દિલ ની કટાર..-“વૃક્ષનું દિલ” Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

દિલ ની કટાર..-“વૃક્ષનું દિલ”

દિલની કટાર...
“વૃક્ષનું દિલ”..
શ્રુષ્ટિની સંરચનામાં પંચતત્વથી જીવો ઉત્પન્ન થયાં. એમાં સહુથી પરોપકારી , નિર્દોષ અને પ્રેમાળ નિરુપદ્રવી જીવ એટલે વૃક્ષ..વનસ્પતિ..
એનાં જન્મથી મૃત્યુ સુધીની સફર અને મૃત્યુ પછી પણ કામમાં આવે માનવનું ભલું કરે એ વૃક્ષ..વનસ્પતિ..
વૃક્ષ વાતાવરણમાં કાર્બનડાયોકસાઈડ ઓછો કરી ઓક્સિજન વધારે એનાં ફળ , ફૂલ ,લાકડા કામમાં આવે..ઔષધિ મળે નિત નવા ફળ આપે , તાપ તડકામાં છાંયો આપે , વરસાદમાં મૂળ દ્વારા પાણીનો નિતાર કરી જમીનમાં જળનો સંચય કરે છે.આ બધાં વૈજ્ઞાનિક સત્ય આપણે જાણીએ છીએ અને ભણીયે છીએ. પણ મેં કોઈ વૈજ્ઞાનિક સત્ય સમજવા માટે વિષય પસંદ નથી કર્યો.
વૃક્ષ બધીજ રીતે ઉપયોગી અને મદદગાર છે મિત્ર છે. એ ફક્ત માનવ નહીં પણ પ્રાણી , પક્ષી , જીવાત ,સર્પ બીજા અનેક જીવોનો આશરો છે પોષણકર્તા અને રક્ષણકર્તા છે. જે આપણે જાણીએ છીએ અનુભવી ચૂક્યાં છીએ.
વૃક્ષોનો સમૂહ જંગલ છે એમાં નિતનવા વૃક્ષો , વેલીઓ , છોડ અને જળમાં અને હવાઈ છોડ થતાં હોય છે. આમ અનેક જાતિ પ્રજાતી હોય છે અને બધી ઉપયોગી હોય છે.
પરંતુ....પરંતુ...હું આજે વૃક્ષનાં દિલની વાત કરી રહ્યો છું. મેં વૃક્ષનાં સાથમાં , સંપર્કમાં ,પ્રેમમાં ,સાંનિધ્યમાં ,સ્પર્શમાં એનું જે અનુભવ્યું છે જાણ્યું છે...એની મૌન વાચાને સમજીને તમારી પાસે વ્યક્ત કરવાં માંગુ છું.
વૃક્ષ એટલે એક વિશાળ વટ વૃક્ષની કલ્પના થાય. એક નાનાં બીજમાંથી અંકુરિત થયેલો છોડ દરેક ઋતુનાં સ્વભાવ , તાપ , તડકો , વરસાદ , પવન , તોફાન ,વાવાઝોડું વગેરેને ખમી સહન કરીને વિકાસ કરી વિશાળ વટવૃક્ષ બને છે. પોતાની વિશાળ ડાળીઓ શાખોનો વિકાસ કરીને જાણે સામ્રાજ્ય ઉભું કરે છે અને એની છત્રછાયામાં અનેક જીવો આશરો લે છે નભે છે. એ વૃક્ષનો આગવો મોભો અને રુઆબ છે.
હું આજે વૃક્ષ પાસે બેઠો હતો રોજનાં ક્રમ પ્રમાણે એની સાથે વાતો કરી રહેલો.. એ પણ આજે ખૂબ ખુશ હતું. આજે એનો સારો મૂડ જોતાં મેં એને સાવ અંગત પ્રશ્ન પૂછી લીધો.
મેં કીધું તારે વાચા નથી છતાં હું બધું સમજું છું સાંભળું છું. આપણાં સંવેદનાના આ સંબંધને હું મિત્રતા ગણું છું સાર્થક માનું છું. તારી જાડી છાલ મોટી શાખાઓ કેટલો સિતમ સહે છે પક્ષીની ચાંચો કુહાડીનાં ઘા મૌન રહી સહી લે છે. તારાં સેંકડો હજારો પર્ણ ખરી જાય છે..તને સુંદર ફૂલ અને મીઠાં ફળ આવે ત્યારે પથ્થરનાં નિશાન બને છે તને દુઃખ નથી પહોંચતું? આજે મારે તારું દુઃખ જાણવું છે દિલ ખોલીને વાત કર.
વૃક્ષ થોડીવાર મૌન રહ્યું પછી ઉદાસીભર્યું સ્મિત આપીને કહ્યું “ દોસ્ત તે આજે કેવો પ્રશ્ન કરી દીધો ? મને જડ અને નિર્જીવ સમજનારને લાગણીથી ભીંજવી દીધો.
મારાં ખરતાં પર્ણ જોઈ મારુયે કાળજું કપાય છે અશ્રુની ધાર વહે છે જોનાર સમજનાર કોઈ નથી. હું ચૂપચાપ સહુ છું ઈશ્વરે મને એવો બનાવ્યો છે કે નથી ખસી શકતો નથી કહી શકતો. બધી ઘટનાઓનો મૂક સાક્ષી બની રહું છું.
સવાર સાંજના મંદિરનાં ઘંટારવથી આનંદ થાય છે. ઝૂમી ઉઠું છું. તે આજે મારું દિલ ખોલાવી દીધું છે.આજે મને પણ થાય છે હું તને મારાં મનની વાત દિલ ખોલીને કરું. તું મારો સાચો મિત્ર છે.
અકલ્પ્ય ,અદ્રશ્ય , અને મૌન ક્ષણોમાં હું એ સમયે... મને પવનનો મૃદુ સ્પર્શ ભીની ભીની વર્ષાની છાંટ મને તૃપ્ત કરે છે મારાં રોમ રોમમાં પણ આનંદ છવાય છે પુષ્પો ખીલી ઉઠે છે..આ નિષ્ઠુર જગતમાં ત્યારે હું એકલો જ આનંદી હોઉં એવું લાગે છે.....
અપૂર્ણ...
દક્ષેશ ઇનામદાર.”દિલ”..
વધુ આવતા અંકે..