' પરિવર્તન , એજ પ્રકૃતિ નો નિયમ '. નિરંતર બદલાવ એ કુદરતની સહજતા છે. તેથી જ પાનખર ઋતુમાં વૃક્ષનાં સૂકા પાંદડા ખરે ને, વસંતમાં નવી કૂંપળો આવે, વૃક્ષ એને પ્રેમથી આવકારે છે . . વૃક્ષોની સાથે સાથે બીજા દરેક સજીવ ; પક્ષી , પ્રાણી તથા મનુષ્યનાં શરીરમાં પણ સતત પરિવર્તન થતુ રહે છે. મનુષ્યનાં શરીર માં કોષ કે ' જીવબીજ' પણ દરેક સાત થી દસ વર્ષે નવા બનતા હોય છે , ચામડી દર સત્યાવીસ દિવસે અને હાડકાં પુખ્ત વય પછી દર દસ વર્ષે પુનઃનિર્માણ પામે છે. બદલાવ સતત થતો રહે
નવા એપિસોડ્સ : : Every Monday
Dear પાનખર, Spring follows - 1
' પરિવર્તન , એજ પ્રકૃતિ નો નિયમ '. નિરંતર બદલાવ એ કુદરતની સહજતા છે. તેથી પાનખર ઋતુમાં વૃક્ષનાં સૂકા પાંદડા ખરે ને, વસંતમાં નવી કૂંપળો આવે, વૃક્ષ એને પ્રેમથી આવકારે છે . . વૃક્ષોની સાથે સાથે બીજા દરેક સજીવ ; પક્ષી , પ્રાણી તથા મનુષ્યનાં શરીરમાં પણ સતત પરિવર્તન થતુ રહે છે. મનુષ્યનાં શરીર માં કોષ કે ' જીવબીજ' પણ દરેક સાત થી દસ વર્ષે નવા બનતા હોય છે , ચામડી દર સત્યાવીસ દિવસે અને હાડકાં પુખ્ત વય પછી દર દસ વર્ષે પુનઃનિર્માણ પામે છે. બદલાવ સતત થતો રહે ...વધુ વાંચો
Dear પાનખર - પ્રકરણ - ૨
આકાંક્ષા ફાઈલ જોઈ રહી હતી , ત્યાં અચાનક એને યાદ આવ્યુું કે એણે ગૌતમ સાથે વાત કરવાની હતી . એણે ગૌતમને ફોન લગાવ્યો. ઘણી લાંબી રીંગ વાગી. એ ફોન મૂકવા જ જતી હતી કે ગૌતમે ફોન ઉપાડ્યો. " હલો ! ગૌતમભાઈ ! કેમ છો ?" આકાંક્ષા એ પૂછ્યું." મજામાં ! . તુ કેમ છે ? મોક્ષ અને મોક્ષા , ફોઈ - ફૂઆ બધાં કેમ છે ? " ગૌતમે એક સાથે જ બધાંનાં સમાચાર પૂછી લીધાં . " બધાં મજા માં છે. તમે કયારે આવો છો મુંબઈ ? કોઈ મેસેજ નહોતો તમારા તરફથી તો મન માં આવ્યું કે ફોન કરી જોવું . ...વધુ વાંચો
Dear પાનખર - પ્રકરણ -૩
શિવાલીએ અલાર્મ બંધ કર્યું અને બકકલ નાખીને વાળ બાંધ્યા. સવારે પાંચ વાગ્યે ઉઠીને મેડિટેશન કરીને ચાલવા જવું એ એનો વર્ષો જુનો નિયમ હતો. એનાં ફલેટ ની નજીક જ જોગિંગ પાર્ક હતો. સવારે ઘણા વયોવૃદ્ધ , તો ઘણા જુવાન દંપતિ સાથે ચાલવા આવતા , કોઈ યોગા કરતા , તો કોઈ લાફિંગ કલબનાં મેમ્બર હતાં , જેમાં ખડખડાટ હસવા અને હસાવવા બધાં હંમેશા તત્પર રહેતાં. શિવાલી જોગિંગ ટ્રેક પર જોગિંગ કરતાં કરતાં એમને જોતી અને મનોમન આનંદ અનુભવતી. વયોવૃદ્ધ ઉંમર એ જિંદગીનો એક એવો પડાવ છે જેને કેવીરીતે માણવો એ દરેક વ્યક્તિનાં પોતાના અભિગમ પર આધારિત છે. ...વધુ વાંચો
Dear પાનખર - પ્રકરણ -૪
" સારું તો હું પણ નીકળું . તારે પણ ક્લિનિક પર જવાનું હશે. " નીનાએ પર્સ ઉઠાવતા શિવાલીને " હા ! આજે ફૂલ ડે બિઝી છે. હું પણ તૈયાર થઈને નીકળું. તું રિલેકસ રહેજે. હું આજે જ પ્રથમેશને ફોન કરીને વાત કરીશ. રિયા અને રિતેશ મજા માં છે ને? " શિવાલીએ પૂછ્યું. " હા ! બન્ને મજામાં ! ઓકે તો ! બાય ! " કહી નીના શિવાલીને ભેટી પડી. શિવાલીએ એના પીઠ પર હાથ ફેરવતા એને શાંત રહેવા કહ્યું. શિવાલી ક્લિનિક પર પહોંચીને પોતાના કામમાં પરોવાઈ ગયી. સહેજ વચ્ચે સમય મળ્યો કે પ્રથમેશ ને ફોન ...વધુ વાંચો
Dear પાનખર - પ્રકરણ - ૫
આકાંક્ષાએ ફોન કરીને શિવાલીને યોગિનીદેવીનું એડ્રેસ મોકલાવ્યું. નક્કી દિવસ અને સમય મુજબ શિવાલી એ જગ્યાએ ગઈ. આકાંક્ષાને આવવામાં સમય લાગે એવો હતો . આકાંક્ષા ની વાતો પરથી શિવાલી યોગિનીદેવીને મળવા ઉત્સુક હતી અને તેથીજ સમય વ્યર્થ કર્યા વગર સીધી યોગિનીદેવીને મળવા ગઈ. પરંતુ ત્યાંતો રત્નાબહેન બેઠા હતા ! " બેન, તમે અહીં ? કેમ છો બેન ? કેટલા વર્ષે મુલાકાત થઈ આપણી !!! " આશ્ચર્ય અને ખુશીનાં મિશ્ર ભાવથી શિવાલીએ પૂછ્યું. " તું કેમ છે ? અને ચંદ્રશેખર શું કરે છે ? મજા માં ને ? " રત્નાબહેને પૂછ્યું. ચંદ્રશેખરનું નામ પડતાં જ શિવાલી નાં ચહેરા પર એકદમ શૂન્ય ભાવ વ્યાપી ગયો ...વધુ વાંચો
Dear પાનખર - પ્રકરણ - ૬
આકાંક્ષા અને શિવાલી યોગિનીદેવીની સાથે સ્ટેજ પરથી નીચે ઉતર્યા. ગૌતમની આસિસ્ટન્ટ , ઝરણાંએ શિવાલીની નજીક કહ્યું , " ડૉ. શિવાલી ! હું ઝરણાં ! ગૌતમ સરની સાથે કામ કરુ છું. એમની આસિસ્ટન્ટ. " " સરસ ! મળીને આનંદ થયો . કેવુ ચાલે છે રિપોર્ટિંગ ? " શિવાલીએ પૂછ્યું." રિપોર્ટિંગ સારું ચાલે છે ! એ બાબતે જ વાત કરવી હતી. મેગેઝિન માટે તમારો ઈન્ટરવ્યુ લેવો હતો. કયારે લઈ શકું છું. ?" ઝરણાં એ પૂછ્યું. " ગૌતમે કહ્યું છે કે તારો નિર્ણય છે આ ? " શિવાલી એ હસી ને પૂછ્યું. " સરે તો કોઈપણ પ્રેરણાદાયી સ્ત્રી કહ્યું હતું. તો મને થયું કે ...વધુ વાંચો
Dear પાનખર - પ્રકરણ - ૭
" સૉરી ! તને રાહ જોવી પડી. પરંતુ એ લોકોનાં ઉત્સાહને જોઈને હું ખુદને રોકી જ ના શકી " શિવાલીએ ઝરણાંને કહ્યું. " કાંઈ વાંધો નથી. એમની તમારા પ્રત્યેની લાગણી હું સમજુ છું . તો.. આપણે સુખની વાત કરતાં હતાં. . તમારા મતે એને સુખનું સરનામું કહી શકાય ? " ઝરણાંએ ઈન્ટરવ્યુને આગળ વધારતાં પૂછ્યું. " સૌથી પહેલાં તો સુખનું સરનામું હોતુ જ નથી કારણકે સુખની વ્યાખ્યા વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોય છે. કોઈ વ્યક્તિ માટે આજ નું ભોજન મળવું સુખ છે, તો કોઈ વ્યક્તિ માટે ભોજન સમયે પોતાની વ્યક્તિ પાસે હોય , એ સુખ છે. માટે જ સુખ એ વ્યક્તિગત પસંદગી ...વધુ વાંચો
Dear પાનખર - પ્રકરણ - ૮
શિવાલી એનાં નિત્યક્રમ મુજબ ક્લિનિક જવા માટે તૈયાર થઈ રહી હતી. અરીસામાં જોઈને સાડી વ્યવસ્થિત કરી , લગાવી , ઘડિયાળ હાથમાં લઈને પહેરવા જ જતી હતી કે યોગિનીદેવીની યાદ આવી ગઈ. લગ્ન સમયે એમણે એક કાંડા ઘડિયાળ ગીફ્ટમાં આપ્યું હતું , એ કહીને કે , ' હંમેશા સમય સાથે ચાલજે. ' બહુ નાની લાગતી વાત , પરંતુ એનો મર્મ બહુ ઊંડો હતો !!! સમય સૂચકતા અને સમયની કિંમત એ બન્ને ગુણનો નિર્દેશ એક નાના વાક્યમાં છુપાયેલો હતો. શિવાલીએ ક્લિનિકમાં કૉલ કર્યો અને એની આસિસ્ટન્ટ આયેશા ને પૂછ્યું , " ગુડ મોર્નિંગ, આયેશા ! ...વધુ વાંચો
Dear પાનખર - પ્રકરણ - ૯
" શ્રીકાંતભાઈ ! બોલો ! શું પ્રોબ્લેમ છે ? " શિવાલી એ સસ્મિત પૂછ્યું. પરંતુ એ વ્યક્તિ રૂમનું અવલોકન કરવામાં મશગૂલ હતા. કાઉન્સિલિંગ રૂમનાં એક ખૂણામાં નાનકડું પુસ્તકાલય, બીજા ખૂણામાં કૃત્રિમ ફૂલો મૂકેલો ઊંચો કુંજો , ખુરશીની નજીકમાં લંબચોરસ ટેબલ, એના પર પીળા રંગના તાજા ફૂલો ગોઠવેલી ફૂલદાની ! શિવાલીએ ફરીથી પૂછ્યું , " શ્રીકાંતભાઈ ! આપ કંઈ સમસ્યા નિવારણ માટે મારી પાસે આવ્યા છો ?" એ વૃદ્ધ જાણે ચમક્યાં હોય એવા હાવભાવ સાથે શિવાલી સમક્ષ જોઈ રહ્યા , કંઈ પણ બોલ્યા વગર, જાણે કશુંક યાદ કરવા ની કોશિશ કરી રહ્યા હોય. શિવાલીએ એમને ...વધુ વાંચો
Dear પાનખર - પ્રકરણ -૧૦
" કાલે નીકળીએ છીએ ઊંટી માટે ! સવારની પાંચ વાગ્યાની ફ્લાઈટ છે. મારા મમ્મી-પપ્પા થોડા દિવસ અહીં જ રહેશેે. માટે શું લાવું ? કોઈ ખાસ ડિમાન્ડ ?" નીના એ શિવાલીનાં ખભે હાથ મૂકતાં પૂછ્યું. " ત્યાં ચા અને મરી - મસાલા બહુ સરસ મળે છે. પણ મારા માટે લાવવા ની કોઈ જ જરૂર નથી. બસ તમે જે ઉદ્દેશ્યથી જાવ છો. એ પૂરો થાય. તમારા વચ્ચેનો કલેહ કાવેરીમાં પધરાવીને જ આવજો . " કહી શિવાલી હસતાં હસતાં રસોડામાં પ્રવેશી. " હું પણ એજ ઈચ્છું છું. શું બનાવું છું ડિનરમાં ? " નીના એ સિંગદાણાનો ડબ્બો ખોલીને ખાતાં ખાતાં પૂછ્યું. " ફ્રેન્કી ...વધુ વાંચો
Dear પાનખર - પ્રકરણ -૧૧
" ઓ માડી રે !! " આકાશે ચીસ પાડી. એની મમ્મી એને સાવેણા વડે મારતા બોલી રહી હતી, " ઉઠ ! ઉઠુ છું કે નહીં ? આ કોને બાથ ભીડી ને પપ્પીઓ કરુ છું ? ઉઠ નહીં તો તારા હાડકાં ભાગી નાખીશ !! " આકાશે આંખો ખોલીને જોયુ તો એ ખાટલામાં હતો અને એની બાથ માં ઓશિકું હતુ. એ બેસીને માથુ ખંજવાળતા ખંજવાળતા વિચારી રહ્યો, ' આ શું હતું ? એનો મતલબ કે મેં સપનુ જોયું હતું ? અને હું જેને ઝરણાં સમજતો હતો એ ઓશિકું હતું ? અને ઝરણાં ફક્ત સપનામાં આવી હતી. બરાબર જ છે ને ! એ ફક્ત ...વધુ વાંચો
Dear પાનખર - પ્રકરણ - ૧૨
આકાંક્ષાએ ઘરે પહોંચીને, સાંજનું જમણ તૈયાર કર્યું , બાળકોને સુવડાવીને, દમયંતીબહેન અને ભરતભાઈ સાથે વાત કરવા બહાર આવી . " અમોલનો ફોન આવ્યો હતો. ડિવોર્સની વાત કરતાં હતાં અને કહેતા હતા કે એમને તન્વી સાથે લગ્ન કરવા છે. " આકાંક્ષાનાં અવાજમાં રુદન સાફ મહેસૂસ થયી રહ્યું હતું. " પાગલ કરી નાખ્યો છે મારા છોકરાને પેલી એ !! મને એમ કે થોડા વખત માં પાછો આવશે, પરંતુ એ હવે એની જોડે લગ્ન કરવા માંગે છે ? એ નહીં થવા દઉં ! કોઈ સંજોગે નહીં ! હું વાત કરીશ અમોલ સાથે . " દમયંતીબહેન ગુસ્સે થઈને બોલ્યા. " જો એ વાત માનવાનો હોત તો ...વધુ વાંચો
Dear પાનખર - પ્રકરણ - ૧૩
દમયંતીબહેન રાત્રે આમતેમ પડખાં ફેરવીને સૂવાનો પ્રયત્ન કરી રહ્યા હતા , પરંતુ ઊંઘ તો કોશો દૂર જતી રહી " હું શું કહું છું ? જાગો છો તમે ? " દમયંતીબહેને ભરતભાઈ સાથે વાત કરવા એમના પર હાથ મૂકતાં કહ્યું. " હા ! શું થયું બોલ ! " ભરતભાઈએ દમયંતીબહેન તરફ પડખુ ફેરવ્યા વગર પૂછ્યું. " આપણે અમોલ સાથે વાત કરીએ , એને સમજાવી જોઈએ ને ? આપણી નજર સામે આપણો છોકરો એની જિંદગી બરબાદ કરી રહ્યો છે અને આપણે આમ ચુપ રહીએ ! એનાં નિર્ણયો સ્વીકારતા રહીએ ! એમ કેમ ચાલે ? " દમયંતીબહેને ચિંતા વ્યક્ત કરતાં કહ્યું. " તારા થી ...વધુ વાંચો
Dear પાનખર - પ્રકરણ - ૧૪
" તારો પ્રોબ્લેમ શું છે ? મને એજ નથી સમજાતું ? તન્વી પ્રત્યે આટલી નફરત કેમ છે તને ? અમોલે ગુસ્સે થઈને કહ્યું. " નફરત નથી! પણ મારું રિસર્ચ છે. થોડા વખતમાં તને પ્રૂફ પણ મળી જશે. ડિવોર્સ માટે રોકાવાનું નહીં કહું કેમકે તું આકાંક્ષાને લાયક જ નથી. " કહી ગૌતમ ઉભો થઈને જતો રહ્યો. અમોલ ક્યાંય સુધી સૂનમૂન થઈને ત્યાં જ બેસી રહ્યો. ગૌતમનાં શબ્દો કાનમાં પડઘાંની જેમ રણકી રહ્યા હતા , ' તું આકાંક્ષા ને લાયક જ નથી ', ' તન્વીનું પ્રૂફ મળી જશે. ' અમોલ એટલું જાણતો હતો કે ગૌતમ તથ્ય વગર વાત ના ...વધુ વાંચો
Dear પાનખર - પ્રકરણ -૧૫
અઠવાડિયામાં એક દિવસ શિવાલી મહિલા સંસ્થા ગૃહની મહિલાઓ સાથે વાતચીત કરવા અચૂક જતી. એમની રોજિંદી વિશે જાણીને એનો ઉકેલ આપવામાં સહાયતા કરતી હતી . આમ તો ગૃહઉદ્યોગમાં આવતી નાની - મોટી અડચણો અને પરિવારને લગતી સમસ્યાઓ વિશે ખાસ પ્રશ્નો રહેતા. સંસ્થાની બહેનોએ શિવાલીને આવતાં જોઈ એને આવકાર આપી અભિવાદન કર્યું. શિવાલી મહિલાઓની સાથે જ નીચે પાથરેલી શેતરંજી ઉપર તેમની સાથે બેસી ગઈ. શિવાલીનો હંમેશા સ્ટેજની જગ્યાએ મહિલાઓ સાથે ગોળાકારમાં નીચે બેસવાનો આગ્રહ રહેતો જેથી આત્મીયતા વધે અને કોઈને પ્રશ્ન પૂછવા માટે ખચકાટ ઓછો થાય. એક પછી એક દરેક બહેન પોતાના તરફ થી પ્રશ્નો પૂછી રહી હતી. ...વધુ વાંચો
Dear પાનખર - પ્રકરણ -૧૬
નીનાએ ટૂર પરથી પરત આવી શિવાલીને ફોન કર્યો , " હલો ! શિવાલી શું કરે છે ? "" જ ઘરે આવી ! તું કહે ! કેવી રહી તારી ટૂર ? " શિવાલીએ ઉત્સાહિત થઈને પૂછ્યું. " મસ્ત ! ઉંટી ખુબ જ સુંદર છે . આજે સવારે જ ફ્લાઈટથી ઉતર્યા. એક દિવસ ડિનર સાથે લઈએ ને ! આજે અનુકૂળ હોય તો આજે જ આવી જા? " નીના ભારપૂર્વક આમંત્રણ આપતાં કહ્યું. " હા ! ચોક્કસ ! અહીં આવી જાવ ! બનાવી દઉં ડિનર ! " શિવાલી એ કહ્યું." અરે ! ના ! તું અહીં આવી જા ! ટીફીન બંધાવ્યુ હતું ને મમ્મી પપ્પા ...વધુ વાંચો
Dear પાનખર - પ્રકરણ - ૧૭
શિવાલી અપોઈન્ટમેન્ટસના સમય પહેલા જ ક્લિનિક પર પહોંચી જતી હતી. કમ્પ્યુટર પર કલાયન્ટની હિસ્ટ્રી જોઈ લેતી. પણ સમય મળે ત્યારે નેટ પર નવી નવી પદ્ધતિઓ વિશે જાણકારી લેતી રહેતી. સમય સાથે કદમ મિલાવીને ચાલવું એ એનો સહજ સ્વભાવ હતો. દરવાજો ખુલ્યો અને ચાળીસેક વર્ષનો પુરુષ એની પત્ની સાથે કાઉન્સિલિંગ રુમમાં પ્રવેશ્યો. સ્ત્રીને જોઈને અંદાજો લગાવી શકાતો હતો કે એ ડિપ્રેશનની દર્દી છે. ચહેરા પર એકદમ ઉદાસીનતા , આંખો ઊંડી ઊતરી ગયેલી, આંખોની નીચે કાળા કુંડાળા અને જાણે વર્ષોથી એના મુખ પર સ્મિત આવ્યું જ ના હોય. " મારુ નામ રાજેશ છે અને આ મારી ...વધુ વાંચો
Dear પાનખર - પ્રકરણ - ૧૮
" આજે ચૈત્ર નવરાત્રીનાં પ્રથમ દિવસે મા આદ્યશક્તિની કૃપા સર્વ પર બની રહે એવી મા જગદંબાને પ્રાર્થના " હાથ જોડીને યોગિની દેવી બોલ્યા . એ સાથે એમની આંખોમાંથી આંસુઓની ધાર વહેવા લાગી. ક્યાંય સુધી ત્યાં એમજ ઉભા રહ્યા અને મનમાં પ્રાર્થના કરતાં રહ્યા. મા જગદંબાની આરતી અને વિશ્વમંબરી સ્તુતિથી આખો રૂમ રણકી ઉઠ્યો. ત્યાં ઉભેલા સ્વયં સેવકે પ્રસાદ વહેંચવા ની શરૂઆત કરી. શિવાલી અને આકાંક્ષા પણ ત્યાં આવીને ઉભા હતા. પ્રસાદ લીધો અને પછી યોગિનીદેવીને મળવા ગયા. " બેન ! આજનાં દિવસે તમારા આશિર્વાદ લેવા આવ્યા છીએ. " શિવાલી એ યોગિનીદેવીને ...વધુ વાંચો
Dear પાનખર - પ્રકરણ - ૧૯
"યસ! ડૉકટર ! કેમ છો ? હુ એકચ્યુલી કાર ડ્રાઈવ કરું છું. એક જ સિગ્નલ આગળ છું , ટર્ન લઈને ત્યાં જ આવું જવું? " શિવાલીએ પૂછ્યું. " મેં એજ કહેવા ફોન કર્યો કે અત્યારે થોડુ મુશ્કેલ છે મળવુ. કાલે મળીએ જો તમને અનુકૂળ હોય તો ? " ડૉ. સિદ્ધાર્થે કહ્યું." નો પ્રોબ્લેમ ! કાલે મળીએ. હું ક્લિનિક જતાં પહેલાં કૉલ કરી દઈશ. " શિવાલીએ જણાવ્યું. " ઓકે. ગ્રેટ ! સી યુ! " કહી સિદ્ધાર્થે ફોન મૂક્યો. અત્યાર સુધી તો આકાંક્ષા સિદ્ધાર્થને ઘણીવાર મળી હતી . એક સહજ મિત્ર તરીકે સ્વીકારી ને ! પરંતુ પહેલાં એના મનમાં આવી ...વધુ વાંચો
Dear પાનખર - પ્રકરણ - ૨૦
આકાંક્ષાએ અમોલને કૉલ કર્યો. અમોલનાં ફોન પર ફક્ત રીંગ જ વાગતી હતી. થોડીવાર રહીને ફરી પ્રયત્ન કર્યો. ફરી પણ રિંગ જ વાગતી હતી. ' હજુ તો રાતનાં નવ વાગ્યા છે આટલા વહેલા થોડા કાંઈ સૂઈ ગયા હશે ? તો પછી શું કારણ હશે કે ફોન નથી ઉપાડતા ? કંઈ નહીં મારો મિસ્ડ કૉલ તો જોશે જ ને ! ' મનમાં વિચારતા આકાંક્ષાએ ફોન બાજુમાં મૂક્યો. મોક્ષ અને મોક્ષા આજુબાજુ વાર્તા સાંભળવા આવી ગયા હતા. રોજની માફક ધમાલ - મસ્તી , જાત - જાતની અને ભાત - ભાત ની વાતો કરતાં કરતાં બન્ને બાળકો સૂઈ ગયા. આકાંક્ષાએ ...વધુ વાંચો
Dear પાનખર - પ્રકરણ -૨૧
વોર્ડબૉય અને નર્સ સ્ટ્રેચર લઈને આવ્યા. અમોલને ઉંચકીને સ્ટ્રેચરમાં સુવાડયો. બેભાન જેવી અવસ્થામાં એ ઉંહકારા ભણતો હતો. " એકસ રે અને એમ. આર. આઈ માટે લઈ જઈએ છીએ. તમારે આવવાની જરૂર નથી. તમે અહીં જ રાહ જોવો. " નર્સે કહ્યું. આકાંક્ષા એમની સાથે સહમત થઈને રુમમાં જ બેઠી. " ફોઈ- ફૂઆને ફોન કરી દીધો ." ગૌતમે રુમમાં આવતા જ કહ્યું. " શું કહેતા હતા ? મોક્ષ અને મોક્ષા હજી સૂતા હશે નહીં ? " આકાંક્ષા એ પૂછ્યું. " આવવાની જીદ કરતા હતા. મેં સમજાવ્યા કે ' આકાંક્ષા આવે ત્યારે તમે અહીં આવી જજો. તન્વીનાં મમ્મી - ...વધુ વાંચો
Dear પાનખર - પ્રકરણ -૨૨
" ડૉક્ટર ! ઓપરેશન કયારે કરશો ? " ભરતભાઈનાં ચહેરા પર ચિંતા વર્તાતી હતી. " અત્યારે પર બહુ સોજો છે. દવાઓથી સોજો ઉતારવાનો પ્રયત્ન કરીએ છીએ. જેટલુ જલ્દી બને ઓપરેશન કરી લઈશું. ચિંતા ના કરશો. બીજી ડિટેઈલસ તમને કાઉન્ટર પરથી મળી જશે. " ડૉક્ટરે આશ્વાસન આપતાં કહ્યું. "ઑપરેશનનાં કેટલા રૂપિયા થશે ?" ભરતભાઈએ અધીરાઈથી પૂછ્યું." કાઉન્ટર પર બધી જ માહિતી મળી જશે. " ડૉક્ટરે કહ્યું. આભાર માનીને ગૌતમ અને ભરતભાઈ ડૉક્ટરની રૂમમાંથી બહાર નીકળ્યા . કાઉન્ટર પરથી ઓપરેશન માટે પૈસા વગેરેની માહિતી લીધી . અમોલને થોડો-થોડો હોશ આવી રહ્યો હતો. દમયંતીબહેનને જોઈને સ્મિત કરી રહ્યો હતો પરંતુ એનો ચહેરો ...વધુ વાંચો
Dear પાનખર - પ્રકરણ - ૨૩
આકાંક્ષાએ સિદ્ધાર્થને મેસેજ કર્યો , ' મેઈલ કરી દીધો છે. ' ' ઓકે. હું જોઈ લઉ છું. મોક્ષ મોક્ષા શું કરે છે ? ' સિદ્ધાર્થનો વળતો મેસેજ આવ્યો. ' હમણાં જ સુઈ ગયા. ' આકાંક્ષાએ ચહેરા પર ફીક્કી સ્મિત સાથે લખ્યું. ' આજે મને નીંદર જ નથી આવતી.' સિદ્ધાર્થે લખ્યું.' કેમ ? શું થયું ? કોઈ ટેન્શન છે કે ?' આકાંક્ષાએ પૂછ્યું. ' તને તકલીફમાં જોવુ છું ને તો બહુ દુઃખ થાય છે. ભૂલ મારી હતી અને સજા તું ભોગવી રહી છું. ' સિદ્ધાર્થેનાં મેસેજમાં લાગણીની સાથે સાથે એક ભાવના છલકી રહી હતી. ' મારી જીંદગી એ મારી જવાબદારી છે. તમે મારા પ્રોબ્લેમનો ...વધુ વાંચો
Dear પાનખર - પ્રકરણ - ૨૪
ડૉક્ટરે મનહરભાઈને એમની કૅબિનમાં બોલાવ્યા અને કહ્યું , " કાલે સવારે તન્વીને રજા મળી જશે . દવાઓ આપુ છુ . બીજો કોઈ પ્રોબ્લેમ નથી . કાઉન્ટર પર આગળની માહિતી મળી જશે. " આભાર માનીને મનહરભાઈ બહાર નીકળ્યા. " બી.પી. વધારે જ રહે છે. સોજા પણ ઓછા નથી થતાં. મન ને શાંત રાખો. આમ ને આમ કરશો તો ઓપરેશનના દિવસ લંબાતા જશે. " નર્સે અમોલને કહ્યું. પણ અમોલે સાંભળ્યું ના સાંભળ્યું કરી દીધું. નર્સ બહાર ગઈ એટલે ગૌતમે ધીરે રહી ને અમોલ ને કહ્યું , " ભાઈ ! અમોલ ! મને ખબર છે તું કશ્મકશ માં ...વધુ વાંચો