દિલ ની કટાર- નાગ સર્પ દૈવ યોની.. Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિલ ની કટાર- નાગ સર્પ દૈવ યોની..

દિલની કટાર....
"નાગ સર્પ દૈવ યોની.."
નાગ, સર્પ, અજગર આવાં બધાં જીવ જે નાગ-સર્પ યોનીનાં ગણાંયા છે. ઘણાં બધા લોકોએ પોતાની, પોળ, સોસાયટી કે મેળામાં ગારુડી, કે મદારી તરીકે ઓળખાતાં લોકો નાગ, સર્પ, બધુ લઇને આવતાં બીન વગાડીને નાગને ડોલાવતાં અને ખેલ કરતાં જોયાં હશે. શહેરોમાં લોકોએ આવા ગારૂડી, મદારી પાસે જ છાબડામાં લઇને આવતાં સર્પ, નાગ જોયાં હશે...
પરંતુ, ગામડામાં કે જંગલોની અંદર કે આસપાસ અથવા લીલોતરી વિસ્તારો પ્રદેશોમાં નાગ-સર્પ નજરે જોયાં હશે ડર્યા હશે અને એમનાં વિશેની જાતજાતની વાતો સાંભળી હશે.
નાગ, સર્પ એ દૈવ યોની છે એમનું ખાસ મહત્વ છે. સર્પનાગ તમે આપણાં ઘણાં ભગવાનનાં સ્વરૂપોમાં એમની સાથે જોયા હશે ભગવાન દેવાથીદેવ મહાદેવનાં ગળામાં કે શરીર પર નાગ વીંટળાયેલા જોયાં હશે. પૂર્ણ પુરષોત્તમ તારણહાર ભગવાન વિષ્ણુ શેષશૈયા પર સૂતેલા જોયાં છે એમની બધાની તસ્વીરો નાગ ખાસ હોય છે. અનેક દેવ ભગવાન સાથે નાગ હોય છે. ગુરુદત્તાત્રેય, ગણેશજી, ઘણાં ઇશ્વરનાં સ્વરૂપની કલ્પના નાગ વિના શક્ય નથી આ દૈવી જીવ છે.
પુરાણોમાં અનેક અનેક ગંથોમાં એમનો ઉલ્લેખ છે આ એક ખાસ યોની જેનો ઇશ્વર સાથે સીધો સંબંધ છે. એનું પણ કોઇ ચોક્કસ "કારણ" હશે ને.
પુરાણોની કથા પ્રમાણે જન્મેજય રાજા યજ્ઞ કરે છે અને પોતાનાં પિતૃઓનાં મૃત્યુ પાછળ તક્ષક નાગને કારણ સમજી પૃથ્વી પરથી સર્પ નાગનો ધ્વંશ કરવા માટે સર્પ યજ્ઞ કરે છે અને નાગ-સર્પ યોનીને બચાવવા માટે ગુરુ જરાત્કારું ઋષિ સાથે એમની શરતોને આધિન રહીને નાગ કન્યા માઁ જરાત્કારુ લગ્ન કરીને આઅસ્તિક ઋષીને જન્મ આપે છે. ભગવાન આસ્તિક જન્મેજય રાજાનાં યજ્ઞમાં જાય છે અને રાજાને પોતાનાં જ્ઞાન-વાણી અને શાસ્ત્રાર્થથી ખુશ કરે છે અને વરદાનમાં ર્સ્પયજ્ઞ બંધ કરાવે છે અને અનેક મહાન નાગ અને સર્પોનો બચાવ કરે છે સૃષ્ટિ ઉપરથી નાગ યોનીનું નિકંદન કાઢતાં અટકાવે છે આનાં ઉપરથી ખ્યાલ આવશે નાગનું કેટલું મહત્વ છે.
આ કથા અહીં સંક્ષિપ્તમાં કહી છે પણ ઘણી મોટી કથા છે જે મહાભારત જેવા મહાનગ્રંથમાં એનો ઉલ્લેખ છે. દુનિયામાં કેટલીયે જાતનાં નાગ-સર્પ-અજગર છે જેને આપણે અંગ્રેજીમાં રેપ્ટાઇલ્સ તરીકે ઓળખીએ છીએ પણ એનું ઘણું મહત્વ છે.
ઇશ્વરનાં સ્વરૂપોમાં એમની સાથે ગણ્યા ગાંઠ્યા પશુ પક્ષીઓ સ્થાન મળ્યુ છે એમાં મહત્વનું સ્થાન નાગ યોનીને મળ્યુ છે જે અનેક અવતાર અને સ્વરૂપોમાં જોવા મળશે.
"નાગ" ભગવાનનાં અનેક મંદિરો છે. દેશ ભરમાં ઠેકઠેકાણો એમાં મંદિરો છે ક્યા જીવનાં કે યોનીનાં મંદિરો છે ? ખાસ મહત્વ મળેલો આ જીવ ઘણીવાર નિર્દયી રીતે મરાય છે ઇજા પહોંચે છે. એમને ડરથી અને ટીખળથી પણ મારવામાં આવે છે.
નાગની ચામડી, ઝેરનો ધંધો થાય છે એમાંથી ઔષધો બને છે એટલે જંગલો કે રાફડાઓમાંથી પક્ડીને લઇ જવામાં આવે છે ઘણાં લોકોને ડર સાથે ચીતરી પણ ચઢતી હોય છે પણ આ જીવ ઈશ્વરથી નજીક છે ઇશ્વરની એને માનભર્યુ ચોક્સ સ્થાન મળ્યુ છે.
અનેક નાગનાં પ્રકાર જોવા મળે છે જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા દેખાવનાં નાગ હોય છે. સર્પ યોનીમાં પણ દૈવી અને શુધ્ધ પ્રજાતિઓ હશે કે જે જાનવરથી જેમ જીવે છે અને મરે છે.
પરંતુ "નાગ" ગમે તે પ્રદેશનો હોય આસાની, હિમાલયનો કે ગુજરાતનો કે દક્ષિણ ભારતનો એ પૂજ્ય છે દૈવી છે કહેવાય છે મણીવાળા નાગ દૈવી હોયછે ઘણાંએ જોયાં હોવાનો દાવો કરે છે પરંતુ હશે ઘણાં પવિત્ર એકાંત સ્થાનોમાં જોવા મળી આવતાં હશે નાગ યોનીમાં ખાસ "શક્તિ" હોય છે.
કહેવાય છે ઇચ્છાશક્તિ નાગ ગમે તે સ્વરૂપ ધારણ કરી શકે છે માનવરૂપ ધરી શકે છે એનાં પર અનેક કથા વાર્તાઓ લખાઇ ચૂકી છે મૂવી-સિનેમાં બનેલાં છે. એનાં માટે બધાને જાણવાનુ કૂતૂહુલ હોયછે. લોકજીભે ચઢેલી અનેક લોકકથા અને દંતકથાઓ જગપ્રસિદ્ધ છે.
લેખક પણ નાગ યોનીની ઘણી જાણકારી ધરાવે છે અનેક અનુભવ કરેલાં છે અને ખૂબ વિશ્વાસ છે કેં આ દૈવી યોની એક ઇશ્વરનું સ્વરૂપ છે. એમનાં રાજા શેષ વિષ્ણુનાં ઘણાં પ્રિય છે. મહાદેવજીનાં ગળામાં વાસુકી નાગ, અનંત, તક્ષક, કાળીયા નાગ હોય છે. પાતાળ લોક એમનું મુખ્ય સ્થાન છે. ખૂબ લખી શકાય પણ સંક્ષિપ્તમાં લખ્યુ છે.
।। ૐ નવકુલાય ધીમહી વિષદન્યાય ધીમહી તન્નઃ સર્પ પ્રમોદયાત્ ।।