એક અંધારી રાત્રે - 4 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈશ્વરીય શક્તિ - ભાગ 3

    ઈશ્વરીય શક્તિ ભાગ 3   જય માતાજી મહાનુભાવો. વડીલો મિત્રો સ્ને...

  • શિવ શક્તિ

    શિવ શક્તિ શિવ શક્તિ. શિવ વગર શક્તિ અધૂરી છે અને શક્તિ વગર શિ...

  • ભાગવત રહસ્ય - 75

    ભાગવત રહસ્ય-૭૫   માયા એવી છે કે-સુખ-સંપત્તિમાં ભક્તિ કરવા દે...

  • એક ષડયંત્ર.... - ભાગ 94

    (કનિકા જજને ફોન કરી ત્યાં બોલાવે છે. જજ પણ ત્યાં આવી અને રેક...

  • હમસફર - 28

    અમન : રાહુલ અંહીયા થી ચાલ્યો જા હું ગુસ્સામાં આવીને કંઈ ખરાબ...

શ્રેણી
શેયર કરો

એક અંધારી રાત્રે - 4

4.

મારાં મોંમાંથી જોરથી એક ચીસ નીકળી ગઈ. મારો અવાજ પણ ફાટી ગયેલો.

તે ખડખડાટ હસી પડી.

"આવા ફટાકડા જેવા ફૂટડા જુવાન થઈને શું ચીસાચીસ કરો છો? રિલેક્સ. જે થાય એ જોયા કરો. હવે આવા ભર વરસાદમાં, આવી ઘોર અંધારી રાત્રે અહીં એકવાર આવી ગયા પછી કોઈ વાત તમારા હાથમાં નથી." તેણે કહ્યું. ફરી મને એક ભયનું લખલખું આવી ગયું. મારું આખું શરીર ધ્રુજવા લાગ્યું.

ઘરમાં તો લાઈટ નહોતી જ. આસપાસ રસ્તાઓ પર પણ પાવર ગયો હોય તેમ લાગ્યું. ઘરમાં તો એટલું ઘોર અંધારું હતું કે અમે એકબીજાને જોઈ શકતાં ન હતાં. ના, હું એને ખાલી અનુભવી શકતો હતો પણ જોઈ શકતો ન હતો. પણ કદાચ એ મને જોઈ શકતી હશે? તો જ હું ધ્રુજી રહ્યો છું એ ખબર પડે ને?

હું ઊંડા શ્વાસ લેતો ચૂપચાપ બેઠો રહ્યો. થોડી ક્ષણો એકદમ શાંતિ રહી.

"આ ઘરમાં કોઈ આવ્યું તે મને ગમ્યું. પણ એક વાત પૂછું? તમે મારે ત્યાં જ કેમ આવ્યા?" તેણે પૂછ્યું.

"મેં કહ્યું હતું તેમ આસપાસમાં તમારું એક જ ઘર ખુલ્લું લાગ્યું જ્યાં લાઈટ બળતી હતી. આજુબાજુમાં બધાં ઘરોમાં અંધારું હતું." મેં કહ્યું.

"ઘરમાં આવતા પહેલાં અહીં યુવાન સ્ત્રીને એકલી જોઈ અચકાટ ન થયો?" તેણે પૂછ્યું.

"ચોક્કસ થયેલો. છૂટકો ન હતો. ખૂબ આભાર તમારો કે તમે મને ઘરમાં આવવા કહ્યું." મેં કહ્યું

ફરી જોરદાર, કાન ફાડી દેતો, આંખ આંજી દેતો વીજ કડાકો થયો. એની લાઇટમાં તેનો બેહદ ખૂબસૂરત ચહેરો દેખાયો. આટલી સુંદર સ્ત્રી કોઈ સ્પિરીટ, કોઈ ભૂતપ્રેત કેમ હોઈ શકે?

"મેં ના પાડી હોત તો?" તેણે મારી સામે વેધક દૃષ્ટિ ઠેરવી પૂછ્યું.

"હું ચાલ્યો જાત. હું તો હજીયે કહું છું, જતો રહું. વરસાદ થોડો ધીમો પડ્યો છે. પાણી તો ભરાયાં હશે પણ પહોંચી વળીશ." મેં મનોમન છુટકારો પામવાના આશયથી કહ્યું. છતાં, ફરી મેઘાડંબર આકાશની કોઈ તડમાંથી આવતી આછી ભૂરી લાઇટમાં એ સુંદર મુખાકૃતિ ફરીથી દેખાય એની લાલચ મનમાં જાગી. ફરી થયું કે જલ્દી નીકળું અહીંથી.

"તકલીફ માફ. હું નીકળી જ જઈશ." મેં કહ્યું.

"રહેવા દો. અમને પણ કાઈંક પાપ લાગવા જેવું હોય છે." તેણે કહ્યું.

"સહુને હોય. પણ તમે 'અમને' કહ્યું એટલે તમે કોઈ જુદી વ્યક્તિ, કોઈ જુદો જીવ છો?" મારાથી મારી મનની શંકા હોઠેથી નીકળી જ ગઈ.

"હું પછી કહીશ. અત્યારે તમે ધ્રુજી રહ્યા છો. અત્યારે નથી કહેતી.

એમ કરો, હું તમારે માટે કોફી બનાવી લાવું." કહેતી તે ઊભી થઈ હોય એવું લાગ્યું. કપડાંનો આછો ફરકાટ થયો.

મારા ગળાંમાંથી અવાજ નીકળતો ન હોય તેમ લાગ્યું. એકાદ ઊંડો શ્વાસ લઈ મેં કહ્યું

"રહેવા દો. It is very late. અત્યારે odd hours માં ક્યાં કરશો?"

"અરે જીંજર પેસ્ટ નાખી સરસ ગરમાગરમ કોફી કરી દઉં છું. થોડી સોલ્ટી, થોડી તીખી. તમે ક્યારેક બ્રાંડી પીધી હોય તો તે પણ ભૂલી જશો. કોઈનું બ્લડ લીધું હોય તેમ તરત ગરમાવો આવી જશે."

માય.. માય.. બ્લડ એટલે લોહી પીવાની વાત!

"તમે પણ કોફી પીશો ને?" મેં પૂછ્યું. વિવેક અસ્થાને લાગ્યો, જો હું કોઈ પેરાનોર્મલ આત્મા સાથે હોઉં તો.

"હું તો બધાનું લોહી પીવું છું રોજ. એમ બીજાઓ કહે છે. ચાલો ત્યારે કોફી પણ પી લઈશ." તેણે ખડખડાટ હસતાં કહ્યું.

તે કોફી બનાવવા ઊભી થઈ હોય એમ લાગ્યું.

મને થોડી વાર આ સ્ત્રી ખૂબ ગમવા લાગેલી તો થોડી વારે તે જે કહે કે વર્તે તે પરથી મને લાગતું હતું કે તે કોઈ અપાર્થિવ શક્તિ માનવ રૂપ લઈ મારી સાથે છે.

"એમ કરો, મને તમારું કિચન બતાવી દો. હું જ બનાવીશ. આમેય મને પ્રેક્ટિસ સારી છે." મેં કહ્યું.

મેં તેને મારો મોબાઈલ આપવા કહ્યું. તેણે એક ક્ષણમાં મારા હાથમાં મૂક્યો. મેં મોબાઈલ સ્ટાર્ટ કરવાનું કર્યું. પાણી ગયું હશે એટલે પહેલાં સ્ટાર્ટ થયો હતો પણ હવે થયો નહીં.

"હું અંધકારમાં પણ પ્રકાશ ને પ્રકાશ હોય ત્યાં અંધકાર કરી શકું છું. તમને ફાવે એટલે મીણબત્તી કરી દઉં." કહેતી તે હવે સાચે ઊભી થઈ. વળી ખૂબ ઊંચી આકૃતિ મારી સામે ઉભી રહી. તે સરકતી હોય એમ આગળ તરફ ગઈ. જોતજોતામાં મારી સામે હવામાં તરતી હોય તેમ એક મીણબત્તી દેખાઈ. એક જગ્યાએ તે સ્થિર રીતે મુકાઈ.

"લો. ત્યારે તમને પ્રેક્ટિસ છે ને? તો આજે મને કોફી કે તમે જે આપી શકો તે પાઓ. અમે તો લોહીપીણાં. બાકી એમ તો બધું પીએ." તે ફરી ખડખડાટ હસી. બંધ ખાલી બંગલામાં તેનો અવાજ ભયાનક રીતે ગુંજી રહ્યો.

મને નવું લાગ્યું. મેં વિવેક કર્યો તો આણે તરત સ્વીકાર કરી મને એના કિચનમાં મોકલી દીધો!

થોડા સ્વસ્થ થઈ તેનાથી દૂર રહેવા હું કિચનમાં ગયો.

મીણબત્તીના આછા પ્રકાશમાં તેની ઊંચી ગૌર આકૃતિ મારી પાછળ આવતી લાગી.

તેણે કોફી અને ખાંડના ડબ્બા મીણબત્તી પાસે મૂક્યા અને બહાર ગઈ. મેં નજર ચોરી પાછળ જોયું. તેની પીઠ દેખાય છે? છુટા વાળનો જથ્થો દેખાતો હતો. વાળ એકદમ ઘટ્ટ હતા પણ જો હું તેની પીઠે હાથ મુકું તો અંદર તરફ દબાઈ જાય એમ ચોંટી ગયેલા લાગ્યા. શું તેને પીઠ નહોતી? વાતોમાં સાંભળેલું કે ચુડેલને પીઠ ન હોય. વાળ હજુ તેમ જ દેખાતા હતા. તેની પીઠ પરથી, તેની ડોક પાસેથી લહેરાતા છુટા ઘટ્ટ વાળ ઉપર થઈ તેનો ચહેરો મારી તરફ ફર્યો. શું તે ડોક પણ સાવ પાછળ ફેરવી શકે છે?

એક ઘાયલ કરતું સ્મિત આપી તે રૂમમાં ચાલી ગઈ.

ક્રમશ: