દિલ ની કટાર- “ સ્વર્ગ “ Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિલ ની કટાર- “ સ્વર્ગ “

દિલની કટાર...
“ સ્વર્ગ “
સ્વર્ગ બોલતાં સાંભળતાં વિચારતાં લખતાં બસ આનંદ છવાય છે. સ્વર્ગ કોઈએ સદેહે જોયું છે ? પુરાણોમાં કે કાલ્પનિક વાર્તાઓમાં એનો ઉલ્લેખ વિવરણ વાંચ્યું હશે. કે સ્વર્ગ એટલે સુખ આનંદ અને ભોગવિલાસ લગભગ આપણી કલ્પનામાં આવું જ કંઇક હોય છે.
સ્વર્ગમાં દુઃખ હોય જ નહીં સુખ , સુખ અને સુખ જ હોય આનંદ હોય.અપ્સરાઓ ચારે બાજુ ફરતી હોય એમનાં નૃત્ય જોવાનાં મધુરસ પીવાનો અને મજા લૂંટવાની હોય. સંગીત સાંભળવાનું મીઠાં પકવાન જમવાના. ના કોઈ ખોટ ના અછત બસ આનંદ જ આનંદ. સ્વર્ગ કોઈએ જોયું નથી મર્યા પછી કોઈ કહેવા આવ્યું નથી. હશે તોપણ જીવતા કામનું નથી , મળવાનું નથી. કલ્પના કે સ્વપ્ન જોઈ રાજી થવાનો કોઈ અર્થ નથી. સાચું સ્વર્ગ આપણા હાથમાં છે. ઇન્દ્રની નગરી સ્વર્ગ ગણાય છે. એમાં રંભા , ઉર્વશી જેવી અનેક અપ્સરાઓનો ઉલ્લેખ છે. ખૂબ સુખ આનંદનું વર્ણન છે. કોણે જોયું? જીવતાં કોઈ જોવાનું નથી અને મૃત્યુ પછી મળ્યું તો કહેવા આવવાનું નથી. સ્વર્ગ પુણ્યશાળી આત્માઓનો વાસ છે એમનેજ પ્રાપ્ય છે એનો આંક કે માપદંડ કોઈને ખબર છે? તો કેવી રીતે સાચું સ્વર્ગ મેળવવું?.
શું આજ સ્વર્ગ હશે ? સુખ ને સુખમાં સબડવાનું કોઈ તૃપ્તિ કે ધરાવો નહીં ? આવું માત્ર સુખમાં રચ્યાપચ્યા રહેવું એ સબડયા બરાબર છે આ મારી વેધક દ્રષ્ટિ છે.આવું સવર્ગ મને ના ખપે.. સાચું સવર્ગ મેં જોયું છે ચલો બતાવું. સાચાં સ્વર્ગનો પરિચય કરાવું જે આપણાં હાથમાં જ છે શક્ય છે.
મારાં માટે સ્વર્ગ શબ્દની પરિભાષા પરિકલ્પના તદ્દન જુદી છે.અથાગ પરિશ્રમ અને પ્રયત્નો પછી મળેલી સફળતા એનો આનંદ. વિરહમાં ઝૂરી ઝૂરી પીડાઓ સહ્યા પછીનું વહાલી પ્રિયતમાનું મિલન, એનું સાનિધ્ય , એ પછીની પ્રેમક્રીડા એમાં મળતી તૃપ્તિનો આનંદ એ સ્વર્ગીય ક્ષણોનો અપૂર્વ આનંદ મારું સાચું સ્વર્ગ છે.
પીડા પછી મળતાં આનંદનું નામ સ્વર્ગ છે. એજ સ્વર્ગની અનુભૂતિ છે. સ્વર્ગની વ્યાખ્યા મારાં માટે સાવ જુદી છે. મને સ્વર્ગ મારી પ્રિયતમાના સાંનિધ્યમાં ભાસે છે. એની સાથેનાં મિલનમાં અનુભવાય છે. અમારી અનંત વાતોમાં મળે છે. આ સુખ આનંદ જ મારું સ્વર્ગ છે.આજ પ્રેમ થકી મોક્ષ છે.
પુરાણોમાં બતાવેલું સ્વર્ગ ઇન્દ્રનું આધિપત્ય છે એમનું રાજ છે એમનો હક્ક અધિકાર છે. એ રાજા છે.
મારાં માટે મારી મહેનતનું ફળ અને પ્રભુનું મિલન સ્વર્ગ છે.
મારી પ્રિયતમા જ મારું સ્વર્ગ છે.એ વાસ્તવિક અને ઊપભોગ કરી શકાય એવું છે જેમાં બન્ને પ્રેમી જીવ એકબીજામાં સંપૂર્ણ પરોવાઈને સ્વર્ગીય સુખ ભોગવે છે આનંદ લેછે એજ સાચું સ્વર્ગ છે.
એક નાના બાળને એની માઁ નો ખોળો સ્વર્ગ છે. એનાં જેવું સુખ એને બીજે ક્યાંય નહીં મળે. અથાગ મહેનત અને ભણતર પછી અવ્વલ રીતે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીને એની સફળતા સ્વર્ગીય લાગે છે.
એક પ્રેમી જે વિરહની પીડામાં ઝુરતો..રોજ રાત્રે આભમાં તારા ચાંદ જોઈ રાત્રીઓ પસાર કરતો, અવારનવાર પ્રેમિકાને પુકારતો ગીત રચતો ગાતો એની યાદમાં તડપતો એ પ્રેમી જીવ જ્યારે મિલનની ઘડી નજીક આવે , એકમેકનાં સાંનિધ્યમાં સમય વિતાવે ,જીવમાં જીવ , તનથી તન , મનથી મન પરોવી પ્રેમ કરે તૃપ્તિ મેળવે એ ક્ષણો એમની સ્વર્ગીય છે એજ સાચું સ્વર્ગ છે. આવા સ્વર્ગનું વિવરણ કે વર્ણન ના થઇ શકે એવું હોય છે. પિયુ માટે પ્રિયતમા સ્વર્ગ જ છે.
આ બધી પ્રેમભરી સાંનિધ્યની પળો સ્વર્ગથી પણ ઉંચેરી છે. સુખ આનંદની ઘડીઓ સાચું સ્વર્ગ છે. એકમેકનાં મિલન , સાંનિધ્યમાં સાચું સ્વર્ગ છે. આ અણમોલ અને ખાસ ઉંચેરું સ્વર્ગ છે આવું સ્વર્ગ કે આનંદ બીજે ક્યાંય ના જ મળે.


સબસે ઉંચી કહી પ્રેમ સગાઈ...
સ્વર્ગસી અનુભૂતિ મિલનમે સમાઈ...
દક્ષેશ ઇનામદાર.”દિલ”..