Tane kya kai khabar chhe - 4 books and stories free download online pdf in Gujarati

તને ક્યાં કઈ ખબર છે - 4

પ્રકરણ 4: સ્ટેન્ડ અપ કોમેડી
 

રાશિ નું પર્ફોમન્સ પૂરું થયું અને સફેદ રંગ નું ફુલ સ્લીવ ટી શર્ટ અને બ્લેક જીન્સ પહેરેલ  એક યુવાન હાથમાં માઇક લઈને આવ્યો. એનો ચહેરો થોડો ગંભીર હતો પણ એની પાછળ એણે કેટલાયે ભાવ છુપાવેલા હોય એવું લાગતું હતું. એણે શરૂઆત કરી,

“ હેલ્લો એવરીવન કેમ છો બધા, હું છુ રોહન અને આજે હું કોશિશ કરીશ તમને હસાવવાની. કોઈ જોક ફાલતુ લાગે તો તમે પણ કોશિશ કરજો તમારા expensive shoes બચાવવાની ”

( પ્રેક્ષકો થોડું હસ્યાં, હું પણ થોડું હસ્યો )

રોહન : okay, તમે મને એમ કહો આમાથી કેટલા લોકો દિવાળી પર હજુ ફટાકડા ફોડે છે.

(આસરે 30% લોકોએ હાથ ઉપર કર્યો )

રોહન : ઓકે, good. Wait..Wait.... it’s not good.

(audience laughing )

રોહન :  એટ્લે નહીં કે એનાથી polution થાય. પણ એટ્લે because  it’s totally

useless thing, especially bomb.  It’s a thing  which makes just louder noise. and

we are paying actual money for it. તમને એક interesting conversation સંભળાવું

તો થયું એવું કે , તમે દુકાનદાર પાસે ગયા એને 10 રૂપિયા આપ્યા અને કહ્યું  “ ભાઈ  મારા કાનમાં એક મોટેથી ચીસ પાડી દે”  દુકાનદારે ચીસ પાડી અને

તમે : ભાઈ તારી ચીસ માં કઈ દમ નથી થોડા કાન ના પડદા સુધી પહુંચે એવી પાડ ને ભાઈ. બાજુમાં ઉભેલા બીજા ગ્રાહક બોલ્યા : અત્યારે હવે પેલા જેવા દુકાનદાર ક્યાં રહ્યાં  છે.

 

દુકાનદાર : સાહેબ એક જબરદસ્ત ચીસ પાડવા વાળો છે એ ચીસ પાડે તો કાનના પડદા માં જે તમને વાઇબ્રેશન થશે એ તમને બીજી કોઈ દુકાનપર નહીં મળે.

દુકાનદાર : છોટુ, સુતળી ભાઈને બોલાવી લાવ.

લીલો શર્ટ પહેરેલ  એક જુવાન માણસ આવ્યો.

દુકાનદાર : આ ભાઈ ને ચીસ સંભળાવ

સૂતળીભાઈ : 25 રૂપિયા થશે

તમે : હા ભાઈ લઈ લેજે દિવાળી પૂરી થાય એ પહેલા તું સંભળાવ ને ભાઈ.

અને પછી આવતી દિવાળી  સુધી સંભળાયા રાખે  રહે એવી  સુતલીભાઈ એ ચીસ સંભળાવી.

આવું જ  હોય છે ફટાકડાઓ નું.

( audience laughing )

રોહન : બીજું શું હોય છે, હા, ભમચકરડી. લોકો સળગાવે એટ્લે  ગોળગોળ ફરે  અને તમે અને છોકરાઓ  ખુશ થઈ જાવ . હવે મને એમ કહો તમે ઓફિસ થી ઘરે જાઓ  fan ની સ્વિચ ઓન કરો And you are like “ wow , શું ફરે છે પંખો. આવું તો નથી કરતાં કેમ ?

( audience laughing )

રોહન : એક વાર એક મિકેનિક ના છોકરા એ જીદ કરી કે મને દિવાળી પર ફૂલખણી લઈ આપો. તો મિકેનિકે  એના છોકરા ને વેલ્ડિંગ મશીન લઈ આપ્યું, And after that he become like most popular kid  in school .

 

( audience laughing and clapping )

 

સ્ટેજ પર પડદો બંધ થવા લાગ્યો અને રોહન બધાનો આભાર વ્યક્ત કરવા લાગ્યો. તાળીઓ સાચો પ્રતીભાવ ક્યારેય ના દર્શાવી શકે તમે કોઈપણ નાટક કે પર્ફોમન્સ  જોવા જાવ અને અંત માં તમારો પ્રતીભાવ તાળીઓ થી વ્યક્ત કરો છો જે ઘણીવાર formality માટે હોય શકે. પણ કોઇ તમને જ્યારે હસાવે  ત્યારે હસવું naturally  જ આવે છે  એ natural હસી બધા ના ચહેરા પર હતી. કદાચ કોઈ તમારા પર હસે તો એ પણ સાર્થક હોઇ શકે તમને થોડું દુખ થઈ શકે પણ સામેવાળી વ્યક્તિ એની જિંદગી માં ચાલતી મોટી મોટી મુશ્કેલીઓ થોડી ક્ષણો માટે ભૂલી જાય છે. આ એક એવી ક્ષણ હતી જ્યારે મારા મગજ માં ચાલતા લાખો વિચારો મને કઈક કહી રહ્યા હતા. હું પણ  કોઈ રોહન ની જેમ કોઈ એવું પાત્ર બનવા ઇચ્છતો હતો જે લોકો ને હસાવી શકે. ઘણી વખત જીવન માં શું કરવું એ વિચારવામાજ આખી જિંદગી જતી રહેતી હોય છે તો ઘણી વખત અચાનક મગજ માં થયેલો કોઈ સ્પાર્ક આખી જિંદગી નિશ્ચિત કરી શકે. એ દિવસે મે નક્કી કર્યું કે હું એક કોમેડિયન બનવાની કોશિશ કરીશ ખબર નહીં તેમાં કેટલો સફળ થઈસ પણ કોશિશ જરૂર કરીસ. જોકે એ વિચારજ એટલો કોમેડી હતો કે હું અડધો કોમેડિયન બની ગયો.

11 વાગ્યે આ  ઈવેન્ટ પૂરી થઈ. હું હજુ  રાશિ ને મળવા ઈચ્છતો હતો.   ઓડિટોરિયામ માથી બધા લોકો જવા લાગ્યા હતા. મે અંકિત ને કહ્યું ચલ આપણે બેકસ્ટેજ જઈએ

અંકિત : એલા, હવે 11 વાગ્યા,  હવે ક્યાય નથી જવું.

હું : હાલતો ખરી હવે,એમ કહીને ચાલવા લાગ્યો

અંકિત નાઇચ્છતા પણ મારી પાછળ આવ્યો  સ્ટેજ પર જઈ પડદાઓ માં થઈ અમે એક લાંબા રૂમ માં પહોચ્યા. એક ખુબજ પ્રકાશિત રૂમ માં રાશિ અને કોઈ ચશ્મા વાળી છોકરી વાત કરી રહ્યા હતા. રોહન ફોન માં કોઈ સાથે વાત કરી રહ્યો હતો, બીજા પણ ઘણા લોકો હતા એ રૂમ માં. જેટલા લોકો હતા એટલા ચહેરાઓ એ રૂમ માં  દીવાલ પર લાગેલા અરિસાઓ માં દેખાઈ રહ્યા હતા.

 

રાશિ ની નજર અરિસા માં પડી જેમાં એને ભાંગેલા હાથ વાળો હું અને વર્ષો ની ઊંઘ આંખ માં લઈને ઉભેલો અંકિત દેખાયા. એ ચશ્માં વાળી છોકરી સાથે વાત અધૂરી મૂકી પાછળ ફરી.

મે હાથ હલાવતા કહ્યું : hi

રાશિ : hi, તો તું આવ્યો એમ ને, કેવું લાગ્યું મારૂ પર્ફોમન્સ  ?

હું : મજાક માં બોલ્યો ઠીક હતું.

રાશિ  થોડા ઉદાસ  ચહેરા સાથે બોલી : એમ્, નહોતું સારું ?

હું : ના, ના હું મજાક કરું છુ. it was perfect.

( અંકિતે અડધું બગાસું ખાધું ત્યાં પેલી ચશ્માં વાળી છોકરી ની નજર અંકિત પર પડી, એણે  અડધા બગાસા માંજ મો બંધ કરી દીધું. ચશ્માં વાળી છોકરી હસી. અંકિત પણ હસ્યો પણ પરાણે હસ્યો હોય એવું )

રાશિ : વધારે મજા કેમાં આવી ?

હું રોહન તરફ નજર કરીને બોલ્યો : rohan  was so good. he made my day.

રાશિ : yes, he got humor.

હું : હવે પછી ક્યારે હશે event ?

રાશિ : actually, હાલ તો મને પણ નહીં ખબર. પણ જ્યારે પણ હસે હું લિન્ક શેર કરી દઈસ.

રૂમ માં કોઈ 40 વર્ષ નો માણસ પ્રવેશ્યો, અને એક ડિમ  લાઇટ સિવાય ની  બધી લાઇટ એણે બંધ કરી. હવે રૂમ માં થોડું અંધારું હતું અને થોડા લોકોજ હતા. મે અંકિત તરફ જોયું એણે મને આંખો થીજ કહી દીધું કે હવે જઇયે.

 

હું : ચલ, bye રાશિ.

રાશિ : bye, અને ઇતફાક થી અમે બંને સાથે બોલ્યા , see you soon.

“ અધૂરા વાક્યો હું પૂરા કરુ છું તારા, જાણે તું શબ્દોની મીઠી સફર છે,

વારંવાર આવીને ભીંજવે છે તું મને, જાણે તું દરિયા ની વહેતી લહેર છે;

હવે આ અંધારું પણ બધુ જ જોઈ લે છે,

પણ, તને ક્યાં કઈ ખબર છે, તને ક્યાં કઈ ખબર છે”

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED