સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 - પ્રકરણ - 1 Govardhanram Madhavram Tripathi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

શ્રેણી
શેયર કરો

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 - પ્રકરણ - 1

સરસ્વતીચંદ્ર

ભાગ : ૪ - ૩

સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૧ : ચિરંજીવશૃંગના શિખર ઉપર ચંદ્રોદય

ચિરંજીવશૃંગ સુંદરગિરીનાં સર્વ શૃંગોમાં ઊંચામાં ઊંચું હતું અને યદુશૃંગની પાછળ આવેલું હતું. છતાં યદુશૃંગ અને ચિરંજીવશૃંગ વચ્ચે ઊંચાનીચા ખડકોમાં, ખીણોમાં અને ઝાડો ને તાડોનાં જંગલોમાં થઈને જવાનો બે કલાકનો માર્ગ હતો. એ શૃંગના શિખર ઉપર એક મહાન ગોળ કિલ્લા જેવી પણ સ્વાભાવિક ખડકોની ભીંત હતી, અને બે ગોળ ભીંતની વચ્ચે પહાડના પથરાઓમાં મોટી મોટી ગુફાઓ હતી. આમાંની કેટલીક ગુફાઓ સ્વાભાવિક હતી અને કેટલીક મનુષ્યની કારીગરીએ કોતરી કાઢી હતી. આવી આશરે પચાસ પોણોસો ગુફાઓ હશે. તેની વચ્ચે એક નિર્મળ અને મીઠા પાણીનો સાંકડો ઝરો વરસાદના આધાર વિના બારે માસ રહેતો, અને તેની આસપાસ ઊંચા પથરા આવેલા હોવાથી તેમાં સૂર્યનો પ્રકાશ જતો, પણ તડકો તો ખરા મધ્યાહ્ને પણ જઈ શકતો ન હતો. એ ઝરો દસ પંદર ગુફાઓની વચ્ચે થઈને વહેતો, એક બે ગુફાઓની તો પ્રદક્ષિણા જ કરતો, અને તે છતાં તે કંઈક એવી રીતે આવેલો હતો કે એની પાસની ગુફાની એમાં બારી પડતી હોય તો બીજી પાસની ગુફાની પછીત પડે. કેટલીક ગુફાઓની તળે થઈને અને કોઈની વચ્ચે થઈને પણ તે વહેતો હતો.

સર્વ ગુફાઓમાં મોટી ગુફાની ઉપર તો બે માળ હતા અને તેના ઉપર અગાશી હતી. એ અગાશી જાડા પાકા કાળા પથ્થરની હતી અને ત્યાંથી આ શૃંગની અને પર્વતની ચારે પાસ દૃષ્ટિ જતી હતી. એની નીચેનો માળ પથ્થરના જાડા જાડા થાંભલા ઉપર હતો અને થાંભલાઓની વચલો ભાગ ઉઘાડો હતો, પણ ચિરંજીવશૃંગના કિલ્લા કરતાં ઊંચો ન હતો. આ માળના થાંભલાઓમાં બૌદ્ધકાળના કેટલાક બનાવોનાં ચિત્ર કોતરેલાં હતાં. તેની નીચેના માળને એક પાસ ભીંત હતી અને ત્રણ પાસ થાંભલા હતા. એ ભીંતે પાંચ યોગારૂઢ પણ ધનુષ્યબાણધારી પુરુષોની મૂર્તિઓ હતી. તેને કોઈક પાંડવોની મૂર્તિઓમાં લેખતા અને કોઈકના મત પ્રમાણે અશોક મહારાજના રાજ્યમાં ને તે પછી મળતા સમાજોના કેટલાક મહાત્માઓની આ મૂર્તિઓ હતી. છેક નીચલા માળને ત્રણ પાસ ભીંતો હતી અને એથી પાસ ઝરો હતો. ઝરો અને ગુફા વચ્ચે પગથિયાં અને લાંબા પગ મુકાય એટલા ઓટલા હતા. તે ઓટલા ઉપર ઝરાની લગોલગ થઈ ગુફાની બહાર જવાનું હતું. ઝરાની સામી પાસ મોટી ઊંચી પથ્થરની ભીંત હતી. ઝરામાં વચ્ચે વચ્ચે કમળ હતાં. તેને છેક ઉપલે માળેથી જોડેની ગુફામાં જવા-આવવાનો પથ્થરનો પુલ હતો, અને એ પુલની તળે ઝરો અને બે પાસ આ ગુફાઓની પછીતોની બારીઓ પુલથી સંધાતી હતી. આ ગુફાનું નામ સૌમનસ્યગુફા હતું.

વિષ્ણુદાસની આજ્ઞા પ્રમાણે સરસ્વતીચંદ્રને આ ગુફામાં આણવામાં આવ્યો. તે વેળા સાયંકાળ થવા આવ્યો હતો, અને સૂર્યાસ્ત થયો હતો પણ દિવસ દેખાતો હતો. ઝરાની પાસેપાસે થઈને સરસ્વતીચંદ્ર, રાધેદાસ, જ્ઞાનભારતી અને બીજા બે-ત્રણ બાવાઓ આ ગુફામાં આવ્યા. આ બાવાનાં નામ સુંદરદાસ, સુરદાસ અને માયાપુરી એવાં હતાં. તેઓ મઠના મધ્યમાધિકારી હતા. તેમની સાથે પાણીનાં પાત્ર અને ફલ અને કંદના સંગ્રહ રાખી લીધેલા હતા. ગુફા પાસેના ઓટલાઓ ઉપર સંભાળથી ચાલતા સર્વ પગથિયાં ઉપર ચડી પાસે બેઠા. જ્ઞાનભારતીએ વાત કાઢી :

‘નવીનચંદ્રજી મહારાજ, આ ગુફાનું નામ સૌમનસ્યગુહા છે. આ તેના તળિયાનો ભાગ સર્વ પ્રવાસી સાધુઓને માટે છે. ઉપલો ભાગ સિદ્ધદર્શનના અધિકારીઓને માટે છે. અનધિકાીર જન માળ ઉપર રાત્રિ ગાળે તો તેને ભૂતપ્રેતાદિ દુષ્ટ સત્ત્વો પ્રત્યક્ષ થાય છે, અને જોનાર બીજે દિવસે ઉન્મત્ત થઈ પાછો ફરે છે ને ક્વચિત્‌ જીવ પણ ખૂએ છે. સાધારણ મનુષ્યને આ સ્થાન દિવસે પણ ભયંકર લાગે છે અને સાથે ઝાઝો સંગાથ ન હોય તો લોક એકલદોકલ અહીં આવતા નથી. પણ યોગીજનોને અને તપસ્વીઓને માટે આ સ્થાન ઉત્તમ છે અને અનેક અપાર્થિવ સંસ્કારોનું પ્રદીપક થાય છે. આપને અહીં પંચરાત્રિ ગાળવાની છે તે ઉપલા માળ ઉપર શુભ વસ્તુના વિચારમાં ગાળવાની છે. આપની સેવા માટે અમ સાધુજનો રાત્રિદિવસ આ છેક નીચલા સ્થાને જ નિવાસ કરીશું, બોલાવશો ત્યારે ઉપર આવીશું, અને આજ્ઞા કરશો તેનું પાલન કરીશું.’

આ વાત ચાલે છે એટલામાં ઝરાંમાંનું પાણી એક સ્વચ્છ પાત્રમાં એક જણે આણ્યું ને સર્વેને પાયું. થોડી વાર બેસી સર્વ ઉપર ચડ્યો. ભીંતમાં ને ભીંતમાં થઈ ઉપર જવાની એક સીડી હતી તે ઉપરથી ઉપલે પ્રથમ માળે અને ત્યાંથી તેની ઉપલે માળે ચડ્યા. આ માળે થાંભલાઓની આસપાસ અને માળની ચારેપાસ બેઠકવાળો ઓટલો હતો અને વચ્ચોવચ પથ્થરની ઊભી નિસરણી હતી તેમાં થઈને અગાશીમાં જવાનું હતું. અગાશીમાં વરસાદ આવી શકતો હતો તેથી થોડી થોડી લીલોતરી ઊગી હતી. સાધુજનોએ ત્યાં ઝાડીઝાપટી સાફ કર્યું, અને તળેને માળે ઓટલા પણ સાફ કર્યા, પાણીનું પાત્ર મૂક્યું અને ચંદ્રોદય થતાં પહેલાં આજ્ઞા માગી નીચે ગયા. નીચે જતાં જતાં રાધેદાસ ઊભો રહ્યો ને બોલ્યો : ‘જી મહારાજ ! આ સ્થાનમાં પ્રતિધ્વનિ એટલો બધો થાય છે કે વાત નહીં. પણ ઉપરના માળનો ધ્વનિ નીચલે માળે સંભળાતો નથી અને અમને બોલાવવા હોય તો નીચેના દ્વારની ભણી, સામા ઓટલા આગળ આવી, ઝરા ભણી નીચું જોઈ, થોડોક સ્વર કરશો તો પણ છેક નીચેથી અમે સાંભળીશું.’

સર્વ ગયા. સરસ્વતીચંદ્ર એકલો પડ્યો. મિત્રોના પત્રોનું પોટકું માત્ર તેની બગલમાં હતું. ઉપર જઈ અગાશીમાં ચારેપાસ દૃષ્ટિ કરી તો પૃથ્વીની ગોળ મર્યાદા અને ગોળ આકાશ તેની દૃષ્ટિમાં સમાઈ ગયાં. અગાશી વચ્ચોવચ એક લાંબી શિલા લીલી ઘાસવાળી હતી તે ઉપર બેઠો.

‘ર્દ્ગુ,

ૈં ટ્ઠદ્બ ંરી ર્દ્બહટ્ઠંષ્ઠરર્ ક ટ્ઠઙ્મઙ્મ ૈં જેદૃિીઅ,

સ્અ િૈખ્તરં ંરીિી ૈજ ર્હહી ર્ં ઙ્ઘૈજેંજ !’

કેવું ભવ્ય એકાંતસ્થાન ! ગુરુજીએ મને અહીં મોકલવાનું એક પ્રયોજન કહેલું છે. ચંદ્રાવલીએ બીજું કહેલું છે, અને મારું હૃદય તેમાંનાં એક ઉપર પણ વિચાર કરવાને આજ અશક્ત છે. શા શા વિચાર કરું ? ચંદ્રકાંતના ? ગંગાના ? સંસારીલાલના ? ઉદ્ધતલાલના? તરંગશંકરના ? વીરરાવના ? ઘરના ? પિતાના ? ધૂર્તલાલના ? ગુમાનબાના ? અથવા સર્વ વિચારને ડુબાડનાર કુમુદના ?

કુમુદસુંદરી ડૂબી ગયાં ! તે અહીં ક્યાંથી હોય ? - મધુરીમૈયા સર્વાકારે તેના જેવાં છે - તેમનું ગાયન, એ ગાયનનો વિષય, અને તેમનો સ્વર કુમુદસુંદરીના જેવા જ છે ! પણ ચંદ્રાવલીમૈયાએ દર્શાવેલા માર્ગ કુમુદસુંદરીનાથી ઊલટા છે - તે તે માર્ગ સ્વીકારે એ અશક્ય છે.

પિતા મારે માટે વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધિસૂચન છપાવે છે ! પ્રમાદધન અને સૌભાગ્યદેવી ગયાં ! - સુરગ્રામના મહેતાજીએ વર્તમાનપત્રો વંચાવ્યાં ! મારા દેશની રાજકીય વિપત્તિઓ તેણે મારી પાસે ખડી કરી ! મુંબઈ ! તારા યજ્ઞનો હું ઋણી છું !’

‘જાવું છે જી ! જોવું છે ! જાવું છે જરૂર !’

સુરગ્રામના મંદિરનાં દર્શન પુનઃ પ્રત્યક્ષ થયાં.

‘એક દિન પંખીસેં ઊડ જાવું !’

‘પંખી ઝાડની એક ડાળથી બીજી ને બીજીથી ત્રીજીએ ઊડીને બેસે તેમજ મેં કર્યું છે - ચિરંજીવશૃંગ ઉપર હું પક્ષી થઈ આવ્યો - પરમાત્મા ! મારે અહીંથી ક્યાં ઊડવાનું છે ?’

થોડી વાર વિચારશૂન્ય મૌન ધર્યું. અંતે સુરગ્રામમાંનું પદ સાંભર્યું. ‘જલસુત વિલખ ભયે ! સુરતબિન જલસુત વિલખ ભયે !’

રાત્રિના જલસુત ! કુમુદ ! શું તું આમ વિલખ છે ? અથવા રાણાએ મીરાંજીને માટે વિષ મોકલ્યું હતું તેમ મેં તારો ત્યાગ કરી પત્ર મોકલ્યો ને પ્રમાદને સોંપી - તે બે કામના બે પ્યાલામાં શું વિષ હતું ? - ઉદાર કુમુદસુંદરી ! મેં ઝેર મોકલ્યું પણ તમે શું કર્યું?

‘વિખના પ્યાલા રાણાજીએ મોકલ્યા; સાધુસંગત મીરાં અટકી;

હરિચરણામૃત કરી પી ગઈ મીરાં જેસી જાનત અમૃત ઘટકી !’

એ ગાનારીના ઊંડા હૃદયશલ્ય વચ્ચે અને તારા હૃદયશલ્ય વચ્ચે કાંઈ ભેદ નથી! કુમુદ ! તારું ઉદારચરિત ચંદ્રાવલી જેવાં વિરક્ત સાધ્વીના હૃદયને કંપાવે તો તેમાં કાંઈ નવીનતા નથી.’

તેના કાનના પડદા સાથે બિન્દુમતીનો સ્વર ઝપટાયો :

‘વૃંદાવનમેં મિલ ગઈ મોહન,

છૂપ રહી રાધે જ્યું પ્યારી !

આવત મોરી ગલિયનમેં ગિરધારી !’

સરસ્વતીચંદ્ર ચમક્યો. ‘એમ જ શું કુમુદસુંદરીને છુપાયેલાં મારે જોવાનાં રહ્યાં ? એ મને શું કહેશે ? હું એમને શો ઉપદેશ કરીશ ? કેવી ક્ષમા માગીશ ? બુદ્ધિધનના ઘરમાં જે અંકુશ હતો તેથી હું અને એ ઉભય આ સ્થાનમાં મુક્ત છીએ. એ મુક્તપણું તે જ ભયરૂપ છે. પ્રીતિયજ્ઞ - અદ્વૈતયજ્ઞ વિહારપુરી અને ચંદ્રાવલીના જેવો - શું અમારાથી સાધ્ય નહીં થાય ? પ્રમાદ ગયો - લક્ષ્યધર્મ અને પાશ્ચાત્યધર્મ જુદે જુદે માર્ગે લઈ જઈ એક જ સ્થાનમાં આણે છે ! આર્યસંસારના વ્યવહારનું ધર્મશાસ્ત્ર જુદું છે. આ ભેખ લઈ મેં સંસારના વૈભવનો ત્યાગ કર્યો છે - સંસારના ધર્મનો ત્યાગ નથી કર્યો. સંસારના સંપ્રત્યયથી હજી મારું હૃદય મુક્ત થતું નથી. ત્રણે સ્થાનના ધર્મ જળવાય એવો શો માર્ગ લઉં ? - કુમુદ ! તારા મનમાં શું હશે ? તારા હૃદયમાં લખભોગની વાસનાઓ ભરી હોય તેને તૃપ્ત કરવામાં મારે જે ધર્મસંકટ હતું તે પ્રમાદના મૃત્યુથી શાંત થયું છે. જો મેં કરેલા પાપને લીધે હવે મારો ધર્મ તને તૃપ્ત કરવાનો જ હોય તો લોકાપવાદનો ભય માથે વહોરી લેવો એ ધર્મ પણ શું પ્રાપ્ત થતો નથી ? તારી આવી વાસનાઓનો નાશ કરવાનો તારા ઉપર બળાત્કાર કરવો એ શું મારે માટે ધર્મ્ય છે ? - અથવા આ સર્વ વિચારો શું મારા પોતાના જ હૃદયમાંથી અજ્ઞાત વાસનાઓ અજ્ઞાત ઉદય નથી જણાવતા ? ૈંજ ર્હં દ્બઅ ુૈજર કટ્ઠંરીિ ર્ં ંરીજી ંર્રેખ્તરંજ ?ર્ િં, ટ્ઠિંરીિ, ટ્ઠદ્બ ૈં ર્હં ર્હુ જેષ્ઠષ્ઠેદ્બહ્વૈહખ્ત ર્ં ંરી િેજરર્ ક દ્બઅર્ ુહ ઙ્મટ્ઠીંહં ુૈઙ્મઙ્મ-ર્ુીિ ૈંજીઙ્મક ? ૐીટ્ઠદૃીહ ાર્હુજ ુરૈંરીિ ૈં ટ્ઠદ્બ ઙ્ઘિૈકૈંહખ્ત !’

ચંદ્રોદય થયો. ચૈત્ર સુદ એકાદશીની આ રાત્રિ હતી, અને પોણું ભરેલું ચંદ્રબિંબ પૂર્વદિશાની ક્ષિતિજરેખાથી કેટલેક ઊંચે ઊગ્યું અને સૌમનસ્યગુહાની અગાશીમાં તેનાં કિરણ વાંકાં ઊંચાં થઈ આવવા લાગ્યાં. પર્વતની પૂર્વ તળેટીનો અને રત્નનગરીના માર્ગનો તેમ મૃગજળનો દેખાવ રાત્રિથી ઢંકાતો હતો, છતાં ચંદ્રિકાથી નવીન સ્પષ્ટતા ધરતો હતો. સ્ત્રીના અંગને ન ઢાંકે ને ન પ્રત્યક્ષ કરે એવી ઝીણી મલમલની મોટી ચાદર પેઠે સૃષ્ટિ ઉપર ચંદ્રિકા ઢંકાતી હતી અને ચતુર રસિક જનની આંખને અણસારા કરતી હતી. સરસ્વતીચંદ્ર અગાશીની પશ્ચિમ પાસે ગયો. પોતાની ગુફાની પાછળ ઝરો, તેની પાછળની ગુફાની ઊંચી પછીત, એ પછીતમાંની એકલ બારી, અને પછીતો વચ્ચેનો પુલ, એ એકાંત શાંત દેખાવથી એનું હૃદય કંઈક શાંત થયું. એ શાંતિથી, માખીઓ ઊડી જાય એમ, વિચાર શાંત થયા અને છેક આઘે પશ્ચિમ સમુદ્રની કાળી રેખા જેવો લાગ્યો. આંખ એ જ દિશાએ ઠરી અને પોતાની ગુફાથી સમુદ્રરેખા સુધી હેરાફેરા કરવા લાગી. એ હેરાફેરા કરતાં જોડેની ગુફાના મથાળાના ધાબામાંના દાદર જેવા ભાગમાં દીવાનો પ્રકાશ દેખાયો. એ પ્રકાશથી વળી વિચાર જાગ્યા. વિચાર જાગતાં વચલા પુલ આગળથી બારીમાં દૃષ્ટિ પડી ને પુલ ઉપર પડી. બારીમાં દીવાનો પ્રકાશ દેખાયો. એ પ્રકાશ પુલ ઉપર લંબાતો હતો. પુલ બાળકના ઘોડિયાના આકારના, વગરઘડેલી શિલાઓ ગોઠવી કરેલો હતો. સરસ્વતીચંદ્ર અગાશીમાંથી નીચે ઊતર્યો અને પોતાના ભણીની પુલની પાસની બારીમાં દૃષ્ટિ કરે છે તો તેમાં સ્ત્રીનો આકાર દેખાયો, દેખાતાં એ પળવાર ઓઠે આંગળી મૂકી ઊભો રહ્યો, તે તરત જ દૂર ખસી ગયો.

ઉત્તર પાસને ઓટલે ઉશીકાને સ્થાને એનું પોટકું હતું. સાધુજનોએ એના શયનને માટે પથ્થરના ઓટલા ઉપર એક ભગવું વસ્ત્ર પાથર્યું હતું અને પાસ જળફળ રાખ્યાં હતાં, ત્યાં આગળ એ વિચારમાં પડી બેઠો. પોતે વિચારમાં છે કે વિકારમાં તેનો વિચાર કરવા લાગ્યો. પુલ ભણીથી આંખને પાછી ખેંચી લીધી. પણ કાન તો એણી પાસે જ રહ્યા. ચંદ્ર ઊંચો ચડ્યો અને આ માળમાંથી પણ દેખાવા લાગ્યો. પર્વતના શિખર ઉપરનો પવન સમુદ્રનાં ઊછળતાં મોજાં પેઠે ગાજવા લાગ્યો. તાડોનાં ને ઝાડોનાં પાંદડાંના ખડખડાટ કાનમાં વીંઝાવા લાગ્યા. સરસ્વતીચંદ્ર એકલા ચંદ્રને જ જોઈ રહ્યો અને સ્વરમાત્રને સાંભળવા લાગ્યો. પુલ ભણીથી પણ કંઈક સ્વર આવવા લાગ્યા, આવતા સાથે હૃદયને ઉછાળવા લાગ્યા, અને ઊછળેલા હૃદયમાંની જિજ્ઞાસાએ એને ઉઠાડ્યો પુલ પાસે આણ્યો, અને સર્વ સ્વરોને ભુલાવી પુલ ભણીથી આવતો સ્વર સાંભળવા તેને પ્રેર્યો. પુલની પેલી પાસ બારીમાં દીવાના પ્રકાશ વિના કાંઈ દેખાતું ન હતું, આણીપાસની બારીની સાખ સાથે લપાઈ બાઝી રહી, કાન અને હૃદયને ઊંચા કરી, અન્ય વિચારોનો ત્યાગ કરી, આતુરતાની મૂર્તિ જેવો સરસ્વતીચંદ્ર પથરાઓમાં પથરા પેઠે જડ જેવો સ્તબ્ધ થઈ ઊભો રહ્યો.