Ek ardha shayarni dayrimathi book and story is written by Pragnesh Nathavat in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ek ardha shayarni dayrimathi is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એક અર્ધા શાયરની ડાયરીમાંથી - નવલકથા
Pragnesh Nathavat
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
૧૫ જાન્યુઆરી, ૨૦૧૯ સામાન્ય સંજોગોમાં આવી ક્ષણે કોઇ પણ વ્યક્તિની આંખો બંધ જ થઇ જાય. મારી પણ બે ચાર સેકન્ડ માટે તો બંધ જ રહી, પણ પછી મેં ખોલી અને તો પણ મને અંધારું જ દેખાયું. મારા માટે એ નક્કી કરવું અઘરું હતું કે હજી મારી આંખ બંધ જ છે કે ખરેખર ચારેબાજુ અંધારું છે! જો કે મને કશી ચિંતા નહોતી, અને હું કશું બોલી શકું એમ પણ નહોતો. નિમિષાના હોઠ હજુ પણ મારા હોઠ પર જ હતાં. એનાં હોઠની મધ્ય સપાટી જાણે મારા હોઠ પર કશું શોધી રહી હતી. એ સુંવાળી લાગણી મારા હોઠના એક ખૂણેથી બીજા ખૂણે અને
કવિતાની દુનિયામાં પોતાનું નામ ચમકાવવા માંગતો એક આધેડવયનો કાચો શાયર પોતાની નજરો સામે એક મહિલાની હત્યા થતાં જુએ છે, અને એ પછી બનતી ઘટનાઓ એનો ભૂતકાળ એની સામે લાવીને મૂકી દે છે. એ ભૂતકાળ કે જેને એનું જાગૃત મન ...વધુ વાંચોભૂલાવી ચૂક્યું હોય છે. એકલવાયું જીવન, છૂટી ગયેલાં સંબંધોનું દર્દ, મૃત વ્યક્તિની આત્મા સાથેનો આત્મિય સંબંધ આ બધું એના જીવનની વાસ્તવિકતા છે કે માત્ર મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિ? ઘણી વાર આજે અનુભવાઈ રહેલ ઘટના કે લાગણીના બીજ વર્ષો પહેલાં સહન કરી હોય એવી કોઇ વાસ્તવિકતામાં હોય છે.
૧૬ જાન્યુઆરી, ૨૦૧૯ રવિવાર, ઉતરાયણ અને વાસી ઉતરાયણ - આ ત્રણ દિવસની સળંગ રજા પછી પણ આજે ઓફિસ જવાનો કંટાળો નહોતો આવતો કારણ કે મારા માટે રજાના દિવસો ભયંકર કંટાળા વાળા હોય છે. આ વખતે તો ત્રણ ત્રણ રજાઓ ...વધુ વાંચોતો પણ હું ગામડે નહોતો ગયો. ડેમી, સવિતાબેન, પેલા બે નવા સ્ટાફ અને બધા જ સ્ટુડન્ટ્સ... આ લોકોની બોડી લેંગ્વેજ એવી થાકેલી લાગતી હતી અને ચહેરા એવા ચીમળાઈ ગયેલા પપૈયા જેવા હતાં કે જાણે આગલા દિવસે એ બધાને લાઈનમાં ઉભા રાખીને કોઈએ ચાબુકે ને ચાબુકે ફટકાર્યા હોય. મને એ વિચારીને બહુ ગુસ્સો આવે કે રજા મળે તો લોકો કેવા તારલા
૧૮ જાન્યુઆરી, ૨૦૧૯ સફેદીની હજુ હિંમત નથી થઈ કે મારા માથાના વાળમાં ક્યાંય પણ દેખાય, પણ આજે મારા જીવનનો સૌ પ્રથમ સફેદ વાળ દાઢીમાં જોવા મળ્યો. હા, સવારે અરીસા સામે દરરોજ આશરે દસેક મિનિટ હું કાઢતો હોઉં છું, ત્યારની ...વધુ વાંચોઆ વાત છે. એ સફેદ વાળને જોઈને આગળ હું વિચારું, કે 'હવે મને કોઇ મોહ નથી રહ્યો યુવાન દેખાતા રહેવામાં', એ પહેલાં મારી નજર વાળથી વિસ્તરીને મારા ખાસ હેન્ડસમ નહીં પણ તોય તરવરાટ ભર્યા લાગતા ચહેરા પર, મારા મધ્યમ બાંધાના સ્ફૂર્તિલા શરીર પર અને ખાસ કરીને પેટ, કે જે સફેદ વાળની જેમ જ હજુ ક્યારેય બહાર આવવાની ગુસ્તાખી નથી કરી
૨૦ જાન્યુઆરી, ૨૦૧૯ "હેલ્લો સર, આપની આજ સુધીની તમામ રચનાઓ મેં વાંચી છે. શરૂઆતની કવિતાઓના પ્રમાણમાં હવે વધુ સરસ લખો છો. મને પોતાને બહુ પ્રેરણા મળે છે આપને વાંચીને. શુભેચ્છાઓ." આવો મેસેજ આવ્યો ફેસબુક પર, મોકલનારનું નામ હતું "ઇન્સ્પિરેશન ...વધુ વાંચોલોકો વિચિત્ર વિચિત્ર નામથી પ્રોફાઇલ બનાવતા હોય છે, આ મોકલનાર ભાઇ કે બહેન એ પુરુષ છે કે સ્ત્રી એ જ ના ખબર પડી. મારા માટે કોઇ સાવ અજાણ્યા વ્યક્તિનો આ પહેલો મેસેજ હતો મારી કવિતાઓ માટે. એટલે મનમાં આનંદ આનંદ થઇ ગયો. મેં પરત "આભાર" એવો જ મેસેજ કર્યો, પણ એવી વિજયી લાગણી થઈ કે આજુબાજુમાં કોઇ દેખાય તો ભેટી
૨૪ જાન્યુઆરી, ૨૦૧૯ "અમારી જ્ઞાતિમાં એવું જરૂરી નથી કે છોકરો ભણીને કમાતો થાય પછી જ એનું નક્કી થાય. અમારે તો બધાંને મોટે ભાગે પશુપાલનનું કામ હોય, અને જમીન મિલકત પણ ખાસ્સા હોય એટલે અઢારની આસપાસ જ નક્કી કરી દે. ...વધુ વાંચોતો હું અને છોડી બન્ને સારું ભણેલા છીએ અને શહેરમાં રહીએ છીએ, એટલે અત્યાર સુધી રાહ જોઈ." મિતુલ દેસાઈ, એટલે કે હું જેને ખાનગીમાં (એટલે કે ડેમી સામે) "ચંગુ-મંગુ" કહેતો હોઉં છું તેમાંનો મંગુ, એની સગાઈમાં આવવા માટે આમંત્રણ પત્રિકા આપતા આપતા એણે આવું કહ્યું. મને બહુ ઈચ્છા થઈ કહેવાની કે, 'અલ્યા! તું ઉતરાયણના દિવસે જે સેટીંગ પાડ્યાનું કહેતો હતો,