Sapsidi - 24 books and stories free download online pdf in Gujarati

સાપસીડી... - 24

સાપસીડી 24…

કાલે રાતના મહારાજનો સમય લીધો છે અlલોકને પ્રતિકે કહ્યું. આપણે મળવા જવું છે .હજુ બે દિવસ અહીં છે તો મળ્યા નથી ઘણા વખતથી એટલે વાત કરવી છે અને તું સાથે આવે એમ હું ઇચ્છું છું .રાતના અlલોક અલ્પાને ઘરે મૂકીને પ્રતીકને ત્યાં પહોંચ્યો એટલે એણે કહ્યું.

ઘરે આવતા આવતા પ્રતિકે તેની મનપસંદ ફ્લેવરના બે અમૂલના આઈસ્ક્રીમના ફેમિલી પેક લઈ લીધા હતા. ઘરે આવીને તરત ફ્રીઝર માં મુક્યાં.

રવિવારે સવારે આઠ વાગ્યે ચા નાસ્તો કરીને સવારના રાઉન્ડમાં નીકળ્યા . તૃપ્તિને તેની કઝિન સીધા ફાર્મ હાઉસ પહોંચશે તેમ નક્કી થયુ. પણ પછી રાઉન્ડ લેવાનો હતો એટલે ફોન કરીને તમને સાથે લઈ લઈશું એમ પ્રતિકે કહ્યું.


પ્રતીક સાથે અલ્પા અલોક. સાથે સરસપુરથી જોડાયા બીજા મિત્રો .એમ લગભગ ત્રણ કલાક રાઉન્ડ લઈને 11 વાગ્યે મણિનગર થઈ એ લોકોએ તૃપ્તિને અદિતિ ને પિક અપ કર્યા .વટવા નું ફાર્મ હાઉસ આમ તો પાર્ટી પ્લોટમાં પણ વપરાય પણ આવા ઇલેક્શન ના કામો માં પણ ઉપયોગ થાય.


આખી પાર્ટી ફાર્મ હાઉસમાં પહોંચી લગભગ 10 થી12 મિત્રો ની નાનકડી પાર્ટીમાં કાઉન્સિલરો હતા તો મિત્રો ને અંગત લોકો હતા. વિકેન્ડ જ વિતાવવાનો હતો. ફાર્મ હાઉસ એટલે ગામડાની જ પ્રતિકૃતિ અને વાતાવરણ હતું. રહેવાનું પણ સુંદર ને પ્રાકૃતિક વાતાવરણ પણ સુંદર .

અમદાવાદ જ નહીં ગુજરાતના શહેરોની આસપાસ આવા સુંદર ફાર્મ હાઉસીસ મોટી સંખ્યા માં બની ગયા છે.વિશેષ તો અંગત ઉપયોગ થાય છે. કોમર્શિયલ ઉપયોગ પણ થયા કરે જ છે.આને આંબા ની વાડી કે અંlબાવાડિયું પણ કહી શકાય.

માલિકે સારી મહેનત ને જાળવણી કરી હતી. બીજા ફ્રૂટ્સ ને શાકભાજી પણ પુષ્કળ ઉગાડવામાં આવ્યા હતા. ફાર્મહાઉસ રાખવા,મેનેજ કરવા ને મેન્ટેન કરવા સારી એવી જહેમત અને ચીવટ માંગી લે છે. ખાલી પેસાથી કામ ન ચાલે..

પ્રતીક ને મિત્રો ફરવામાં અને ખાવામાં બીઝી થઈ ગયા.

મહેમાનગતિ પણ પુષ્કળ થઈ. આ લોકોને ખુલા આકાશ હેઠળ આરામ કરવા માં અને ખાવામાં વિશેષ રસ હતો.


બીજી રમતો રમવામાં કે અંતક્ષરીમાં નહિ . બસ ટાઈમ પાસ કરવા, ગપ્પા મારવા અને આરામ કરવા અlના જેવી કોઈ બીજી જગ્યા નથી એમ પ્રતીક ને તૃપ્તિ બંનેને લાગ્યું. વળી ખાણી પીણીમાં જે ઓર્ડર કરો તે બની શકે.


દસ બાર લોકોની પાર્ટી હતી એટલે પ્રતિકે મેન્યુ એના ફ્રેન્ડ પર છોડયું. પણ વેજ જ જોઈશે કોઈ નોન વેજ નહિ કે ડ્રિંક્સ ની પણ સવારનો સમય છે એટલે જરૂર નથી. સોફ્ટ ડ્રિંક્સ કે ફ્રુટ ઝૂશ વિશેષ..

ગામઠી મેન્યુનો પ્રોગ્રામ હતો. બાજરી અને જુવારના રોટલા , થેપલા, ભાખરી એમ મનપસંદ મેન્યુ સાથે ગામઠી અને કાઠિયાવાડી શાક દાળ ખીચડી કે પુલાવ …..ટ્રેડિશનલ મીઠાઈ ઓ અને ફરસાણ સાઈડ આઇટમો ..

ભજીયા ને ફ્રુટ જ્યુસ તો શરૂઆતમાં જ પીરસાય.

પ્રતિક નો આઈડિયા હતો ,ચાર પાંચ

વાગ્યા સુધી અહીં જ ફરવું ને આરામ કરવાનો... પછી બધા ભલે પોતપોતાની રીતે નીકળે.જમીને આરામ કરવા કે ગપ્પા મારવા એ સોની પસંદની બાબત હતી. કે પછી ફાર્મમાં ફરવું જેવી જેની મરજી.


કોઈ ખાસ કામની વાતો કે ચર્ચા નહોતી.એ બધી તો મુખ્યત્વે ફોન પર જ વિશેષ થતી હતી .બધા પ્લાનિંગ બને આગલે દિવસે જ કરી ચુક્યા હતા. એટલે આજે તો મિત્રો સાથેનો રીલેક્સ ટાઈમ જ માત્ર સ્પેન્ડ કરવાનો હતો.અને મનપસંદ ખાણી પીણી હતી. કેરી સિવાય ફ્રૂટ્સ સફરજન ને સંતરા વિગેરે ખાવાના હતા..વીણીને ખાઓ ...તોડીને ખાઈ શકો ….

સાંજે પછી મહારાજ ને મળવા અલોક સાથે ગાંધીનગર પાસેના ફાર્મ માં જવાનું છે. પણ એ છેક સlત પછી .. મહારાજે કહેલ કે સાંજે ફ્રી પડીશ તારે મળવું હોય તો આવી જજે.

હજુ તો ઇલેક્શન ને વાર હતી. પણ મહારાજ સાથે સંબંધો વિકસાવવામાં તેને રસ હતો. પેસl એની જગ્યાએ હતા.સંબધો હમેશા વધુ કામમાં આવતા હોય છે .પણ એમાં પણ કિસ્મત જોઈએ.ક્યારેક સંબંધ એક તરફી જ કામ કરે છે. ભલે બે તરફથી પોસયા હોય..


5વાગ્યે તૃપ્તિ તેની કાર માં વડોદરા તરફ જવl રવાના થઈ . સાથે સપરના ને નાસ્તા ના પેકેટસ પણ ગોઠવાયા .ફ્રૂટ્સ,કેરી ને જ્યુસના પેકેટ પણ ખરા ...

બધાને આ ગિફ્ટ મળી. 6 વાગ્યા પછી લગભગ બધા વિખરાયા. પ્રતીક અને અલોકે અલ્પાને નરોડા સોસાયટીમાં ડ્રોપ કરી સવારી આગળ મહારાજને મળવા ગાંધીનગર તરફ વધારી . બને બંગલે એ લોકોએ થોડ્l પેકેટ્સ ઉતlર્યા અને થોડા સાથે રાખ્યા આગળની સફર માટે અને મહારાજ માટે..

મહારાજને એમના સાથીદારો માટે કેરીની ને સફરજન ,સંતરા ની પેટીઓ અને બીજી મીઠાઈઓ અને નાસ્તા પેકેટ્સ લઈ બને મહારાજ પાસે પહોંચ્યા . એઓ પણ ફ્રી થઈને જાણે એ લોકોની જ રાહ જોતા હતા.


પ્રતિકે મહારાજને પગે લાગીને અlલોકનો પરિચય કરાવ્યો..અlલોકે પણ પ્રતિકનું અનુકરણ કર્યું.


મહારાજે પ્રતીક સાથે થોડી આમતેમ વાતો જ વધારે કરી. પાર્ટીના ,પોલીટીકસના ને કોર્પોરેશનના હાલ ચાલ પૂછ્યા.પરિવારના પણ ખબર પૂછી ને કહ્યું દરેક માતા દીકરાની સારી વહુ મળે તેવા જ પ્રયાસ કરતી હોય છે.પછી સો સોના નસીબ છે.

જો કે પ્રતિક ને આ વિષયમાં રસ નહોતો એટલે કઈ બોલ્યો નહિ.


મહારાજમાં એનો રસ વિધાનસભા અને મંત્રી પદ પૂરતો મર્યાદિત હતો. એ એના ધ્યેય અને સીમા બાબતે પહેલેથીજ ચોક્કસ રહેતો હતો.

જોકે મહારાજે જે કહેવું હતું તે કહેવાનું ચાલુ રાખ્યું…..તું સ્ત્રીઓની બાબતમાં સારો એવો નસીબદાર છે.સ્ત્રી મિત્રો તને આગળ વધવામાં ખૂબ મદદરૂપ થશે. ઘરે પણ માતા પત્ની કે બહેનની બાબતમાં તને ફાયદો જ છે. વળી એકlદ સંબધ ન થાય તો બહુ વિચલિત થવા જેવું નથી પાછળ બીજો રસ્તો દેખાશે જ ...

માત્ર તારે આગળ વધવા આ વરસ સાચવી લેવાનું છે. તારું પર્ફોર્મન્સ તારે બતાવવાનું છે. આગળની તારી રાજકીય સફર લાંબી જ રહેવાની છે. હિંમત અને મહેનતથી કરેલા કlર્યો ફળ અવશ્ય આપી જાય છે.


પ્રતીકને વિચાર આવ્યો કે એ રોશની,તૃપ્તિ સ્વાતિ વગેરેની કુંડળીઓની ચર્ચા મહારાજ સાથે કરી તેમનું ગાઈડન્સ લે પણ એણે આ વિચારને તરત દાબી દીધો.

પહેલા તો મહારાજ સાથે ઓપચારીક પરિચય કેળવી એમની નજદીક જવું રહ્યું પછીજ કોઈ પણ પ્રકારની સેન્સિટિવ પૂછપરછ કરવી જોઈએ.

વાત વાતમાં મહારાજે કહી જ દીધું કે એમની પાસે મોટા સાહેબ નું અગત્યનું કામ ચાલે છે અને ઍટલે જ અહીં આવ્યા છે. સાહેબ એમના પર ખૂબ ખુશ પણ છે.


જો કે સાહેબનું તો કઈ કેટલેય ઠેકાણે ચાલતું હતું….ધમધોકાર ...પછી જેન હોય કે બોદ્ધ કે હિન્દૂ ...બધી જ વિધિવિધાન એમને સહજ હતી.

એ હકીકત હતી કે એમનl રસ ને જ્ઞાન વધારે બોદ્ધ અને જેન વિધિમાં હતો. જોકે હિન્દૂ વિધિ માં કામ કરનારા એમની પlસે ખૂબ હતા. ઉતરભારત માં હરદ્વાર થી માંડીને કાશી ,બદ્રીનાથ ને અલ્હાબાદ અહીં ઇન્દોર કે ઉજ્જેન કે પછી રાજસ્થાન હોય કે છેક અlસમ ને શ્રીનગર હોય તેમના વિધિવિધાન તેમના શિષ્યો અને પ્રશંસકો કરતા રહેતા હતા. તેમને માત્ર આજ્ઞા કરવાની રહેતી.

વધારે તો આ બધું દિલ્હીમાં સતા મેળવવા અને દેશના સર્વોચ્ચ સ્થાન માટેનો જંગ કહો કે તૈયારી કહો હતા.

પ્રતિક ને પાર્ટી અને સમાજના ખાસ માણસો પાસેથી જાણવા મળેલ ત્યારથી જ એનો રસ આવા કામો માં વધી રહ્યો હતો. એમl પણ જયારે મિતાએ કન્ફર્મ કરી એને ઓફર કરી કે એ એને પણ મદદ કરી શકે છે ત્યારે પ્રતીકને જંગ જીત્યા જેવો આનન્દ થયેલો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED