Santaap book and story is written by Kanu Bhagdev in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Santaap is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સંતાપ - નવલકથા
Kanu Bhagdev
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
..વિશાળગઢથી હરદ્વાર જતી એક્સપ્રેસ ટ્રેન પૂરી રફતારથી પોતાની મંઝીલ તરફ ધસમસતી હતી.
આ ટ્રેનના સેકન્ડ ક્લાસના જનરલ કંપાર્ટમેન્ટમાં એક મુસાફર એવો હતો કે જેની પાસે ટિકિટ નહોતી.ટિકિટ વગર જ એ ખુદાબક્ષ તરીકે મુસાફરી કરતો હતો.
પરંતુ તેમ છતાંય ટિકિટ ચેકર તેના પ્રત્યે બિલકુલ ધ્યાન નહોતો આપવાનો. એટલું જ નહીં, તેની પાસે ટિકિટ પણ નહોતો માંગવાનો ...!
એ માનવીનો દેખાવ જ એવો હતો.
વધેલી દાઢી ...! ખભા સુધી લટકતા લાંબા-બરછટ વાળ ...! મેલાં-ઘેલાં અને પરસેવાથી દુર્ગંધ મારતાં વસ્ત્રોમાં એ માણસ કોઈક ભિખારી જેવો લાગતો હતો.અને ભિખારી પાસે ક્યારેય ટિકિટની માગણી નથી થતી.
એનું નામ જયરાજ ચૌહાણ હતું !
નસીબ અને સંજોગો સામે માણસની કોઈ કમાલ કે કારીગરી નથી ચાલતી ...!
ગમે તેવો બહાદુર અને બુદ્ધિશાળી માણસ પણ સંજોગો સામે લાચાર બની જાય છે.
સંજોગોની કારમી થપાટે જ જયરાજની આવી અવદશા કરી હતી.
તે એક એક પૈસાનો મોહતાજ બનીને ભિખારીની જેમ અત્યારે ટ્રેનમાં બેઠો હતો. તે હરદ્વાર જઈને શાંત અને પવિત્ર વાતાવરણમાં થોડા દિવસો વિતાવવા માંગતો હતો.
કનુ ભગદેવ ***** ૧. ચંડાળ ચોકડી…! ..વિશાળગઢથી હરદ્વાર જતી એક્સપ્રેસ ટ્રેન પૂરી રફતારથી પોતાની મંઝીલ તરફ ધસમસતી હતી. આ ટ્રેનના સેકન્ડ ક્લાસના જનરલ કંપાર્ટમેન્ટમાં એક મુસાફર એવો હતો કે જેની પાસે ટિકિટ નહોતી.ટિકિટ વગર જ એ ખુદાબક્ષ તરીકે મુસાફરી ...વધુ વાંચોહતો. પરંતુ તેમ છતાંય ટિકિટ ચેકર તેના પ્રત્યે બિલકુલ ધ્યાન નહોતો આપવાનો. એટલું જ નહીં, તેની પાસે ટિકિટ પણ નહોતો માંગવાનો ...! એ માનવીનો દેખાવ જ એવો હતો. વધેલી દાઢી ...! ખભા સુધી લટકતા લાંબા-બરછટ વાળ ...! મેલાં-ઘેલાં અને પરસેવાથી દુર્ગંધ મારતાં વસ્ત્રોમાં એ માણસ કોઈક ભિખારી જેવો લાગતો હતો.અને ભિખારી પાસે ક્યારેય ટિકિટની માગણી નથી થતી. એનું નામ જયરાજ
૨. ઇનામ દસ હજાર...! તા. ૧૭મી મે ! જયરાજ આજે ખૂબ ખુશ હતો. આજે એના લગ્નની પ્રથમ રાત્રિ હતી. મિત્રોની વિદાય લઈને રાત્રે સાડા અગિયાર વાગ્યે એ પોતાનાં બેડરૂમમાં પહોંચ્યો ત્યારે નવોઢાના વેશમાં સુમન ચહેરા પર ઘુમટો તાણીણે પલંગ ...વધુ વાંચોબેઠી હતી. ‘સુમન...!’ જયરાજ ધીમેથી બોલ્યો. બંગડીઓના મધુર રણકાર વચ્ચે સુમને ઘુમટો સરકાવીને માથું ઊંચું કર્યું. એની આંખોમાં આંસુ ચમકતાં હતાં. ‘શું વાત છે સુમન ?’ સુમનને રડતી જોઇને એનું હૈયું હચમચી ઊઠ્યું, ‘ત...તું રડે છે ?’ વાત પૂરી કરીને તે એની બાજુમાં બેસી ગયો. ‘હું...હું તમને એક સચ્ચાઈ જણાવવા માંગુ છું !’ સુમન કંપતા અવાજે બોલી, ‘તમે મારા પતિ
૩. મેજર નાગપાલ...! સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ડીપાર્ટમેન્ટનો ચીફ ઇન્સ્પેક્ટર મેજર નાગપાલ અત્યારે વિશાળગઢના પોલીસ હેડક્વાર્ટર ખાતે પોતાની ઓફિસમાં નત મસ્તકે બેસીને કોઈક ઊંડા વિચારમાં ડૂબેલો હતો. એના જમણા હાથમાં તેની પાઈપ જકડાયેલી હતી. ઓફિસમાં એની પ્રિય “પ્રિન્સ હેનરી” તમાકુની મહેક ...વધુ વાંચોહતી. નાગપાલના નામ અને કામથી મારા સુજ્ઞ વાંચકો વાકેફ જ છે એટલે આ બાબતમાં વિશેષ કશુંય જણાવવાની મને જરૂર નથી લગતી. પગરવ સાંભળીને એણે વિચારધારામાંથી બહાર આવીને માથું ઊંચું કર્યું. આગંતુક બીજું કોઈ નહીં, પણ જગદેવ મરચંટ જ હતો. જગદેવે તેની સાથે હાથ મિલાવીને પોતાનો પરિચય આપ્યો. ‘બેસો મિસ્ટર મરચંટ !’ નાગપાલે સામે પડેલી ખુરશી તરફ સંકેત કરતાં કહ્યું, ‘તમારા
૪ રાજેન્દ્રનું ખૂન ...! અનિતા અને પપ્પુને વિદાય આપ્યા પછી જયરાજ વેઈટીંગ રૂમમાં આવીને બેસી ગયો. પોતાના શરીર પર ધાબળો વીંટાળીને એણે એક સિગારેટ પેટાવી એ જ વખતે ભગવાં વસ્ત્રો ધારણ કરેલો, સાધુ જેવો લાગતો એક માનવી તેની બાજુમાં ...વધુ વાંચોબેઠો. એની સફેદ દાઢી છાતીને સ્પર્શતી હતી. ‘લાવ...! સિગારેટ પીવડાવ ...!’ એણે લાલઘૂમ નજરે જયરાજ સામે જોતાં કહ્યું. ‘એના અવાજમાં કોણ જાણે શું હતું કે જયરાજે એક નવી સિગારેટ પેટાવીને તેને આપી દીધી. સાધુએ બંને આંગળીઓ વચ્ચે સિગારેટ પકડીને ઉપરા-ઉપરી ત્રણ-ચાર કસ ખેંચી નાંખ્યા. પછી ફરીથી એક વાર એની લાલઘૂમ અને ચમકારા મારતી આંખો જયરાજના ચહેરા પર સ્થિર થઇ ગઈ.
૫. નાગપાલની તપાસ...! બીજે દિવસે સવારે ચાવાળો છોકરો ચા લઈને ગેરેજમાં પહોંચ્યો ત્યારે જ રાજેન્દ્રના ખૂનની વાત બહાર આવી. તાબડતોબ પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી. રાજેન્દ્ર સાથે સંકળાયેલો હોવાને કારણે નાગપાલ તરત જ જરૂરી સ્ટાફ સાથે બનાવના સ્થળે ...વધુ વાંચોગયો. ફોરેન્સિક વિભાગ તથા ફોટોગ્રાફરની કાર્યવાહી પૂરી થયાં પછી એણે બારીકાઇથી ઓફીસનું નિરીક્ષણ કર્યું. પરંતુ ત્યાંથી તેને કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ ન મળી. ઓફિસમાં સેન્ટની તૂટેલી બોટલને કારણે તીવ્ર ગંધ ફેલાયેલી હતી. કેપ્ટન દિલીપ પણ અત્યારે નાગપાલની સાથે આવ્યો હતો. એ ચૂપચાપ નાગપાલની કાર્યવાહી જોતો હતો. ‘ખૂની ખૂબ જ ચાલક છે !’ નાગપાલે ઉભડક પગે બેસીને લાશનું નિરીક્ષણ કરતાં કહ્યું, ‘ગુનો