પ્રકરણ 3 : રાશિ
સોમવારે હું એકલો હતો. રવિવારે આખો દિવસ આરામ કર્યો હતો એટ્લે શરીર થોડું સુસ્ત પડી ગયું હતું. એક હાથે બાઇક ચાલે તેમ ન હતી. હું ઘરમાં એકલો અને એક હાથ ભાંગેલો. હાથ ના સપોર્ટ માટે ગળામાં પટ્ટો રાખવાનું ડોક્ટર એ કહ્યું હતું. પટ્ટો બાંધીને હું ઘરે થી બહાર ચાલવા નીકળ્યો. આજે એ શેરીઓમાંથી જતો હતો જ્યાંથી ક્યારેય ચાલ્યો ન હતો. છેલ્લા એક વરસ થી વડોદરા માં રહેતો પણ આ રીતે ચાલવા આજે પહેલીવાર જ નીકળ્યો હતો. હું ચાલતો રહ્યો. થોડે દૂર શેરીઓ વચ્ચે એક શિવ નું મંદિર હતું. દૂરથીજ ખબર એટ્લે પડી કેમકે મંદિર નો આકાર જ શિવલિંગ જેવો હતો. કદાચ હું ક્યાક મંદિર માં ગયો હોઈશ એનું પણ એક વરસ થઈ ગયું હશે. હું મંદિર માં પ્રવેશ્યો અને શિવ ની અદ્ભુત પ્રતિમા નિહાળીને પાછળ ફર્યો.
એને જોઈને
“ સુરજ ની આખ અંજાઈ ગઈ,
ફૂલોની મહેક ધરબાઇ ગઈ,
પવન દિશા ભૂલી ગયો,
રૂપ એની સીમા માપી ગયો ”
વરસાદ માં અને બસ સ્ટોપ પર જોયેલ છોકરી મારી પાછળ ઊભેલી હતી એની આંખ બંધ હતી. પણ બધાની આખો આંજી દે એવું એના ચહેરા પર તેજ હતું એને ટીવી પર નિરમા સાબુ ની advertise માં આવે એવો સફેદ રંગ નો ડ્રેશ પહેરેલો હતો અને ગળા પર જીણી design વાળો સફેદ દુપટ્ટો બાંધેલો હતો કપાળ પર એકદમ જીણી પર્ણ આકારની બિંદી, નાક માં નથણી અને કાન માં ચાંદીના જુમખા પહેરેલા હતા. તે સાક્ષાત કોઈ સૌંદર્ય ની દેવી લાગતી હતી હું એનેજ જોઈ રહ્યો હતો તેણે આખ ખોલી અને મારી સામે થોડું હસી. શું તે મારા પર હશી ? ખબર નહીં હું પણ હસ્યો. પ્રસાદી લઈને હું દાદર ઉતરવા લાગ્યો.
હું દાદર ઉતરી ને મંદિર ના ફળિયા માં ઊભો હતો કેમકે મને હજુ એને નિહાળવાની ઇચ્છા હતી. એ પગથિયાં ઉતારવા લાગી,એના ઉઘાડા પગ મંદિર ના આરસ ને સ્પર્શી રહ્યા હતા જાણે લાગતું હતું કે એ પગથિયાં એના જ પગરવની રાહ જોઈને બેઠા હોય. એ મારી પાસે આવી જોકે મે ધાર્યું નહોતું.
એ : hi, હું રાશિ. કેમ છે હવે હાથ ?
હું : hi, do I know you ?
રાશિ : actually, બસ સ્ટેન્ડ પાસે, તમારું એક્સિડેંટ થયું હતું ત્યારે મે જ એમ્બ્યુલન્સ ને કોલ કરેલો.
હું : ઓહ, thank you, thank you. મને એ વિસે કઈ જાણ જ ના હતી. હું સમય.
રાશિ : તો તમે અહિજ આસપાસ રહો છો. જોકે આ મંદિરે પહેલીવાર જોયા.
હું : હા,અહી પ્રભુનગર society માં. હવે તમારો આભાર કઈ રીતે હું વ્યક્ત કરૂ એ ક્યો મને ?
રાશિ : એ તો મારી જવાબદારી હતી. મે એમ્બ્યુલન્સ ને કોલ ના કર્યો હોત તો કોઈ બીજું કરી દેત. એમાં શું.
મે મારો ફોન નંબર એને આપ્યો અને હસતાં હસતાં કહ્યું જ્યારે પણ જરૂર પડે તો સમય ને યાદ કરજો, પછી સારો સમય હોય કે ખરાબ.
રાશિ : very funny, તમને ડાંસ નો શોખ છે ?
હું : બઉ વધારે નહી, પણ કેમ ?
રાશિ : હું ડાંસ ટીચર છુ અને ક્યારેક ઇવેંટ્સ માં live performance પણ કરું છુ આજે સયાજી auditoriam માં મારૂ performance છે. If you are free tonight then you are welcomed.
હું : ચોક્કસ, but એનું કોઈ બૂકિંગ હશે ને ?
રાશિ : હા, હું તમને લિન્ક send કરું
હું : okay, & thanks, again nice to meet you.
રાશિ : welcome, see you soon
સાંજે 5:30 એ અંકિત રૂમ પર આવ્યો. આવતાજ મે એને કહી દીધું
હું : એક જગ્યાએ આવવાનુજ છે તારે, હું ના નઇ સાંભળું.
અંકિત : એલા ક્યાં પણ એતો કે મને ?
મે એને સવારે બનેલી બધી વાત અને રાશિ વિષે કહ્યું, અને બધા છોકરાઓ ના સ્વભાવ ની જેમ અંકિત બોલ્યો
અંકિત : હહ, હશે હશે લડકી કા ચક્કર..
હું : એ ભાઈ, એવું કઈ નથી આતો એણે એમ્બ્યુલન્સ ને કોલ કર્યો હતો. અને સવારે મળી ત્યારે કીધું ડાંસ જોવા આવવા માટે,એટ્લે જઇ આવીએ. અને એ બહાને થોડું entertainment થઈ જશે અને તારૂ બૂકિંગ પણ કરી નાખ્યું છે આટલે આવવું તો પડસેજ તારે.
અંકિત : શું પણ, પૂછાય તો ખરા ?
હું : પૂછવાનું શું હોય એમાં આમપણ હું થોડો આ ભાંગલા હાથે એકલો જવાનો અને હા બાઇક રીપેઈર થઈ ગઈ.
અંકિત : હા ત્યાં થઈનેજ આવું છુ, સાંજે જમવા જઈએ ત્યારે લેતા આવશુ.
હું : લેતા આવશુ નઇ લેતા જાશું સયાજી ઔડિટોરિયમ.
અંકિત : હા, ભાઈ હવે આવીશ બસ.
હું થોડું હસીને મારો ફોન use કરવા લાગ્યો. જોકે હું હવે રાશિ ના ડાંસ શો માટે રાહ જોઈ રહ્યો હતો કેમકે, હું એના વિષે વધુ જાણવા ઇચ્છતો હતો કદાચ એની સાથે સમય વિતાવવા ઈચ્છતો હતો.
8:30 એ જમીને અને ગેરેજ માથી મારી બાઇક લઈને અમે સયાજી સયાજી ઓડીટોરિયમ પહોચ્યા. જોકે હું પહેલીવાર આવા કોઈ લાઈવ શો પર જઈ રહ્યો હતો કેમકે ઓફિસ ની લાઈફ થોડી busy હતી schedule tight રહેતું એટ્લે કોઈ આવા કોઈ શો માટે સમય કાઢવો મુશ્કેલ રહેતો જોકે ક્યારેક movie જોવા જઈ આવતા.
ઓડિટોરિયમ માં હું અને અંકિત પહુચ્યા. આશરે 300 થી 400 લોકો હતા. જોકે આ ઈવેન્ટ માં ખાલી ડાંસ શો નહોતો અહી સિંગિંગ, ડ્રામા અને stand up comedy ના પણ performance થવાના હતા. અમે અમારી શીટ પર જઈને બેસી ગયા જે આગળ થી થર્ડ રો માં હતી.
પહેલું પર્ફોમન્સ એક સિંગિંગ નું હતું પછી બે ડ્રામા થયા અને પછી આવી રાશિ. એક ક્લાસિકલ સોંગ હતું અને dance પણ ક્લાસિકલ. જોકે અહી ડાંસ શબ્દ કરતાં નૃત્ય શબ્દ વધુ અનુરૂપ લાગસે. લોકો નૃત્ય જોઈ રહ્યા હતા પણ હું એને
એને જોઈને
“ સંગીત નો સૂર સરમાઈ ગયો
પત્થર કઠોરતા ભૂલી ગયો,
સ્વપ્ન હકીકત બનતો બનતો
જાણે તેની કલ્પના ને મળી ગયો”
એ દિવસે પહેલી વખત મારા હદય માં કોઈ જીદ પેદા થઈ રહી હતી. એ પ્રેમ હતો કે શું ? એ ની તો ખબર નૈ પણ, હા એ દિવસે થઈ ગયું “ અપન કો યહી લડકી ચાહીએ ” પણ એ ક્યાં જાણતી હતી આ વાત અને આ તો હજુ શરૂઆત હતી. એનું પર્ફોમન્સ પૂરું થયું. પરદો બંધ થઈ રહ્યો હતો અને એ audience નો આભાર વ્યક્ત કરી રહી પણ, હું હજુ એને જ જોવા ઈચ્છતો હતો.
“ આંખ મારી શોધે છે તને ક્ષણ ક્ષણ, પણ તારી ક્યાં નજર છે
ધબકારા મારા કહે છે હવે કઈક,પણ તને એની ક્યાં ભણક છે,
હવે, આ કુદરત પણ જાણી ગઈ છે મારા ઈરાદાઓ,
પણ તને ક્યાં કઈ ખબર છે, તને ક્યાં કઈ ખબર છે ”