સાપસીડી... - 22 Chaula Kuruwa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાપસીડી... - 22

સlપસીડી 22….

જ્યાં સુધી હું મંત્રી નહિ બનું મને શાંતિથી ઊંઘ નહિ આવે. મારુ સ્વપ્ન કહો કે ટાર્ગેટ કહો.. બસ આ હું કોઈ પણ ભોગે અચિવ કરવા માગું છું…..ત્યાં સુધી બીજી કોઈ વાત જ નહી…

આ વાત પ્રતિકે સ્પષ્ટ શબ્દોમાં તેની માતા ને તો કહી જ દિધી પણ તૃપ્તિને પણ કહી હતી. બીજા એના નજદિકના બધા આનાથી વાકેફ હતા.

એટલે જ પ્રતીક સાથે ભારપૂર્વક લગ્નની વાત મlતા પિતા કે નજદીકના કોઈ કરી શક્તા નહોતા . તો પછી પડ્યા સાહેબ કે બીજા તો ક્યાંથી કરી શકે.

જો કે તૃપ્તિને મન તો પાર્ટી અને સેવક સમાજ અને તેમનું કાર્ય જ જીવન બની ગયા હતા .પરિવાર અને તેના મિશન પછી બીજી કોઈ બાબત તેના માટે મહત્વની નહોતી.


સ્વાતિ ભૂતકાળ બનતી ચાલી હતી. તો પણ ન્યજર્સી થી સ્વાતિ ના ફોન કોલ્સ ને વિડીયો નિયમિત રૂપે આવતા રહેતા .પ્રતીક મોટે ભાગે બીઝી હોય એટલે વાત ટૂંકમાં પતાવતો. અથવા આડી અવળી વાતો કરતો .પાર્ટીની વાતો કરતો રહેતો. એટલે સ્વાતિ પોતે જ બોર થઈ જતી ને ફોન પતાવતી.

સ્વlતિ નો વારંવાર નો આગ્રહ હતો કે અમેરિકા ફરી જા ...અહીંની દુનિયા એક વાર જોઈ લે ને માણી લે... વધુ નહિ તો એકાદ માસ..કમસે કમ મારી સાથે ફરી જા.. ..હવે ચુંટણી પતી ગઈ છે

અને તું જીતી આવ્યો છે. હોદો પણ મળી ચુક્યો છે. તો થોડો ટાઈમ કાઢી ફરી જા.


પછી કામ ને રાજનીતિ તો છે જ ….સ્વlતી અને તેની ફેમિલીના ઘણા સુપરમાર્કેટ જેવા સ્ટોર જુદા જુદા શહેરો માં હતા.તો મોટેલ્સ પણ હતી. અને સ્વાતિ નું કામ પણ સ્ટોરમાં હતું. પરિવારના બધા વારાફરતી ડ્યુટી કરતા રહેતl હતા.

સ્વાતિ આમ તો અમેરિકામાં સેટ થઈ ગઈ હતી..પણ પ્રતિક સાથેની દોસ્તી ભુલાતી નહોતી. સબંધ થશે કે કેમ તે જાણતી નહોતી. શકયતા બહુજ ધુધળી હતી

તે તો જાણતી જ હતી. પણ મિત્રો

તરીકે બને રહેશે તેની ખાતરી હતી. અને અl વlત પહેલેથીજ બનેએ નકી કરી હતી.

અમેરિકામાં બસ તેને મજા જ હતી .કોઈ સ્ટડી નહોતો એટલે એંનું તો કોઈ ટેન્શન જ નહોતું. નહોતી ફાઇનાન્સ ની ચિતા .નlના મોટા બે ત્રણ કોર્સ અને કહો કે ડિપ્લોમા

તેણે અહીં કરી લીધા હતા. હવે સ્ટોર અને ધંધામાં જ ધ્યાન આપવું પડે તેમ હતું.


હા જવાબદારી અને કામ પરિવારના બિઝનેસમાં જે પોતાના હિસામાં આવે તે કરવાનું રહેતું હતું. આમ પણ આ દેશમાં દરેક વ્યક્તિએ કામ તો કરવું જ પડે. માત્ર બાપના પેસે એશો આરામ ન કરી શકે.


. .પૈસાદાર એન આર આઈ પરિવારમાંથી તે આવતી હતી. પિતા વરસમાં બે - ચાર વાર અમદાવાદ ને અમેરીકl વચ્ચે અવરજવર કરતા રહેતl ...ગામમાં વૃદ્ધ માતા પિતા હતા .જમીનો હતી. ખેતીવાડીની મોટી જાગીર હતી.


પરિવાર ને સમાજ હતા.એથી વિશેષ રાજકીય અને સામાજિક ક્ષેત્રે મોટી વગ હતી. એમનો અડધો પરિવાર અમેરિકા હતો .તો ઘણા બધા અહીં પણ હતા. કારોબાર મિલકત જમીન વગેરે ત્યાં પણ ખૂબ હતી અને અહીં પણ . વળી રાજકિય મહત્વાકાંશl પણ પિતાની હતી.

સ્વlતી ના નાના ,નાની અને માતૃ પક્ષના બધા અહીં ઇન્ડિયામાં હતા એટલે તે પણ અહીં જ રહી ને મોટી થઈ હતી . ભણી હતી.સ્વાતિ સહિત એના પરિવારના બધા અમેરિકા પણ જતા આવતા રહેતા . ઘણાના ગ્રીન કાર્ડ હતા .ઘણાના બાકી હતા. પણ વીસl બધાના હતા. બહુ ઓછાએ સિટીઝનસીપ લીધી હતી. સિટીઝનસીપ લેંનારા પણ ઘણા અહીં જ ઇન્ડિયા માં રહેતા હતાં.

આ બધું વરસોથી ચાલતું હતું. જોકે એના પિતા અને કાકા હતા જેમણે અમેરિકામાં આખું જ સામ્રાજ્ય મોટેલો અને સુપરમાર્કેટ નું ઉભું કરેલ અને અહીંથી ગામોના ગામો ને અમેરિકા બોલાવી ત્યાંજ વસાવ્યા હતા. અલબત એમના સગા કે નાતના જ વધુ હતા .

.


વતન પ્રત્યેનો તેમનો પ્રેમ પણ અદભુત હતો. અનેક સેવા કlર્યો હોસ્પિટલ થી મંlડી ને વૃદ્ધાશ્રમ ,સ્કૂલ ,કોલેજ મદિરો તેમણે ગામ અને અહીં વતનમાં બનાવ્યા હતા અને તેનું સંચાલન પણ કરતા હતા . એ જ રીતે સેવા કlર્યો અને ડોનેશનો અમેરિકાની હોસ્પિટલ અને યુનિવર્સિટીમાં પણ કરતા આવેલા. ત્યાં પણ સમlજ અને એસોસીએશનોમાં તેમની મહત્વની વગ હતી. જેમ અહીં હતી.

સ્વlતીના પિતા અમેરિકામાં વર્ચસ્વ ધરાવતાં હતા .વરસોથી ત્યાં રહેલા છતાં નાત

જાતમાં બહુ માનતા. ખાસ કરીને ધંધામાં નહીં પણ દિકરી ના લગ્ન બાબતે બહુ ચોક્કસ હતા કે તેમનો જમાઈ તેમના જેવાજ વગદાર પરિવારનો જોઈએ..કમ સે કમ પટેલ નાતનો તો હોવો જ જોઈએ. પ્રતીક બધી વાતે સારો યુવાન હતો પણ પછાત વર્ગ નો હોઈ દીકરી માટે સ્વીકારવા તેમનું મન માનતું નહોતું.


બસ આજ કારણ હતું કે તેમણે સ્વાતિ ને અમેરિકા મોકલી આપી .અને પ્રતિકે રાજકારણમાં move ઓન કર્યું.


આમ પણ આજકાલ યુવાનો સંબધ ન થાય તો મુવ ઓન કરતા વધુ સમય નથી લાગતો…

પ્રતિકનો કોલેજ કાળમાં સ્વાતિ સાથે સંપર્ક થયો અને મૈત્રી પ્રેમમાં પરિણમી . બને સાથે હરવા ફરવા લાગ્યા હતા.ત્યારે જ એક બે મિત્રોએ ચેતવેલો કે આગળ વધતા પહેલા ધ્યાન રાખજે આનુ ફેમિલી કદાચ તમારો સંબધ ન પણ સ્વીકારે.

એ વાતને આજે સlત થી વધુ વરસ થયા હશે. જો કે મૂવ ઓન કરનારાઓ વરસો ગણતા નથી .


તૃપ્તિ આ બધું જાણતી હતી. એકાદ વાર સ્વlતીને મળી પણ હતી. પ્રતિકે જ કોઈ પાર્ટી માં પરિચય કરાવેલો .સ્વાતિ

વિશે વિસ્તારથી વાત પણ તૃપ્તિ સાથે શરુઆત ના તબક્કે જ થઇ હતી.


બંને એ એકબીજl ને પોતાની ઘણી અંગત વાતો કરી હતી. જયારે પણ સ્વlતીનો ફોન આવે મોટેભાગે તે તૃપ્તિને કહી જ દેતો કે એક્સ ગર્લફ્રેન્ડ દ્વારા શુ વાતો થઈ અને કોની વાત મુખ્ય થઈ. એને લાગતું કે આમ કરવાથી પોતે એકદમ હળવો થઈ જાય છે .


અને તૃપ્તિ એક જ એવી મિત્ર હતી જ્યાં બધાજ પ્રકારની ચર્ચા ઓ થઈ શકતી હતી.


બીજા વિદુરભાઈ હતા .જેને તે સમય મળે આ રીતે share કરી શકતો હતો.જો કે તેઓ ફ્રી હોવા જોઈએ.


વિદુરભાઈ સ્વlતીના પપ્પા ને જાણતા હતા . તેઓ પાર્ટીના શુભેછક મનાતા.

વળી ડોનેશન માટે કે સમાજના કામો માટે પણ મળતા .એથી વિશેષ કઈ નહિ .


એટલે વિદુરભાઈ ને કોઈવાર પ્રતીક વાત કરે

તો તેઓ પણ સાંભળી લેતા . તેમને પ્રતીક માં રસ જરૂર હતો પણ આવા ઘણા લોકોને સંભાળવા પડતા રહેતા.


એકવાર તેમણે પ્રતીકને કહેલ કે જેને તારામાં રસ હશે તે તારી સાથે રહી તારા કામ ને સાથ આપશે …. આમ પણ આ પાર્ટીમાં રાષ્ટ્ર ને વધુ મહત્વ વ્યક્તિ કરતા અપlતું. રાષ્ટ્ર મજબૂત છે તો વ્યક્તિ પણ સુરક્ષિત રહી શકે અને આગળ વધી શકે છે.


પ્રતિક રાજકરણમાં આવ્યા પછી અને શાહ એન્ડ વ્વ્યાસ કંપની ની નોકરીમાં જ દુનિયાના ઘણા દેશો ફરી આવ્યો હતો. જેમાં અમેરિકા અને બ્રિટન ,રશિયા પણ હતા. દુબઇ કે સિંગાપુર ટુર તો બિઝનેસ અને હોલી ડે બને રીતે થઈ ગઈ હતી.


કોઈ વાર ગ્રુપમ્l તો કોઈ વાર મિત્ર સાથે જઇ આવતો હતો. અમેરિકા ચીન કે રશિયા જેવા દેશોની તેની ટુર તો સેવક સમાજના વિવિધ સંગઠનમાં જ થઇ ગઈ હતી. કોઈના સેમિનાર કે કોઈ event દરમ્યાન જ સ્પોન્સરડ કરેલા આ પ્રવાસો હતા.આમ પણ તે પ્રવાસનો શોખીન હતો .એટલે દેશ ના કે વિદેશના આવા ગોઠવતા પ્રવાસો માં અચૂક જોડાઈ જતો.

તૃપ્તિ પણ અનેક દેશો ફરી ચુકી હતી. ઇન્ડિયા માં તો તે એક થી વધુ વાર ફરી ચુકી હશે. આમl અમેરિકા પણ ખરl... એના તો નજદીકના સગાઓ જ અમેરિકામાં હતા કાક્l ને માસી બને ત્યાંના નિવાસી થઈ ગયા હતા.વળી બિઝનેસ કામે પણ તે અવારનવાર જઇ આવતી.

આજકલ યુવાનો જો પ્રવાસ શોખીન હોય તો ઇન્ડિયા અને ફોરેઇન બને જગ્યાએ યુવાન વયે જ ફરી લે છે…..