તેરી યાદ.......,આજ ભી....... Rupesh Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તેરી યાદ.......,આજ ભી.......

તેરી યાદ.... આજ ભી......

વિષય – પ્રણયકથા

ગોકાણી રૂપેશ જયસુખલાલ

“હાય રજત, હાઉસ યુ? વ્હોટ અ પ્લેઝન્ટ સરપ્રાઇઝ? તુ અને અત્યારે? અનબીલીવેબલ!!!” મીનાક્ષીએ પુછ્યુ જ્યારે તેણે રાત્રીના નવ વાગ્યે રજતને ઓફિસે જોયો. “કેમ અત્યારે કોઇ બીજાની રાહ જોવાઇ રહી હતી?” રજતે “બીજા” શબ્દ પર એવો તે ભાર મુક્યો કે તેનો એ એક શબ્દ કણાની જેમ ખુંચી ગયો મીનાક્ષીને. “અરે નહી તો. આજે મોસમ કેટલુ મસ્ત છે. બેસ તારા માટે ચા મંગાવુ.” “મીનુ, તારી મીઠી મીઠી વાતો મને હવે પીગળાવી નહી શકે. તારા એક પાસ્ટને તો મે માફ કર્યુ પણ.......” રજત બોલતો અટકી ગયો. “પણ??? પણ શું રજત??? તારા મનમાં શું ચાલી રહ્યુ છે તે આ રીતે વાત કરે છે? જે કહેવાનુ છે તે સાફ સાફ કહી દે મને.” મીનાક્ષી પણ હવે શાંત રહેવાની હદ પાર કરી ચુકી હતી અને ન ચાહવા છતા પણ તે રજત પર ગુસ્સો કરી બેઠી. “ઠીક છે તો, મને એ કહી દે કે કોણ છે આ અમર અને તેની સાથે તારા જીવનનો ક્યો પાર્ટ જોડાયેલો છે? અને એવી તે શું પ્રોબ્લેમ હતી તને કે તે મને વાત જ ન કરી?” “અમરનું નામ સાંભળતા જ જાણે મીનાક્ષી પર વીજળી પડી. જુની યાદોથી તે ખાસ્સી દૂર ચાલી આવી હતી,તે જ યાદો તેના જીવનના કાળા અક્ષરે લખાયેલા પાનાને ઉલ્ટાવી રહી હતી. “બોલી દે મીનાક્ષી, હવે મને બધી ખબર પડી જ ગઇ છે, પણ હજુ હું એ બધી વાતને સાચી માનતો નથી, મારે તારા મોઢે સાંભળવુ છે મીનુ કે આ બધુ તારા અને અમર વચ્ચે હતુ તે બધી વાત સાચી છે કે...... બોલ મીનાક્ષી બોલ, પ્લીઝ ફોર ગોડ શેઇક સાચુ કહી દે મને.” રજતે મીનાક્ષીના બન્ને હાથને ઝંઝોળીને પુછવા લાગ્યો, “હા, બધુ સાચુ છે, અમર મારા જીવનનો એક એવો હિસ્સો છે જેને હું બહુ દૂર મુકીને આવી ગઇ છું. મને ખબર નથી કે તને કોણે આ બધુ કહ્યુ અને કેટલુ કહ્યુ, પણ એક વાતમાં જ તારી વાતનો જવાબ આપી દઉ છું કે અમારા બન્ને વચ્ચે હદથી વધુ સબંધ હતો પણ તને મળ્યા પછી મે ક્યારેય પાછુ વળીને જોયુ નથી કે અમર સાથે કોઇ પણ પ્રકારનો રીલેશન રાખ્યો નથી ડિઅર.” આજીજીભર્યો અવાજ વહી રહ્યો હતો મીનાક્ષીનો. “હશે, પણ આપણા વચ્ચે આટલો પ્રગાઢ પ્રેમ હતો છતા તને કહેવા જેવુ કાંઇ લાગ્યુ નહી, તમારા વચ્ચેનો પ્રેમ, ઓહ પ્રેમ શબ્દ તો નહી વાપરી શકું હું તમારા બન્ને માટે, હા, એકબીજાને સંતુષ્ટ કરવા સુધીની વાત તે મને કહેવા યોગ્ય ન જાણી? વાહ મીનાક્ષી વાહ.” “પ્લીઝ રજત ગુસ્સો ન કર આટલો, હું તને મારા જીવથી પણ વધુ પ્રેમ કરુ છું અને મને ખબર છે તુ પણ મને એટલો જ પ્રેમ કરે છે, પ્લીઝ મારી પાસે બેસ, હું બધુ તને સમજાવું, શું થયુ હતુ?”

“હવે બસ મીનાક્ષી, આ વાત પહેલા તારા મોઢે સાંભળી હોત તો કદાચ વિશાળ હ્રદયે તને માફ કરી શકત પણ કોઇ બહારનુ મને તારા આ ગંદા ભૂતકાળ વિષે કહે તે મને ક્યારેય પસંદ નથી, માટે પ્લીઝ હવે મને માફ કરી દે. આજથી તારા અને મારા રસ્તા અલગ. તુ તારી લાઇફ જીવ અને મને મારા હાલ પર છોડી દે.” કહેતા રજતે પાછા પગ વાળ્યા ત્યાં મીનાક્ષી હજુ તેને રોકવા જતી હતી ત્યાં રજતે સ્ટોપ કહીને મીનાક્ષીને ત્યાં જ રોકાઇ જવા કહ્યુ અને રજત ત્યાંથી રૂક્ષત થઇ ગયો. રજતના પ્રેમમાં પાગલ મીનાક્ષી તેના સ્ટોપ કહેવાથી એક કદમ પણ આગળ વધી ન શકી અને તેની આંખમાં તરવરતુ આંસુ પણ તેની ભૂરી આંખોમાં જ રહી ગયુ. કેટલો પ્રેમ કરતા હતા બન્ને ???? આજથી ચાર વર્ષ પહેલા બન્ને આ જ ઓફીસમાં મળ્યા હતા. રજત તેનો સિનિયર હતો. મીનાક્ષી ખુબ શરમાળ હતી અને કામકાજની પણ તેને બહુ ઢબ ન હતી ત્યારે રજતે ધીમે ધીમે ધીરજથી કામ લઇ તેને કામ શીખવ્યુ. “રજત, આપણે બન્ને આપણા સબંધને આગળ વધારીએ તે પહેલા મારે તને એક વાત કહેવી છે. એ બધુ જાણ્યા બાદ તુ આપણા સબંધ બાબતે જે નિર્ણય લેશે તે મને મંજુર રહેશે.” “મીનુ, તારી લાઇફ વિષે તે બધુ તો મને જણાવી દીધુ, હવે શું બાકી રહી જવા પામ્યુ છે તે આજે ભરબપોરે મને બોલાવી લીધો, અને આ શું છે? ફુલ્લી એ.સી. હોટેલમાં પણ તારા ચહેરા પ્રસ્વેદ બુંદો આવવા લાગી.” “રજત મારા જીવનની બધી બાબતો વિષે તુ જાણકાર છે પણ મારા પાસ્ટની મે તને જાણ કરી નથી. મારી સગાઇ થઇ હતી જીજ્ઞેશ સાથે. સગાઇ બાદ અમે મનથી એકબીજાની ખુબ નજીક આવી ગયા હતા. તે એટલો સારો હતો કે તેણે લગ્નજીવનની મર્યાદા ક્યારેય ઓળંગી ન હતી. લગ્નને માત્ર એક જ મહીનાની વાર હતી અને કારમાં ટ્રાવેલીંગ વખતે ટ્રક સાથે ભયંકર અકસ્માત થતા તેનું મૃત્યુ થયુ. ત્યાર બાદ મારી હાલત પાગલો જેવી થઇ જવા પામી હતી એટલે જ પાપાએ માઇન્ડ ફ્રેશ માટે મને અહી મુંબઇ જોબ માટે મોકલી જેથી મન પણ શાંત રહે. અહી આવ્યા બાદની બધી મારી હકિકતથી તો તુ જાણકાર જ છે. આ છે મારુ પાસ્ટ જેનાથી તુ અજાણ હતો. આજે મારા દિલનો બોજો હળવો કરી દીધો આ વાત તને કહીને, હવે તારો જે ફેંસલો હશે તે મને મંજુર છે.” “અરે બુધ્ધુ, આટલી નાની વાતમાં આટલુ પરેશાન થવાનુ હોય? ઇટ્સ ઓ.કે બેબી. આ તારુ પાસ્ટ હતુ તે જીજ્ઞેશના મૃત્યુ સાથે ખત્મ થઇ ગયુ.તારા આ પાસ્ટથી મને કોઇ પરેશાની નથી. જસ્ટ ચીલ ડીઅર.” “થેન્ક્સ રજત. થેન્ક્સ અ લોટ.” તેના શબ્દો કરતા તેની આંખો તેની ખુશીની ઝુબાની પુરતા હતા.

***

“ડેડ, આઇ એમ ગોઇંગ ટુ દીલ્હી ફોર અ બેટર જોબ. આજ રાતની જ ફ્લાઇટ છે. મને આશિર્વાદ આપો.” “બેટા, હું જોઉ છું ઘરે આવ્યો ત્યારથી તુ બહુ પરેશાન છે.કાંઇ અઘટિત બન્યુ ઓફિસમાં કે શું?” “ના એવુ તે કાંઇ નથી ડેડી. જસ્ટ કામનું ટેન્શન, બીજુ કાંઇ નહી.” “ઠીક છે બેટા. તું તારે આરામથી જાજે દિલ્હી. કાંઇ મદદની જરૂર હોય તો કહેજે.” “ઠીક છે ડેડી.” બહુ ટુંકાણમાં વાત કરી તે તેના રૂમમાં જતો રહ્યો.

***

“રજત, ધીસ ઇઝ ફોર યુ. મને સમજાતુ ન હતુ કે તમારા બર્થ ડે પર શું ખરીદવું, હું બહુ કન્ફ્યુસ્ડ હતી. છેવટે મે આ કોફીનો મગ તમારા માટે પસંદ કર્યો. જ્યારે કોફી પીશો ત્યારે તમને મારી યાદ આવશે.” સામે પડેલા કોફીના એ મગ સામે ધ્યાન પડતા જુની યાદ તાજા થઇ ગઇ. એ કોફીનો મગ મીનાક્ષીએ તેને ત્યારે આપ્યો હતો જ્યારે બન્ને એકબીજા સાથે મિત્રતા કેળવી હતી. કોફીના એ મગને જોઇને તેનો ગુસ્સો પારાવાર વધી ગયો અને એટલા જ ગુસ્સાથી તેણે એ મગને જમીન પર પટક્યો કે તે તૂટીને ચુરચુર થઇ ગયો. “મારા બધા સ્વપ્નો આ રીતે જ ચુરચુર કરી દીધા મીનુ. કેટલા સ્વપ્ના સજાવ્યા હતા મે તારી સાથે. અને તે મને આ રીતે દગો દીધો. આવુ ક્યારેય વિચાર્યુ ન હતુ મે મીનુ કહેતો તે બાથરૂમમાં જતો રહ્યો. બાથરૂમનો બહુ જોરથી પટકાયેલો દરવાજો તેના ગુસ્સાની પરાકાષ્ઠા વર્ણવતો હતો.

રજત પોતે અંદરથી ખુબ તૂટી ગયો હતો. તે મીનાક્ષી પર ગુસ્સો ઠાલવે કે તેને માફ કરી અપનાવી લે તે બાબતે ખુદ પોતાના મનમાં તોફાન ઉઠયુ હતુ. ન તો આ વેદના તે કોઇને કહી શકે તેમ હતો અને ન તો તેનાથી સહન થાય તેમ હતી, આથી જ તેણે આ બધુ જાણ્યા બાદ કંપનીની બીજી બ્રાંચ કે જે દિલ્હીમાં હતી ત્યાં ટ્રાન્સફર માંગી લીધી હતી.

“હે રજત, જ્યારે આપણે એકબીજાથી દૂર હોઇએ ત્યારે આ રીંગટોન તને મારી નજીક હોવાનો એહસાસ કરાવશે, “તુમ બીન જીયા જાયે કૈસે, કૈસે જીયા જાયે તુમ બીન......” રજતના ફોનની રીંગ વાગવા લાગી અને જુની યાદો તેની સામે આવી ગઇ.તેણે ફોન કટ કરી નાખ્યો. સામે છેડેથી મીનાક્ષીને પણ લાગ્યુ કે રજતને મનાવવો આ વખતે ખુબ અઘરૂ છે, રજત ગયો ત્યારથી અત્યાર સુધી આંસુએ તેનો પીછો છોડ્યો ન હતો પણ હવે થોડી તે શાંત બની હતી અને એ વિચારવા લાગી કે પોતાના અને અમરના સબંધ બાબતે જાણતુ હોય તેવુ અહી મુંબઇમાં કોણ હશે? કદાચ ખુદ અમર તો નહી હોય અહી???” આ વિચારે તે થથરી ઉઠી. રાત્રે રજત દિલ્હી જવા નીકળી ગયો. તેના રિટાયર્ડ પપ્પા તેને વિદાય આપવા આવ્યા હતા. ઘરમાં બન્ને સિવાય બીજુ કોઇ હતુ નહી.

દિલ્હીમાં બીજા જ દિવસે રજતે ઓફિસ જોઇન કરી લીધી. કામમાં તો તે ખુબ પાવરધો હતો પણ જે બની ગયુ તેના કારણે તે થોડૉ મેન્ટૅલી અપસેટ બની ગયો હતો પણ તેણે એ બધી વાતની અસર તેની જોબ પર આવવા ન દીધી. પોતાના કામમાં તે ક્યારેય ઉણો ન ઉતરતો પણ સાથે સાથે મીનાક્ષીની યાદ પણ તેને સતાવતી હતી. “લુક મિસ્ટર, મારી ઓફિસમાં આ ગુલાબના ફૂલનો બકેટ આ પછીથી ક્યારેય રાખતો નહી. આઇ હેટ રોઝ. પ્લીઝ ટેક ધીસ આઉટસાઇડ.” તેણે પટ્ટાવાળા સામે બરાડતા કહ્યુ. “આ ગુલાબના ફૂલ મને ખુબ પસંદ છે રજત. આપણું જયારે નવુ ઘર હશે ત્યારે હું તેમા નાનો બગિચો બનાવીશ અને માત્ર અને માત્ર ગુલાબ જ ઉગાડીશ, રંગબેરંગી ગુલાબ.” “હા જાનુ, આપણા નવા મકાનમાં તુ કહે તે રીતે જ પ્લાન બનાવીશ હું.” “મકાન નહી ઘર રજત. આપણા સ્વપ્નનું ઘર જ્યાં તુ હું અને આપણા બન્ને વચ્ચેનો પ્રેમ જ હોય, બીજુ કાંઇ નહી. જીવતા જ હું તને સ્વર્ગનો અનુભવ આપવા ઇચ્છું છું રજત.” “આઇ હેટ રોઝીસ.........” બૂમ પાડી તેણે હાથમાં રહેલી ફાઇલને ડોર બાજુ ફંગોળી કે સામેથી આવતી કોઇ લેડીને અથડાઇ પડી ફાઇલ અને આવનાર વ્યકિત ખુબ હેબતાઇ ગઇ. “ઓહ માય ગોડ, આઇ એમ સોરી મેડમ. મારુ ધ્યાન ન હતુ કે તમે આવો છો, નહી તો....” “ઇટ્સ ઓ.કે. સર. નો પ્રોબ્લેમ. કહેતી તે લેડી તેના વાળને સંવારતી ઉભી થઇ ગઇ. રજત તો તેની સામે એક નજરે જોઇ જ રહ્યો. લગભગ સત્તાવીસ અઠાવીસ આસપાસ ઉંમર, ખુલ્લા વાળ, લાંબુ અણીદાર નાક, મખમલી હોંઠ, એક હાથે ફાઇલ્સને સાચવતી હતી જ્યારે બીજા હાથે તેના ખુલ્લા વાળને સંવારતી હતી. ચહેરા પરથી જણાઇ રહ્યુ હતુ કે થોડી હેબતાઇ ગઇ હતી તે ઓચીંતુ આમ બનવાથી.” “કમ પ્લીઝ બી શીટેડ. અગેઇન આઇ એમ સોરી મીસ.......?” “માય સેલ્ફ હેત્વી. આજે જ આ ઓફિસ જોઇન કરી છે અને મને તમારી આસિસ્ટન્ટનો ઓર્ડર મળ્યો છે, તો હું તમને મળવા આવી હતી ત્યાં.....” આટલુ બોલી ત્યાં બન્ને હસવા લાગ્યા. “સો એન્ગ્રી. પહેલા જ દિવસે બોસનો આવો મિજાજ, ઊહ... કઇ રીતે જોબ થશે અહી??? આવા કેટલાય વિચારો મારા મનમાં આવી ગયા અત્યાર સુધીમાં.”

“નહી નહી...બાય ધ વે આઇ એમ રજત. નાઇસ ટુ મીટ યુ મીસ હેત્વી. હું એટલો ગુસ્સો મારા એમ્પ્લોઇ પર કરતો નથી જેટલો ગુસ્સો મે ફાઇલ પર કાઢ્યો હતો. સો ડોન્ટ વરી.” થોડી ફોર્મલ વાતો કરી અને હેત્વી તેના ટેબલ પર જઇ કામની શરૂઆત કરી દીધી. રજતની કેબીનમાંથી સાફ સાફ હેત્વી દેખાઇ રહી હતી, રજતનુ ધ્યાન કામને બદલે હવે બીજે વધારે જવા લાગ્યુ હતુ.

***

“મીનાક્ષી, જીવનમાં જે કાંઇ થાય છે તેની પાછળ કાંઇક રહસ્ય છુપાયેલુ હોય છે. આ જે બન્યુ તેમાં પણ કાંઇક સારૂ જ થવાનુ હશે, એવો વિચાર કેમ લઇ આવતી નથી તારા મનમાં. છેલ્લા બે મહિનામાં તે આ ત્રીજી વખત સ્લીપીંગ પીલ્સ ખાઇને જીવન ટુંકાવવાની કોશિષ કરી છે. તને ખબર પણ છે તું શું કરવા જઇ રહી છે???” તેની રૂમમેટ દિવ્યાએ તેને ખીજાતા કહ્યુ. “સોરી યાર, પણ રજતના ગયા બાદ બહુ લોન્લી ફીલ કરુ છું. જ્યાં જોઉ ત્યાં તેની જ યાદો કોઇના કોઇ બહાને મારી સામે આવી જાય છે. મમ્મી પાપા ફરી લગ્ન માટે કોઇ યોગ્ય પાત્ર શોધી રહ્યા છે અને હું જેની સાથે મેરેજ કરવા માંગુ છું તે તો મારાથી દૂર છે. હવે જીવનનો શો અર્થ દિવ્યા?” “સ્ટૉપ નહી તો માર પડશે અને આ વખતે તારા મમ્મી પાપાને જાણ પણ થશે આ બધી વાતની જો હવે આવુ પગલુ ભર્યુ છે તો. છોડ એ રજતને. આવા રજત તો એક જાય ને બીજા હજારો મળી રહે. તેની પાછળ આ જીંદગી શું કામ બરબાદ કરે છે?”

***

આ બાજુ રજત ધારવા છતા પણ મીનાક્ષીને ભૂલી શકતો ન હતો. હેત્વીને જોઇને તેને મીનાક્ષીની યાદ આવી જ જતી હતી. તેણે ઉપલા લેવલે રજુઆત પણ કરી કે તેને આસિસ્ટન્ટની જરૂરિયાત નથી પણ તેનુ કાંઇ ચાલ્યુ નહી. હેત્વી પણ ન્યુ જોઇન થઇ ત્યારે તેને ઓફિસ વર્કમાં બહુ ખાસ સમજ ન હતી તેથી તે અવારનવાર રજતની હેલ્પ માટે આવતી એ જોઇ તેની જુની યાદો તાજી થઇ આવતી.

***

“હેપ્પી બર્થ ડે ટુ યુ, હેપ્પી બર્થ ડે ટુ યુ” મુંબઇમાં દરિયાકિનારે રજત અને મીનાક્ષી જ્યારે પ્રેમના બંધનમાં બંધાઇ ગયા હતા ત્યાર બાદ એકબીજાનો જન્મદિવસ ઉજવી રહ્યા હતા.ઓફિસમાં તો ફોર્મલ રીતે રજતે મીનાક્ષીને વીશ કર્યુ હતુ પણ અહી તેને કોઇ જાતનું બંધન ન હતુ. માત્ર તે અને મીનાક્ષી જ હતા બીજુ કોઇ નહી. “સર...... આર યુ ઓ.કે.? ક્યાં ખોવાઇ ગયા હતા? ચાલો ડિનર માટે બધા તમારી રાહ જોઇ રહ્યા છે.” હેત્વી આવી અને રજતના વિચારોમાં ભંગ પડી ગયો. જ્યારે આજ સવારથી હેત્વીના જન્મદિવસના ન્યુઝ મળ્યા હતા ત્યારથી રજત જુની યાદોમાં જ ખોવાયેલો હતો કારણ કે હેત્વી અને મીનાક્ષીની જન્મની તારીખ એક જ હતી, મહિનો તો અલગ હતો પણ તારીખ એક હતી તો રજત મીનાક્ષી સાથે વિતાવેલા સમય સાથે ખોવાયેલો હતો. “જેમ તેમ ડિનર પતાવ્યુ. ડિનર બાદ આઇસક્રીમ પીરસવામાં આવી અને રજતની આંખો ચાર થઇ ગઇ. “આઇ લવ બ્લેક કરન્ટ રજત. તને કેમ ખબર પડી? યુ આર સો સ્વીટ.” મીનાક્ષીએ રજતને કહ્યુ. “તારી બધી પસંદ ના પસંદ હું જાણું છું મીનુ. એટલે જ આજે તારા બર્થ ડેના દિવસે ખાસ તારી જ બધી મનપસંદ ડીશ અને હવે આઇસક્રીમ મંગાવી છે.”

“સર, આઇસક્રીમ ઠંડી થઇ જશે” હેત્વીએ હળવી મજાક કરી કહ્યુ.

“હમ્મ્મ યા. થેન્ક્સ.”શું જવાબ વાળવો તેના તારને જોડતો રજત ફટાફટ આઇસક્રીમ પુરી કરવા લાગ્યો.

રજતની વાતો પરથી હેત્વી સમજી ગઇ હતી કે જરૂર મનમાં બહુ મોટો ભાર છે આથી તેણે રજતસરના મનની વાતને જાણવાનું મનોમન નક્કી કરી લીધુ.

એક સાંજે બન્ને મીટીંગ હોવાથી ઓફિસે હતા. અન્ય સ્ટાફ નીકળી ગયો હતો આથી આજે હેત્વીને યોગ્ય સમય લાગતા તેણે રજત સાથે વાત કરવાનુ નક્કી કરી લીધુ અને તેના પગ કેબિન તરફ ઉપડ્યા. “સર મે આઇ કમ ઇન?” “યસ આવ હેત્વી. નાઉ ઇટ ઇઝ એઇટ ઓ ક્લોક એન્ડ આઇ થીંક નાઉ યુ શુડ લીવ એટ હોમ. યુ મે ગો હેત્વી.” “સર હું અહી રજા માંગવા આવી નથી. એક ઇમ્પોર્ટન્ટ મેટર ડીસ્કસ કરવા આવી છું. મે આઇ?” “યા વ્હાય નોટ?” “સર મારે કહેવુ તો ન જોઇએ છતા પણ કહી રહી છું, મતલબ તમને પુછી રહી છું કે સર તમારા જીવનમાં શું પ્રોબ્લેમ છે? મારા જન્મદિવસે આપનુ વર્તન ઠીક ન લાગ્યુ, અરે હું જ્યારથી આ ઓફિસમાં આવી છું ત્યારથી મને તમારા વર્તન ઠીક લાગતુ નથી. મે માર્ક કર્યુ છે કે તમે મારાથી દૂર જ ભાગો છો. સર મને જોઇને તમને શું લાગણી થાય છે? સ્ટાફ આખો તમારી પીઠ પાછળ વાતો કરે છે કે સરને નક્કી મેન્ટલી પ્રોબ્લેમ છે, પણ મને એવુ નથી લાગતુ.” “હેત્વી આ મારી પર્શનલ મેટર છે. આ સ્ટાફમાં કોઇને મારા વિષે બહુ ખબર નથી પણ તારી મારા પ્રત્યેની આત્મીયતા જોઇ હું તને બધી વાત કહીશ. હેત્વીએ કોફી બનાવી અને રજતે પોતાની અને મીનાક્ષીની બધી વાત તેને કરી. તે બન્ને પહેલી વખત મળ્યા ત્યારથી શરૂ કરીને રજત તેને છોડીને દિલ્હી આવી ગયો ત્યાં સુધીની વાત હેત્વીએ આરામથી સાંભળી. “સર હું એમ નહી કહું કે મીનાક્ષી સાચી છે અને તમે ખોટા છો અને સાથે એમ પણ નહી કહું કે તમે પણ તદ્દન સાચા છો. લાસ્ટ ટાઇમ તમારે એક વખત તો તેની વાત સાંભળવી હતી. તે શું કહેવા માંગતી હતી તે તો તમારે જાણવું હતુ. સાયદ તે એવુ કહેવાની હોય જેના કારણે તમારા મનમાં તેના પ્રત્યે રહેલી બધી દ્વિધાઓ દૂર થઇ જાત. માનુ છું કે ગુસ્સો આવે ત્યારે માણસ સારા સારી બધી ભૂલી જાય છે પણ તમારા બન્ને વચ્ચે પ્રેમ હતો તો થોડુક તો તેને સાંભળવી હતી. તમારો ગુસ્સો પણ તમારી જગ્યાએ સાચો હતો પણ મને એક વાત કહો કે અહી દિલ્હી આવ્યા પછી પણ શું તને મીનાક્ષીને ભૂલી શક્યા? સર હજુ તમારા મનમાં તેના પ્રત્યે પ્રેમ છે જ, અરે ઉલ્ટાનુ બન્ને દૂર છો એટલે પ્રેમ વધ્યો છે ત્યારે જ તો નાની નાની વાતોમાં તમે મીનાક્ષીને યાદ કરવા લાગો છો, તેની સાથે વિતાવેલા સમયની ઘટનાઓના તારને વર્તમાનની ઘટનાઓ સાથે જોડી દો છો. સર એક વાત કહીશ કે જો તમે મીનાક્ષીના આટલા પ્રેમમાં છો તો એ પણ તમને આટલા તો ચાહતી જ હશે. આવો પ્રેમ કિસ્મતવાળાને મળે છે સર. ભૂલ ન કરો, હજુ મોડુ થયુ નથી. જાઓ મુંબઇ અને પકડી લો તમારી મીનુનો હાથ.” હેત્વીના એક એક શબ્દ રજતના મન પર મંત્રનું કામ કરી રહ્યા હતા. તેને પોતાની ભૂલ સમજાઇ ગઇ. તે કાંઇ પણ બોલ્યા વિના ત્યાંથી ભાગ્યો. હેત્વી સમજી ગઇ હતી કે રજત સર ક્યાં જાય છે. તે પણ આંખમાંથી આંસુને પોંછતી પોતાનું બેગ હવામાં ઉછાળતી ઘર તરફ નીકળી ગઇ.

*****