Praloki - 12 books and stories free download online pdf in Gujarati

પ્રલોકી - 12

આપણે જોયુ કે પ્રબલ, પ્રલોકી અને એમના ફ્રેન્ડ્સ મનાલી ટૂર પર જાય છે. ત્યાં પ્રલોકી પ્રબલ ને કોઈ બીજી છોકરી સાથે રૂમમા સૂતેલો જોવે છે. એ ગુસ્સામાં ત્યાંથી નીકળી જાય છે. દોડતા એ સીડીઓમાંથી પડી જાય છે. હવે જાણો આગળ.
પ્રબલ, પ્રલોકી ની ચીસ સાંભળી કપડાં સરખા કરી ફટાફટ દોડે છે. પણ પહેલા તો સમીર ત્યાં પહોંચી જાય છે. સમીરે જોયુ કે પ્રલોકી ના માથામાંથી લોહી નીકળતું હોય છે. સમીર તરત જ દોડી ને ફર્સ્ટ એઇડ કીટ લઇ આવ્યો ને પહેલા પ્રાઈમરી ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી. સમીરે લોહી ને વહેતુ બંધ કરી દીધું. અને પ્રલોકી ને ઉઠાડવા પ્રયત્ન કરવા લાગ્યો. એને જોયુ કે પ્રલોકી ને શ્વાસ લેવામા તકલીફ પડી રહી છે. દીપ, કોમલ, જલ્દી તમે કોઈ માઉથ બ્રીથિંગ આપો. ફાસ્ટ..દીપ અને જીમ્મી ને પ્રોબ્લમ એ હતો કે પ્રલોકી પ્રબલ ની ગર્લ ફ્રેન્ડ હતી. કોમલ, રિયા તો એની આ હાલત જોઈ ને જ ગભરાઈ ગયા હતા. સમીર પાસે બીજો કોઈ રસ્તો નહોતો એને જાતે જ પ્રલોકી ને માઉથ બ્રીથિંગ આપવાનું ચાલુ કર્યુ. પ્રબલ એટલા મા આવ્યો, પ્રબલ જોઈ જ રહયો. પ્રલોકી ના શ્વાસ ચાલુ થયા એટલે સમીરે કહયું જલ્દી પેલી ટેક્ષી મા જ આપણે હોસ્પિટલ જઈએ. એમ્બ્યુલન્સ આવતા વાર લાગી જશે.
ફટાફટ બધા ટેક્ષી મા બેસી ગયા. પ્રબલ પણ દોડી ને બેસી ગયો ને પ્રલોકી ને ઉઠાડવા કોસીસ કરવા લાગ્યો. સર, પ્રલોકી ને શુ થયુ છે. સમીરે કહયું પ્રબલ હાલ કઈ ખાસ નથી લાગતું. એ જલ્દી હોશ મા આવી જશે. આપણે હોસ્પિટલ જઈ ને જોઈએ. પ્રલોકી નું ચેકઅપ ચાલુ થઈ ગયું. ડોક્ટરે કહયું થોડું માથે વાગ્યું છે ને થૅન્ક્સ ર્ડો. સમીર તમે સમયસર સારવાર આપી દીધી એટલે પ્રલોકી ને લોહી વધુ વહી ના ગયું. પ્રબલ પ્રલોકી પાસે બેસી રહયો, એ રાહ જોઈ રહયો હતો પ્રલોકી ક્યારે આંખો ખોલે. રિયા, પ્રબલ ને આપણે બહાર મોકલી દેવો જોઈએ. પ્રલોકી હોશ મા આવશે તો એને જોઈ ને ક્યાંક ગુસ્સે ના થઈ જાય. હાલ એના માથા મા વાગેલું છે. એ ધ્યાન રાખવું જરૂરી છે. પ્લીઝ, તમે લોકો મેડિકલ સ્ટુડન્ટ્સ છો. અને હવે તો ખાલી ઇન્ટર્નશિપની જ વાર છે પછી તમે પણ ડૉક્ટર બની જશો. એટલે આવી બેવકૂફી ભરી વાતો ના કરો. પ્રબલ પ્રલોકી નો જીવ છે. એ હશે તો પ્રલોકી જલ્દી ઠીક થશે. સમીરે બધા ને સમજાવતા કહયું.
પ્રલોકી ભાન મા આવી, પ્રલોકી ને ઈન્જેકશન અને દવા ની અસર ના લીધે માથું ભારે લાગતું હતું. એને દવા ના લીધે દુખાવો નહોતો. પોતાની સામે પ્રબલ ને જોતા જ એ અકળાઈ ગઈ. બુમો પાડવા લાગી. હજી બેચેની લાગતી હતી એટલે એ ઉભી ના થઈ શકી. રિયા અને કોમલ એની નજીક આવી ગયા. સમીરે પ્રલોકી ને ચૂપ થવા કહ્યું. પણ પ્રલોકી રડવા લાગી પ્લીસ પ્રબલ મારી સામે ના આવ. તું જતો રહે. રિયા, કોમલ તમે કહો પ્રબલ ને મારે કોઈ વાત નથી કરવી. સમીરે પ્રબલ ને કહયું હાલ તું અહીં થી જા. એક કામ કર બહાર જઈ ને બેસ. પ્રલોકી ને શાંત થવા દે પછી એને મળજે. પ્રબલ બહાર જતો રહયો. એ રડવા લાગ્યો. અચાનક બધું શુ થઈ ગયું ? મારી પ્રલોકી મને જોવા નથી માંગતી. તું એજ લાયક છે. જીમ્મી એ કહયું. સાચી વાત છે જીમ્મી ની, દીપે કહયું. થોડી પણ શરમ ના આવી? પ્રલોકી ને દગો કરતા ? કેટલો પ્રેમ કરે છે તને એ ? કરતી હતી, દીપ હવે પ્રલોકી નફરત કરશે પ્રબલ ને જીમ્મી એ કહયું. તમે બંને પણ મારી પર શક કરો છો? પ્રબલે આશ્ચર્ય થી બંને સામે જોયુ. અરે એમાં શક કરવા જેવું શુ છે ?બધાએ પોતાની આંખેથી જોયુ છે. જીમ્મી એ કહયું. પ્રબલ ચૂપ જ રહયો.
રિયા, કોમલ તમે પાપા ને ફોન કરો એ મને અહીં થી લઇ જાય. હું અહીં રહેવા નથી માંગતી. પ્રલોકી શાંત થા. સમીરે કહયું. સર, પ્લીઝ હું હવે અહીં નહીં રહી શકું. મારા લીધે બધા હેરાન થશે એના કરતા હું એકલી જ જાઉં એ સારું છે. પ્રલોકી , બધા ને હેરાન ના કર તું. પણ તું અહીં જ હોસ્પિટલમા રહી શકે છે. બાકી બધા ને ફરવા જવા દે. આજ નો દિવસ જવા દે પછી કાલ આપણે કંઈક વિચારીએ. તારા માથામા વાગ્યું છે. એક ડૉક્ટર તરીકે તને પણ ખબર છે આ હાલત મા તું ટ્રાવેલિંગ નહીં કરી શકે. સમીરે પ્રલોકી ને સમજાવી. ઓકે સર, રિયા તમે બધા જાઓ ફરવા. તમે મારા લીધે તમારી ટ્રીપ ખરાબ ના કરશો. પ્રલોકી એ કહયું. રિયા અને કોમલે બહુ ના પાડી પણ પ્રલોકી નું મન રાખવા એ લોકો એ ફરવા નીકળવું જ પડયુ. જીમ્મી અને દીપ પણ સાથે ગયા. બધા નો મૂડ ખરાબ હતો. બધાના મનમા એક જ પ્રશ્ન હતો પ્રબલે આવું કર્યુ કેમ ? હવે પ્રલોકી શુ કરશે ?
આ બાજુ સમીર પ્રલોકીનું ધ્યાન રાખતો હતો. પ્રબલ બહાર બેઠો હતો. એ રાહ જોઈ રહયો હતો પ્રલોકી એક વાર પોતાની પાસે આવવા દે. સમીર ને જે જોઈતું હતું એ મળી ગયું. પ્રબલ અને પ્રલોકી અલગ થઈ ગયા. એ વિચાર મા પડી ગયો, પ્રબલ કઈ રીતે પ્રલોકી ને દગો આપી શકે. મેં તો કંઈક અલગ જ પ્લાન કર્યો હતો. આતો આખી ગેમ જ નવી રમાઈ ગઈ અને એ પણ જે ગેમમા મેં ભાગ જ લીધો નહીં છતા વિનર હું બન્યો. હાલ હું પ્રલોકી જોડે બેઠો છું અને પ્રબલ બહાર. વાહ, કિસ્મત લાગે છે મારી સાથે છે. પ્રલોકી ઉઠી ગઈ, સર મને ઘરે જવું છે. તમે ડૉક્ટર જોડે વાત કરી લો હું ધ્યાન રાખીશ મારૂં. તમે એક વાર પરમિશન લઇ આપો. પ્રલોકી, મારી વાત સાંભળ, તને જવું છે તો હું કંઈક કરું છું. બધું થઈ જશે. પહેલા તું વિચાર, તું જઈશ તો તારા ફ્રેન્ડસ પણ અહીં નહીં રોકાય. એ તારી જોડે આવવા ઝિદ કરશે. એ લોકો પોતાના પેરેન્ટ્સ ને માંડ માંડ મનાવી એટલા રૂપિયા ખર્ચી એન્જોય કરવા આવ્યા છે. શુ તું ઈચ્છીશ કે તારા લીધે એમની ટ્રીપ ખરાબ થાય? મારી વાત માને તો એક વાર તારે પ્રબલ જોડે વાત કરવી જોઈએ. તારે જાણવું જોઈએ અચાનક શુ થયુ બધું. પ્રબલ સવાર થી બહાર જ બેઠો છે. હજી એને પાણી પણ નથી પીધું. ના પીવે પાણી, ના ખાય, મારે શુ ? મારો વિચાર આવ્યો એને. અમારા પવિત્ર સંબંધ પર ડાઘ લગાવી દીધો એને. પ્રલોકી ગુસ્સામા બોલી. પ્રબલ બહાર બધું સાંભળતો હતો. એને સમજાઈ ગયું પ્રલોકી હવે નહીં માને. પ્રબલે હાર માની લીધી. પ્રબલ મનાલીથી નીકળી ગયો.
પ્રલોકી ને બીજા દિવસે થયુ કે પ્રબલ ને મળવું જોઈએ. રિયા પ્રબલ ક્યાં છે મારે એક વાર મળવું છે એને. રિયા શુ જવાબ આપે એ રડવા લાગી. કોમલ શુ થયુ આ રિયા કેમ રડે છે ? પ્રલોકી, પ્રબલ કાલ નીકળી ગયો ઘરે જવા. અમે જયારે હોટલ પર પાછા આવ્યા ત્યારે પ્રબલ નીકળી ગયો હતો. પ્રબલે કોઈ ને કઈ જ કહયું નથી. પણ જીમી એ પ્રબલ ને ફોન કર્યો ત્યારે પ્રબલે એટલું જ કહયું કે આજ પછી તમને કોઈને હું ક્યારે પણ નહીં મળું. ચિંતા ના કરતા હું મરીશ નહીં. કેમ કે આ ઝીંદગી પ્રલોકીએ આપેલી છે. એટલે એનો અંત પણ પ્રલોકી ઇચ્છશે ત્યારે જ આવશે . પ્રલોકી ને સાચવજો. પ્રલોકી ને કેજો હું બહુ પ્રેમ કરું છું એને અને આખી ઝીંદગી એને જ પ્રેમ કરીશ. આટલું સાંભળી પ્રલોકી રડી પડી. ડરપોક છે એ સામનો કરવાની તાકાત નથી મારી. ગુસ્સા મા એને બાજુમા પડેલી દવા ની બોટલ ફેંકી. હવે ક્યારે પણ એને માફ નહીં કરું.
શુ થયુ પ્રલોકી કેમ આ દવા ની બોટલ ફેંકી દીધી ? 3 દિવસ થી તું કઈ દુનિયા મા છે ? ક્યારેક ખુશ થાય છે, ક્યારેક દુઃખી ! કયા વિચારો કરે છે? હમણાં જ Dr. પ્રબલ ને ફોન કરી ને હું બોલાવું. પ્રત્યૂષે કહયું.
સમીર નહોતો તો પછી કોણ હતું પ્રલોકી અને પ્રબલ ને અલગ કરનાર ? પ્રબલ પછી ક્યાં જતો રહયો ? કઈ રીતે પ્રત્યુષ અને પ્રલોકી ના લગન થયા ? જાણો આવતા અંકે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED