RED AHMEDABAD book and story is written by Chintan Madhu in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. RED AHMEDABAD is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રેડ અમદાવાદ - નવલકથા
Chintan Madhu
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
રાતના ૧૧:૦૦ કલાકે, અમદાવાદના સી.જી. રોડ નામથી પ્રખ્યાત થયેલા વિસ્તારમાં જનમેદની અંગ્રેજી નૂતન વર્ષની વધામણી અર્થે એકઠી થયેલી. પ્રત્યેક વર્ષે પુનરાવર્તીત થતી ઘટનાઓમાંની એક ઘટના એટલે સી.જી. રોડ પર થતી વાર્ષિક ઉજવણી.
માર્ગ પર નવયુવાનોની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો. ૦૧ જાન્યુઆરી, ૨૦૨૦ની પ્રતીક્ષામાં નવયુવાનો દ્વારા ઉત્પન્ન થઇ રહેલા કોલાહલની તીવ્રતામાં વધારો થઇ રહેલો. ચાલવા પૂરતી જગા પણ છોડવામાં આવી નહોતી. એક એક ક્ષણ ભરપૂર જુસ્સા અને હર્ષોલ્લાસની લાગણી સાથે વહી રહી હતી. માર્ગ પર ફૂગ્ગાથી માંડીને વિચિત્ર પ્રકારના અવાજ ઉત્પન્ન કરતા વાજિંત્રો વેચનારાઓ નજરે પડી રહેલા. નાસ્તાની હાટડીઓની રમજટ જામેલી. પ્રજા વિવિધ પ્રકારના વ્યંજનો આરોગવામાં મસ્ત હતી. નાનાં ભૂલકાઓ તેમજ તરૂણ-તરૂણીઓ વાજિંત્રનો ઉપયોગ કરીને વિચિત્ર ધ્વનિનો રણકાર કરી રહ્યા હતા.
૨૦૧૯, ડિસેમ્બર ૩૧, અમદાવાદ રાતના ૧૧:૦૦ કલાકે, અમદાવાદના સી.જી. રોડ નામથી પ્રખ્યાત થયેલા વિસ્તારમાં જનમેદની અંગ્રેજી નૂતન વર્ષની વધામણી અર્થે એકઠી થયેલી. પ્રત્યેક વર્ષે પુનરાવર્તીત થતી ઘટનાઓમાંની એક ઘટના એટલે સી.જી. ...વધુ વાંચોપર થતી વાર્ષિક ઉજવણી. માર્ગ પર નવયુવાનોની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો. ૦૧ જાન્યુઆરી, ૨૦૨૦ની પ્રતીક્ષામાં નવયુવાનો દ્વારા ઉત્પન્ન થઇ રહેલા કોલાહલની તીવ્રતામાં વધારો થઇ રહેલો. ચાલવા પૂરતી જગા પણ છોડવામાં આવી નહોતી. એક એક ક્ષણ ભરપૂર જુસ્સા અને હર્ષોલ્લાસની લાગણી સાથે વહી રહી હતી. માર્ગ પર ફૂગ્ગાથી માંડીને વિચિત્ર પ્રકારના અવાજ ઉત્પન્ન કરતા વાજિંત્રો વેચનારાઓ નજરે પડી રહેલા. નાસ્તાની હાટડીઓની રમજટ જામેલી. પ્રજા વિવિધ પ્રકારના
૨૦૨૦, જાન્યુઆરી ૧, અમદાવાદ, પ્રભાતના ૦૫:૦૦ કલાકે, અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા સુજલામ નામના બહુમાળી ભવનના ચોથા માળે, મકાન ક્રમ ૪૦૨ના શયનકક્ષમાં મોબાઇલનો રણકાર સંભળાઇ રહ્યો હતો. પહેલી રણકારની કોઇ અસર દેખાઇ ...વધુ વાંચો૩૧ ડિસેમ્બરની ઉજવણીના બંદોબસ્તની કામગીરીના થાકના કારણે સોનલ આરામ કરી રહેલી. બીજી વખત ફરીથી મોબાઇલ રણક્યો. પલંગમાં તેણે હાથ ફેરવીને મોબાઇલ શોધવાનો પ્રયત્ન કર્યો. ફોન હાથ લાગ્યો નહિ અને રણકાર અટકી ગયો. ૩૫ વર્ષની સોનલ માધુ પલંગમાં વિકર્ણની જેમ ત્રાંસી સૂતેલી. તેણે શ્યામ ટી-શર્ટ અને ગ્રે સ્કર્ટ ધારણ કરેલું હતું. ડાબો પગ વાળેલો અને પાની જમણા પગના ઘૂંટણને સ્પર્શેલી હતી. ઊંધા માથે સૂતેલી તેણે માથા પર ઓશીકું
૨૦૨૦, જાન્યુઆરી ૧, બપોરે ૦૨:૪૦ કલાકે ‘અંદર આવી શકું છું? મેડમ...!’, વિશાલનો પરવાનગી માંગતો અવાજ સોનલના કાને પડ્યો. સોનલે ઇશારા માત્રથી પરવાનગી આપી. ...વધુ વાંચોઅને મેઘાવી સી.જી.રોડના પોલીસ સ્ટેશનમાં સોનલના કાર્યાલયમાં પટેલની હત્યાના કેસ બાબતે ચર્ચા કરી રહેલા. વિશાલે તેમની ચર્ચામાં ખલેલ પહોંચાડેલી. ‘મેડમ... શ્રીમાન પટેલના ઘર તરફથી સી.જી.રોડ પર ખુલતાં માર્ગમાં એક આઇસ્ક્રીમની દુકાનના સીસીટીવીના વિડીયોમાં એક યુગલ કઢંગી હાલતમાં ભાગતું દેખાઇ રહ્યું છે.’, વિશાલે તેની પેન-ડ્રાઇવ સોનલના ટેબલ પર તેની જમણી તરફના ખૂણા પર ગોઠવેલા કોમ્પ્યુટરમાં લગાવી. સોનલ અને મેઘાવી એ સંપૂર્ણ વિડીયો ધ્યાનપૂર્વક નિહાળ્યો. યુગલમાં છોકરીનો ચહેરો સ્પષ્ટ દેખાઇ રહ્યો
૨૦૨૦, જાન્યુઆરી ૫, બપોરે ૧૨:૩૦ કલાકે ‘પેલી છોકરીની ભાળ મળી ગઇ છે.’, રમીલાએ સોનલના કાર્યાલયનો દરવાજો ઉઘાડ્યો. સોનલ કાર્યાલયમાં મેઘાવી સાથી ચર્ચામાં હતી. ...વધુ વાંચોહાથમાં ચાનો પ્યાલો હતો અને મેઘાવી પ્લેટમાંથી કકરી વેફર ઉપાડવા જઇ રહી હતી. રમીલાના અવાજે ચર્ચાને થોભાવી નાંખી. ‘સરસ...!’ સોનલે તુરત જ ઇશારાથી રમીલાને અંદર બોલાવી. ‘આવ.’, રમીલા કાર્યાલયમાં પ્રવેશી અને તેની પાછળ જ જસવંત પ્રવેશ્યો. ‘હા, જસવંત...! રમીલાનું છુપું પત્તું... અને તપાસ કરવાના સમયે, દરેક પ્રશ્નોનો જવાબ...’, મેઘાવીએ જસવંત સામે જોયું અને મલકાઇ. ‘અરે...મેડમ..! એવું કંઇ નથી.’, જસવંતે સોનલની તરફ જોયું અને જમણા હાથમાં રહેલાં કાળા રંગના પાકીટને બાવળા
૨૦૨૦, જાન્યુઆરી ૬, સવારે ૦૮:૧૫ કલાકે સુભાષબ્રીજ પાસેના રીવરફ્રન્ટ ગાર્ડનની પગદંડી પર સફેદ કેનવાસના શુઝે ધીમી દોટ મૂકેલી. જોગીંગ. ગાર્ડનમાં પ્રવેશતાં જ ડાબી તરફની પગદંડી, થોડી આગળ લોટસ પોન્ડ, ઓપન એર ...વધુ વાંચોપગ અશ્વની માફક ઝડપ મેળવી રહેલા. શ્યામ ટ્રેક અને ગ્રે ટી-શર્ટમાં કસાયેલું તન ધરાવતો વ્યક્તિ. તેજ ઝીણી આંખો, ટૂંકા વાળ, તીણી ધારદાર હોઠથી નીચેની તરફ નમતી આછી મુછો, સાથે કમરમાં શ્વેત નરમ રૂમાલ લટકાવેલો હતો. પરસેવો કપાળને ચમકાવી રહ્યો હતો. ગરદન પરથી નીતરતી ખારી નદીઓ ટી-શર્ટને વધુ પલાળી રહેલી. જેના કારણે જાન્યુઆરીની ઠંડીમાં પણ ટી-શર્ટ ભીની હતી. ‘ચિરાગ...! અરે ભાઇ ધીરે દોડ...’, વ્યક્તિની પીઠ તરફથી જયે