12 રીઝન ટુ લવ - 2 rajni patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

12 રીઝન ટુ લવ - 2

12 Reason To Love…

Rajni Patel’s

Dedicated to

Someone whom I never get

Disclaimer

ALL CHARECTERS AND EVENT DEPICTED IN THIS STORY IS FICTITIOUS.

ANY SIMILARITY ANY PERSON LIVING OR DEAD IS MEARLY COINCIDENCE.

આ વાર્તા અને તેના દરેક પાત્ર કાલ્પનિક છે, તથા કોઈ પણ જીવિત અથવા મૃત વ્યક્તિ સાથે તેઓનો કોઈ સંબંધ નથી. અને અમારો મુખ્ય ઉદેશ્ય દર્શકો ને મનોરંજન પૂરું પાડવાનો છે.

***

“Kho Gye The Hum Jiski Tasvir DekhKr…

Humne Dhundha Use Kismat SamjKr…”

***

“જાવ ને હવે..અમરેલી ક્યારે આવવું છે

“તું કોઈ gf ગોતી રાખ તો આવું ” હું હીર ને કોઈ પણ રીતે ભૂલવા માંગતો હતો અને કદાચ આ મેસેજ મારી ઝીંદગી બદલવાનો હતો.

“કેમ હજુ દિલ તોડવું છે ? હજુ કેટલું રડવું છે?

“દિલ તુટવા માં પણ એક મજા છે..કોઈ ની યાદ માં રડવા માં પણ એક મજા છે..”

“વાહ વાહ..શાયર થઈ ગયા તમે તો...”

“મેં શાયર તો નહી...મગર યે હસીં જબ સે દેખા મેને તુજકો મુજકો....શાયરી આ ગઈ...”

“બસ બસ હવે...બોલો બીજું કઈક”

“શું બોલું. તું બોલ કોઈ છોકરી ગોતી કે નહી મારા માટે.”

“તમને કેવી છોકરી જોઈએ એ બોલો પેલા

“બસ થોડી સમજદાર જે મને સમજી સકે અને મને સહી સકે.., હા પણ એજ્યુંકેટેડ જોઈએ.. બાકી લૂક માં સારી ના હોય તો પણ ચાલશે.. ”

“હં....”

“શું હં....બોલ છે કોઈ તારી ફ્રેન્ડ ?”

“ફ્રેન્ડ તો ઘણી છે પણ બધી ઓલરેડી બૂક છે ”

“એવું કઈ ના હોય એકાદ તો હશે જ”

“એમ તો બે છે..જોવી છે ”

“અરે ઇસમેં ભી પૂછના પડેગા.. હા હોય આપડી

આટલો જ મેસેજ કરતા રાધિ મને ૨ ફોટો hike માં સેન્ડ કર્યાં. બને લૂક માં એકદમ સિમ્પલ હતી પણ એમાં થી એક મને થોડી વધારે ગમી. મેં એનો ફોટો રાધિ ને પાછો સેન્ડ કર્યો.

“આ બ્લેક બ્યુટી કોણ છે ?”

“ઓહ.. કઈ બ્લેક નથી એતો ફોટો માં એવી લાગે છે બાકી મસ્ત છે એકદમ ક્યુટ. “

“હા.હવે..તો કોણ છે આ ક્યુટીપા બોલને હવે

“કેમ બોવ જલ્દી છે

“અરે પણ મસ્ત છે એ એટલે ફેશબુક માં છે એ ???”

“હં....હશે ગોતી લો... ”

“અરે પણ નામ વિના કેમ ગોતુ... ”

“મારા ફેશબુક માં છે ગોતી લો હવે..ગોતી લેશો તો ફ્રેન્ડશીપ કરવી પીસ બસ

“ઓહ..મને ચેલેન્જ....ઓકે ગોતી લઈશ..પછી ફ્રેન્ડશીપ કરાવીશ ?”

“હા કરાવીશ ..બસ“

“પ્રોમિસ..??”

“પ્રોમિસ ..હવે ગોતવા લાગો

“હં..ઓકે.. ડીયર”

“ચાલો હવે જમીને વાત કરું....બાય..ઓલ ધ બેસ્ટ”

“થેંક યુ..બાય..

રાત ના ૮:૩૦ થ ગયા હતા.અને વિશાલ, અમિત અને હું અમારું રોજ નું ટીફીન જમવા બેઠા.ખબર નહી પણ કેમ આજે ઘણા દિવસ પછી હું થોડો રિલેક્ષ હતો. ફટાફટ જમીને અમે ત્રણે જણા બહાર વોક કરવા ગયા.સાથે રોજ ની જેમ રાજકોટ ની લીંબુ પ્યાલી, ”છા સોડા” પણ પીતા આવ્યા.

રૂમ પર આવતા મેં ઘડિયાળ માં જોયું તો ૧૦:૦૦ વાગી ગયા હતા, અને મારા મન માં હજુ પેલી ચેલેન્જ ફરતી હતી.કેમ કે મને ચેલેન્જ પૂરી કરવી બોવ જ ગમતી. બસ હું પાછો લેપટોપ માં ફેશબુક ઓપન કરીને બેઠો. રાધિ ની પ્રોફીલે માં જઈને મેં એનું ફ્રેન્ડલીસ્ટ જોવા લાગ્યો. અને એક પછી એક એની ફ્રેન્ડ ના પ્રોફાઈલ ફોટો અને અબાઉટઅસ જોવા લાગ્યો. અંકિતા,,, મિત્તલ,,,, વિધિ....એક પછી એક પણ આજે મારું લક સાથે નહતું એમ એમાંથી મને કોઈ પેલી ક્યુટીપાઈ જેવી ના લાગી. ફરી પાછો જોવા લાગ્યો.. નીકી,,, ડેસ્ટીનિ...ભૂમિકા.... હવે તો હું પણ થાક્યો.

લેપટો બાજુ માં રાખી સોંગ ચાલુ કરીને હું એમજ સુવા લાગ્યો અને મનમાં એક પછી એક રાધિ ના ફ્રેન્ડસ ના નામે અને પ્રોફાઈલ યાદ કરવા લાગ્યો.અને હું એમજ સુઈ ગયો.

સવારે ઉઠ્યો અને આજે કોલેજ માં જવાનું મૂડ નહતું એટલે થોડો મોડો જ ઉઠ્યો.ફ્રેશ થઈ ને હું ચા પીધી અને હિસાબ કરવા બેઠો કેમ કે પોકેટ મની હવે પૂરી થવા આવેલી. આમ પણ મારા પર સરસ્વતી વધારે અને લક્ષ્મી ઓછી મહેરબાન હોય.પછી ફરી પાછો હું લાપ્તોપ માં hike સ્ટાર્ટ કર્યું તો રાધિ ના મેસેજ હતા.

“ગૂડ મોર્નિંગ .. મળી ગઈ પેલી ? ”

“ઇતની આસાની સે જો મિલ જાયે ઉસમેં ક્યાં મઝા

“તો ઔર ટ્રાય કરો”

“કોશિશ કર રહા હું ...એક બે નામ આવ્યા છે મગજ માં..“

“અને દિલ માં ??”

“દિલ માં પણ કદાચ છે ૧-૨ નામ”

“કોણ કોણ છે?”

“અંકિતા… ડેસ્ટીની,,, નીકી”

“ઓય નીકી નહી હો....”

“કેમ ??? ”

“એ તેજસ માટે છે

“ઓહ..તારા ભાઈ માટે એમ… વાહ,,,,

“હા તો... બાકી ૨ નામે માંથી એક સાચું કીધું તમે તો..વાહ”

“હવે અંકિતા અને ડેસ્ટીની માં કોણ છે એ તું કહી દે...plzzz

“કહું પણ એક શરત છે...કે મારું નામ ના આવે કે મેં ફ્રેન્ડશીપ કરાવી એમ..ઓકે”

“ઓકે ...નહિ આવે તારું નામ બસ

“કોઈ એક નામ guess કરો તમે

“ડેસ્ટીની

“કેમ એ જ ??”

“જિસકા નામ હી કિસ્મત હૈ ....ક્યાં પતા વો હી હમારી કિસ્મત હો.. “

“સહી કહા..વોહી હૈ..અબ આપ ફેશબુક મેં એડ કરલો”

“કર દિયા ... રીક્વેસ્ટ સેન્ડ કર દી.. ”

બસ આટલું જ બોલતા મેં ડેસ્ટીની ની ફેશબુક માં માઉસ પર ક્લિક કરીને રીક્વેસ્ટ સેન્ડ કરી.એક કોમ્પ્યુટર એન્જીનીયર તરીકે આખી જીંદગી માઉસ ની ક્લિક કરી છે પણ આ એક ક્લિક મારી લાઈફ ને કિલીક કરી જશે એની ખબર નહતી...

બસ હવે તો હું એ જ રાહ જોતો હતો કે કયારે મારી રીક્વેસ્ટ અક્સેપ્ત કરીને મને એના ફેશબુક ના ફ્રેન્ડલીસ્ટ માં એડ કરે છે.પણ મારા થી વધરે ના રહેવાયું અને મેં એને મેસેજ પણ મોકલી દિધો કે

“હેલો,, શું હું તમારી સાથે ફ્રેન્ડશીપ કરી શકુ જો તમને કોઈ પ્રોબ્લમ ના હોય તો પ્લીઝ એડ મી એજ યોંર ફેશબુક ફ્રેન્ડ..થેંક યુ.... ”

બસ હવે મને શાંતિ થઈ.અને મેં આ રીતે ઘણા ફેશબુક ફ્રેન્ડ પણ બનવ્યા હતા.મારો કોઈ બીજો મતલબ નથી પણ ખાલી એમજ લોકો ને ઓળખવાનો આ સૌથી સરળ, નિર્દોષ અને પ્રમાણિક રસ્તો મને લાગે છે.ત્રણ દિવસ પછી માં ફેશબુક માં મેસેજ આવ્યો.

“who are you ? આપ કોન હો ?

“મેં આકાશ.., રાજકોટ સે....ઔર આપ ?”

“કોન આકાશ..? શું તમે મને ઓળખો છો ?”

“ના..પણ તમે હા કહો તો થોડું ઓળખી લવ

“નો..સોરી..બાય”

“અરે પણ બોવ જલ્દી છે ..અભી આયે હો ઔર અભી ચલ દિયે...”

“મેં આપકો નહિ જાનતી તો બાત કયું કરું..મેસેજ મત કરો..”

“મેરા નામ આકાશ હૈ ઔર મેં કોમ્પુટર એન્જીનીયરીંગ કર રહા હું.મેં સુરત મેં રહતા હું

“અરે પહલે તો અપને રાજકોટ કહા., .”

“મેં રાજકોટ મેં સ્ટડી કરતા હું.., પણ હું સુરત થી જ છુ.”

“હં...”

“ઔર આપ ?”

“મેરે બારે મેં કયું જાનના હૈ ?”

“બીના જાને દોસ્તી કેસે હોગી ???”

“ઓહ...દોસ્તી , ..ઇતના જલ્દી??”

“યા...મેં થોડા ફાસ્ટ હું... ”

“ધીરે ચાલો વરના કહી એક્સીડેન્ટ હો જાયેગા

“કુચ એક્સીડેન્ટ અચ્છે હોતે હૈ...”

“અચ્છા...પર ઉસમેં ચો ભી લગતી હૈ...”

“હમ તો પહલે સે હી ઘાયલ હૈ....તો અબ એક ઔર ચોટ હી સહી...”

“સોરી..મેં આપશે ઔર બાત નહી કરના ચાહતી.મેસેજ મત કરો વરના બ્લોક કર દુંગી બાય.”

“ઓકે બાય... ”

પહલીવાર લાઈફ માં કોઈ છોકરી એ મારા જોડે આવી રીતે વાત કરી હતી.બાકી હું વાત કરું અને કોઈ છોકરી ને મારી વાત માં રસ ના પડે એવું તો બને જ નહિ, પણ આ છોકરી કઈક તો અલગ છે જ.

એના જોડે વાત વાત માં સાંજ ક્યાં પડી ગયી એની મને ખબર જ ના પડી અને મારે રોજ ની જેમ ૬ વાગ્યા ની ચા પીવાનો ટાઈમ થયો ગયો એટલે હું અન વિશાલ ચા અને સિગારેટ નો આજ નો ડોઝ પૂરો કરવા ગયા.

“શું થયું પેલી હીર નું?” વિશાલ એ અચનાક જ સિગારેટ નો કાશ મારતા પૂછ્યું.

“તેલ લેવા ગયી એ

“કેમ પેલા તો બોવ હીર હીર કરતો હતો,,, અને હવે સાવ આમ

છોકરાઓ જયરે પ્રેમ માં હોય ત્યરે બસ એને એના પ્રિયપાત્ર સીવાય કશું જ દેખાતું ના હોય.ઉઠતા, જાગતા, સુતા, જમતા કોલેજ માટે રેડી થતા હોય ત્યારે પણ બસ એને જ ધ્યાન માં રાખી ને બધું કરે. અને બસ આ બધું કરવામાં એના રોજ ના મિત્રો થી એ કેવી રીતે ધીરે ધીરે દુર થાય એની એને પણ ખબર ના પડે. અને કદાચ આવી જ કોઈ જૂની ભડાશ માં જ વિશાલ એ મને આં કીધું હતું.

“અરે જવા દેને ..એ એના હર્ષ જોડે ખૂશ છે અને આપડે આપડી સિગારેટ માં

“તો હવે ...કોઈ નવી ગોતવાની છે કે નહી.કોમ્પ્યુટર તો બોવ બધી આઈટમ છે

હવે બિચારા બજરંગ દલ જેવા મેકેનીકલ બ્રાંચ ના છોકરાઓ ને કોણ સમજાવે કે છોકરી ને ઇટમ, માલ, પીસ એવું બધું ના કેહેવાય.એનો તો પેલી ક્યુટીપાય, લવલી ગર્લ, હોટીપાય, વું કહેવાય. પણ મારા માટે તો છોકરી એટલે છોકરી જ,, ..

“કેમને કોઈ ગમતી લાગે છે

“મારે શું હોય બસ જોઈને લાઈ મારવાની..તારા ક્લાસ માં પેલી પૂજા મસ્ત છે

“સાલા એ હીર ની બેસ્ટી છે..”

“તો શું થયું. હીર કરતા તો સારી જ છે

એક વાર તો મેં પણ વિચાર્યું કે હા યાર,, વાત તો સાચી જ છે.અને પછી પેલી “મન મેં લાડૂ ફૂટા” વાળી એડ્સ જોઈ ને મારા મન માં પણ ૨-૪ લાડુ ફૂટ્યા. કે હીર ને જેલેશ કરવા માટે પૂજા જોડે દોસ્તી જ બેસ્ટ રસ્તો છે અને આમ પણ પૂજા જોડે પેલે થી જ મારે સારું એવું બને છે.

બસ અ જ વિચાર માં ચા અને સિગારેટ પૂરી કરી અમે બને રૂમ પર આવ્યા.મેં વાળી પાછુ લેપટોપ માં ફેશબુક ઓપન કરીને પૂજા ને મેસેજ કર્યો.

“હેલ્લો ક્યુટીપાય

“હા બોલો..કેમ આજે યાદ કર્યા અમને

“યાદ તો આપકી રોજ આતી હૈ બસ આજ કુચ જ્યદા આગ્યી

“અચ્છા એસા હૈ

“હા તો...દિલ હૈ કી માનતા નહી આપકી યાદ કે બીના રેહ નહી પતા

“ઓહ..ફિલ્મી... બસ હો..આ બધું ફલર્ટ હીર પર કરજો”

“ફોટો મસ્ત છે..લુક્સ ક્યુટ ” મેં હીર ની વા ને અવોઇડ કરીને ફલર્ટ ચાલુ રાખ્યું.

“થેંક..શું કરે તું

“સોંગ સંભાળું છુ...આશિકી ના

“ઓહ..માય ફેવરીટ,, rj”

“આરોહી....”

“ક્યાં??”

“કુચ નહી બસ યુહી... ”

“ઓહ..ફીલ્મી… ડાયલોગ પણ યાદ છે

“બસ આપકા અસર હૈ

“બસ બસ હવે.. બાકી ની આશિકી કાલે કરજે..ચલ બાય હવે

“બાય... આરોહી...”

“ક્યાં”

“કુચ નહી બસ યુહી

“બાય હવે

પૂજા જોડેવાત કરીને મૂડ એકદમ મસ્ત મજાનો થય ગયો.અને પૂજા ને હમેશા કઈક ને કઈક ફિલ્મી નામથી જ બોલાવતો.લુક મુજબ જોવા જઈએ તો હીર કરતા પૂજા વધરે મસ્ત છે.હીર એકદમ સિમ્પલ અને સરળ છે જ્યરે પૂજા એકદમ મસ્તીખોર, સ્ટાઈલીસ્ટ છે.ટૂંક માં જો પેલા બજરંગ દલ વાળા ની ભાષા માં કહું તો પૂજા એકદમ સેક્સી, હોટ, અને એટલી જ ક્યુટ છે.ક્યરેક ક્યરેક હું પણ વિચારું છુ કે પૂજા જોડે સેટિંગ કર્યું હોત તો આજે આ સિગારેટ ની જગ્યાએ એ પોતે હોત હાથ માં.બસ આ જ વિચારો જ માં મસ્ત ઊંઘ પણ આવી ગયી.

“ઓય આકાશ...ઉઠ...કોલેજ નથી જવું કે ?”

“અરે વિશાલ હા ઉઠું છુ.“ રોજ ની જે વિશાલ અમને ઉઠડવા આવ્યો.સવારે ૬:૩૦ વાગ્યે એ પણ.

જલ્દી જલ્દી ફ્રેશ થઈ ને કોલેજ ગયો કેમ કે લાસ્ટ વિક હતું પછી રેડીંગ વેકશન પડવાનું હતું

કોલેજ પહુચાતા સૌથી પેલા મને શ્રદ્ધા અને રૂચી મળ્યા.

“આ શું છે ??” રૂચી એ પૂછ્યું

છેલા ૧૦-૧૫ દિવસ થી મારો એકદમ નવો લુક જોઇને એ લોકો થોડા સરપ્રાઈઝ થય ગયા હતા.આ નવો લુક એટલે એક્દમ કોઈ શરીફ અને સીધા સાધા છોકરા જેવો.શોર્ટ હેર.બ્લેક ફ્રેમ ના ચશ્માં અને મોઢા પર એક ઉદાસી.મારા આ લુકના લીધે જે લોકો ને મારા અને હીર ના લવ ની ખબર નહતી એ લોકો ને પણ અમારા લવ અને બ્રેકઅપ ની ખબર પડી ગયી હતી.ખબર નહી પણ કેમ હું હસવાનું જ ભૂલી ગયો હતો.અને એટલે જ મારા ફ્ર્ન્ડે એ મને આ સવાલ કર્યો હતો

“આ શું છે ??”

“શેની વાત કરે છે??”

“આ તારા દેવદાસ જેવા નવા અવતાર ની..તું પેલા હતો એ સારો હતો

“પેલા તો બધું જ સારું હતું,,,, પણ અત્યરે તો નથી

“ઓ બસ હવે દેવદાસ..બી હેપી..એના કરતા તું વધરે સારી છોકરી ડીસર્વ કરે છે

“પણ હીર જેવી કોઈ છે જ નહિ

“એના કરતા પણ સારી છે તારા વહેમ ના ખોટા ચશ્માં ઉતારી ને જો તો દેખાય ને

“જોઇશ હવે...ચલ બાય મારે આજે લાઈબ્રેરીમાંથી બુક લેવી છે.”

એકાદ કલાક લાઈબ્રેરી માં બેઠા પછી હું પાછો રૂમ પર આવવા નીકળ્યો કેમ કે આજે કોલેજ માં બોવ જ ઓછા સ્ટુડેન્ટ આવેલા હતા.અને મારું મન પણ નહતું લાગતું એટલે હું વિશાલ ને લઈને રૂમ પર આવી ગયો.

“યાર બોવ કંટાળો આવે છે

“હું તો આજે ગામ જાવ છુ” વિશાલ સીધો જ ધડાકો કર્યો.

“તો હું અહિયાં એકલો એમ

“તું પણ સુરત જા”

“ના યાર...સુરતમણા નહી જવું” મારી ઈચ્છા તો અત્યરે જ સુરત જવાની હતી, પણલક્ષ્મીદેવી એટલે કે પોકેટની એટલે બચી નહતી કે હું સુરત ની ટીકીટ લઇ સકું.

“કઈ નહી હું જો અત્યરે જ ગામ જાવ છુ અને પ્રગ્નેશભાઈ આવે એને આ ૧૫૦૦ રૂપિયા આપી દેજે

પ્રગ્નેશભાઈ એટલે વિશાલ ના મોટા ભાઈ જે અમારા જોડે જ રૂમ પર રહતા હતા અને ગવેર્મેન્ટ કોલેજ માં પ્રોફેસર હતા.

“ઓકે આપી દઈ

“ચલ હવે મળ્યા વેકેશન પછી બાય.અને હા મેથ્સ રી લેજે હવે

“તું જાને ભાઈ હવે ખોટી માર નહી હવે

મેથ્સ એટલે મારા માટે એવેરેસ્ ચડવો.૨-૩ ટ્રાય કરી લીધી પણ દર વખતે ફેઈલ. બાકી કોલેજ ના ટોપ ૨૦ કોમ્પ્યુટર પ્રોગ્રામર માં આપડું નામ આવે.બસ સાલું મેથ્સ ૩ એ દગો દીધો.

સાંજ ના ૭ થય ગયા હતા. અને પ્રગ્નેશભાઈ આવ્યા.

“વિશાલ ગયો

“હા એતો બપોરે જ નીકળી ગયો અને આ ૧૫૦૦ આપ્યા છે

“અરે એની ક્યાં જરૂર હતી હવે હું પણ ATM માંથી ઉંપાડી ને લાવ્યો

“કઈ નહિ વાપરો ને હવે,, જલસા કરો“ હું તો જાણે મારા રૂપિયા એને આપતો હોવ વાપરવા એમ બોલતો હતો

“અરે ખિસ્સા માં હોય તો બધા વપરાય જાય..એક કામ ક તું રાખ પછી આવતા મહીને આપજે મને

મને તો સાક્ષાત લક્ષ્મી દેવી દેખાય ગયા.અને જોડે મન માં લાડુ પણ ફૂટ્યા, જોઈતું હતું ને એ જ મળી ગયું.

“ના ભાઈ..હું સુરત પણ નહી જવાનો તો શું હવે

“તો પણ રાખ આવતા મહીને આપી દેજે

“હં...ઓકે..આવતા મહીને લઇ લેજો યાદ કરીને

પ્રગ્નેશભાઈ ૭:૩૦ ગયા એના ગામ અને હું બરાબર ૮ વાગે જામી ને સુરત જાવા માટે રાજકોટ ST બસ સ્ટેન્ડ પર પહુચ્યો.મને બરાબર ખબર હતી કે સુરત ની બસ કેટલા વાગે છે:૩૦, :૧૫ અને એક ૧૦:૩૦ ની આ ૩ બસ મારા માટે હમેશા ફિક્ષ જ રહતી. મેં ટીકીટ લઈને ૮:૩૦ ની સ્લીપિંગ સીટ માં સુતો સુતો સુરત આવ્યો.અને જોડે નોકિયા ૨૦૨ મોબાઈલ માં ફેશબુક સ્ટાર્ટ કર્યું.

ફેશબુક ચાલુ થતા મેં એ પણ ચેક કરી લીધું કે પેલી ડેસ્ટીની મારી રેક્વેસ્ટ એડ કરી કે નહી, પણ હજુ પછી નિરાશા હાથ લાગી.

રસ્તા માં ફેશબુક માં સ્ટેટસ પણ મુક્યું “gng to surat”.

***