Tane kya kai khabar chhe book and story is written by udit Ankoliya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Tane kya kai khabar chhe is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
તને ક્યાં કઈ ખબર છે - નવલકથા
udit Ankoliya
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
“ કાગળ ની હોડીઓ પાછળ ભાગવું બાળપણ માં ગમતું હતું, વરસાદ માં અગાસી પર નાહવા જવું બાળપણ માં ગમતું હતું, શેરી ના ખાબોચિયા માં છબછબિયાં કરવા બાળપણ માં ગમતા હતા પણ, આજે ફરી એ બાળક થવું નથી ગમતું”. ઘણી વખત આપણી પસંદ પ્રત્યે સમય જતાં અણગમો થઈ જતો હોય છે તો, ઘણી વખત એવું પણ બનતું હોય છે કે જે વસ્તુ આપણ ને બાળપણ માં પસંદ ના હોય તે યુવાની માં મનપસંદ થઈ જતી હોય છે તો એમ પણ કહેવું ખોટું તો નહીં કે સમય સાથે પસંદ પણ બદલાય છે. કદાચ એનું કારણ એ પણ હોય શકે કે સમય સાથે ઇચ્છાઓ બદલાય છે અને ઇચ્છાઓ સાથે પસંદ. સમય થી યાદ આવ્યું મારૂ નામ પણ સમય છે અને આ વાર્તા છે મારી. મારી અને રાશિ ની. થોડી શબ્દ રમત કરું તો કહી શકાય કે આ વાર્તા છે, સમય ની રાશિ ની. રાશિ, જેનાપર ભવિષ્ય નિર્ભર કરે છે અને સમય જે પોતે ભૂત, વર્તમાન અને ભવિષ્ય છે.
પ્રકરણ 1 : વરસાદ “ કાગળ ની હોડીઓ પાછળ ભાગવું બાળપણ માં ગમતું હતું, વરસાદ માં અગાસી પર નાહવા જવું બાળપણ માં ગમતું હતું, શેરી ના ખાબોચિયા માં છબછબિયાં કરવા બાળપણ માં ગમતા હતા પણ, આજે ફરી એ બાળક ...વધુ વાંચોનથી ગમતું”. ઘણી વખત આપણી પસંદ પ્રત્યે સમય જતાં અણગમો થઈ જતો હોય છે તો, ઘણી વખત એવું પણ બનતું હોય છે કે જે વસ્તુ આપણ ને બાળપણ માં પસંદ ના હોય તે યુવાની માં મનપસંદ થઈ જતી હોય છે તો એમ પણ કહેવું ખોટું તો નહીં કે સમય સાથે પસંદ પણ બદલાય છે. કદાચ એનું કારણ એ પણ હોય
પ્રકરણ 2 : અકસ્માત એ દિવસે રસ્તાઓએ મંજિલ સાથે મળીને કોઈ યોજના બનાવી હતી. આ વાત છે 10 જૂન 2021 ની. હું રોજની જેમ 9 વાગ્યે ઓફિસ માટે નીકળ્યો. મારી બાઇક ના મિરર નો સ્ક્રૂ ઢીલો થઈ ગયો હતો ...વધુ વાંચોજેમતેમ કરીને આંગળી ના નખ દ્વારા થોડો ટાઇટ કરવાની કોશિશ કરી અને કામ થઈ ગયું. તે દિવસે એક જાપાન ની કંપની, અમારી કંપની માં ઇન્વેસ્ટ કરવા માટે આવવાની હતી અને તેના reletad presentation હતું. જેમાં મારે અને જય ને હાજરી આપવી ખૂબ મહત્વ ની હતી. હું સમયસર કંપની પહોચ્યો. સૌરભ સર રિસેપ્શન પાસે ઊભા હતા. સૌરભસર : thank god, you
પ્રકરણ 3 : રાશિ સોમવારે હું એકલો હતો. રવિવારે આખો દિવસ આરામ કર્યો હતો એટ્લે શરીર થોડું સુસ્ત પડી ગયું હતું. એક હાથે બાઇક ચાલે તેમ ન હતી. હું ઘરમાં એકલો અને એક હાથ ભાંગેલો. હાથ ના સપોર્ટ માટે ...વધુ વાંચોપટ્ટો રાખવાનું ડોક્ટર એ કહ્યું હતું. પટ્ટો બાંધીને હું ઘરે થી બહાર ચાલવા નીકળ્યો. આજે એ શેરીઓમાંથી જતો હતો જ્યાંથી ક્યારેય ચાલ્યો ન હતો. છેલ્લા એક વરસ થી વડોદરા માં રહેતો પણ આ રીતે ચાલવા આજે પહેલીવાર જ નીકળ્યો હતો. હું ચાલતો રહ્યો. થોડે દૂર શેરીઓ વચ્ચે એક શિવ નું મંદિર હતું. દૂરથીજ ખબર એટ્લે પડી કેમકે મંદિર નો આકાર
પ્રકરણ 4: સ્ટેન્ડ અપ કોમેડી રાશિ નું પર્ફોમન્સ પૂરું થયું અને સફેદ રંગ નું ફુલ સ્લીવ ટી શર્ટ અને બ્લેક જીન્સ પહેરેલ એક યુવાન હાથમાં માઇક લઈને આવ્યો. એનો ચહેરો થોડો ગંભીર હતો પણ એની પાછળ એણે કેટલાયે ભાવ ...વધુ વાંચોહોય એવું લાગતું હતું. એણે શરૂઆત કરી, “ હેલ્લો એવરીવન કેમ છો બધા, હું છુ રોહન અને આજે હું કોશિશ કરીશ તમને હસાવવાની. કોઈ જોક ફાલતુ લાગે તો તમે પણ કોશિશ કરજો તમારા expensive shoes બચાવવાની ” ( પ્રેક્ષકો થોડું હસ્યાં, હું પણ થોડું હસ્યો ) રોહન : okay, તમે મને એમ કહો આમાથી કેટલા લોકો દિવાળી પર હજુ ફટાકડા
પ્રકરણ 5 : મેડનેસ Event પરથી જેવા અમે ઘરે પહોચ્યા અંકિત પલંગ પર ઢળી ગયો. થોડી સેકંડો માં તેના શ્વાસ નો અવાજ ઘેરો થવા લાગ્યો અને ધીમે ધીમે તે કાર ના એન્જિન ના અવાજ માં બદલવા લાગ્યો. હું પલંગ ...વધુ વાંચોસૂતો સૂતો મારા વિસે વિચારી રહ્યો હતો. અને મનમાં ને મનમાં બોલી રહ્યો હતો. બહુ વધારે પડતીજ સામાન્ય છે મારી લાઇફ નહીં. હું ગરીબ પણ નથી, કદાચ હું ગરીબ હોત થોડું struggle તો રહેત જીવન માં. ઓફિસ થી ઘર અને ઘર થી ઓફિસ, પૈસા કમાઓ ખાઓ મોબાઈલ ઘૂમેડો સૂઈ જાઓ. કોઈ લક્ષ્ય નહીં કોઈ adventure નહીં. હા adventure તો થયું