Khukh book and story is written by RAGHAVJI MADHAD in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Khukh is also popular in ક્લાસિક નવલકથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કૂખ - નવલકથા
RAGHAVJI MADHAD
દ્વારા
ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
નજર અટવાઈ જાય એવું ધુમ્મસ ચારેબાજુ છવાયેલું હતું. ભેજના લીધે વાતાવરણમાં થોડી ઠંડક હતી. શરીરે પરસેવો વળ્યો હતો.દોડવામાં કે ઉતાવળે ચાલવામાં બહારથી ઠંડી અને અંદરથી ઉકળાટ થતો હતો.પણ આ દરરોજનું હતું, ત્રણેય ઋતુમાં નિત્યક્રમ હતો.સવારનું આ નિર્મળ વાતાવરણ આહલાદક હતું તેથી પ્રકાશ કશું ગણકાર્યા વગર મોર્નિગવોક કરતો રહ્યો.
ત્યાં મોબાઈલમાં ટહુકો થયો.નવાઇ લાગી.સવાર..સવાર વળી કોણ ટહુકી ઊઠ્યું ? લગભગ કોઈ સાથેનો એવો સંપર્ક, સંબંધ નથી કે આમ દિ’ઊગતામાં જ વાત કરે ! થોડા આશ્વર્ય અને થોડી ચીઢ સાથે મોબાઈલમાં જોયું. નંબર સાવ અજાણ્યો અને આઉટ કન્ટ્રીનો...
નજર અટવાઈ જાય એવું ધુમ્મસ ચારેબાજુ છવાયેલું હતું. ભેજના લીધે વાતાવરણમાં થોડી ઠંડક હતી. શરીરે પરસેવો વળ્યો હતો.દોડવામાં કે ઉતાવળે ચાલવામાં બહારથી ઠંડી અને અંદરથી ઉકળાટ થતો હતો.પણ આ દરરોજનું હતું, ત્રણેય ઋતુમાં નિત્યક્રમ હતો.સવારનું આ નિર્મળ વાતાવરણ આહલાદક ...વધુ વાંચોતેથી પ્રકાશ કશું ગણકાર્યા વગર મોર્નિગવોક કરતો રહ્યો.
ત્યાં મોબાઈલમાં ટહુકો થયો.નવાઇ લાગી.સવાર..સવાર વળી કોણ ટહુકી ઊઠ્યું ? લગભગ કોઈ સાથેનો એવો સંપર્ક, સંબંધ નથી કે આમ દિ’ઊગતામાં જ વાત કરે ! થોડા આશ્વર્ય અને થોડી ચીઢ સાથે મોબાઈલમાં જોયું. નંબર સાવ અજાણ્યો અને આઉટ કન્ટ્રીનો...
કોયલનો ટહુકો સાંભળી અંજુ ચોંકી ગઇ. અને વ્યાકુળ થઇ ચારેબાજુ જોવા લાગી.
વૃક્ષની ડાળીએ બેસીને કોયલ ટહુકે..પણ આજુબાજુ ક્યાંય વૃક્ષ નથી. પોતે ખુલ્લા રોડ પર ચાલ્યાં જાય છે ને સાવ પાસે ટહુકો સંભળાયો...પણ અચરજ વધુ ટક્યું નહી. કોયલ પ્રકાશના ...વધુ વાંચોટહુકી રહી હતી.
પ્રકાશે મોબાઈલમાં નજર નાખી પછી દયામણી નજરે અથવા અંજુને ન ગમે એવું કોઈ કાર્ય કરી રહ્યો હોય અંજુ સામે વકાસી રહ્યો.અંજુને જરાકેય નવાઇ ન લાગી.પોતે અમેરિકાથી આવી,સીધી જ પ્રકાશને મળી હતી ત્યારે પણ તેનું મોં આવું જ થઇ ગયું હતું.કારણોમાં પડી નહોતી.કદાચ આટલા વરસો પછી પ્રકાશ આવો થઇ ગયો હોય. તેનો સ્વભાવ બદલાઇ ગયો હોય. પણ હવે મસાણમાંથી મડદાં બહાર કાઢવાનો કોઈ અર્થ નહોતો.અત્યારેતો કામથી મતલબ હતો. કામ પછી પોતપોતાના રસ્તેથી હતા ત્યાં ચાલ્યા જવાનું હતું.
અંજુ સામે આવીને ઊભી રહી હતી.પણ પ્રકાશની નજરમાં તેની છબી બંધબેસતી નહોતી.અથવા નજર આ છબીને સ્વીકારવા તૈયાર નહોતી.તેનાં મનના કેમેરામાં દસ વર્ષ પૂર્વેની એક છબી,તસવીર સચ વાયેલી પડી હતી.
-પતંગિયા માફક ઉડાઉડ કરતી એક નવયૌવના...જેના અંગેઅંગમાંથી માદક ખુશબો વહેતી હતી, ...વધુ વાંચોફટકેલી ફોરમ વછૂટતી હતી...ને એવું તો કેટકેટલું !
. પ્રકાશ ધડાકાભેર કહી દે તેમ હતો : ‘આ...એ અંજુ નથી’
પણ હકીકત હતી.અંજુ સામે ઊભી મરક મરક હસતી હતી.તેણે જીન્સનું પેન્ટ અને ટીશર્ટ પહેર્યાં હતાં.વાળ છુટ્ટા હતા.કાળા-સિલ્કી વાળ વચ્ચે ચહેરો વધુ ગોરો અને આકર્ષક લાગતો હતો.આમતો પાકેલ પપૈયા જેવા ઉષ્ણ ચહેરાનો નાક-નકશો જ નહી શરીરની સમગ્ર ભૂગોળ જ બદલાઇ ગઇ હતી. તેમાં તેણે ગોગલ્સ પહેર્યા હતાં ! પાછી ઊભી હતી મોલના સ્ટેચ્યુ પાસે...તે અદલ સ્ટેચ્યુ જ લાગે !
શહેરી સર્વિસની બસમાં બેસી પ્રકાશ ગાંધીનગર પરત આવ્યો. ઘ પાંચના બસ સ્ટેન્ડ પર ઉતર્યો. કોઈ અજાણ્યા નગરમાં કે જગ્યાએ આવ્યો હોય ચારેબાજુ જોતો ઊભો રહ્યો. માણસો, ટ્રાફિક...સઘળું રાબેતા મુજબ ચાલતું હતું. છતાંય તેને ભીડ જેવું લાગ્યું. અકળામણ થઇ. હા, ...વધુ વાંચોસવારી આવવામાં હતી છતાંય તાપ ઓછો થયો નહોતો. પરસેવો લૂછતો તે કોઈની સાથે અથડાઇ જશે તેવા ડર સાથે ફૂટપાથ પર ઝાડના છાંયે ઊભો રહ્યો. સારું લાગ્યું. ન સમજાય કે ઓળખી શકાય એવો ધખારો, ઉત્પાત થોડોક ઓછો થયો.
મારે હવે ચાલવું જોઈએ..બે ડગલા ચાલીને પાછો ઊભો રહી ગયો.ત્યાં કરંડિયામાં પુરાયેલા સાપના જેમ સવાલે ફૂંફાડો માર્યો : ‘શું ઉતાવળ હતી આમ પાછા ફરવાની ?’
‘કેમ !?’ આ વળી કોણે પૂછ્યું ને કોણે જવાબ આપ્યો...પોતે સાવ અજાણ કે અલિપ્ત હોય એમ આજુબાજુ જોવા લાગ્યો. લોકોની અવરજવર ને ભીડ સિવાય કશું હાથ લાગે એમ નહોતું.
શું કરવું ? તે નક્કી કરવું પ્રકાશ માટે મુશ્કેલ થઇ પડ્યું હતું. એક બાજુ અંજુને બીજી બાજુ શોભના...આવી વાત પૂછી-પૂછીને શોભનાને પૂછે...તેને પૂછી લીધું. તેનું કહેવું અથવા તેની સલાહ કંઈ ખોટી કે નાખી દીધા જેવી નહોતી. દરેક કાર્યમાં વિચારીને ...વધુ વાંચોભરવું, ઉતાવળ ન કરવી...
અને અંજુ જૂના સંબંધની અપેક્ષાએ આવી હતી.તે સાચી છે,ખોટી છે...અથવા તો આમ કરવા પાછળ નો તેનો ઉદેશ્ય શું છે...આ બધું તો અનુભવે સમજાય.અગાઉથી ધારણા બાંધી લેવી એ પણ ઠીક નથી.
-તો શું કરવું જોઈએ...આ દ્વિધામાંથી જાતે જ પસાર થવાનું હતું, નિર્ણય લેવાનો હતો. એક પળે તો એમ થયું હતું કે,અંજુ કહે તેમ પણ કરવું નથી ને, શોભનાની સલાહ પણ...
-જાય બધું એના ઘેર. મારે શું લેવા દેવા !
કશું જ કરવું નથી...પણ આ વિચાર લાંબો ચાલ્યો નહી.વચ્ચેથી જ તૂટી ગયો.અંજુને પ્રકાશે મોબા ઈલ પર કહી દીધું : ‘પેલા તું અહીં આવી જા. પછી તારે ગામડે જવું હોય તો જાજે !’