Ek Andhari Ratre book and story is written by SUNIL ANJARIA in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ek Andhari Ratre is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એક અંધારી રાત્રે - નવલકથા
SUNIL ANJARIA
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. આકાશમાંથી જાણે અનેક ધોધ વહી રહ્યા હતા. વચ્ચે વચ્ચે વીજળીના ચમકારા આંખ આંજી દેતા હતા અને ગડગડાટ કાનમાં તમરાં બોલાવી દેતા હતા. રસ્તાઓ ઉપર પાણી તો એટલાં વહેતાં હતાં જાણે કોઈ નદી સંગમ સ્થળની નજીક હોય. એક તો થોડી મોડી રાત્રી, ઉપરથી ઘનઘોર વાદળોથી કાળું ડીબાંગ અંધારું તો હતું જ, સાથે વરસાદમાં રોડ લાઈટો પણ બંધ પડી ગઈ હતી. વાતાવરણ ખૂબ સૂમસામ હતું. રડ્યાં ખડયાં વાહનો મારી આગળ પાછળ જતાં હતાં.
હું મારું બાઈક પાછળ પાણીના પટ્ટા ઉડાડતો ખૂબ ધીમેધીમે, ક્યાંક ખાડામાં ન પડી જવાય તેનું ધ્યાન રાખી સાચવીને જતો હતો.
આગળ કશું દેખાવું મુશ્કેલ હતું. મેં હેલ્મેટ પહેર્યો હોઈ માથું તો ભીનું થતું ન હતું પણ ચશ્મા આડે વરસાદની બોછારોથી દ્રષ્ટિ ઢંકાઈ જતી હતી. મારું ઘર અહીંથી હજી દસેક કી.મી. દૂર હતું. ઓફિસથી મોડો નીકળેલો કેમ કે મારી ઉપર અમુક જવાબદારી હતી અને એક અગત્યની મિટિંગ ચાલુ હતી તે દરમ્યાન જ લાઈટ ગઈ અને પાછી આવી ત્યાં ખૂબ મોડું થઈ ગયેલું અને વરસાદ પૂરાં જોરથી તૂટી પડેલો.
1. ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. આકાશમાંથી જાણે અનેક ધોધ વહી રહ્યા હતા. વચ્ચે વચ્ચે વીજળીના ચમકારા આંખ આંજી દેતા હતા અને ગડગડાટ કાનમાં તમરાં બોલાવી દેતા હતા. રસ્તાઓ ઉપર પાણી તો એટલાં વહેતાં હતાં જાણે કોઈ નદી સંગમ ...વધુ વાંચોનજીક હોય. એક તો થોડી મોડી રાત્રી, ઉપરથી ઘનઘોર વાદળોથી કાળું ડીબાંગ અંધારું તો હતું જ, સાથે વરસાદમાં રોડ લાઈટો પણ બંધ પડી ગઈ હતી. વાતાવરણ ખૂબ સૂમસામ હતું. રડ્યાં ખડયાં વાહનો મારી આગળ પાછળ જતાં હતાં. હું મારું બાઈક પાછળ પાણીના પટ્ટા ઉડાડતો ખૂબ ધીમેધીમે, ક્યાંક ખાડામાં ન પડી જવાય તેનું ધ્યાન રાખી સાચવીને જતો હતો. આગળ કશું દેખાવું
2. એ સાચે જ એક સ્ત્રી હતી. યુવાન સ્ત્રી. એકદમ ડીમ લાઇટમાં હું જોઈ શક્યો કે તે એકદમ ગોરી, લગભગ સફેદ ત્વચા અને લાંબા કાળા વાળ ધરાવતી હતી. યુવાન ઉપરાંત ખાસ્સી સુંદર સ્ત્રી હતી. હું અથડાયો એટલે તે થોડી ...વધુ વાંચોખસી ગઈ. મને તેના યૌવનસભર અંગોનો ખ્યાલ આવ્યો. તેણે મારી સામે નહીં પણ મારી પીઠ પાછળથી થઈ મેઈન ડોર તરફ જોયું ને દૃષ્ટિ ત્યાં ઠેરવી. જાણે રીમોટનું બટન દબાયું હોય તેમ ડોર કદાચ બહારથી આવેલાં પવનનાં ઝાપટાંથી જોરથી અથડાઈને, ફરી એ કર્કશ ચીં.. અવાજ કરતું બંધ થઈ ગયું હતું. ફરી બહારથી આવતા પવનમાં પછડવા જતું હતું પણ જાણે બહારથી આગળીઓ
3. તે તો હમણાં દાદરો ઊતરતી હતી ને? અત્યારે મારી સાવ બાજુમાં! તેની હાઇટ.. મારા કાનની ઉપલી બુટ સુધી કે મારી ભમર સુધીની હતી. મોબાઈલના પ્રકાશમાં મને તેનું એકદમ આકર્ષક ફિગર દેખાયું. તેની તેજસ્વી નીલી આંખો મને તાકી રહી ...વધુ વાંચોહું તેની આંખોમાં આંખ મેળવી શક્યો નહીં અને નીચું જોઈ ગયો. મોબાઈલના સ્ક્રીનની આટલી બ્રાઈટ લાઈટ? મેં ફ્લેશ તો ઓન કર્યો નથી. મારો હાથ પડતાં સ્ક્રીન એક્ટિવેટ થયો હશે અને સ્ક્રીન પર ફ્લેશની સાઈન પર આંગળી દબાઈ ગઈ હશે. તો પણ લાઈટ હોય તે કરતાં વધુ શાર્પ હતી. મેં મોબાઈલ સામેની તરફ ધર્યો. દાદરો ઉપર જતો દેખાયો. તે તો નીચે
4. મારાં મોંમાંથી જોરથી એક ચીસ નીકળી ગઈ. મારો અવાજ પણ ફાટી ગયેલો. તે ખડખડાટ હસી. "આવા ફટાકડા જેવા ફૂટડા જુવાન થઈને શું ચીસાચીસ કરો છો? રિલેક્સ. જે થાય એ જોયા કરો. હવે આવા ભર વરસાદમાં, આવી ઘોર અંધારી ...વધુ વાંચોઅહીં આવ્યા પછી કોઈ વાત તમારા હાથમાં નથી." તેણે કહ્યું. ફરી મને એક ભયનું લખલખું આવી ગયું. લાઈટ નહોતી. આસપાસ રસ્તાઓ પર પણ પાવર ગયો હોય તેમ લાગ્યું. ઘરમાં તો એટલું ઘોર અંધારું હતું કે અમે એકબીજાને જોઈ શકતાં ન હતાં. કદાચ એ મને જોઈ શકતી હશે? હું ઊંડા શ્વાસ લેતો ચૂપ રહ્યો. થોડી ક્ષણો એકદમ શાંતિ રહી. "કોઈ આવ્યું
5. હું કોફી બનાવવા લાગ્યો અને તે ડ્રોઈંગ રૂમમાં ગઈ. મારા વિચારોએ એકાંતમાં જોર પકડ્યું. ચારે બાજુ સંપૂર્ણ અંધકાર. એક મીણબત્તી, સામે ગેસ, દીવાલ પર મારો જ મીણબત્તીનાં અજવાળાંમાં મોટો, ધ્રૂજતો પડછાયો અને એકદમ ભેંકાર શાંતિ સાથે વચ્ચે વચ્ચે ...વધુ વાંચોબહાર ક્યાંક વરસાદના પાણીનો ટપકવાનો માણસનાં પગલાં જેવો અવાજ. હું એકદમ થરથર ધ્રુજવા લાગ્યો. શું તે ચુડેલ હતી? શું તે કોઈ આત્મા હતી? હું કિચનમાં હતો. મેં પાછળ ડોર પર એક દેશી કેલેન્ડર જોયું. આજે અમાસની તિથિ હતી. અમાસના તો ભૂત પ્રેત, ચુડેલ, ડાકીની ને એવું બધું પૂરી તાકાતથી તેની શક્તિઓ અજમાવતું હોય છે એવુંએવું વાંચેલું. મારાં રૂંવાડાં ઊભાં થઈ