સાપસીડી.... - 12 Chaula Kuruwa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાપસીડી.... - 12

સાપસીડી...12…..


તૃપ્તિ અને સાથીઓ આજે વિજય મુહર્રતમાં ફોર્મ ભરવાના હતા . પ્રતિક ખાસ એ માટે જ આવ્યો હતો વડોદરા.


તૃપ્તિ ની જીત અને પાર્ટીની જીત નકકી જ મનાતી હતી. સો કોઈ જાણતા હતા .વિપક્ષ ને પણ આ બાબતની અવિધિસર જાણ હતી . માત્ર હોદાની જાહેરાત બાકી હતી.


તૃપ્તિને સારો હોદો મળે તે માટે પ્રતિકે પણ પોતાના તરફથી ખાસ પ્રયત્નો કરવા તેમ નક્કી કર્યું .મેયરનો હોદ્દો તો અનામત વર્ગ માટે આ ટર્મ હતો.


રંગે ચંગે સરઘસ અને સભા સાથે બધાએ ફોર્મ ભરવાની વિધિ કલેકટર કચેરીએ જઈને પતાવી .

સાંજે પ્રતીક અને મિત્રો પરત અમદાવાદ જવા નીકળવાના હતા .તે પૂર્વે લંચ તૃપ્તિ એન્ડ પાર્ટી તરફથી બધાનું હતું .એક્સપ્રેસની ગરબા રેસ્ટોરાંમાં લંચ દરમ્યાન હોદlની પણ અવિધિસરની ચર્ચા થઈ. તો આગળના કાર્યક્રમો પ્રચાર વિગેરેની ચરચા પણ થઈ.

લંચ દરમ્યાન જ પ્રતીક પર ફોન આવ્યો કે સાંજ સુધી કૈક નવજુની જાણવા મળશે.. કાલે છેલો દિવસ હતો. લગભગ મોટl ભાગના નામો જાહેર થઇ ગયા હતા. ક્યાંક ક્યાંક ફેરફારો પણ થતા હતા અને વિરોધનો જોશ પણ ચાલુ હતો જ.


મીડિયા સક્રિય હતું અને દોડાદોડી માં પણ . રાજકારણીઓ કે મુરતિયા કરતા જાનેયl ને માથાકૂટ વધુ હોય .મીડિયા વાળા ની દોડાદોડી વધારે હતી. કવરેજ સમગ્રતયા કરવાનું હતું.

અમદાવાદ જતા રસ્તામાં જ ફોન આવ્યો કે કાલે પ્રતિકે સરસપુરથી ફોર્મ ભરવાનું છે . છેલો દિવસ છે. પ્રતિકે નરોડlથી નામ ચાલે છે તેમ જ માન્યું હતું. સરસપુર બહારનો ને નવો વિસ્તારમાં હતો. જીત માટે પણ ખાતરી ન આપી શકાય . ઘણાંના મત વિસ્તાર બદલlતા હતા કે બહારના અપlતા હતા. પ્રતીક માટે પણ પાર્ટીએ એવો જ કોઈ નિર્ણય લીધો હતો.

કોઈ વધુ વિચાર કરવાનો સમય નહોતો. જેવો પાર્ટીનો આદેશ ...એક સમર્પિત કાર્યકરની જેમ એણે પણ કાલે વિજય મુહરત માં જ ફોર્મ ભરી લેવાનું નક્કી કર્યું. જે થશે તે જોયું જશે.

તેની પેનલમાં સરસપુરમાં પ્રીતિ દેસાઈ હતી. જેના સંપર્કમાં તે હતો જ. સારા સંબધો હતા .એટલે બધું હવે તેના પર નિર્ભર હતું. અર્થાત પ્રીતિના સંપર્કો અને એની સાથે રહીને ચૂંટણી લડવાની સ્ટ્રેટેજી તે મનોમન બનાવી ચુક્યો હતો.બસ કાલે ફોર્મ ભરાઈ જાય એટલે 15 દિવસ સરસપુરમાજ ધામl નાખીને મંડી પડવાનું છે. ….


જો કે તેને એ સમજાયું નહીં કે પાર્ટીએ નરોડાના બદલે તેને સરસપુર કેમ મોકલ્યો. પણ આ પહેલી ચૂંટણી હતી કહો કે જંગ હતો. બહુ વિચારવાનું નહોતું. સ્ટ્રેટેજી બનાવીને લડી લેવાનું હતું.કદાચ થોડી વધુ મહેનત નવા ને બહાર ના વિસ્તારમાંથી ચૂંટણી જીતવા કરવી પડશે.

મમીએ પણ બહેનના, માયા ને મયુરના લગ્નનું મુહરત ચૂંટણી પતે પછી એક માસ પછીની તરીખનું નક્કી કર્યું એટલે પ્રતીકને સમય મળે અને એ થોડો ફ્રી રહી શકે.

આમ તો જોકે દુબઇ ટ્રિપ દરમ્યાન સારી એવી ખરીદી થઇ ચુકી હતી. બીજી અહીંથી બે ત્રણ માસથી ચાલુ જ હતી.


એટલે લગ્નના બીજા કામો જ વિશેષ કરવાના હતા. બધું હોટલ ને રિસોર્ટમાં જ કરવાનું નક્કી કર્યુ હતું. ખરચ સારો એવો કરી ધામધૂમથી જ બહેનના લગ્ન કરવાનું મન પહેલેથીજ તે બનાવી ચુક્યો હતો .


કંઇક વિચારીને તેણે પાર્ટી પ્લોટ અને રિસોર્ટ બંનેનું બુકીંગ ડિપોઝીટ ભરીને કરી જ નાખ્યું. પાછળથી નો બુકીંગના પ્રોબ્લેમ ન થાય એટલે. પછી ઓળખાણ છે તો વાંધો નથી એમ સમજીને. વળી ચૂંટણી હતી એટલે એમl પણ જરુર

પડશે એવું પણ કહી જ નાખ્યું. આમ પણ રાજકારણીઓ ના જ ઘણા હોટલ રીસોર્ટ થઈ ગયા હતા. આ પણ એવાજ હતા.

છેલ્લા દિવસે વિજય મુહરત માં ફોર્મ ભરાઈ ગયા. સાંજે પૂજા રિસોર્ટમાં ડિનર હતું. પાર્ટીના ઉમેદવારો , કાર્યકરો વગેરે સાથે સ્ટ્રેટેજી ઘડાઈ તો પ્રચારનો કાર્યક્રમ પણ ઘડાઈ ગયો. 15 દિવસમાં બધું પાર પlડવાનું હતું. સરસપુર મlથી જીતશે જ એવો વિશ્વાસ રાખી શકાય તેમ નહોતું .તેથી મહેનત સારી એવી કરવાની હતી. વળી સ્વરાજ પાર્ટીની આ વખતે એન્ટ્રી હતી.


આ વખતે કાઈ પણ થઈ શકે છે.જો કે ચૂંટણીમાં અને રાજકારણમાં કઈ પણ ક્યારે પણ થઈ શકે છે . આ બધી સ્વરાજ ચૂંટણીઓમાં ઇન્ડિયા પાર્ટી તરફી પરિણામ અlવશેજ એમ અતિ વિશ્વાસ રાખી શકાય એમ નહોતો. પેનલો તૂટવાની શકયતા થી માંડીને બહુમત ન મળે તેવા સંયોગો અને સમીકરણો ઘણા ઠેકાણે બેસતા હતા.

પ્રતિકે નોકરીમાં રાજીનામુ આપવું કે રજા લેવી તેનો નિર્ણય કમ્પનીના બોસીસ પર છોડ્યો હતો. કમ્પની મિત્ર ની હતી. તેનું કહેવું હતું કે તું તારે જીતી જl અને સારા હોદl પર અlવ બસ એ જ અમારે જોઈએ છે . રાજકારણી સાથે હોય તો વેપારીને વધુ ફાયદો જ હોય. એટલે હાલ તો ફૂલ ટાઈમ જંગ જીતવામાં જ લગાડ્યો હતો. વળી પ્રતિકનું તો બ્રેન જ લગાડવાનું હતું. એની સાથે વિશ્વાસનો ને મિત્રતા નો સંબધ હતો.


આમ તો પાર્ટીમાં ઘણા સંlસદો અને વિધાન સભ્યો હતા. જેઓ શિક્ષક કે પ્રોફેસર ની નોકરીમાં હતા .અને પગાર પણ લેતા હતા .એટલું જ નહીં પગાર અને તમામ બેનિફિટ સરકારી તિજોરી માંથી આવતા હતા. સાથે સાથે સરકારમાંથી જ વિધlનસભ્યો કે સંlસદના તમામ પગાર ભથ્થા પણ લેતા હતા .


જે સો કોઇ જાણતું પણ હતું ..આમને કોઈ પૂછનાર પણ ન્હોતું કે ન તો કોઈ અટકાવી શકે તેમ હતું. આવા ચૂંટાયેલા સભ્યો ભાગ્યે જ સ્કૂલ કે કોલેજના કલાસ લેતા હતા. પણ પગlરભથા નિયમિત મેળવતા હતા. સરકારમાંથી જ બે પગાર મેળવતા આ નેતાઓ ઉપર પાર્ટીઓ મહેરબાન હતી. તેઓ સિનિયર નેતાઓ તરીકે જાણીતા હતા.આમl કેટલાક તો મંત્રી મંડળ માં પણ હતા.


રાજકારણીઓને પુછનાર કોઈ આ દેશમાં તો નથી….ટેક્ષ ભરવામાં પણ આળસ ખરી જ ….આ બધા આકર્ષણો રાજકારણ ના ઘણી શકાય …

પ્ર તિકે સરસપુરમાં ઘરે ઘરે ફરવાનું શરૂ કરી દીધું. પેનલના બીજા ઉમેદવારો સાથે જ પ્રચાર જોર શોરથી શરૂ કરી દીધો ..શેરી અને પોળોમાં મિટિંગો અને સભાઓ પણ સંબોધવાનું ચાલુ કર્યું. મહોલl સભાઓ સવારના ને રાત્રીના ચાલતી હતી. લોકો સાથે વાત કરતા અને ચર્ચl કરી સ્થાનિકોને પ્રશ્નો જાણી તેમને વિશ્વાસમાં લેતો હતો અને તમામ પ્રયત્નો કરશે તેવી ખાતરી પણ આપતો હતો .


વચ્ચે બે દિવસ વડોદરા અલકlપુરીની સોસાયટીઓમાં જઈને તૃપ્તિનો પ્રચાર પણ તે કરી આવ્યો. આખરે મિત્રને કમિટમેન્ટ આપ્યું હતું. પણ પછી સરસપુર પર જ ધ્યાન આપવાનું નક્કી કર્યું. કારણ વડોદરા માં અને અલકlપુરીમાં જીત પાકી હતી. એવું સરસપુર માટે કહી શકાય તેમ નહોતું.

છેલ્લા બે ચાર દિવસ તો દિવસ રાત મહેનત કરી. આખરે તેની આ પહેલી ચૂંટણી હતી. અને લગભગ ચેલેજ હતી.


મતદાન ખૂબ ઉત્તેજના પૂર્વક રહ્યું. પણ લોકોમાં બહુ ઉત્સાહ ના જોવાયો. પરિણામ ની રાહ જોવાની હતી. પ્રતીકને ખાલી કોર્પોરેટર થવા કરતા કોઈ પણ સારો હોદો લેવામl રસ હતો. એ માટે પુરા પ્રયત્નો તેણે આ દિવસોમાં શરૂ કરી જ દીધા હતા.

વડોદરા માં અલકlપુરીથી તૃપ્તિની પેનલ વિજેતા થઇ હતી. પાર્ટીને બહુમતી મળી હતી .

એટલે પાર્ટી સતા લેવાની હતી.હવે જ શરૂ થયો હોદા ઓ મેળવવાનો સિલસિલો…

આ તરફ અમદાવાદમાં પાર્ટી મંlડ મંlડ સતામાં આવી હતી. સરસપુરમl તો પેનલ તૂટી, જેમ માનવામાં આવ્યું હતું.

અમર પટેલ ની જગ્યાએ સ્વરાજ પાર્ટીના ઉદય પટેલ જીત્યા.


પ્રતિક અને પ્રીતિ દેસાઈ નવા અને યુવાન હતા .બને ચૂંટણી જીતી ગયા હતા. અમર પટેલ ને રિપીટ કરેલા પાર્ટીએ. જયારે સામેના ઉદય પટેલ નવા, યુવાન ને પ્રોફેસનલ પ્રતીક ની જેમ જ હતા .


પ્રીતિ સરસપુરમાં ngo ચલાવતી હતી. વકીલ હતી. પ્રતિક પણ એક ngo ચલાવતો હતો. રાજકારણમાં ngo ચલાવનારા વધુ છે અને આ સિલસિલો અઝાદીથી ચાલ્યો આવે છે. ઇન્ડિયા પાર્ટી ના તો પોતાના જ ઘણા ngo હતા . જોકે આ લોકો બાજુમાં રહીને સ્ટ્રેજી ઘડતા અને પાર્ટીમાં પોતાની વિચાર ધારાના લોકો મોકલતા રહેતા .