સાપસીડી 17
પ્રતીક અને તૃપ્તિને જુદા જુદા શહેરમાં જુદા સ્થાને પાર્ટી એ હોદ્દા અને જવાબદારીઓ સોંપી દીધી હતી. અને બને સારી રીતે પોત પોતાના કામે લાગી ગયા હતા.
પરંતુ બને વચ્ચે સંવાદ અને ચર્ચા લગભગ રોજ જ દિવસના બે વાર થતી હતી. એક વાર સવારે જ્યારે પણ સમય મળે તૃપ્તિ એ ફોન કરીને પૂછી લેવાનું કે કઈ અરજન્ટ છે કે કેમ અને રાત્રે 12 વાગ્યે સુતા પહેલા પ્રતિકનો ફોન આવે ત્યારે બને લંબાણપૂર્વક દિવસના તમામ પ્રકારના સંબધિત બનાવોની ચરચા અને વિચાર વિમર્શ એકબીજા સાથે કરી લેતા હતા. આ ઘણા સમયથી તેમનો ક્રમ બની ગયો હતો.
બને બહારગામ હોય કે ગમે તેટલા કામમાં હોય દિવસના બે ત્રણ વાર
ફોન અને બાકી વોટ્સઅપ એ નિયમિત હતા. અંગત વાત હોય કે પરિવાર કે પાર્ટી ની વાત હોય પણ એકબીજા સાથે share કર્યા સિવાય તેમને નહોતુંલ ચાલતું..
એવું જ પ્રતિકનું વિદુરભાઈ સાથે પણ હતું. દિવસના બે ત્રણ ફોન બને તરફથી ખરાજ. જરૂરી માહિતી અને વિગતની આપલે હોય કે ગાઈડ લાઇન્સ લેવા પણ આ થતું. રાજકારણમાં આવા કોલ્સ બહુ જ જરૂરી હોય છે. એને સંપર્ક કહો કે સંવાદ હવે નવી ટેકનોલોજીથી થાય છે.તમે વિશ્વાસુ માણસો વગર રાજકારણમાં ટકી શકતા નથી..
પોતાના rare book લાયબ્રેરી બનાવવાના આખાય પ્રોજેક્ટની મlહીતી પ્રતિકે તૃપ્તિને આપી આ કામ વહેલી તકે વડોદરામાં શરૂ કરી દેવાની ઈચ્છા વ્યક્ત કરી..તૃપ્તિએ ખાતરી આપી કે વડોદરામાં સ્ટે કમિટી માં મૂકી તેણી શરૂઆત કરશે. આમ પણ સારી લાયબ્રેરીઓ વડોદરામાં છે જ એટલે ત્યાં જ જગ્યા ફાળવવામાં આવે તો સારું રહેશે.
તૃપ્તિ નું પણ એક ngo વડોદરામાં ચાલતું હતું. તેના ભાઈ ને પરિવાર ,પિતા તેમાં મદદ રૂપ થતા હતા. મુખ્યત્વે સ્ત્રીઓને પગભર થવા માટે તેમજ રોજગારી માટે તેની સંસ્થા કામ કરતી હતી. તે સિવાય પણ અવારનવાર જુદા જુદા પ્રોજેક્ટો હાથ પર તેઓ લેતા રહયા હતા.
સ્વlતીના અમેરિકાથી બે ત્રણ વlર ફોન આવી ચુક્યા હતા .પણ નિરાતે વાત નહોતી થઈ શકી. એક તો પ્રતિક ને જીતવા બદલ પછી હોદા માટે વળી બહેનના લગ્ન માટે પણ તેણે કોલ કરયા હતા .પણ કોઈ ને કોઈ કામમાં કે વચ્ચે બીજા કોલ્સ આવતા પ્રતીક વાત ટુકlવતો. ...હું ફોન નિરાંતે કરું છું .
...પણ દિવસો નીકળી ગયા. જોકે વોટ્સઅપ આ માટે જ છે. બંનેને ઉપયોગી થતો. મેંસેજીસ અને ફોટા એમl share થઇ શકે. ઇન્ડિયા અને અમેરિકા નl દિવસ રાત ના ફેરફાર ના કારણે બીજો કોઈ રસ્તો નહોતો. વળી સ્વાતિ સાથે મિત્રતા માત્ર બાકી રહી હતી બાકી છેટું પડી જ ગયું હતું.
અને તૃપ્તિ સાથે તો પાર્ટી ને પોલિટિક્સ ના કારણે પણ સંવાદ અને ચેટ નિયમિત અને અનિવાર્ય બની ગઈ હતી.
પ્રતિક કામમાં એટલો બીઝી રહેતો કે તેને હવે દિવસ ટૂંકો પડવા માંડ્યો હતો. જો આ નાની પોસ્ટ ઉપર એની આ દશા થઇ છે તો બીજા
મંત્રીઓ કે મોટા સાહેબનું શુ થતું હશે.એમ પણ ક્યારેક વિચાર આવતો હતો..મુલાકાતીઓ , મીટીંગો , કોલસ અને ઓનલાઇન કામો …આ બધાની સાથે સાથે જ તેના ચા નાસ્તા કે જમવાનું ચાલતું.અરે નહાવાનો પણ એમાં જ સમય કાઢવો પડતો …
બે ત્રણ વાર મીતા એ તેને મહારાજને મળવા ફાર્મ હાઉસ પર અગાઉ પણ બોલાવેલો. પણ પ્રતિકને આ બાવાઓમાં બહુ રસ નહિ .વળી શ્રદ્ધા પણ નહોતી એટલે ટાળતો હતો. પણ આ રવિવારે ખાસ બોલાવ્યો….
તું કુંડળી લઈને આવી જજે ...આ વખતે સાધુ મહારાજ ખાસ હવન પણ કરવાના છે ….એમની સાથે બીજા લોકો પણ છે અને આવશે ,પણ આપણે સમય કાઢીને અલગ થી વાત કરશું .એણે ખાસ આગ્રહ કર્યો. મંદાકીની બેન પણ આવવાના છે અને અતુપભાઈ તેમજ સુનિલભાઈ, મંત્રીઓ પણ આવશે. બે દિવસ રોકાશે એટલે ટાઈમ મળે વાત અલગથી થશેજ ..
હમણા હમણાં થી મીતા સારી રીતે વાત કરતી હતી. અને નજદીક પણ આવી ગઈ હતી. ખાસ તો ચૂંટણી પછી..
રાજકારણમાં અને રાજકારણી ઓમાં સાધુ સંતો ,તાંત્રિકોનું બહુ જોર છે. આ વરસો થી કહો કે સદીઓથી આ દેશ માં ચાલ્યું આવે છે એમ આજે પણ એનું જોર યથાવત છે.
ભાગ્યે જ એવા મોટા સાધુ સંતો હશે કે જેમની પાસે કોઈ રાજકારણીઓ ન જતા હોય ...કોઈ નેતા ન હોય. આમ પણ નેતા થવા સાધુ સંતોની મદદ આપણા દેશમાં બહુ અનિવાર્ય થઈ ગઈ છે.
પ્રતિકની માતા તો કેટલાયે જ્યોતિષીઓ ને સાધુઓની પાસે પ્રતીક અને માયા ની કુંડળીઓ લઈને મળી ચુકી હતી. ક્યારેક પતિ તો ક્યારેક દીકરી કે પછી તેના કોઈ સંબધી સાથે હોય. મૂળ વાત છોકરાઓ ના લગ્ન અને ભવિષ્ય સંબધી જ તો વળી…
માયા ના લગ્નનું પાકું પણ થયુ અlમlથી જ ,અને રંગે ચંગે પતી પણ ગયું...તો પ્રતિકની ચૂંટણી માટે પણ થોડા સમય પૂર્વે દાદાને એક સાધુએ કહેલ કે છોકરો આગળ જશે….ચૂંટણી જીતશે જ ...સાથ આપજો…
રવિવારે સમય લઈ પ્રતીક ગાંધીનગર પાસેના ફાર્મહાઉસમાં પહોંચી ગયો . ઘણી બધી ગાડીઓ પાર્ક થયેલી જોઈ શરૂઆત માં તો લાગ્યું કે
કામ નહીં થાય.
સામે જ મિતાએ આવકાર આપી કહ્યું ,મમ્મીને બહુ શ્રદ્ધા છે અlમને કામ સોપીએ એટલે સો ટકા થઇ જ ગયું એમ સમજવાનું...મમીના ખાસ સલાહકાર છે.એમની સલાહ લઈને પૂછીને જ પછી અગત્યના નિર્ણયો લેવાના…
આમ તો જાહેર વાત હતી કે મોટાસાહેબ મંદા બેનની કોઈ વાત ટાળતા નથી.બધી જ બાબતોમાં એમનો મત વજનદાર રહે છે. અને પાછું એમનો પણ આ ગુરુ હતો જેની તેઓ સલાહ લઈને જ પગલું ભરતા .
આગાઉ રાજા મહારાજાઓ પણ તેમના ગુરુઓ અને કોઈને કોઈ સંત સાધુની સલાહ લેતા અને રાજ કરતા ….આજે પણ રાજકારણમાં નેતાઓ ચૂંટણી થી માંડીને મહત્વના નિર્ણયો માટે આવા ગુરુઓ અને સતોની જ આજ્ઞા લેતા રહે છે.
જો કે રાજકારણમાં તાંત્રિકો અને તંત્ર મંત્ર નું મહત્વ વધી જ ગયું છે. મોટા ભાગના નેતાઓ ચૂંટણી વખતે અને હોદા માટે તંત્ર મંત્રનો અને તાંત્રિકોનો સાથ ને આશરો લેતા હોય છે.
રાજનીતિમાં આગળ વધવા તાંત્રિક બહુ મહત્વના મનાય છે. ઘણા લાખો રૂપિયા હોમ હવન પાછળ અને વિધિ વિધાન પાછળ પણ ખરચે છે .
મોટેરા ના આશારામ અlશ્રમના સમ્પર્ક માં તો ઘણા રાજનેતાઓ હતા. દિલ્હીના ટોચનl નેતાઓ પણ હતા.
એમના સત્સગ માં નિયમિત જનારા પણ છે. બાપુ સામે ખૂબ ફરિયાદો થતી હતી. પણ રાજનેતા ઓ ની મહેરબાની રહેતી. જો કે દરેક વખતે એવું ન પણ થાય. સમય સરખો નથી હોતો. અને સમય જ બળવાન છે..
સેક્યુલર સરકlરે રાજસ્થાન માં આવેલી એક મહિલાની બળાત્કારની ફરિયાદ પર બાપુની ધરપકડ કરી ત્યારના તેઓ હજુ અદાલત નl ચક્કરમાં જ છે. બાપુના પુત્ર અને પરિવાર પણ કાનૂની સંકજા માં છે. કેસો એવા થયા અને વિવાદ એટલો મોટો થયો કે બાપુના પોતાના નેતાઓ પણ મદદે પહોંચી ન શક્યા.
દિલ્હીમાં પોતાના નેતાઓને બેસાડવા તેઓ તંત્રની વિધિ કરતા હતા. આ બાબતે પણ જાહેર વિવાદ ઉભો હતો.
દિલ્હી પાસેના પંજાબ ..હરિયાણામાં પ્રસિદ્ધ રlમ રહીમનું સામ્રાજ્ય પણ આશારામ આશ્રમની જેમ ફરિયlદો આવતા સરકારે અને ખાસ્ તો અદાલતે આ જ સમયમાં રફેદફે કરી નાખ્યું હતું. જુના બળાત્કાર કે હત્યાની અનેક મહિલાઓની ફરિયlદ અને કેસો આ લોકો સામે હતા. આ બંનેના અનેક નેતાઓ સાથે સંપર્ક પણ હતા.
ધીરેન્દ્ર બ્રહ્મચારી પ્રસિદ્ધ હતા. ભૂતપૂર્વ વડાપ્રધાનને યોગ શીખવતા.
જોકે બધા વિવાદમાં આવતા નથી. બાબા યોગગુરુ તો આ દેશની શાન છે..રામદેવ બાબા ના યોગ અને કરોડો ના પતંજલીના સામ્રાજય નો તો અનેક લોકો દેશ ને દુનિયામાં લાભ લે છે.