Sazish - 5 books and stories free download online pdf in Gujarati

સાજીશ - 5

૫. જેલર અને કેદી !

દિલીપ જેલર પ્રતાપસિંહ સામે બેઠો હતો, પોતાને અજય સાથે જે કંઈ વાતચીત થઈ એ બાબતમાં દિલીપે પ્રતાપસિંહને જણાવી દીધું હતું.

દિલીપની વાત સાંભળીને પ્રતાપસિંહના અચરજનો પાર નહોતો રહ્યો.

‘ઓહ... તો જે આઠમું ખૂન કરતાં તમે અજયને પકડ્યો હતો, એ ખૂન વાસ્તવમાં પોતે નથી કર્યું એમ તે કહે છે, ખરું ને ?' પ્રતાપસિંહે આશ્ચર્યસભર અવાજે પૂછ્યું.

'તે...'

‘કમાલ કહેવાય... ! જો અજિત મરચંટનું ખૂન અજયે નથી કર્યું તો પછી કોણે કર્યું છે...?

‘આ સવાલનો જવાબ તો અજય પાસે પણ નથી. એના કહેવા મુજબ અજિત મરચંટનો ખૂની આજે પણ શહેરમાં ખુલ્લેઆમ ફરે છે અને મારે હવે તેને પકડવાનો પ્રયાસ કરવો જોઈએ...! ખેર, અજયની વાત પર ભરોસો કરીને નાક જ સમય વેડફવા જેવું છે એમ હું માનું છું. મારી દૃષ્ટિએ મરતાં પહેલાં સનસનાટી મચાવવાનું આ માત્ર એનું એક નાટક જ છે ! તે એક નંબરનો નાટકબાજ છે... !' ઓહ... તો તમારી માન્યતા પ્રમાણે અજિત મરચંટનું ખૂન પણ એણે જ કર્યું છે?'

'સો ટકા... ! દિલીપ મક્કમ અવાજે બોલ્યો.

‘મિસ્ટર દિલીપ... ! જો અજિતનું ખૂન ખરેખર અજયે જ કર્યું હોય તો પછી તેને આવું નાટક ભજવવાની શું જરૂર છે... ?

'મેં કહ્યું તો ખરું કે તે એક નંબરનો નાટકબાજ છે... ! નવાં નવાં ગતકડાં કાઢવાની એને ટેવ છે... ! મર્યા પછી પણ પોતે અખબારોમાં ચકમતો રહે એવું કંઈક કરવા માગે છે... !'

દિલીપની વાત સાંભળીને પ્રતાપસિંહ કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો..

'હવે મને રજા આપો, જેલરસાહેબ... !' દિલીપ ઊભો થતાં બોલ્યો, ‘મારા ગયા પછી જો અજય વિશે કોઈ નવા સમાચાર હોય તો મને ચોક્કસ જાણ કરજો... !'

‘ચોક્કસ, મિસ્ટર દિલીપ... !' કહેતાં કહેતાં પ્રતાપસિંહ પણ ઊભો થયો, બલ્કે એક વાત તો હું તમને અત્યારે જ જણાવવા માગું છું. જોકે આ વાત તમને ઉપયોગી છે કે કેમ એ હું નથી જાણતો... !'

‘કઈ વાત...?’

આજે સવારે એક યુવતી અજયને મળવા માટે આવી હતી અને એ બંનેની મુલાકાત થઈ પણ હતી... !'

‘યુવતી... ?’- દિલીપે ચમકીને પૂછ્યું, કોણ હતી એ... ?’

એણે પોતાની ઓળખાણ અજયની દોસ્ત તરીકે આપી હતી. એના કહેવા મુજબ તે અજયની કૉલેજકાળની મિત્ર હતી... !' નામ શું હતું એનું...?

'માલા... ! માલા દેસાઈ... !' ‘હું...' દિલીપના ગળામાંથી હુંકાર નીકળ્યો. માલાનું નામ એના દિમાગમાં કેદ થઈ ગયું હતું.

ત્યાર બાદ પ્રતાપસિંહ સાથે હાથ મિલાવીને એ કંપાઉન્ડમાં ઊભેલી પોતાની કાર તરફ આગળ વધી ગયો. અત્યારે એનો ચહેરો એકદમ નિર્વિકાર હતો.

રાતના એક વાગ્યો હતો.

અત્યારે ચોમેર પૂર્ણિમાના ચંદ્રમાનું અજવાળું પથરાયેલું હતું

અને રાતના સન્નાટામાં અલૌકિક વાતાવરણ ઉત્પન્ન કરતું હતું. સેન્ટ્રલ જેલમાં સલામતીનો કડક બંદોબસ્ત હતો. ઇચ્છા હોય તોપણ કોઈ કેદી નાસી શકે તેમ નહોતો.

પરંતુ તેમ છતાંય જેલર પ્રતાપસિંહની આંખોમાં ઊંઘનું નામોનિશાન નહોતું.

એ વ્યાકુળતાથી પોતાના શયનખંડમાં આમથી તેમ આંટા મારતો હતો.

રહી રહીને એની નજર સામે અજય સક્સેનાનો ચહેરો તરવરી ઊઠતો હતો. અજય જેલમાંથી નાસી છૂટશે એવો તેને બિલકુલ ભય નહોતો, પરંતુ વીસ વર્ષની કારકિર્દી દરમિયાન અજય પહેલો જ એવો કેદી હતો કે જેના પ્રત્યે તેના મનમાં સહાનુભૂતિ જાગી હતી. ક્યારેક ક્યારેક એને એવો વિચાર પણ આવતો કે અજય જેવો ક્રૂર ખૂની સહાનુભૂતિને લાયક છે ખરો...? પરંતુ તેમ છતાંય અજયમાં કોણ જાણે શું હતું કે જેનાથી એને તેના પ્રત્યે પૂરેપૂરી સહાનુભૂતિ હતી.

થોડી વાર સુધી આંટા માર્યા પછી પણ ઊંઘ ન આવતાં તે શયનખંડમાંથી બહાર નીકળીને ભૂગર્ભમાં આવેલ અજયની કોટડી પાસે પહોંચ્યો.

કોટડીમાં પચીસ વૉલ્ટના બલ્બનું અજવાળું પથરાયેલું હતું અને ચબૂતરા પર અજય આરામથી સૂતો હતો.

એની આંખોમાં પણ ઊંઘ નહોતી.

‘આવો, જેલરસાહેબ... !' એણે સૂતાં સૂતાં જ છત સામે તાકી રહેતાં કહ્યું, ‘શું વાત છે... ? મને તો એમ કે આજની રાત્રે માત્ર હું એકલો જ જાગું છું.'

'મારે તારી સાથે થોડી વાત કરવી છે, અજય... !' પ્રતાપસિંહ કોટડીના સળિયા પાસે પહોંચીને બોલ્યો.

એની વાત સાંભળીને અજય હસ્યો.

'કમાલ કહેવાય,.. ! તમે મારી સાથે વાત કરવા માગો છો?' 'વાંધો નહીં... !' જાણે પ્રતાપસિંહ પર ઉપકાર કરતો હોય એવા અવાજે એણે કહ્યું, બોલો, શું કહેવું છે તમારે ?

‘અજય... !' પ્રતાપસિંહનો અવાજ બેહદ ગંભીર અને ઘાતક હતો, ‘અદાલતે તને કેટલી ખતરનાક સજા ફરમાવી છે અેની તને ખબર નથી લાગતી... ! કાયદાની કલમમાં ફાંસીથી મોટી ખતરનાક સજા બીજી કોઈ નથી. આજે તું જીવતો છે. પરંતુ બે દિવસ પછી તારો આ હસતો-રમતો દેહ સળગીને રાખ થઈ ગયો. હશે.

‘બે દિવસ પછી... !' અજય ચબૂતરા પરથી ઉતરીને સળિયા પાસે ધસી આવ્યો, 'ના, જેલરસાહેબ... ! ગણતરી કરવામાં તમારી કંઈક ભૂલ થતી લાગે છે... ! બે દિવસ નહીં.. ! બે દિવમાં પાંચ કલાક અને ચાલીસ મિનિટ ઓછી.... ! આ ઘડિયાળ જુઓ ..  મેં થોડી પળો પહેલાં જ ગણતરી કરી હતી અને મારી ગણતરી ક્યારેય ખોટી નથી હોતી એ તો તમે જણો જ છે...! બરાબર બેતાલીસ કલાક અને વીસ મિનિટ પછી મને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવશે... ! બસ, જલ્લાદના એક જ ઝાટકાથી મારો ખેલ ખેલ ખતમ થઈ જશે !' પ્રતાપસિંહના રોમેરોમમાં ધ્રુજારી ફરી વળી.

'અજય, તારે તારી સજાની વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરવી જેઈએ એવું તને નથી લાગતું ?' પ્રતાપસિંહે ગંભીર અવાજે પૂછવું. મનની વાત છેવટે એના હોઠ પર આવી જ ગઈ. આ વાત કહેવા માટે જ તો તે અહીં આવ્યો હતો.

'હી... હી... હી.....' અજયના ગળામાંથી પિશાચ જેવું હાસ્ય નીકળ્યું.

જાણે જેલર પાગલ બની ગયો હોય અને એમ ડોળા કરી કરીને એની સામે જોવા લાગ્યો.

અજયની નજરમાં કોણ જાણે શું હતું કે જેલરના કપાળ પરથી પરસેવાની ધાર નીતરવા લાગી.

'હાઈકોર્ટમાં અપીલ કરવાથી શું વળશે, જેલરસાહેબ... ?' હસવાનું બંધ કરીને અજય બોલ્યો, ‘શું અપીલ કરવાથી મારી સજા માફ થઈ જશે... ? શું મને છોડી મૂકવામાં આવશે..?'

'ના... તને છોડવામાં તો નહીં આવે... ! અલબત્ત, અપીલ કરવાથી તારી ફાંસીની સજા આજીવન કેદમાં જરૂર ફેરવાઈ શકે તેમ છે... !’

'એમ કહોને જેલરસાહેબ, કે મારે જેલની આ દીવાલો વચ્ચે રિબાઈ રાબાઈને મરવું પડશે...!' અજય કડવા અવાજે બોલ્યો, ‘ના, જેલરસાહેબ... ! જો મરવાનું જ હોય તો હું એક જ ઝાટકે મરવાનું વધુ પસંદ કરીશ. કહેતાં કહતાં સહસા એનો અવાજ એકદમ ધીમો થઈ ગયો, ‘હા... જો મને મદદ જ કરવાની તમારી ઇચ્છા હોય તો એક મદદ કરો... !'

‘શું ?'

મને કોઈ પણ રીતે છોડી દો.. !' અજયનો અવાજ પૂર્વવત્ રીતે એકદમ ધીમો હતો, અથવા તો પછી આ જેલમાંથી નાસી છૂટવામાં મારી મદદ કરો... ! આ જેલમાંથી નાસી શકાય એવો કોઈકને કોઈક ગુપ્ત માર્ગ તો જરૂર હશે જ... !'

પ્રતાપસિંહ નર્યા અચરજથી અજયના ચહેરા સામે તાકી રહ્યો. એક જેલર સમક્ષ આ જાતનો પ્રસ્તાવ મૂકતાં પણ એ સ્હેજેય ડર્યો નહોતો.

ઘડીભર તો કોટડીનો દરવાજો ઉઘાડી, મારી મારીને અજયનાં હાડકાં-પાંસળા એક કરી નાખવાનું પ્રતાપસિંહને મન થઈ આવ્યું, પણ પછી કશુંક વિચારીને એણે પોતાના રોષ પર કાબૂ મેળવી લીધો.

‘અજય... !' એના મનનો તાગ મેળવવના હેતુથી એણે પૂછ્યું, તને જિંદગીનો કોઈ મોહ નથી રહ્યો તો પછી તું જેલમાંથી છૂટીને કરીશ પણ શું ?’

'ખૂન... !' અજયે એકદમ ધીમા પણ ગંભીર અવાજે જવાબ આપ્યો, ‘અહીંથી બહાર નીકળતાં જ હું વધુ એક ખૂન કરીશ...! હજુ મારા હાથેથી એક માણસનું લોહી રેડાવાનું બાકી છે... !

અજયની વાત સાંભળીને પ્રતાપસિંહના દિમાગમાં ખળભળાટ મચી ગયો.

‘આ તું શું બકે છે... ?' એણે કર્કશ અવાજે પૂછ્યું, ‘તું કોનું ખૂન કરવા માર્ગે છે... ?

'લે... કર વાત... !' અજય ઠાવકાઈથી બોલ્યો, ‘તમે શું મને મૂરખ સમજો છો... ? મારા હાથેથી કોનું ખૂન થવાનું છે એ તો હું કોઈને ય નહીં કહું... ! એ જયારે માર્યો જશે ત્યારે જ તે કોણ છે એની બધાને ખબર પડશે... '

વાત પૂરી કર્યા બાદ એ જાણે પાગલ થઈ ગયો હોય એમ ખડખડાટ હસ્યો. એનું બુલંદ અટ્ટહાસ્ય કોટડીના એક ખૂણાથી બીજા ખૂણા સુધી પડઘા પાડતું ગુંજી ઊઠ્યું. આ સિવાય એક બીજા ભેદની વાત જાણવી છે તમારે ? હસવાનું બંધ કરીને એ પુનઃ બોલ્યો.

'શું... ?' પ્રતાપસિંહે પૂછ્યું.

તમે લોકો કદાચ મને ફાંસીના માંચડે લટકાવી દેશો તોપણ હું એ માણસનું ખૂન કરીશ... ! અલબત્ત, એનું ખૂન મારા મૃત્યુ પછી થશે એ વાત અલગ છે...!'

'આ શું વાહિયાત વાત કરે છે.. ?' પ્રતાપસિંહ ધૂંધવાતા અવાજે બરાડ્યો, ‘એક મરેલો માણસ વળી કોઈનું ખૂન કેવી રીતે કરી શકે.. !

'કરશે……… !' અજય એક એક શબ્દ પર ભાર મૂકીને આત્મવિશ્વાસથી ભરપૂર અને મક્કમ અવાજે બોલ્યો, આ વખતે એક મૃત્યુ પામેલો માણસ જ ખૂન કરશે... ! તમે બધા તમારી સગી આંખે આ આશ્ચર્યજનક અને હચમચાવી મૂકનારો ચમત્કાર થતો જોશો...!'

'તું ખરેખર ગાંડો થઈ ગયો લાગે છે... ! હું જ મૂરખ હતો કે તને સલાહ આપવા અહીં દોડ્યો આવ્યો !' કહીને પ્રતાપસિંહ મનોમન ધૂંધવાતો, લાંબાં લાંબાં ડગલાં ભરતો ત્યાંથી વિદાય થઈ ગયો.

અજયની વાતનું કોઈ ધડ-માથું એને નહોતું સમજાયું.

********

સવારનો સમય હતો. સી.આઈ.ડી. હેડક્વાર્ટર સ્થિત મેજર નાગપાલની ચેમ્બરમાં ગંભીરતાભર્યા સન્નાટો છવાયેલો હતો.

અત્યારે ચેમ્બરમાં નાગપાલ ઉપરાંત દિલીપ, રજની અને ધીરજ પણ મોજૂદ હતાં,

‘અંકલ... ' છેવટે રજનીએ ચુપકીદીનો ભંગ કરતાં કહ્યું, ‘આપણે અજયની વાતને આટલું મહત્ત્વ ન આપવું જોઈએ... ! સજાના ભયથી એનું ભેજું ચસકી ગયું છે અને ચસકેલ ભેજાનો માણસ તો મન ફાવે તેવો લવારો કરે છે... !

‘હા, સર... !' ધીરજ બોલ્યો, ‘આમે ય અજયને ફાંસી થવામાં હવે માત્ર એક જ દિવસની વાર છે... ! ત્યાર પછી તો આપોઆપ જ એણે સંભળાવેલી પરીકથાનો અંત આવી જશે... !'

'તમે લોકો અજયની સજાને અંત માનીને ચાલો છો... !' નાગપાલે પાઇપમાંથી કસ ખેંચીને એક એક શબ્દ પર ભાર મૂકતાં ગંભીર અવાજે કહ્યું, ‘તમે અજયની વાત પ્રત્યે, એના શબ્દો પ્રત્યે પૂરું ધ્યાન નથી આપ્યું લાગતું... ! અજયના કહેવા મુજબ જો કદાચ તેને ફાંસી આપવામાં આવશે તોપણ તે વધુ એક ખૂન કરશે... ! મૃત્યુ પછી પણ કરશે... !!

'બરાબર છે, અંકલ... !' રંજની ધીમેથી માથું હલાવતાં બોલી, પરંતુ લાખ રૂપિયાનો સવાલ એ છે કે મૃત્યુ પામ્યા પછી પણ કોઈ માણસ કેવી રીતે ખૂન કરી શકે... ?’

નાગપાલ ચૂપ રહ્યો. રજનીની માફક આ સવાલ એને પણ ખૂબ જ અકળાવતો હતો.

જ્યારે ચૂપ બેઠેલા દિલીપના ચહેરા પર વિચારના હાવભાવ છવાયેલા હતા. ‘તું શું વિચારે છે, દિલીપ... ? નાગપાલની પ્રશ્નાર્થ નજર છેવટે દિલીપના ચહેરા સામે સ્થિર થઈ.

‘હું આ બધાથી અલગ એક બીજી જ વાતનો વિચાર કરું છું, અંકલ... !' દિલીપ બોલ્યો.

‘શું?’

'અજય સકસેના મર્યા પછી પણ કોનું ખૂન કરવા માગતો હશે, એનો હું વિચાર કરું છું..!' દિલીપ ગંભીર અવાજે બોલ્યો, ‘અજયના કથન પરથી એક વાત તો બિલકુલ સ્પષ્ટ થઈ જાય છે કે એ શખ્સ જે કોઈ હોય, તે પણ એનો બહુ મોટો દુશ્મન છે.. ! કોઈક ભયંકર દુશ્મન ! માટે જ માણસ મર્યા પછી પણ તેને મોતને ઘાટ ઉતારી દેવાની વાત કરી શકે.. !'

દિલીપની વાતથી સૌ એકદમ ચમક્યાં.

'તું કહેવા શું માગે છે, પુત્તર...?'

‘અંકલ... !' દિલીપ વિચારવશ અવાજે બોલ્યો, કોણ જાણે કેમ મને એવું લાગે છે કે આ કેસના રહસ્ય પરથી હજુ પૂરેપૂરો પડદો નથી ઊંચકાયો...! આપણે નથી જાણતાં એવી કોઈક વાત બાકી છે... ! રહસ્યના પેટાળમાં હજુ પણ કંઈક ધરબાયેલું છે !' ઓહ... તો અજયે આપણી સમક્ષ ઉજાગર નથી કર્યો એવો કોઈક ભેદ બાકી છે, એમ તું કહેવા માગે છે?'

‘હા...’ દિલીપે મક્કમ અવાજે કહ્યું.

નાગપાલે વારાફરતી ધીરજ અને રજની સામે જોયું અને પછી પુનઃ દિલીપ સામે જોતાં બોલ્યો, ‘તારી આ વાત તો ખૂબ જ ભયંકર છે, દિલીપ... !'

'ભયંકર હોવાની સાથે સાથે સચ્ચાઈથી ભરપૂર અને હકીકતની નિકટ પણ છે, અંકલ !

‘દિલીપ... !' નાગપાલ પાઇપનો કસ ખેંચતાં ગંભીર અવાજે બોલ્યો, ‘અજય સાથેની તારી મુલાકાત પછી આ કેસ ખૂબ જ અટપટો અને આંટીઘૂંટીવાળો બની ગયો છે ! તું સાચું જ કહેતો હતો...! તારે અજયને મળવા નહોતું જવું જોઈતું. અજય એક નંબરનો નાટકબાજ છે એવી તારી માન્યતા પણ સાચી લાગે છે. તું અત્યારે તારી જ કહેલી એક વાત ભૂલી જતો લાગે છે. અજયે મરતાં પહેલાં આ એક નવું ગતકડું કાઢ્યું હોય અને વાસ્તવમાં તે કહે છે એવું કશુંય હોય જ નહીં એ બનવાજોગ છે...!'

દિલીપ ચૂપ રહ્યો.

પરંતુ કોણ જાણે કેમ એને કોઈક મોટા તોફાનના અણસાર મળતા હતા.

ટૂંક સમયમાં જ કંઈક નવાજૂની થશે એવો ભાસ થતો હતો.

ખેર, અજયની સજાના અમલનો દિવસ આવી પહોંચ્યો.

આ દરમિયાન તે એકદમ શાંત રહ્યો હતો. મૃત્યુ પછી પોતાનો મૃતદેહ કોઈને ન સોંપતાં બિનવારસી તરીકે અંતિમ સંસ્કાર કરી નાખવાની એણે ઇચ્છા વ્યક્ત કરી હતી.

નિયત સમય થતાં જ તેને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યો.

ફાંસીગરે તખ્તો ખસેડતાં જ એ ફાંસીએ લટકી ગયો. એનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.

પચીસેક વર્ષની વય ધરાવતી માલા નામની એ યુવતી અત્યારે પલંગ પર સૂતી સૂતી અજયના ફોટાને છાતીસરસો ચાંપીને ધ્રુસકે ધ્રુસકે રડતી હતી.

રૂમમાં અંધારું છવાયેલું હતું. રૂમનાં બારી-બારણાં બંધ હતાં અને તેના પર પડદા લટકતા હતા.

માલા એક ગોરી-ચીટ્ટી અને અત્યંત સ્વરૂપવાન યુવતી હતી. એના રુદનથી વાતાવરણ એકદમ ગમગીન બની ગયું હતું. રૂમમાં અત્યારે આધેડ વયની એની માતા પણ મોજૂદ હતી. એ બિચારી ક્યારનીયે માલાને શાંત પાડવાનો પ્રયાસ કરતી હતી, પરંતુ માલાનું રુદન કેમેય નહોતું અટકતું. એની આંખોમાંથી અવિરત અશ્રુધારા વહેતી હતી.

‘માલા... ક્યાં સુધી અજયની યાદમાં તું રડતી રહીશ...?' માતાએ સ્નેહથી એના માથા પર હાથ ફેરવતાં કહ્યું, ‘કાલથી તારા પેટમાં અનાજનો એક દાણો પણ નથી ગયો. આવું ક્યાં સુધી ચાલશે...?’

જવાબમાં માલા પોતાની માના ખોળામાં માથું મૂકીને વધુ જોરથી રડવા લાગી.

‘હું એને નથી ભૂલી શકતી, મમ્મી... ! નથી ભૂલી શકતી.. !' એ ધ્રુસકાં વચ્ચે બોલી, ‘જરા વિચાર કરી જો... ગઈ કાલ સુધી એ જીવતો હતો... ! બોલીચાલી શકતો હતો... ! આપણે જે ચીજો જોઈએ છે... હવા-પાણી, ચાંદ-સૂરજ વિગેરે એને પણ જોઈતું હતું. પણ આજે...? આજે એને કશું જ નથી જોઈતું... ! એનો દેહ રાખમાં ફેરવાઈ ગયો છે.. !'

માલા અત્યંત લાગણીશીલ સ્વભાવની હતી. રહી રહીને એની નજર સામે અજયનો સોહામણો હેરો તરવરતો હતો અને એ સાથે જ એનું રુદન પણ વધતું જતું હતું. માલાની મા અપાર મમતાથી એના માથા પર હાથ ફેરવીને તેને સમજાવવાનો પ્રયાસ કરતાં બોલી, ‘આ દુનિયામાં જે કોઈ આવે છે તેને એક ને એક દિવસ તો જવું પડે છે... ! આપણાં અત્યંત નજીકનાં સગાં-સંબંધી કે આત્મીય મૃત્યુ પામ્યાં હોય તોપણ જ્યાં સુધી આપણા નસીબમાં જીવવાનું લખ્યું હોય ત્યાં સુધી આપણે જીવવું 'પડે છે. જીવન-મરણની બાજી તો ઈશ્વરના હાથમાં છે. એની મરજી સામે કાળા માથાનાં માનવીનું કશુંય નથી ચાલતું. જીવન-મરણનો ક્રમ તો આજે હજારો-લાખો વર્ષોથી ચાલ્યો આવે છે ! અલબત્ત, જ્યારે આપણી નિકટનું કોઈક મૃત્યુ પામે ત્યારે થોડી પળો માટે આપણને જાણે કે જિંદગી થંભી ગઈ છે એવી અનુભૂતિ જરૂર થાય છે, પરંતુ પછી બધું જ રાબેતા મુજબ ચાલવા લાગે છે. આ દુનિયામાં આવનારાં આવતાં જાય છે અને જનાર પાછાં નથી ફરતાં ! આ એક કઠોર પણ સત્ય હકીકત છે... ! દીકરી, તારી ઉંમર પણ શું છે...? તારી સામે તો હજુ માઈલો લાંબી જિંદગી પડી છે... !'

માના આશ્વાસનથી માલા સ્હેજ સ્વસ્થ થઈ. 'તમે સાચું કહો છો, મમ્મી... !! એ ધીમેથી બોલી, ‘પરંતુ તેમ છતાંય એક વાતનો મને જરૂર રંજ છે કે હું મારા અજય માટે કશુંય ન કરી શકી... ! જિંદગીની અંતિમ પળોમાં જ્યારે મારે તેને બચાવવાનો પ્રયાસ કરવો જોઈતો હતો ત્યારે હું ચૂપચાપ તમાશો જોતી રહી... !'

‘તું એવું શા માટે વિચારે છે ? તારા તરફથી તે પ્રયાસો કરવામાં કોઈ કસર બાકી નથી રાખી, ભૂલ અજયની જ હતી. એણે પહેલી મુદતમાં જ કોર્ટમાં અનેક લોકોની હાજરી વચ્ચે પોતાનો ગુનો કબૂલી લીધો. ગુનો કબૂલ્યા પછી એને બચાવવા માટે કોઈ શું કરી શકે તેમ હતું...?'

‘અજય માત્ર સાચું જ બોલ્યો હતો, મમ્મી... ! અને સાચું બોલવું એ કંઈ ગુનો નથી હોતો... !'

‘માલા... !' એની મમ્મી વેદનાભર્યા અવાજે બોલી, જો સાચું બોલવું ગુનો નથી હોતો તો પછી એ સચ્ચાઈની પાછળ મોજૂદ સજા ભોગવવા માટે પણ માણસે તૈયાર રહેવું જોઈએ... !’

પરંતુ જે આઠમું ખૂન થયા પછી તાબડતોબ પોલીસે તેને પકડ્યો, એ ખૂન તો એણે નહોતું કર્યું ને ?' માલાએ દલીલભર્યા અવાજે કહ્યું.

'એનાથી શું ફર્ક પડે છે... ? માણસ એક ખૂન કરે કે દસ... ! બધાની સજા તો એક જ છે અને એ જ સજા અજયને થઈ છે. એણે આઠમાંથી માત્ર એક ખૂન નહોતું કર્યું તો તેનાથી એનો ગુનો કંઈ ઓછો નથી થઈ જતો... !'

'અજયને તેના કૃત્યની સજા મળી એ વાત બરાબર છે !' માલા પૂર્વવત્ અવાજે બોલી, ‘પરંતુ જે ગુનેગારે ખરેખર જ અજિત મરચંટનું ખૂન કર્યું છે એને માટે તું શું કહે છે... ? એ તો હજુ ખુલ્લેઆમ કરે છે... ! અજયની માફક એને પણ ફાંસીની જ સજા થવી જોઈએ... !’

'થશે... ! એને પણ કાંસીની જ સજા થશે... ! કાયદાના હાથ ખૂબ જ લાંબા છે... ! કાયદાની ચુંગાલથી એ વધુ વખત સુધી આઝાદ નહીં રહી શકે...!'

'ના, મમ્મી... !' માલાના ઘેરા પર ગંભીરતા ઊતરી આવી, એ ગુનેગારને સજા નહીં થાય... !'

'કેમ... ?' માએ ચમકીને આશ્ચર્યથી પૂછ્યું.

એટલા માટે કે અજિત મરચંટનું ખૂન પોતે નથી કર્યું એવી અજયની વાત પર પોલીસ કે કાયદાને ભરોસો જ નથી. તેઓ તો અજયને જ અજિત મરચંટનો ખૂની માને છે. અજિત સહિત આઠેય ખૂનોની ફાઈલ પણ હવે બંધ થઈ ચૂકી છે. આઠેય ખૂનો અજયે જ કર્યાં હોવાનું કાયદાએ માની લીધું છે એટલે હવે તેમને આઠમા ખૂનની તપાસ કરવાની પણ શું જરૂર છે. અને આઠમા એટલે કે અજિત મરચંટના ખૂનની તપાસ નહીં થાય તો પછી એનો અસલી ખૂની પણ કેવી રીતે પકડાશે...? તું કહેવા શું માગે છે...?

'મેં એક નિર્ણય કર્યો છે, મમ્મી... !' માલા પોતાનાં આંસુ લૂછતાં બોલી.

એ પલંગ પર બેઠી થઈ ગઈ.

એના આંસુથી ભીંજાયેલા ચહેરા પર દઢતા ફરી વળી હતી.

‘કેવો નિર્ણય... ?’ એની મમ્મીએ ચમકીને પૂછ્યું. ‘અજયના અધૂરા કામને હવે હું પૂરું કરીશ... !' માલા મક્કમ અવાજે બોલી.

‘એટલે... !'

‘મમ્મી... !’ માલાનો અવાજ એકદમ ગંભીર અને શાંત હતો, ‘પોતે અજિત મરચંટનું ખૂન નથી કર્યું એવી અજયની વાત પર કોઈનેય ભરોસો નથી બેઠો, પરંતુ આ વાત હવે હું પુરવાર કરી બતાવીશ...! હું બૂમો પાડી પાડીને બધાને કહીશ કે અજિત મરચંટનો ખૂની આજે પણ શહેરમાં ખુલ્લેઆમ ફરે છે. એક મરતો માણસ ખોટું નહોતો બોલ્યો...! અજયે સાચું જ કહ્યું હતું... !'

માલાની માના ચહેરા પર દુનિયાભરનું અચરજ ઊતરી આવ્યું. એ થોડી પળો સુધી નરી તાજ્જુબીથી માલાના એરા સામે તાકી રહી.

‘પણ. .. પણ હું આ વાત કેવી રીતે પુરવાર કરીશ, બેટા...?’ એણે આશ્ચર્યથી પૂછ્યું.

‘હું અજિત મરચંટના ખૂનના કેસની ફાઈલ ફરીથી ઉઘડાવીશ, મમ્મી... ! એ કેસની હવે ફરીથી તપાસ થશે !'

'બરાબર છે, પણ કેવી રીતે...?'

'હું કંઈક ને કંઈક તો જરૂર કરીશ, મમ્મી... !' માલા તમતમતા અવાજે બોલી, ‘હું ચૂપ નહીં બેસી રહું... ! અજિત મરચંટનું ખૂન મારા અજયે નહોતું કર્યું એ વાત બધાએ કબૂલવી પડશે એટલું જ નહીં, અજિતનો અસલી ખૂની પણ એક ને એક દિવસ ચોક્કસ જેલના સળિયા પાછળ ધકેલાઈ જશે... !!

‘પણ આવડા મોટા વિશાળગઢમાં તું એ ખૂનીને ક્યાં શોધીશ... એને હું નહીં પણ કાયદાના કહેવાતા રખેવાળો શોધશે...? કાયદાના હાથ ખૂબ જ લાંબા છે એમ તું હમણાં કહેતી હતી ને...? તો આ કામ પણ હવે કાયદો જ કરશે... !' માલા નિર્ણયાત્મક અવાજે બોલી.

એના ચહેરા પર છવાયેલા દૃઢતાના હાવભાવ હવે વધુ ગાઢ બની ગયા હતા.

દિલીપ શહેરની એક જિમ્નેસ્ટિક ક્લબમાં કસરત કરતો હતો.

ત્યાં જ સહસા એના મોબાઈલની ઘંટડી રણકી ઊઠી. મોબાઈલના સ્ક્રીન પર આવેલો નંબર જોતાં જ તે એકદમ ચમકી ગયો.

‘યસ, અંકલ... !' એણે તરત જ કૉલિંગનું બટન દબાવતો તત્પર અવાજે કહ્યું.

‘પુત્તર…… !' સામેથી નાગપાલનો ગંભીર અવાજ સંભળાયો, તું તાબડતોબ હેડક્વાર્ટરે આવ... !' સકસેનાના કેસ વિશે તારી સાથે કોઈક જરૂરી વાત કરવા માગે છે!'

'એ કેસની ફાઈલ તો બંધ થઈ ગઈ છે, અંકલ ! એમાં હવે વાત કરવા જેવું શું રહ્યું છે...? એ કેસનો મુખ્ય અપરાધી અજય સક્સેના પણ ફાંસીના માંચડે લટકી ગયો છે... !'

'બરાબર છે... પરંતુ તેમ છતાંય માલા એક વાર તને મળવા માગે છે! એના કહેવા મુજબ તે સૌને ચમકાવી મૂકે એવા અમુક ભેદ છતા કરી શકે તેમ છે... !'

‘તમે એનું નામ માલા જણાવ્યું ને..!'

દિલીપના મગજમાં તરત જ જેલર પ્રતાપસિંહના શબ્દો ગુંજી ઊઠ્યા.

પ્રતાપસિંહના કહેવા મુજબ માલા નામની એક યુવતી જેલમાં જઈને અજયને મળી હતી.

અંકલ, તમે તેને મારી ચેમ્બરમાં બેસાડો... ! હું હમણાં જ ત્યાં આવું છું.'

ઓ.કે....

દિલીપે સંબંધ વિચ્છેદ કરી નાખ્યો.

બરાબર વીસ મિનિટ પછી એ સી.આઈ.ડી. હેડક્વાર્ટર સ્થિત પોતાની ચેમ્બરમાં માલા સામે બેઠો હતો. માલાએ અત્યારે ગુલાબી કલરનો પેરેલલ પંજાબી સૂટ પહેર્યો હતો. જાણે કેટલીયે રાતોના ઉજાગરા કર્યા હોય એમ એની આંખો સૂજેલી હતી.

દિલીપે એક સિગારેટ પેટાવ્યા બાદ ધ્યાનથી માલા સામે જોયું અને પછી પૂછ્યું, ‘તો તું જ માલા છો, એમ ને ?' અત્યારે રજની અને ધીરજ પણ ત્યાં જ બેઠાં હતાં. 'જી, હા...' માલાએ ધીમેથી કારમાં માથું હલાવ્યું.

‘મને ખ્યાલ છે ત્યાં સુધી તું જ અજયને મળવા માટે જેલમાં ગઈ હતી, ખરું ને?'

‘હા... હું જ ગઈ હતી... !'

‘હું...' દિલીપના ગળામાંથી હુંકાર નીકળ્યો. રજની તથા ધીરજની નજરો પણ હવે માલાના ચહેરા પર સ્થિર થઈ ગઈ હતી.

‘તું અજય સક્સેનાને કેવી રીતે ઓળખતી હતી...? એ મારો દોસ્ત હતો... !' માલા ગુમસુમ અવાજે બોલી, ‘કૉલેજકાળનો દોસ્ત... !'

‘માત્ર દોસ્ત જ... ?’ દિલીપે ભારપૂર્વક પૂછ્યું. ‘ના, મિસ્ટર દિલીપ... !' માલાએ પૂર્વવત્ અવાજે કહ્યું, ‘દોસ્ત કરતાં પણ વિશેષ... ! જોકે દોસ્તીથી વિશેષ સંબંધનું નામ શું હોય છે એની તો મને ખબર નથી, પરંતુ મારે માટે અજય એ જ હતો...! એની સાથેના સંબંધો માટે મારી દૃષ્ટિએ ‘દોસ્તી' શબ્દ પણ બહુ ટૂંકો પડે તેમ છે... ! બલ્કે મારે માટે તો મુશ્કેલ જ છે કારણ કે આ સંબંધને હું બહુ ઊંડાણથી સમજતી હતી... !'

‘હું...’ દિલીપે સિગારેટનો કસ ખેંચતાં ધીમેથી માથું હલાવ્યું. ‘મિસ્ટર દિલીપ... !’ માલા ફરીથી બોલી, ‘અમે બંનેએ સાથે મળીને ઘણાં સપનાંઓ જોયાં હતાં. જિંદગી વાસ્તવમાં કેટલી સુંદર છે એ મને અજય પાસેથી જ જાણવા મળ્યું હતું...! પણ... પણ હવે એક જ ઝાટકે મારું બધું જ ખતમ થઈ ગયું છે... !' કહેતાં કહેતાં અનાયાસે જ એનો અવાજ ગળગળો થઈ ગયો. હમણાં જ તે રડી પડશે એવું લાગતું હતું.

‘રિલેક્સ... રિલેક્સ... !' રજનીએ માલાનો ખભો થપથપાવીને તેને આશ્વાસન આપતાં કહ્યું, ‘શાંત થા... ! ધીરજ રાખ... ! આજ સુધી કુદરત સામે કોઈ જ નથી લડી શક્યું... ! બધું એની ઇચ્છાથી જ થાય છે... !'

માલાએ પોતાની આંખોમાં ધસી આવેલાં આંસુ લૂછી નાખ્યાં. દિલીપ સિગારેટના કસ ખેંચતો ઝીણી નજરે માલાના ઢેરા સામે તાકી રહ્યો હતો.

‘માલા... !' છેવટે એણે ટેબલ પર પડેલી એંશટ્રેમાં સિગારેટની રાખ ખંખેરતાં પૂછ્યું, ‘ક્યાંક એવું તો નથી ને કે તું પણ અજયની જેમ ક્રિમિનોલૉજી એટલે કે અપરાધશાસ્ત્રની વિદ્યાર્થિની હતી...?'

‘તમારું અનુમાન બિલકુલ સાચું છે, મિસ્ટર દિલીપ !' માલા ગમગીન અવાજે બોલી, ‘હું પણ અજયની માફક જ કૉલેજમાં અપરાધશાસ્ત્રની વિદ્યાર્થિની હતી. હું તથા અજય એક જ ક્લાસમાં હતાં. પરંતુ માત્ર એક જ ક્લાસમાં હોવાથી કોઈ વિદ્યાર્થી બીજા જેવો જ સમાન દરજ્જો નથી મેળવી શકતો. અજય માત્ર ક્લાસનો જ નહીં બલ્કે આખી કોલેજનો તેજસ્વી વિદ્યાર્થી હતો. તે હંમેશાં કૉલેજફર્સ્ટ જ આવતો હતો. તમે લોકોએ અજયનું માત્ર એક ‘ખૂની’ તરીકેનું જ રૂપ જોયું છે... ! એનું બીજું રૂપ તો તમે જોઈ જ નથી શક્યા... ! અને આ બીજું રૂપ જ કદાચ એનું અસલી રૂપ હતું !

‘બીજું રૂપ... ’

‘હા, મિસ્ટર દિલીપ... !' માલા પૂર્વવત્ અવાજે બોલી, ‘તમને કદાચ ખબર નહી હોય કે અજય કોલેજમાં બધાનો આદર્શ હતો... સૌનો લાડકો હતો... ! બધા એમ જ માનતા હતા કે એક દિવસ તે બહુ મોટો વકીલ બશે અને કાયદાની દુનિયામાં એના નામનો ડંકો વાગશે... ! પરંતુ નસીબ માણસે ધાર્યું પણ ન હોય એવી રમત એની સાથે કરે છે. નસીબે આવી જ ક્રૂર રમત અજય સાથે પણ રમી... ! કાયદાનો રખેવાળ બનીને ગરીબ લોકોને ન્યાય અપાવવાનાં સપનાં જોઈ રહેલો અજય એક ખૂની બની ગયો... ! આજે પણ જ્યારે હું અજય વિશે વિચારું છું ત્યારે આ બધાં ખૂનો એણે જ કર્યાં હતાં. એ વાત પર મને ભરોસો નથી બેસતો... !'

'અજયે ભરી કોર્ટમાં પોતાનો ગુનો કબૂલ્યો હોવા છતાંય તને ભરોસો નથી બેસતો ... ?’ દિલીપે એકદમ ગંભીર અને શાંત અવાજે પૂછ્યું.

'બસ, આ એક જ મુદ્દાને કારણે ઇચ્છા ન હોવા છતાંય હું આ વાત માનવા માટે લાચાર બની ગઈ છું.' માલા એક ઊંડો શ્વાસ લેતાં બોલી, 'બાકી તમે પોતે જ વિચારી જુઓ કે અપરાધશાસ્ત્રનો એક તેજસ્વી વિદ્યાર્થી ખૂની કેવી રીતે બની શકે... ? તમને આ વાત પર ભરોસો બેસે છે ખરો... ? આ ઉપરાંત હું તમને અજયની એક બીજી ખાસિયત વિશે પણ જણાવવા માગું છું, મિસ્ટર દિલીપ... ! બીજી કઈ ખાસિયત. . ?' દિલીપે પ્રશ્નાર્થ નજરે એની સામે જોતાં પૂછ્યું.

'અજય ક્યારેય ખોટું નહોતો બોલતો... !' માલાએ એક એક શબ્દ પર ભાર મૂકતાં કહ્યું. ‘આ વાત જણાવીને તું શું પુરવાર કરવા માગે છે?’

‘હું કશુંય પુરવાર કરવા નથી માગતી, મિસ્ટર દિલીપ... ! માલા ભાવહીન અવાજે બોલી, ‘હું માત્ર એટલું જ કહેવા માગું છું કે જો અજયે અંતિમ સમયે એવું જણાવ્યું હોય કે અજિત મરચંટનું ખૂન એણે નહોતું કર્યું તો નહીં જ કર્યું હોય ! તમારે પણ એની આ વાતને સાચી માનવી જોઈએ !

'આ બધો નર્યો બકવાસ છે... !’

આ બકવાસ નથી, મિસ્ટર દિલીપ... !' માલા ભારપૂર્વક બોલી, 'આ એક હકીકત છે... ! સચ્ચાઈથી ભરપૂર છે ! તમે પોતે જ નિરાંતે વિચારી જુઓ… ! જે માણસે પોતે સાત સાત ખૂનો કર્યાનું કબૂલ્યું હતું, એને વધુ એક એટલે કે અજિત મરચંટનું ખૂન કબૂલવામાં શું વાંધો હોય...? કબૂલ ન કરવાથી એને થયેલી ફાંસીની સજામાં કોઈ ફર્ક નહોતો પડવાનો... ! કબૂલ કર્યું હોત તોપણ સજા તો એ જ રહેવાની હતી... ! બોલો, કાયદો અજયને ફાંસીથી વધુ કોઈ સજા આપી શકે તેમ હતો... '

દિલીપ ચૂપ રહ્યો.

એ એક નવી સિગારેટ પેટાવીને ધીમે ધીમે તેના કસ ખેંચતો વિચારમાં ડૂબી ગયો. માલાના સવાલનો જવાબ ત્રણમાંથી કોઈની યે પાસે નહોતો. આ એક જ સવાલ શરૂઆતથી જ તેમને અકળાવતો હતો. અજિત મરચંટના ખૂન વિશે જો ખરેખર અજય ખોટું બોલ્યો હતો તો શા માટે બોલ્યો હતો...? શા માટે એણે આવું જૂઠાણું ચલાવ્યું હતું ? કે પછી એ સાચું બોલ્યો હતો...?

ખરેખર જ એણે આઠમું એટલે કે અજિત મરચંટનું ખૂન નહોતું કર્યું...? તેઓ જેમ જેમ આ સવાલો વિશે વિચારતા હતા તેમ તેમ એમની મૂંઝવણ વધતી જતી હતી.

અજય તો આ દુનિયામાંથી ચાલ્યો ગયો હતો. પરંતુ તે જે સવાલો મૂકતો ગયો હતો એ હજુ પણ તેમને અકળાવતા હતા.

‘મિસ્ટર દિલીપ... !' માલા ફરીથી બોલી, ‘તમે માનો કે ન માનો... ! પરંતુ અજિત મરચંટનું ખૂન અજયે નહોતું કર્યું... ! કમ સે કમ આ મામલામાં તો એ નિર્દોષ જ હતો... !'

‘હું કંઈક કહું, દિલીપ... ?' ધીરજે ખમચાટભર્યા અવાજે કહ્યું. ‘બોલ... !' દિલીપે પ્રશ્નાર્થ નજરે એની સામે જોયું.

'કોણ જાણે કેમ મને પણ એવું લાગે છે કે માલાની વાત સાચી છે... ! અજિત મરચંટનું ખૂન ખરેખર અજયે નહોતું કર્યું... !' ‘પણ સવાલ એ છે કે જો અજિત મરચંટનું ખૂન અજયે નથી કર્યું તો પછી કોણે કર્યું...?' દિલીપના અવાજમાં થોડો ધૂંધવાટ હતો.

'એનો જ તો હવે આપણે પત્તો લગાવવાનો છે, મિસ્ટર દિલીપ... !' કહેતાં કહેતાં માલાના ચહેરા પર દૃઢતાની રેખાઓ ફરી વળી, ‘ખૂની કોણ છે એની જ તો આપણે તપાસ કરવાની છે... ! ખૂની જે કોઈ હોય તે... ! પરંતુ આજની તારીખમાં એ વિશાળગઢમાં ખુલ્લેઆમ ફરે છે અને આપણે જેમ બને તેમ જલ્દીથી એના સુધી પહોંચવું પડશે !'

'તો આપણે આ કેસની ફરીથી તપાસ કરવી જોઈએ એમ તું કહેવા માગે છે ?' દિલીપે પ્રશ્નાર્થ નજરે માલા સામે જોતાં પૂછ્યું.

'હા... પરંતુ આખા કેસની ફરીથી તપાસ કરવાની જરૂર નથી... !'

'તો..?'

‘આપણે માત્ર અજિત મરચંટના ખૂનની જ ફરીથી તપાસ કરવી પડશે... ! જે ખૂન પછી તરત જ તમે અજયને પકડ્યો હતો, માત્ર એ જ ખૂનની તપાસ કરવાની છે…… !' માલાએ કહ્યું.

દિલીપ ફરીથી એક વાર ઊંડા વિચારમાં ડૂબી ગયો. શું કરવું ને શું નહીં એ તેને કંઈ સમજાતું નહોતું. ચેમ્બરમાં ભારે-ભરખમ ચુપકીદી છવાઈ ગઈ હતી.

‘દિલીપ... !' છેવટે રજની ચુપકીદીનો ભંગ કરતાં બોલી, ‘માલા સાચું કહે છે…… ! આપણે અજિત મરચંટના ખૂનની ફેરતપાસ કરવી જોઈએ... ! તપાસ દરમિયાન આપણને કોઈક નવું સૂત્ર મળી જાય એ બનવાજોગ છે. આમેય કોણ જાણે કેમ મને એવું લાગે છે કે મરતાં પહેલાં અજય ખોટું નહીં જ બોલ્યો હોય... !'

‘ઓ.કે...’ દિલીપે એક ઊંડો શ્વાસ લેતાં કહ્યું, ‘જેવી તમારી ઇચ્છા... ! આપણે ફરીથી અજિત મરચંટના ખૂનની તપાસ કરીશું... !’

‘થેંક યૂ... !’ માલા ગળગળા અવાજે બોલી, થેંક યૂ વેરી મચ... !'

એના નિસ્તેજ વ્હેરા પર રોનક ફરી વળી હતી. જાણે પોતે કોઈક મોટો ગઢ જીતી લીધો હોય એવું સ્મિત એના ગુલાબી હોઠ પર ફરકી ઊઠ્યું હતું. પણ સવાલ એ છે કે.. ’ દિલીપ સિગારેટનો કસ ખેંચીને વિચારવશ અવાજે બોલ્યો, ‘આપણે આ કેસની તપાસ ક્યાંથી શરૂ કરીશું...? અજિત મરચંટના કુટુંબમાં પણ કોઈ છે નહીં કે આપણે તેઓને અજિતના કોઈ દુશ્મન વિશે પૂછપરછ કરી શકીએ... ! તપાસ શરૂ કરવાનો એક માર્ગ હું તમને બતાવું છું... !' માલાએ આત્મવિશ્વાસથી ભરપૂર અવાજે કહ્યું.

‘શું ?’

'અજિત મરચંટ ધોબીઘાટ ખાતે જે રૂમમાં રહેતો હતો તે હજુ પહેલાંની માફક જ બંધ હાલતમાં પડ્યો છે. હું માનું છું ત્યાં સુધી આપણે એ રૂમની તલાશી લેવી જોઈએ ! ત્યાંથી અજિત મરચંટના અસલી ખૂની વિરુદ્ધ કોઈક પુરાવો મળી આવે એ બનવાજોગ છે...!'

‘તારો વિચાર ઉત્તમ છે... !' દિલીપ પ્રભાવિત અવાજે બોલ્યો, તો પછી આપણે સૌથી પહેલાં અજિતના રૂમની જ તલાશી લઈએ... !'

‘મિસ્ટર દિલીપ... ! મારે તમને એક વિનંતી કરવાની છે... !'

માલાએ ખમચાટભર્યા અવાજે કહ્યું.

'બોલ... !'

‘મિસ્ટર દિલીપ, હું કોઈ ધંધાદારી જાસૂસ તો નથી, પણ અપરાધશાસ્ત્રની વિદ્યાર્થિની જરૂર છું ! અપરાધસાહિત્યનો મેં ઊંડાણથી અભ્યાસ કર્યો છે. જો તમને વાંધો ન હોય તો આ કેસની તપાસ દરમિયાન હું પણ તમારી સાથે રહેવા માગું છું.' જવાબમાં જાણે અભિપ્રાય પૂછતો હોય એવી નજરે દિલીપે રજની તથા ધીરજ સામે જોયું. અમને કંઈ વાંધો નથી... !' બંને એક સાથે બોલી ઊઠ્યાં. ‘થેંક યુ વેરી મચ... !' માલાએ ઉત્સાહભર્યા અવાજે કહ્યું. એના ચહેરા પર હર્ષની રેખાઓ ફરી વળી હતી.

**********

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED