Rochak Kavyo Ashok Vavadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Rochak Kavyo


રોચક કાવ્યો

અશોક વાવડીયા

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

૧૦ એપ્રિલ ૨૦૧૫

આજે હું બેતાલીસ વર્ષ પૂરા કરી

તેતાલીસમાં વર્ષમાં પ્રવેશી રહ્યો છું.

ખાટી મીઠી યાદો સાથે જીવનમાંથી

એક વર્ષ ઓછું થવા છતાં વિતેલા વર્ષોથી સંતોષ છે મને...

આગળ બચેલા વર્ષોને હું જે ગતિ અને સ્થિતિમાં છું,

એજ ગતિ અને સ્થિતિમાં પસાર કરી લઉં એવી ઈશ્વરથી પ્રાર્થના...

અનુક્રમણિકા

૧.એ વાતને...!!!

૨.કોણ માનશે...???

૩.તુ જ ભગવંતછે...!!!

૪.ઈશ્વર રજામાં હોય છે...!!!

૫.સ્વમાન ખાતર નમવું ફાવે નૈ...!!!

૬.ખુ શી બસ વેંત છેટી છે...

૭.મનને કેમ ફાવે બાંધવું !!!

૮.વળગણ હશે...!!!

૯.રોચક તર્ક છે...!!!

૧૦.અધૂરી આશ લઈને...!!!

૧૧.લોટરી લાગી શકે...!!!

૧૨.જાહેરમાં જોકર નથી મળતો...!!!

૧૩.કંઈ આગળ નથી...!!!

૧૪.પ્રભ ુ દેખાય નૈ...!!!

૧૫.વામ વચ્ચેછું...!!!

૧૬.ત્યાગવાનું શીખી જા...!!!

૧૭.વામન વિચારી...!!!

૧૮.અંદર પ્રવેશો...!!!

૧૯.જિંદગીજી ધીમે ચાલો...!!!

૨૦.બાપડું દિલ...!!!

૨૧.જન્મોજનમ આવી શકું...!!!

૨૨.રાગ ખળખળ...!!!

૨૩.વિસ્તરણ કરવું પડે...!!!

૨૪.કવિતા ઉગે...!!!

૨૫.જેવો છું, એવો રહું...!!!

૨૬.લગીરે ભય નથી...!!!

૨૭.જે પણ થવાનું હશે, એ થવાનું ...!!!

૨૮.હિસાબો થાય છે...!!!

૨૯.ઈશ્વર છે ???

૩૦.સમયની માંગ...!!!

૩૧.દ્વાર ખખડાવો હવે...!!!

૩૨.ફાવશે કે કેમ ???

૩૩.મોતથી ડરતો નથી...!!!

૩૪.મોજે-મોજ ભીતરમાં ...!!!

૩૫.ભારે કરી...!!!

૧. એ વાતને...!!!

વાળવાની હોય છે એ વાતને, ટાળવાની હોય છે એ વાતને.

ખૂ બઝીણા એક ગરણેથી સદા, ગાળવાની હોય છે એ વાતને.

કોઈને જો આપો,તો આપ્યાપછી, પાળવાની હોય છે એ વાતને.

થઈ રહંયુંહો જો ગલત એ વાતથી, ખાળવાની હોય છે એ વાતને.

સારી,સામાજિક ને હોુપયોગની, ઢાળવાની હોય છે એ વાતને.

૨. કોણ માનશે...???

મારૂંય માનપાન હતું, કોણમાનશે ? એથી વધું ગુમાન હતું, કોણ માનશે ?

હાઈકુ, ગીત, છંદ, ગઝલ, કાવ્યને ભુલી, એની જ પર તો ધ્યાન હતું, કોણ માનશે ?

ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા, હા, એ સરસ તો ગાન હતું, કોણ માનશે ?

હું તો હજી ય શોધુ છું દરિયે, જુઓ દ્‌વિધા, તટ પર તો, આ રૂવાન હતું, કોણ માનશે ?

કાયમ હશે ગુમાન તને કીર્તિ, સિધ્ધિનું, ખુદપર મનેય માન હતું, કોણ માનશે ?

૩. તુ જ ભગવંતછે...!!!

તારી, તારા સાથેની આ જંગ છે, જીતી રહ્યો છે, એટલો આનંદછે.

શોધવાનો રહેવા દે તું અહિતહીં, સંત પણ તું છે, ને તુ જ ભગવંતછે.

શ્વાસ ધીમા લઈ રહ્યો છે એક જણ, કોઈ કે મરવાનો, હું કૌ સંતછે.

આપણો બસ દેહ ઘરડો થાય છે, આપણો આત્માસદાયે યંગ છે.

ભય છે કે મારી ગઝલમાં ભૂલ હોય, ગાલગાગા આ ગઝલનો છંદ છે.

૪. ઈશ્વર રજામાં હોય છે...!!!

હોય છે, ત્યારે મજામાં હોય છે, જ્યારે મન ઈશ્વર નશામાં હોય છે.

એટલે ફરકે છે કાયમ ટોચ પર, વાસ ઈશ્વરનો ધજામાં હોય છે.

જ્યારે પણ આવી ચડે છે આપદા, ત્યારે બસ ઈશ્વર રજામાં હોય છે.

કોઈનું આવી ગયેલું હોય છે, કોઈનું સુખ આવવામાં હોય છે.

કોઈનું આગળ રવાના થઈ ગયું, કોઈનું દુઃખ, બસ જવામાં હોય છે.

ક્યાં મજા છે માંગવામાં એટલી, જેટલી કંઈ આપવામાં હોય છે.

૫. સ્વમાન ખાતર નમવું ફાવે નૈ...!!!

આ રોજેરોજ આવું મરવું ફાવે નૈ, ખભે લઈ દર્દ આગળ વધવું ફાવે નૈ.

મને જોડીને કર, કરગરવું ફાવે નૈ, ને ખોટું કોઈનું પણકરવું ફાવે નૈ.

હળાહળ આ જગતનું ઝેર આપો, પણ, ગળામાં નાગ નાખી ફરવું ફાવે નૈ.

મને આપી શકે તો આપજે ઊંંડાણ, હવે આ છીછરામાં તરવું ફાવે નૈ.

કરૂં સન્માન મારે આંગણે આવો, અહીં સ્વમાન ખાતર નમવું ફાવે નૈ.

૬. ખુશી બસ વેંત છેટી છે...

ભીતરની શાં તઈચ્છાઓ જગાડી લે, તું પણ ગાજરની પિપૂડી વગાડી લે.

દરદ સઘળાં પછાડી છોડી આવ્યા તો, ખુ શી બસ વેંત છેટી છે, અગાડી લે...

રમતમાં જિંદગી હારીને બેઠા હો, વધારે આથી કોઈ શું બગાડી લે.

પ્રભુ ને ત્ય પોઢાડે - જગાડે તું, કદી તું માયલાને પણ જગાડી લે.

હજુંજોઈ શકાશે બાળપણ તારૂં, ફરી તું રીલ યાદોની વગાડી લે.

૭. મનને કેમ ફાવે બાંધવું ...!!!

બહુ જરૂરી હોય છે ત્યારે કલમનું ચાલવું, જ્યારે ને જ્યાંઊંગે અંદરની તરફમાં કૈં નવું .

સાધના કરવી પડે છે એકએક શબ્દોની અહિ, રોજ કાગળ પર નથી હોતું સુખન*નું આવવું .

જેમ આવે કોઈ આફત,ના અચાનક આવ તું, થાય સૂ રજ એમ, ધીમે... ધીમે... તેજોમય થવું .

હોય મનમાં એ વિચારોને રજૂ કરવા પડે, હાથ હો તો બાં ધુ, મનને કેમ ફાવે બાં ધવું .

પ્યાસ પ્યાલાની ને સામે આખું રેગ્િાસ્તાન છે, કેટલું આ ઝાં ઝવાના નીર પાછળ ભાગવું.

૮. વળગણ હશે...!!!

ઘડપણ હશે, વળગણ હશે.

જીવન તણું, સગપણ હશે.

શું શ્વાસ એ, બળતણ હશે ?

આડી ઉભી, અડચણ હશે.

પાયલ નથી, રણઝણ હશે.

ઈશ્વર બધે, કણકણ હશે.

૯. રોચક તર્ક છે...!!!

ન આવ્યા એ, છતાં એ આંગણે.! હકીકત, ડ્રીમમાં રંગો ભરે.!

હડપ્પન કાળના અસ્થિ છું, તોય- ડીએનએ શોધ સૌ વેલિડ ગણે.!

પ્રમોશન સ્વર્ગનું મળશે જરૂર, પહેલાં ! કા તને, યા તો મને.!

અહીં આવ્યો છું ખાલી હાથ હું, હતી ફીલિંગ ! ટાંગી છે ઘરે.!

હયાતી “ઈશ”ની રોચક તર્ક છે, રખેને રોંગ, રીયલ પણ બને.!

૧૦. અધૂરી આશ લઈને...!!!

જરા ઊંભો રહ્યોશું શ્વાસ લઈને, બધાં પૂછે શું આવ્યો આશ લઈને ?

સમયસર દર્શનાર્‌થે આવી ઊંભો, કહે છે સૌ કે આવો પાસ લઈને.

ફરજ સમજી અરજ લઈ એક આવ્યો, પરત નહિ મોકલે નો ક્યાસ લઈને.

કાં બોલાવી લે, તું કાં દર્દ લઈલે, ભટકવું કેટલું આ લાશ લઈને.

કહું હું એટલું આપી દે ઈશ્વર, અધૂરી આશ, આવ્યો ખાસ લઈને.

૧૧. લોટરી લાગી શકે...!!!!

લોટરી લાગી શકે...!!!

ભાગ જીવા ભાગ તું ભાગી શકે, અથવા તો સંસારને ત્યાગી શકે.

તપ કરે એને મળે એવું નથી, કર્મથી પણ લોટરી લાગી શકે.

આપવાનું તું પહેલાં શીખી જા, એ પછીથી માંગ, તું માંગી શકે.

ટાળવું ટાળી શકે તો એટલું, એક કડવું વેણ પણ વાગી શકે.

ગાલગાગા આ ગઝલનો છંદ છે, એજ લયમાં રાગ તું રાગી શકે.

૧૨. જાહેરમાં જોકર નથી મળતો...!!!

મળે છે લાશ અક્કડ, માનવી અક્કડ નથી મળતો.!

પતે સર્કસ પછી, જાહેરમાં જોકર નથી મળતો.!

હતો તારી જ અંદર, ને છતાં અંદર નથી મળતો.!

ફરે શું કામ મંદિર ! ત્યાંકદી ઈશ્વર નથી મળતો.!

અનાદી કાળથી લોકો કહે નભથી ઉપર છે સ્વર્ગ,

છું તલપાપડ, જવાને સ્વર્ગમાં, દાદર નથી મળતો.!

જરા ઝુકવું પડે પુષ્કળ જો આપે પામવું હો;

તો, અહીં અમથો, કદી કોઈને પણ આદર નથી મળતો.!

સમેટાઈ રહેવાની મજા, ક્યાં છે પ્રસરવામાં;

તમારા કદ પ્રમાણેનો કદી સ્તર નથી મળતો.!

વતન કાજે પ્રથમ મરવું પડે, કાયમ પુજાવાને;

કદી આડંબરીનો પાળિયો પાદર નથી મળતો.!

૧૩. કંઈ આગળ નથી...!!!

જે પણ ઘરોમાં પૂજ્યનો આદર નથી.! એવા ઘરોમાં ફૂલ છે, ફોરમ નથી.!

ખાવિંદ, જેના પણ ઘરે હાજર નથી; એના ઘરે પણ, આજનો ફાગણ નથી.!

મારા પ્રણયનો ગ્રંથ છે મારી ગઝલ, રદ્દી નથી, કે ફાલતું કાગળ નથી.!

તું સ્વર્ગ કે ! કે નર્ક કે એને સદા, અહિયા જ છે સઘળુંય, કંઈ આગળ નથી.!

એક કલ્પના એવી કરો “રોચક” છે; ને, એક કલ્પના એવી કરો “રોચક”નથી.!

૧૪. પ્રભુ દેખાય નૈ...!!!

આપણાં ની હૂંફ જ્યાં ફેલાય નૈ, ચાર દીવાલોને ઘર કહેવાય નૈ.

હોય છે ભીતર પ્રભુ બિરાજમાન, થાય, અનુભવ થાય; પણ દેખાય નૈ.

થાય છે આસાન પ્રશ્નો જેટલા, એટલા આસાન ઉત્તર થાય નૈ.

કોઈ કળી ખીલી હશે આ બાગમાં, વાયરો અમથો મજાનો વાય નૈ.

આંબા ડાળે લાગે વાસંતી અસર, પાનખરમાં આમ કોયલ ગાય નૈ.!

૧૫. વામ વચ્ચેછું...!!!

ધરાને આભ વચ્ચે છું, સરકતા ખ્વાબ વચ્ચે છું.

નથી ચડતો નશો સાકી, હું ગળતા જામ વચ્ચે છું.

દશા મારી જુઓ કેવી, કે ઘરને ઘાટ વચ્ચે છું.

નથી ભીતર, નથી બાહર, હું એવા દ્વાર વચ્ચે છું.

મળી છે જિંદગી કેવી ? સદેહે વામ વચ્ચે છું.

ઘણાં ભટકે છે ગામે ગામ, સુખી છું,ગામ વચ્ચે છું.

રવાના થઈ ગયો છું, બસ; ધરાને ધામ વચ્ચે છું.

ઉતાવળ તું કરે શાને, બચેલા કામ વચ્ચે છું.

૧૬. ત્યાગવાનું શીખી જા...!!!

કોઈના પ્રશ્નો સળગતા ઠારવાનું શીખી જા,

આ જ રીતે, દિલ તું સૌના જીતવાનું શીખી જા.

જંગ લડવી પડશે તારે જિંદગીભર એકલાં,

હારવાનું, જીતવાનું, ભાગવાનું શીખી જા.

મરવાનું કે મારવાનું ચાલતું રહેવાનું અહિ,

તું પ્રથમ વચ્ચે રહીને જીવવાનું શીખી જા.

મોહ-માયા-લોભ-લાલચથી ઉપર ઊંઠી,

હવે, એટલું કર બસ, કે સઘળું ત્યાગવાનું શીખી જા.

ધૂળ, કાંટાળા, ઉબડ-ખાબડ આ રસ્તેથી હવે,

એકલો હસતાં મુખે તું ચાલવાનું શીખી જા.

૧૭. વામન વિચારી...!!!

એક ઘાને બે કટકા થઈ પડતા ગયા, વામન વિચારી જે હતા મરતા ગયા.

છોને કહે પડતાને આખડતા ગયા, છે, ગર્વ છે આખર સુધી લડતા ગયા.

સામે વિરોધીઓ બની આવ્યા ઘણાં, આડાઅવળ રસ્તા નવા જડતા ગયા.

વિશ્વાસે, શ્વાસે જિંદગી આગળ વધી, રસ્તા બધા મં જીલ સુધી મળતા ગયા.

મળશે કદરદાનો અહીં થોડા ઘણાં, બસ એજ આશયથી ગઝલ લખતા ગયા.

૧૮. અંદર પ્રવેશો...!!!

કોઈ તો છે જીવતું અંદર પ્રવેશો, બહારની છોડો હવે ઝંઝટ પ્રવેશો.

એક ઘર ત્યારે જ મંદિર લાગવાનું, દ્વાર પર જ્યારે કરી વં દન પ્રવેશો.

આંખ છે સાબૂત તારી; એ છતાં પણ, ભાખવું ભીતર, બની સંજય પ્રવેશો.

જેવા છો, એવા તમે વર્તાય જાશો, ભૂ લથી પણ, જો કદી મં દર*પ્રવેશો.!

એટલા કંકરને પૂજ્યા છે, હવે તો, ભીતરે કંકરની, લ્યો શંકર પ્રવેશો.૧૮ ૧૯

૧૯. જિંદગીજી ધીમે ચાલો...!!!

જિંદગીજી ધીમે ચાલો કામ ઝાઝા બાકી છે, છું હજું રંભમાં, ને ગામ ઝાઝા બાકી છે.

છું પથિક પથ પર પહોંચ્યો પણ નથી મારા સુધી, ધામ તારૂં લેવું છે, પણ નામ ઝાઝા બાકી છે.

એય સાચું છે, કે ઘટઘટમાં રાજે રામ અહિ, આ સાબે ભજવા મારે રામ ઝાઝા બાકી છે.

તારા નામે પીવો મારે, નામ તારા છે અનેક, એ સાબે પીવા મારે જામ ઝાઝા બાકી છે.

જન્મ આપ્યો આ જગતમાં, તું હવે જીવાડજે, ચુકવું શે અહેસાન તારો, દામ ઝાઝા બાકી છે.

૨૦. બાપડું દિલ...!!!

આંખ વારંવાર વરસે કરવું શું ? પીડા આપોઆપ છલકે કરવું શું ?

ઘર સળગતું હોય તો ઠારી શકો, સ્વપ્ન આખી રાત સળગે કરવું શું ?

શૂળ ખટકે તો તમે કાઢી શકો, કોઈ એવી વાત ખટકે કરવું શું ?

કેદ ખાનામાં મળે જામીન પણ, માયલો જો જીદ પકડે કરવું શું ?

જો, તરસ લાગે તો પાણી પી શકો, બાપડું દિલ મ તરસે કરવું શું ?

અન્ય હો ડારોડફારો પણ કરો, શ્વાસ અંદર બહાર ભટકે કરવું શું ?

સ્નેહનું મજબૂત બંધન હો, ગમે; મોત બાહુપાશ જકડે કરવું શું ?

૨૧. જન્મોજનમ આવી શકું...!!!

આમ સ્પર્ધા, આપણી ટાળી શકું, યા તું ફાવે,

યા તો હું ફાવી શકું. પ્રેમ કે નફરત,

તને હો જે પસંદ; એ મુજબ, હું ખુદને પણ ઢાળી શકું.

યા તને, યા તુ જ વિરહની યાદને, તું કહે એને ઘરે લાવી શકું.

ચાહું છું; ને ચાહવા માટે તને, જન્મ શું ! જન્મોજનમ આવી શકું.

આખું આલમ કલ્પવૃક્ષો મય બને, બીજ એવું કોઈ એક વાવી શકું.!

૨૨. રાગ ખળખળ...!!!

લ્યો કરો સંવાદ અહિ તસ્વીર પણ બોલે છે, હોય આસ્થા તો સુ તેલા પીર પણ બોલે છે.

જ્યાં અધર્મીઓ ના બ્રહ્‌મમાસ્ત્ર પડે છે ટૂંકા, ધર્મનું ત્યાં એક નાનું તીર પણ બોલે છે.

ખૂબ પરસેવો પડે તું એટલી મહે નત કર, અંતમાં પરસેવાની તકદીર પણ બોલે છે.

હોય કલરવ, વન, પહાડો, ત્યાંજી વસવું છે, રાગ ખળખળ જ્યાં નદીના નીર પણબોલે છે.

એક વખત આવો તમે પણ આવશો વારંવાર, દીવ, પાટણ, કચ્છ, સાસણગીર પણ બોલે છે.

૨૩. વિસ્તરણ કરવું પડે...!!!

કરો શ્રમ એટલો ઈશ્વરને પણ દેવું પડે, પછી ના હાથ જોડી ક્યાંય કરગરવું પડે.

થયો જ્યાં જન્મ, જીવનને મરણ પણ ત્યાં થયું, કદી ત્યાં માછલીને તરવાનું કહેવું પડે ?

પ્રથમ દ્રષ્ટિએ તો વ્યવહારૂ એ કહેવાય, કે, તમે એક હાથ લ્યો, એક હાથથી દેવું પડે.

તમારામાં તમે સૌને સમાવી પણ શકો, પ્રથમ પહેલાં તમારે વિસ્તરણ કરવું પડે.

હતું દરિયામાં એ મંથન કરીને પી ગયો, જગતનું ઝેર તો સઘળું ખુ દે પીવું પડે.

નથી રસ્તા સદેહે ત્યાં સુધી કોઈ જવા, અને જો ત્યાં જવું હો તો ! પ્રથમ મરવું પડે.

૨૪. કવિતા ઉગે...!!!

જેમ ડુંગર પરથી દડદડતી અહીં સરિતા ઉગે, ભાવથી કાગળ કલમ લ્યો હાથમાં, કવિતા ઉગે.

વિશ્વ આખામાં યે ભારત એક એવો દેશ છે, યુ ગયુ ગો જૂની અહીં પર આજ પણસં હિતા ઉગે.

એ ભૂમિના લોકની છાતી ફુલે છે ગર્વથી, જે ભૂમિ પર રાણી લક્ષ્મી બાઈ સમ વનિતા ઉગે.

ગર્વ છે એ વાતનો, બાળક છું ભારત માતનો, એજ છે આ ભોમકા જ્યાં રામના જનિતા ઉગે.

એ સતત પરિશ્રમ કરી સઘળાને અજવાળું ધરે, વાત એની હું કરૂંજે પૂર્વમાં સવિતા ઉગે.

૨૫. જેવો છું, એવો રહું...!!!

તારૂં મારૂં છોડ તું, રાખ સઘળું આપણું .

મહેલ સમજો પડું, સ્વર્ગ લાગે વામણું .

કેટલું છે આકરૂં, અંત લગ હોવા પણું .

કાયમી એક ઝંખના, જેવો છું, એવો રહું.

જિંદગીને તપ ગણો, મોત છે એક તાપણું .

આપણા તો છે જ, પણ, ગેર પોતાના ગણું.

૨૬. લગીરે ભય નથી...!!!

હું લખું કે ના લખું એ તય નથી, લખવાની મારી હજું આ વય નથી.

દ્રોણને ગાં ગેય છોને સાથ હો, પાપકર્મીનો છતાં પણ જય નથી.

કોઠા યુદ્ધમાં એટલો માહેર છું, હાર હો કે જીત લગીરે ભય નથી.

આગ, વાવાઝોડું, ધરતીકંપ આ, પૂર્વની ચેતાવણી છે, ખય નથી.

ગાલગાગા ગાલગાગા માપમાં, મેં લખી નાખી ગઝલ, પણલય નથી.

૨૭. જે પણ થવાનું હશે, એ થવાનું ...!!!

કલાનું, કથાનું, સભાનું, સખાનું, સજાનું, કશાનું, બહાનું મળી જાય મળવાનું બસ, કોઈ પણ એક મજાનું .

પહેલા કરો નક્કી, કે કેટલું ક્યાં લગીને જવાનું, પછી ચાલવા માંડો, જે પણ થવાનું હશે, એ થવાનું .!

સદીઓથી જીવંત રાખી જગતને વહેતી રહે એ, હવે આવો આગળ, ને સન્માન કોઈ કરો આ હવાનું .

જીવાશે ! હશે મરજી એનીય મારી ઉપર ત્યાં લગીને,

દુવાઓ કરો ભઈ દુવાઓ, નથી કામ કોઈ દવાનું .

ખુશી આવીને ઊંભી છે મારે ઘર આજ મારી લગોલગ,

૨૮. હિસાબો થાય છે...!!!

આખરી સે તકાજો થાય છે, પાપ પુણ્‌યોના સાબો થાય છે.

જેટલા આપો જવાબો જાતને, એટલાં સામે સવાલો થાય છે.

થઈ શકયા ના જે ઉઘાડી આંખથી, બં ધઆંખોથી પ્રવાસો થાય છે.

શું છે ? આ જીવનમરણ, એ જાણવા, રોજ સ્વપ્ને રાતવાસો થાય છે.

જીવ માફક સાચવો એને છતાં, જીવ ! મરણઆવ્યેપરાયો થાય છે.

સૌ વિચારો જેમનાં પણ હો બુલંદ, એમની વાતે વાજો થાય છે.

૨૯. ઈશ્વર છે ???

ઈશ્વર છે ? એવા પ્રશ્ન રોજેરોજ થાય છે,

ભીતર રાજે, ને બહારે ખોજ થાય છે,

બેસાડી દીધો એને પણ મંદિર મધ્યે;

પછી, એના જ નામે કાયમ મોજે મોજ થાય છે.

૩૦. સમયની માંગ...!!!

સમયની માંગ છે સમજી શકો તો ઠીક,

સમય પહેલાં, સમય પરખી શકો તો ઠીક.

ફરી મળવી ઘણી મુશ્કેલ છે,

ટાણે- મળેલી તક તમે,

ઝડપી શકો તો ઠીક.

૩૧. દ્વાર ખખડાવો હવે...!!!

કોઈ સખત વિરોધ નોંધાવો હવે, ને થતો અન્યાય અટકાવો હવે.

રૂબરૂ મળ્યા છો ઈશ્વરને તમે ? ના....તો એના દ્વાર ખખડાવો હવે.

ગાઢ નિંદ્રાનો ઉઠાવી ફાયદો, કોઈ સ્વપ્ના મીઠા તફડાવો હવે.

બાળપણ, યૌવન પછી ઘડપણ, ફરી- એને બાળક સાથે સરખાવો હવે.

આમ ઊંભા ઊંભા તો શું પામશો ! પંડ આગળ થોડું સરકાવો હવે.

આવકારૂં આંખ મીંચી આપને, આવો...પીડાજી, તમે આવો હવે.

બાનમાં રાખ્યા છે એણે બારણાં, કોઈ આવો...ઘરને સમજાવો હવે.

આયખું આખું યહું સોંપી દઉં, કોઈ માં ડે આવી જો દાવો હવે.

૩૨. ફાવશે કે કેમ ???

મને લાગે, કે સૌને થઈ ગયો છે વહેમ, શું એક’દિ પૂરતો થાતો હશે કંઈ પ્રેમ ?

ભુલી ગ્યો છું હું છપ્પન ભોગ રેસીપી, પિઝા બર્ગર પ્રભુ ને ફાવશે કે કેમ ?

જુદા છે નામ ખાલી એને ભજવાના, કહો,અલ્લાહ, ઈસુ, ઈશ્વર કહો સૌ સેમ.

હશે જો નેક આશય અવતરણથી અંત, પછી કહેશો તમે પણ જેમ, થાશે એમ.

જીવો, જાણો પછી માણો મમત એની, ઉતાવળ ના કરો ભઈ જિંદગી છે ગેમ.

૩૩. મોતથી ડરતો નથી...!!!

ખોટી માથાકૂટમાં પડતો નથી, ઘાવ જૂના બસ હવે ખણતો નથી.

તારો છું,તારો રહે વાનો પ્રભુ, હું મને ! મારો કદી ગણતો નથી.

છે અચલ પદ, માપદંડો છે જુદા, પ્રેમ કદી વધતો નથી, ઘટતો નથી.

જે તરે છે એને આસ્થા કૈ શકો, પાણીમાં પથ્થર કદી તરતો નથી.

ટાણું આવ્યે ખોળિયું બદલે છે બસ, આપણો આત્મા કદી મરતો નથી.

પૂર્ણ પામી આજ બેઠો છું હવે, આવતું છો મોતથી ડરતો નથી.

ગૂઢ શક્તિઓ લખાવે છે ગઝલ, મારી મેળે હું કદી લખતો નથી.

૩૪. મોજે-મોજ ભીતરમાં ...!!!

થતી શ્વાસોની શાને આવ...જા તું શોધ ભીતરમાં, મને લાગે છે એનો પણ હવે તો બોજ ભીતરમાં .

રખે એવીય પરિસ્થિતિ ઉભી થઈ જાય, એ માટે, તળેટી પણ છે ભીતરમાં, અને છે ટોચ ભીતરમાં .

કરે જાઉં કરાવે એમ આ સઘળીય ન્કિયાઓ, હું સેવક, ને બની બેઠો એ મારો બોસ ભીતરમાં .

હવે મુશ્કેલ મારી મૂળ સ્થિતિમાં પરત ફરવું, ઉતારી દીધી છે દર્દોની એણે ફોજ ભીતરમાં .

પહેલાં શ્વાસ કે આત્મા છુટો પડશે શરત માટે, પહેલાં તો ઉછાળો આવી કોઈ ટોસ ભીતરમાં .

નથી અવતરવું કે મરવું નથી હાથોમાં, સમજાયું -પછીથી, માણું છું હું નિત્ય મોજે-મોજ ભીતરમાં .

કરૂંજો પાપ એક તો પુણ્‌ય દસ કરવા કરે મજબુર, વળી કરતો તકાજો આવી રોજેરોજ ભીતરમાં.૩૪ ૩૫

૩૫. ભારે કરી...!!!

આ જગતની ભીડમાં થી નીકળી ભારે કરી,

મેં પ્રભુ ને પીરમાં થી નીકળી ભારે કરી.

યુગયુગોથી સમાધી વશ હતો, ને ખુશ હતો,

આભ દેખી બીજમાંથી નીકળી ભારે કરી.

આજ તો સમથળ સપાટી આખરે છેટી પડી,

ટોચ છોડી ખીણમાં થી નીકળી ભારે કરી.

જાળવી નૈ મૌનની મસ્તીઘણી સસ્તી હતી,

એક અધૂરી ચીખમાં થી નીકળી ભારે કરી.

ત્યાં સુધી પાટે હતું, હું જ્યાં સુધી પાટે હતો,

એકસરખી રીતમાંથી નીકળી ભારે કરી.

ફેર માનવદેહ આ મળવો હવે મુશ્કેલ છે,

મેં મજાના પિંડમાં થી નીકળી ભારે કરી.