સાપસીડી ..27…
રોશનીએ અઠવાડિયું પ્રતિક ના ફોનની રાહ જોઈ .પછી એક દિવસ એને ફોન કર્યો ને કહ્યું, ચાલ , પ્રતિક આ વિકેન્ડમાં ડેટ પર ક્યાંક આસપાસ જઈએ. ડે સપેન્ડ કરીએ ……
એકદમ કામ કરતા અને મિટિંગમાં તે પણ આવો ફોન આવતા પ્રતીક થોડો ભડકયો બોલ્યો , કેમ છે મજા માં ...….ઉભો થયો રૂમની બહાર લોબીમાં આવ્યો ..એ આ સમયે કોર્પો ઓફિસમાં મીટીંગ ચાલી રહી હતી તેમાં બીઝી હતો.
ખાસ તો પ્રેઝન્ટેશન ચાલતા હતા. એટલે બહાર આવીને કહ્યું .પછી વાત નિરાંતે કરીએ હું સાંજે ઘેર પહોંચું એટલે વાત….
પણ રોશની ફોન મુકવાના મૂડમાં નહોતી. હા કે ના ... ફાવશે? વિકેન્ડનો પ્રોગ્રામ કરીએ?
પ્રતિક...અત્યારે કઈ કહી ન શકાય છતાં સlજે કહીશ...પણ મને લાગે છે કે આવો પ્રોગ્રામ તારી cm ઓફિસ ની સેન્સેટિવ પોસ્ટિંગ માટે ઠીક નથી ..વળી અત્યારે તારી પાસે મારી ફાઈલો પણ ઘણી વજનદાર છે છતાં આપણે સાંજે વાત કરીએ છીએ.
રોશની તરત બોલી ...અરે આપણે આવી ચિતા શુ કામ કરવાની ….તરત સlમો આક્ષેપ ના મૂકીએ કે નાત જાત ના ભેદભાવ નl કારણે અમને ખોટા બદનામ કરે છે. ...પ્રતીકને થોડું વિચિત્ર લાગ્યું પણ કઈ બોલ્યો નહિ .પછી વાત
કરું છું કહી તરત ફોન મૂકી મિટિંગમાં ચાલ્યો ગયો.
સાંજના જમીને પોતાના રૂમમાં પ્રતીક હજુ મેલ ચેક કરતો હતો કે રોશનીનો ફરી ફોન આવ્યો. બોલો પછી શો વિચાર કર્યો ….બહાર જવું છે કે અહીં જ ક્યાંક મળીએ….મને તો એમાં કઈં જ objectionable લlગતું નથી. અlપણે
જો બહાર ડે સ્પેન્ડ કરીએ તો સમય સારો મળે ને એ જ મારો કહેવાનો મતલબ હતો…..
પ્રતિકે કહ્યું ...હું હમણાં જ ફોન કરવા જ જતો હતો. વિકેન્ડ માટે કોઈ પ્રોગ્રામ કે કોલ પાર્ટીનો આવે તો મlરાથી ના પાડી શકlશે નહીં .એટલે હમણાં તો ફાઇનલ નહિ કરી શકાય પણ શુક્રવારે જોઈએ….
પ્રતિક ને ખરેખર તો રોશની અંગે બહુ
વિચારવું નહોતું. એક તો આ વર્ષ એનું રાજકીય કારકિર્દી માટે મહત્વનું હતું.
એને માટે એ જરૂરી હતું કે તે તેને સોંપાયેલા કામ પર જ વિશેષ ધ્યાન આપે .જેથી હકથી ટિકિટ માંગી શકે અને હાલની જવાબદારી નું કામ પણ અગત્યનું હતું.
વિધાનસભામાં પણ જો અમદાવાદ નહિ પણ કોઈ આસપાસના વિસ્તારની ટિકિટ મળે તો પણ ચેલેન્જ સ્વીકારી લેવાની તૈયારી હતી પ્રતિકની…
રોશની સાથે આડી અવળી વાતો ચાલી.
વાતોડિયા પ્રતિકે એને વાતોમાં જ બીઝી રાખી.ઓફીસ થી માંડીને તમામ વાતો ચાલી રાતના 11 વાગવા આવ્યા અને વચ્ચે બંનેના ઘણા બીજા કોલ્સ પણ આવ્યા હશે જે તેમણે લગભગ ignor કર્યા. એકાદ કોલ માંડ પ્રતિકે લીધો હશે વચ્ચે ...રોશની એ તો બીજા કોલસ જવા જ દીધા ...પણ રોશનીને વાતોમાં પટાવી પ્રતિકે બીજી મુલાકાત અધર જ રાખી ….
રોશનીએ પણ વાતોની શોખીન હતી. પોતાના સ્કૂલથી માંડી ને કોલેજ ને પછી ઓફિસના મિત્રોનો પરિચય ને વાતો તેણે કરી લીધી. પ્રતિકે જે જાણવું હતું તે અનાયાસ જ જાણી લીધું જો કે આજની વાતોમાં એવો કોઈ ઈરાદો નહોતો એનો..
રાતના પ્રતીકને બહુ મોડેથી ઊંઘ આવી હશે. ફોન પૂરો કર્યા પછી એ એના જ વિચારમાં મોડેથી પણ ઊંઘી શક્યો એજ મોટી વાત હતી.રાતનાં ફોન પરની વાતો પર વિચારતા એને અદરની ઓફિસ વાતો કરતાં રોશની ની આસપાસના વર્તુળ ની અને એના વિશેની વાતો જ વિશેષ જાણવા મળી.
જોકે ગત વિકેન્ડ પણ ખાસ કંઈ થયું નહોતું એટલે આ વિકેન્ડ પણ એમ જ જાય તે પાલવે તેમ નહોતું .મમી પપl પણ સમજતા હતા કે પ્રતીક માટે લગ્ન કરતા રાજકીય કેરીયર વધુ મહત્વની છે.
આતો વાત રોશનીની હતી અને બને પરિવારો વચ્ચે સારા સંબધો હતા એટલે કાયમી સંબધ બધાય તેમ તેઓ ઈચ્છતા હતા.એ જ માત્ર કlરણ હતું કે તેઓ આ સંબધ બાંધવા ઉત્સુક પણ હતા.બાકી તેમને તેમનો દિકરો મંત્રી બને ધlરસભ્ય બને અને સમાજના કામો કરે તે જોવા વધુ આતુર હતા. સમાજ,જ્ઞાતિ ને પરિવારનું નામ રોશન કરે તેજ તેમની ઈચ્છા હતી.
બીજે દિવસે પ્રતિકે નક્કી કર્યું કે રોશની ચેપટર હમણાં બાજુમાં રાખીએ અને કામ પર ધ્યાન આપીએ. રોશની cm કાર્યાલયમાં અગત્યના સ્થાને હોઈ કોઈ કામ ખરાબ ન થlય તે જ મહત્વનું છે..
અને એનો લાભ લઇ ફાઈલો જલ્દી કલીએર કરવામાં આવે તે જ
અગત્યનું છે.એણે પણ એ જ કર્યું. શાહ એન્ડ કમ્પનીની ફાઈલો તો એની પાસેથી કલીએર કરlવી લીધી .સાથે સાથે મ્યુની ફાઈલો પણ જલ્દી નિકાલ કરી નાખ એમ એને સીધું જ કહી દીધું.
પ્રતીક ચતુર હતો એ સમજી ગયો કે આમાં કોઈ જ ગડબડ ન થવું જોઈએ.
રાજકારણ બહુ જ પ્રવાહી છે .આવા સંબધો અને આવી ફાઈલો આવે તો ખ્યાલ તો રાખવો જ પડે. આતો પ્રતીક
બહુ જ હોશિયાર હતો અને રોશની નવી ને યુવlન એટલે કોઈ બહુ માથાકૂટ માં ન પડે.. વળી નાત જાત નો સવાલ પણ અહીં તરત ઉભો થઇ જાય એમ હતું.
પ્રતીક તેના સ્વભાવ પ્રમાણે બધું જ અlલોક એના જીગરી ગોઠિયા સાથે લગભગ share કરતો રહેતો હતો.
એની નજર રહેતી જ કે પ્રતિક ને
કોઈ નુકશાન ન થાય કે બિન જરૂરી વિવાદ પણ ન થાય.
રોશની અંગે એણે એની રીતે છાન બિન કરી જ લીધી ..પ્રતિકે કઈ કહ્યું નહોતું. પણ તેનો સ્વભાવ હતો..રોશની નો કલીગ કંદર્પ જોશી અને રાજુ ચૌહાણ cm કlર્યાલય સાથે સંકળાયેલ પણ સચિવાલય ના અગત્યની પોસ્ટિંગ પર હતા. લગભગ લચ તે કોઈક ની સાથે કરે ત્યારે જોશી હોય કે ચૌહાણ
ક્યારેક બે ચાર ભેગા પણ હોય .એમનું ગ્રૂપ પણ હતું અને મિત્રો પણ હતા.
બધા જ યુવાન ને લગભગ નવોદિતો પણ ઘણા જ સ્માર્ટ અને ચાલક ઓફિસરો હતા. આમ તો પ્રતીક જે વર્ગ માંથી આવતો હતો ત્યાં કોઈ ખાસ એની સાથે
આડે આવે એમ નહોતા. છતાં યુવાન અને મહત્વાકાંક્ષી વ્યક્તિએ ચેતીને જ ચાલવું રહયુ. એમ અlલોક નો અભિપ્રાય તો ખરો જ ..
આલોક ને લઈને મહારાજને મળી જ લઉ અને મારા દિલમાં ઉઠેલા કેટલlક સવાલો ના જવાબો મેળવી લઉ .ખાસ તો આ સંબંધોના સવાલો નો રસ્તો કાઢવા મહારાજની મદદ જોઈશે જ એ વગર આ નો નિકાલ નહિ જ આવે.
પ્રતિકનો જીગરી કમ જાસૂસ એવો આલોક ચાલક હતો. સચિવાલયમાં એની ઊંડી પહોંચ હતી. ફેકટરી અંને ધંધો ચલાવવા વહીવટી તંત્રમાં ઘૂસ મારવી જ પડે છે અને છીંડા પકડવા પડે છે . એણે રોશની અને એના ગ્રુપની છાનબિન કરી જ નાંખી..
એક વાત તો અlલોક માટે નિશ્ચિત થઈ જ ગઈ કે પ્રતિકે રોશની સાથે આગળ વધતા સંભાળવું પડશે. માત્ર નlતજાતની વાત કરી તે છટકી નહિ શકે . સવlલ પ્રતિકની કેરિયરનો હતો અને પ્રતિક ને
જો ટિકિટ જોઈએ તેમજ મંત્રી થવું હોય તો ઘણી બધી નાજુક પરિસ્થિતિઓથી સંભાળવું જોઈશે. પબ્લિકની ઇમેજ પણ બહુ જ મહત્વની છે.ઇમેજ જો ખરડાઈ તો રાજકlરણમાં પછી આગળ આવવું
બહુ જ મુશ્કેલ છે.
મિડીયા આ લોકશાહીમાં ગમે તેને વિવાદ માં ઘસડી શકે છે .ધારે તેની કેરીયર ખરાબ કરી શકે અથવા ચડાવી શકે છે. પ્રતિક આ સારી રીતે સમજતો હતો.
પ્રતિકે અlલોકને બીજે દિવસે ફોન કરીને કહ્યું ચાલ અંબાજી દર્શન કરી આવીએ.
અlલોકને ખબર હતી કે પ્રતીક જ્યારે પણ કન્ફ્યુઝન માં આવે કે બહુ ટેશનમાં હોય અંબાજી કે પાવગઢ કે પછી મહુડી દર્શન કરવા જતો .