“દિલ”ની કટાર.....

(497)
  • 145.5k
  • 49
  • 47k

“દિલ”ની કટાર.....“ લોકડાઉનથી ભર્યું ભર્યું સહુનાં ઘરનું આગવું આભ.”ગણયા ગણાય નહીં એટલાં લાભ એ આભલામાં માય.સવારથી ઉઠી રાત્રે સુઈ જવા સુધીનો સમય ક્યાં પસાર થઈ જાય ખબર જ નથી પડતી...સમય જ ક્યાં છે? આવી ફરિયાદ સાંભળવી કહેવી...અચાનક બંધ થઈ ગઈ. કોરોનાની મહામારીનાં અતિક્રમણે માણસને ઘરમાં બંધ કરી દીધો. હવે બસ સમય જ સમય.......પ્રવૃત્તિ અચાનક જ નિવૃત્તિમાં બદલાઈ ગઈ. બધાંજ ગણિત બદલાઈ ગયાં. દોડધામે વિશ્રામ લીધો. સવારથી સાંજ સુધી હવે શું કરવું એજ યક્ષ પ્રશ્ન બની રહ્યો. પણ...બે ત્રણ દિવસમાં નિવૃત થયેલું મન સક્રિય પ્રવૃત થવા લાગ્યું . ચાલો સમયનો સદઉપયોગ કરીએ......દરેકમાં સુસુપ્ત ધરબાયેલી સર્જનશીલતાનાં નાગે આળસ મરડી..કંઇક કરવું છે જેમાં સમય

નવા એપિસોડ્સ : : Every Sunday

1

“દિલ”ની કટાર..... - લોકડાઉન

“દિલ”ની કટાર.....“ લોકડાઉનથી ભર્યું ભર્યું સહુનાં ઘરનું આગવું આભ.”ગણયા ગણાય નહીં એટલાં લાભ એ આભલામાં માય.સવારથી ઉઠી રાત્રે સુઈ સુધીનો સમય ક્યાં પસાર થઈ જાય ખબર જ નથી પડતી...સમય જ ક્યાં છે? આવી ફરિયાદ સાંભળવી કહેવી...અચાનક બંધ થઈ ગઈ. કોરોનાની મહામારીનાં અતિક્રમણે માણસને ઘરમાં બંધ કરી દીધો. હવે બસ સમય જ સમય.......પ્રવૃત્તિ અચાનક જ નિવૃત્તિમાં બદલાઈ ગઈ. બધાંજ ગણિત બદલાઈ ગયાં. દોડધામે વિશ્રામ લીધો. સવારથી સાંજ સુધી હવે શું કરવું એજ યક્ષ પ્રશ્ન બની રહ્યો. પણ...બે ત્રણ દિવસમાં નિવૃત થયેલું મન સક્રિય પ્રવૃત થવા લાગ્યું . ચાલો સમયનો સદઉપયોગ કરીએ......દરેકમાં સુસુપ્ત ધરબાયેલી સર્જનશીલતાનાં નાગે આળસ મરડી..કંઇક કરવું છે જેમાં સમય ...વધુ વાંચો

2

“દિલ”ની કટાર....લોકડાઉનની 2.0

“દિલ”ની કટાર.....“લોકડાઉનની બલિહારી ક્યાંક થાય દિવાળી ક્યાંક ત્રાસદી...થયાં જેવા ક્વોરોન્ટાઇન રોજ રોજ જાણે ઉજવે વેલેન્ટાઈન...”લોકડાઉનને કારણે ઘેર ઘેર પરિવર્તનનો ફૂંકાયો. જે નર સવારથી સાંજ સુધી નવરો નહોતો પડતો એ સાવ નવરો થઈ ગયો. એમાં વધું હાસ્ય થોડી તકરાર થોડો કરુણ રસ પણ છવાયો..હાસ્યરસનો ફુવારો માણીએ મમરાવીએ...પ્રસંગ:1વર ઉવાચ: અરે વહાલી હું તને રોજ જોતો પણ આજે સાચી નજર તારાં મીઠાં ચહેરા પર ગઈ. તું તો મારી ખૂબ ગમતી ફટાકડી આલિયા જેવી લાગે છે.ઘરવાળીનો જવાબ: આહાહા..આજેતો કંઇક વધુજ ખુશ લાગો છો..સવાર સવારમાં ઠઠાડ્યું છે કે શું? હું હોઈશ આલિયા જેવી પણ તમારાં ટાલિયાનો કંઈ ઈલાજ કરો.પ્રસંગ:2ઘરવાળી : આ ઘરમાં છો ત્યારથી ...વધુ વાંચો

3

“દિલ”ની કટાર..... - લોકડાઉન - 3.0

" દિલ"ની કટાર...સમય સંજોગ એવાં આવ્યાં કુંડાળામાંજ હવે રાખો પગ.પહેલાંના સમયમાં કહેવામાં આવતું કુંડાળામાં ન પડે પગ.કોરોનાએ કર્યો એવો નર ના કાઢે ઘર બહાર પગ.દૂર દૂર રહી સાવધ રહો રોગનો ના ઘરમાં આવે પગ.ખાનગી કામધંધા બંધ, વાહન વ્યવહાર બંધ, સરકારી કામકાજ બંધ. ફક્ત નિયત સમયમાં ચાલે બેન્ક પોસ્ટ દવાની અને કરિયાણાની દુકાન.સાવધ એવાં રહો કે ફળ શાકભાજી ખાવ પણ ખૂબ ધોઈ ચોખ્ખા કરી ખાવ.જરૂરી કર્યું... હોટલ સિનેમા મોલ બંધ. જોઈ લો ટેવાઈ ગયાં સહુ શહેર ગામનાં જણ.રોડ રસ્તા મોલ બજાર સિનેમા હોટલ બધે બસ સન્નાટો જ સન્નાટો..ઘર કરી ગયો ભય...ક્યારેય ના. જોયાં હોય એવાં દ્રશ્ય જોવા મળી રહયાં છે. ...વધુ વાંચો

4

“દિલ”ની કટાર..... - લોકડાઉન - 3.5

" દિલ"ની કટાર...સમય સંજોગ એવાં આવ્યાં કુંડાળામાંજ હવે રાખો પગ.પહેલાંના સમયમાં કહેવામાં આવતું કુંડાળામાં ન પડે પગ.કોરોનાએ કર્યો એવો નર ના કાઢે ઘર બહાર પગ.દૂર દૂર રહી સાવધ રહો રોગનો ના ઘરમાં આવે પગ.ખાનગી કામધંધા બંધ, વાહન વ્યવહાર બંધ, સરકારી કામકાજ બંધ. ફક્ત નિયત સમયમાં ચાલે બેન્ક પોસ્ટ દવાની અને કરિયાણાની દુકાન.સાવધ એવાં રહો કે ફળ શાકભાજી ખાવ પણ ખૂબ ધોઈ ચોખ્ખા કરી ખાવ.જરૂરી કર્યું... હોટલ સિનેમા મોલ બંધ. જોઈ લો ટેવાઈ ગયાં સહુ શહેર ગામનાં જણ.રોડ રસ્તા મોલ બજાર સિનેમા હોટલ બધે બસ સન્નાટો જ સન્નાટો..ઘર કરી ગયો ભય...ક્યારેય ના. જોયાં હોય એવાં દ્રશ્ય જોવા મળી રહયાં છે. ...વધુ વાંચો

5

દીલની કટાર- પ્રેમ આસ્થા

દીલની કટાર-પ્રેમ આસ્થા પ્રેમ, સ્નેહ, લગાવ, લાગણી પરીણય, પ્યાર આમ અનેક શબ્દોનો ઉપયોગ આકર્ષણ પછી પ્રેમબંધનમાં બંધાવા માટે છે અનેક ભાષાઓમાં એનાં માટે અલગ અલગ શબ્દો પ્રયોગ હોઇ શકે પણ તત્વ એકજ છે અને એ પ્રેમ . પ્રેમ તત્વ ઇશ્વરે આપેલી એક અણમોલ ભેટ, આ ભેટ ઇશ્વર સમ છે એમાં ક્યાંય સ્વાર્થ, ધિક્કાર, તિરસ્કાર દગો એવાં કોઇ તત્વ નથી. નિરાકાર ઇશ્વર જેવો પ્રેમ આંખે દેખાય કે નહીં પણ અનુભવાય છે એનો એહસાસ છે. એહસાસ પણ કેવો જેમાં ઓતપ્રોત થયાં પછી આંખોમાં આંસુ, દીલમાં સૂકુન જગનાં કોઇપણ સુખ કરતાં વધુ આનંદ મળે છે. પ્રેમ એ દરેક જીવમાં ઘરબાયેલું તત્વ છે એ ...વધુ વાંચો

6

દીલ ની કટાર -પ્રેમ પીડા

દીલ ની કટારપ્રેમ પીડા "પ્રેમ" એક એવું તત્વ છે જે ઇશ્વર જેવું સનાતન છે પ્રેમ પ્રિય છે, પ્રેમ છે સુખ છે એનો અનુભવ ઇશ્વરનાં સાક્ષાત્કાર જેવો છે પ્રેમમાં પીડા ? શકય છે ? પ્રેમ એ બે વ્યક્તિ વચ્ચે પ્રતિત થતો ભાવ, પ્રેમ એ જીવ થી જીવનો પછી એ માનવ, પક્ષી, પ્રાણી, વનસ્પતિ કે કોઈ પણ જીવીત સંવેદના અનુભવતો જીવ અનુભવી શકે છે કરી શકે છે પ્રેમ કયાંય સીમીત કે બંધાયેલો રહેતો નથી એને બાંધી શકાય નહીં એ સ્વયંભૂ છે કરવો પડતો નથી થઇ જાય છે. પ્રેમથી જ સૃષ્ટિ ટકી રહી છે એનાથી વ્યવહાર છે અંતે સર્વમાં પાયામાં માત્ર પ્રેમની ...વધુ વાંચો

7

દીલ ની કટાર - પ્રેમ સમર્પણ

દીલની કટારપ્રેમ સમર્પણ પ્રેમ સમર્પણ માંગે છે. બીજું કંઇજ નહીં. પ્રેમ એ ઇશ્વરનું સ્વરૃપ જ છે જે ભાવ છે. ઇશ્વર એજ કહે છે મને સમર્પણ કર તું તને મારામાં સમાવી મારાંમય કરી દઇશ. પ્રેમમાં પણ એકબીજામય, થવાનું હોય છે. એકબીજાને સંપૂર્ણ સમર્પિત થવાનું હોય છે. પ્રેમમાં પોતાની આગવી કોઇ લાલસા, ઇચ્છા, મનોરથ, અસ્તિત્વ, અનિચ્છા કંઇ જ આગવું નથી હોતું નથી રહેતું... પ્રેમ એ વાસના સુધી સિમિત નથી. પ્રેમમાં વાસના જરૂરી નથી... વાસનાનું આધિપત્ય પ્રેમ નહીં મોહમાં છે. મોહ અને પ્રેમ વચ્ચે પાતળી લકીર એક રેખા છે જે ઓળંગ્યા પછી સાચું જ્ઞાન થાય છે. મોહ નાશવંત છે પ્રેમ અમર છે. ...વધુ વાંચો

8

દીલ ની કટાર-પ્રેમ લક્ષણાભક્તિ 

દીલની કટારપ્રેમ લક્ષણાભક્તિ પ્રેમલક્ષ્ણા ભક્તિ એ એક પ્રેમનો પ્રકાર, ઇશ્વર સમીપ પહોંચવાનું તપ, એક મીઠું સમર્પિત અને પરોવાયેલી એક પ્રક્રિયા જેમાં આસ્થા સાથે ધીરજ બંધાયેલી છે. પ્રેમમાં સમપર્ણનો ભાવ હોય તોજ પ્રેમ સાચો કહેવાય છે. ભક્તિમાં પણ સમર્પિત થયા વિનાં ભગવાન મળતો નથી. આમ પ્રેમ કે ઇશ્વર મેળવવા માટે સમર્પણ જરૂરી છે. પ્રેમને વાસના સાથે સદાય જોડી ના શકાય. પ્રેમલક્ષણ ભક્તિમાં વાસનાને ક્યાંય સ્થાન નથી. એક બીજા સાથે પ્રણય થયા બાદ એમાં લય આવે છે આ લય જીવ-શરીર અને ઓરામાં પરોવાય છે. સમર્પિત પ્રેમમાં કોઇને બતાવવાની કે જતાવવાની જરૂર પડતી નથી એ સ્વયંભૂ હોય છે એમાં વિશ્વાસ એટલો કે ...વધુ વાંચો

9

“દીલ” ની કટાર-માં નો ઓછાયો

“દીલ” ની કટારમાં નો ઓછાયો અમદાવાદ રેલ્વે સ્ટેશને હાંફળો હાંફળો પહોંચ્યો. એકતો ટ્રેઇનનો સમય થઇ ગયો હતો ગુજરાત ઉપડવાને માત્ર પાંચ મીનીટ જ બાકી હતી હજી લાઇનમાં ઉભા રહીને ટીકીટ લેવી બાકી હતી. ચાલતા ચાલતા સ્ટેશનમાં કોઇ વચમાં આવે તોય જાણે ગુસ્સો આવ્યો કે આ મોડું કરાવે છે. મારાંથી નીકળતાં મોડું થયું એ યાદ ના આવે. ટીકીટ બારીએ પહોંચીને જોયું બાપરે લાઇન લાંબી હતી હવે ગભરાયો શું કરીશ ? ટ્રેઇન ઉપડી તો નહીં જાયને અંદર મનમાં ચિંતાનું વલોણું ફરી રહેલું પણ સદનસીબે ટીકીટ આપનાર ઝડપી હતો. મનોમન ઇશ્વરનો પાડ માન્યો જલ્દી નંબર આવી ગયો ટીકીટ લઇને શું દોટ મૂકી ...વધુ વાંચો

10

દિલ ની કટાર...-“બીજાની નજરે

દિલની કટાર...“બીજાની નજરે”...આપને થશે..આ કેવો વિષય? બીજાની નજરે? આજ સાચો વિષય છે..આપણાં વ્યવહારમાં ,સમાજમાં, ન્યાતજાતમાં બધાને એકજ પ્રશ્ન હોય નજરે..બીજા શું વિચારશે કહેશે..આવું થાય ? કે નહીં?.. આ બીજાની નજરે..બીજા શું વિચારશે કહેશે એ મોટો રોગ છે. એજ આપણી સ્વતંત્રતા છીનવી લેતો પ્રશ્ન છે. બીજા શું વિચારશે કે એમની નજરોમાં કેવા દેખાઈશું એ બધી ચિંતામાં આપણી આગવી લાક્ષણિકતા અને સ્વતંત્રતા ખોઈ બેસીએ છીએ. જીવનશૈલી જ ગુમાવીએ છીએ જે આપણે વિચારી હોય. એક લાક્ષણિક કર્મ અને ક્રિયાને બગાડી બેસીએ છીએ. સ્વયંભૂ થતાં સારાં સાચાં વિચારને કચડી બેસીએ ...વધુ વાંચો

11

“દિલ”ની કટાર.. “માઁ ગંગા”...

“દિલ”ની કટાર.. “માઁ ગંગા”...ગંગા..માઁ ગંગા..સ્વર્ગથી પૃથ્વી પર અવતરણ થઈ આ પવિત્ર નદી. માનવજાતનો ઉદ્ધાર કર્યો.પૌરાણિક કથા પ્રમાણે માઁ ગંગા પૃથ્વી પર આવી. એમાં રાજા ભાગીરથનો પ્રયાસ હતો. રામચંદ્ર ભગવાન જેમનાં વંશજ એવાં રાજા ભગીરથે માઁ ગંગાને પૃથ્વી પર લાવવા માટે આકરું તપ કરેલું. સગર પુત્રોનાં જીવની સદગતિ અને મુક્તિ માટે એકજ ઉપાય હતો કે એમનાં એ પૂર્વજનાં અસ્થિ ગંગા નદીમાં વહાવી શકાય તો સદગતિ પામે.માઁ ગંગાનું જળ કેટલું પવિત્ર કે જીવની સદગતિ..મુક્તિ એમાં અસ્થિ પધરાવવાથી થઈ જાય..અને આ સનાતન સત્ય છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં પૌરાણિક કાળથી આ માન્યતા અને શ્રદ્ધા ચાલતી આવે છે. સનાતન ધર્મમાં આવી રીતે જ પિતૃતર્પણ કરવામાં ...વધુ વાંચો

12

“દિલની કટાર”- સાક્ષાત્કાર

“દિલની કટાર”...સાક્ષાત્કાર... “સાક્ષાત્કાર” ઈશ્વરને પામવા એને જોવા સાક્ષાત સત્કાર કરવા માનવ તપ કરે છે , ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા ઋષિ મુનિઓ સેંકડો વર્ષો તપ કરે એવાં પુરાણની કથાઓમાં દાખલા જીવે છે. સાક્ષાત્કાર એક માત્ર ઈશ્વરનો નહીં પરંતુ જ્ઞાનનો પણ હોય છે. “જ્ઞાનનાં ભાનનો” એની જાગરૂકતા થાય પછી જ ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે. આપણાં જીવનમાં બાળપણ , કિશોરાવસ્થા , જુવાની ,પ્રૌઢતા , છેલ્લે વૃદ્ધત્વ અને પછી નિર્વાણ. માનવ જીવનની સફર અને અંત. ...વધુ વાંચો

13

દિલ ની કટાર..-“વૃક્ષનું દિલ”

દિલની કટાર...“વૃક્ષનું દિલ”.. શ્રુષ્ટિની સંરચનામાં પંચતત્વથી જીવો ઉત્પન્ન થયાં. એમાં સહુથી , નિર્દોષ અને પ્રેમાળ નિરુપદ્રવી જીવ એટલે વૃક્ષ..વનસ્પતિ.. એનાં જન્મથી મૃત્યુ સુધીની સફર અને મૃત્યુ પછી પણ કામમાં આવે માનવનું ભલું કરે એ વૃક્ષ..વનસ્પતિ.. વૃક્ષ વાતાવરણમાં કાર્બનડાયોકસાઈડ ઓછો કરી ઓક્સિજન વધારે એનાં ફળ , ફૂલ ,લાકડા કામમાં આવે..ઔષધિ મળે નિત નવા ફળ આપે , તાપ તડકામાં છાંયો આપે , વરસાદમાં મૂળ દ્વારા પાણીનો નિતાર કરી જમીનમાં જળનો સંચય કરે છે.આ બધાં વૈજ્ઞાનિક સત્ય આપણે જાણીએ છીએ અને ભણીયે છીએ. પણ મેં કોઈ વૈજ્ઞાનિક સત્ય સમજવા માટે વિષય પસંદ ...વધુ વાંચો

14

દિલ ની કટાર - વૃક્ષનું દીલ ભાગ- 2

દિલ ની કટાર ભાગ- 2"વૃક્ષનું દીલ" મારાં પર્ણ ભીંજાઇને ખુશ થાય છે એક એક પર્ણનાં આનંદમાં હું ભીંજાયેલો અનુભવું છું આનંદમાં ને આનંદમાં મારી બધી શાખાઓ નવપલ્લીત થાય છે અને નવો શણગારને રૂપ મળ્યાં હોય એટલું ખુશ થઊં છું. મારાં મિત્ર સાચું કહ્યું તેં.. વર્ષાઋતુમાં મારી સામે જોયુ હોય તેં અને ત્યારે તને બુમ પાડીને બોલાવાનું મન થાય છે આવ મારી પાસે મારાં થડને વળગી જા મને પ્રેમ કર હું તને પ્રેમ કરતાં કરતાં આશીર્વાદ આપું. વસંત અને વર્ષા મારી વર્ષ દરમ્યાનની ખૂબ ગમતી ઋતુ છે. વસંતમાં મારા પર ફૂલો અને મંજરી બેસે છે સુગંધથી આકર્ષાઇને અનેક ભમરા અને માખીઓ ...વધુ વાંચો

15

દિલ ની કટાર- “ સ્વર્ગ “

દિલની કટાર... “ સ્વર્ગ “સ્વર્ગ બોલતાં સાંભળતાં વિચારતાં લખતાં બસ આનંદ છવાય છે. સ્વર્ગ કોઈએ સદેહે જોયું છે ? પુરાણોમાં કે કાલ્પનિક વાર્તાઓમાં એનો ઉલ્લેખ વિવરણ વાંચ્યું હશે. કે સ્વર્ગ એટલે સુખ આનંદ અને ભોગવિલાસ લગભગ આપણી કલ્પનામાં આવું જ કંઇક હોય છે.સ્વર્ગમાં દુઃખ હોય જ નહીં સુખ , સુખ અને સુખ જ હોય આનંદ હોય.અપ્સરાઓ ચારે બાજુ ફરતી હોય એમનાં નૃત્ય જોવાનાં મધુરસ પીવાનો અને મજા લૂંટવાની ...વધુ વાંચો

16

દિલ ની કટાર -“હેસિયત, પાત્રતા, ક્ષમતા”

દિલની કટાર...“હેસિયત, પાત્રતા,ક્ષમતા”દરેક વ્યક્તિનાં પોતાનાં આગવા વિચાર અભિપ્રાય અને અભિવ્યક્તિ હોય છે. દરેક પાસે પોતપોતાની ક્ષમતા પ્રમાણે કાર્યશૈલી અને હોય છે. આ હેસિયત , પાત્રતા , ક્ષમતા કોણ નક્કી કરે? ક્યારેય કોઈ નિષફળતાથી નિરાશ ના થવું કે સફળતાથી ઉભરાઈ ના જવું. કોઈ પરિણામ અંતિમ નથી હોતું. આજે કોઈ જગ્યાએ નિષ્ફળતા મળી તો કાલે સફળતા કદમ ચુમશે જ. નિરાશાને ક્યાંય જગ્યા નથી.બહુ જૂનું અને જાણીતું ઉદાહરણ છે કરોળિયાનું કે એ એનું જાળું બાંધતા બાંધતા અનેકવાર નીચે પડે છે સાંધા અને જાળા તૂટે છે પણ હારતો નથી એ સતત પ્રયત્નશીલ રહે છે અને અંતે સફળ થાય છે એટલે સંઘર્ષ અને પ્રયત્ન કરતા ...વધુ વાંચો

17

દિલ ની કટાર... -“અશ્લિલતા...વિચાર કે શૃંગાર?”

દિલની કટાર...“અશ્લિલતા...વિચાર કે શૃંગાર?”અશ્લિલતા... એક એવો શબ્દ એમાં બે ભાવ હોય છે. કામવાસનાનો રસ અને અપમાનિત વાસનાનો ચરિત્ર ચિતાર..અશ્લિલતા ત્યારેજ અનુભવાય છે જ્યારે તમારી દ્રષ્ટિ કેવી છે... કહેવત છે “જેવી દ્રષ્ટિ એવી શ્રુષ્ટિ”. જેવી દ્રષ્ટિ કેળવીએ એવી તસ્વીર કે ચિત્ર નજર સામે આવે છે. પ્રેમવાસના કુદરતી છે એ અશ્લિલતા નથી કુદરતી પ્રક્રિયા છે. હવસ અને પ્રેમમાં ફરક ઘણો છે. સાચો પ્રેમ પ્રેમવાસનામાં પરોવાય છે એને નગ્નતા, કે અશ્લિલતામાં ના ખપાવી શકાય. ચરીત્રહીનતાની નગ્નતા અશ્લિલતા જરૂર છે.રસપ્રચુર નવલકથામાં પાત્રોમાં પ્રેમ દર્શાવાય છે, વાચકો એક વાત , વાર્તા અને પાત્રો સાથે પરોવાઈને વિવરણ વાંચીને મનોચક્ષુથી ચિત્રપટ જુએ છે. એમાં પ્રેમનાં કામવાસનાનાં દ્રશ્યો ...વધુ વાંચો

18

દિલ ની કટાર-“ખૂન કે આત્મહત્યા”

દિલની કટાર...“ખૂન કે આત્મહત્યા”હમણાં ઘણાં સમયથી પ્રિન્ટ મીડિયા અને ડીજીટલ મિડીયામાં એકજ વિષય ચરમસીમા પર છે. સુશાંતસિંહ રાજપૂતનું ખૂન આત્મહત્યા?. આ સમાચાર હમણાથી એટલા હોટ ન્યૂઝ બની ગયાં છે કે કોઈપણ ન્યૂઝ ચેનલ ચાલુ કરો બસ આજ સમાચાર જુદી જુદી રીતે પીરસવામાં આવી રહયાં છે. હું અત્યારે લખી રહ્યો છું ત્યારે પણ ન્યૂઝમાં રિયા રિયા જ સંભળાય છે. દરેક ન્યૂઝ ચેનલ પોતપોતાની સ્ટ્રેટેજી પ્રમાણે ન્યૂઝનું રિપોર્ટિંગ અને એનાલિસિસ કરી રહી છે. એક ચેનલ સિવાય બાકીની બધી ચેનલ દ્રગ, ગુનેગારની બરાબર પાછળ લાગે.આ સમાચાર એટલી હદે હાવી થઈ ગયાં કે ઉંઘતા જાગતાં સુશાંત શુશાંત બોલી જવાય છે. મને એક ભય ...વધુ વાંચો

19

દિલ ની કટાર-“સર્જન”

દિલની કટાર...“સર્જન”“સર્જન” આ શબ્દ ખૂબ પવિત્ર ,હકારાત્મક અને ખૂબ પ્રિય છે.સર્જનહારની આ શ્રુષ્ટિ એનું સર્જન કેટલું સુંદર કર્યું છે.જેવી એવી શ્રુષ્ટિ ગણાય છે. સર્જનહારે સર્જન કરેલી આ શ્રુષ્ટિ આપણાં માટે એક સ્વર્ગથી ઓછી નથી.કુદરતનું સાચું સર્જન શહેરની ગીચતા અને વ્યસ્તતાથી દૂર નીકળી કુદરતનાં ખોળે જઈએ છીએ ત્યારે એનો એહસાસ થાય છે સુંદર શ્રુષ્ટિમાં ખુલ્લા મેદાનો ,પર્વત , ડુંગરા , વનસ્પતિ હરિયાળી , જંગલ , નદી , ઝરણાં , તળાવ , ધોધ અને તાજી ચોખ્ખી હવા..આહાહ....આનાથી વધું સ્વર્ગ કેવું હોય?. પંચતત્વમાંથી સર્જન પામેલી આ હરિભરી સુંદર શ્રુષ્ટિને જોઈએ છીએ ત્યારે સર્જનહારના આ સર્જનથી આપણને પ્રેરણા મળે છે.એની કળા અને સૂઝબૂઝથી આપણે ...વધુ વાંચો

20

દીલ ની કટાર- ભીખારી 

દીલની કટાર"ભીખારી" ભીખારી એટલે ભીખ માંગે એ. માંગણી કરે એ.. કોણ છે ભીખારી ? કોણ નથી ? કોણ નક્કી ? મારી દ્રષ્ટિએ જગતમાં વસતો દરેક માનવી ભીખારી છે અને દેવલોકમાં વસતાં દેવ પણ માંગણી કરે છે મદદ માંગે છે. માંગણી કરનાર, મદદ માગનાર અંતે તો ભીખારીનોજ સ્વાંગ રચે છે ને ? અપેક્ષા એ ભીખનું મૂળ છે. અને અપેક્ષા રાખનાર ભીખારીમાં પરીણામે છે. ભીખારી જે ફુટપાથ રોડ કે કોઇપણ કોસીંગ પર ઉભા રહીને ભીખ માંગે અથવા મંદિર, મસ્ઝિદ, ગુરુદ્વારા, દેવળ બધાની બહાર બેસી માંગે એજ ભિખારી ? આપણામાં બધાંજ જાણે છે કે મંદિરની અંદર ધનપત્તિઓ અને મંદિરની બહાર ગરીબ ભીખ ...વધુ વાંચો

21

દીલ ની કટાર - અભિવ્યક્તિનું અંધારું

દીલની કટાર"અભિવ્યક્તિનું અંધારું" પ્રિન્ટ મીડીયા અને ડીજીટલ મીડીયા અત્યારે જોરશોરથી ગાજી રહ્યાં છે જાગી રહ્યાં છે બધાંને જગાડી રહ્યાં સુશાંતસિંહ રાજપૂતની હત્યા કે આત્મહત્યા ? એ પ્રશ્ન ઘણો જટીલ થઇ રહ્યો છે અને એની તપાસ અંગે મુંબઇ પોલીસનાં માથે માછલાં ઘોવાઇ રહ્યાં છે. એ લોકોએ તટસ્થ પણે કોઇ તપાસજ નથી કરી. જ્યારથી સુશાંતનાં પિતાએ બિહાર પોલીસ એટલે કે પટણામાં એનાં ખૂન થયાની ફરિયાદ નોંધાવી કારણ કે મહારાષ્ટ્ર પોલીસ શંકાના દાયરામાં આવી ગઇ હતી અને છેવટે બિહાર સરકારની વિનંતીથી આ કેસ સીબીઆઇને સપ્રુત કરવામાં આવ્યો. ક્યાંય સુધી કાયદાકીય પેચ લડાવ્યા છેવટે સુપ્રિમકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો કે સુશાંતસિંહનો કેસ મહારાષ્ટ્ર ...વધુ વાંચો

22

દીલ ની કટાર… ડ્રગ એક મોટો ઠગ

દીલની કટાર…"ડ્રગ એક મોટો ઠગ" કેટલાય સમયથી, વર્ષોથી આપણાં દેશમાં સૌથી મોટો ઠગ ડ્રગ રૂપે પેસી ગયો છે અને પગપેસારો એટલી હદે થઇ ગયો છે કે બાળકોની સ્કૂલો અને યુવાનોની કોલેજો બાકાત નથી આ ઠગ આપણો યુવાધનને બરબાદ કરી રહ્યો છે. હાલમાં મુંબઇમાં એક યુવા અભિનેતાનાં મૃત્યુ.. અપમૃત્યુનાં કારણે એમાં સંડોવાયેલાં પાત્રો બધાંજ આ ડ્રગની ઝપેટમાં છે. આજનાં યુવાન આની નાગચૂડમાં ફસાયો છે. આ ડ્રગ ઘણાં જુદા જુદા નામે વેચાઇ રહ્યાં છે એનાં નામ અને ઓળખાણ પણ વિચિત્ર છે. કોકેઇન, ગાંજો, હેરોઇન, એલએસ.ડી. બડ, મેરુપુએનાં, કેટા માઇન, ખાટ, MDMA આવાં અનેક ચિત્રવિચિત્ર નામોથી ઓળખાય છે અને વેચાય છે. આપણે ...વધુ વાંચો

23

દિલ ની કટાર.... કવિતા 

દિલની કટાર...."કવિતા" કવિતા, ક..વિ..તા.., ક, વિતા.. કવિ ઉપર વિતી હોય એમાંથી થતું સર્જન કવિતા, કવિ પર અનેક રીતે વીતે જેમાં ઘણી સંવેદનાનાં પ્રકાર છે ભાવ છે. પ્રેમ, લાગણી, દયા, ક્રોધ, તડપ, વિરહ, ખુશી, આનંદ, વિયોગ, ઉત્તેજના, શૌર્ય, દેશભક્તિ, કરુણતા, કોમળતા, પ્રાર્થના, સ્તુતિ, આશીર્વાદ, કરુણા, કલ્પના, સ્વપ્ન, કટાક્ષ, ટોણાં મજાક, મસ્તી, ટીખળ, ક્ષમા, ફરિયાદ, સ્વર્પણ, સમર્પણ, માફી, શોખ, કળા, કરતબ, ગીત, સંગીત, સ્મરણ, યાદો, એકાંત, ઘોંઘાટ, ત્રાસદી, રસ, રંગ, સ્મૃતિ, વિસ્મૃતિ કેટ કેટલાં પ્રકારની સંવેદના કવિતા રચવા માટે સર્જાય છે. સર્જન થાય છે. આપણામાં કહેવત છે કે જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, નવી કહેવત જ્યાં ના પહોંચે કવિ ...વધુ વાંચો

24

દિલ ની કટાર- નાગ સર્પ દૈવ યોની..

દિલની કટાર.... નાગ સર્પ દૈવ યોની.. નાગ, સર્પ, અજગર આવાં બધાં જીવ જે નાગ-સર્પ યોનીનાં ગણાંયા છે. ઘણાં લોકોએ પોતાની, પોળ, સોસાયટી કે મેળામાં ગારુડી, કે મદારી તરીકે ઓળખાતાં લોકો નાગ, સર્પ, બધુ લઇને આવતાં બીન વગાડીને નાગને ડોલાવતાં અને ખેલ કરતાં જોયાં હશે. શહેરોમાં લોકોએ આવા ગારૂડી, મદારી પાસે જ છાબડામાં લઇને આવતાં સર્પ, નાગ જોયાં હશે... પરંતુ, ગામડામાં કે જંગલોની અંદર કે આસપાસ અથવા લીલોતરી વિસ્તારો પ્રદેશોમાં નાગ-સર્પ નજરે જોયાં હશે ડર્યા હશે અને એમનાં વિશેની જાતજાતની વાતો સાંભળી હશે. નાગ, સર્પ એ દૈવ યોની છે એમનું ખાસ મહત્વ છે. સર્પનાગ તમે આપણાં ઘણાં ભગવાનનાં સ્વરૂપોમાં એમની સાથે ...વધુ વાંચો

25

દિલ ની કટાર - સંવેદના

દિલની કટાર...."સંવેદના" સંવેદના.. વેદના સાથે પ્રેમ સાથે સંકળાયેલી સંવેદનાં.. સંવેદના હરએક જીવમાં હોય છે જ્યાં સુધી શરીરમાં જીવ છે છે સંવેદના ગઇ એટલે એ મૃત ગણાય છે. પણ સંવેદના એક એક જીવનાં કણ કણમાં પ્રસરેલી છે. સંવેદના પ્રેમનું પહેલું પગથીયું છે અને છેલ્લું પણ સંવેદના થાય લાગણી થાય લાગણી પ્રેમમાં પરીવર્તન થાય. આકર્ષણ પછી સંવેદના આવે પ્રેમ પ્રગટાવે છે. સ્પર્શ અને પ્રેમથી સંવદના ભોગ ભોગવે છે દીલની સંવેદના પ્રેમ, વિરહ, તડપ, વિયોગને ભોગવે છે આનંદ ખુશી અને ઉત્તેજના પણ અનુભવે છે. માનવ, પ્રાણી, પક્ષી, જંતુ બધાં જીવમાં સંવેદના છે જે જીવે છે એ સંવેદનાથી સમજે છે અનુસરે છે. માનવ ...વધુ વાંચો

26

દિલ ની કટાર-સમજણ અને સમજૂતિ

દિલની કટાર....સમજણ અને સમજૂતિ બે વ્યક્તિ વચ્ચેની સમજણએ સંબંધનો મજબૂત પાયો છે સમજણ આવ્યાં પછી સમજુતિ એ સ્વાર્થનો કરાર એ પછી કોઇપણ પક્ષે હોઇ શકે. કોમ્પ્રોમાઇઝ કરવું એક એવો રસ્તો છે કે જેમાં દીલ સંમત નથી છતાં મન એ કામ કરે છે સ્વીકારે છે. કોઇપણ સંબંધમાં પછી એ પ્રેમ હોયકે કટુબ-વ્યક્તિ હોયકે સમાજ સમજણ સંબંધ પરીપક્વ અને મજબૂત બનાવે છે. જ્યારે એમાં અન્ય હીત ભળે ત્યારે સમજૂતિ કરવી પડે છે. સમજૂતિ કરવા પાછળ, સ્વાર્થ ,કંઇક મેળવવું કે કંઇ ના ગુમાવવું એની ભાવના હોય છે બંન્ને પક્ષે કંઇક નથી ગમ્યું છતાંગમાડવું પડ્યું છે એ ચોક્કસ છે. પતિ-પત્નિ કે પ્રેમી-પ્રેમીકા વચ્ચે ...વધુ વાંચો

27

દિલ ની કટાર....પ્રેમ- પઝેસીવનેસ - વળગણ

દિલની કટાર....પ્રેમ- પઝેસીવનેસ - " વળગણ " પ્રેમ અને લાગણીની પાછળ પોતાન પણું જે છેક માલિકી ભાવ સુધી જાય આવો સંબંધ-પ્રેમ અને લાગણીને કારણે બંધાય, માઁ દિકરો, બાપ દીકરો, ભાઇ બહેન, પ્રેમી યુગલ, પતિ-પત્નિ, મિત્રો, ઘરમાં સંબંધોમાં આ ભાવ જોવા મળે છે. બસ તું મારી જ ફક્ત, હું ફક્ત તારીજ.. બાળક માટે પણ આવું જ થાય. કાળજી લેવાય લાગણીથી અને ક્યારે એનાં માટે બંધાઇ જવાય સાવ પાગલની જેમ.. પોતાનાં પણુ એક માલિકીભાવ એમાં કંઇ ચૂકવવાનું હોય તો માત્ર પ્રેમ અને કાળજી છે એમાંથી પછી ઇર્ષ્યા, અબોલા શંકા, વહેમ બીજા અવગુણો પ્રવેશે અને એ બંધન બંધારો લાગે છે. સાચી પાત્રતામાં ...વધુ વાંચો

28

દીલ ની કટાર-નાગ સર્પ દૈવ યોની.. ભાગ-2

દિલની કટાર...."નાગ સર્પ દૈવ યોની.."ભાગ-2દીલની કટાર ગુરુ જરાત્કરુ સાહિત્ય નાગ-સર્પ દૈવી યોની છે એનાં વિષે પ્રથમ ભાગમાં સંક્ષિપ્ત આપ્યો છે. ઘણાં વાંચકોનો આગ્રહ હતો કે નાગ વિષેનાં મારાં અનુભવ આપની સાથે વહેંચું જણાવું. મારી વાંચકોને પણ નમ્ર સૂચન છે કે તમારાં પણ કોઇ એવાં અનુભવ કે જાણકારી હોય તો જરૂર જણાવો જે હું નામ સાથે આગામી લેખમાં રજૂઆત ચોક્કસ થી કરીશ જેથી બીજા વાંચકોને પણ એની રસપ્રદ જાણકારી મળી શકે. આ વિષયજ ખૂબ રસપ્રદ અને કૂતૂહૂલ પેદા કરે છે જેથી એને રોચક રીતે રજૂઆત અનુભવ એવો છે કે મારી ઊંમર એ સમયે માંડ 12 વર્ષ આસપાસ હશે અને અમારાં ઘરનાં ...વધુ વાંચો

29

દીલ ની કટાર-નાગ સર્પ દૈવ યોની ભાગ-3

દિલની કટાર...."નાગ સર્પ દૈવ યોની.."ભાગ-3દીલની કટાર ખેતર જોવા ગયાં હતાં ત્યાં મને એહસાસ થયો કે આગળ કોઇ ફેણીદાર છે અને આશરે 100 પગલાં આગળ ગયાં હોઇશુ અને મોટો કાળો ફેણીદાર નાગનાં દર્શન થયાં. બધાં આર્શ્યથી મારી સામે જોવાં લાગ્યાં. મને પૂછ્યું તમને કેવી રીતે આગળથી ખબર પડી ગઇ કે એ આગળ નાગ છે ? મેં કહ્યું મને કોઇ એવું જ્ઞાન નથી પણ મનમાં અગોચર એહસાસ થયો કે આગળ નાગ દર્શન થશે એમને નુકશાન ના પહોંચે એમ જવાનું મારાં મનમાં સૂક્ષ્મ કોઇ અગોચર એહસાસ કાયમ થતાં. પછી બે મહીના પછી વડોદરામાં જ બીલ અને ચાણસદ ગામમાં ખેતીની જમીન ખરીદવા આશયે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો