Rochak Rachna Ashok Vavadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Rochak Rachna

૧. જીવતો તો શાનમાં...!!!

હાર ખાધી પ્રેમની દુકાનમાં,

હું કમાયો પણ રહ્યો નુકસાનમાં.

એક એક પછડાટ એવી ખાધી કે,

ત્યારથી હું ક્યાં રહી રહ્યો છું ભાનમાં.

હું વગોવાયો ઘણો, હાર્યા પછી,

તોય પાછો જીવતો તો શાનમાં.

દાનવી એ કર્ણની ટક્કરમાં, હું,

દાન દેનારી જ દૈ દઉ દાનમાં.

પુણ્ય જે આપી કમાયો એટલે,

જિંદગી ભર હું રહ્યો તો તાનમાં.

ઈંછંદ=રમલ ૧૯

ગાલગાગા ગાલગાગ ગાલગા

૨ પ્યાર લાગે છે...!!!

એ રસ્તા વચ્ચે થંભી ગ્યા, નજર થઇ ચાર લાગે છે,

અધરપર મૌન રાખ્યું છે, નજરમાં પ્યાર લાગે છે.

શરમના શેરડા કૂટે મુખેથી પ્રેમ કરવો તોય,

ઉઘાડે ચોક માંડ્યો પ્રેમનો વ્યવહાર લાગે છે.

ભણી ભાષા ઇશારાની, ઇશારાથી, અને જાણે,

થયો બંન્ને તરફથી લાગણી વ્યાપાર લાગે છે.

અડધ ખુલ્લી એ બારીમાં નજર મારી ઠરી ત્યાં તો,

ચહેરો એજ મારો માનતો આભાર લાગે છે.

પ્રણયમાં હાર પામેલાં ફરે પાછા, જો “રોચક” તો,

કહેશે, આ નગર, આ પોળ પણ ભેંકાર લાગે છે.

શ્રોચક, અશોક વાવડીયા

ઈં છંદ=હજઝ૨૮

લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા

૩ માંગ્યા કરે છે...!!!

જુદી રીતથી સૌ તપસ્યા કરે છે,

ને “ઇશ”પામવાની અપેક્ષા કરે છે.

કરે માંગણી એ પ્રભુની સમીપે,

અધૂરી અબળખા તરસ્યા કરે છે.

મળી જિંદગીથી ધરાયા નથી શું ?

હજું લાંબા જીવનની ભિક્ષા કરે છે.

ભલે આપણે ભૂલી જઇએ, છે ઇશ્વર.!

એ ટાણે કટાણે પરીક્ષા કરે છે.

શું “રોચક”તરીકા કરે માનવીઓ,

જરા આપશે, ખૂબ માંગ્યા કરે છે.

શ્રોચક, અશોક વાવડીય

ઈંછંદ=મુત્કારિબ ૨૦

લગાગા લગાગા લગાગા લગાગા

૪ પરખાય છે...!!!

જિંદગીમાં આટલું સમજાય છે,

મોત છેલ્લો લાગતો પર્યાય છે.

સો ટકાની વાત છે, હરખાય તે,

એરણે પ્હેલા ચડી, પરખાય છે.

કામના, તો કામ કરવા લાગશે,

ને, નકામા સૌ જુદા વરતાય છે.

એક કબૂતર જોડું જો વરસાદમાં,

એકબીજા પ્રેમમાં ભીંજાય છે.

બુંદ રૂપે થાય વર્ષા આગમન,

પ્રાણ સીધા બીજમાં રેડાય છે.

છેક હૈયે આવી પાછા શું ગયા,

શ્વાસ મારા આવજા કૈં થાય છે.

શ્રોચક, અશોક વાવડીયા

ઈંછંદ=રમલ ૧૯

ગાલગાગા ગાલગાગા ગાલગા

૫ હામ આપો ચાલશે...!!!

કોઇ કે’શે ભાઇ થોડું આમ આપો ચાલશે, !

કોઇ કે’શે ભાઇ થોડું તેમ આપો ચાલશે, !

છળકપટને અટપટા જીવનથી કંટાળી જવાય,

કંઇ સરળ જીવાય એવું કામ આપો ચાલશે.

રાજ-રજવાડા નથી મારે હવે કંઇ કામનાં.

કોઇ એક સુંદર મજાનું ગામ આપો ચાલશે.

એક નામે જિંદગીને જીવવા તૈયાર છું;

એજ નામે પ્રેમ કરવા હામ આપો ચાલશે.

નાકમાંથી ગીત ગાતો સાંભળી, સૌ બોલશે,

ઠઇ છે શરદી, કોઇ એને બામ આપો ચાલશે.

પાઠ ગીતાના, ને ગંગાજળ રહેશે હાથમાં,

નામ છેલ્લું મુખથી લેવા રામ આપો ચાલશે.

શ્રોચક, અશોક વાવડીયા

ઈંછંદ=રમલ ૨૬

ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

૬ લહેરથી...!!!

અંજળ ભલે ખૂટ્યા શહેરથી,

જીવું છતા ઇશ્વર મહેરથી.

આવું ! કહીને એ જતા રહ્યા,

ઊભો હું રાહે દો-પહેરથી.

ના તૂટવાનો ભય, હું છું અડગ

ઘેરાય ચૂક્યો, છો કહેરથી.

એકાદ પળની વાત કંઇ નથી,

વીત્યું જીવન આખું લહેરથી.

પાણી વિના”રોચક”જીવી શકો ?

જીવન છે સાગરની મહેરથી.

શ્રોચક, અશોક વાવડીયા

ઈંછંદ=રમલ ૧૭

ગાગાલગા ગાગાલગા લગા

૭ પણ ટેગવાની એ ના પાડે છે...!!!

કરું કોશિશ સતત, પણ ટેગવાની એ ના પાડે છે;

કહે પહેલા ગઝલ ભણ, ટેગવાની એ ના પાડે છે.

રહે છે ઓનલાઇન, પણ છતા, મારી જ પોસ્ટોને,

કરી હાઇડ,કરે ઠણ, ટેગવાની એ ના પાડે છે.

કરું હું ટેગ અને તોકહેવાને મને “ના”, લઇ-

ફરે છે શબ્દનું ધણ, ટેગવાની એ ના પાડે છે.

જવાબો એમના તો ઝાંઝવાના જળ, કહે પાછા;

ગઝલ તારી બની રણ ટેગવાની એ ના પાડે છે.

ઘણાંએ છે પ્રકારો છંદના, “રોચક”, પહેલા તો,

તું, માત્રા મેળને ગણ ટેગવાની એ ના પાડે છે.

શ્રોચક, અશોક વાવડીયા

ઈંછંદ=હજઝ ૨૮

લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા

૮ શમણાં...!!!

યાદો ભરી આંખોથી શમણાં આવશે,

ને રાતભર આવીને અઢળક નાચશે,

આવી પરોઢીયે ચલાવે પ્રેમ બાણ,

જાણે અસલ એ કામદેવો લાગશે.

મીઠો મધુર, એ પ્રેમ પણ વરસાવશે,

હરએક પળ સંગાથ એનો ફાવશે.

છે કાલ્પનિક; આંખોની અંદર બંધ, ને,

ખૂલ્યાં પછી તો વેદના ચિંતા મારશે.

શમણાંની એ “રોચક”સફરનો અંત ક્યાં ?

છે ? તો પછીથી ખૂબ ચિંતા મારશે.

શ્રોચક, અશોક વાવડીયા

ઈંછંદ=રજઝ ૨૧

ગાગાલગા ગાગાલગા ગાગાલગા

૯ વરસાદમાં...!!!

એક નામ મુખ પર આવશે વરસાદમાં,

આવી હ્ય્દય ભીંજાવશે વરસાદમાં.

થૈ વાદળી, માથા ઉપર થોડી ઝકી;

એ પ્રેમ વર્ષા લાવશે વરસાદમાં.

ગરમાગરમ શ્વાસો ભરી એ પ્રેમના,

ને લાગણી પણ વાવશે વરસાદમા.

અઢળક મધૂર શમણે સજી મધરાતનો,

રસથાળ મીઠો ભાવશે વરસાદમાં.

હું, તું અને આ ચાંદની મય રાતનો,

સંગાથ “રોચક” ફાવશે વરસાદમાં.

શ્રોચક, અશોક વાવડીયા

ઈંછંદ=રજઝ ૨૧

ગાગાલગા ગાગાલગા ગાગાલગા

૧૦ સ્વર્ગ પામશો...!!!

શું ધરા માપશો ચરણથી ભૈ.!

કે શિખર લાંધશો ચરણથી ભૈ.!

છે જીવન દોડ;આમ ચાલીને,

કેટલું ચાલશો ચરણથી ભૈ.!

આંખને રાખો દૂર અશ્રુથી,

તો સડક વાંચશો ચરણથી ભૈ.!

પુણ્ય કે પાપ ઓપ્શન બે છે,

કામો શું કામસો ચરણથી ભૈ ?

આવશે અંત જિંદગીનો ભૈ,

આમ પણ થાકશો ચરણથી ભૈ.!

ચાલતા ચાલતા કરોને ખોજ.

સ્વર્ગ પણ પામશો ચરણથી ભૈ.!

શ્રોચક, અશોક વાવડીયા

ઈંછંદ ષટ્‌કલ ૧૭ વિષમ

ગાલગા ગાલગાલ ગાગાગા

૧૧ માનવો ચેતજો...!!!

ગાડી વધતા, અકસ્માત વધશે સતત,

રોડ પર ચાલતાં ચાલકો ચેતજો.

ચોરશે છાપશે, છે જમાનો ખરાબ;

લેખ લખનાર સૌ લેખકો ચેતજો.

થાય અશ્લીલતાનું પ્રદર્શન ઘણું,

બાળકોના તમે પાલકો ચેતજો.

હાલતાં ચાલતાં અપહરણ થાય છે,

માવતર ચેતજો, બાળકો ચેતજો.

ખુદનો ખુદથી છે વિશ્વાસ, તે તૂટશે;

માનવીથી હવે માનવો ચેતજો.

પાપનો એ ઘડો, જો ભરાશે પછી,

“ઇશ” પરત આવશે દાનવો ચેતજો.

શ્રોચક, અશોક વાવડીયા

ઈંછંદ=મુત્દારિક૨૦

ગાલગા ગાલગા ગાલગા ગાલગા

૧૨ કહાની જિંદગીની...!!!

ભલેને હોય ખત કોરો, છતાં વંચાય આંખોથી;

લખેલા મૌન શબ્દો, પણ સીધા બોલાય આંખોથી.

તને દેખાય પથ્થરમાં ભલે આકાર ઇશ્વરનો,

મને હર જીવ એક શિવ રૂપમાં વરતાય આંંખોથી.

મને આદત નથી, કંઇ એક સ્થળ પર સ્થિર રે’વાની;

છે બંધન લાગણીના, એથી ક્યાં દોડાય આંખોથી.

બધા માણસ કરે છે કામ અહીયાં, યંત્રની માફક;

અહીંની પૂરી દુનિયા, જડ મને દેખાય આંખોથી.

સતત સુખ હોય કે દુઃખ, ભાર લાગે પાંપણે એથી;

બધા એ આંસુઓનું પણ વજન તોલાય આંખોથી.

ફરી શમણાં સુધી આવીને અટકી ગૈ, હતી “રોચક”;

કહાની જિંદગીની, સીધી ક્યાં પરખાય આંખોથી ?

શ્રોચક, અશોક વાવડીયા

ઈંછંદ=હજઝ ૨૮

લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા

૧૩ બચાવ વાંચે છે...!!!

આંખમાં ઊભી રાવ વાંચે છે,

લાગણીનો અભાવ વાંચે છે.

રાતભર જાગતાં તડપતા એ,

મુખથી નીતરતા ભાવ વાંચે છે.

નિત્ય અખબાર જેમ પલટાવી,

જાતના સૌ બનાવ વાંચે છે.

મૌન ધારણ, છતાય નજરોથી;

પાસ કરવા ઠરાવ વાંચે છે.

ભોગવી આપદા, કરીને યાદ;

ખોતરી ખુદ ના ધાવ વાંચે છે.

શ્રોચક, અશોક વાવડીયા

ઈંછંદ=ષટ્‌કલ ૧૭ વિષમ

ગાલગા ગાલગાલ ગાગાગા

૧૪ માનવનું પણ હોવું જરૂરી...!!!

જીવન ઘડતરમાં બંધારણનું પણ હોવું જરૂરી છે,

થવાને માનવી, માનવનું પણ હોવું જરૂરી છે.

જરૂરી છે, ગગનમાં ચાંદ, સૂરજનું સતત હોવું,

ફરિશ્તાઓ મહીં આદમનું પતી થોડું જવાનું છે.

દિવાલોચાર ચણવાથી પતી થોડું જવાનું છે,

એ ઘર નિર્માણમાં બારણનું પણ હોવું જરૂરી છે.

જહાજો તો તરે, કાગળની લે તું નાવ, કર કોશિશ,

ને દરિયો ખેડવા, સાહસનું પણ હોવું જરૂરી છે.

ગણાવીએ મિલન સરિતાનું સાગરથી, ખરી ઘટના,

પરખવા દેવને દાનવનું પણ હોવું જરૂરી છે.

સુવાસિત થૈ હવા આ બાગના એક એક ખુણે મ્હેંકે,

ખરું તો ફૂલમાં ફોરમનું પણ હોવું જરૂરી છે.

ઘટી ઘટનાનું તારણ કાઢશે ભેગા મળી સૌ લોક,

બીના પાછળનું એક કારણનું પમ હોવું જરૂરી છે.

શ્રોચક, અશોક વાવડીયા

ઈંછંદ=હજઝ૨૮

લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા

૧૫ મનાવે તો કહું...!!!

એ જો માપી પાસે આવે તો કહું,

વાત આવીને ચલાવે તો કહું.

સાંભળી વાતો કહું લે કાનમાં,

સાથ શબ્દો પણ નિભાવે તો કહું.

આમ તો થોડી કડળ છે, તે છતા,

વામી મારી એને ફાવે તો કહું.

આજ એ નારાજ થઇને છો ગયા,

એ હવે આવી, મનાવે તો કહું.

પીઠ પાછળ વાતમાં ભૈ શું વળે,

વાક્ય યુધ્ધમાં જો હરાવે તો કહું.

એક વિવાદી વેણ “રોચક” મારશે,

બોલી, આગળ જો ડરાવે તો કહું.

શ્રોચક, અશોક વાવડીયા

ઈંછંદ=રમલ ૧૯

ગાલગાગા ગાલગાગા ગાલગા

૧૬ પ્યાર લાગે છે...!!!

કહેલા સર્વ શબ્દો નો આ માથે ભાર લાગે છે,

કર્યો જાણે કે મુજ પર કોઇએ ઉપકાર લાગે છે.

કરામત કેવી ઇશ્વરની કરેલી હોય છે, માનવ-

ચલાવે જીભ, સામે માનવી લાચાર લાગે છે.

જે મંદિરમાં છે પધરાવ્યા, એ ઇશ્વર કેમ માની એ,

મને તો પથ્થરે પથ્થર એ શિવ આકાર લાગે છે.

અજાણ્યા’ તા, ઉમળકાભેર આવીને મળ્યા, જાણે,

કે વરસોથી, જુના કોઇ વિખૂટા યાર લાગે છે.

સહન કરવાનું જ્યારે આવશે, ત્યારે જ તાડુકશે,

અચાનક વીજ ના કટકા થયા ત્રણચાર લાગે છે.

નયન કામ બિછાવીને, ગજબનો હેત વરસાવે,

પ્રિયાને સંગ એ પાંગર્યો પહેલો પ્યાર લાગે છે.

ડગર, હર મોડ પર એલાગણીના પૂલ બંધાવે,

મિલનને ઝંખતો એક અજનબી દિલદાર લાગે છે.

અવસ્થા એમની રોડે રખડતો ભૈ ભિખારીની,

નિરંતર પ્રેમમાં થૈ કોઇ મોટી હાર લાગે છે.

શ્રોચક

ઈંછંદ=હજઝ ૨૮

લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા

૧૭ “ઇશ”ના કાર્યો કરતાં જઇએ...!!!

થોડું થોડું રડતાં જઇએ,

એથી પુષ્કળ હસતાં જઇએ.

પડતાં ને આખડતા જઇએ,

તેમ છતા એ ચડતાં જઇએ.

કામો કરીએ ન્યાયી ડગલાં,

સૌનાં દિલમાં વસતા જઇએ.

સમૃદ્ધિના, અઢળક ડગલાં,

એક પછી એક, ભરતાં જઇએ.

માનવ રૂપ ધરી, આ જગમાં,

આવ્યા છીએ ફરતાં જઇએ.

છે કાગળની નાવ છતાંયે,

સાગર ઊંડા તરતાં જઇએ.

દિલમાં રાખી સેવા “રોચક”,

“ઇશ” ના કાર્યો કરતાં જઇએ.

શ્રોચક

ઈંછંદ=અષ્ટકલ ૧૬ સતાલ

ગાગાગાગા ગાગાગાગા

૧૮ મરી જાય તો...???

અચાનક આ સૂરજ ઠરી જાય તો ?

ગગન તારલાઓ પડી જાય તો ?

ને ભર ઉંધમાં હોય પૂરુંં જગત,

નિશાને જ કોઇ ભરી જાય તો ?

જીવન આપણું હોય ગતિશીલ ને,

પવનની લહેરો મરી જાય તો ?

સતત લોક પોકાર પાણી તણો,

ને વરસાદ પાછો ફરી જાય તો ?

ઘડીયાળ ચાલે, સમય ચાલશે,

ઘડીના જ કાંટા ખરી જાય તો ?

શ્રોચક

ઈંછંદ=મુત્કારિબ ૧૮

લગાગા લગાગા લગાગા લગા

૧૯ ચાહવાનું હોય છે...!!!

કોઇના દિલમાં વસીને રાચવાનું હોય છે,

આપણે તો દોસ્ત આમજ જીવવાનું હોય છે.

પ્રેમ મારગ પર તો અવરોધો ય આડા આવશે,

આપણું તો એક લક્ષ, બસ ચાહવાનું હોય છે.

કેટલા ખેલો ને જીત્યા, કેટલા હાર્યા, ના ગણ;

ખેલ હારી, કોઇનું મન જીતવાનું હોય છે.

શંખ, ઝાલર, ફૂલડાને ચોતરફ છે પ્રાર્થના,

પ્રેમ કરનારે હવે ક્યાં પૂંજવાનું હોય છે ?

આકરામાં આકરો આ પ્રેમ મારગ છે, છતા,

આપણે તો એજ માર્ગે ચાલવાનું હોય છે.

શ્રોચક

ઈંછંદ=રમલ ૨૬

ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

૨૦ પડછાયા...!!!

આ પડછાયાને અળગો રાખતા ભૈ, વાર પણ લાગે,

ને નાજુક દિલ છે, કડવા વેણનો તો, ભાર પણ લાગે.

અચળ સંગાથ તેનો બેસતા, ઉઠતાને જીવનભર,

આ પડછાયો મને મજબૂત એક, આધાર પણ લાગે.

કરીએ જો ચડાઇ આપણે કાયમ જીતીએ ભૈ,

છતા, ક્યારેક મોટી હાથમાં એ, હાર પણ લાગે.

અષાઢી, મેધલી, ધનધોર, કાળી રાતમાં, આભે;

ચમકતી વીજ તો તલવારની ભૈ, ધાર પણ લાગે.

ઉછાળા મારતી સાગર લહેરોથી સતત “રોચક”,

કિનારાને થપાટોનો ય અઢળક, માર પણ લાગે.

શ્રોચક અશોક વાવડીયા

ઈંછંદ=હજઝ ૨૮

લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા

૨૧ તરી પણ જવાના...!!!

પ્રથાઓ પ્રમાણે મરી પણ જવાના,

જુદું, નામ રોશન કરી પણ જવાના.

ભલે આવતું તે’દિ જોયું જશે પણ,

અમે મોતતી ક્યાં ડરી પણ જવાના ?

જરા પાનખર આવતાં, પીપળાના,

બધા, પાન સાતે ખરી પણ જવાના.

છે સંબંધ વરસો પુરાણા, તણખલે,

એ સાગર, સલામત, તરી પણ જવાના.

છો અથડાય “રોચક” સતત એ કિનારે,

વળી તે જ પાછા ફરી પણ જવાના.

-અશોક વાવડીયા, રોચક

ઈંછંદ=મુત્કારિબ ૨૦

લગાગા લગાગા લગાગા લગાગા

૨૨ બટકી જાશે...!!!

સંધ્યા ટાણે, રવિ ક્ષિતિજે છટકી જાશે,

ચંદ્ર છે નાજુક, જાતવ, અટકી જાશે.

શમણાં સુંદર લાગે, તારી યાદોના,

રાત્રી લાગે છે છાની ભટકી જાશે.

નંબર આપી દે સઘળા શમણાંઓને,

કોઇ શમણું ડાળેથી બટકી જાશે.

ક્ષણની દૂરી, સાલોની લાગે ત્યારે,

આંખોમાં કણની માફક ખટકી જાશે.

“રોચક”જગ જીતીને આવીએ જ્યારે,

અંગત, આવીને ઉલટા પટકી જાશે.

-અશોક વાવડીયા, રોચક

ઈંછંદ=અષ્ટકલ ૨૨

ગાગાગાગા ગાગાગાગા ગાગાગા

૨૩ પાવલા ગણ...!!!

કેટલા પેકેટમાં છે, ખાખરા ગણ,

જે દિ’બચ્યા જિંદગીના દાખલા ગણ.

કેટલા ગોવાળ, ગયો કેટલી છે,

એજ ધણમાં કેટલા છે આખલા ગણ.

ધર્માના નામે ઘણાએ લોક આવે,

મંદિરો બારા છે અઢળક પાવલા ગણ.

ભૂત વળગે ને ભુવાઓ આવશે ત્યાં,

જે વગાડે રાતના એ ડાકલા ગણ.

એક થાપટ જે પડી કુદરતની “રોચક”,

ને ઘરો બચ્યાં ઉપરના છાપરા ગણ.

શ્અશોક વાવડીયા, રોચક

ઈંછંદ=રમલ ૨૧

ગાલગાગા ગાલગાગા ગાલગાગા

૨૪ પરસેવાના લાડુ...!!!

કોશિશ જે તનતોડ કરશે,

તેઓના આ જીત મળશે.

એક ડગ તો માંડો દિશામાં,

ચીલો આપો આપ પડશે.

રાખો હૈયે હામ અઢળક,

પથરા આપો આપ પડશે.

ઉથલાવ્યો જો હોય, સૂરજ,

પાછળ પાછળ લોક ફરશે.

“રોચક” સૂત્રો, કર “મહેનત”,

પરસેવાના લાડુ જમશે.

શ્અશોક વાવડીયા, રોચક

ઈંછંદ=અષ્ટકલ+રમલ ૧૫

ગાગાગાગા ગાલગાગા

૨૫ પામશો ક્યાંથી...???

નથી મૂડી, જીવનની, હારશો ક્યાંથી ?

છે પોતાનાં જ સામે, જીતશો ક્યાંથી ?

બચાવો વૃક્ષ, જે વરસાદ લાવે છે,

નહીં તો, જળ વગર ભૈ જીવશો ક્યાંથી ?

છે આઝાદી, ગુલામી ના બરાબરની,

હવે સરદાર બીજા, લાવશો ક્યાંથી ?

કરી છે દુશ્મની મિત્રોની સાથે પણ,

વગર દોસ્તે હ્ય્દયને પામશો ક્યાંથી ?

અમે જો હોઇશું, સંગાથ મળતો રે,

અમારી હાજરી વણ, ફાવશો ક્યાંથી.

સળગશે ઘર તો બંબા ઠારશે, આવી,

હ્યદયની આગ “રોચક”, ઠારશો ક્યાંથી ?

શ્અશોક વાવડીયા, રોચક

ઈંછંદ=હજઝ ૨૧

લગાગાગા લગાગાગા લગાગાગા

૨૬ મારશે કોણ...!!!

આગ લાગી ઠારશે કોણ ?

પાપ કીધા, ફાવશે કોણ ?

દેવ સઘળા દેવળે બંધ,

આ જગતને તારશે કોણ ?

જેટલા જન્મે એ રાવણ,

દુષ્ટને તો મારશે કોણ ?

એક તો લાવ્યા ભગીરથ,

બીજી ગંગા લાવશે કોણ ?

હોડ લાગી જીતવાની,

તુજ કહે, કે હારશે કોણ ?

ઘોર કળિયુગ વર્તમાને,

યુગ પછીનો ધારશે કોણ ?

મોંઘવારી હાડમારી,

દૂર કરવા આવશે કોણ ?

શ્અશોક વાવડીયા, રોચક

ઈંછંદ=રમલ ૧૪

ગાલગાગા ગાલગાગા

૨૭ નીકળી...!!!

રાતમાં નીકળી,

સાથમાં નીકળી.

આશ અધુરી છતા,

મોજમાં નીકળી.

ભાગ રેખા મને,

ખોજમાં નીકળી.

લાગણી ખોળી, એ,

બાથમાં નીકળી.

બસ જુની યાદ સૌ,

વાતમાં નીકળી.

છોકરી જે ગમી,

નાતમાં નીકળી.

વાત “રોચક” તણી,

ગામમાં નીકળી.

શ્અશોક વાવડીયા, રોચક

ઈંછંદ=મુત્દારિક ૧૦

ગાલગા ગાલગા

૨૮ કોણ માનશે...???

મારું ય માનપાન હતું, કોણ માનશે ?

એથી ય વધુ ગુમાન હતું, કોણ માનશે ?

હાઇકુ, ગીતા છંદ, ગઝલ, કાવ્યા ને ભુલી,

એની જ પર તો ધ્યાન હતું, કોણ માનશે ?

ગાગાલ ગાલગાલ લગા ગાલ ગાલગા,

હો એ, સરસ તો ગાન હતું, કોણ માનશે ?

હું તો હજી ય શોધુ છું સાગર જુઓ, દ્ધિધા,

તટ પર તો, આ રુવાન હતું, કોણ માનશે ?

“રોચક” હશે ગુમાન તેને કીર્તિ, સિધ્ધિ નું,

ખુદ પર મને ય માન હતું, કોણ માનશે ?

-અશોક વાવડીયા, રોચક

ઈંછંદ=ષટ્‌કલ ૨૨ વિષમ

ગાગાલ ગાલગાલ લગા ગાલ ગાલગા

૨૯ બા...!!!

મારતી બા,

વ્હાલતી બા.

રોજ પાંચ્યું,

આલતી બા.

ભાગ સંઘરી,

રાખતી બા.

સ્કુલ મુકવા,

આવતી બા.

હાથ મારો,

જાલતી બા.

મોગરા સમ,

ફાલતી બા.

ચાંદ મુજમાં,

ભાળતી બા.

સ્વપ્ન “રોચક”,

લાવતી બા.

અશોક વાવડીયા, રોચક

ઈંછંદ=રમલ ૭ (ટ્રંકી બહેર)

ગાલગાગા

૩૦ ગમતા...!!!

નામ ગમતા,

કામ ગમતા.

ગોકુળીયા,

ગામ ગમતા.

ચાર ઇશના,

ધામ ગમતા.

શબરી ને તો,

રામ ગમતા

સૌ ને સુંદર,

શામ ગમતા.

પ્રેમ છલક્યા,

જામ ગમતા.

થાય સસ્તા,

દામ ગમતા.

શરદીમાં તો,

બામ ગમતા.

એક “રોચક”,

આમ ગમતા.

શ્અશોક વાવડીયા, રોચક

ઈંછંદ=રમલ ૭ (ટ્રંકી બહેર)

ગાલગાગા

૩૧ ઓળખ...!!!

સ્વર્ગ ઓળખ,

નર્ક ઓળખ.

છે સનાતન,

ધર્મ ઓળખ.

ભીતરે જે,

દર્દ ઓળખ.

ખુદ તુજનું,

કર્મ ઓળખ.

જે તું હાર્યો,

શર્ત ઓળખ.

જડ જીવનનો,

ફર્ક ઓળખ.

પાનખર છે,

પર્ણ ઓળખ.

ક્ષણ જીવનનું,

મર્મ ઓળખ.

ખર્ચ થાતું,

વર્ષ ઓળખ.

સૌ નો “રોચક”,

અર્થ ઓળખ.

શ્અશોક વાવડીયા, રોચક

ઈંછંદ=રમલ ૭ (ટ્રંકી બહેર)

ગાલગાગ

૩૨ સમજાય તો...!!!

જિંદગી તો મર્મ છે, સમજાય તો,

હા મને પણ ગર્વ છે, સમજાય તો.

સાદગીથી જીવવામાંં છે મજા,

આજ સાચો કર્મ છે, સમજાય તો.

મૌન છે શબ્દો છતા સહું સાંભળે,

આ ખરેખર અર્થ છે, સમજાય તો.

ઉત્તરો એના જ પ્રશ્નોમાં હશે,

એક સીધો તર્ક છે, સમજાય તો.

હોય વાણી સંયમી સૌને ગમે,

એજ સાચો ધર્મ છે, સમજાય તો.

શ્અશોક વાવડીયા, રોચક

ઈંછંદ=રમલ ૧૯

ગાલગાગા ગાલગાગા ગાલગા

૩૩ જાણું...!!!

નાત જાણું,

જાત જાણું.

ખાનગી એ,

વાત જાણું.

કેમ કરવા,

માત જાણું.

એ છે સૌના,

તાત જાણું.

ખુદ ખાધી,

લાત જાણું.

ચાંદની મય,

રાત જાણું.

મેઘ રજની,

ભાત જાણું.

પાંચ ને બે,

સાત જાણું.

મોં ની શોભા,

દાંત જાણું.

એક “રોચક”,

બાત જાણું.

શ્અશોક વાવડીયા, રોચક

ઈંછંદ રમલ ૭ (ટ્રંકી બહેર)

ગાલગાગા

૩૪ નેહડું ગુજરાતનું...!!!

ખેતર ને વાડી, ગામડું ગુજરાતનું,

પનઘટ ને પનિહારી, પારણું ગુજરાતનું.

લીલા લહેરે ખેતરો ને મોલ ત્યાં,

ગોવાળ, ગાયો, વાછડું ગુજરાતનું.

રણ કચ્છનું નિપજે ધવલ સોનું, અને,

શોભે ઘણું તે નેહડું ગુજરાતનું.

કાંખે છે છોરું, ગુર્જરી એ નાર પર,

જે શોભતું છે છુંદણું ગુજરાતનું.

ને ગીરના સિંહો ની ડણકો બારણે,

વડ, પીપળો ને પાદરું ગુજરાતનું.

શ્અશોક વાવડીયા, રોચક

ઈંછંદ=રજઝ

ગાગાલગા ગાગાલગા ગાગાલગા

૩૫ હશે...!!!

સગપણ હશે,

ઘડપણ હશે.

જીવન તણું,

વળગણ હશે.

શું શ્વાસ એ,

બળતણ હશે ?

આડી ઉભી,

અડચણ હશે.

પાયલ નથી,

રણઝણ હશે.

“રોચક” બધે,

કણકણ હશે.

શ્અશોક વાવડીયા, રોચક

ઈંછંદ=રજઝ ૭ (ટ્રંકી બહેર)

ગાગાલગા

૩૬ લે ય્ટ્ઠડટ્ઠઙ્મ’જ...!!!

ઉગતાં કવિઓનું સરનામું છે ય્ટ્ઠડટ્ઠઙ્મ’જ,

ગુણીજનને ખૂબ લખાવે તે ય્ટ્ઠડટ્ઠઙ્મ’જ.

રોજ નવા અવસરથી સૌના જોડે દિલ,

અઢળક ઉમદા કાર્યો કરતી રે ય્ટ્ઠડટ્ઠઙ્મ’જ.

તું જો લખશે, વાંચી શિખશે બીજા, ને,

કર કોશિશ ભાવો, છંદોની છે ય્ટ્ઠડટ્ઠઙ્મ’જ.

મારી મારી શું, લખતો સઘળી તારી,

તારી છે, તુજને એ અર્પણ લે ય્ટ્ઠડટ્ઠઙ્મ’જ.

એક થી એક ચડિયાતી ને “રોચક” સઘળી,

સૌ માણી,થ્યા પાણી પાણી જે ય્ટ્ઠડટ્ઠઙ્મ’જ.

શ્અશોક વાવડીયા, રોચક

ઈંછંદ=અષ્ટલ ૨૨

ગાગાગાગા ગાગાગાગા ગાગાગા

૩૭ નરાધમ ફરે છે...!!!

સહુ કોઇ સૌની એ નકલો કરે છે,

ધરમ આડશે ધૂતનારા ચરે છે.

બચાવો તમારી રીતે લાજ અબળા,

ગલીએ ગલીએ નરાધમ ફરે છે.

જો છલકાય ઘડુલો, છે પાપે ભરેલો;

પછી એ ગમે ત્યાં કમોતે મરે છે.

મળી જાય કોઇ સવાશેર સામે,

કે તન ટાઢથી લાગશે થર-થરે છે.

કહેતા ફરે, આપણી છે હફમત,

વધારીને ભાવો, પછી સુખ હરે છે.

જે ધારેલ કામો ન થાયે કદી તો,

સમીપે એ ઇશ, માનતાઓ ધરે છે.

શું કરવા હિસાબો હવે પાપ પુણ્યે,

રધુ નામના ક્યાં એ પથ્થર તરે છે.

શ્અશોક વાવડીયા, રોચક

ઈંછંદ મુત્કારિબ ૨૦

લગાગા લગાગા લગાગા લગાગા

૩૮ ક્યાં જીવાયું છે...!!!

ભીંતરે કેટલું કટાયું છે ?

અંતરે જેટલું સમાયું છે.

જાનકી ને બચાવવામાં, જે,

મોતને ભેટયું, જટાયું છે.

જંગ જીતી પરત ફર્યા ત્યારે,

રીશનીથી અવધ નહાયું છે.

પાપનો ભાર જ્યાં વધારે છે,

કાનુડો, નામ ત્યાં છવાયું છે.

જીવ છે કીમતી, ધનીકોનો,

આમ માનવ ને ક્યાં જીવાયું છે.

અર્થ કરતાં ફર્યો છે પડછાયો,

ધૂસકે ધૂસકે રડાયું છે.

ભેખડે ભેરવાઇ જે શીખ્યા,

કાગળે તેટલું લખાયું છે.

શ્અશોક વાવડીયા, રોચક

ઈંછંદ=ષટ્‌કલ વિષમ ૧૯

ગાલગા ગાલગાલ ગાગાગા

૩૯ કોઇને કે’તા નહીં...!!!

આપણે મળ્યા નું કારણ કોઇને કે’તા નહીં,

છેક ભીતરનું છે તારણ કોઇને કે’તા નહીં.

પૂછશે અઢળક સવાલો, આપણા જીવન વિશે,

મૌન મુખથી હોય ધારણ કોઇને કે’તા નહીં.

રૂબરૂની આપણી વાતો ને, અંગત રાખવા,

લાગશે થોડું એ ભારણ કોઇને કે’તા નહીં.

એટલા માટે મને પણ મોતનો ડર ના રહ્યો,

તેમનું પણ શક્ય મારણ કોઇને કે’તા નહીં.

હા, કહેવી એક “રોચક”, ખાનગી એ વાત છે,

હર દિશાએ રાખ બારણ કોઇને કે’તો નહીં.

-અશોક વાવડીયા, રોચક

ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

૪૦ પ્રથમ...!!!

આપતો તું પ્રથમ,

માણતો હું પ્રથમ.

મુજ વિચારો સદા,

જાણતો તું પ્રથમ.

આશિષો હર વક્ત,

પામતો હું પ્રથમ.

ડૂબતી નાવને,

તારતો તું પ્રથમ.

તોય મજધારમાં,

નાખતો હું પ્રથમ.

કાર્ય મુજ હીતના,

ધારતો તું પ્રથમ.

એજ “રોચક”પથે,

ચાલતો હું પ્રથમ.

-અશોક વાવડીયા, રોચક

ઈંછંદ=મુત્દારિક ૧૦

ગાલગા ગાલગા