Kanta 5 books and stories free download online pdf in Gujarati

કાન્તા - 5

કાન્તા - 5

રીશેપ્શન રૂમમાં તે ખુરશી પર બેઠો હતો, કાન્તા તેની સામે ઉભી હતી. હું રૂમમાં એન્ટર થતા તેને ગણકાર્યા વગર "હાઈ, સ્વીટ હાર્ટ.." કહીને કાન્તા ને ગલે લગાડી, અને તેના બંને ગાલે પુચકારીને કિસ કરી, પછી તેના પતિ તરફ ફરીને બોલ્યો " લંગુર અહીં કેમ આવ્યો છે?"

તે ગુસ્સાથી તમતમી ઉઠ્યો. "મિસ્ટર તમીઝ થી વાત કરો, અને દૂર રહો, તે હજુ મારી પત્ની છે. "

"હીજડાઓ ક્યારથી પત્ની રાખતા થઇ ગયા??" કહીને હું ખડખડાટ હસ્યો.

"તમે હદ વટાવી રહ્યા છો.." કહીને તે ઉભો થઇ ગયો.

"આને તું હદ વટાવવી કહે છે? હું હદ ટાવીશ ત્યારે શું કરીશ તે તારી કલ્પના બહાર છે."

"તમારે કારણે અમારું લગ્નજીવન તૂટ્યું છે." જોકે તેની વાત સાચી નહોતી, કાન્તાને તો હું થોડા દિવસોથી ઓળખતો હતો, જયારે કાન્તા તો દોઢ વર્ષ પહેલા તેનું ઘર છોડી ગઈ હતી. તે આગળ બોલ્યો "પહેલા તો અમને તેના બદચલન હોવાનો શક હતો, પણ આજે ખાતરી થઇ ગઈ કે તેના તમારી સાથે અને બીજા ઘણા સાથે આડા સબંધો છે."

"બાયલા, નપુંસકની બાયડી આડા સબંધ નહિ રાખે તો શું રાખશે?"

"હું ચૂપ છું, તે મારી ખાનદાની છે, તેને મારી નબળાઈ સમજશો, પણ હું તમારા જેવા નીચ માણસના મોઢે લાગવા માંગતો નથી."

તેની બોડી લેન્વેજ, તેના શબ્દોથી હું એટલું તો સમજી ગયો હતો કે હું તેના પર હાવી હતો, બસ હવે તેને માનસિક રીતે કચડી, ડરાવી દેવા માટે હું એક સ્ટેપ દૂર હતો. "તું તારી કહેવાતી ખાનદાની છોડી દે તો પણ તું કશું કરી શકતો નથી, કેમકે તું બાયલો છે, સાલા હીજડા, તું ફક્ત સ્ત્રીઓ પર હાથ ઉપાડી શકે છે. " કહીને મેં રૂમમાં આંટો માર્યો, અને ફરી તેની બિલકુલ નજીક જઈ ને બોલ્યો "હું નીચ? ના, તારી ભૂલ થાય છે," હું હસ્યો "અરે હું તો એવો છું કે નીચ અને છેલ્લી પાયરીના લોકો પણ મને નીચ કહે છે, ને મારાથી દૂર રહે છે." કહીને હું તેની બિલકુલ લગોલગ જઈને ઉભો રહ્યો અને તેના ખભા પર હાથ પછાડીને તેને ખુરશી પર બેસાડ્યો. "એક, ફક્ત એક કિકમાં હું તને લોહીની ઉલ્ટી કરાવી શકું છું... પણ મોંઘી કાર્પેટ બગડવાના ડરને કારણે તું બચ્યો છે... મારો વિચાર બદલાય અને હું કાર્પેટની પરવા ના કરું તે પહેલા ચાલવા માંડ, હવે અહીં આસ-પાસ તો શું પણ કાન્તાની પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં પણ આવીશ નહિ" કહીને મેં તેને કોલર પકડીને ઉભો કર્યો.

તે ઉભો થયો, ડરી તો ગયેલો હતો, તો પણ કોલર છોડાવીને બોલ્યો "હું તમને જોઈ લઈશ," અને કાન્તા સામે જોઈને બોલ્યો "હું તને છૂટાછેડા નહિ આપું..."

મેં પાછળથી તેનો કાંઠલો પકડીને ખેંચ્યો, ને ફરી ખુરશી પર ધકેલ્યો, અને તેના મોં સામે ઝૂકીને તેની આંખમાં જોયું, તેની આંખ માં મારો ડર સાફ જોઈ શકાતો હતો. મને એજ જોઈતું હતું. મેં બોલ્યો " ના આપજે ... તોયે હું આડા સબંધ રાખીશ.. તું કાન્તાને તારે ઘેર લઇ જઈશ તો પણ હું તારી સામે આડા, ઉભા, વાંકા, ત્રાંસા સબંધ રાખીશ, અને તું મારુ કશું ઉખાડી નહિ શકે, સમજ્યો? જા હવે..." કહીને મેં તેનો કોલર પકડીને ઉભો કર્યો અને તેને ફરી ખુરશી પર પટક્યો ને કહ્યું "બીજો રસ્તો પણ છે, જે હમણાં મને યાદ આવ્યો.. વિધવા તો ગમે તેની સાથે લગન કરી શકેને? વાત સાંભળી છે કે તું આપઘાત કરવાનો છે.. કરવો જોઈએ, તારી પાસે તો સજ્જડ કારણ પણ છે, બદચલન બાયડીનો પતિ આપઘાત કરે તો શું કરે?"

મેં તેનો કોલર પકડી રાખ્યો હતો, મારો હાથ તેની ગરદનને અડતો હતો, હું તેના શરીરમાં થતી કંપારી અનુભવી રહ્યો હતો. "ક્યારે આપઘાત કરવો તેનું મુહૂર્ત હું કઢાવી આપીશ, તું ફક્ત નક્કી કર કે મરવું કેવી રીતે છે? દસમા માળેથી કૂદી પડીશ કે ડૂબી જઈશ કે પાટા પર સુઈ જઈશ કે ફાંસી લગાવી લઈશ??? જા, વિચારીને મને જલ્દી ફોન કરજે, નહિ તો હું કોઈ ગાંડા પાસે ચિઠ્ઠી ઉપડાવીને જાતે નક્કી કરી લઈશ...." કહીને મેં તેને ઉભો કર્યો અને દરવાજાથી બહાર ધકેલ્યો, તે લથડ્યો, પણ રોકાયો નહિ, ને સડસડાટ સીડી ઉતરી ગયો.

વાર્તાલાપ દરમ્યાન કાન્તા ચુપચાપ અને આશ્ચર્યથી મને તાકી રહી હતી. યોગેશ તેની ચેમ્બરમાંથી બહાર આવતા બોલ્યો "માની ગયો... તને આવા રોલમાં પહેલીવાર જોયો, હું મોનિટર પર બધું જોતો-સાંભળતો હતો. તારી આંખ જોઈને મને ડર લાગે છે, સાલા તું ખરેખર તેને મારી નાખવાનો તો નથી ને?? "

હું કાન્તા પાસે ગયો, તેનો હાથ પકડ્યો, તે થોડીવાર મને શંકા થી જોઈ રહી, અને પછી મને વળગી પડી. હું બોલ્યો "બસ, હવેનું હીયરીંગ તારું છેલ્લું હશે.." તેને અળગી કરીને બોલ્યો "જાઉં છું." યોગેશને કહ્યું " ફૂટેજ ડીલીટ કરી નાખજે."

"હા, આપણા બધા દોસ્તોને બતાવીશ, મોઢે કહીશ તો વાત નહિ માને, પછી ડીલીટ કરી નાખીશ."

હું જે ચાહતો હતો તે પણ થયું હતું અને મારી ભડાશ પણ નીકળી ગઈ હતી. આજ સુધી મેં કોઈને તમાચો પણ માર્યો નથી, જોકે મેં દસ વર્ષ માર્શલ આર્ટની ટ્રેનિંગ લીધેલી છે. અને મારો ટ્રેનર કહેતો હતો કે મારા ડાબા હાથના પંચમાં ગજબનાક ફોર્સ અને પાવર છે. તેને આજે અજમાવવાની મારી ઈચ્છા હતી, પણ છૂટાછેડા થાય પછી...

સાંજે કાન્તા દુકાને આવી, મારી મમ્મી પણ હતી. તે માંને શોકેશમાં જૂતા ગોઠવવામા મદદ કરવા લાગી ગઈ. હવે તે ખૂબ જ રિલેક્સ અને ખુશ લાગતી હતી. બંને કામ પૂરું કરીને મારી સામે બેઠા. કાન્તા એ મારી માને કહ્યું "મમ્મી, તમારે એક જ દીકરો છે?"

"હા, કેમ?"

" બે હોતા તો હું બંને સાથે શાદી કરતી...."

માં ખડખડાટ હસતા, મને ઈશારો કરીને બોલી "સાંભળ્યું? તેનો અર્થ એમ થયો કે તું અડધો છે..."

"અડધો નથી, મને અડધો જ જોયો છે..." કહીને હું અંદર ઘરાકને જૂતા બતાવવા ગયો. પાછો આવ્યો તો માં અને કાન્તા જાણે શું વાતો કરી રહ્યા હતા, મને જોઈને બંને ચૂપ થઇ ગયા. કાન્તા એ બેગમાંથી મારો ફોન કાઢીને ટેબલ પર મુક્યો, ને બોલી "લો તમારું ઠીકરું.. તમે તો ખરા છો, મારો ફોન પણ પાછો આપતા નથી."

"રહેવા દે.. મને હવે તારો ફોન ફાવી ગયો છે."

"ના, ના, મને મારો ફોન જ જોઈએ, ગુલાબી ફોન તમને શોભતો નથી, અને સાચું કહું તો મને મોંઘા ફોન વાપરતા પણ નથી આવડતા કે કામ પણ નથી. લાવો, લાવો મારો ફોન.."

તે નહિ માને.. મેં સિમ બદલી દીધા, ને કહ્યું "ફરી ફોન કરશે તો?"

"ના, તે હવે નહિ જ કરે.." માં ઉઠીને અંદર ગઈ, માંના ગયા પછી તે બોલી "હું તમને ઓળખું છું છતાં હું તમારાથી ડરી ગઈ છું, તો તેની તો કઈ વિસાત જ નથી..."

"હા, તારે પણ ડરવું જ જોઈએ, પાસે સૂએ તો પણ સાવચેત રહેજે, જરાય બેદરકાર રહીશ તો સવારે ખબર પડશે કે તારો એક ગાલ જ નથી, કે તારા હોંઠ ચવાઈ ગયા છે."

તે બંને હાથ ઊંચા કરીને હસીને બોલી "હુંય કઈ હવે ચૂડીઓ નથી પહેરતી, મારે ય દાંત છે..."

"કાલે બપોરે ઘેરે આવજે, દાંત બતાવવા..."

"ના... હવે શાદી પછી જ.."

"ઘરના શું સમાચાર છે? તે તો તું કશું કહેતી જ નથી..."

"મદ્રાસ ગયા છે, એટલે બીજા પંદર દિવસ તો શાંતિ છે, પછી તમે કહ્યું એમ કરીશ.. જાઉં?" કહીને તે ઉભી થઇ, આજુબાજુ જોયું ને બોલી "તમારી દુકાનમાં ચેન્જ રૂમ નથી?"

"આ કઈ કપડાંની દુકાન છે? કેમ?"

"નથી તો જવા દો.. હોતો તો મારે તમને કિસ કરવી હતી." કહીને તે મારે ગાલે ટપલી મારીને જતી રહી.

***

કાલે તેનો બનેવી આવવાનો હતો, આજે હું દિલ્હી જઈ રહ્યો હતો. મને ત્રણ-ચાર દિવસ લાગશે. તે કાન્તા સાથે બળજબરી કરશે? મોકો જ ન મળે તો સારું.. અને જો કોશિશ કરશે તો કાન્તાએ શું કરવું તે તેને સમજાવી દીધું છે, પણ તોયે મને ડર હતો, ક્યાંક મારાથી તેના બનેવીનું ખૂન ન થઇ જાય.. એટલે જ મેં કાન્તાને મારી સાથે દિલ્હી આવવા સમજાવી હતી, પણ તે માની નહિ. કહ્યું કે મમ્મી અને યોગેશસર છે જ ને, તમે ચિંતા ના કરો.

પાછો આવ્યો ત્યાં સુધી કશું બન્યું નહિ. કાન્તાના કહેવા પ્રમાણે ઘરમાં તેને મોકો મળ્યો નહિ, અને કાન્તા બોલાવ્યા છતાં તેની ઓફિસ પર ગઈ નહિ, તેથી તે ધુંધવાયેલો અને ગુસ્સામાં હતો, મોકો મળતા જ તે ઘેરે તેના પર બળાત્કારની કોશિશ કરશે જ..

ખેર હવે તો હું આવી ગયો હતો.

દિલ્હી થી જેવો ઘેર આવ્યો કે માં એ પૂછ્યું "કાન્તા માટે કશું લાવ્યો છે?"

"ના, કશું મંગાવ્યું તો નથી."

" ન મંગાવે તો લાવવાનું નહિ? હમણાં સુધી કશું જ આપ્યું નથી? એક પણ ગિફ્ટ નહિ?"

"ના, કેમ?"

"ડોબા કેમ શું? ગિફ્ટ આપતા જ રહેવું, છોરી ખુશ થાય.. કિંમત કે વસ્તુ મહત્વની નથી, પણ ગિફ્ટ મળે તે તેના માટે મહત્વનું છે."

"તેણે માંગવું જોઈએને... મને શું ખબર પડે કે તેને શું જોઈએ છે?"

"જા, તેને મળતા પહેલા કોઈ વસ્તુ કે કપડાં લઇ આવ, ને કહેજે કે દિલ્હીથી લાવ્યો છું."

"મને નહિ આવડે, તું સાથે ચાલ.."

માંએ મને બે જોડી કપડાં અપાવ્યા, તે મેં કાન્તાને આપતા કહ્યું કે લે તારે માટે દિલ્હીથી લાવ્યો છું, મને ગિલ્ટી ફીલ થઇ, પણ તેના ચહેરા પરની ખુશી જોઈને સાચું કહેતા કહેતા અટકી ગયો.

***

સવારે કાન્તાનો ફોન આવ્યો "દુકાને આવી ગયા?"

"ના, વાર છે, કેમ?"

"દુકાને આવતી, પણ હવે સીધી ક્લાસ પર જ જાઉં છું, લંચ ટાઈમમાં તમે ત્યાં આવજો."

"ના,"

"કેમ?"

"રાતે જ મારો બેડ તને યાદ કરતો હતો, તું ઘેરે જ આવજે."

"ના, આપણે માટે તો યોગેશ સરની ઓફિસ જ બરાબર છે, તમે આવજો, મારે તમને ખુબ પ્યાર કરવો છે, પછી કદાચ...... મોકો નહિ મળે..."

કહીને ફોન કાપી નાખ્યો. મને કશું અમંગળ થવાના ભણકારા વાગવા લાગ્યા. હું વિચારતો રહ્યો કે કેમ એવું બોલી? પછી કદાચ એટલે??

હું બપોરે ક્લાસમાં ગયો તો તે ડાઇનિંગ હોલમાં ટિફિન લઈને મારી વાટ જોતી બેઠી હતી, બીજા સાથે કામ કરતા સ્ટાફના બધા જમી રહ્યા હતા. મેં બધાને હાઈ-હલ્લો કર્યું ને કાન્તાની સાથે જમવા બેસી ગયો. જમ્યા પછી અમે ઓફિસમાં આવ્યા. તે મારી બાજુની ખરશી માંથી ઊંચી થઈને મારી તરફ ઝૂકી, મેં તેના હોંઠ ચૂસ્યા, તેના એક ગાલ પર જીભ ફેરવી, તેણે બીજો ગાલ પણ આગળ કર્યો, ત્યાં મેં હળવેથી બટકું ભર્યું. ને કહ્યું "બોલ શું કહેતી હતી?"

"રાત્રે રૂમમાં આવ્યો હતો."

મારા જડબા સખ્ત થયા "તું રૂમ લોક કરીને નથી સૂતી?"

"દરવાજો જ ક્યાં છે તો લોક કરું? હું તો હોલમાં સુવ છું, તે બેડરૂમનો દરવાજો બહારથી લોક કરીને પછી હોલમાં આવે છે."

"પછી?"

"તમે કહ્યું તેમ જ કર્યું, કહ્યું કે હું ચીસો પાડીશ અને બધાને, પુરી સોસાયટી જગાડીશ.."

"સરસ, પછી?"

"ખુબ બોલ્યા..."

"શું બોલ્યો? બધું જ કહે..."

તે થોડીવાર ચૂપ રહી, પછી નીચું જોઈને બોલી "સાલી રાંડ, વેશ્યા.. જ્યારથી તને બે બે મળ્યા છે, ત્યારથી તને પાંખો આવી છે.. હવે મારી ગરજ રહી નથી, પહેલા તો એક કહેતા જ સાલી પગ પહોળા કરીને સુઈ જતી હતી.."

" બે બે?"

"તમને અને યોગેશસરને... કહ્યું કે તને પગાર પણ કામનો નહિ પણ સાથે સુવાનો આપે છે."

"સાલો યોગેશને પણ વચ્ચે ઘસડી લાવ્યો?"

"તમને તો ખુબ ગાળો આપી, જે કહેવાય તેવી પણ નથી."

"ઓકે, છેલ્લે શું થયું?"

"કહ્યું કે આજે જ મારુ ઘર છોડી દે, અને મને તમાચો મારીને જતા રહ્યા."

મેં નિર્ણય કરી લીધો, કહ્યું "જા કામ કર, ડ્યુટી પછી દુકાને આવજે, આપણે કશે ફરવા જઈશું."

"કેમ?"

"કેમ શું? તારી આઝાદી સેલિબ્રેટ તો કરીશુંને..."

"પછી??"

"પછી મારે ઘેર, આપણે ઘેર.. અને શું કહેતી હતી કે પછી કદાચ...... મોકો નહિ મળે...? "

"હા, આ આપણી છેલ્લી મુલાકાત છે, કારણકે હવે હું ત્યાં જવાની નથી, અને હવે હું ખમી શકું એમ નથી, હું જઈ રહી છું... બહુ જ દૂર... મારે કારણે તમે મુશ્કેલીમાં આવો તે હવે મારાથી જોઈ શકાય એમ નથી. એટલે તમારે ઘેર લઇ જવાની તો વાત જ ન કરતા... મેં નક્કી કરી લીધું છે, બસ... થોડા જ સમયમાં તમે મને જે કઈ આપ્યું છે, તેટલું મારે માટે પૂરતું છે.... મેં તમને શું આપ્યું? બદનામી... ??"

હું ઉભો થયો, ને તેના વાળ પકડીને ખેંચ્યા, તેનું માથું પાછળ પીઠ તરફ મરડાયું, પણ તેણે ઉંહકારો પણ કર્યો નહિ. "સાલી, મરી જવું હતું તો પહેલે થી જ મરી જતીને...... મને મળી કેમ?"

કહેતા હું ભાવુક થઇ ગયો. તેના વાળ છોડીને તેને ભીંસી દીધી, અને મારા હોંઠથી તેનું મોઢું ભીંનુ કરી નાખ્યું. "બેબી, આ તો થવાનું જ હતું, આપણે જાણતા જ હતા કે તું તાબે નહિ થાય તો આજે નહિ તો કાલે તે તને કાઢી મુકશે જ... અને રૂમ રાખવો કઈ મોટી વાત નહોતી, કે નથી.. પણ હું તને એકલી રહેવા દેવા માંગતો નહોતો એટલે જ.... પણ તું જરાય ટેંશન લઈશ નહિ, બધું મારા પર છોડી દે. થોડા જ દિવસ અને તું કાયદેસર છૂટી પણ થઇ જઈશ... મરવાના નહિ, પણ હવે જ જીવવાના દિવસો આવ્યા છે. બોલ, બોલ નહિ જાયને મને છોડીને??"

કાન્તા જાણે મારી અંદર ઉતરી જવા માંગતી હોય તેમ મને સખત જકડી રહી હતી.

એટલીવારમાં યોગેશ આવ્યો, આવતા જ અમને જોઈને બોલ્યો "તમારે ફોન કરવો જોઈએને.. હું મોડો આવતો.. હવે મારે બહાર જઈને ફાંફા મારવા??"

અમે અલગ થયા, ને હું બોલ્યો "ના, અહીં જ બેસ અને વાત સાંભળ." કહીને મેં તેને બધી વાત કરી. કાન્તા રડવા લાગી, તે જોઈને યોગેશ અકળાયો "તું કેમ ભેંકડા તાણે છે? જા તું કામ કર અને ક્લાસમાં જા.. તને પગાર શેનો આપું છું? રડવા-ફડવાનું કામ ડ્યુટી પછી જૂતાની દુકાને જઈને કરજે, અહીં નહિ." તે આંખ લૂછતી ઝડપથી ઉભી થઇ ને બહાર જતી રહી. મેં કહ્યું "મારે ઘેર જ લઇ જાઉં છું, શું કહે છે?"

"ના, ડિવોર્સ નથી થયા, નવી ગૂંચ પડી શકે છે, આમ તો જોકે મને લાગતું નથી કે કાંઈ થાય, તેનો પતિ તો એટલો ડરી ગયો છે કે તે છૂટાછેડા આપવા ઉતાવળો થયો છે. પણ હાથે કરીને વિવાદ ઉભા કરવા નથી. તે મારે ઘેર રહેશે."

"ચાંદની ને શું કહીશ?"

"તે પણ બધું જ જાણે છે."

"સાલા, તું આપણી વાતો બાયડીને કેમ કરે છે?"

"તેની ચર્ચા ફરી ક્યારેક કરીશું, હમણાં તો તેને મારે ઘેર મૂકી આવ. તેનો સમાન વગેરે લાવી છે?"

"ના , કઈ જ લાવી નથી."

"લેવા જશે? તું સાથે ના જતો, તે જ લઇ આવે અને બહેનને પણ કહેતી આવે."

"હું કાન્તાને બોલાવું છું, તું જ એને કહેજે." કહીને હું કાન્તાને બોલાવી લાવ્યો. યોગેશ બોલ્યો "આજથી તું મારે ઘેર રહીશ, લગન સુધી.. ત્યાંથી અમે તારા લગન કરી ને જ તને વિદાય કરીશું, સમજી?"

કાન્તાએ મારી સામે જોયું, મેં હકારમાં માથું હલાવ્યું. કાન્તા યોગેશ સામે જોઈને બોલી "આ બધું... આ તમારું એહસાન.. મને નહિ ફાવે, હું ક્યારે ચૂકવીશ?"

"એહસાન-ફેસાન કશું નહિ, બધો ખર્ચ હું તારા પગારમાંથી કાપવાનો છું..નહિ નચિકેતા?"

"હાસ્તો.. કેમ નહિ?" અને હું કાન્તા સામે જોઈને બોલ્યો "એટલે જરાય શરમાયા વગર, હક અને દાદાગીરીથી રહેજે."

હું દુકાને આવ્યો. અમે નક્કી કર્યા મુજબ કાન્તા યોગેશ સાથે બહેનને ઘેરે જઈને કપડાં વગેરે લઇ આવી, યોગેશ બહાર ગાડીમાં જ હતો. તે કાન્તાને લઈને પોતાને ઘેર ગયો. હવે મને તેની જરાય ચિંતા નહોતી, તે સેફ હતી. અને રસ્તાની પણ ચિંતા ટળી ગઈ હતી, યોગેશ સાથે જ ક્લાસમાં આવશે અને તેની સાથે જ ઘેર જશે, ટૂંકમાં તે ચોવીસે કલાક યોગેશની નજર હેઠળ રહેવાની હતી. આજે રાતે હું બિલકુલ નચિંત થઈને ઊંઘીશ...

રાત્રે જમીને હું યોગેશને ઘેર ગયો, ત્રણે ય ટીવી જોતા હતા, કાન્તાના મોં પર સ્મિત આવ્યું, ચાંદની હસીને બોલી "આવો આવો નચિકેતભાઈ..."

"તને કેટલીવાર કહ્યું કે મારુ નામ નચિકેતા છે." કહીને હું બેસી ગયો, અને કાન્તાને પૂછ્યું "જેઠાણી સાથે ફાવે છે ને?" તેણે હસીને માથું હલાવ્યું. ચાંદની બોલી "ના, ના, હું નાની એટલે દેરાણી છું..." અને 'તા' પર ભાર દઈને બોલી "નચિકે-તા ને તારો રૂમ તો બતાવ..."

રૂમમાં આવતા જ કાન્તા મને ચોંટી પડી. "તારી બહેન કશું બોલી?"

"રડતી હતી, મને તેની દયા આવે છે."

"એને કહેતી કે તારે માટે હવે રડે નહિ, કે ચિંતા કરે નહિ, હવે તું લંપટોની દુનિયામાં નથી."

"મેં એ જ કહ્યું કે હું ઘણી ખુશ અને સુખી રહીશ... હવે મારી ફિકર છોડી દે.. નચિકેતા, બધું સારું થશેને?"

"મારા પર વિશ્વાસ નથી?"

"એવું નથી, પણ હવે હું વધારે નહિ ખમી શકું, તૂટી પડીશ...હવે ધીરજ નથી."

"થોડી ધીરજ રાખ, અને અહીં જરાય સંકોચ રાખીશ નહિ, તારું જ ઘર છે. ચાંદની બહુ સારી છે, અને યોગેશને તો તું ઓળખે જ છે."

"તમારે બધાને મળ્યા પછી જ મને દોસ્તીનો અર્થ સમજાયો.. મને તમારી ઈર્ષ્યા થાય છે."

"ઈર્ષ્યા ના કર, તું પણ હવે અમારામાની જ છે." કહીને હું બહાર જવા લાગ્યો, તે બોલી

"ઉભા રહો, કિસ નથી કરવી?"

"ના... ડોક્ટરે ના કહ્યું છે, તને કરવી હોય તો મને કશો વાંધો નથી..."

તે ધીરે ધીરે નજીક આવી, બંને હાથ મારા ગળામાં નાખ્યા, અને હોઠ સાથે હોઠ ભીડી દીધા, તેની જાડી જીભ મારા મોં માં ફરતી, મારી જીભ સાથે લડતી હતી. કશાય સ્વાદ વગરનો સ્વાદ આહલાદક અને અવર્ણનીય હતો

***

હું દુકાને હતો ને માં નો ફોન આવ્યો "જલ્દી ઘેરે આવ, દુખાવો ઉપડ્યો છે." હું ભાગીને યોગેશની ક્લાસ પર ગયો, ત્યાં મારી બાઈક મૂકી અને તેની કાર લઈને ઘેર આવ્યો. પીડાથી થોડી થોડી વારે તેની આંખોં સખત મીંચાતી હતી. મને તેને જોઈને કશું થયું, અને મને તેનો દુખાવો ફીલ થવા લાગ્યો. આજે, હા કદાચ આજે જ હું બાપ બનવાનો હતો.. પણ મને તેને જોઈને લાગ્યું કે મને બાપ બનાવવા માટે તે ઘણું સહન કરી રહી હતી. તેને સંભાળીને, લગભગ ઊંચકીને જ ગાડીમાં બેસાડી, સાથે માં બેઠી અને અમે હોસ્પિટલ આવ્યા. ડોક્ટરે તપાસીને કહ્યું કે હજુ ચારેક કલાક લાગશે.

હું બેડ પર તેના માથા પાસે બેઠો હતો, તેણે મારો હાથ પકડી રાખ્યો હતો, થોડી થોડીવારે તે ઉંહકારા કરતી હતી. માં તેના પગ પાસે બેઠી હતી. મેં પૂછ્યું "દુખે છે?"

માં બોલી "દુખે જ છે ને.. દુખતું જ હોય ને.. પૂછવાની જરૂર છે?" ઉંહકારા કરતા કરતા પણ તે હસી પડી.

હું કશું બોલ્યો નહિ, ને સિગરેટ કાઢી, માં બોલી "અહીં નહિ, બહાર જા..." તેણે મારો હાથ દબાવ્યો, હું સમજી ગયો, તે મને અહીંથી ઉઠવા દેવા માંગતી નથી. મેં સિગરેટ પાછી મૂકી દીધી.

મેં કાન્તાના કપાળ પર હાથ મુક્યો, ને માંને કહ્યું "ગરમ લાગે છે..."

માંએ સહેજ ગાઉન ઊંચો કરીને કાન્તા ની પિંડી પકડી અને ઝૂકીને પછી કપાળે હાથ અડાડીને બોલી "કશું નથી, તું બીવરાવ નહિ."

કાન્તા મારે કપાળે હાથ મૂકીને માંને કહ્યું "મને નહિ, નચિકેતાને ફીવર છે, હાથ અને માથું ગરમ છે."

માં ગુસ્સે થઇ ગઈ, "તું બેસી રહે ને મારી માંઆઆ.... તું તારું સંભાળ ને... વરસથી તમારા બે ના વેવલાવેડા સહન કરું છું, નવાઇનાં જાણે તમે જ લગન કર્યા છે? હવે હું ખરેખર તમારાથી કંટાળી ગઈ છું." અને મારી સામે જોઈને બોલી "તું અહીંથી જાય છે કે હું જાઉં??"

મેં જાણે કશું સાંભળ્યું જ ન હોય તેમ ઊંચે જોઈને રિમોટ થી ટીવી ચાલુ કરવાની ટ્રાય કરતો રહ્યો. થોડીવાર મારા જવાબની વાટ જોયા પછી "બહુ સારું... હું જાઉં છું, બસ?" કહીને માં ઉભી થઇ, કાન્તા બેઠી થઇ ગઈ, "ના મમ્મી, તમે ના જશો, નચિકેતા જશે.. ના એ પણ નહિ જાય, બંને અહીં જ રહો, હવે કશું નહિ બોલીએ બસ??"

પણ માં ઉઠીને જતી રહી. "જાવ.. મમ્મીને લાવો..."

"તું ચિંતા ના કર, મારી માંને હું ઓળખું છું, તે કશે નથી ગઈ, અહીં જ છે. હમણાં થોડીવારમાં આવશે."

અને ખરેખર થોડીવારે માં દોરીથી બાંધેલ લીલા નાળિયેર ઊંચકીને આવી, "ઓ માં... હાંફી ગઈ.... તમારા બે ની પળોજણમાં હું કસમયે બુઢ્ઢી થઇ ગઈ...." કહેતા તે કાન્તા પાસે બેસી પડી.

"કસમયે નહિ, સમયસર જ બુઢ્ઢી થઇ છે. આજે તો તું દાદી બનવાની છે, અને દાદી તો લબડેલા ચામડાની, કમરમાંથી વાંકી વળેલી અને હાંફતી-ખાંસતી જ શોભે, નહિ કાંતિ??"

હવે કાન્તાનો દુખાવો વધવા લાગ્યો. બે સણકા વચ્ચેનો ગાળો પણ ઘટી રહ્યો હતો. તેના ઉંહકારા સાંભળીને મને જાણે શું થતું હતું. હું બોલ્યો "માં, ડોક્ટર ઇન્જેક્શન આપે તો દુખાવો તરત બંધ થઇ જાય, અને પછી આપણે સિઝેરિઅન કરાવી લઈએ તો ??"

"તું ચૂપ-ચાપ બેસ, એ બધું તને નથી વિચારવાનું. અને હવે કશું બોલ્યો તો હું ખરેખર જતી રહીશ.""

"આ તો.... ખાલી કહું છું..."

થોડીવારે ચાંદની પણ આવી ગઈ, આવતા જ હસતા બોલી "કોને ડિલિવરી થવાની છે? કાન્તાને કે નચિકેતભાઈને? મોં પરથી તો એવું લાગે છે કે નચિકેતભાઈને વધારે દુખે છે."

"મારુ નામ નચિકેતા છે, અને મને શું દુખે?"

"કાન્તા કરતા તો વધારે ઢીલા ને નર્વસ તમે દેખાવ છો, જાવ દુકાને જાવ, અહીં તમારું શું કામ છે?"

કાન્તાને છોડીને હું જઈ શકું જ નહિ. હું ઉભો થયો, જવા માટે નહિ, પણ રૂમમાં આંટો મારવા માટે..કાન્તા એ મારા બંને હાથ પકડી લીધા, ને બોલી "ના, તમે ના જશો, મને નહિ ફાવે.. લેબર રૂમમાં પણ તમે સાથે જ રહેજો."

"હા, હા, હું અહીં જ છું, કશે જતો નથી." ને ચાંદની તરફ જોઈને બોલ્યો "કોઈની ચડામણીથી હું ચડી જાઉં એવો નથી."

ગર્ભાશયમાંથી પ્રવાહી વહેવા માંડ્યું, કાન્તાનો ગાઉન બગડ્યો અને બેડ પર પણ મોટો ધબ્બો ફેલાયો. માં દોડીને નર્સને બોલાવી લાવી.

લેબર રૂમમાં કાન્તાને ટેબલ પર અડધી જ સુવડાવી હતી, તેનું ધડ ઊંચું રાખ્યું અને ઢીચણ થી ઉપર સાથળો પર સ્ટેન્ડ એડજસ્ટ કરીને બંને પગ ઊંચા કર્યા.

લેબરરૂમ માંથી હું મારી દીકરીને લઈને બહાર આવ્યો તો એવી ફીલિંગ આવી કે જાણે આખી દુનિયા મારા પગ તળે છે, મારી ઠોકર પર છે. હું જ, હા હા હું જ સર્જનહાર છું....

માંએ તરત મારી દીકરીને લઇ લીધી, ચાંદની પણ દોડીને જોવા આવી, ને બોલી "કોંગેચ્યુલેશન...... આનું નામ 'શાન્તા' રાખજો...."

-----------સમાપ્ત.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED