પ્રબલ , શું કરવા આવ્યો હવે મારી લાઇફમાં ! why? બહુ મોડું કર્યું તે આવવામાં ! જરૂર હતી મને તારી બહુ જ, પણ ત્યારે તુ ના આવ્યો., બહુ રાહ જોઇ મેં, બહુ જ યાદ કર્યો, દરેક ગલી, રસ્તા, થિયેટર, આઈસ્ક્રીમ શોપ, બધે જ શોધ્યો તો મેં. પણ તુ મને કયાંય દેખાયો નહોતો. મારા મનને હુ સમજાવી નહોતી શકતી, કે તુ મને ભુલી ગયો , મારુ દિલ નહોતું માનતું કે તુ મને છોડીને બહુ દૂર ચાલ્યો ગયો છે.એટલામાં જ દરવાજો ખખડયો, ને મન સાથે લડી રહેલી પ્રલોકી ભાન માં આવી.

Full Novel

1

પ્રલોકી

પ્રબલ , શું કરવા આવ્યો હવે મારી લાઇફમાં ! why? બહુ મોડું કર્યું તે આવવામાં ! જરૂર મને તારી બહુ જ, પણ ત્યારે તુ ના આવ્યો., બહુ રાહ જોઇ મેં, બહુ જ યાદ કર્યો, દરેક ગલી, રસ્તા, થિયેટર, આઈસ્ક્રીમ શોપ, બધે જ શોધ્યો તો મેં. પણ તુ મને કયાંય દેખાયો નહોતો. મારા મનને હુ સમજાવી નહોતી શકતી, કે તુ મને ભુલી ગયો , મારુ દિલ નહોતું માનતું કે તુ મને છોડીને બહુ દૂર ચાલ્યો ગયો છે.એટલામાં જ દરવાજો ખખડયો, ને મન સાથે લડી રહેલી પ્રલોકી ભાન માં આવી. ...વધુ વાંચો

2

પ્રલોકી - 2

પ્રત્યુષ અને પ્રલોકી જમી ને અગાશીમાં બેઠા બેઠા વરસાદ ને જોઈ રહ્યા હતા. હાથમાં હાથ નાખી પ્રલોકી ના ખભા ઉપર માથું ઢાળીને બેઠી હતી. પણ પ્રબલ ની યાદ એના મન પર હાવી થઈ ગયી હતી. પ્રત્યુષે કહ્યું આજે વરસાદ બંધ થશે એમ લાગતું નથી. પ્રલોકી બોલી હા એને આજે મન ભરીને વરસવા દો, બંધન માથી મુક્ત થવા દો. પ્રત્યુષ સમજી ના શક્યો પણ કહ્યુ આ બધી કુદરત ની કરામત છે, આપણુ કંઈ ચાલે જ નહીં. આપણુ તો કયાંય ચાલતું જ નથી, પ્રલોકી બોલી. પ્રલોકી ને સારી રીતે જાણનાર પ્રત્યુષ આજે એના આવા વાક્યો ...વધુ વાંચો

3

પ્રલોકી - 3

આપણે જોયું કે પ્રબલ ને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો. સુનિલભાઈ અને સરલાબેન ICU રૂમ આવી ને ઊભા સરલાબેન બેહોશ થઈ ગયા. હવે જાણો આગળ. સુનીલભાઈ સીધા પ્રલોકી જોડે ગયા ને પૂૂછ્યું, બેટા શું થયું પ્રબલ ને? એ કેવી રીતે સ્યુસાઈડ માાટે ટ્રાય કરી શકે? એ ભણવામાં પણ હોંશિયાર છે, ઘરમાંથી એને કયારેય કોઇ કંંઈ બોલતું નથી. બધાનો લાડકો છે એ ઘરમાં. એકદમ શાંત સ્વભાવ, બધા ની ચિંતા કરનાર, આટલી નાની ઉંમરે એ બહુ સમજદારીથી કામ લે છે. નૈતિકભાઈ એ આશ્વાસન આપતા કહ્યું, ચિંતા ના કરો સુનીલભાાઈ બધું ઠીક થઇ ...વધુ વાંચો

4

પ્રલોકી - 4

આપણે જોયું કે પ્રલોકી એના ભૂતકાળ ને વાગોળી રહી હતી, પ્રત્યુષે પૂછ્યું શું થયું? પ્રલોકી પાસે કંઈ જવાબ નથી.પ્રત્યુષ પ્રલોકી ને ફ્રેશ થવા જવાનું કહે છે. હવે જાણો આગળ. પ્રલોકી ફ્રેશ થઈને આવી ને ડાઈનીંગ ટેબલ પર બેસી ગઈ . અરે મેડમ કોફી અને નાસ્તા વગર જ બ્રેકફાસ્ટ કરવાનો છે. અરે સોરી હમણા લઈને આવુ, પ્રલોકી એ કહ્યુ . ના ના હવે તુ બેસ હુ જ લઈને આવુ. પ્રત્યુષ તમે કેમ મને આટલુ બધુ સાચવો છો? કેમ આટલો બધો પ્રેમ કરો છો? કેમ કે પ્રલોકી તુ છે જ એટલી સરસ .કોઈ ...વધુ વાંચો

5

પ્રલોકી - 5

આપણે જોયું કે પ્રબલ નો ફોન આવે છે, પ્રલોકી ગુસ્સે થઇને ફોન કટ કરે છે. હવે આગળ. ફરી પ્રલોકી નો મોબાઈલ રણકવા લાગ્યો, પ્રબલ........ પ્રલોકી એ બૂમ પાડી ને એના હાથમાંથી ફોન છટકી ગયો, આખા શરીરે પરસેવો છૂટી ગયો, પ્રલોકી બેભાન થઈ જમીન ઉપર પછડાઈ પડી. પ્રલોકી, શુ થયુ ? ફોન મા પ્રત્યુષ બોલી રહયો હતો. પણ જવાબ ના મળતા પ્રત્યુષ ગભરાઈ ગયો. એ બધું કામ પડતું મૂકી ઘરે આવવા નીકળી ગયો. દસ મિનિટ નો રસ્તો તેને લાંબો લાગવા લાગ્યો. જેમ તેમ કરી તે પોતાના ફ્લેટ પર પહોંચ્યો, ...વધુ વાંચો

6

પ્રલોકી - 6

આપણે જોયું કે પ્રલોકી અને પ્રબલ સામસામે આવી જાય છે.બંને આ પરસ્થિતિ નો સામનો કરી નથી શકતા. પ્રત્યુષ વાત થી અજાણ હોય છે કે બંને એકબીજાને ઓળખે છે. હવે જાણો આગળ... Mr. પ્રત્યુષ, હવે હું નીકળું, તમારી વાઈફ હવે બિલકુલ ઠીક છે. હા Dr. પ્રબલ.. થૅન્ક્સ.. પ્રબલ ને થયુ કે શેના માટે થૅન્ક્સ ! મારી પ્રલૂ ને પોતાની વાઈફ બનાવી દીધી એના માટે ? એ કઈ બોલ્યો નહી. પ્રલોકી પ્રબલ ને જોતી જ રહી.. એના હૃદય પર થોડી વાર પહેલા મુકાયેલું સ્ટેથોસ્કોપ અને એની જોડે પ્રબલ ના હાથ નો ...વધુ વાંચો

7

પ્રલોકી - 7

આપણે જોયુ કે, પ્રલોકી સ્કૂલ મા રિઝલ્ટ લેવા આવે છે. પણ રિઝલ્ટ કરતા પ્રબલ ને મળવા આવે પ્રબલ સ્કૂલ મા આવતો નથી. પ્રલોકી નિરાશ થઈ જાય છે. હવે જાણો આગળ. પ્રલોકી, ચાલ અપડે હવે ઘરે જઈએ, હા નૈતિક તમે સાચું કહો છો, સાંજે પાર્ટી પણ રાખી છે. નિશા, પાર્ટી તે રાખી દીધી એ બહુ સારું કર્યુ. હા નૈતિક પ્રલોકી ના આખા ક્લાસના બધા સ્ટુડન્ટ્સ ને ઇન્વિટેશન આપી દીધું તું કાલ જ મેં. મને ખબર જ હતી પ્રલોકી અવ્વલ જ આવવા ની છે. પ્રલોકી એ પૂછ્યું, મમ્મી બધા ને આપ્યું ? હા બેટા ...વધુ વાંચો

8

પ્રલોકી - 8

આપણે જોયુ કે, પ્રલોકી પ્રબલ ને ફોન નંબર આપે છે. એ ટીસ્યુ પલળી જાય છે. પ્રબલ આંખો મા પાણી આવી જાય છે. કેમ કે આ જ એક રસ્તો હતો પ્રલોકી જોડે વાત કરવાનો. હવે કોઈ પણ રીતે પ્રલોકી જોડે વાત નહી કરી શકાય. હવે જાણો આગળ... પ્રલોકી, સપના જોતા જોતા સપનાની નગરી મુંબઈ મા આવી જાય છે. પ્રલોકી, એડમિશન ચાલુ થઈ ગયા છે. તે નક્કી કર્યુ ? કઈ સ્કૂલમા જવું છે ? મમ્મી, મને નથી ખબર કે અહીં કઈ સ્કૂલ સારી છે ? તું જ નક્કી કર. મારા ફોર્મ મા ...વધુ વાંચો

9

પ્રલોકી - 9

આપણે જોયુ કે, પ્રબલ પ્રલોકી ને પોતાના દિલ ની વાત કહે છે. પ્રલોકી જવાબ મા કહે છે તું કોઈ મૂવી નો હીરો છે ? પ્રબલ ડરી જાય છે. હવે જાણો આગળ... પ્રબલ, તું કોઈ મૂવી નો હીરો છે ? કોઈ એ કહ્યું છે તને આટલા બધા ડાયલોગ બોલવાનું ?? તો કેમ બોલ્યા કરે છે ? I love you કહ્યું તો પતી ગયું ને. I love you too... yar.. પ્રબલ હું એટલું જ કહીશ તું જે ફીલ કરે છે એ જ હું ફીલ ...વધુ વાંચો

10

પ્રલોકી - 10

આપણે જોયુ કે પ્રલોકી ને અમદાવાદ કોલેજ કરવી હોય છે કેમ કે ત્યાં પ્રબલ સાથે થાય પણ નૈતિકભાઈ માનતા એમને લાગે છે અહીં બોમ્બેમા જ પ્રલોકી ની કોલેજ થવી જોઈએ. પ્રલોકી નૈતિક ભાઈ ને મનાવા પ્રયત્ન કરે છે. હવે જાણો આગળ. પ્રલોકી એની ફ્રેન્ડ કિયા જોડે જુહુ બીચ પર લટાર મારવા જાય છે. કિયા, આ દરિયો જોને કેવો ઘુઘવાટ કરે છે. ને પેલો આથમતો સુરજ કેટલો સરસ લાગે છે. એ આથમી રહયો છે છતા પણ કેટલું તેજ છે એનામા, આજુબાજુ બધું જ સોનેરી કરી દીધું છે. ડૂબતા ...વધુ વાંચો

11

પ્રલોકી - 11

આપણે જોયુ કે રિયા આવી ને પ્રલોકી ને કહે છે કે સમીર કંઈક પ્લાન કરી રહયો છે. રેમ્પ વોક મા એ પ્રલોકી ને હરાવાની વાત કરતો હતો. પ્રલોકી ડરતી નથી, પ્રબલ ટેન્શનમા આવી જાય છે. હવે જાણો આગળ.... પ્રલોકી, મારે નીકળવું પડશે તમે બધા વાતો કરો એમ કહી પ્રબલ નીકળે છે. પ્રબલ સાથે દીપ પણ નીકળે છે. પ્રબલ, તું બહુ નસીબદાર છે તને પ્રલોકી નો પ્રેમ મળ્યો. હા, દીપ પ્રલોકી મારી ઝીંદગી છે. એને કાલ ગમે તેમ કરી સમીર થી બચાવી પડશે. હા પ્રબલ આપણે ...વધુ વાંચો

12

પ્રલોકી - 12

આપણે જોયુ કે પ્રબલ, પ્રલોકી અને એમના ફ્રેન્ડ્સ મનાલી ટૂર પર જાય છે. ત્યાં પ્રલોકી પ્રબલ ને બીજી છોકરી સાથે રૂમમા સૂતેલો જોવે છે. એ ગુસ્સામાં ત્યાંથી નીકળી જાય છે. દોડતા એ સીડીઓમાંથી પડી જાય છે. હવે જાણો આગળ. પ્રબલ, પ્રલોકી ની ચીસ સાંભળી કપડાં સરખા કરી ફટાફટ દોડે છે. પણ પહેલા તો સમીર ત્યાં પહોંચી જાય છે. સમીરે જોયુ કે પ્રલોકી ના માથામાંથી લોહી નીકળતું હોય છે. સમીર તરત જ દોડી ને ફર્સ્ટ એઇડ કીટ લઇ આવ્યો ને પહેલા પ્રાઈમરી ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી. સમીરે ...વધુ વાંચો

13

પ્રલોકી - 13

આપણે જોયુ કે પ્રલોકી ભૂતકાળ મા ખોવાયેલી હોય છે અને એ યાદ કરતા જ દવા ની બોટલ છૂટ્ટી ફેંકી છે. પ્રત્યુષ પ્રલોકી ને પૂછે છે શુ થયુ છે તને ? ચાલ, હું ર્ડો પ્રબલ ને ફોન કરું. હવે જાણો આગળ. પ્રત્યુષ......... એમ કહી પ્રલોકી રડવા લાગે છે. એક નાના છોકરા ની જેમ પ્રલોકી ને રડતી જોઈ પ્રત્યુષ ના આંખ મા આંસુ આવી જાય છે અને ડર પણ લાગવા લાગે છે. પ્રત્યુષ ના ખભા પર માથું મૂકી ને ક્યાંય સુધી પ્રલોકી રડ્યા કરે છે. પ્રત્યુષ એને થોડી દૂર કરવા ...વધુ વાંચો

14

પ્રલોકી - 14

આપણે જોયુ કે, પ્રલોકી પ્રત્યુષ ને પોતાનો ભૂતકાળ કહેવાનું કહે છે. પ્રત્યુષ પ્રલોકી ને આશ્વાસન આપે છે જે પણ ભૂતકાળ હશે એમાં મારા પ્રેમ કે વિશ્વાસમા ફરક નહીં પડે. પ્રલોકી ને અંદર થી ડર લાગે છે કે વર્તમાનનું શુ ? હવે જાણો આગળ.... પ્રલોકીનો હાથ પોતાના હાથ મા લઇ ને પ્રત્યુષ કહે છે, બોલ પ્રલોકી જે કહેવું હોય એ તું બસ પહેલા જેવી થઈ જા ને. બધી જ વાત કરતી તું મને. આ ...વધુ વાંચો

15

પ્રલોકી - 15

આપણે જોયુ કે પ્રલોકી પ્રત્યુષ ને ખુશ કરવા પ્રયત્ન કર્યા કરે છે. સન્ડે પ્રલોકી એના ફ્રેન્ડ્સ ને મળવા તૈયાર થવા જાય છે પણ એને એકપણ કપડાં પસન્દ આવતા નથી. પ્રત્યુષ આવી ને પ્રલોકી ને લાઈટ પિન્ક કલર નું ટોપ અને બ્લ્યુ જીન્સ આપે છે. અને કહે છે તું એમાં બહુ સરસ લાગે છે. આ પહેરી જા. હવે જાણો આગળ. પ્રલોકી તૈયાર થઈ ને આવી. પ્રત્યુષ પ્રલોકી ને જોતો જ રહી ગયો. જાણે કોલેજ જવા તૈયાર થઈ હોય એવી છોકરી જેવી લાગતી હતી. ...વધુ વાંચો

16

પ્રલોકી - 16

આપણે જોયુ કે, પ્રલોકી તેના ફ્રેન્ડ્સને પ્રત્યુષ અને પોતાની પહેલી મુલાકાત વિશે કહેતી હોય છે.લોખંડવાલાની એટલી ભીડમા પ્રત્યુષ સાથે અથડાઈ જાય છે. હવે જાણો આગળ. પ્રલોકી કહે છે પહેલી જ નજરે ગમી જાય પ્રત્યુષ. હું પ્રત્યુષની સામે જોઈ રહી. એમના ચહેરા પર આછું સ્મિત જોઈને લાગ્યું જાણે વર્ષોથી હું એમને ઓળખું છું. હું એમની સામે જોઈ જ રહી ત્યાં જ એમને કહયું. પ્લીઝ, થોડા સાઈડમા જશો. અને હું થોડી ખસી ગઈ. એ ફટાફટ ચાલી નીકળ્યા. જ્યાં સુધી મને દેખાય ત્યાં ...વધુ વાંચો

17

પ્રલોકી - 17

આપડે જોયુ કે, પ્રલોકી તેના ફ્રેન્ડ્સને પ્રત્યુષ વિશે કહેતી હોય છે. એ કહે છે, પ્રત્યુષ ડૉક્ટર બનવાનું સપનું પૂરું કરવા કહે છે. પ્રલોકી બહુ ખુશ થઈ જાય છે. અને પ્રત્યુષને ગાલે કિસ કરે છે. હવે જાણો આગળ. પ્રલોકીની વાત સાંભળી પ્રબલને ઈર્ષ્યા અને ગુસ્સો બંને આવે છે. એ ચૂપ રહે છે. પ્રલોકી આગળ બોલવાનું ચાલુ કરે છે. પ્રત્યુષ અને એના મમ્મી, પપ્પા બધા જ મને સપોર્ટ કરતા હતા. બીજા જ દિવસે અમે આગળની પ્રોસિઝર કરવા માટે નાણાવટી હોસ્પિટલ પહોંચી ગયા. બધું જ નક્કી કરી અમે ઘરે ...વધુ વાંચો

18

પ્રલોકી - 18

આપણે જોયું કે, પ્રલોકી પોતાના ફ્રેન્ડ્સને પ્રત્યુષ સાથે કઈ રીતે લગન થયા, અત્યાર સુધીની એમની ઝીંદગી કેવી હતી, એ બધું જણાવે છે. પ્રલોકી હવે ઘરે જવું જોઈએ એમ કહે છે. બધા ફ્રેન્ડ્સ એને રોકી લે છે. બધાની વાત માની પ્રલોકી પ્રબલની વાત સાંભળવા તૈયાર થાય છે. હવે જાણો આગળ.. દીપ કહે છે, સોરી યાર.... હું અને રિયા જઈએ છીએ. અમને પ્રબલની બધી વાત ખબર જ છે. ફરી ક્યારેક મળીશુ. એમ કહી દીપ ઉભો થાય છે. જીમ્મી પણ કહે છે, અમારે પણ નીકળવું પડશે, કાલ ત્રણ સિઝેરિઅન ...વધુ વાંચો

19

પ્રલોકી - 19

આપણે જોયુ કે, પ્રબલ પોતાની સાથે શુ થયુ હતું ? એ વિશે પ્રલોકીને કહે છે. પ્રબલની વાત પ્રલોકીને પોતે કરેલી ભૂલનો અહેસાસ થાય છે. એ રડવા લાગે છે. પ્રલોકીને રડતી પ્રત્યુષ અને પ્રબલ બંને જોઈ નથી શકતા. હવે જાણો આગળ... પ્રબલ..... હારી ગઈ હું આજે બધું જ હારી ગઈ..... મને લાગતું હતું તે મારી જોડે વિશ્વાસઘાત કર્યો છે. પણ હકીકતમાં તો મેં મને છેતરી છે. તને પ્રેમ કરતી હોવા છતા, પ્રત્યુષને પ્રેમ કર્યો મેં. શરીરથી જ નહી. આત્માથી, દિલથી એમને પ્રેમ કર્યો. હવે તે જયારે ...વધુ વાંચો

20

પ્રલોકી - 20 - છેલ્લો ભાગ

આપણે જોયુ કે, પ્રલોકી પ્રત્યુષને પોતાના દિલની વાત કહેવા માંગે છે. પણ પ્રત્યુષ પ્રબલને મળવા નીકળી જાય હવે જાણો આગળ. હેલો, મેમ... હું ર્ડો. પ્રબલને મળી શકું? ? પ્રત્યુષે પ્રબલની હોસ્પિટલની રીસેપ્નીસ્ટને પૂછ્યું. હા સર, તમારું નામ પ્રત્યુષ પારેખ છે ને ? પ્રત્યુષે માથું હલાવી હા પાડી. એને ખબર પડી ગઈ. પ્રબલે પહેલેથી જ કહી રાખ્યું લાગ્યું છે. સર.. તમે જઈ શકો છો. અહીં થી લેફ્ટ સાઈડ કન્સલ્ટિંગ રૂમ 1 હશે, ત્યાં સર મળશે. પ્રત્યુષ પહોંચી ગયો પણ હવે એને ડર ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો