પ્રતિશોધ પ્રથમ અંક

(4.6k)
  • 167.6k
  • 294
  • 102.8k

નમસ્કાર વાચક મિત્રો, તો તૈયાર થઈ જાઓ એક રહસ્યમય અને ભયાનક અનુભવ માટે. ડેવિડ, ડેવિલ રિટર્ન, આક્રંદ એક અભિશાપ જેવી હોરર સસ્પેન્સની ભવ્ય સફળતા પછી હું પુનઃ આપ સૌની પસંદગીનું લખાણ લઈને હાજર છું. વર્ષોથી વિશ્વભરનાં લોકો માટે કાળી વિદ્યા, તંત્ર મંત્ર, ભૂત-પ્રેત એમનો રસનો વિષય રહ્યો છે. ભલે તમે ભૂતપ્રેતમાં વિશ્વાસ ધરાવતાં હોવ કે ના ધરાવતાં હોવ પણ આ વિષયમાં જાણવાની રુચિ તમારાં મનમાં હંમેશા રહેલી જ હોય છે. તમારાં કાને જ્યારે આવી કોઈ વાત પડે કે તુરંત જ તમારાં કાન એ સાંભળવા સરવા થઈ જાય છે. ગુજરાતી સાહિત્યમાં હોરર જોનર એ વર્ષોથી વાચકોની પસંદગીનું જોનર રહેલું છે. છતાં એચ.એન.ગોલીબાર સિવાય અત્યારનાં સમયમાં અન્ય કોઈ લેખક આ જોનરમાં જોઈએ એવી સફળતા મેળવી નથી શક્યાં. આનું કારણ હકીકતમાં શું છે એ તો મને નથી ખબર પણ, શક્યવત કલ્પનાનાં કેનવાસ પર લખાતાં આ લખાણને વિવેચકો નિમ્નકક્ષાનું માનતા હોવાં જોઈએ એ વાત આ બધાં પાછળ ક્યાંકને ક્યાંક જવાબદાર હોવી જોઈએ.

નવા એપિસોડ્સ : : Every Tuesday & Friday

1

પ્રતિશોધ પ્રથમ અંક - 1

પ્રતિશોધ પ્રથમ અંક પ્રસ્તાવના નમસ્કાર વાચક મિત્રો, તો તૈયાર થઈ જાઓ એક રહસ્યમય અને ભયાનક અનુભવ માટે. ડેવિડ, ડેવિલ આક્રંદ એક અભિશાપ જેવી હોરર સસ્પેન્સની ભવ્ય સફળતા પછી હું પુનઃ આપ સૌની પસંદગીનું લખાણ લઈને હાજર છું. વર્ષોથી વિશ્વભરનાં લોકો માટે કાળી વિદ્યા, તંત્ર મંત્ર, ભૂત-પ્રેત એમનો રસનો વિષય રહ્યો છે. ભલે તમે ભૂતપ્રેતમાં વિશ્વાસ ધરાવતાં હોવ કે ના ધરાવતાં હોવ પણ આ વિષયમાં જાણવાની રુચિ તમારાં મનમાં હંમેશા રહેલી જ હોય છે. તમારાં કાને જ્યારે આવી કોઈ વાત પડે કે તુરંત જ તમારાં કાન એ સાંભળવા સરવા થઈ જાય છે. ગુજરાતી સાહિત્યમાં હોરર જોનર એ વર્ષોથી વાચકોની પસંદગીનું ...વધુ વાંચો

2

પ્રતિશોધ પ્રથમ અંક - 2

પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:2 ઓક્ટોબર 2001 મયાંગ, અસમ પંડિત શંકરનાથ પંડિત હવે વધુ તીવ્ર અવાજમાં શ્લોકોનું રટણ કરી રહ્યાં જેમ-જેમ એમનો સ્વર ઊંચે જઈ રહ્યો હતો એમ-એમ આસપાસ પડઘાતી ભયાવહ ચીસો વધુને વધુ ડરાવણી થઈ રહી હતી. પોતાની જાતને ભડવીર કહેનારાં લોકો માટે પણ જ્યારે ત્યાંનાં ભયાનક વાતાવરણમાં ઊભું રહેવું અશક્ય હતું ત્યારે શંકરનાથ પંડિતનો પૌત્ર સૂર્યા એનાં દાદાજીના જણાવ્યાં મુજબ હાથમાં મોજુદ રહેલી બરણીને કસકસાવીને પકડીને બેઠો હતો. અચાનક એક મોટો કાગડો સૂર્યાની નજીકથી કકર્ષ અવાજ કરતો પસાર થયો જેની આંખો કોઈ હીરાની માફક ચમકી રહી હતી. આવાં સમયે આવું કોઈ અન્ય વ્યક્તિ સાથે થાય તો નક્કી એનાં ...વધુ વાંચો

3

પ્રતિશોધ પ્રથમ અંક - 3

પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:3 ઓક્ટોબર 2001 મયાંગ, અસમ પોતાનાં દાદાની આજ્ઞાનું પાલન કરવા સૂર્યા અબ્રાહમની આત્માનો શિકાર કરવા બિહામણા પ્રવેશી ચૂક્યો હતો. જાણે મોટું ચક્રવાત આવવાનું હોય એમ જંગલોમાં પવનનું જોર વધી ગયું હતું. આમથી તેમ હાલકડોલક થતાં વૃક્ષોનાં પરસ્પર ઘસાવાના લીધે ઉત્તપન્ન થતો વિચિત્ર ધ્વનિ આ સમયે હાડ ધ્રુજાવી નાંખે એવો ભયાનક લાગી રહ્યો હતો. "એ બાળક, જતો રહે અહીંથી પાછો!" એક તીણો સ્ત્રી અવાજ સૂર્યાના કાને પડ્યો. "અબ્રાહમની આત્મા હવે એકલી નથી, એની સાથે અમે પણ છીએ." "તો પછી હું તમારાં બધાંનો પણ એની સાથે શિકાર કરીશ.!" સૂર્યા આજુબાજુ નજર ઘુમાવતાં મક્કમ અવાજે બોલ્યો. "તારાં દાદા છેલ્લાં ...વધુ વાંચો

4

પ્રતિશોધ પ્રથમ અંક - 4

પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:4 ઓક્ટોબર 2001 મયાંગ, અસમ સૂર્યાએ પોતાની ઉપર પડેલું ભારે-ભરખમ લાકડું ઉપાડીને દૂર કરવાની ઘણી કોશિશ પણ એ બધી કોશિશો વ્યર્થ સાબિત થઈ. "શંકરનાથ, તે મારો શિકાર કરવા આ માસુમ બાળકને મોકલીને બહુ મોટી ભૂલ કરી છે." અબ્રાહમ હવે વ્યંગ કરતાં કહ્યું. "તું મારું કાંઈ નહીં બગાડી શકે!" સૂર્યાએ ક્રુદ્ધ સ્વરે કહ્યું. "આટલો બધો ઘમંડ સારો નહીં મૂર્ખ બાળક." અબ્રાહમે સૂર્યાની તરફ આગળ વધતાં કહ્યું. "હવે તું બે ઘડીનો મહેમાન છે તો આ સમયમાં તું તારાં ભગવાનને યાદ કરી લે, હું જોઉં છું કે તારો ભગવાન તને કઈ રીતે બચાવે છે!" પોતે જે પરિસ્થિતિમાં ફસાયો હતો ...વધુ વાંચો

5

પ્રતિશોધ પ્રથમ અંક - 5

પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:5 ઓક્ટોબર 2001 મયાંગ, અસમ પોતાનાં દાદાએ સોંપેલું કાર્ય સિદ્ધ કરીને સૂર્યા જ્યારે પોતાનાં ઘરે પહોંચ્યો એનાં દાદા ઘરની અંદર સ્થાપિત માં કાળીનાં મંદિર આગળ બેસીને પૂજા કરી રહ્યાં હતાં. "તું આવી ગયો દીકરા?" સૂર્યાના પગરવનો અવાજ સાંભળી શંકરનાથે કહ્યું. સૂર્યાને એ વાતનું આશ્ચર્ય થયું કે એનાં દાદાની આંખો હજુ બંધ છે છતાં પોતાનાં આગમનની જાણ એમને કેમની થઈ? "જા, તું તારાં રૂમમાં જઈને સુઈ જા..વધુ વાતો સવારે કરીશું." સૂર્યા જંગલમાં શું થયું એ વિશે પોતાનાં દાદાને જણાવવા ઉત્સુક હતો પણ શંકરનાથના આ શબ્દો સાંભળી એ કોઈ જાતનો વિરોધ કર્યાં વિનાં પોતાનાં રૂમમાં જઈને સુઈ ગયો. ...વધુ વાંચો

6

પ્રતિશોધ પ્રથમ અંક - 6

પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:6 ઓક્ટોબર 2019, દુબઈ સમીરે જોયું કે હોલમાં મોજુદ સોફા પર એની પત્ની આધ્યા જાળીદાર નાઈટીમાં જે માંડ એનાં ઘૂંટણ સુધી આવતી હતી. આધ્યાએ પહેરેલાં લાલ રંગનાં આંતરવસ્ત્રો એની નાઈટીમાંથી સ્પષ્ટ દેખાઈ રહ્યાં હતાં. જે અદાથી આધ્યા સોફામાં પગ લાંબા કરીને બેસી હતી એનાં લીધે એનો દેહાકાર સ્પષ્ટ નજરે પડતો હતો. એનાં બે ઉન્નત ઉરોજની જોડ વચ્ચેની ક્લિવેજ અને એની કમરનાં વળાંકો ભલભલા તપસ્વીની તપસ્યા ભંગ કરવા કાફી હતાં. વધારામાં આધ્યાએ પોતાનાં અધરોને ઘાટી લાલ રંગની લિપસ્ટિકથી સજાવેલાં હતાં. સમીર તો આધ્યાને આ રૂપમાં જોઈ આશ્ચર્યચકિત થઈ ગયો. જેવી સમીરની નજર આધ્યા સાથે મળી એ સાથે ...વધુ વાંચો

7

પ્રતિશોધ પ્રથમ અંક - 7

પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:7 1980, મયાંગ પોતાનો શાળાકીય અભ્યાસ ગુવાહાટીમાં પૂર્ણ કરી શંકરનાથનો પુત્ર નિરંજન મયાંગ આવ્યો ત્યારે એની સત્તર વર્ષ હતી. નિરંજન પોતાનાં પરિવારનાં વારસાને આગળ ધપાવવા તંત્ર-મંત્ર વિદ્યા શીખે એવી શંકરનાથને આશા હતી. "નિરંજન, તારી માંની ઈચ્છા હતી કે તને શાળાકીય શિક્ષણ મળે એટલે મેં તને ગુવાહાટી ભણવા માટે મોકલ્યો હતો." ગુવાહાટીથી નિરંજન પાછો આવ્યો એનાં બીજાં દિવસે શંકરનાથે એને સમજાવતાં કહ્યું. "હવે એ સમય આવી ગયો છે જ્યારે તું આપણાં પરિવારનાં વારસાને આગળ ધપાવે." "તમારાં કહેવાનો અર્થ એ છે કે હું એ તંત્ર-મંત્રનાં ધતિંગ કરું." શંકરનાથની વાત સાંભળી અણગમા સાથે નિરંજને કહ્યું. "અત્યારે દુનિયા ચાંદ ઉપર ...વધુ વાંચો

8

પ્રતિશોધ પ્રથમ અંક - 8

પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:8 26 જાન્યુઆરી 2001,અમદાવાદ,ગુજરાત ૨૬ જાન્યુઆરી ૨૦૦૧નાં દિવસે ગુજરાતમાં આવેલાં ભયાનક ભૂકંપે વીસ હજાર લોકોનો ભોગ અને લાખો લોકોને બેઘર કરી મૂક્યાં. કચ્છ બાદ આ ભૂકંપની સૌથી વધુ અસર અમદાવાદ ખાતે નોંધાઈ હતી અને અમદાવાદમાં પણ હજારો લોકો માટે આ ભૂકંપ કાળ સાબિત થયો હતો. શંકરનાથ પંડિત માટે પણ આ ભૂકંપ એક એવાં સમાચાર લઈને આવ્યો હતો જે સાંભળી એમનું હૈયું હચમચી ઉઠ્યું. હજારો વખત શક્તિશાળી આત્માઓને પોતાનાં વશમાં લેનારાં પંડિતમાં એ દુઃખદ સમાચારનો સામનો કરવાની હિંમત નહોતી. આ કાળમુખા દિવસે નિરંજન રહેતો હતો એ ફ્લેટ ધરાશાયી થઈ ગયો; જેમાં ફ્લેટનાં કાટમાળ નીચે દબાઈ જવાથી નિરંજન ...વધુ વાંચો

9

પ્રતિશોધ પ્રથમ અંક - 9

પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:9 ઓક્ટોબર 2019,દુબઈ આધ્યાએ જ્યાંસુધી સમીરનો સામાન પેક કર્યો ત્યાં સુધી કાગડો ફ્લેટની બારીમાં બેસી રહ્યો. સમીરની બેગને વ્યવસ્થિત પેક કરીને આધ્યા સુવા માટે પલંગમાં લાંબી થઈ એ પછી એ કાગડો ત્યાંથી ઉડી ગયો. સવારે નવ વાગે સમીરની ઓફિસનો એક કર્મચારી સમીરનો સામાન લેવા એનાં ફ્લેટ પર આવ્યો. આધ્યાએ કોઈ સવાલ કર્યાં વગર સમીરનો સામાન ભરેલી બેગ એ વ્યક્તિને સુપ્રત કરી દીધી. એ વ્યક્તિ ત્યાંથી ગયો એટલે આધ્યા પણ તૈયાર થઈને રેહાનાની બુક સ્ટોર પર આવી પહોંચી. છેલ્લાં ચાર મહિનાથી સમીર ઘરે ઓછો અને બહાર વધુ રહેતો હોવાથી આધ્યા ઘરમાં એકલી રહેવા ટેવાઈ ચૂકી હતી. આધ્યા ...વધુ વાંચો

10

પ્રતિશોધ પ્રથમ અંક - 10

પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:10 મે ૨૦૦૨, અબુના, કેરળ મયાંગથી બસમાં ગુવાહાટી, ગુવાહાટીથી બસ મારફતે શાલીમાર, શાલીમારથી ઉપડતી ગુરુદેવ એક્સપ્રેસ કેરળનાં ખૂબસૂરત શહેર એરનાકુલમ પહોંચવામાં શંકરનાથ પંડિતને અડતાલીસ કલાક એટલે કે બે દિવસ જેટલો સમય લાગી ગયો. પોતાનાં પૌત્ર સૂર્યા સાથે જ્યારે પંડિત શંકરનાથ એરનાકુલમ પહોંચ્યાં ત્યારે એમને લેવા અબુના ગામનો સરપંચ હેનરી વિલિયમ્સ પોતાની કાર લઈને ખુદ પધાર્યો હતો. પચાસ વર્ષની ઉંમર, ફાંદ નીકળેલું શરીર, માફકસરની ઊંચાઈ અને શ્વેત ત્વચા ધરાવતો હેનરી કોઈ યુરોપિયન જેવો લાગી રહ્યો હતો. એરનાકુલમથી અબુનાની બે કલાકની સફર દરમિયાન શંકરનાથને જાણવા મળ્યું કે અબુના ગામની વસ્તી બે હજારની આસપાસ છે. પાંચ-છ ગરીબ હિંદુ પરિવારને ...વધુ વાંચો

11

પ્રતિશોધ પ્રથમ અંક - 11

પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:11 ઓક્ટોબર,2019, દુબઈ શિવ મંદિરમાંથી પોતાનાં ફ્લેટ ઉપર આવ્યાં બાદ આધ્યા કલાક સુધી હોલમાં જ બેસી પૂજારી આખરે પોતાને શું કહેવા ઈચ્છતા હતાં અને એમને પોતાનાં અને સમીર વચ્ચેનાં બગડેલાં સંબંધો વિશે કેમની ખબર? આ પ્રશ્નનો જવાબ ઘણું વિચાર્યા છતાં આધ્યાને મળી ના શક્યો. આખરે થાકીહારીને એને પોતાનાં માટે થોડું જમવાનું બનાવ્યું અને જમ્યાં બાદ ટેલિવિઝન સામે ગોઠવાઈ ગઈ. કોઈ સારો શૉ જોઈને પોતાનાં મનનો ભાર હળવો થશે એવી આધ્યાની ગણતરી ત્યારે ખોટી પડી જ્યારે કલાક સુધી ટેલિવિઝન પર ચેનલો બદલ્યા પછી પણ આધ્યાનાં મગજમાંથી પૂજારીજીની વાતો દૂર ના થઈ શકી. "આધ્યા, તારે એકવાર સમીરને કોલ ...વધુ વાંચો

12

પ્રતિશોધ પ્રથમ અંક - 12

પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:12 મે 2002, અબુના, કેરળ સતત પંદર મિનિટ સુધી આકાશમાંથી મોટાં-મોટાં દેડકાઓનો વરસાદ ચાલુ રહ્યો. સૂર્યા પંડિત શંકરનાથ દેડકાંઓનાં મારથી બચવા થોડો સમય એક વૃક્ષનો ઓથ લઈને ઊભાં રહ્યાં. જેવો દેડકાંનો વરસાદ અટક્યો એ સાથે જ શંકરનાથ પંડિત સૂર્યાને લઈને હેનરીનાં ઘર તરફ આગળ વધ્યાં. હેનરીનાં ઘરે પહોંચીને તેઓ તુરંત પોતાનો ઉતારો હતો એ રૂમમાં ગયાં અને રૂમને શંકરનાથે અંદરથી બંધ કરી દીધો. રૂમને બંધ કર્યાં બાદ એમને બાથરૂમનો નળ ચાલુ કરી બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખ્યો; જેથી પાણી પડવાનાં અવાજમાં એમની અને સૂર્યાની વાત બહાર દરવાજે ઉભેલો કોઈ વ્યક્તિ સાંભળી ના શકે. "દાદાજી, હવે તો એ ...વધુ વાંચો

13

પ્રતિશોધ પ્રથમ અંક - 13

પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:13 ઓક્ટોબર 2019, દુબઈ નિયત સમયે આધ્યા પોતાનાં ઘરેથી એરપોર્ટ જવા માટે નીકળી ગઈ. એ જ્યારે પહોંચી ત્યારે યુસુફ અને રેહાના ત્યાં આવી પહોંચ્યાં હતાં. યુસુફ એક મજબૂત બાંધાનો છ ફૂટ ઊંચાઈ ધરાવતો હટ્ટોકટ્ટો વ્યક્તિ હતો જેને ચહેરા પર આછી દાઢી હતી. યુસુફ અને રેહાના જોડે એક પચ્ચીસેક વર્ષનો દેખાવડો નવયુવક પણ હતો. આધ્યા એને ઓળખતી હતી એ નવયુવક યુસુફનો કાકાનો દીકરો જુનેદ હતો. જુનેદ પણ પોતાની સાથે હિન્દુસ્તાન આવી રહ્યો હતો એ જાણી આધ્યાને આનંદ થયો કે સમીરને શોધવાની એની આ મુહિમમાં એક-એક કરીને એની સાથે વધુને વધુ લોકો જોડાઈ રહ્યાં હતાં. રાઘવ પણ નક્કી ...વધુ વાંચો

14

પ્રતિશોધ પ્રથમ અંક - 14

પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:14 મે 2002, અબુના, કેરળ મારે અહીં આ સેન્ટ લુઈસ ચર્ચમાં આવે ચાર વર્ષ જેટલો થઈ ગયો. આ પહેલાં હું આ ચર્ચની કોચી ખાતે આવેલી મુખ્ય શાખામાં સહાયક પ્રિસ્ટ તરીકે કાર્યરત હતો. અબુના અને અબુનાની નજીક આવેલાં સાત અન્ય ગામો વચ્ચે આ એકમાત્ર ચર્ચ છે. ફાધર પોલે પોતાની વાત કહેવાની શરૂ કરી, જેને શંકરનાથ પંડિત અને નવ વર્ષનો એમનો પૌત્ર સૂર્યા ધ્યાન દઈને સાંભળી રહ્યાં હતાં. ફાધર પોલ કઈ હિંસાની વાત કરી રહ્યાં હતાં જેનાં લીધે અત્યારે ઈશ્વર દ્વારા નિર્મિત દસ વિપદાઓનો સામનો અબુનાવાસીઓએ કરવો પડી રહ્યો હતો એ જાણવાની આતુરતા દાદા-પૌત્રનાં મુખ પર સાફ વર્તાતી ...વધુ વાંચો

15

પ્રતિશોધ પ્રથમ અંક - 15

પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:15 ઓક્ટોબર 2019, માધવપુર, રાજસ્થાન ઈન્સ્પેકટર ગુજરાલ પોતાની મદદ કરશે એવી આશા ઠગારી નિવડતાં સમીરને શોધવા છ લોકોનું દળ મોહનગઢથી માધવપુર જવા રવાના થઈ ગયું. મોહનગઢથી માધવપુર વચ્ચેનો રસ્તો એટલી બિસ્માર હાલતમાં હતો કે માંડ અડધું અંતર કાપ્યું હશે ત્યાં તો એ લોકોની કમર દર્દ કરવા લાગી. વધારામાં તન દઝાવતી રણથી ગરમી એ લોકોની પરેશાનીમાં બમણો વધારો કરી રહી હતી. જ્યારે રાઘવે સ્કોર્પિયોને માધવપુર એક કિમિ. નાં બોર્ડથી રેતાળ કાચા રસ્તે વાળી ત્યારે બધાં એ રસ્તાને જોઈ અચંબિત થઈ ગયાં કે આવાં રસ્તે તો વળી કોઈ શહેર વસેલું હોતું હશે. પણ, જેવાં જ એ લોકો એક ...વધુ વાંચો

16

પ્રતિશોધ પ્રથમ અંક - 16

પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:16 મે 2002, અબુના, કેરળ અબુના પર હવે છઠ્ઠી વિપદા રૂપે તીડનાં ટોળાંઓએ આક્રમણ કરી દીધું સાંભળતા જ કેશવના ઘરની બહાર બેસીને ચર્ચા કરી રહેલાં બધાં કેશવના ઘરમાં જઈને ભરાઈ ગયાં. એ લોકોને ચેતવનાર વ્યક્તિ પણ આવીને કેશવનાં ઘરમાં ઘૂસી ગયો. એ બધાં લોકોએ ફટાફટ ઘરનાં બધાં બારી-બારણાં બંધ કરી દીધાં. પાંચ મિનિટમાં તો એક વિચિત્ર પ્રકારનો અવાજ એ લોકોનાં કાને પડઘાયો. કેશવના ઘરની કાચની બારીમાંથી પંડિતે અને બીજાં લોકોએ બહારનું દ્રશ્ય જોયું તો એમનાં શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. લાખોની સંખ્યામાં તીડ પાણીનાં પ્રવાહની માફક એ લોકોનાં ઘર તરફ આગળ વધી રહયાં હતાં. રસ્તામાં ...વધુ વાંચો

17

પ્રતિશોધ પ્રથમ અંક - 17

પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:17 ઓક્ટોબર 2019, માધવપુર, રાજસ્થાન માધવપુરનાં જર્જરિત કિલ્લામાં જવાનું મન બનાવી ચૂકેલાં આધ્યા, રાઘવ, યુસુફ, યુસુફની રેહાના, રેહાનાનો ભાઈ જુનેદ અને આધ્યાની બહેન જાનકી એક અંધારિયા રસ્તે આગળ વધી રહ્યાં હતાં. આ રસ્તાનાં પ્રવેશદ્વાર જોડે મળેલાં ત્રણ ક્ષત-વિક્ષત મૃતદેહોને જોયાં પછી મનથી હચમચી ગયાં હોવાં છતાં એ છ જણા ટોર્ચનાં લાઈટનાં અજવાળે પોતાની આગળની સફર તરફ અગ્રેસર થઈ રહ્યાં હતાં. એ રસ્તાની શરૂઆતમાં એક અંધારી ગલી હતી, જે સર્પાકાર હતી. આવી વિચિત્ર રચના આ કિલ્લામાં કેમ બનાવવામાં આવી હતી એ હજુપણ એ લોકો માટે ભારે નવાઈની વાત હતી. રાઘવ હવે એ બાબતે આશ્વસ્થ હતો કે સમીર ...વધુ વાંચો

18

પ્રતિશોધ પ્રથમ અંક - 18

પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:18 મે 2002, અબુના, કેરળ ઈલ્યુમીનાટી સંસ્થાનાં લોકો જ અબુનામાં આવેલી વિપદાઓ પાછળ જવાબદાર છે એ જાણી લીધાં બાદ શંકરનાથ પંડિત અને સૂર્યા હેનરીનાં ઘરે પાછાં આવી ગયાં. જમવાનો વખત થઈ ગયો હોવાથી હેનરીની પત્ની કૅથરીનનાં કહેવાથી પંડિત અને સૂર્યાને હાથ-પગ ધોઈને ભોજન ગ્રહણ કરી લીધું. જમતાં-જમતાં કૅથરીને જણાવ્યું કે આજે ગામમાં થયેલાં તીડનાં ભયંકર આક્રમણ પછી ગામનાં બધાં લોકોએ આગળ શું પગલાં ભરવા જોઈએ? એ માટે એક ગ્રામસભાનું આયોજન કર્યું છે. હેનરી એ સભામાં ગયો હોવાથી રાતે ક્યારે આવશે એનું કોઈ ઠેકાણું નથી એવું કૅથરીને કહ્યું. અબુનામાં આવી પડેલી આ વિપદાઓએ હેનરીની માફક કૅથરીનને પણ ...વધુ વાંચો

19

પ્રતિશોધ પ્રથમ અંક - 19

પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:19 ઓક્ટોબર 2019, માધવપુર, રાજસ્થાન "સમીરનું લોકેટ..!" રાઘવના મુખેથી આ શબ્દ સાંભળી આશ્ચર્યાઘાત સાથે સંધ્યાએ કહ્યું. શાંત પડેલી આધ્યા સમીરના લોકેટનાં એ મૃતદેહ જોડેથી મળવાની વાત સાંભળી બેબાકળી થઈને કલ્પાંત કરવા લાગી. આધ્યાની બહેન જાનકી અને રેહાના મળીને પણ એને કાબુમાં રાખવામાં અસમર્થ હતાં. "દીદી, આમ રડવાનું બંધ કરો..?" જાનકીએ રડમસ સ્વરે કહ્યું. "જાનકી..મારી સામે સમીરનો મૃતદેહ પડ્યો છે અને તું મને એમ કહે છે હું રડવાનું બંધ કરું.." રડતાં-રડતાં આધ્યાએ કહ્યું. "મને આ દુનિયામાં એકલી મૂકીને સમીર ચાલ્યો ગયો..હવે શું જીવીને શું કરીશ." જે આધ્યા સમીર જોડે ડાયવોર્સ લેવાનાં કાગળિયાં પણ તૈયાર કરી ચૂકી હતી ...વધુ વાંચો

20

પ્રતિશોધ પ્રથમ અંક - 20

પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:20 મે 2002, અબુના, કેરળ આજની રાત અબુનાવાસીઓ માટે કયામતની રાત હોય એવું ભાસતું હતું. આકાશને તપાવીને લાલચોળ કર્યું હોય એમ એનો રંગ રાતો થઈ ચૂક્યો હતો. પવનની ગતિ પણ પસાર થતી દરેક મિનિટ સાથે વધી રહી હતી. અંધારાની ચાદર ઓઢીને શંકરનાથ પંડિત, સૂર્યા અને ફાધર પોલ જોનાથન તળાવની બીજી તરફ આવી પહોંચ્યાં હતાં. ઘડિયાળનાં કાંટા ધીમી પણ મક્કમ ચાલે આગળ વધી રહ્યાં હતાં. આગળ શું બનવાનું હતું એ વિશે વિચારી એ ત્રણેયનાં હૃદયનાં ધબકારા વધી ચૂક્યાં હતાં. ભૂલથી જો નીચે પડેલાં વૃક્ષનાં સૂકાં પત્તાં પર પગ મુકાય જાય તો પણ તેઓ સાવધ થઈ જતાં. તળાવ ...વધુ વાંચો

21

પ્રતિશોધ પ્રથમ અંક - 21

પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:21 ઓક્ટોબર 2019, માધવપુર, રાજસ્થાન જે મૃતદેહનાં જોડેથી સમીરનું લોકેટ મળી આવ્યું હતું એ મૃતદેહ સમીરનો એ જાણ્યાં પછી સમીરની શોધમાં આવેલાં આધ્યા, રાઘવ, જાનકી, રેહાના, યુસુફ અને જુનેદ અસમંજસભરી સ્થિતિમાં મુકાઈ ચૂક્યાં હતાં. આગળ શું કરી શકાય એની થોડી ચર્ચા બાદ જાનકી તુરંત જ બોલી. "આપણે મોહનગઢ પોલીસ સ્ટેશન જવું જોઈએ. પોતાનાં પોલીસ સ્ટેશનની હદમાં આવો હિચકારો હત્યાકાંડ થયો છે એ જાણ્યાં બાદ ગુજરાલ સમીર જીજુને શોધવમાં અવશ્ય આપણી મદદ કરશે." "મને લાગે છે જાનકી સાચું કહી રહી છે." જાનકીની વાતને સમર્થન આપતાં રાઘવ બોલ્યો. "આટલાં બધાં મૃતદેહો એક જગ્યાએ મળી આવ્યાં છે એ જાણ્યાં ...વધુ વાંચો

22

પ્રતિશોધ પ્રથમ અંક - 22

પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:22 મે 2002, અબુના, કેરળ હેનરીએ જ્યારે પોતાની જાતને અસહાય સમજી ત્યારે એ સેટાનીક પેન્ટાગોનની મધ્યમાં ઉભો રહ્યો અને પોતાનાં હાથમાં રહેલાં મીટ કટરને ગરદન પર ફેરવી વાળ્યું. એનાં આમ કરતાં જ પંડિતે ગુફામાં મોજુદ ગામલોકોને બહાર નીકળી જવા આદેશ આપ્યો. પંડિતની વાત માની ગામલોકો ફટાફટ ગુફાની બહાર નીકળી ગયાં. પણ ગયાં પહેલાં એ લોકોએ હેનરી જોડે ગુફામાં હાજર ઈલ્યુમીનાટી સંસ્થાનાં અનુયાયીઓને મૃતપાય હાલતમાં પહોંચાડવામાં કોઈ કસર નહોતી છોડી. ઈલ્યુમીનાટી વિશે જ્યારે કેશવના ઘરે મળેલાં વૃદ્ધાએ જણાવ્યું ત્યારે પંડિતના મગજમાં એક ઝબકારો થયો. ઈલ્યુમીનાટી સંપ્રદાયનાં લોકો હંમેશા પોતાનાં રહેઠાણ અને કામની જગ્યાએ પેન્ટાગોન કે આંખનું નિશાન ...વધુ વાંચો

23

પ્રતિશોધ પ્રથમ અંક - 23

પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:23 ઓક્ટોબર 2019, માધવપુર, રાજસ્થાન આધ્યા, જાનકી, રાઘવ, રેહાના, યુસુફ અને જુનેદ એ જોઈને સ્તબ્ધ હતાં ગઈકાલે એમને ગલીનાં પ્રવેશદ્વાર જોડે જે ત્રણ મૃતદેહો જોયાં એ અત્યારે નહોતાં. "સાહેબ, અહીં કાલે તો ત્રણ લાશો પડી હતી..!" ગુજરાલની સામે જોઈ રાઘવ બોલ્યો. "તો ભાઈ, રાતોરાત એ લાશો ક્યાં ગાયબ થઈ ગઈ.?" ગુજરાલે પ્રશ્નસૂચક નજરે રાઘવ અને આધ્યા ભણી જોતાં કહ્યું. "એની તો અમને ક્યાંથી ખબર હોય ઓફિસર." આધ્યા હજુપણ એ વિચારી આશ્ચર્યમાં હતી કે ત્યાં પડેલાં મૃતદેહો ક્યાં ગયાં હતાં. "તો કોને ખબર હોય મેડમ!" ક્રુદ્ધ સ્વરે ગુજરાલ તાડુક્યો. "તમે જ એ કહેવા આવ્યાં હતાં કે અહીં ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો