલા કહ્યું હતું.. ઘણા તો ત્યાં સુધી કહેતા કે આ સાધુ જ મદાબેનને રાજનીતિમાં લાવ્યા છે. નહીતો એમને તો એમના ઘરસંસાર અને પરિવારમાંથી જ ક્યાં ફુરસદ મળતી હતી. આ સતા જ મહારાજના આશીર્વાદથી જ પાર્ટીને મળી છે ત્યાં સુધી કહેનારા કહેતા અને સાંભળનાર સાભળતા . ત્યાં સુધી કે આવી વાતોનું ખંડન ખુદ મોટા સાહેબે કયારેય કર્યું નહોતું. પ્રતિકના માટે નવાઈની વાત એ હતી કે ખુદ મોટા ...વધુ વાંચો

19

સાપસીડી.... - 19

સાપસીડી 19…. મહારાજ સાહેબ નુ પણ કામ કરે. પણ આ વખતે ખાસ બે દિવસ એકાત માં હતા. કામ મો ટા સાહેેેબ નું જ હતું વળી…. આમ જોવા જોઈએ તો સાહેબ ના આવા ઘણા સંપર્ક હતા. મોટl સાહેબ આમ તો ચાર બંગલામાં રહેતા .એક એમના રહેવા નો ,એક કાર્યાલય નો તો બીજા માં એમના સીકયુરીટી વાળા અને ચોથા માં ગેસ્ટહાઉસ…..આ ગેસ્ટ એટલે આવા બધા કામ માટે આવતા ખાસ મહેમાનો…. સાહેબ પાસે અlસlમ થી ઠેઠ આવનારા હતા તો દક્ષિણથી આવનારા પણ અહીં બે ત્રણ માસ આવી વિધિ વિધાન કરી જતા . હિમાલય ને ઉત્તર ભારતથી આવનારા વિશેષ હતા અને નિયમિત આવતા ...વધુ વાંચો

20

સાપસીડી... - 20

સાપસીડી….20… પ્રતીકને લાગ્યું કે મીતા વચ્ચે છે તો વાંધો નથી. આખી જ ક્રિયા અને કlર્યો ની વૈજ્ઞાનિક અને વ્યવહારુ મિતાએ તો આપી જ હતી. પણ મહારાજે પણ આપી. વળી પ્રતીક તો શ્રી શ્રી અને બાબા રામદેવનો ભક્ત હતો જ.. તેમના આશ્રમોમાં 15 /20 દિવસ રહી આવેલ અને તાલીમો પણ લઈ આવ્યો હતો. એટલે પણ એને મહરાજમાં વિશ્વાસ બેસવા માંડ્યો હતો . આ બધા ક્રિયા કાંડ અને મંત્ર તંત્ર રાજકારણ ના મેનેજમેન્ટના જ પાઠ છે .એમ હવે તે માનવા લાગ્યો હતો. એણે સાંભળ્યું તો હતું જ કે બ્રહ્માકુમારી જેનું અlબુમાં મુખ્યમથક છે અને દુનિયાના અનેક દેશોમાં તેના સેન્ટરો છે ...વધુ વાંચો

21

સાપસીડી... - 21

સાપસીડી…..21... બેઠકમાં એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો કે વારંવાર વરસાદમાં રસ્તાઓ ખરાબ થાય છે અને પાણી જાય છે. આનો કાયમી ઉપાય શોધવો રહ્યો. પ્રતીક એન્જીનીયર હતો એને સમજતા વાર ન થઇ કે ભ્રષ્ટચાર વગર આ શક્ય નથી .ગમે તેટલું કરીએ તો પણ આ થશે જ નહિતર રાજકરણીઓ કે વહીવટીતંત્ર બને ભૂખ્યા રહેશે. નવી ટેકનોલોજી વિકસાવવી પડે જેની મોટી કિંમત પણ ચુકવવાની તૈયારી જોઈશે. ..પ્રતિકે વિચાર્યું કે એક વરસ કાઢવાનું છે .એકવાર ઇલેક્શન ડિકલેર થlય અને ટિકિટમાં એનું સિલેક્શન થઇ જlય એટલે બસ એમl જ સમય આપવાનો છે. આ દરમ્યાન પાર્ટી અને સમાજને ધ્યાનમાં ...વધુ વાંચો

22

સાપસીડી... - 22

સlપસીડી 22…. જ્યાં સુધી હું મંત્રી નહિ બનું મને શાંતિથી ઊંઘ નહિ આવે. મારુ સ્વપ્ન કહો કે ટાર્ગેટ કહો.. બસ આ હું કોઈ પણ ભોગે અચિવ કરવા માગું છું…..ત્યાં સુધી બીજી કોઈ વાત જ નહી… આ વાત પ્રતિકે સ્પષ્ટ શબ્દોમાં તેની માતા ને તો કહી જ દિધી પણ તૃપ્તિને પણ કહી હતી. બીજા એના નજદિકના બધા આનાથી વાકેફ હતા. એટલે જ પ્રતીક સાથે ભારપૂર્વક લગ્નની વાત મlતા પિતા કે નજદીકના કોઈ કરી શક્તા નહોતા . તો પછી પડ્યા સાહેબ કે બીજા તો ક્યાંથી કરી શકે. જો કે તૃપ્તિને મન તો પાર્ટી અને સેવક સમાજ અને તેમનું ...વધુ વાંચો

23

સાપસીડી... - 23

સાપસીડી..23 મેરેથોન મીટીંગ પછી સાંજે ચા પીને લોન્ગ ડ્રાઈવ પર જવાનો પ્રતિક નો વિચાર રાતના બહાર જ જમવાનું પતાવીશું તેણે વિચાર્યું. જોકે બપોરના જ લંચમાં લેટ થઈ ગયેલું એટલે ખાસ ભૂખ પણ નહોતી. સાંજે જ્યારે અનિતા ,ઘરે કામ કરતી બાઈ આવી ને પૂછ્યું . ભાઈ, બl તો નથી ...તમારે કઇ કામ છે કે હું જાઉં ...તો એને મસાલા વાડી ચl બે કપ લઈ આવવાનું કહ્યું. તારી બનાવવાની ના ભૂલતી..પ્રતિકે એની મમીની જેમ જ સૌજન્ય દાખવ્યું. અને સાથે થોડો સૂકો નાસ્તો ને બિસ્કિટ પણ બેન માટે લાવજે. જોકે થોડીવાર પહેલાજ ઉઠું ઉઠું થઈ રહેલી તૃપ્તિ એ ચા બનાવી ...વધુ વાંચો

24

સાપસીડી... - 24

સાપસીડી 24… કાલે રાતના મહારાજનો સમય લીધો છે અlલોકને પ્રતિકે કહ્યું. આપણે મળવા જવું છે .હજુ બે અહીં છે તો મળ્યા નથી ઘણા વખતથી એટલે વાત કરવી છે અને તું સાથે આવે એમ હું ઇચ્છું છું .રાતના અlલોક અલ્પાને ઘરે મૂકીને પ્રતીકને ત્યાં પહોંચ્યો એટલે એણે કહ્યું. ઘરે આવતા આવતા પ્રતિકે તેની મનપસંદ ફ્લેવરના બે અમૂલના આઈસ્ક્રીમના ફેમિલી પેક લઈ લીધા હતા. ઘરે આવીને તરત ફ્રીઝર માં મુક્યાં. રવિવારે સવારે આઠ વાગ્યે ચા નાસ્તો કરીને સવારના રાઉન્ડમાં નીકળ્યા . તૃપ્તિને તેની કઝિન સીધા ફાર્મ હાઉસ પહોંચશે તેમ નક્કી થયુ. પણ પછી રાઉન્ડ લેવાનો હતો એટલે ...વધુ વાંચો

25

સાપસીડી.... - 25

સાપસીડી. ...25.. ગાંધીનગર જવાનું હતું .બીજો કોઈ કાર્યક્રમ ગાંધીનગરમાં પ્રતિકે ગોઠવ્યો નહોતો. એક જ કાર્યક્રમ હતો. ઓફિસ માં જવાનું અને રોશની સાથે મુલાકાત ...ખાસ તો ફાઈલો બાબતે ચર્ચા અગત્યની હતી .જે સાહેબ પાસે પોઝિટિવ થઈને જાય એ જરૂરી હતું. બીજું પપ્પાએ પણ રોશનીને મળી લેજે ,સમય કાઢીને એમ કહેલ. પ્રતીક ને કોર્પોરેશનમાં જવાબદારી મળી ત્યારે જ રોશનીની નિમણૂક cm ઓફિસમાં થઈ. રોશની એમબીએ ની સાથે સાથે gpsc ની પરીક્ષા પણ આપી હતી .અને એમાં સારી રીતે પાસ થતા તેની પહેલી પોસ્ટિંગ જ cm ના કાર્યાલયમાં ડે સેક્રેટરી તરીકે થઇ હતી. આમ પણ મુખ્યમંત્રીના ખાસ પંડ્યા સાહેબની પુત્રી ...વધુ વાંચો

26

સાપસીડી... - 26

સાપસીડી….26…. લગભગ આખો દિવસ નીકળી ગયો .બંનેને ... ફાઈલો પરની ચર્ચા તો બહુજ પોઝિટિવ રહી. પ્રેઝન્ટેશન પણ જરૂરી ન રહ્યું. અને વળી એ પ્રતિકે રોશની સlમે તો ન જ કરવાનું હોય. નાસ્તા ચા કોફી વગેરે ને તો ન્યાય થયો જ ...સાથે સાથે દુનિયાભરની વાતો પણ થઈ.. અલક મલકની વાતો પણ થઇ. પ્રતિક આમ પણ વાતોમાં હોશિયાર હતો જ અને રોશનીએ પણ સાબિત કરી આપ્યું કે એ પણ પાછી પડે તેમ નથી. બંનેએ પરિવારની ,સમlજની ,સ્કૂલની, કોલેજની, મિત્રોની પાર્ટીની સરકારની એમ કઈ કેટલાય વિષયો પર જાણે અજાણે પોત પોતાના વ્યુપોઇન્ટ મૂકીને ખુલા દિલે ચર્ચા કરી… બે મિત્રો ...વધુ વાંચો

27

સાપસીડી... - 27

સાપસીડી ..27… રોશનીએ અઠવાડિયું પ્રતિક ના ફોનની રાહ જોઈ .પછી એક દિવસ એને ફોન કર્યો ને ચાલ , પ્રતિક આ વિકેન્ડમાં ડેટ પર ક્યાંક આસપાસ જઈએ. ડે સપેન્ડ કરીએ …… એકદમ કામ કરતા અને મિટિંગમાં તે પણ આવો ફોન આવતા પ્રતીક થોડો ભડકયો બોલ્યો , કેમ છે મજા માં ...….ઉભો થયો રૂમની બહાર લોબીમાં આવ્યો ..એ આ સમયે કોર્પો ઓફિસમાં મીટીંગ ચાલી રહી હતી તેમાં બીઝી હતો. ખાસ તો પ્રેઝન્ટેશન ચાલતા હતા. એટલે બહાર આવીને કહ્યું .પછી વાત નિરાંતે કરીએ હું સાંજે ઘેર પહોંચું એટલે વાત…. પણ રોશની ફોન મુકવાના મૂડમાં નહોતી. હા કે ના ... ...વધુ વાંચો

28

સાપસીડી... - 28

સાપસીડી…..28… અંબાજી અlલોક સાથે જતા જતા પ્રતિકે રોશનીને કહેલ , તારે અંબાજી દર્શન કરવા આવવું હોય તો અમે લોકો જઇ રહ્યા છીએ. રોશની એ કહ્યું, મીટીંગ છે ,અનુકૂળતા નથી . અlલોકનો સ્પષ્ટ અભિગમ હતો કે પ્રતિકે હાલ ટોટલ ધ્યાન તેની વિધાનસભા ચૂંટણી પર જ કેન્દ્રિત કરવું અને રોશની બાબતે કોઈ નિર્ણય ન કરવો.. પ્રતિક પણ કંઈક આવા જ અભિગમનો હતો. પ્રતિકના માતા ને પિતા પણ થોડા વખતમાં સમજી ગયા કે પ્રતિક ઈચ્છા થશે ત્યારે જ આ અંગે નિર્ણય કરશે એના ઉપર કોઈ દબાવ કરવાનો સવાલ જ નથી . અંબાજીમાં પૂજા કરી દર્શન કરી થોડા રિલેક્સ થઈને ...વધુ વાંચો

29

સાપસીડી.... - 29

lસાપસીડી…29... દિલ્હી મોકલાયેલા લિસ્ટ માં પ્રતિક નું નામ નહોતું એમ એને જાણવા મળ્યું. પરંતુ એને એની ન લાગી . જો કે એટલું તો ખ્યાલ આવ્યો જ કે આ વખતે પણ કોઈ ચેલેન્જ આવશે. કોઈ લિસ્ટ બનાવવાનું કામ ચાલી રહ્યું છે એનો એને ખ્યાલ આવી ગયો હતો. મોટા સાહેબે અને વિદુરભાઈએ જે રીતે તેને તૈયારી કરવા જણાવેલ એથી જ એને આ નો અદાઝ આવી ગયો હતો. પ્રતિકે શહેરના તેના કામો અને ફરજો પર પૂરતું ધ્યાન આપવું મુનાસીબ સમજ્યું. પાર્ટી તરફથી, સેવક સમાજ તરફથી તો એને વારંવાર કામો સોંપવામાં અlવતાજ રહેતા. હવે તો મોટાસાહેબ તરફથી પણ સીધી સૂચનાઓ જ મળવા ...વધુ વાંચો

30

સાપસીડી.... - 30 - 31

સાપસીડી 30 … ચૂંટણી પંચ હજુ અlચlર સહિતા અને તારીખો જાહેર કરે એને વાર હતી. ચૂંટ ણીઓ એટલે ઘણા પ્રવાહો વહેતા થાય છે . આમ તો જોઈએ તો પ્રતિક ને હજુ માંડ 35 પણ પુરા નહોતા થયા .હજુ બીજl 30 થી 35વરસનું તેનું પોલિટિકલ કેરિયર ગણીએ તો 30 વરસની લાંબી સફર આપણે તેની સાથે કરવી પડે .....અને સાપસીડી ની આ રમત જોતા જોતા થાકી જવાય માત્ર એટલું જ નહીં બોર થઈએ તે અલગ . આમ પણ 30 પ્રકરણ થયા ...એટલે કે 30000 ઉપર શબ્દો ….2 ભાગ નવલકથાના પણ કરવા પડે. મારી ઈચ્છા તો 20 પ્રકરણમાં આ નવલકથા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો