Sazish book and story is written by Kanu Bhagdev in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sazish is also popular in રોમાંચક in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સાજીશ. - નવલકથા
Kanu Bhagdev
દ્વારા
ગુજરાતી રોમાંચક
નવલકથા રહસ્યમય છે, એ તો આપ નામ પરથી જ સમજી ગયા હશો.
“હું મર્યા પછી પણ ખૂન કરીશ.'
જી, ના... આ મારો નહીં પણ પ્રસ્તુત નવલકથાનાં મુખ્ય પાત્ર અજિત સકસેનાનો દાવો છે.
દુનિયામાં આવું ક્યાંય બને ખરું ? મર્યા પછી કોઈ ખૂન કરી શકે ખરો...?
મિત્રો, કાળા માથાનો માનવી પોતાની બુદ્ધિમત્તાના જોરે, ધારે તો શું ન કરી શકે....? દુનિયામાં બધું જ શક્ય છે. પ્રસ્તુત નવલકથાની કથાવસ્તુ પણ કંઈક એવી જ છે. સાત-સાત ખૂનો કર્યા પછી પુરાવાઓ સાથે પકડાયેલ અજિત સક્સેના પોતે ફાંસીએ લટક્યા પછી પણ એક ખૂન કરશે એવો દાવો કરે છે. પોતાનાં આ દાવામાં તે સફળ થયો કે કેમ ? એ તો કથા વાંચશો ત્યારે જ આપને ખબર પડશે. અને હા... આ કોઈ ભૂતકથા કે પ્રેતલીલાની કથા નથી તેની ખાસ નોંધ લેશો
સનસનાટીભરી રહસ્યકથા કનુ ભગદેવ ૧. નાગપાલની મૂંઝવણ... ! દિલીપની પ્રશ્નાર્થ નજર સામે બેઠેલા નાગપાલના ચિંતાતુર ચ્હેરા સામે મંડાયેલી હતી, નાગપાલને એણે આટલો ચિંતાતુર ક્યારેય નહોતો જોયો. નાગપાલ રહી રહીને પોતાના હાથમાં જકડાયેલી પાઇપમાંથી કસ ખેંચતો હતો, ઑફિસમાં 'પ્રિન્સ હેનરી’ ...વધુ વાંચોકડવી-મીઠી મહેક પ્રસરેલી હતી. અત્યારે એની સામે ટેબલ પર એક ખુલ્લી ફાઈલ પડી હતી જેમાં વિશાળગઢમાંથી પ્રગટ થતાં સવાર-સાંજનાં જુદાં જુદાં અખબારોનાં કટિંગો મોજૂદ હતાં. ‘શું વાત છે, અંકલ... ?' છેવટે દિલીપે ચુપકીદીનો ભંગ કરતાં પૂછ્યું : 'આજે તમે કંઈક વધારે પડતા ચિંતામાં લાગો છો... !' ‘હા... !’ નાગપાલ પાઇપમાંથી કસ ખેંચીને મોંમાંથી ધુમાડાના ગોટા ઉડાડતાં બોલ્યો : ‘ચિંતા જેવી
૨. અજિત મરચંટનું ખૂન... ! વિલાસરાય હૉસ્પિટલના ઑપરેશન થિયેટરમાં અત્યારે દિલીપ, રજની અને ધીરજ સ્ટ્રેચર પર સૂતેલા અજિત મરચંટ પાસે મોજૂદ હતાં. અજિતને સાધારણ ઈજા થઈ હતી, પરંતુ એક તો સુકલકડી દેહ અને ઉપરથી પુષ્કળ માત્રામાં લોહી વહી જવાને ...વધુ વાંચોતેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એના જખમોનું ડ્રેસિંગ થઈ ગયું હતું. દિલીપે જોયું તો અત્યારે અજિત ખૂબ જ ભયભીત લાગતો હતો. એની આંખોમાં ડોકિયાં કરતો ભય સ્પષ્ટ રીતે જોઈ શકાતો હતો. 'સાહેબ...!' સૂતાં સૂતાં જ એણે દિલીપ સામે હાથ જોડીને કરગરતા અવાજે પૂછ્યું : ‘મારો શું વાંક છે... ? મેં શું કર્યું છે... ? 'આપ હાથ ધોઈને શા માટે
૩. બહુરૂપી ખૂની... ! સી.આઈ.ડી.ના તમામ એજન્ટો ટોઇલેટ પાસે એકઠા થઈ ગયા હતા. દિલીપના ચહેરા પર નિરાશા ફરી વળી હતી જ્યારે આંખોમાંથી આક્રોશ નીતરતો હતો. ‘નાલાયક... !’ ગુલામ, બેગમ, બાદશાહ જોઈને એ ધૂંધવાતા અવાજે બોલી ઊઠ્યો, ‘બહુરૂપી ખૂની... ! ...વધુ વાંચોવધુ એક ખૂન કરવામાં સફળ થઈ ગયો... !' ‘દિલીપ... !’ રજનીએ આગળ વધીને એની પાસે પહોંચતાં કહ્યું, ‘આ ખૂનમાં ‘બહુરૂપી ખૂની'ની બુદ્ધિમત્તા ઓછી ને અજિતની બેવકૂફી વધુ કારણભૂત છે... ! જો એ રૂમમાંથી ન નાસી છૂટ્યો હોત તો અત્યારે તેની આ હાલત ન હોત !’ 'હં...' દિલીપના ગળામાંથી હુંકાર નીકળ્યો. ‘દિલીપ... !' સહસા ધીરજ કશુંક વિચારીને બોલ્યો, મૃતદેહમાંથી જે રીતે
૪. ખૂનીની ચેલેન્જ... ! ‘બહુરૂપી ખૂની’ અર્થાત્ અજય સકસેના અત્યારે સી.આઈ.ડી.ના હેડક્વાર્ટરના ‘ઇન્ટરોગેશન રૂમ'માં એક ખુરશી પર બેઠો હતો. એના માથા પર હાઈ વૉલ્ટેજનો બલ્બ લટકતો હતો જેનું તીવ્ર અજવાળું એના સમગ્ર દેહ પર રેલાતું હતું. ઇન્ટરોગેશન રૂમનું વાતાવરણ ...વધુ વાંચોભારે અને રહસ્યમય હતું. દિલીપ, રજની, ધીરજ તથા સી.આઈ.ડી.ના ત્રણ-ચાર એજન્ટો અજયને ઘેરીને ઊભાં હતાં. દિલીપ સિગારેટના કસ ખેંચતો ધ્યાનથી અજયના ચહેરા સામે તાકી રહ્યો હતો. પછી તે અજયની સામે પડેલી એક ખાલી ખુરશી પર બેસી ગયો. હવે દિલીપ તથા અજયની વચ્ચે માત્ર બે ફૂટ જેટલું જ અંતર હતું ‘અજય... !’ દિલીપ સિગારેટનો કસ ખેંચ્યા બાદ અજયની આંખોમાં પોતાની વેધક
૫. જેલર અને કેદી ! દિલીપ જેલર પ્રતાપસિંહ સામે બેઠો હતો, પોતાને અજય સાથે જે કંઈ વાતચીત થઈ એ બાબતમાં દિલીપે પ્રતાપસિંહને જણાવી દીધું હતું. દિલીપની વાત સાંભળીને પ્રતાપસિંહના અચરજનો પાર નહોતો રહ્યો. ‘ઓહ... તો જે આઠમું ખૂન કરતાં ...વધુ વાંચોઅજયને પકડ્યો હતો, એ ખૂન વાસ્તવમાં પોતે નથી કર્યું એમ તે કહે છે, ખરું ને ?' પ્રતાપસિંહે આશ્ચર્યસભર અવાજે પૂછ્યું. 'તે...' ‘કમાલ કહેવાય... ! જો અજિત મરચંટનું ખૂન અજયે નથી કર્યું તો પછી કોણે કર્યું છે...? ‘આ સવાલનો જવાબ તો અજય પાસે પણ નથી. એના કહેવા મુજબ અજિત મરચંટનો ખૂની આજે પણ શહેરમાં ખુલ્લેઆમ ફરે છે અને મારે હવે તેને