પ્રકરણ – પહેલું/૧નાના મોટા વાહનોની ગતિના સામાન્ય હળવા ઘોંઘાટ અને વહેલી સવારના ખાસ્સા એવા અજવાળા પરથી અંદાજો લગાવતા અધખુલ્લી આંખે ઘડિયાળમાં નજર કરી, ૭:૨૫ સમયનો જોતાં ફર્સ્ટ ફ્લોર પર આવેલા તેના બેડરૂમના બેડ પરથી ધીમી ચીસ સાથે રીતસર કુદકો મારતાં મીરાં બોલી, ‘મમ્મીમીમીમીમી...........................’મીરાંની સવાર સવારની આવી અવારનવારની હરકતોથી ટેવાઈ ગયેલા વૈશાલીબેનએ નીચે ડ્રોઈંગ રૂમમાં ન્યુઝ પેપર વાંચતા હળવી મજાક સાથે બુમ પાડતા પૂછ્યું.. ‘અરે..આટલી વહેલી સવારે સપનામાં કોઈ ભૂત વળગી પડ્યું કે શું ?’હજુ પણ નિંદ્રાધીન આંખો ચોળતાં ચોળતાં એકદમ જ સાવ બાઘાની માફક ઉતાવળથી નીચે આવીને આમ તેમ દોડાદોડ કરતાં વૈશાલીબેનની સામે જોયા વગર જ મીરાં બોલી.‘ઓયે મારી મા...પ્લીઝ.....એક પણ સવાલ

Full Novel

1

કહીં આગ ન લગ જાએ - 1

પ્રકરણ – પહેલું/૧નાના મોટા વાહનોની ગતિના સામાન્ય હળવા ઘોંઘાટ અને વહેલી સવારના ખાસ્સા એવા અજવાળા પરથી અંદાજો લગાવતા અધખુલ્લી ઘડિયાળમાં નજર કરી, ૭:૨૫ સમયનો જોતાં ફર્સ્ટ ફ્લોર પર આવેલા તેના બેડરૂમના બેડ પરથી ધીમી ચીસ સાથે રીતસર કુદકો મારતાં મીરાં બોલી, ‘મમ્મીમીમીમીમી...........................’મીરાંની સવાર સવારની આવી અવારનવારની હરકતોથી ટેવાઈ ગયેલા વૈશાલીબેનએ નીચે ડ્રોઈંગ રૂમમાં ન્યુઝ પેપર વાંચતા હળવી મજાક સાથે બુમ પાડતા પૂછ્યું.. ‘અરે..આટલી વહેલી સવારે સપનામાં કોઈ ભૂત વળગી પડ્યું કે શું ?’હજુ પણ નિંદ્રાધીન આંખો ચોળતાં ચોળતાં એકદમ જ સાવ બાઘાની માફક ઉતાવળથી નીચે આવીને આમ તેમ દોડાદોડ કરતાં વૈશાલીબેનની સામે જોયા વગર જ મીરાં બોલી.‘ઓયે મારી મા...પ્લીઝ.....એક પણ સવાલ ...વધુ વાંચો

2

કહીં આગ ન લગ જાએ - 2

પ્રકરણ – બીજું ૨બધી જ ફોર્માલીટીઝ પૂરી થયાં બાદ મીરાંએ ડોક્ટરને પૂછ્યું,‘ડોકટર, મમ્મી અહીં આવ્યાં ત્યારે કઈ કંડીશનમાં હતા?’ તો બેહોશ હતાં.’ ‘પણ તો તેઓ અહીં સુધી આવ્યાં જ કઈ રીતે?’ આશ્ચર્ય સાથે મીરાંએ પૂછ્યું.એટલે સ્માઈલ સાથે ડોક્ટર બોલ્યા, ‘ઇટ્સ લીટલ ઇન્ટરેસટીંગ. જેના માત્ર નામથી હું પરિચિત અને પ્રભાવિત છું, એવા મારા એક સેવાભાવી મિત્રના સહયોગ અને આપની મમ્મીના સંયોગથી. તે જાણ્યાં કે અજાણ્યાં કોઈની પણ નિસ્વાર્થ સેવા માટે તેની અનુકુળતાએ યથાશક્તિ સમય અને સહાય ફાળવે રહ્યો છે. અમારી હોસ્પિટલમાં આવતાં જતાં ઘણાં દર્દીઓ માટે ઘણીવાર પોસિબલ હોય તેટલી નિશુલ્ક સેવા તેમણે પૂરી પડી છે. અને તેણે જ મને કોલ કરીને ટૂંકમાં બનાવની ...વધુ વાંચો

3

કહીં આગ ન લગ જાએ - 3

પ્રકરણ- ત્રીજું ૩કોલ કટ થયાં પછી મીરાંએ તેના દિમાગમાં મિહિર સાથેની વાતચીત દરમિયાન બારીકાઇથી જે વાતની વિશેષ નોંધ હતી તેના વિશે વિચારતી રહી.મિહિર સાથેના ટેલીફોનીક સંવાદ સત્સંગ પરથી તે કોઈ ટીપીકલ ટેક્ષી ડ્રાઈવર હોય તેવો કોઈ ટોન કે ભાષાનો અણસાર નહતો આવતો. તેની ભાષાશુદ્ધિથી પણ મીરાં થોડી પણ પ્રભાવિત થઇ. આટલી વાતચીત પરથી મીરાંએ મનોમન એટલું તો સચોટ તારણ કાઢ્યું હતું કે.... મિહિર ઝવેરી માત્ર ટેક્ષીચાલક તો નથી જ. થોડો સમય રહીને તેના બેડરૂમમાંથી નીચે કિચનમાં આવીને મીરાંએ મનગમતી રસોઈ બનાવી. મીરાને માત્ર રસોઈ નહી પણ, સ્વાદિષ્ટ રસોઈ બનાનાવાનો જબરો શોખ ખરો. અને એ પણ એવી પૂર્વશરત સાથે કે કોઈપણ રેસીપી ...વધુ વાંચો

4

કહીં આગ ન લગ જાએ - 4

પ્રકરણ- ચોથું/૪હવે મીરાંને અણસાર આવવા લાગ્યો કે તેનાથી ઉશ્કેરાટમાં કંઇક કાચું કપાઈ ગયું એ નક્કી છે. એટલે મીરાં બોલી.‘અર્જુન મિહિરના જવાબની ‘હા’ અને ‘ના’ વચ્ચેનો ભેદ મને સમજાવીશ? અને.. પ્લીઝ પ્લીઝ પ્લીઝ.. હવે આ સરપ્રાઈઝના ચેપ્ટર પર ફૂલસ્ટોપ મૂકીને કોઈ મને કહેશે કે આખરે ખરેખર આ માજરો છે શું ?’ ‘અરે.. મીરાં, સુપર સરપ્રાઈઝનું સુપર સસ્પેન્સ તો હજુ અકબંધ છે.’ મૌલિક આખા મુદ્દાને એક નવો વણાંક આપતાં બોલ્યો.‘અર્જુન, તને નથી લાગતું કે હવે તમે સૌ કંઇક વધારે જ ફૂટેજ ખાઈ રહ્યા છો?’મીરાંને પહેલીવાર હદ બહાર અકળાઈ જતા જોઇને સૌ હસવા લાગ્યા એ પછી અર્જુન બોલ્યો.‘ઓ.કે. મીરાં પ્લીઝ વેઇટ વન મિનીટ.’ આટલું ...વધુ વાંચો

5

કહીં આગ ન લગ જાએ - 5

પ્રકરણ- પાંચમું ૫‘અર્જુન, મિહિરની આ શરતમાં તને કંઈ અજુગતું નથી લાગતું? માત્ર શરત જ અજુગતી લાગે છે કે વ્યક્તિ મિહિર વિશે તારો શું અંગત અભિપ્રાય છે? આઈ મીન કે કેવી વ્યક્તિ છે!'‘એકદમ મિતભાષી. શાંત અને સૌમ્ય, સહજ સ્વભાવ. આપણે ચાર વાક્ય બોલીએ ત્યારે એ એક વાક્ય માંડ બોલે. ટેક્ષી ચલાવે છે. બસ આથી વધારે કોઈ જ પરિચય નથી, બટ આઈ થીંક કે તેનામાં કોઈ હિડન ટેલેન્ટ છે.’‘પણ, અર્જુન તે પહેલી કહેવત તો સાંભળી છે ને કે... શાંત પાણી ખુબ ઊંડા હોય.’‘હા, મીરાં પણ હું તો સકારાત્મક અભિગમના અર્થમાં કહું છું.’‘પણ તેણે આ સ્ટોરી માટે...’ આટલું બોલીને મીરાં અટકી ગઇ. પછી ...વધુ વાંચો

6

કહીં આગ ન લગ જાએ - 6

પ્રકરણ- છ્ત્ઠું ૬‘એક વર્ષ, બે મહિના અને ૧૩ દિવસ પછી આજે પહેલીવાર આ શહેરમાં કોઈએ મિહર ઝવેરીના અપ્રત્યક્ષ સજ્જડ મનોબળને, તેની મક્કમતાથી દસ્તક મારીને એનાં સૈદ્ધાંતિક મુલ્યોના મૂળીયાને હચમચાવવાની કામયાબ કોશિષ કરી છે. મારા અનુઠા વિચારધારાની અભેદ કિલ્લાબંધીની વાડને તમે તમારી જાતને નારાજગીના અધિકારી સાબિત કરીને પળવારમાં ઢાળી દીધી. હવે લો આ ચાવી અને મારો કિક! તમારાં ફટફટિયાની સાથે સાથે આપણી ફ્રેન્ડશીપને પણ! હવે એ ઉધારી સાંજની તિથી તમે નક્કી કરીને મને કહેજો.’ એકી શ્વાસે આટલું બોલી મીરાં સાથે હાથ મિલાવીને હાથ હલાવતો મિહિર રવાના થઈ જતા, ક્યાંય સુધી મીરાં તેને જોતી રહ્યા પછી બમણા જોશ અને હોંશથી બુલેટને કિક મારીને ...વધુ વાંચો

7

કહીં આગ ન લગ જાએ - 7

પ્રકરણ- સાતમું/૭'હવે સાંભળો, આવતીકાલે સાંજે ૭ વાગ્યા પછી યુનિવર્સીટીની સામે જે રાધા-કૃષ્ણનું વિશાળ મંદિર છે ત્યાં તમારાં દર્શનની અભિલાષા છું. બોલો ?’‘ડન.. પણ ..મીરાંની ઉપસ્થિતિને લઈને રાધાને કૃષ્ણ પ્રત્યેની પ્રેમલીલામાં વિક્ષેપ તો નહી પડે ને? હસતા હસતા મિહિર બોલ્યો.‘હમ્મ્મ્મ.. ના. કારણ કે કૃષ્ણ હોય ત્યાં મીરાં બેફીકર જ હોય.’ આના સંદર્ભમાં મને મારું એક ફેવરીટ સોંગ યાદ આવે છે.’‘કયુ સોંગ?’ મિહિરે પૂછ્યું. ‘અપને પે ભરોસા હૈ તો યે દાવ લગા લે.’ ઊભી થઈને બાઈક તરફ જતાં મીરાં બોલી. ગઈકાલે નિર્ધારિત કરેલાં સમયથી પાંચ મિનીટ પૂર્વે ઠીક ૬:૫૫ એ સ્કાય બ્લ્યુ જીન્સ પર ઉડીને આંખે વળગે એવો સ્વચ્છ ...વધુ વાંચો

8

કહીં આગ ન લાગે જાએ - 8

પ્રકરણ- ૮/ આંઠમું‘મીરાં..... હી ઈઝ મર્ડરર.એ ખૂની છે.’‘કોણ...??’ મીરાંએ થરથરતાં પૂછ્યું.‘એ મુસલમાન છે.. અનવર સિદ્દકી. એ વોન્ટેડ છે.. ક્રિમિનલ મીરાં...’ સ્હેજ મોટા અવાજે અર્જુન બોલ્યો.‘કોણ અર્જુન કોણ..?’ આટલું બોલતાં મીરાંના ડોળા ફાટી ગયા. ‘મિહિર ઝવેરી....એ ભાગી ગયો. ૩ રાજ્યની પોલીસ તેને શોધે છે અત્યારે...'‘અઅઅ.. અર્જુન તું તું આ...આવી મજાક ન કરીશ પ્લીઝ.’ ધ્રુજતા ધ્રુજતા હાથે અર્જુનનો હાથ પકડતાં આટલાં શબ્દો તો મીરાંના સુકાવાં લાગતાં ગળામાંથી માંડ માંડ નીકળ્યા. એક સેકંડ માટે મીરાંની સામે જોયા પછી અર્જુન પર અચાનક વીજળીની જેમ તૂટી પડેલા આઘાતી સમાચારને લઈને છેલ્લાં ચાર કલાકથી તેના સમગ્ર શરીરમાં ચાલતાં ધમાસાણ ગતિવિધિથી તેના દિમાગની ફાટવા જઈ રહેલી નસોનો અસહ્ય ...વધુ વાંચો

9

કહીં આગ ન લગ જાએ - 9

પ્રકરણ – નવમું/૯ મીરાંનો નંબર આપી કેશવલાલનો આભાર માનીને સૌ બહાર ગેઈટની બહાર નીકળ્યા. ત્યાં જ મીરાંનો ફોન રણક્યો. હાથમાં લઈને જોયું તો કોઈ અનનોન નંબર હતો.. કોલ રીસીવ કરતાં મીરાં ‘હેલ્લો’ બોલી.બેથી ત્રણ વાર મીરાં હેલ્લો.. હેલ્લો.. બોલતી રહી પણ સામા છેડેથી કોઈ જ રીપ્લાય ન જ આવ્યો.ચિંતિત ચિત્ત અને ચહેરા સાથે મીરાં કોલ ડાયલ કરતાં બોલી,‘હેલ્લો.’ ‘હેલ્લો, દીકરા મમ્મી બોલું છું. સાંભળ હું આવતીકાલે....’ આટલું સાંભળતા ફરી કોલ કટ થઈ ગયો. પણ વૈશાલીબેનનો અવાજ સાંભળીને મીરાંની ધારણાંના ધબકારાની ગતિનું લેવલ સામાન્ય થયું.થોડી ક્ષણો પછી ફરી કોલ આવ્યો એટલે વૈશાલીબેન બોલ્યા,‘મીરાં અમે વહેલી સવાર સુધીમાં આવી જઈશું. અને મારા મોબાઈલની બેટરી સાવ ...વધુ વાંચો

10

કહીં આગ ન લગ જાએ - 10

પ્રકરણ- દસમું/૧૦‘કેમ શું થયું? કેમ અહીં આ રીતે બેસી ગઈ?’ હજુ તો વૈશાલીબેન તેનું વાક્ય પૂરું કરે, એ પહેલાં અચનાક જ મીરાં તેમના ખોળામાં માથું નાખીને ધ્રુસકે ધ્રુસકે રડવાં લાગી. સડનલી મીરાંને આવું બિહેવિયર કરતાં જોઈને વૈશાલીબેન રીતસર ડઘાઈ જતાં બોલ્યા...‘મીરાં.. !!!‘અરે.. મીરાં, આમ જો જોતો મારી સામું. ચાલ જો, ઊભી થઈ જા તો. અહીં બેસ મારી બાજુમાં. મીરાં..’ મીરાં ઊભી થઈને સોફા પર બેસીને વૈશાલીબેનને વળગીને બસ રડ્યા જ કરી.વૈશાલીબેનને પણ કંઈ જ નહતું સમજાતું. આટલા વર્ષોમાં એમણે, મીરાંને ક્યારેય રડતી નથી જોઈ. અને સાવ આ રીતે અચનાક રીતસર ભાંગી પડી હોય એ રીતે રડતી જોઈને ...વધુ વાંચો

11

કહીં આગ ન લગ જાએ - 11

પ્રકરણ- અગિયાર /૧૧‘મીરાં, તે હમણાં કહ્યુંને કે જે મધુકર વિરાણીને મળવું એ પણ સૌભાગ્યની વાત છે. તો એ મધુકર મીરાં રાજપૂતને મળવા માંગે છે.’ મીરાંને તેની લાઈફમાં આવડું મોટું આશ્ચ્રર્ય ક્યારેય નહતું થયું..મીરાંના એક્સપ્રેશન્સ જોવા લાયક હતા... ‘અંકલ.. મધુકર વિરાણી... મીરાં રાજપૂતને.. થોડીવાર સુધી તો મીરાં ચુપચાપ ચંદ્રકાન્ત શેઠની સામે જોતી જ રહી. ચંદ્રકાન્ત શેઠના સ્વભાવ મુજબ મીરાંને ખ્યાલ હતો કે ચંદ્રકાન્ત શેઠ આટલી મોટી મજાક તો ન જ કરે. છતાં પણ શહેરના કોર્પોરેટ કિંગ મધુકર વિરાણી, મીરાંને મળવા માંગે છે, એ એક સુખદ આંચકા જેવી વાતને હજુ’યે મીરાં ડાયજેસ્ટ નહતી કરી શકતી.‘પણ, અંકલ પ્લીઝ કંઇક ડીટેઇલમાં વાત કરો તો મારા જીવને ટાઢક ...વધુ વાંચો

12

કહીં આગ ન લગ જાએ - 12

પ્રકરણ- બારમું/૧૨હળવા સ્મિત સાથે ચંદ્રકાન્ત શેઠ મીરાં સામે જોઇને બોલ્યા,‘થોડી શાંતિ રાખીશ ?’ હવે સમય થયો. ૪:૧૦ પેલી લેડી આવી, બંનેને વિઝીટર્સ રૂમની બહાર બોલાવીને મીરાંને સામે જોઇને પેલી લેડીએ પૂછ્યું ,‘વૂડ યુ લાઇક ટુ જોઈન ફ્રોમ ટુડે ? ‘ઓ યસ, અફકોર્સ.’ મનોમન એકદમ ખુશ થતાં મીરાં બોલી.‘યુ હેવ ટુ સ્ટે હિયર ફોર, ફોર ટુ ફાઈવ અવર્સ.’ ‘અફ્કોર્સ, આઈ કેન સ્ટે.’ મીરાં બોલી. ‘પ્લીઝ, યુ વેઇટ ફાઈવ મિનીટ, આઈ એમ જસ્ટ કમિંગ.’ ‘કેન આઈ નો યોર ગૂડ નેઈમ, પ્લીઝ ?’ મીરાંએ પૂછ્યું.‘ઓહ, આઈ એમ સો સોરી, આઈ ફોરગોટ ટુ ગીવ યુ માય નેમ. માય નેઈમ ઈઝ એલીના.’ ‘થેંક યુ’ જેવી એલીના ગઈ એટલે ચંદ્રકાન્ત શેઠના ...વધુ વાંચો

13

કહીં આગ ન લગ જાએ - 13

પ્રકરણ- તેર/૧૩એમિરેટ્સ એરલાઈન્સના બિઝનેશ ક્લાસમાં બોસ સંગાથે અરમાનના આસમાનમાં વિહરતી મીરાંએ ફ્લાઈટ લેન્ડીંગ થયાં બાદ જ્યારે પહેલી વાર પરદેશની દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પગ મુક્યો ત્યારે મીરાંએ મુશ્કિલથી તેની ક્રેઝી નેસને કન્ટ્રોલ કરીને કૈદ કરી. પણ તેના ચહેરા પરના ચિક્કાર આનંદના અનુભૂતિની જયારે મધુકરએ નોંધ લીધી એ ક્ષણે બંનેની નજરો મળતાં મીરાં શરમાઈ ગઈ.લગેજ લઈને બહાર નીકળ્યાં ત્યાં જ પીકઅપ કરવાં આવેલા હોટલના સ્ટાફ મેમ્બરએ તેની ડ્યુટી મુજબ ગેસ્ટને વેલકમની ફોર્માંલીટીઝ પૂરી કરી. વિનમ્રતાથી હોટેલની કારના ડ્રાઈવરએ મર્સિડીઝ ઈ ક્લાસ કારમાં બેસાડ્યા પછી કાર રવાના થઇ. સડસડાટ કરતી માત્ર ૧૦ જ મીનીટમાં સાત કિલોમીટરનું અંતર કાપીને કાર જુમ્હેર બીચ નજીક ...વધુ વાંચો

14

કહીં આગ ન લગ જાએ - 14

પ્રકરણ- ચૌદમું/૧૪મીરાંની આંખમાં જોઈને મધુકર બોલ્યા,‘શું તું.. મિસિસ વિરાણી બનવાનું પસંદ કરીશ?' મીરાં તેના હાથમાંનો ગ્લાસ પર મુકીને કોઈપણ પ્રતિભાવ આપ્યા વગર ચુપચાપ તેના રૂમમાં જતી રહી. બે વર્ષ જેવા ખાસ્સા લાંબા સમયગાળા પછી મધુકરે તેની ઈમેજ અને સ્ટેટ્સની સાથે સાથે મીરાંની રુચિ અને પ્રકૃતિને પારખ્યા બાદ, મનોમંથનનો એક મહાયજ્ઞ સંપન્ન કર્યા પછી, તેના આત્માની સંમતિના સંકેતના સાંપડ્યા પછી જ, આ પ્રસ્તાવની પ્રસ્તુતિ માટે સૌ પ્રથમ સ્વના આત્મવિશ્વાસના અંદેશાની ખાતરી થયા પછી, સમય, સ્થળ અને શબ્દોનું સભાનપણે ધ્યાન રાખીને બંનેની જિંદગીની એક અતિ મહત્વની અને જવાબદારી ભરી દિશા તરફ મધુકરે કદમ મુકવાનું આહવાન આદર્યું હતું. મીરાંની બોડી લેન્ગવેજ કે તેની નજર યા તેના ...વધુ વાંચો

15

કહીં આગ ન લગ જાએ - 15

પ્રકરણ-પંદરમું/૧૫વૈશાલીબેનના મોઢાંમાં આખો લાડુ મુકતા અર્જુન બોલ્યો, ‘આ શહેરના ટોચના ઉદ્યોગપતિ, કોર્પોરેટ કિંગ, વિરાણી ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન, અને મીરાંના બોસ વિરાણીના બનવા જઈ રહેલા સાસુજીને મારા વંદન સાથે અભિનંદન. લાડવા કરતાં તો અર્જુનની લાખ રૂપિયાની વાત સાંભળીને વૈશાલીબેનનું મોઢું ઉઘાડું જ રહી ગયું. થોડીવાર તો સૌની સામે જોતા જ રહ્યા. મીરાંની સામે જોતા જ મીરાં શરમાઈને વૈશાલીબેનના ગળે વળગી પડી.અતિ ઉત્સાહ અને આનંદના અતિરેક સાથેના ઉદ્દગારમાં વૈશાલીબેનએ મીરાંને પૂછ્યું,‘મીરાંઆઆઆ..... આ ક્યારે ?’એ પછી મીરાંએ સ્હેજ શરમાતાં શરમાતાં માલદીવ્સ ટુરની વાત કહી સંભળાવ્યા પછી બોલી,‘સોરી મમ્મી, પણ મને થોડું કન્યુઝન હતું એટલે અવની સાથે થોડી ડિસ્કશન કરીને પછી તને જાણવું ...વધુ વાંચો

16

કહીં આગ ન લગ જાએ - 16

પ્રકરણ- સત્તરમું/૧૭ડીનર લઈને છુટા પડ્યા પછી આશરે સાડા દસ વાગ્યે મીરાં ઘરે આવી. વૈશાલીબેન કોઈ હિન્દી નવલકથાનું પુસ્તક વાંચી હતાં. ફ્રેશ થઈને વૈશાલીબેનની બાજુમાં બેસતાં મીરાં બોલી.‘મમ્મી, આઈ એમ સો હેપ્પી.’ ‘તું ખુબ જ નસીબદાર છે દીકરા. જે સ્થાન સુધી પહોંચવાનું સ્વપ્ન જોવું પણ ગજા બહારની વાત છે, એ સ્વપન જેવી પરિકલ્પનાને તે માત્ર બે જ વર્ષના ટૂંકાસમયગાળામાં નક્કર હકીકત સાબિત કરી બતાવી. તારી આ અણમોલ ખુશી જ મારી સૌથી મોંઘી મૂડી છે.’ ‘પણ મમ્મી, મધુકર તો એમ કહે છે, અમારાં સંબંધનું ઓફિસિયલ એનાઉન્સમેન્ટ, મેરેજ, રીસેપ્શનથી લઈને છેક હનીમુન સુધીનુ બધુ જ હું પ્લાનિંગ કરું. પણ મારા એકલાથી આ બધું ...વધુ વાંચો

17

કહીં આગ ન લગ જાએ - 17

પ્રકરણ- સત્તરમું/૧૭‘ધેન વ્હોટ એબાઉટ પર્સનલ આસીસ્ટન્ટ?’‘મારા એક ક્લોઝ ફ્રેન્ડ તરફથી એક નામ રેકમંડ થયું છે.’ ‘હૂ ઈઝ હી?’ મીરાંએ ‘કબીર કામદાર.’ મધુકર બોલ્યા.મધુકરનો આ અણધાર્યો અને ત્વરિત નિર્ણય, મીરાંને અનુચિત લાગ્યાની સાથે સાથે ખૂંચ્યો પણ ખરો! મીરાંને થયું કે, આટલું મોટું ડીસીઝન લેતાં પહેલાં, મધુકરને એક વખત પણ મારો ઓપીનીયન લેવાનું કેમ નહીં સુજ્યું હોય? આટલો શાંત, સહજ, સરળ અને સમજુ મધુકર આવું ગેરવ્યાજબી અને અસંગત પગલું પણ ભરશે, એવી મીરાંને કોઈ અટકળ ન હતી.એટલે હવે મીરાંએ આ ઈશ્યુને મજાકના પ્લેટફોર્મ પર લઇ જઈને ગર્ભિત ભાષામાં રજુઆત કરતાં પૂછ્યું.‘કેમ, મધુકર, મારાં કામથી આટલાં જલ્દી કંટાળી ગયા છે શું? કે ...વધુ વાંચો

18

કહીં આગ ન લગ જાએ - 18

પ્રકરણ- અઢારમું/૧૮‘હેલ્લો, આઈ હોપ કે હું કબીર કામદાર સાથે વાત કરી રહી છું.’ મીરાંએ કહ્યુંકાનમાં મધ ઘોળાઈ રહ્યો હોય સ્વર સાંભળીને એક ક્ષણ માટે વિચલિત થઇને બોલ્યો,‘યસ, પ્લીઝ આપ કોણ ?’‘વિરાણી ઇન્ડસ્ટ્રીઝમાં પી.એ.ની પોસ્ટ માટે આપનું નામ રેક્મ્ન્ડ થયું છે.’ મીરાં બોલી.‘યસ, બટ, આપ કોણ બોલો છો ? આપનો પરિચય આપશો, પ્લીઝ.’‘એ પોસ્ટ માટે આપ કોઈ એંગલથી લાયક નથી. આપનું નામ ટોટલી રીજેક્ટ કરવામાં આવે છે. અને વિરાણી ઇન્ડસ્ટ્રીઝ તો શું પણ આ શહેરમાં આપને કોઈપણ જોબ નહીં આપે તેની હું તમને ઓપન ચેલેન્જ આપું છું. તમારી હિંમત કેમ થઇ વિરાણી ઇન્ડસ્ટ્રીઝમાં જોબ માટે એપ્લાઇ કરવાની ? આપ આપના ...વધુ વાંચો

19

કહીં આગ ન લગ જાએ - 19

પ્રકરણ- ઓગણીસમું/૧૯‘સોરી.. સોરી..સો પ્લીઝ. છેલ્લી એક વાત..’ મીરાં બોલી મેં હમણાં જે શરત કહી કે... ‘આપણે બંને એકબીજાથી છીએ એ વાતની ફક્ત આપણા સિવાય કોઈને જાણ ન થાય. તમે તેનું કારણ કેમ ન પૂછ્યું ?‘હા, મને પણ નવાઈ તો લાગી જ...પણ કારણ જાણી શકું ? ‘બીકોઝ... આઈ એમ મિસિસ મધુકર વિરાણી... અબ, સમજે મિસ્ટર કબીર ?’આ વાક્ય સાંભળીને મીરાંએ શેકહેન્ડ માટે લંબાવેલો હાથ પકડ્યા પછી કબીર છોડી ન શક્યો. ઘડીના છટ્ઠા ભાગમાં એક લીસોટાની માફક જેમ એક વીજળીનો ચમકરો પસાર થઇ જાય એ રીતે પઝલ જેવા કૈક વણ ઉકેલ્યા સવાલોના સંપુટનો ઉત્તર કબીરને મળી ગયો. ‘હેય..મિસ્ટર કબીર, ક્યાં જતાં રહ્યાં ...વધુ વાંચો

20

કહીં આગ ન લગ જાએ - 20

પ્રકરણ- વીસમું/૨૦રહ્યો સહ્યો ગુસ્સો ગળીને મીરાં પાર્ટી છોડીને જતી રહી.જઈ રહી મીરાંને કયાંય સુધી જોયા પછી તેના હાથમાં રહેલાં પટકીને તોડતાં મનોમન અટ્ટ હાસ્ય કરતાં બોલ્યો..‘મને કાચથી કંકર તોડતાં આવડે છે મીરાં રાજપૂત.’અને સામે દીવાલની આડશમાં ઉભેલી મોનિકાને આંખ મારતાં કબીર બોલ્યો,‘થેન્ક યુ મોનિકા ડાર્લિંગ,’ છેલ્લાં બે વર્ષથી મીરાં સંગાથે મહત્તમ મર્યાદાની સીમાને ઓળંગ્યા વિના બેહદ સમીપ અને એક અનન્ય આત્મીયતાથી વિશેષ લાગતાં અનુબંધની ફરતે હવે કબીર એક પારદર્શક અને પોતીકી લાગે એવી વ્યાખ્યાના વાડની સાથે સાથે ભાવિ મનોરથના મનસુબા પણ બાંધવા લાગ્યો. પણ...મીરાં અને કબીર બંનેને ગમતીલા અને એકબીજાના પર્યાય રૂપી બનવા જઈ રહેલાં પૂર્વાપરસંબંધના પાયામાં જ પરસ્પરના પ્રકૃતિભેદમાં આકાશ ...વધુ વાંચો

21

કહીં આગ ન લગ જાએ - 21

પ્રકરણ-એકવીસમું/૨૧પાર્સલ હાથમાંથી પડી ગયું અને મીરાં પણ સોફા પર ઢળી પડી...પાર્સલમાં....વર્ષો પહેલાની આખરી મુલાકાતમાં મીરાં એ તેના બેડરૂમમાં પરાણે દઈને મિહિર ઝવેરીને જે હાલતમાં, જે કપડામાં, જે સ્થિતિમાં દાગીના આપ્યા હતાં એ એમ ને એમ જ હતા. બે મિનીટ પછી મીરાં તેની માનસિક મનોસ્થિતિ ખંખેરીને સ્વસ્થ થવાની કોશિષ કરતાં સર્વન્ટને બોલાવીને કહ્યું,‘હમણાં કલાક સુધી મને કોઈ ડીસ્ટર્બ ન કરતાં.’ આટલી સૂચના આપીને આંખો મીંચીને બેડ પર પડી ગઈ. હજુ પણ મીરાંનું દિમાગ ચકરાવે ચડેલું હતું.. મીરાંને તેની અને મિહિર ઝવેરી સાથેની એ આખરી મુલાકાતના એક એક સંવાદ, ક્ષણ અને સ્નેહસભર સ્મૃતિ અંશના ટોળા મીરાંને ઘેરી વળ્યા.પાર્સલમાં દાગીના જે સ્થિતિમાં હતા તે ...વધુ વાંચો

22

કહીં આગ ન લગ જાએ - 22

પ્રકરણ- બાવીસમું/૨૨અંતે.. ક્યાંય સુધી કબીર તેના રક્તકણમાં વણાયેલી પ્રકૃતિને આધીન થઈને તદ્દન પાયાવિહોણા પરામર્શની સીડીના પગથિયાં ચડતો ગયો અને.. બહાને અજાણતાં જ તે પોતાની જાતને પતનની ખાઈ તરફ ધકેલાતો રહ્યો. એ રાત્રે........મધુકર તેના શિસ્તપાલનના જડ નિયમને આધીન નિયત સમય અનુસાર નિંદ્રાધીન થઇ ગયા બાદ....મીરાં મોડે સુધી વિમાસણ ભર્યા તર્ક-વિતર્કના વિચારવૃંદમાં ભટકીને થાકી ગયા પછી ફર્સ્ટ ફલોર પર આવેલાં બેડરૂમની બહાર નીકળી, નીચે ડ્રોઈંગરૂમમાં આવી. ત્યારે વોલ ક્લોક સમય બતાવી રહી હતી..રાત્રિના ૧૧:૫૦ નો.થોડીવાર આંખો મીંચીને સોફા પર પડી રહ્યા પછી વિચાર્યું કે, ફૂલ સાઈઝનો મગ ભરીને ફેવરીટ કોફી બનાવીને પછી નિરાંતે ઉપર બેડરૂમને અડીને આવેલી બાલ્કનીમાં જઈને મિશ્ર લાગણીની ...વધુ વાંચો

23

કહીં આગ ન લગ જાએ - 23

પ્રકરણ-ત્રેવીસમું/૨૩રીસેપ્શનની ઠીક સામે આવેલાં એક પારદર્શક બંધ ગ્લાસની ચેમ્બરમાં જાણે કે, મીરાં અને મિહિરની નિષ્ઠુર નિયતિનું પ્રતિનિધિત્વ કરતાં જોગાનુજોગ જેવી ઉપસ્થિતી અને અતિ આશ્ચર્યના ઉદ્દગાર સાથે...અચનાક જ સોફા પરથી ઉભાં થતાં કબીર બોલ્યો.... ‘ઓહ્હ.. માય ગોડ....મીરાં રાજપૂત...અહીં ? આ સમયે ? એકલી ? અને એ પણ આટલી બની ઠની ને ?બે વાર આંખો પટપટાવી કબીર ખાતરી કર્યા પછી મનોમન બોલ્યો, મીરાં રાજપૂત જ છે ને ? હા... છે તો મીરાં રાજપૂત જ. કબીર ત્યાં તેના મિત્ર ખાસ મિત્ર અંશુમન ગુપ્તાને મળવા આવ્યો હતો. અંશુમન ગુપ્તા એટલે સ્કાયલાઈન હોટેલના ઓનર કુલદીપ શર્માનો સાળો. જે અત્યારે કબીરની બાજુમાં જ ઊભો હતો. કબીર જે રીતે ...વધુ વાંચો

24

કહીં આગ ન લગ જાએ - 24 - છેલ્લો ભાગ

અંતિમ પ્રકરણ- ચોવીસમું/૨૪‘શહેરના નામી ઉદ્યોગપતિ મધુકર વિરાણીની પત્ની મીરાં રાજપૂત મર્ડરના આરોપમાં જેલના સળિયા પાછળ ધકેલાઈ.’ એક નહીં, નહીં, પણ ત્રણ વખત ન્યુઝ પેપરની આ હેડલાઈન કબીરે ડોળા ફાડીને વાંચી. ધબકારો ચુકી જવાય એવા આંચકા સાથેના ધક્કાથી કબીરને કમકમાટી છૂટી ગઈ. થોડીવાર માટે તો એવું લાગ્યું જાણે કે બોલવા, સાંભળવા અને વિચારવાની શક્તિ હણાઈ ગઈ. થોડીવાર બન્ને હથેળી લમણાં પર દબાવીને બેસી રહ્યો.પછી..ઉતાવળે ડીટેઇલ વાંચીને કયા એરિયાનાં પોલીસ સ્ટેશન જવાનું છે, તે જાણ્યું. મોબાઈલ તૂટી ગયો હતો એટલે કોઈનો સંપર્ક કરવો પણ શક્ય નહતો. ઘાંઘાની જેમ દસ જ મિનિટમાં ફ્રેશ થઇ, ચેન્જ કરીને કાર દોડાવી પોલીસ સ્ટેશન. ત્યાં જઈને જોયું તો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો