ઉપલા ધોરણમાં - નવલકથા
SUNIL ANJARIA
દ્વારા
ગુજરાતી પ્રેરક કથા
"ભાઈ બહેનો, આપણે સાથે મળી કામ કરીએ છીએ?” ઊંચા સ્ટેજ પરથી નેતાએ પ્રશ્ન કર્યો.
મહેરામણમાંથી પ્રચંડ ઘોષ ઉઠ્યો “હા..”
“આપણે આગળ જઈ રહ્યા છીએ કે પાછળ?” નેતાએ ફરી પ્રશ્ન વહેતો મુક્યો.
“આગળ”. જનતા જનાર્દન બોલી ઉઠી.
યુવાનોને બોર્ડની જાહેર પરીક્ષામાં પાસ થવા બદલ અભિનંદન આપવા આ વિસ્તારના ખુબ લોકલાડીલા નેતા આવેલા. એ સાથે આ વિસ્તારમાં થયેલાં કામોનો પણ પોતે ક્યાસ કાઢી રહ્યા હતા.
નેતાએ જનસમુદાય પર આંખો ઠેરવી કહ્યું “ વિકાસનો આપણો રસ્તો બગીચામાં ટહેલવા જેવો સરળ ન હતો પરંતુ પર્વત પર ટ્રેકિંગ કરવા જેવો મુશ્કેલ હતો. આપણે સહુ સાથે ,મળી એ કરી શક્યા છીએ જે થોડા સમય પહેલા માત્ર કલ્પના જ હતી. હવે તમે જ મને કહો, આપ સહુના માટે હું આ વિસ્તારના વિકાસમાં નિષ્ફળ થયો છું કે સફળ?”
1 "ભાઈ બહેનો, આપણે સાથે મળી કામ કરીએ છીએ?” ઊંચા સ્ટેજ પરથી નેતાએ પ્રશ્ન કર્યો. મહેરામણમાંથી પ્રચંડ ઘોષ ઉઠ્યો “હા..” “આપણે આગળ જઈ રહ્યા છીએ કે પાછળ?” નેતાએ ફરી પ્રશ્ન વહેતો મુક્યો. “આગળ”. જનતા જનાર્દન બોલી ઉઠી. યુવાનોને બોર્ડની ...વધુ વાંચોપરીક્ષામાં પાસ થવા બદલ અભિનંદન આપવા આ વિસ્તારના ખુબ લોકલાડીલા નેતા આવેલા. એ સાથે આ વિસ્તારમાં થયેલાં કામોનો પણ પોતે ક્યાસ કાઢી રહ્યા હતા. નેતાએ જનસમુદાય પર આંખો ઠેરવી કહ્યું “ વિકાસનો આપણો રસ્તો બગીચામાં ટહેલવા જેવો સરળ ન હતો પરંતુ પર્વત પર ટ્રેકિંગ કરવા જેવો મુશ્કેલ હતો. આપણે સહુ સાથે ,મળી એ કરી શક્યા છીએ જે થોડા સમય પહેલા
2 તેની આંખો સામે ભૂતકાળનું એ દ્રશ્ય તાજું થઇ ચિત્રપટની જેમ રમી રહ્યું. તે ફાટેલાં, મેલાં કપડાંમાં હાથમાં કપ રકાબીઓ ખણખણાવતો “ ગરમ ચાય સાહેબ” કહેતો એ પોશ ઓફિસની ચમકતા કાચની કેબિનમાં દાખલ થાય છે. કાળા ચામડાંની રીવોલ્વીગ ચેરમાં ...વધુ વાંચોસાહેબ આખી સુનકાર ઓફિસમાં એકલા બેઠા છે. “અરે દીકરા, રવિવારે હું તો કામે આવ્યો, તું પણ આ ધોમધખતા તાપમાં ચાલુ છે? સારું. લાવ એક ગરમ ચા.” તે કીટલીમાંથી કપમાં ચા રેડે છે અને બાજુની ટ્રેમાં પડેલું એક કોસ્ટર લઇ તેના પર કપ મૂકે છે. ચાની મીઠી સુગંધથી રૂમ ભરાઈ જાય છે. સાહેબ પૂછે છે “ બેટા, તું ભણે છે?” તે
3 તેને પોસ્ટરો ગોઠવવાનું અને બેનરો સંકેલવાનું કામ મળેલું. એક વખત પાર્ટીના કાર્યકર્તાઓ કોઈ એક એવા સુત્રની શોધમાં હતા કે જે તેમની પાર્ટી જે નવી વસ્તુઓ કરવા માંગતી હતી તેના પ્રત્યે ધ્યાન ખેંચે. કોઈએ મજાકમાં તેને પૂછ્યું કે કોઈ ...વધુ વાંચોસૂચવે. થોડા વિચાર બાદ તે બોલી ઉઠ્યો “નયે તૌર સે લિખેંગે હમ મિલકર નઈ કહાની”. સહુની આંખમાં ચમક આવી ગઈ. “વાહ રે છોરા! તેં તો કમાલ કરી.” સહુએ કહ્યું. તે ચા વેંચનારામાંથી પોસ્ટરો ચોંટાડતો અને એથી ઉપલા ધોરણમાં- સૂત્રો ડિઝાઇન કરતી ટીમનો પહેલાં સહાયક અને પછી ઇન્ચાર્જ બની ગયો. નજીકની રાત્રિશાળામાં અભ્યાસ કરી તે ઠીકઠીક સારા ગુણ લઇ એસ.એસ.સી. પાસ
4 સફળતાને પોતાના દુશ્મનો વળગેલા જ હોય છે. તેજોવધ, ઈર્ષ્યા અને દ્વેષને કારણે પાર્ટીમાં જ તેનું અપમાન થવા લાગ્યું, તેને પછાડવાના, નીચો દેખાડવાના પ્રયત્નો પૂર જોશથી ચાલવા લાગ્યા. ‘જુઓ, વિચારો, મગજને, પછી હૃદયને પૂછો અને કરો’ એ પેલા સાહેબે ...વધુ વાંચોમંત્ર તે કાયમ અમલમાં મુકતો. વિચારીને પગલું ભરતો હોઈ એ દર વખતે સફળ થતો.અને દુશ્મનો નિષ્ફળ. એક વખત જાણીજોઈને તેને એક દૂરનાં શહેરમાં પૂરતાં સરનામાં વિના અને તેનો પગ ટેકવવાની કોઈ જગ્યાની વ્યવસ્થા વિના પાર્ટીની કાર લઇ મોકલવામાં આવ્યો. તેણે ગુગલ મેપ ઇન્ટરેક્ટિવ મોડમાં ચાલુ રાખ્યો અને તે શહેર, તેમાં પાર્ટીની ઓફિસ શોધી પહોંચી ગયો. પાર્ટીની ઓફિસની સામે જ એક
5 તો આ હતી એની સાવ તળિયેથી ઊંચે અને વધુ ઊચે તરફની ગતિ. કાળક્રમે તે તો પથ્થરને પણ પાટુ મારી પાણી કાઢી શકે તેવો હોંશિયાર થઇ ચુકેલો પણ તે નાજુક છોડવાનું માથું કડક જમીન ફાડી બહાર લાવવામાં કોણે બીજારોપણ ...વધુ વાંચોસલાહોનું જળસિંચન કરેલું? નિઃશંક પેલા સાહેબે જેને તે ઓફિસમાં ચા આપવા જતો. તેણે હાથ ઊંચો કરી ચારે બાજુ ફરી જનમેદનીનું અભિવાદન કર્યું. હજુ દૂર સાહેબ હાથ હલાવતા હતા. તે આગળ ગયો અને મેદની પરત જવા લાગી એ સાથે સાહેબની પીઠ ફરી.પીઠ ફેરવતાં સાહેબે ફરી જાણે આશીર્વાદ આપતા હોય તેમ હાથની હથેળી તેની તરફ કરી. તે કારમાં બેસવા ગયો અને એક