આજ સુધી જીવેલ ફક્કડ જીંદગીની ફકીરીનો ચિતાર આપતી પહેલી નવલકથા. દોસ્તીની મસ્તી અને ગર્લફ્રેન્ડ્સની ફ્રેન્ડલી ચીટ-ચેટ. ક્રિકેટની મજા, મેદાન જાણે પોપડું. સ્કૂલની લોબી, રિસેસની દિલ્લગી, બર્થ ડે પરના સમોસા અને પફની પાર્ટી, કોકા-કોલા અને માઝાની મજા, દોસ્તોના ઘરે નાઈટ-રીડિંગના બહાને થતું નાઈટ-ચિલ્લીંગ, સ્કૂલમાં દેખાતી એક મસ્ત ‘માલ’, એક તોફાની હેન્ડસમ છોકરો, ગાળોનો ચાલતો પાળો, ટ્યુશનમાં મળતી નજરો, ટીચરના હાથે પડતો માર, વાત કરવાના બહાને પૂછાતા પ્રશ્નો, બેન્ચની પાછળ ફરતી નજરો, ઈર્ષાથી દેખતી આંખો, પ્રવાસોમાં મળતો ચાન્સ, દિલ થઈને કરે ડાન્સ. આ નોવેલમાં આવી જ કેટલીક વાતો છે. દરેક વાક્ય સ્કૂલ-ટ્યુશન-કોલેજના ફ્લેશબેકમાં લઇ જશે એ નક્કી. સાથે-સાથે કેટલીક મેચ્યોરિટી સાથે લેવાના નિર્ણયોની વચ્ચે આકાર લેતી મસ્ત-મૌલા સ્ટોરી. લફરાઓથી શરુ થઈને ઇન્ટિમેટ લવ સ્ટોરીઝમાં પરિણમતી મીઠી ઘટનાઓ. આ નાદાની ભરી વાતો જ જીવનના દુઃખમાં હસવા કારણભૂત બનતી હોય છે. ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ, હાઈક અને એવા કેટલાયે સોશિયલ મીડિયા એપ્સના જોજનો દૂરથી આવતા દોસ્તીના અવાજોની દુનિયાને, લેટ્સ એન્જોય. દરેક એપિસોડમાં દોસ્તીનો જલસો, જુસ્સો અને જાહોજલાલી હશે. આજથી દર અઠવાડિયે મોજ નું રિવાઈટલ લેવાનું શરુ કરી દઈએ.
Full Novel
જામો, કામો ને જેઠો - ૧ (બોલ-બેટ)
આજ સુધી જીવેલ ફક્કડ જીંદગીની ફકીરીનો ચિતાર આપતી પહેલી નવલકથા. દોસ્તીની મસ્તી અને ગર્લફ્રેન્ડ્સની ફ્રેન્ડલી ચીટ-ચેટ. ક્રિકેટની મજા, મેદાન પોપડું. સ્કૂલની લોબી, રિસેસની દિલ્લગી, બર્થ ડે પરના સમોસા અને પફની પાર્ટી, કોકા-કોલા અને માઝાની મજા, દોસ્તોના ઘરે નાઈટ-રીડિંગના બહાને થતું નાઈટ-ચિલ્લીંગ, સ્કૂલમાં દેખાતી એક મસ્ત ‘માલ’, એક તોફાની હેન્ડસમ છોકરો, ગાળોનો ચાલતો પાળો, ટ્યુશનમાં મળતી નજરો, ટીચરના હાથે પડતો માર, વાત કરવાના બહાને પૂછાતા પ્રશ્નો, બેન્ચની પાછળ ફરતી નજરો, ઈર્ષાથી દેખતી આંખો, પ્રવાસોમાં મળતો ચાન્સ, દિલ થઈને કરે ડાન્સ. આ નોવેલમાં આવી જ કેટલીક વાતો છે. દરેક વાક્ય સ્કૂલ-ટ્યુશન-કોલેજના ફ્લેશબેકમાં લઇ જશે એ નક્કી. સાથે-સાથે કેટલીક મેચ્યોરિટી સાથે લેવાના નિર્ણયોની વચ્ચે આકાર લેતી મસ્ત-મૌલા સ્ટોરી. લફરાઓથી શરુ થઈને ઇન્ટિમેટ લવ સ્ટોરીઝમાં પરિણમતી મીઠી ઘટનાઓ. આ નાદાની ભરી વાતો જ જીવનના દુઃખમાં હસવા કારણભૂત બનતી હોય છે. ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ, હાઈક અને એવા કેટલાયે સોશિયલ મીડિયા એપ્સના જોજનો દૂરથી આવતા દોસ્તીના અવાજોની દુનિયાને, લેટ્સ એન્જોય. દરેક એપિસોડમાં દોસ્તીનો જલસો, જુસ્સો અને જાહોજલાલી હશે. આજથી દર અઠવાડિયે મોજ નું રિવાઈટલ લેવાનું શરુ કરી દઈએ. ...વધુ વાંચો
૨. ન્યૂ સેન્સેશન (જામો, કામો ને જેઠો)
પહેલા ચેપ્ટરમાં, લાસ્ટ ‘જામો’ કંઇક આવો હતો, (દોસ્તીની ઝલક – પ્રાથમિક પૂરું કરીને માધ્યમિકમાં એડમિશન – સ્કૂલનો પહેલો દિવસ રેખામે’મ (રેખા બાડી)ની સ્ટોરી – પહેલા દિવસે મારું પકડાવું – ટાઈ અને શૂઝ બાબતે ફટકાર પડવી – અમારું ઇન્ટ્રોડકશન થવું – શિસ્ત અને સભ્યતાની વાતો – બીજા દિવસે પ્રાર્થના પહેલા જ એક ડિમ્પલ કાકડિયા નામની ‘સેન્સેશનલ દિવા’નું વેલકમ) ત્યારબાદનો જામલેટિયો પાડવા આગળ.... એ ડિમ્પલ કાકડિયાની વાત આજે બધાને કહેવાની હતી. સ્કૂલમાં ‘ન્યૂ સેન્સેશન’ની વાત કરીને ફાંકાઠોક કરવાની હતી. ‘એ મારા ક્લાસમાં છે’ એમ કહીને વાહ-વાહી લૂંટવાની હતી. ટ્યૂશનના પહેલા દિવસે, છોકરીઓને પહેલી વખત જ ફુલ્લી કલરફૂલ જોઈ. એમ પણ, ૧૩-૧૪ વર્ષની ઉંમરે હોર્મોન્સ એક્ટિવેટ થઇ ચુક્યા હોય છે. આકર્ષણ નામની સ્ત્રી હવસનો પીછો કરતો હોય છે. પોર્ન મુવિઝ બતાવવા કોઈને કોઈ દોસ્ત હંમેશા સેટિંગ કરી રાખતો હોય. બહારથી પચાસ રૂપિયા ડિપોઝીટ આપીને પણ પોર્ન મુવિઝની CDs લાવવા માટે કોઈક તૈયાર જ હોય. VCR કે DVD પ્લેયર કોઈ ઘરે ન હોય ત્યારે હંમેશા હેરાન જ થતું. ગર્લ ફેક્ટર’ ખાસું એટ્રેક્ટિવ લાગતું હતું. સ્લીવલેસ ટોપ્સ અને જીન્સ કે લેગિન્સ હંમેશા જોયા કરવાનું જ મન થતું. ક્યારેક કોઈની ક્લીવેજ દેખાઈ જાય તો ઊંઘ ન આવતી. ‘આશિક બનાયા હૈ આપને’ હજુ નવું – નવું આવ્યું હતું. હિમેશના ગીતોમાં મજા જ આવ્યે રાખતી હતી. ગમે ત્યારે કોઈકના હોઠે હિમેશના ગીતો હોય જ ! વળી, ઇમરાન હાશ્મી એ ઘણું બધું કામ આસાન કરેલું. એ પિરીયડ જ એવો હતો કે જેમાં ઇન્ટેન્સ લવ અને અમુકઅંશે ઈરોટિક કહી શકાય તેવી ફિલ્મો આવવાની શરુ થઇ હતી. ...વધુ વાંચો
જામો, કામો ને જેઠો (મોજ ૩ - રિસેસ)
છેલ્લે એ મોજ કરી કે, (ટ્યૂશન ક્લાસ એડમાં આપેલા બ્રોશરની અંદર લખેલી દરેક સગવડો હશે કે નહિ – ટ્યૂશનનો દિવસ – કનુભાઈ (બોકડો) વિષે ઉપરછલ્લી માહિતી – ‘સતાણી’ અને ‘ગોહિલ’ સર વિષે કેટલાક મજાના ફેકટ્સ – ટ્યૂશનના પહેલા દિવસે કલરફૂલ ડ્રેસ પહેરીને આવેલ અમે અને અમારા નજરમાં રહેલ કેટલીક ‘ગર્લ્સ’ – સતાણી સરની ઈમોશનલ બ્લેકમેઈલિંગ કરતી સ્પીચ – ડિમ્પલની કરેલી વાતો – મઢુલીનું વડાપાવ) આગળની મોજ આગળ... રિસેસની અમારી મજા - અમે કેવા બધાને ગમે તેવા - બેકગ્રાઉન્ડ - ડિમ્પલએ રેખા મે મ પાસે ખવડાવેલ માર - એની મળેલી દિલડાફાડ સજા ...વધુ વાંચો
જામો, કામો ને જેઠો ( ૪ - ઝઘડીયો ન્યાય)
છેલ્લે એ મોજ કરી કે, (રિસેસમાં નાસ્તો કરીને મારા ક્લાસમાં ગયા – ડિમ્પલને નાસ્તામાં સેન્ડવિચ ખાતા જોઈ – બીજા ગ્રીન-બોર્ડ પર અવાજ કરવાના ગુના માટે નામ લખવા માટે તેને ઉશ્કેરી – રેખા મે’મ એ આપેલી પનીશમેન્ટ – પનીશમેન્ટનું કારણ ડિમ્પલ) હવેનું આગળ... એ લગભગ, ૧૩ વર્ષની ઉંમરે હોર્મોન્સ હજુ આકાર લઇ રહ્યા હતા. હજુ વિજાતીય આકર્ષણનું સોફ્ટવેર ‘માસ્ટરબેશન’ વડે ઇન્સ્ટોલ થયું તેને અમુક મહિનાઓ જ થયા હતા. કોઈક મિત્ર પોર્ન મૂવી બતાવવા લઇ જાય તો તેનું આકર્ષણ રહેતું. અલગ-અલગ સ્ટાઈલ ધરાવતા હેરકટિંગ કરાવવાના વિચારો આવતા હતા. શર્ટની સ્લિવ વાળીને બોડી બતાવવાનું ગમતું હતું. ચશ્માની દાંડી પર ‘તેરે નામ’ સ્ટાઈલના ચિપકું વાળ ઓળીને સ્કૂલ-ટ્યૂશનમાં જવાની મજા આવતી હતી. બૂટ-કટ પેન્ટ લેવા માટે રીતસરની આજીજી મમ્મી-પપ્પા પાસે થતી. જીન્સનું પેન્ટ થોડું નીચું પહેરીને નિકરના સ્ટ્રેપ્સ બતાવવાનું મન થતું હતું. છુટ્ટા હાથે સાઈકલ ચલાવીને થોડી ‘હિરોગીરી’ની ઝલકનું પ્રદર્શન થતું હતું. ફાસ્ટ સાઈકલ ચલાવીને ચપ્પલ ઢસડીને બ્રેક લગાવવામાં વધુ આનંદ મળતો હતો. કોઈ છોકરી વિષે વાત કરવામાં મજા જ આવ્યે રાખતી હતી. કદાચ, ભૂલમાં કોઈ માત્ર ફ્રેકશન ઓફ સેકંડ પૂરતા જોઈ લે તો આખા ક્લાસમાં એક્સ્ટ્રા મિર્ચ-મસાલો એડ કરીને બધાને કહેવાની મજા હતી. (કવી રીતે સજામાં ક્લાસની બહાર દિવસો પસાર કર્યા તેનું પરિણામ શું આવ્યું રેખા મે મને તેની ભૂલનો અહેસાસ કઈ રીતે કરાવ્યો પ્રિન્સિપાલની ઓફિસમાં મેં શું કહ્યું ) આ દરેક વાત આ ચેપ્ટરમાં...! ...વધુ વાંચો
જામો, કામો ને જેઠો (૫ - શકુંતલા)
છેલ્લે એ મોજ કરી કે, (દિવસભર ક્લાસની બહાર બેસવાની પનીશમેન્ટ – એ પનીશમેન્ટ માટેની આગળની રાત્રે કરેલી તૈયારીઓ – પહેલા દિવસે જ રેખા મે’મ નો પડેલ માર – ડિમ્પલનું ‘સોરી’ બોલવું - કૌશિકભાઈ (પ્રિન્સિપાલ)ની ઓફિસમાં જઈને કરેલી કમ્પ્લેઇન – ભૂપત (પટ્ટાવાળો) – પ્રિન્સિપાલ સામે રેખા મે’મની થયેલી સંપૂર્ણ હાર – ડિમ્પલ પર ઉગમનગરના મેદાનમાં ગુસ્સો ઉતારવાનો આવેલ વિચાર) આજે આગળની મોજમાં કંઇક આવું છે, (ઉગમનગરના મેદાનમાં રમવા જવું - કિશોર અને મનજી પોળો વિષે વાત - કિશોરનું ડિમ્પલ જોડે કનેક્શન - ડિમ્પલના ભાઈને હેરાન કરવાની ગોઠવણ - ડિમ્પલનું મેદાનમાં આવવું - અદભૂત શરીરસૌંદર્ય - અમારી જાન, અમારું ક્રિકેટનું મેદાન) ...વધુ વાંચો
જામો, કામો ને જેઠો (૬ - કુબેરનું પોપડું)
છેલ્લે એ મોજ કરી કે, (ઉગમનગરના મેદાનમાં કિશોર સાથે જવાનું નક્કી થયું – મનજી પોળો, કિશોર અને મારી જુગલબંધી ડિમ્પલના ભાઈને હેરાન કરવા માટેની ટેક્નિક – નિષ્ફળ પ્રયાસ – ડિમ્પલનું મેદાન પર આવવું – અદ્દલ હિરોઈન લાગવી – કિશોર અને ડિમ્પલનું કનેક્શન – ડિમ્પલના ઘરે જઈને સામાન મૂકી આવવું) આગળની મોજ માટે, સ્કૂલથી છૂટીને ટ્યૂશન અને ત્યાંથી કુબેર. લગભગ અમુક બજેટ સાથે અમે રવિવારનો આખો દિવસ કુબેરના પોપડાંમાં કાઢતા. ખેંચી – ખેંચીને છક્કા લગાવવા, ટીમને પોતે છેલ્લે આવીને જીતાવવી, સારી ફિલ્ડીંગ કરવી, અઘરા કેચ પકડવા, બોલને ક્લાસિક ‘સ્પિન’ કરાવવો, સાઈકલના પાછલા ટાયરને ‘હીટ’ કરે તેવો થ્રો મેદાનના કોઈ પણ છેડેથી કરવો – આ બધી રમ્યા પહેલાની લાક્ષણિકતાઓ હતી, જે રમવા જતા પહેલા મનમાં દોડ્યા કરતી હતી. અમારી ટીમ એટલે હું (લગભગ નકામો), કલ્પેશ (બેટિંગ), પ્રતિક – દ્રવિડ (કેપ્ટન બનવું વધુ ગમે – બોલિંગ), ગાંગાણી (ખેંચીને ‘આઉટ ઓફ ગ્રાઉન્ડ’ બોલ ફટકારનાર જેક સ્પેરો), મિલન (હોશિયાર છોકરો રમવા ઓછો આવે), નિર્મળ – મેકગ્રા (ઓછું બોલવાનું – વધુ રમવાનું), ધવલ – વાયડાઈ (એ ઉગમનગર વાળો, કુબેરનગરના મેદાનમાં ન ફાવે), કમલેશ – જોન્ટી રહોડ્ઝ (ઓલ-રાઉન્ડર અને ક્લાસિક ફિલ્ડર), હિરો (અડધેથી જોડાય અને ક્યારેક રમે પણ ખરો !) આ બધી અમે નોટો. આ ટીમ દોસ્તીમાં પણ સાથે અને રમવામાં પણ ! એ સમયે તો જીંદગીના જંગમાં પણ સાથે રહીને કામ કરવાની દુહાઈઓ આપતા હતા. ...વધુ વાંચો
જામો, કામો ને જેઠો (૭ - ઠૂંઠો)
છેલ્લે એ મોજ કરી કે, (રેશમ ભવન એપાર્ટમેન્ટની સામે આવેલ કુબેરનું મેદાન – ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકોની હરકતો – મેદાનમાં વડે થતી પ્રિ-ક્રિકેટ ગોઠવણ – આઈસડીશ અને તેની સાથે અપાતું દોસ્તીનું પ્રૂફ – રમતમાં પ્રતિકના હાથમાં થયેલ ઈજા) આગળ મોજ, “આડું – અવળું કઈ ખાવાનું નથી. શરીરનું ધ્યાન રાખવાનું આ ઉનાળામાં ! અને, આ તડકામાં બહુ રખડવાનું પણ નહિ. ઉનવા થઇ જશે. બપોરે ૫ વાગ્યા પછી રોજ ભેગા થવાનું. ત્યાં સુધી બધાએ પોત-પોતાના ઘરે સુવાનું.” જેના ઘરે જઈને એના મમ્મી કે પપ્પા સમજાવે. આ સમયમાં પ્રતિકનું નામ ‘ઠૂંઠો’ પડી ગયું. આ નામ પાડનાર વ્યક્તિ એટલે કલ્પેશ રાદડિયા. રોજ-રોજ પ્રતિકને ઘરેથી બહાર લઇ જવા તેના મમ્મી કે પપ્પાને ગોળી પાવી પડતી. તેમાં એકવાર મજાક-મસ્તીમાં ‘ઠૂંઠો’ નામ બેન્ચમાર્ક બની ગયું. જો આવી ભલામણો સમજી જઈને તો ઉંમર સાથે દગો થયો કહેવાય. મેચ્યોર બનવું નહોતું. કદાચ, બધું તરત સમજાવા લાગીએ તો ભૂલ જ ન થાય. ભૂલ ન થાય તો અમારા પર ગુસ્સો કોણ કરે જો ગુસ્સો કોઈ ન કરે તો વાતાવરણ શાંત થઇ જાય. આ વાતાવરણમાં સતત અમારા તોફાનના વાઈબ્ઝ તરંગિત રહેવા જોઈએ. તો જ જે-તે અવસ્થાની મજા છે. અનેકાનેક મજા ! ...વધુ વાંચો
જામો, કામો ને જેઠો
છેલ્લે એ મોજ કરી કે, (પ્રતિકને ફ્રેકચર થયું – હોસ્પિટલમાં એડમિટ કર્યો – દોસ્તી – ક્રિકેટ પર ‘બેન’ – ચુપકે રમવા જવું – ફરી એક વખત કેચ પકડતા હાથનું દુઃખવું – મારું બહાનું કામ કરી જવું – નવમાં ધોરણની વાર્ષિક એક્ઝામમાં મારી અને પ્રતિક વચ્ચે માત્ર ૩ માર્કસનો ફર્ક રહેવો) આગળ મોજ કરીએ ચાલો, ૧૫ વર્ષના કિશોરો અને કિશોરીઓ. મૂંછ ને કોંટા ફૂટી ચૂક્યા હતા. ચહેરા પર અવાર – નવાર ખીલ અને ફોડકીઓ કૂણાં ચહેરાને પરેશાન કરી રહી હતી. જયારે ગર્લ્સમાં કોઈના ચહેરા પર અમુક સમય માટે ખીલની વધુ લાલાશ દેખાય અને પછી જતી રહે, ત્યારે તેનો પિરિયડ ટાઈમ ચાલતો હશે તેવી ખબર પડવા લાગી હતી. હવે અમારી જેવા અમુક – તમુક ક્લિન શેવિંગ કરીને આવવા લાગ્યા હતા. સવારે ઉઠીને જો ચહેરા પર ખીલ દેખાય તો નહાતી વખતે બળજબરી પૂર્વક દાણાને નખ મારી – મારીને બહાર કાઢયે પાર કરતા હતા. પાઉડર લગાવીને સ્કૂલે જવું વધુ ગમતું હતું. ગર્લ્સ જયારે પેડેડ બ્રા પહેરીને આવે ત્યારે એકબીજાને તરત ઈશારો થતો, “પેડેડ..!” અને આંખ મરાતી. ગર્લ્સ પણ ટ્યૂશન ક્લાસમાં એકદમ ફૂલ-ફટાક તૈયાર થઈને આવતી. અમારા શર્ટના કફ વળીને છેક બગલની ‘કેવિટી’માં જઈને બેઠા હોય. સાઈકલ ચલાવવી હવે ધીરે-ધીરે શરમ લાગવા માંડી હતી. તેનું કારણ જે – તે ગર્લ્સની એક્ટિવા હતું. જીવ ચોળાઈને ત્યારે ચુથ્થો થઇ જતું જયારે સામેવાળી પાર્ટી ‘એક્ટિવા’ પર હોય અને આપણે સાઈકલની ઉતરી ગયેલી ચેઈન ચડાવતા હોઈએ. ક્યારેક પબ્લિકલી હવા મારવાની હોય અને સાઈકલ ચલાવવાનો ‘સ્કિલ શો’ જાતે જ એરેન્જ કરવાનો હોય તે જ સમયે તેનું લોક ખુલતું નહિ. જલ્દી થી રામકૃષ્ણ કે સરગમ એપાર્ટમેન્ટના કોર્નર પાસે પહોંચીને તેમને ચાલતી જોવા અથવા તેની એક્ટિવાની ૧-૨ સેકન્ડની સવારી માટે ઉતાવળો થતી. માધ્યમિકના ત્રીજા વર્ષ બધા સાથે એટેચમેન્ટ સારું થઇ ગયું હતું. પરંતુ, એ દિવસના પ્રોટેસ્ટ પછી એ અવાજને ઓળખવાનો હતો. તોફાન કરું અને એ જ અવાજ ફરીથી સાંભળવા મળે તો રોજ ‘ફટાકડા’ ફોડું. છોકરી આંખો ઢાળે અને છોકરો નોટના પન્ના ફાડે, એ પરિસ્થિતિ રચાય તેવી શક્યતાઓ હતી. ...વધુ વાંચો
જામો, કામો ને જેઠો
રિસેસમાં અમે ટોળું કરીને ઉભા હતા. આવી જ રીતે અમે ડિસીપ્લીનની MBA કરતા. આનાથી વધુ શિષ્ટ બનીને શિસ્તમાં રહેતા કે આવડ્યું જ નહિ. ક્લાસની સામેની લોબીમાં ઉભા હતા. ત્યાં ફિઝીક્સની લેબ હતી. તેની બરાબર સામે ૧૦ – c મારો ક્લાસ હતો. ગર્લ્સ બધી રિસેસ દરમિયાન ક્લાસમાં જ નાસ્તો કરતી. અમે બધા હોલસેલના ભાવે પેટમાં સમોસા અને પફ વડે બટેટા નાખીને એકબીજાના ખભામાં હાથ નાખીને ઉપર આવતા. ક્લાસના ડોર પાસે ગર્લ્સ ઉભી રહેતી. એમાં પણ ‘ઈર્ષ્યાળુને આશીર્વાદ’ જેવી ગર્લ્સ અલગ સર્કલ કરીને ઉભી રહેતી. અલગ-અલગ ગ્રુપ રહેતા. એક ગ્રુપમાં બધી જ ‘કરંટ’ આપે તેવી ‘અફેર્સ’ ધરાવતી ગર્લ્સ હોય. અમુક દાઝેલી ડામ દઈને ઉભી હોય, જે આખો દિવસ બીજાને જોઇને પોતે બળ્યા કરતી હોય. અમુક હોશિયાર હોય, જે આ બધા લટકણથી દૂર હોય. એ રિસેસમાં પણ ક્લાસમાં બેસીને સેવ-મમરા ખાતી હોય, ‘ને સાથે-સાથે દાખલા ગણતી હોય તે અલગ ! અમે અમારી ધૂનમાં અલમસ્ત રહેતા. બોયઝનું કદી કોઈ ગ્રુપ્સ નથી હોતા. તેઓ હંમેશા ટોળામાં જ સુરેખ ગતિ કરે છે. કોઈ જ પ્રકારની ઈર્ષ્યા નો ભાવ તેમના મગજમાં હોતો નથી. ત્યાં જ કપિલ દોડતો - દોડતો આવ્યો ! પ્રપોઝલનું પડીકું લઈને ... ...વધુ વાંચો
જામો,કામો ને જેઠો
છેલ્લે એ મોજ કરી કે, (કપિલનું આવવું – ક્રિષ્નાની પ્રપોઝલ વિષે વાત કરવી – સ્કૂલેથી છૂટીને ઉભા રહેવા કહેવું પ્રપોઝલ માટે ‘હા’ કરવી – ટ્યૂશનમાં ક્રિષ્નાનું મારી પાછળની બેન્ચમાં જ બેસવું – શરમના માર્યા એકબીજા સામે જોઈ ન શકવું – તેની ફ્રેન્ડની મજાક કરવી – આળસ મરડતાં જ મારી પીઠ પર તેની આંગળીઓનો સ્પર્શ થવો – બીજા દિવસે સવારે ફૂલ-ફટ્ટાક તૈયાર થઈને સ્કૂલે જવું – એકબીજા સામે હસવું) આગળ મોજ કરીએ ચાલો, એક દિવસ કંઇક અલગ મિજાજમાં જ વાત શરુ થઇ. “શું કરે ” “બસ, તારા ફોનની રાહ જોઈ રહ્યો હતો.” “ઓહો... એવું એમ ક્લાસમાં તો બીજા બધાને વધુ જુએ ને મારા કરતાં ! અત્યારે મારા ફોનની રાહ જોવાની ” “મેં ક્યારે જોયું કેહ તો !” “મજાક કરતી હતી, જાડિયા !” “હું જાડિયો હવેથી હું તને જાડી કહીશ. જાડી, જાડી...!” “મને કેમ યાદ કરતો હતો ” “કેમ નહિ કરવાની, તને યાદ ” “શું યાદ કરતો હતો ” “તારા યેલો ડ્રેસ ને !” “બહુ ગમી ગયો આવતી કાલે ટ્યૂશનમાં એ પહેરીને આવીશ.” “અને હા, પેલું વ્હાઈટ હેર-બેન્ડ પણ ! મસ્ત દેખાય તું તેમાં !” “પક્કા !” ...વધુ વાંચો
જામો, કામો ને જેઠો
છેલ્લે એ મોજ કરી કે, (સ્કૂલમાં સાફ-સફાઈ માટે રોકાવું – ચિઠ્ઠીથી મોબાઈલ નંબરની આપ-લે કરવી – ક્રિષ્નાના ઘરના નંબર કૉલ કરવો – નીચેના ખાલી મકાનમાં મારું વાંચવું – મમ્મીનો મોબાઈલ લઈને વાતો કરવી – લેન્ડલાઇન પર ચોરી-ચોરી થતી વાત – ક્રિષ્નાનો બીજી વખત કૉલ આવવો) આગળ મોજ કરીએ ચાલો, “બસ હવે ! મારે નથી બોલવું. જા ! તારે જે કરવું હોય તે કર !” હવે સમય આવ્યો. જે પળની રાજ જોઈ રહ્યો હતો તે આખરે આવી ગઈ. જયારે સૌથી વધુ ઈરિટેશન થાય ત્યારે બોલવું એ નક્કી કર્યું હતું. “તું મજાક જ કર. હું સૂઈ જાઉં છું. ગુડ નાઈટ. બાય.” છતાં, તેણે ફોન મૂક્યો નહિ. હું હસતો હતો. કઈ બોલ્યો નહિ. “મુકું છું. બાય.” “હા. મૂક ને પણ !” “ના ! હવે તો નહિ જ મૂકું. તું જ્યાં સુધી ફોન કટ નહિ કરે, ત્યાં સુધી નહિ મૂકું.” “એય દિકા ! ગુસ્સો આવ્યો ” “ના ! મને શા માટે ગુસ્સો આવે ” થોડું ટરડાઈને બોલી. “મને કોઈકનું નાક લાલ થઇ ગયું હોય એવું લાગે છે.” “હા. એ તારી બીજી કોઈક ગર્લફ્રેન્ડ હશે ! મારું નથી.” “મેં તો તારા નાક વિષે કહ્યું પણ નહોતું !” “હા. હજુ બોલ. ગુસ્સો આપ મને ! મને નહિ તો બીજા કોને કહ્યું હશે વળી મારા સિવાય બીજી કોણ તને સાચવે ” “ઓહો ! એવું એમ તારા જેવી બીજી કેટલીયે મારી ગર્લફ્રેન્ડસ છે.” “હા. તો જતો રહેજે તેની પાસે ! મારા જોડે શા માટે વાત કરે છે ” “કારણ કે....!” “કારણ કે... ” “આઈ હેટ યુ.” આ સાંભળતા સાથે જ તે હસી. જોરથી ખડખડાટ હસવાનો અવાજ આવ્યો. “આઈ લવ યુ, ટુ !” “પણ હું તો તને – હેટ યુ !” “અને હું તને લવ યુ ! ટાઈમ ટુ બી ઈનોસેન્ટ ! ગો ફોર ઇટ. ...વધુ વાંચો
જામો, કામો ને જેઠો
છેલ્લે એ મોજ કરી કે, (બીજી વાર ક્રિષ્નાનો કૉલ આવ્યો – શરમને તોડતી વાત થઇ – તેની સિસ્ટરના સેલમાં કર્યો – એકબીજાને કેટલા સમયથી જાણીએ છીએ એ વાત થઇ – ફાઈનલી, ‘આઈ લવ યુ’ કહેવાયું – ગાંગાણીનું બાજુમાં જ સૂવું) આગળ મોજ કરીએ ચાલો, સૌથી વધુ છૂટ કનુભાઈએ લીધેલી, એ હતી પૂજા લાલીવાલા. વન્ડરફૂલ. રિઅલ બ્યૂટી. વધુ પડતી ઇટાલિયન પણ ન લાગે, જસ્ટ લાઈક અ સ્ટાન્ડર્ડ ગર્લ ! ગાર્લિક ગર્લ ! ક્રિષ્ના, શ્રુતિ, બિનાકા અને પૂજા. આ દરેક ગર્લ્સનું એક મસ્ત મજાનું ગ્રુપ હતું. ઈર્ષ્યા તો હતી જ ! પરંતુ, સાથે રહેતા હતા. તેમાં પૂજા અને શ્રુતિ બંને એકબીજાની નજીક હતી. હોશિયાર છોકરી ! સ્કૂલ કે ટ્યૂશનના ‘ટોપ ટેન’માં રેન્ક લઇ આવતી. પૂજાને હું ક્રિષ્ના પહેલાનો જાણતો હતો. બાલમંદિર - નર્સરી કે.જી.માં તે મારી સાથે હતી. અમે બંને ક્લાસના મોનિટર હતા. હું બોય્ઝમાં હોમવર્ક ચેક કરતો. પૂજા અને હું બંને એક જ પાથરણાં પર બેસતા. તે સમયે અમારી સ્કૂલમાં બેંચ નહોતી. રોજ સવારે આવીને પાથરણાં પાથરીને બેવાનું. તેમાં હું અને પૂજા બંને બાજુ-બાજુમાં બેસતા. હું પહેલેથી થોડો અવળચંડો અને તોફાની હતો. અટકચાળા કર્યા વિના મને ચાલતું જ નહિ. લેટ્સ ગો ફોર પૂજા ! વન્ડર બ્યૂટી ! ...વધુ વાંચો
જામો,કામો ને જેઠો
છેલ્લે એ મોજ કરી કે, (ભાષાના વિષયોમાં કનુભાઈનું ‘એક્સ્ટ્રા કલાસિસ’ના નામ પર ટ્યૂશન બોલાવવું – એકદમ ખોટું ભણાવવું – કબજિયાત કરી મૂકે તેવા નિયમો લાવવા – બાલમંદિરથી પૂજા સાથેની મારી દોસ્તી - પૂજાને વ્યાકરણ શીખવવાની સાથે થોડો ફાયદો લેવો – સ્કૂલ તરફથી મૃણાલ શાહનો મોટીવેશનલ સેમિનાર – સેમિનાર પત્યા પછી ‘લીંબુડી’ ફાસ્ટફૂડમાં જવું – ગેલેક્સીમાં ‘કોકો’ પીવા માટે જવું) આગળ મોજ કરીએ ચાલો, અંતે, એકઝામના આગળના દિવસે સ્કૂલમાં જઈને ક્લાસ જોઈ આવ્યા. બીજે દિવસે સવારે એકઝામ આવીને ઉભી રહી. અમારું પેપર સવારે સાડા દસ વાગ્યાનું હતું. મારા કરતા મમ્મી-પપ્પાને વધુ ખુશી હતી. ‘ખૂબ આગળ વધો’ના આશીર્વાદ લઈને હું સ્કૂલ ગયો. મારા ઘરની સામે જ સ્કૂલ હતી. બોર્ડની એક્ઝામ પહેલી જ વાર હોઈ પોલિસ બંદોબસ્ત જોઇને અચરજ લાગ્યું. લગભગ એકાદ કલાક પહેલા જ બધા આવી પહોંચ્યા હતા. અમુક સ્કૂલના જાણીતા મિત્રો પણ હતા. અંતે, અમને તિલક કરીને સ્કૂલમાં અંદર પ્રવેશ આપવામાં આવ્યો. ક્લાસની બહાર ઠંડા પાણીની વ્યવસ્થા હતી. મહત્વની વાત એ હતી કે, મારી પાછળ એક છોકરી હતી. અને, તે બીજું કોઈ નહિ પરંતુ – કનિષ્ઠા હતી. જે અમારી સ્કૂલમાં જ હતી. અમે બંને એક જ ક્લાસમાં વર્ષોથી હતા. કનિષ્ઠા ચેમ્પિયન હતી. જીમ્નેશિયમમાં ઢગલાબંધ મેડલ્સ અને સર્ટિફિકેટ મેળવી ચૂકી હતી. દેખાવમાં અદ્દલ ચાઇનીઝ લાગે. પરંતુ, કોઈપણનો પોટેન્શિયો હલબલાવી મૂકે તેવી હતી. અમે બંને સ્કૂલમાં બહુ ફ્રેંક હતા. શી ઈઝ ટુ હોટ ! બ્લેક શર્ટ અને ચપોચપ જીન્સ પહેરીને મારી પાછળ જ બેઠી. પહેલું જ પેપર ગુજરાતીનું હતું. ક્રમશ: - ઇલુ -ઇલુ એકઝામ્સ તરફ.... ...વધુ વાંચો
જામો, કામો ને જેઠો
છેલ્લે એ મોજ કરી કે, (એકઝામ્સ નજીક આવતી જતી હતી – પેરેન્ટ્સ હવે વધુ ધ્યાન રાખતા હતા – હું ક્રિશ્ના સમય મળ્યે ફોન પર વાતો કરી લેતા હતા – રિસિપ્ટ લઈને એકઝામના આગળના દિવસે સ્કૂલો જોવા નીકળી પડ્યા – વડીલો અને કુટુંબીજનો દ્વારા મળતી શિખામણો – ક્રિશ્નાનું તેની સિસ્ટર વિષે જણાવવું – તેની સિસ્ટર અને તેના બોયફ્રેન્ડ વચ્ચે લગ્નની દરખાસ્ત ઘરે મૂકવાની વાત કરવી - ક્રિશ્નાનો ‘બેસ્ટ ઓફ લક’ કહેવા કૉલ કરવો અને તે મારી મમ્મી દ્વારા રિસિવ કરવો – એક્ઝામના દિવસે કનિષ્ઠાનું મારી પાછળ બેસવું – સાથે મળીને સમગ્ર પેપર લખવા – એક્ઝામ પછી ક્રિશ્નાનું મુંબઈ જવું – ક્રિશ્ના સાથે કોન્ટેક્ટ ન રહેતા આકર્ષણ ઓછું થવું) આગળ મોજ કરીએ ચાલો, હવે ધીરજ ખૂટી રહી હતી. વેકેશનમાં ગામડે જવાની ઉતાવળ દર વર્ષે હોય તેના કરતા વધુ હતી. તાલાવેલી હતી. કારણ કે, ૧૦ મું ધોરણ બોર્ડનું વર્ષ હોવાથી દિવાળીનું વેકેશન પણ સુરત જ પસાર કર્યું હતું. દાદા-દાદીને મળ્યો તેને લગભગ વર્ષ થઇ ચૂક્યું હતું. એક્ઝામ પૂરી થાય એટલે પપ્પા રોજ સાંજે નવી-નવી વાતો કરે ! મમ્મીના ખોળામાં માથું રાખીને પપ્પાને સાંભળવાની અનુભૂતિ છે, તે સદેહે સ્વર્ગ છે. મમ્મી પપ્પાના ચહેરા સામે જોયા કરે અને મારા માથામાં હાથ ફેરવતી જાય ! મમ્મી અને પપ્પા વચ્ચે આમ જ સદાય પ્રેમ કાયમ રહેતો. તે પ્રેમને કાયમ રાખવા માટેનું કારણ હંમેશા હું જ બનતો ! એક દિવસ પપ્પાએ બા-દાદાની વાતો કરવાનું શરુ કર્યું. “દીકરા, સુઈ ગયો ” “ના, પપ્પા ! CID જોઉં છું. એ પૂરું થાય પછી TV બંધ કરી દઈશ.” એ સમયે ‘સબ કી લાડલી બેબો’, ‘સચ કા સામના’, ‘શૌર્ય ઔર સુહાની’, ‘અગલે જનમ મોહે બિટિયા હિ કીજો’, નવું-નવું શરુ થયેલ ‘બિગ બોસ’, ‘કિતની મોહબ્બત હૈ’, ‘લાપતાગંજ’, ‘ઈમોશનલ અત્યાચાર’, ‘પવિત્ર રિશ્તા’, ‘સા રે ગા મા પા’ – આ બધી સિરિયલ્સનો દબદબો હતો. દિવસભર એ જ ચાલુ હોય. રાત્રે મમ્મી જોડે સિરિયલ્સ જોવાની ! પપ્પા આવે એટલે ‘બિગ બોસ’ ચાલુ હોય તો ચેનલ ચેન્જ કરી દેવાની અથવા TV બંધ કરી દેવાનું ! આ નિયમ બની ચૂક્યો હતો. ક્રમશ: એન્જોય. ...વધુ વાંચો
જામો, કામો ને જેઠો
સૌરાષ્ટ્રની સફરે... છેલ્લે એ મોજ કરી કે, ( ગામડે જવા માટે ટિકિટ લેવાઈ ચૂકી હતી – ગામડે જવા પહેલાના અમુક આખો દિવસ TV પર સિરિયલો અને અન્ય શોઝ જોયા કરવા – પપ્પાની પોતાના કૉલેજ સમય દરમિયાનની વાતો – પપ્પા અને મમ્મીનું દાદા-દાદી બનીને નાટક કરવું – દાદા અને દાદીને તમના પૌત્રો આવવાની કેટલી ખુશી હશે એ વાતનું બખૂબી વર્ણન કરવું ) આગળ મોજ કરીએ ચાલો, છકડાનું એન્જીન ચાલુ કરવા માટે એક દોરડું જમણી બાજુ વીંટાળ્યું. પછી જોરથી છકડાની આડશે પગ રાખ્યો અને જોરથી ખેંચ્યું. ‘ફટ...ફટ....ફટટટ..’ કરતું એન્જીન ચાલુ થયું. તરત જ દોરડું વીંટાળીને છકડામાં મૂક્યું અને ઠેકડો મારીને સીધા સીટ પર બેઠા. ખોડિયાર માતાજીની મૂર્તિ સ્પીડોમીટરના બંધ થઇ ગયેલા કાંટા પર ચોટાડી હતી. લાલ રેશમી કપડાંના લીરા જ્યાં-ત્યાં બધે જ બાંધેલા હતા. આ છકડાઓમાં બેસાડવાની પણ ખાસિયત હોય છે. મહિલાઓ પોતાના કાપડાના થેલાઓ લઈને વચ્ચે બેસે. બાળકોને ખોળામાં બેસાડવામાં આવે અને પુરુષો છકડાની પાળી પર બેસે. છકડો શ્વાસ ન લઇ શકે તેટલા વ્યક્તિઓને ભરવામાં આવે ત્યારે તેનું રિ-એક્શન જયારે રસ્તામાં મોટો બમ્પ અથવા ઢાળ આવે ત્યારે મળે. જયારે ઢાળ ચડવાનો હોય ત્યારે પાળી પર બેઠેલ પુરુષોને નીચે ઉતરી જવાનું ! ઉપરાંત, જયારે બમ્પ આવે ત્યારે દરેકે આગળની તરફ ઝૂકવાનું, જેથી પાછળના ભારને લીધે આગળથી પલટી ન મારી જાય ! ક્રમશ: (સૌરાષ્ટ્રની સફરે) ...વધુ વાંચો
જામો, કામો ને જેઠો
કાઠિયાવાડની મોજ (ક્રમશ:) છેલ્લે એ મોજ કરી કે, ( મમ્મી-પપ્પ્પાની શિખામણોને ધ્યાનમાં રાખીને બસમાં બેઠો – રસ્તામાં તારાપુર પાસે ડાકોરના ગોટા ખાધા – નારી ચોકડી સોનગઢ થઈને બજુડના પાટિયે પહોંચ્યો – છકડા ચાલક સાથે અન્ય વાતો – બા-દાદા ની સાથે વાતો – દાદાનું ખમણ અને જલેબી લઇ આવવું – બા ના હાથનું ભાતું અને વાળું કરવું – બાજુમાં લક્ષ્મણ દાદાના પૌત્રો અંકિત અને પ્રશાંત સાથે બીજે દિવસે સોનગઢ આર.કે. ની પાઉંભાજી ખાવા જવાનું નક્કી થવું – ફળિયામાં ખાટલો ઢાળીને સૂવું ) આગળ મોજ કરીએ ચાલો, પ્રશાંત અને જયસુખની ગાડી લઈને અમે સોનગઢ ગયા. બજુડ અને સોનગઢ વચ્ચે લગભગ તેર કિલોમીટર જેટલું અંતર. સોનગઢના બસ-સ્ટેન્ડ આગળ જ પેટ્રોલપંપ સામે આર.કે. પાઉંભાજી છે. સોનગઢ પહોંચતા અંધારું થવા આવ્યું હતું. થોડા-થોડા અજવાળામાં બલ્બનો પીળો પ્રકાશ દૂરથી સજીવ-નિર્જીવના મિશ્રણ જેવો લાગતો હતો. કોઈ ચિત્રકાર માટે પરફેક્ટ જગ્યા કહી શકાય, તેવી આર.કે.પાઉંભાજીની જગ્યા ! ખુલ્લામાં એક મોટી હોસ્પિટલની દીવાલ પાસે એક નાની લારી પર પોતાનો સમાન ગોઠવીને આર.કે.પાઉંભાજી ઉભી હતી. ‘ચાર - આખી’નો ઓર્ડર આપ્યા પછી અમે ખાટલા પર બેઠા. ખાટલાપર લાકડાનું એક પાટિયું મુક્યું હોય. તેના પર કાંદા-લીલું લસણ, લીલી ચટણી અને લસણની લાલ ચટણી હોય. એક મોટી થાળીમાં ‘ચાર આખી’ના ઓર્ડર મુજબ પાંવ મૂક્યા. “કાકા, સુરતથી મે ’માન છે. જોર બનાવજો.” પ્રશાંતે કાકાને કહ્યું. “ફરસાણ, તારે મને નો કે’વું પડે ! તું તારે ઝપટ બોલાવ. સાય્શ ઝોઈ એટલી માંગી લેઝે. હજી હમણાં જ ઝાડી રગડા ઝેવી બનાવીને લાય્વો સું ઘેરથી !” પ્રશાંતને બધા ‘ફરસાણ’ જ કહેતા. તેનું નામ બોલતા કોઈને ન આવડે. મને ‘લાલા’ સિવાય બીજા કોઈ નામથી બોલાવવામાં આવતો નહિ. વિચિત્ર નામકરણ થયું હોવાને લીધે મારું નામ ઘણાને જીવનભર બોલતા આવડયું જ નહિ. છેવટે, ગરમા-ગરમ ભાજી ભરેલી ચાર ડિશ ખાટલા પરના લાકડાના પાટિયા પર ગોઠવાઈ ગઈ. મોટાં ગ્લાસમાં છાસ પીરસાઈ. જાને પોતાના ઘરે જ ભોજન લેતા હોઈએ તેવી રીતે જ પીરસવામાં આવ્યું. ફૂદીનાની લીલી ચટણી તેમાં બોમ્બેનો ટેસ્ટ ભેળવતી હતી. લસણની લાલ ચટણીમાં સુરતની લસણીયા પાઉંભાજીનો આસ્વાદ જીભે ચડતો હતો. તેમાં પણ જયારે લીંબુનું સાથે આવે કટકું નાખ્યું ત્યારે તેનો મિજાજ જ બદલાઈ ગયો. ફૂલ ભાજી સાથે ચાર પાંવ આવતા હતા. ત્યાં પાંવને વચ્ચે કટ લગાવીને તેમાં લસણ અને ફુદીનાની ચટણી મિશ્ર કરીને તેને તળતાં. એકલું પાંવ પણ અફલાતૂન લાગે. લિમિટેડ જમણમાં ‘અનલિમિટેડ ડિશ’ની મજા લીધી. જતાં-જતાં કાકા એ ફરી એક છાસનો આગ્રહ કર્યો. ભરપેટ જમીને ફરી બજુડના પાટિયે પહોંચ્યા. ત્યાં ખાટલે ગોળીવાળી સોડા પીધી અને ત્યાંથી ગામના પાદર ગયા. ત્યાંથી છૂટા પડ્યા અને ફરી સાંજે નવ વાગ્યા પછી મળવાનું નક્કી કર્યું. ...વધુ વાંચો
જામો, કામો ને જેઠો
સૌરાષ્ટ્ર સ્પેશિયલ : છેલ્લે એ મોજ કરી કે, ( ફળિયામાં ઢોલિયો ઢાળીને સૂવાનો રોમાંચક આનંદ લેવો – સવારે બા દ્વારા ચાસણીમાં પ્રેમનું દૂધ મળવું – બપોરે અન્નકૂટ જેવો થાળ ખાઈને ગામની મોટી નિશાળે જવું – ક્રિકેટ રમીને સોનગઢના રસ્તે આર.કે.પાઉંભાજી ખાવા નીકળવું – રાત્રે ફરીથી ગામના પાદરમાં મળવું – પાણીની ટાંકી પર ચડીને સમગ્ર ગામને જોવું – ક્રિષ્નાની યાદ આવવી ) વાડી, રમત અને સૌરાષ્ટ્ર : સમાનાર્થી આ રમતોમાં આકાશ જેવી વિશાળતા અને ધરતી જેવી વ્યાપકતા હતી. મુક્ત રમતો હતી. તેમાં જીતવું એ પણ ગર્વ સમો આનંદ હતો. આપણી સંસ્કૃતિને ઉજાગર કરનારી રમતો હતો. એ સમયે રમતી વખતે પંચમહાભૂતોમાં અમે પોતે એકરસ થઈ જતા. ધૂળની સાથે દોસ્તી, પવન સાથે વાતો, અગ્નિ સાથે ભાણું, આકાશ સમી ચાદર અને પ્રકાશ સમી શારીરિક તેજસ્વિતા. સાદગી, સંઘભાવના અને સુમેળભરી રમતો રમવાની મજા જ અલગ હોય છે. ...વધુ વાંચો
જામો, કામો ને જેઠો
અલવિદા સૌરાષ્ટ્ર ... છેલ્લે એ મોજ કરી કે, ( વહેલી સવારે ઉઠીને વાડીએ જવું – દાદાની ગામમાં બધા જોડે કરાવવી – વાડીએ જઈને કપાસ વીણવો – બા એ બનાવેલું ભાતું ખાવું – રસ્તામાં નહેરના વહેળાને કાંઠે બેસીને પાણીમાં મજા કરવી – દાદા સાથે ફરી ઘરે આવવું – દરરોજ રમાતી રમતોની હારમાળા રચાવી ) રાત્રે પાણી આવે ત્યારે વાડીમાં ગળાતો ધોરિયો, લીમડે બાંધેલી છાસ, તેની નીચે ઋષિતુલ્ય ઢોલિયો, ખડકીમાં ગાજતો મોંય-દાંડિયો, રોજ રાત્રે જોવાતી ગુજરાતી TV સિરિયલો, પાંચીકા અને અંતાક્ષરી, બા દ્વારા બનાવાતા સ્વાદિષ્ટ પકવાન, દાદાની બીક, ઓસરીમાં હિંચકતો હીંચકો, ડચકા ખાતો પંખો, છાસના બુઝારા પર બેઠેલી માખીઓ, સફેદ ઝળી ગયેલા કાપડા પર લીંબુના નિચોવાયેલા છોતરાં, ફળિયામાં ઉભેલ રીંગણી, લાલુ દાદાએ ઘડાવીને આપેલું પાટિયું, ફાટેલા મોજાનો દડો, પાન-ગલ્લાંની દુકાને પડેલા રબર, અજાણતાં ખવાયેલ તમાકુ ધરાવતો મસાલો, ફેક્ટરીની કૉલેટી, બાજરાના રોટલા, ભરેલા રીંગણનું શાક, ભેંસના આંચળે પીધેલું દૂધ, મોહનથાળની સુગંધ, દાદાનું પહેરણ અને ફાળિયું, બા નો ટપકીવાળો લાલ સાડલો, મેડીની ધારે દોડતી બિલાડી, નળિયામાંથી આવતું પ્રકાશનું કિરણ, લાલ દંતમંજનનો પાઉડર, લીમડાનું દાંતણ, હવાડે પાણી પીતાં ઢોર-ઢાંખર, સીમના કેડે ગાડું ચાલવાને લીધે થયેલ રસ્તાના બે ભાગ, ગોરસઆંબલી અને પરડાં, દાંતખાટી આમલી, છાણ પર ખૂંચવેલ સાંઠીકડું, ચોરે એકલી સળગતી ટ્યુબલાઈટ, પાદરમાં આવતા છકડોરિક્ષા, વાડીએ ચાલતા હળ, ડૂંડામાંથી દાણા કાઢતાં થ્રેશર, ખેતરના શેઢે ઉભેલ ખૂંટા અને સંતુષ્ટ હર્યું-ભર્યું ગ્રામ્ય જીવન. ...વધુ વાંચો
જામો, કામો, ને જેઠો
છેલ્લે એ મોજ કરી કે, ( સુરતથી અલ્ટીમેટમ મળ્યું હતું – થોડા દિવસોમાં વેલજીકાકાની દીકરી સાથે થયેલ આકસ્મિક અકસ્માત ખારાંમાં રમવા જતા તેને સાથે લઇ જવી – વેલજીકાકા આવતા જ ભાગવું – વેકેશન માણીને સુરત પરત ફરવું – અંબાજી મંદિરે ચાલીને જવું – પાછા ફરતી વખતે અઠવાલાઇન્સની ચોપાટીમાં તાપીના કિનારે પાળી પર બેસવું – કોઈક કપલને સહવાસ કરતા જોઇને તેમને ચીડવવા – તે સહકર્મી છોકરાનું પાછળ દોડવું – પ્રતિકનું પકડવું અને પટ્ટાનો સ્વાદ ચાખવો – મેરિટ મુજબ ૧૧ સાયન્સના વર્ગોમાં ગ્રુપ A B મુજબ વહેંચાઇ જવું – ગ્રુપ A માં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાને લીધે તેમને બાયોલોજીના વર્ગોમાં બાયફર્કેટ કરવા – બાયોલોજીના ક્લાસમાં જવામાં સૌથી પહેલું નામ ‘ગાંગાણી’ અને છેલ્લું નામ ‘કંદર્પ’નું આવવું ) આગળની મસ્તી માટે... ક્રિષ્ના સાથે બાયોલોજીના ક્લાસમાં સ્થાન મળ્યું – તેની વાત સાંભળીને કૉલ માટે સમજાવી – ધારા નામની ન્યૂ એડમિશન છોકરીનું રિસેસમાં આવવું – બંને વચ્ચે ઝઘડો થવો – ઝઘડાના મૂળમાં મારું નામ આવવું – વાતચીત દરમિયાન પરિસ્થતિ સોલ્વ થવી – સ્કૂલ ટુરની જાહેરાત થવી – ક્રિષ્નાના ઘરેથી ટુર માટે જવાની પરમિશન ન મળવી – મારું સ્કૂલના એક શિક્ષક બનીને તેના પપ્પાને કૉલ કરવો – તેઓની પરમિશન મળવી ...વધુ વાંચો
જામો, કામો ને જેઠો
છેલ્લે એ મોજ કરી કે, ( ક્રિષ્ના સાથે બાયોલોજીના ક્લાસમાં સ્થાન મળ્યું – તેની વાત સાંભળીને કૉલ માટે સમજાવી ધારા નામની ન્યૂ એડમિશન છોકરીનું રિસેસમાં આવવું – બંને વચ્ચે ઝઘડો થવો – ઝઘડાના મૂળમાં મારું નામ આવવું – વાતચીત દરમિયાન પરિસ્થતિ સોલ્વ થવી – સ્કૂલ ટુરની જાહેરાત થવી – ક્રિષ્નાના ઘરેથી ટુર માટે જવાની પરમિશન ન મળવી – મારું સ્કૂલના એક શિક્ષક બનીને તેના પપ્પાને કૉલ કરવો – તેઓની પરમિશન મળવી ) આગળની મસ્તી માટે.. ટુર માટે ગર્લ્સ બસમાં સ્થાન મળવું - ક્રિષ્ના અને મારું એકબીજાની આગળ-પાછળની સીટમાં બેસવું - ગાંધીનગર અક્ષરધામ જવું - સિમ-કાર્ડની અદલાબદલી કરવી - રાત્રે મહુડીમાં ગરબા રમવા - મંદિરની આગળની બેંચ પર બેસીને વાતો કરવી - મિડનાઈટ ટોક્સ - બીજે દિવસે વોટરપાર્કમાં જવું - ટુર પૂરી કરીને ફરી સુરત આવવું ) ...વધુ વાંચો
જામો, કામો ને જેઠો
છેલ્લે એ મોજ કરી કે, ( ક્રિષ્નાનું ટુર માટે રજીસ્ટ્રેશન થયું – કન્ફર્મેશન માટે મારું ‘સ્કૂલ સર’ બનીને કૉલ – દરેક આ વાતથી અજાણ હોવા – મોજ મસ્તીનું ‘ટુ ડુ’ લિસ્ટ તૈયાર થવું – ગર્લ્સ ટુર બસમાં સ્થાન મળવું – મારી આગળની સીટમાં ક્રિષ્નાનું બેસવું – ગાંધીનગર અક્ષરધામ મંદિર મોબાઈલ સિમ કાર્ડની ફેરબદલ થયા પછી રાત્રે મહુડી ખાતે રોકાવું – ગરબાનું કાર્યક્રમનું એરેન્જમેન્ટ થવું – રાત્રે ફોન પર વાત કર્યા પછી મહુડીના મંદિરના ઓટલે રાત્રિના ચારેક વાગ્યા સુધી બેસવું – બીજે દિવસે સ્વપ્નસૃષ્ટિ વોટરપાર્કમાં થઈને રાત્રે સાયન્સ સિટીની મુલાકાત થવી – લાઈફને લાસ્ટ અને બેસ્ટ ટુર પૂરી કરીને પાછા ફરવું ) હવે આગળ... ક્રિષ્ના સાથે અજબ પ્રેમ કી ગજબ કહાની મુવી જોવા જવાનું નક્કી થવું - વિડીયો અને મલ્ટીપ્લેક્સ વચ્ચે જણાતો મસમોટો ફેરફાર - હોળીની મજા - પ્રેમિત્રતા ...વધુ વાંચો
જામો, કામો ને જેઠો
છેલ્લે એ મોજ કરી કે, ( ટુર પરથી પાછા ફર્યા પછી અમુક સમય સુધી તેનો હેંગઓવર રહેવો – સ્કૂલ કેપ્ચર કરાયેલ મોમેન્ટ્સની CD સ્ટુડન્ટ્સને બતાવવી – ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ ફિલ્મ જોવા જવા માટે પ્લાન બનવો – તે દિવસ સુધી કદી સિટી એરિયાના થિયેટરો કે મલ્ટીપ્લેક્સમાં મુવી ન જોયેલું હોવાથી ઘણા પ્રશ્નો થવા – મલ્ટીપ્લેક્સ પર પહોંચ્યા પછી મારા પર્સના ઇકોનોમિકસનું ગોથું ખાઈ જવું – તેના માટે પણ નાટકો કરીને ફ્રી મુવી જોવું – હોળીના તહેવારની તૈયારીઓ થવી – ક્રિષ્નાને રંગ લગાવવો ) હવે આગળ, ગૌરીપૂજા વ્રત - નવરાત્રી અને કેટલીક ઈન્ટરેસ્ટિંગ ઘટનાઓ. ...વધુ વાંચો
જામો, કામો ને જેઠો
આ વખતે માણો... શહેરમાંથી ગામડે દાદા-દાદી સાથે થતો વાર્તાલાપ - જુના પુરાણા પિટારાઓમાંથી નીકળતી મીઠી યાદ - પોતાના પેરેન્ટ્સ પાસેથી આવતી દાદા-દાદીની વાર્તાઓ - આકાર લેતું બાળપણ - કરેલી મજાઓ - ગામડાનું સજીવંત વાતાવરણ - ખુશનુમા માહોલ - કુટુંબીજનો વચ્ચે પ્રેમનો બંધાતો મીઠો સંબધ. ...વધુ વાંચો
જામો, કામો ને જેઠો
પૂર્ણ ! (અંતિમ પ્રકરણ) કદાચ આવતીકાલે આકાશ નીચેનું શહેર જુદું હશે, શહેરના ઘરો જુદા હશે, ઘરની દીવાલો જુદી હશે તો પરનો તડકો જુદો હશે. અનેક ફોટોગ્રાફ્સ હશે, પ્રગતિની મિસાલ હશે, હતાશાની ગાળો હશે, ગંદી પરિસ્થિતિ હશે, જીવનનો એક સુવર્ણસમ દાયકો હશે ! પણ જે છે, હતું અને રહેશે – તે માત્ર સંબંધ રહેશે. જીવાયેલો ભૂતકાળ મિથ્યા નથી. સુખનો ઉત્સવ હોય અને દુઃખની લ્હાણી વહેંચાય. એક પેઢી પસાર થઇ જાય છે અને બીજી આવતી રહે છે. સૂર્ય ઉગતો રહે છે અને આથમતો રહે છે. જીવન સાબિતી આપતું રહે છે, અપાવતું રહે છે. ખરેખર, એક લેખકનું જીવન પોતે જ એક ‘આત્મકથા’ હોય છે. ફર્ક માત્ર એટલો જ છે કે, તે પોતાને અલગ-અલગ પાત્રોના બીબાઢાળમાં ઉતારતો રહે છે. કદાચ, આ એક પડાવ છે. ...વધુ વાંચો