12 રીઝન ટુ લવ rajni patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

12 રીઝન ટુ લવ

12 Reason To Love…

Rajni patel’s

કાનૂની ચેતવણી

મદિરાપાન અને ધુમ્રપાન નું સેવન સ્વસ્થ માટે હાનીકારક છે.જેનાથી કેન્સોર જેવા જીવલેણ રોગ થાય છે.આ વાર્તા માં બતાવામાં આવેલ કોઈ પણ પાત્ર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ ધુમ્રપાન કે મદિરાપાન નો પ્રચાર કરતી નથી.જેની નોંધ લેવા નમ્ર વિનંતી.

મદિરાપાન અને ધુમ્રપાન જેવા નશીલા પદાર્થ નું સેવન ના કરો અને ના કરવા દો,કારણ કે ધુમ્રપાન પડશે મોંઘુ.

***

આ વાર્તા અને તેના દરેક પાત્ર કાલ્પનિક છે,તથા કોઈ પણ જીવિત અથવા મૃત વ્યક્તિ સાથે તેઓનો કોઈ સંબંધ નથી.અને અમારો મુખ્ય ઉદેશ્ય દર્શકો ને મનોરંજન પૂરું પાડવાનો છે.

“Wo Chanhege Itna… Hume Maloom Nahi Tha…

Hum Royenge Itna… Hume Maloom Nahi Tha…”

“Kisi Se Bichadte Huye Hum Kisi Aur Se Mil gye….

Bas Yuhi Hume Zindagi Ke Nye Mayene Mil Gye….”

“મારી બૂક પાછી ક્યારે આપવી છે..?”

“કાલે આપી દઈશ.”

“ભૂલી ના જતી…”

“હા નહી ભુલું…”

પણ હું બૂક ભૂલવાનું નહતો કહતો હું તને મારી જાત ને નહિ ભૂલવાનું કહતો હતો પણ…

બસ આટલું કહીને હું હીર થી દુર જતો રહ્યો અને જતા જતા મારી આંખોમાં એના માટે બાકી રહેલો પ્રેમ પણ બહાર આવતો હતો.ત્યાંથી નીકળી ને હું સીધો જ કોલેજ ના વોશરૂમ માં ગયો અને મારા નસીબથી ત્યાં કોઈજ નહતું બસ ત્યાં જ મેં બાકી રહેલો પ્રેમ મેં આંખો થી બાહર કાઢી ને રડી પડયો.

આજે હીર એકદમ સિમ્પલ પણ સુંદર લગતી હતી સાથે એની ફ્રેન્ડ કિંજલ અને માનસી પણ હતી.માનસીએ મને ઘણી વાર સમજાવેલું કે હીર થી દુર રહજે પણ હું જ ના રહી શક્યો અને બસ ફરીથી પ્રેમ કરી બેઠો. હા તમે સાચું વાંચ્યું “ફરીથી” કેમ કે આવી રીતે પ્રેમ માં પડવું અને પછી રડવું મારે માટે સામાન્ય કહેવાય.આ મારો કદાચ ૪-૫ પ્રેમ હશે. આ પેલા પણ મને પ્રેમ થઈ ચુકેલા છે અને દર વખત ની જેમ આ વખતે પણ બ્રેકઅપ સામે પક્ષે થી જ થયું એટલે કે છોકરી એ મને એકલો મુક્યો.

આજે હું હીર પાસેથી મારી બૂક “I too had a love story…” પાછી માંગી રહ્યો હતો.મારા પાસે આવી લવ બૂક નું સારું એવું કલેક્શન એટલે મારા ઘણા ફ્રેન્ડ વાંચવા લઈ જતા પણ હીર ની વાત અલગ હતી કેમ કે એ મારી ફ્રેન્ડ ની સાથે સાથે મારી ગર્લફ્રેન્ડ પણ હતી.

જેવો હું વોશરૂમ આથી બહર નીકળ્યો ત્યાં જ મારા બેસ્ટ ફ્રેન્ડ શ્રેયા અને વિરાજ ત્યાં હતા, પણ બને ને ખબર નહતી કે હું રડી ને બહર આવ્યો છુ એ બને મને અમારા RKU,આકાશકોટ કોલેજ ના ACS ગ્રુપ માં લેકચર માટે આવેલા.શ્રેયા અને વિરાજ ની જોડી એટલે એક પૂર્વ અને એક પશ્ચિમ, એક એકદમ સીધો સાધો સિમ્પલ વિરાજ અને બીજી બાજુ એકદમ નટખટ અને મસ્તીખોર શ્રેયા.એ બન્ને માટે હું હમેશા કહતો કે રામ લિયે જોડી અને ગોડ ને પ્રેય પણ કરતો કે એ લોકો ની લવસ્ટોરી બસ આમ જ ખૂશ રહે.આ આમરો છેલ્લો લેકચર હતો તે પણ હિતેશસર નો એટલે બધા ના મૂડ એકદમ ફ્રેશ થય ગયા. હિતેશસર અમારા બધા ના સર ઓછા અને મિત્ર વધારે.

કોલેજથી આવીને હું રૂમ પર ગયો ત્યાં મારા રૂમમેટ વિશાલ અને અમિત પેલાથી જ હતા.

“ચાલો ચા પીવા જઈએ” મોબાઈલ માં અંદર સુધી ડૂબેલા મારા બને મિત્રો ને મેં કીધું.

“અત્યાર માં ચા ??” મોબાઈલ માં અંદર રહીને જ વિશાલ એ જવાબ આવ્પ્યો.

આ મોબાઈલ પણ ગજબ છે જોડે ૩ મિત્રો છે પણ એક બીજા ના મોઢા જોયા વિના જ વાતો કરીયે છીએ. મને પેલું યાદ આવ્યું “વિજ્ઞાન જેટલું હિતકારક છે એનાથી વધરે વિનાશકારક પણ છે ” કાશ એકાદ અટોમબોમ્બ પડે અને દુનિયા ના બધા જ મોબાઈલ નાશ થય જાય.

“હું જાવ છુ,તને ખબર ને મારે તો ચા જોઈએ જ.”

“હું આવું છુ”

“હું પણ” અમિત પણ બોલ્યો.

“ના અમિત તું અહિયાં જ રહે તારે જરૂર નથી આવાની હું લેતો આવીશ” મેં મજાક માં કીધું

“કેમ આકાશ ,,હું જોડે આવું તો શું વાંધો છે?” અમિતે પણ હસતા હસતા કીધું.

મને ખબર હતી કે એ સાલો પેલી સામે વાળી મિત્તલ ને જોવા જ અમારા સાથે આવે છે કેમકે નીચે ઉતરતા જ પેલી એની સિસ્ટર જોડે બેઠી જ હશે.

અમે ૩ એ ચાલતા ચાલતા અમારા રોજ ના ચા વાળા પાસે ગયા અને ચા નો ઓર્ડર આપ્યો.આકાશકોટ માં આ મારું ત્રીજું વર્ષ હતું પણ હું જન્મ થી સુરત રહેલો એટલે સુરતી ખાવાનું જ ભાવે એકદમ તીખુ અને ચટાકેદાર,પણ આ આકાશકોટ ની ચા એટલે બસ આકાશકોટ ની જ ,એકદમ મસ્ત. આકાશકોટ માં ગણી ગણી ને ૩-૪ વસ્તુ જ ભાવે એમાં એક તો ચા,જોકર ના ગઠીયા,સૂર્યકાંત ના થેપલા દહીં એ પણ રાતે, પણ પેલા તીખા ઘૂઘરા હા અહિયાં આવીને મને પહલીવાર ખબર પડી કે ઘૂઘરા તીખા પન હોય બાકી તો ૨૭ વર્ષ સુધી મેં મીઠાશ વાળા ઘૂઘરા જ ખાધા.

ચા પીધા પછી રોજ ની જેમ વિશાલે એની સિગારેટ પીવાનું ચાલુ કર્યું અને આજે મેં પણ એક હાથ માં લીધી અને એક કશ માર્યો ઘણા સમય પછી આ હોઠ નો સિગારેટ સાથે મિલાપ થયો.કયારેક ક્યારેક કોઈ એક આદત ને ભૂલવા માટે કોઈ બીજી આદત ચાલુ કરવી જરૂરી બને છે.બસ આ હીર નામ ની આદત ને ભૂલવા મેં આજે સિગારેટ ની આદત ફરી ચાલુ કરી.

હવે તો રોજ નું બસ આ ફિક્ષ પ્રોગ્રામ હતો સવારે ઉઠી ને હું અને વિશાલ આકાશકોટ સીટી બસ માં બેસીને કોલેજ જઈએ અને ત્યાં સૌથી પેલા કેન્ટીન માં જઈને એક કોફી પીવાની.પછી ત્યાંથી વિશાલ એના મીકેનીકલ ના ક્લાસ માં અને હું કોમ્પ્યુટર.

નિયમિત ની જેમ હું એકલો ક્લાસ માં લાસ્ટ બેંચ પર બેઠો અને લેકચર શરુ થયો અને મારા મગજ માં બસ એ જ હીર ની યાદ. હું આખા ક્લાસ તરફ નજર ફેરવું છુ મારા કલાસમેટ પ્રતિક,વિભા,નિકિતા, નવના, રૂચી,હરદીપ બાપુ,સચિન અને બીજા બધા. હું આ બધા થી એટલો નજીક ક્યારેય પણ ના થયો જેટલો હું મારા સુરત ના ફ્રેન્ડ જોડે છુ એનું કારણ મને આજ સુધી ખબર નથી પણ કદાચ અમારા લોકો વચે રહેલા વિચારો ના તફાવત ના લીધે હશે. નેહલમેમ નો ઓપરેટીંગ સિસ્ટમ નો લેકચર પૂરો થયો લગભગ પૂરો ક્લાસ સુતો જ હતો, હું પણ. આમાં વાંક નેહલમેમ નો ઓછો અને ઓપરેટીંગ સિસ્ટમ નો વધારે હતો.

જેમ તેમ કરીને સાંજ પડી અને હું પાછો રૂમ પર આવ્યો.આવતા પેલા જ મેં એક સિગારેટ નો ડોજ મારી લીધેલો.પણ ફરી પાછો વિશાલ જોડે ચા અને સિગારેટ નો બીજો ડોજ.કેમ કે મને ખબર છે “એક ખરાબ આદત બીજી ખરાબ આદત ને દુર કરે છે”.અહી હું હીર ની યાદ ને દુર કરવા માગું છુ.

બસ એ જ કોશિશ માં સાંજે લેપટોપ ઓપન કરીને ફેશબૂક ખોલ્યું.ફરી અહિયાં મદદ માટે વિજ્ઞાન તૈયાર જ હતું.સૌથી પહલુ કામ તો મેં ફેશબુક એકાઊંટ ની વોલપેપર માં એક મસ્ત ઉદાસ પણ રોમેન્ટિક ફોટો મુક્યો અને પછી બસ ૧૦-૧૨ મસ્ત મજાની શાયરીઓ પોસ્ટ કરી. થોડી વાર માં જ મારી સિસ્ટર રાધિ નો મેસેજ આવ્યો.

“hey bro.. How are you..?”

“Fine.”

“શું થયું છે ? કેમ આજકાલ આવી પોસ્ટ કરો છો ?”

“કઈ નહી બસ એમજ“

“gf જોડે બ્રેંકઅપ થયું લાગે છે”

“હ....hike માં વાત કર”

“ઓકે”

આજકાલ ૨૦૧૪ ના વર્ષ માં લોકો રૂબરૂ ઓછુ અને facebook,hike,whatsapp માં વધારે વાતો કરે.આમ તો મારા પાસે સ્માર્ટફોન નહતો પણ એક ટેકનોલોજી ના જીનીયસ માટે લેપટોપ માં whatsapp સ્ટાર્ટ કરવું બોવ સરળ હતું. મેં લેપટોપ માં hike ચાલુ કર્યું અને રાધિ ને એક મસ્ત ઇમોજીસ smile સેન્ડ કરી.

“”

“શું કરો છો?”

“કઈ ની તને યાદ કરું છુ ”

“જાવ ને હવે..અમરેલી ક્યારે આવવું છે”

“તું કોઈ gf ગોતી રાખ તો આવું ” હું હીર ને કોઈ પણ રીતે ભૂલવા માંગતો હતો અને કદાચ આ મેસેજ મારી ઝીંદગી બદલવાનો હતો.