Adhuri Abhilasha Ajay Oza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Adhuri Abhilasha


અધૂરીુઅભિલાષા

નવલકથા

અજય ઓઝા

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

પ્રકરણ-૧

અચરજ થાય એવી વાત તો હતી જ, હતી !ુસાવ સરળ સ્વભાવની મમ્મીનું વર્તન મને હમણાુંહમણાં બહુ બદલાયેલું જણાતું હતું. વાતવાતમાં છંછેડાઈ જવું,ુઅચાનક મૌન થઈ જવું, અકારણ ગુસ્સે થવું, વાતને ચોરીુજવી, એ કંઈ મમ્મીનો સ્વભાવ હરગિજ નહોતો. દાળનું દાઝીુજવું, ચાનું ઊભરાઈ જવું, વાસણો ફૂટી જવા, આ બધી એનીુતાસીર કદાપિ નહોતી. મમ્મી માટે આવું ન વિચારી શકાય નેુછતાંયે આ બધું બનવા માંડ્યું હતું એની મને નવાઈ લાગતીુહતી.

મને હતું કે કદાચ મારી ચિંતા હોય ને એ કારણે એુપોતાની જાત સ્વસ્થ ન રાખી શકતી હોય એમ બની શકે, પણુઆટલો બધો ધુમાડો સાચે જ કોઈ ભારેલા અગ્નિમાંથીુનીકળતો હશે એવી તો મેં પણ કલ્પના નહોતી કરી. મારી જુભૂલ કહેવાય, મેં મમ્મીની કયારેય એવી દરકાર જ નથી કરી. મેુંજાણ્યે-અજાણ્યે મમ્મીની કોઈ લાગણીને એવોઇડ કરી હશે.

પણ મમ્મીના આ બદલાયેલા વર્તનની અકળામણ હું સાંગોપાંગુઅનુભવતી હતી.

પપ્પાને તો મેં કદી જોયા જ નહોતા.

મમ્મી-પપ્પાનો બેવડો સામટો પ્રેમ મને હંમેશા મમ્મીએ જુઆપ્યા કર્યો છે. એ માત્ર મારી મમ્મી જ નહોતી પણ મારી સૌથીુનજીકની દોસ્ત પણ એ જ હતી. સાચું કહું તો બાળપણથીુમાંડીને બિન્દાસ્ત યુવાની સુધી, બાળોતિયાથી માંડીને દુપટ્ટાુસુધી, કે.જી. થી માંડીને કોન્વેન્ટ સુધી, દરેક સમયે એ મારીુપડખે ઊભી રહી છે. મને કયારેય એકલી પડવા નથી દીધી.

શાકસબ્જીની ખરીદીથી માંડીને શોપિંગ મોલ સુધી, હેરુરિમુવરથી માંડીને હેરપીન સુધી, બ્યુટિપાર્લર જવું હોય કેુપિત્ઝાહટમાં જવું હોય, એકબીજાથી અલગ અમે કયારેય ન રહીુશકીએ.

સમયના બહાવમાં હું પરણાવવા લાયક થઈ ગઈ છુુંએની મને પણ ખબર નહોતી પડી અને ખરું કહું તો મમ્મીનેુપણ ખબર નહોતી રહી.

અમદાવાદથી માસી આવેલા ત્યારે એમણે ધ્યાનુદોર્યું હતું ને મમ્મીને કહ્યું, ‘આ તમારી સંધ્યાનું એમ.બી.એ તોુપૂરું થયું ને ?’

મમ્મી બોલી, ‘એમ.બી.એ પૂરું કરીને એ તો હવેુસર્વિસ પણ કરવા માંડી છે. એના પગારની તો આ બધીુજાહોજલાલી છે હવે, જુઓ ને.’ મમ્મીની આંખોમાં જડાયેલુગૌરવનો પડછાયો મારી આંખોમાં છાપી લેતીકને હું પણ ખૂબુહરખાઈ.

માસી કહે, ‘તો તમારે હવે આમ એના પગારે કયાુંસુધી જલસા કરવા છે ?’

‘એટલે ?’ મમ્મી બોલી. એ કશું સમજી નહતી અનેુહું પણ માસીના આવા સવાલથી વિમાસણમાં પડી ગઈ હતી.

‘સંધ્યા કેવડી થઈ હશે ? ’ માસીએ પૂછયું.

ઓ...ત્તારી ને ! મમ્મી હવે સમજી, ‘છવ્વીસેકનીુથઈ હશે.’ મમ્મીને અને મને પણ હવે યાદ આવ્યું કે મનેુસત્તાવીસમું તો ચાલે છે.

ગયે મહિને જ મારી વર્ષગાંઠ પણ અમે ઉજવી હતી.

પણ વાતવાતમાં હું પરણાવવાની ઉંમર વટાવી ગઈ છું એનુુંભાન તો હવે જ થયું, મમ્મીને પણ અને મને પણ. મમ્મીનો પ્રેમુજ એવો હતો કે મારે બીજા કોઈના પ્રેમની જરૂરિયાત પડવાનાુકોઈ સંજોગો જ ઊભા થયા નહોતા. પતિનો પ્રેમ તો એક પુરુષુતરીકેનો એને મળતી પત્નીની સવલતોના બદલા સ્વરૂપે જ હોયુછે, પણ આ તો મારી મમ્મીનો પ્રેમ. અનન્ય.... અનન્ય... નેમાત્ર અનન્ય પ્રેમ.

‘તો હવે સારું ઠેકાણું શોધીને આને પરણાવીુદેવાનો સમય આવી ગયો છે.’ માસીએ ‘સમય વીતી ગયો’ એમુકહેવાને બદલે મહાપ્રયત્ને ‘સમય આવી ગયો છે’ એમ કહ્યું જેુમારી અને મમ્મીની નજરો બહાર નહોતું.

મમ્મી કહે, ‘વાત તો સાવ સાચી છે. એને મોટીુકરવામાં, એને ભણાવવામાં ને લાડ લડાવવામાં મને આ વાતનોુઅહેસાસ જ ન થયો, ખરેખર તો એ મારી બહુ મોટી ભૂલુકહેવાય.’

મને પરણાવવાની વાત યાદ ન આવવી એ મમ્મીનીુભૂલ કહેવાય ? મને મમ્મીની આ વાત ન ગમી. મને પરણવાનુુંપણ કયાં યાદ આવ્યું હતું ? દુનિયા તો આવી જ હોય છે.

મોટાભાગના લોકો તો પોતાનું જીવન આમ જ સમાજની બીકેુસમાજના રિવાજો મુજબ જીવવામાં જ બરબાદ કરી નાંખતા હોયુછે. આપણે આપણા માટે જ જીવવું જોઈએ.

પણ માસીબાનો હેતુ કંઇક અલગ જણાતો હતો.

પ્રકરણ-ર

માસીનો અંદાજ જરા અલગ તરેહનો લાગતો હતો.

મને પરણાવવાની વાત મમ્મી સાથે કરતાં કરતાં એણે મારોુપરણવાનો સમય વીતી ગયો છે એમ કહેવાને બદલે જાણીુજોઈને પણ મહાપ્રયત્ને પરણાવવાનો સમય આવી ગયો છે એમુકહ્યું હતું.

સમયના પારખુ માસીબાએ તરત વાત મૂકી, ‘મારાુજેઠનો દીકરો હમણાં જ ભણીને આવ્યો છે. એના માટે છોકરીુશોધવાનું પણ શરૂ થયું છે. તમે જો તૈયાર હો તો હું એમને ત્યાુંમારી રીતે વાત મૂકું. છોકરા-છોકરી એકબીજાને જોઈ લે, બસ.ુપત્યું !’

મમ્મી પર અચાનક કેટલાય વિચારોનો બોજ ધસીુઆવ્યો હોવાનું હું નીરખતી હતી. કયારેય ન કરેલા વિચારો માટેુએ કંઈ ઝડપથી નિર્ણય લઇ શકે એટલી સક્ષમ નહોતી. એ તોુબાપડી મૂંઝવણમાં મૂકાય ગઈ. કહે, ‘બેન, પણ એમ આટલાુજલદી ને આટલા તાત્કાલિક નિર્ણય લેવા હું ટેવાયેલી નથી. તમેુતો જાણો જ છો. સંધ્યાના પપ્પાના ગયા પછી હું તો સાવ જુભાંગી પડેલી છું. થોડો સમય જોઈશે.’

‘હું સમજું છું. ઉતાવળ કરવાની જરૂર નથી. પણુઆ સમય આપણાં એકલાના નિર્ણયો કરતા પણ સંધ્યાને માટેુખૂબ કીમતી છે એ ન ભૂલતા. ને આમેય એને કાંય જિંદગીભરુથોડી કુંવારી રખાશે, હેં ? તમતમારે વિચારીને પણ મને કહેજો.’

માસી બોલ્યા. એમના સંવાદમાં વિવાદ પણ ભારોભાર હતો એુમને કળાતું હતું. કોણ જાણે કેમ એમની વાતોમાં એમનો પણુકંઇક સ્વાર્થ હોય એવું લાગતું હતું.

મમ્મીનો ચહેરો હજુય કશીક ગડમથલોમાં ફસાયેલોુહતો. એના ભાવો કયા પ્રકારની કશીશ અનુભવી રહ્યાં હશે એ હુુંન સમજી શકી.

મમ્મી બોલી, ‘હું સંધ્યા સાથે વાત કરીને એનાુવિચારો જાણીને વહેલાસર તમને જણાવીશ. એને કુંવારી નથીુરાખવાની, બેન.’ પછી જરા ઊંચે નજર ફેલાવીને ગમગીન સ્વરેુબોલી, ‘ ...જિંદગીભર કુંવારા રહેવું એ કેટલું પીડાદાયક હોય છેુએ હું જાણું છું.’

મમ્મીના સ્વરોની ઉદાસી પારખીને માસી પણ ચૂપુથઈ ગયા અને હું પણ કશું ન બોલી શકી. પણ મમ્મીના આખરીુશબ્દોએ મારા મનમાં સંઘર્ષ પેદા કર્યો હતો.

હું કશાક અણગમાથી ભરાઈ ગઈ. મનોમન ધુંધવાઈુરહી હતી. શું કરવું, શું સમજવું, શું કરવું, એવું કશુંય સમજાયુએવું નહોતું. પણ અંદર કશુંક ચુંથાઇ રહ્યું હતું જે મને ચેનુપડવા દેતું નહોતું.

માસીના ગયા પછી હું મમ્મી સાથે રીતસર લડી જુપડી, ‘મમ્મી, શું હું તને વહાલી નથી ? છું ને ? તો શા માટે મનેુપરણાવવાની વાત યાદ ન આવી એ વાતને તેં તારી ભૂલુગણાવી ? મને જરાય ન ગમ્યું. ચાલ સોરી બોલ.’

‘અરે વાહ, મારી લાડકી ! મતલબ કે મારે હવે હવેુએક સાથે આ બે ભૂલો સુધારવી પડશે, ખરું કે ?.......ઓ.....ુસોરી... બેટા !’ મમ્મી ફ્રેશ જણાતી હતી. હું એની હ્યુમરથી ખુશુહતી.

‘સાચું કહું મમ્મી ? તારા આ પ્રેમને લીધે જ તો મનેુકદી કોઈની હૂંફની જરૂરિયાત જણાઈ જ નથી. તારી જેમ મનેુકોઈ સાચવી નહિ શકે, મમ્મી. અને સાચવશે તો બદલામાં મારાુપર કેટલીયે જાતની ફરજોની અપેક્ષાઓ રાખીને સાચવશે. ઘરનુુંકામ અને પતિની જરૂરિયાતો પૂરી કરવામાં હું કયાંક મારામાં તેુંરોપેલું ‘મારાંપણું’ ખોઈ બસીશ તો ? મમ્મી ? તારી જેમ કશીયેુઅપેક્ષા વિના મને સાચવનારું કોઈ નહિ મળે. એવું થશે તો તારીુઆ બિન્દાસ બોલકી સંધ્યાનું શું થશે મમ્મી ?’ હું મનમાુંધરબાયેલું કેટલુંય બોલવા માંડી.

મમ્મી સહેજ ગંભીર થઈ કહે, ‘માણસના જીવનમાુંબે પ્રકારના તબક્કાઓ આવતા હોય છે. એક તો બીજાઓ થકીુઆપણી થતી સંભાળને પામીને સુખી થવાનો તબક્કો અને પછીુઆપણા થકી લેવાતી સ્વજનોની સંભાળનો આત્મસંતોષુપામીને સુખી થવાનો તબક્કો. આપણે બંને આવા અલગુતબક્કામાં રહીને એકબીજાને સુખી કરી રહ્યાં છીએ. સમજી લે કેુતારો એક તબક્કો પૂરો થયો છે ને બીજો તબક્કો શરૂ થશે.

એટલે સુખ તારાથી છટકીને કયાંય દૂર જઈ શકવાનું નથી, બેટા.

સવાલ આપણા દ્રષ્ટિકોણ પૂરતો જ હોય છે.’

મમ્મીની વાતો કયારેક હળવીફૂલ તો કયારેક આવીુભારેખમ બની જતી મેં જોઈ છે. પરિસ્થિતિને એ ખૂબ સરસ રીતેુટેકલ કરી શકે છે. એની સાથે સંવાદ-વિવાદ કરીને પણ હુુંજીવનના બોધપાઠો શીખી શકતી.

‘પણ... મમ્મી....’ મેં દલીલ ચલાવી.

પ્રકરણ-૩

‘પણ... મમ્મી....’ મેં દલીલ ચલાવી.

કેવી સરળતાથી મમ્મીએ મને આખીયે વાતુસમજાવી દીધી ! પણ હું તો એની દીકરી ખરી ને, એટલે દલીલુએમ મૂકી ન દઉં, ‘પણ મમ્મી, તું જ જાણે છે કે આ બીજાુતબક્કામાંથી પસાર થવું એ કેટલું મુશ્કેલ હોય છે. પહેલાુતબક્કામાં કશીયે ભૂલ થવાના ચાન્સીસ નથી હોતા. કશુંયુગુમાવવાનું નથી હોતું. કશીયે ચિંતા-ઉજાગરા પણ નથી હોતા.ુબસ માણવાનું જ હોય છે. ને તું કહે છે એ બીજા તબક્કામાં તોુજવાબદારીનો એક બોજ માથા પર લદાયેલો હોય છે. સહેજુચૂકયા કે તરત સજા ! સર્કસના ઝૂલા પર કરતબ બતાવતી સ્ત્રીુમાટે એનાથી થઈ જતી ભૂલથી બચવા માટે નેટ મૂકાયેલી હોય છેુમમ્મી, પણ સમાજમાં પોતાની ફરજો નિઃસ્વાર્થભાવે બજાવતીુસ્ત્રી દ્વારા ભૂલ થાય તો એને બચાવવા કોઈ ‘નેટ’ કદી આુસમાજ દ્વારા મૂકવામાં નથી આવતી. આપણો સમાજ એક જુપલ્લાના ત્રાજવે ન્યાય તોળવા નીકળી પડે છે.’

મમ્મી મારા તરફ અપલક દ્રષ્ટિએ તાકી રહી. એનીુઆંખોમાં કશુંક બચરજ ઉમટ્યું હશે કે આ છોકરી આટલીુઠાવકી શાને થઈ ગઈ ?

મમ્મી મારી વાતોને ખૂબ જ ધ્યાનથી સાંભળીનેુકહે, ‘અરે એવું ન હોય બેટા. નકારાત્મક વિચારોને અપનાવીશુુંતો સારી આશાઓના કિરણો પણ જોવા નહિ મળે. બધું જ સારુુંથશે અને તું અહિ કરતા પણ તારા સાસરે ખૂબ ખૂબ સુખી થઈશુએવું પોઝીટીવ થિન્કીંગ કર. તારા જીવનમાં કયારેય કંઈ મુશ્કેલીુનહિ આવે. હું જે કંઈ પણ કરીશ એ તારા હીતમાં જ તો હશે નેુ? કે નહિ ?’

હું ઢીલી પડી ગઈ. મને થયું કે મારી વાતથી કયાંકુમમ્મી દુઃખી તો નહિ થઈ હોય ને. મારે મમ્મીની વાત માની જુલેવી જોઈએ. શું લાગે છે ? - મેં મારાં જ મનને પૂછ્યું.

મેં કહ્યું, હા, મમ્મી, એ વાત સાચી. તું જે કાંયુનિર્ણય લઇશ એ મારા હીતમાં જ હશે એ હું બરાબર સમજું છું.

ભલે મમ્મી, તો તું જેમ કહીશ એમ કરવા હું તૈયાર છું. ખુશ ?’

મમ્મીની આંખોના ખૂણા ભીંજાયા. મને વળગી જુપડી. એની આંખોમાં સંતોષ જોવાનું મને ગમ્યું.

બીજા દિવસે મમ્મીએ માસીને ફોન કર્યો, ‘બેન,ુતમારા જેઠના દીકરા માટે આપણી સંધ્યાની વાત મૂકજો. અનેુએમની અનુકૂળતા જણાય ત્યારે અહિ આવીને સંધ્યાને જોઈ લે,ુએમ પણ કહેજો.’

ખરું કહું ? મને યાદ છે, એ દિવસે પહેલીવાર મારાુગાલ પર લાલ રંગના શેરડા પડયા. કોઈ પુરુષ મને જોવા આવશેુએ વાત મારા માટે ખૂબ જ રોમેન્ટિક સાબીત થઈ ગઈ.

મને શરમાતી જોઈને મમ્મીને શરારત સૂઝી અનેુમને પજવવા લાગી. મમ્મી જાણે મારી સખી બની ગઈ. મનેુગલગલિયા કરવા લાગી ને ચૂંટી ભરતાં કહે, ‘કેમ ? કહે જોઈએુશું થાય છે ? તારી છાતીમાં આજે સુગંધી પસીનો કેમ આમુઉભરાય છે ? શાને કારણે આમ ચહેરો ગુલાબી ગુલાબી થઈુગયો છે ? કહે તો જરા....’

‘ઓ..મમ્મી..’ કહેતીકને હું હથેળીઓ વચ્ચે મારાુચહેરાને છુપાવતી સંકોચાઈને શરમાઈ ગઈ. મમ્મી મારી પાછળુદોડી. રોજ એને સતાવતી હું, આજે એ મને સતાવવામાુંઅનોખો આનંદ અનુભવતી હતી. મારી જેમ જ એના ગાલ પણુલાલ થવામાં હતા. એની છાતીમાં પણ એવો જ રોમેન્ટિક શ્વાસુઉછળતો હતો. આખાય ઘરમાં અમે દોડાદોડ કરી મૂકી. એ પણુએક યુવાન સ્ત્રીની જેમ થાકતી નહોતી. એની યુવાનીની મનેુપણ ઇર્ષ્યા થઈ આવે એવી એની ગમતીલી અને ચુસ્ત સ્ફૂર્તિ.

એને આમ ખુશ થતી જોઇને મને અનોખો આનંદ પામ્યાનોુસંતોષ અનુભવાતો હતો.

મને થયું કે કદાચ એ કહે છે એમ મારો બીજોુતબક્કો શરૂ થઈ થઈ રહ્યો હશે કે ?

હું મમ્મી સાથે અને મમ્મી મારી સાથે, અમે બંનેુએકબીજા સાથે નિખાલસ ચર્ચા કરી શકતા. કદી કોઈ પણ વાતુએકબીજાથી છુપાવવી પડી નથી. એકદમ નિખાલસ સાંમજસ્ય.

એટલે જ તો અમદાવાદથી મને જોવા એ છોકરોુપહેલવેલો આવવાનો હતો તેની આગલી રાત્રે મારા મનની વાતુમમ્મીએ બેધડક પૂછી હતી, ‘એય લાડકી, સાંભળ. તને છોકરોુજોવા આવે છે તો એવું ન માની લેતી કે હું તને એમ તરત જુપરણાવી દઇશ. તારું કયાંય પણ નક્કી કરતા પહેલા મારે એુજાણવું છે કે તારી શી ઈચ્છા છે ?’

હું ગંભીર થઈ ને બોલી, ‘મમ્મી.. સાચું કહું ?!-’

પ્રકરણ-૪

મને પૂછવાનો એનો ખાસ અંદાઝ પણ નિરાલોુહોય, જે મને માણવો ગમે.

વળી પાછી મને પાછળથી વળગી પડીને પ્રેમથીુબોલી, ‘મારે એ જાણવું છે કે આ રૂપસુંદરીએ એના મનમાં નેુમનમાં કોઈ હીરો પસંદ તો નથી કરી લીધો ને ? બોલ બોલ,ુતારા મનમાં કોઈ પણ હોય તો તું પહેલા જ કહી દે, તો આ બધીુકડાકૂટમાં પડવું જ ન પડે. અને તારી પસંદગીના યુવાન સાથેુતને પરણાવવામાં મને અનહદ આનંદ થશે.’

સાચે જ હું ખૂબ નસીબદાર છું કે મને આટલી સરસુમમ્મી મળી. મેં કહ્યું, ‘મમ્મી, પ્રેમ કરવાની તો બહુ જ ઈચ્છાુહતી પણ મારા દિલમાં તેં એવો જબરો કબજો જમાવી દીધો છે કેુબીજો કોઈ યુવાન તો શું કોઈ પણ વ્યકિત મારી નજીક આવી જુન શકે, મમ્મી. આઈ લવ યુ, મમ્મી. તું જયાં કહીશ ત્યાં જુપરણીશ. મારા હિતમાં જે કાંઈ તું નિર્ણય લઇશ એ મારાુફાયદામાં જ હશે એ હું જાણું છું.’

મેં જોયું કે મારા જવાબથી મમ્મી મનમાં ને મનમાુંખૂબ ખુશ થઈ હતી પણ પછી તરત જ બનાવટી ગુસ્સો ચહેરાુપર લાવી, જરા ગાલ ફૂલાવી બોલી, ‘તો હું નારાજ છું, હુુંતારાથી ખૂબ જ નારાજ છું.’

‘પણ કેમ ? કેમ ?’ મેં પૂછ્યું.

‘કારણ કે તારી આ ઉંમર જ તો પ્રેમ કરવાની છે. નેુહજીયે તારી નજરમાં જલદીથી એમ કોઈ ફૂટડો જુવાન આવશેુનહિ તો હું તને પરણાવીશ શી રીતે ? આટલી મા-ઘેલી ન બન,ુકુંવારી જ પડી રહીશ. જમાનાની સાથે રહેતા શીખ. નહિ તો કોઈુકહેશે કે માએ એ પણ ન શીખવાડ્યું.’ મમ્મી આંખો નચાવતાુમને શિખામણ આપવા લાગી. આ મોહક અદામાં એ પણ હજુુજુવાન જણાઈ આવતી હતી.

હું મમ્મીની નજીક ગઈ, ત્રાંસી નજરે એની આંખોમાુંજોયું અને બોલી, ‘અચ્છા તો એમ વાત છે. એટલે મારી મમ્મીુનારા...જ છે !’ ડાબા હાથ પર જમણા હાથની મુઠ્ઠી પછાડતાુંએક અનોખી અદા કરતાં મેં આગળ કહ્યું, ‘ઓક્કે...! તો હુુંઆજથી જ શરૂઆત કરી દઉં છું, મારો હીરો શોધી લઉં ને માંડુુંએને પ્રેમ કરવા. મમ્મીને નારાજ શા માટે કરું ? મમ્મી હું તનેુપણ ભૂલી જઈશ. બસ ? હવે તો નારાજ નથી ને ?’

મમ્મીની આંખો ભીની થવા જઈ રહી હતી. એનોુચહેરો રડું રડું થઈ રહ્યો.

મમ્મી રડી પડે એ પહેલા જ હું એને વળગી પડી,ુ‘અરે મમ્મી, હું પણ તારી જેમ મજાક કરું છુ. એમાં આમ ઉદાસુથઈ જવાનું ?’

મમ્મીના આંસુઓને હું ન અટકાવી શકી, એ કહે,ુ‘તારી મમ્મીને આટલો પ્રેમ ન કર, તું સાસરે જઈશ ને પછી હુુંસાવ એકલી પડી જઈશ, પછી મારું શું થશે ?’

‘અરે મારી મમ્મી. શું કામ ચિંતા કરે છે ? અને જોુએમ હોય તો મને પરણાવવાની જ શી જરૂર છે ? મને તારી જુપાસે રાખી દે ને ? હું કયાં તને ભારે પડું છું ?’ હું મજાક કરીુલઉં.

‘શીટ...ચૂપ. એવું ન બોલ. દીકરી કયારેય કોઈનેુભારે પડતી હોય ? તને તો કાંય વિચારો આવે છે ? આવું આડુુંઅવળું ન વિચારીશ. નહિતર છે ને આ તારી મા વિફરશે તો ભારેુજોવા જેવી થશે. કહી દઉં છું.’ મમ્મી પણ યુવાન સિંહણની જેમુગર્જના કરતી.

મને એની યુવાનીની ઈર્ષ્યા થઈ આવતી. એનોુઠસ્સો પણ એવો. રુવાબ પણ લાજવાબ. કેટલીક વાર તો એમુપણ થાય કે હું એની મમ્મી છું અને એ મારી લાડકી યુવાનુદીકરી હોય એવું લાડકવાયું એનું વ્યકિતત્ત્વ ! અદ્‌ભૂત અનેુઅફલાતૂન. એકસ્ટ્રા ઓર્ડિનરી અને ઓફકોર્સ... ઓફબીટ !

હું મમ્મીનું પ્રથમ સંતાન. અને આખરી પણ. મારાુજન્મ પછીના સમયમાં પપ્પા અમને છોડીને દૂર ચાલ્યા ગયાુહતા. મને પપ્પાનો ચહેરો પણ બરાબર યાદ નથી રહ્યો. એમનાુસ્વભાવ વિશે કયારેક કયારેક મમ્મી પાસેથી વાતો સાંભળી છે.

એ સિવાય પપ્પા વિશ હું વધુ કંઈ જાણતી નથી. મમ્મી પણુપપ્પાની વાતો બહુ યાદ કરતી નથી હોતી. શી ખબર એ કદાચુમને પપ્પાની ખોટ યાદ અપાવવા ન માંગતી હોય. ને કદાચુપોતે પણ એ રીતે વારંવાર પપ્પાને યાદ કરવા ન માગતી હોયુએવું પણ ખરું.

પપ્પાનો એક ફોટો મમ્મી પાસે છે પણ એ કયારેયુએ ફોટાને બહાર રાખતી નથી. મને એમ થાય કે મમ્મી મનેુઆટલો બધો પ્રેમ કરે છે તો પપ્પાને કેટલો બધો પ્રેમ કરતી હશેુ? એ શું પપ્પાને મીસ નહિ કરતી હોય ? કે પછી ?

પ્રકરણ-પ

મમ્મી પપ્પાને કરતી હોય તો પણ મને શી ખબરુપડે ? એ મને ઓછી કહે ?

મને તો ઘણી વાર એવું પણ થાય કે સારું છે પપ્પાુનથી, નહિતર પપ્પાને સાચવવામાં ને સાચવવામાં મમ્મી મનેુઆટલું વહાલ કેમ દઇ શકેત ? પ્રેમ વહેંચાય જાય તો કેમુપોસાય ?

હું યે કેવા વિચારો કરું છું ? માણસ અંદરથી કેટલોુબધો સ્વાર્થી હોય છે, નહિ ? ખરેખર તો એમ વિચારવું જોઇએુકે આજે પપ્પા હોત તો મને તો મમ્મી અને પપ્પા બંનેનો બેવડોુપ્રેમ મળતો હોત ને !

જેમ મમ્મીએ આ બધું હસતા હસતા સ્વીકારી લીધુુંહતું એમ મેં પણ બધું હસતા હસતા સ્વીકારી લીધું. આજે મારીુઅને મમ્મીની જોડીના આખીયે સોસાયટીમાં ઉદાહરણો અપાયુછે. મારે મમ્મી વિના અને મમ્મીને મારા વિના ચાલતું નથી.

મા-દીકરીનો પ્રેમ જ એવો હતો કે કોઈને પણ ઈર્ષાુથયા વગર ન રહે. જયાં જઈએ ત્યાં સાથે જ હોઈએ.

બહેનપણીઓની જેમ હરીએ-ફરીએ ને વાતો કરીએ. એનેુગમતી બીગ-બીની ફિલ્મો જોવા હું એને લઈ જાઉં. હું જેુઈમ્પોર્ટેડ નેઇલ પોલિશ લઉં એ તેને માટે પણ લઉં. કાચની જેુચુડીઓ હું ખરીદું એ મમ્મી માટે પણ લાવું જ, હું જ એનાુકપાળમાં ફેન્સી ચાંદલાઓ લગાવી આપું. મને ગમતી સાડી કેુડ્રેસ હું એના માટે પણ ખરીદું. જો કે એ કદી કોઈ વસ્તુ વાપરેુનહિ એટલે એ પણ હું જ વાપરું.

આસમાની રંગની નાઈટીમાં એ મારાથી પણ નાનીુદેખાતી. કયારેક કયારેક તો મને એના બેનમૂન ફિગરનીુઅદેખાઈ થઈ આવતી.

એના માટે લીધેલી મોટાભાગની ચીજો ને વસ્ત્રોુવગેરે હું વાપરું ને પહેરી ફરું ત્યારે એ જોઈ મનમાં ને મનમાં ખૂબુજ રાજી થાય. કદાચ એના સપના એ મારામાં આ રીતે સાકારુથતાં જોતી હશે. એ મારે માટે નવી નવી વસ્તુઓ લાવી આપે.

મારી હોઝીયેરી પણ લાવી આપે. અને મને આગ્રહ કરીનેુ‘સંધ્યા, તું આ પહેર, સંધ્યા તું આ પહેરીને બતાવ.’ કહેતા મનેુઆગ્રહ કરીને પહેરાવે. મારામાં એ પોતાની જાતને પણ જોતીુહોય એવું મને લાગે. હું પણ એની લાગણીની હમેશા ખૂબ કેરુકરતી રહું છું. એટલે એ મારાથી ખૂબ ખુશ ખુશ રહે.

...જયારથી અમદાવાદનો છોકરો મને જોવાુઆવવાની વાતો થવા માંડી ત્યારથી મારી અંદર ને અંદર કંઇકુવિચિત્ર વમળો ઘુમરાતા અનુભવું છું. કશોક રોમાંચુઅનુભવવાનો મારો એ પહેલવેલો પ્રસંગ. મારી અંદર થઈ રહેલાુપરિવર્તનો મને સમજાય એવા જ હતા. હું ખૂબ રોમાંચિત થઈુરહી હતી. મને જોવા આવનારો એ પુરુષ કોણ હશે ? કેવો હશે ?

એ મને શું પૂછશે ? હું એને કેવી રીતે પારખીશ ? એક નજરમાુંકેવી રીતે માપી શકીશ ? એવા એવા સવાલો થતા હતા.

આકર્ષણ, અસમંજસ, અકળામણ અને અનેરા રોમાંચથીુછલોછલ આ દિવસો ખૂબ યાદગાર કહી શકાય. આ દિવસોુકદાચ અંતર્મુખી બનાવી દેતા હોય છે માણસને, થોડા સ્વાર્થીુપણ બનાવી દે, શી ખબર !

આખરે એ દિવસ આવી જ પહોંચ્યો. એનાુમમ્મી-પપ્પા અને બહેન સાથે એ મને જોવા આવી ગયો.

હાથમાં ટ્રે લઇ હું જયારે એમની વચ્ચે ગઈ ત્યારેુસીધી નજરે જ હું એ યુવાનને નીરખવા માંડી. મને આમ કરતીુજોઇને એની બહેન શરારતી નજરો નચાવવા લાગી, ત્યાં સુધીુતો ઠીક પણ છેલ્લે તો એણે શરારતી નેણ ઉંચકાવીને ઉછાળતાુમારી સામે પ્રશ્નાર્થ ફેંકયો, જાણે કે પૂછતી ન હોય, ‘કેમ લાગેુછે મારો ભાઈ ?’

હું શરમાઈ રહી. મારી કાનની બુટ લાલ થઈ ગઈ.

આ બધું અનુભવવાનું આટલું રોમાંચકારી બનશે એની મનેુકલ્પના નહોતી. ઝડપથી કીચનમાં પાછી ફરી મેં ચહેરા પરુપાણીની છાલક મારી સ્વસ્થ થવા પ્રયત્ન કર્યો.

વિવેક નામ હતું એનું. નામ પ્રમાણે જ લક્ષણ પણુમારી પારખું નજરોએ તપાસી લીધાં હતાં. સાચું કહું તોુઅમદાવાદથી મને જોવા આવેલો એ યુવાન મને જોતાં જ ગમીુગયો હતો. મમ્મીએ મારી સામે સૂચક નજરે જોયું એટલે મેુંનજરો નમાવી દીધી. એ સમજી ગઈ. તરત જ એ યુવાન સાથેુમારી એકાંતમાં મુલાકાત ગોઠવાઈ ગઈ. એ વખતે પણ એનીુબહેન ખૂબ જ શરારતભરી નજરોથી મારી સામે હસતી હતી.

ને તરત જ ઉપરના ઓરડામાં એકાંતમાં ગોઠવાયેલીુઅમારી પહેલી મુલાકાત...

પ્રકરણ-૬

ઉપરના ઓરડામાં એકાંતમાં ગોઠવાયેલી અમારીુપહેલી મુલાકાત, હું ભૂલી શકું એવી નહોતી. ખૂબ આદરપૂર્વકનુુંઅંતર રાખીને એ મારી સામેની બેઠક પર વ્ય્વસ્થિત રીતેુગોઠવાયો હતો.

પ્રથમ મુલાકાતમાં જ એની વાતો મનને ગમી જાયુએવી હતી.

‘તમે આગળ અભ્યાસ કેમ ન કર્યો ? મને ખ્યાલ છેુત્યાં સુધી તમે ખૂબ સફળ વિદ્યાર્થી તરીકેની ઉજ્જવળ કારકીર્દિુતમારા નામે હાંસલ કરતાં રહ્યાં છો. એટલે જરા પૂછવાનું મનુથાય છે.’ એની પૂછવાની છટા માત્ર જ નહિ, પણ પ્રશ્ન પૂછવાુમાટે વિષયને જે રીતે ખોલ્યો...આહ... હું તો વારી ગઈ.

પણ એને એમ ન થવું જોઈએ કે હું એનાથીુપ્રભાવિત થઈ છું એ વાતની કાળજી રાખતા મેં જવાબ આપ્યો,ુ‘ભણવું મને ખૂબ ગમે પણ જેમ જેમ અભ્યાસ આગળ વધતોુજાય તેમ તેમ ઘરમાં મમ્મીને તકલીફ પડે. એણે તો મને કયારેયુના પાડી જ નથી પણ મને જ એનાથી આમ દૂર થઈ જવું ગમતુુંનથી હોતું.’ મેં કારણ જણાવ્યું.

‘રસોઈ બધી જ ફાવતી હશે, ખરું ને ?’ એનું આમુટીપીકલ સવાલ પર આવી જવું મને જરા નવાઈ પમાડે એવુુંહતું.

મેં કહ્યું, ‘હા, રસોઈમાં તો મમ્મી એકસપર્ટ છે.ુએણે મને બધી જ રસોઈ બરાબર શીખવી છે.’

‘અને... શોખ ?’ એણે પૂછ્યું.

મેં ઉત્સાહથી જવાબ વાળ્યો, ‘મારા ને મમ્મીનાુશોખ પણ એકદમ સરખા છે. કુદરતી સૌંદર્યને માણવું અને નવુુંનવું વાંચવાનો શોખ મને મમ્મીના નેચરમાંથી વારસાગત મળ્યોુછે !’ કહેતાંક હું જરા વધુ ઉત્સાહમાં આવી ગઈ હોઈશ,

કદાચ મારો અવાજ જરા વધારે મોટો થઈ ગયોુહશે, તરત જ નીચેથી એની બહેન આવી ને આંખ મીચાવતીકનેુનાક પર આંગળ રાખી ‘સીશશશશ...’ કહી જરા ચુપ રહેવાનોુઈશારો કરી ગઈ. એની બહેન ખરેખર બહુ શરારતી હશે એ વાતુહું પામી ગઈ.

શોખની વાત નીકળતા ઉત્સાહમાં મારો અવાજુનીચે સુધી પહોંચી જતો હતો. હું હસવું ન રોકી શકી. એ ખૂબુનટખટ લાગી, મને ગમ્યું. આવી નણંદ હોય તો કોને ન ગમે ?

‘લાગે છે કે તમે તમારી મમ્મીને ખૂબ ચાહો છો, ખરુુંને ?’ મુલાકાતની વાત આગળ ચલાવતા એણે કંઇક એવાુતીરછા અંદાજમાં પૂછ્યું કે હું ડઘાઈ જ ગઈ !

‘અરે વાહ ! કેમ ? આટલી વારમાં તમે ઘણું બધુુંજાણી ગયા, શી રીતે ?’ હું છળી પડી.

‘તમારા દરેક જવાબમાં મમ્મીનું સારું એવું વજન મેુંઅનુભવ્યું, એટલે એમ સમજાય છે.’ યુવાન ખૂબ ઠાવકાઈથીુબોલ્યો.

‘બિલકુલ સાચું. મમ્મી મારો આદર્શ છે. મારુુંસર્વસ્વ પણ મમ્મી જ છે. તમારી ધારણા ખોટી નથી.’ મેં કહ્યું.

‘એક વાત પૂછું ?’ યુવાને જરા ગંભીરતાથી પૂછ્યું.

મને થયું શું પૂછશે ? મેં તો ખાલી હકારમાં આંખોુઝુકાવી.

એણે પૂછ્યું, ‘તમારા લગ્ન પછી તમે મમ્મીને બહુ

જ મિસ કરશો ને એ પણ તમારા વગર સાવ એકલા પડી જશે,ુપછી ? એમની એકલતા માટે તમે કંઈક જરૂર વિચાર્યું હશે, ખરુુંને ?’

હું ખરેખર અવાક થઈ ગઈ. અરે ? આ તો મેુંવિચાર્યું જ નથી. યુવાનનો સવાલ મને હચમચાવી ગયો. આુસવાલ મને પહેલા કેમ નહિ થયો હોય ?

મારા સાસરે ગયા પછી મમ્મીનું શું ?

સવાલ ચોતરફ દીવાલોમાં પડઘાયા કર્યો : ‘મારીુમમ્મીનું શું ?

જવાબ તો મારી પાસે પણ નહોતો. જીવનમાં કેટલીુબધી એવી એવી પરિસ્થિતિઓ આવી જતી હોય છે કે જેનાુવિશે આપણે કદી વિચાર્યું જ નથી હોતું. મને ન સમજાયું કે મારેુશું કહેવું જોઈએ. હું જવાબ ન આપી શકી, કેમ કે મારી પાસેુજવાબ નહોતો.

કદાચ તે જાણતો હતો કે મારી પાસે જવાબ નહિુહોય. એટલે અંતમાં એ એટલું જ બોલ્યો કે ‘હું તમને પસંદ કરુુંછું. પણ એ બહુ અગત્યનું નથી. તમે તો કોઈ પણને પસંદ પડીુજાવ એવા છો જ. પણ જો તમે મને પસંદ કરતા હો તો સહેજુમારી આ વાત માટે પણ વિચારશો, પ્લીઝ ?’

પ્રકરણ-૭

સાચું કહું...?

મને એ યુવાન ગમ્યો હતો. એનું કદાચ સૌથી મોટુુંકારણ એ હતું કે મારા કરતાં પણ વધારે ખેવના એણે મમ્મીુમાટે દર્શાવી હતી. એના ગયા પછી મમ્મીએ જયારે મને પૂછ્યુુંહતું ત્યારે મેં એને બધી જ વાત જણાવી હતી. મમ્મીને પણુછોકરો ગમ્યો હતો.

એક-બે દિવસ બાદ માસીનો ફોન પણ આવ્યોુહતો, ‘શું નક્કી કર્યું બહેન ? અહિ મારા જેઠના દીકરાને તોુઆપણી સંધ્યા પસંદ પડી ગઈ છે. મારા જેઠાણીએ તમારોુવિચાર પૂછવાનું કહ્યું છે. તો શું જવાબ આપશું ? ગોળ-ધાણાુખવરાવી દઈશું ને ? સંધ્યા શું કહે છે ?’

મમ્મી ખુશ હતી, ‘હા, હા. કેમ નહિ ? તમે ખરેખરુખૂબ સારું ઠેકાણું બતાવ્યું. મને સંધ્યાની ચિંતા ન રહે એવું કામુતમે કરી આપ્યું છે. સંધ્યાને પણ ગમ્યું છે. તમતમારે વાતુઆગળ વધારો. અમારી હા જ છે.’

ને આમ વાત આગળ વધી...

ત્યાર પછીના દિવસોમાં મમ્મીએ તેની સાથે મારુુંસગાઈનું પણ ગોઠવી દીધું હતું. સગાઈમાં એની બહેનના નખરાુમને સ્પશીં ગયા હતા. ખૂબ નટખટ હતી હે. આખોય પરિવારુમિલનસાર અને મળતાવડો. સૌના ચહેરા પર આ પ્રસંગનોુસંતોષ અને આનંદ હતો.

સગાઇના બીજ જ દિવસે એણે મારા નંબર પર ફોનુકર્યો, ‘હું તારી સાથે વાત કરી શકું ને ?’

પૂછવાની એની તરકીબ આકર્ષક હતી, ‘હું તમારીુસાથે વાત કરી શકું ને ? જો મમ્મીને ખરાબ ન લાગે તો જ !’

પ્રથમ વારના ફોનમાં એણે મમ્મીને યાદ કરી અનેુએટલું જ નહિ મમ્મીની પરવાનગીને એણે આટલો આદર અનેુસન્માન આપ્યા એટલે હું તો એટલી હદે ખુશ થઈ ગઈ કે મેં જાતેુજ એને મમ્મી વતી પરવાનગી આપી દીધી...!

એ પછી અવાર નવાર અમે ખૂબ ખૂબ મન ભરીનેુવાતો કરતા. એની સાથેના સંવાદોમાં એના ઋજુ હૃદયનીુભાવનાને હું ખૂબ નિકટતાથી પામી શકી હતી. એને મારી ખૂબુચિંતા હતી. મને ખૂબ ચાહતો હતો. ને હું તો એને કયારેુઉત્કટતાથી ઝંખવા લાગી એ જ ખબર ન પડી.

એની વાતો પણ ખૂબ જ રસભરી હોય એટલે હુુંએનામાં ખોવાયેલી જ રહું. કહેતો હોય, ‘સંધ્યા, મારું જીવન તોુકોરી પાટી જેવું છે. એમાં તારું નામ લખાયું છે. હું તને ખૂબ ચાહુુંછું. તારી ખૂબ કેર લઇશ. તને કયારેય દુઃખી નહિ થવા દઉં.’

ખરેખર એ મને કયારેય સહેજ પણ ઉદાસ જોઈુશકતો નહોતો. મારી નાનામાં નાની તકલીફોને એ પળવારમાુંહટાવી દેતો. માત્ર વાતોમાં જ નહિ પણ એ ખરેખર મારી ખૂબ જુસંભાળ રાખતો.

મને તો એવું લાગતું કે જાણે મને વધુ એક સારીુમમ્મી મળી ગઈ ! મમ્મી કરતાયે એ વધુ ચડિયાતો સાબિત થઈુરહ્યો હતો એનું મને ખૂબ અભિમાન હતું.

મારા મનમાં સતત ઉભરાતો રહેતો આ અનહદુરોમાંચ હું કોની સાથે વ્યકત કરું ? -એ બહુ મોટો સવાલ હતો.

મારે કોઈ નિકટતમ સખીઓ નહોતી. મમ્મી જ મારી સખી હતી.

મારે માટે તો સૌથી નજીકની બહેનપણી મારી મમ્મી જ હતી,ુબીજું કોઈ નહિ. આથી હું તો મારી આદત પ્રમાણે મારી બધી જુવાતો હું મમ્મી સાથે શેર કરું.

રોજે રોજેની અને રજેરજની વિવેક સાથે થતી વાતોુહું મમ્મી સાથે શેર કર્યા વિના ન રહી શકું. મારી અંદરનો આનંદુહું એની સાથે વ્યકત કર્યા વિના ન રહું અને એ પણ મારી વાતોુન સાંભળી લે ત્યાં સુધી હું એને છોડું નહિ.

હું સતત વિવેક...વિવેકનું નામ રટણ કરવા લાગીુહતી. મમ્મીને કહું, ‘મમ્મી, આજે તો વિવેક સાથે ખૂબ વાતોુકરી. મમ્મી તને ખબર છે એની જોબ બહુ આરામદાયક છે. એુકયારેય બીઝી હોવાનો ડોળ નથી કરતો. હમેશા મારે માટે સમયુઆપે છે. ’

મમ્મી કહે, ‘તું ખૂબ નસીબદાર છો મારી લાડલી.ુએ હમેશા આમ જ તારી સાથે રહેશે અને તને ખૂબ ખૂબ સમયુઆપશે. તારી વાતો પરથી લાગે છે કે એ તને ખૂબ ચાહે છે, તનેુવિવેક ખૂબ સાચવશે. બસ, મારે બીજું શું જોઈએ ? મારી દીકરીુપોતાના ઘરમાં ખુશ હોય એટલે હું પણ ખુશ.’ એના ચહેરા પરુસંતોષની રેખાઓ વાંચીને મને ખૂબ આનંદ થતો હતો. પણ એુસંતોષની રેખાઓને છેદતી એક મોટી ઉપસેલી રેખા તરફ મારુુંધ્યાન ખેંચાય છે, ખેંચાતું રહે છે,ુશાની હશે એ રેખા ?

પ્રકરણ-૮

વિવેક પણ ખરો છે, મને બહુ પજવ્યા કરે. મારીુસાથે ખૂબ મસ્તી કરે. મેં જેવો ઈછ્યો હતો એવો જ મારોુસપનાનો સાથી મને વાસ્તવિક જીવનમાં મળી ગયો. એણે મારાુજીવની એકએક પળ ખુશીઓથી છલકાવી દીધી.

હજી તો લગ્ન નથી થયા તો પણ હું એને સતતુમારી પાસે ને પાસે, મારી સાથે ને સાથે એની હાજરીુઅનુભવવા લાગી. કોઈ કોઇ વાર તો હું બાથરૂમમાં નહાવા ગઈુહોઉં તો ત્યાં પણ એ મહાશય પહોંચી જાય ! વિશાળ કદનાુઆયનામાં કેવું અર્થસભર હસતો દેખાય ! હું એના પર પાણીનીુછાલક મારું તો એને જ સાથ આપતો આયનો પાછું મને જુપાણી ઉછાળીને એવી ભીંજવી દે.... ને તોયે પેલો તો ઊભોુઊભો હસતો જ હોય. હું ખૂબ ચિડાઈ જાઉં.

નહાવાનું પતાવીને ગુસ્સામાં તરત જ એને ફોનુજોડું, ‘આ શું માડયું છે ? હું નહાવા જાઉં તો ત્યાં પણ તારેુપાછળ આવવાનું હોય ? તું તો મારો પીછો જ નથી છોડતો. શાુમાટે મને આટલી પજવે છે ? મને બહુ શરમ આવે, ને તું તોુસમજતો જ નથી.’

એ પણ જબરો જાણભેદું વળી કહે, ‘તને શરમુઆવે છે ? ખરેખર ? તો પછી આ રીતે નહાઈને બહારુનીકળતાવેંત જ મને કેમ ફોન કર્યો ? આ તે પહેરેલો ટુવાલ તોુમારો છે, ચાલ ઉતાર જલદી. ને જો આ તારા ભીંજાયેલા સુગંધીુવાળમાંથી મોતીના દાણા મારા પર કયારનાયે સરીને પડી રહ્યાુછે ! કેવું સરસ લાગે છે, નહિ સંધ્યા ?’

હું ખૂબ ગુસ્સે થાઉં, ‘અરે ચબરાકિયા, તને તોુજાણે ફોન પર પણ સઘળું દેખાતું હોય એવી વાતો કરે છે. જા,ુજા, હવે. મને બહુ પજવવાનું રહેવા દે. ત્યાં આવીશ ને પછીુતારો ટુવાલ પણ પહેરી જ લઇશ ને એટલું જ નહિ હું તો તારુુંટી-શર્ટ પણ પહેરી લઇશ. સમજયો ?... ચાલ હવે કપડાુપહેરવા દઇશ મને ?’

‘...જાતે જ- ?’ એ બોલ્યો પણ પછી મારો મિજાજુસાચવવા બોલી ગયો, ‘સોરી સોરી. ઓકે ? તો હું હવે જાઉં ?’

એના સંવાદોમાંથી મુકત થવાનું ગમે એવું કયારેયુમન જ ન થાય. જેટલો એ રોમેન્ટીક હતો એટલો જ એુનિખાલસ પણ ખરો. એની બધીજ મર્યાદાઓ અનેુનબળાઈઓને ખોલીને એણે પહેલેથી જ મારી સામે ધરી દીધીુહતી. પણ એની બધી જ ખામીઓ મને તો ખૂબીઓ જ જણાતીુહતી.

એને પામીને હું ખરેખર ખૂબ ભાગ્યશાળી છું એ વાતે

હું ખૂબ સંતુષ્ટ હતી. દસ-બાર દિવસમાં એકવાર એ આવીુજતો. કોઈ કોઈ વાર મારે પણ અમદાવાદ જવાનું બનતું. મારુુંસાસરું પણ ખૂબ સરસ હતું. મારી સાસુ મને ખુબ સંભાળતાુંઅને ખૂબ સરસ વાતો કરતા. મારી નટખટ નણંદ તો મારી સાથેુએકદમ મિકસ થઈ ગઈ હતી. મારા આનંદમાં ઓર વધારો થતોુરહેતો.

જીવનના આ સુવર્ણકાળને શી રીતે વર્ણવવો ?

ખરેખર કેટલો આકર્ષક અને રામાંચક કહી શકાયુએવો જીવનનો આ સુવર્ણકાળ મારા માટે ખૂબ ખૂબ મહત્ત્વુધરાવતો હતો. આ સમયગાળામાં હું જે સુખ અને આનંદ પામીુરહી હતી એ કદાચ કોઈ કયારેય કલ્પનામાં પણ પામી શકયુુંહોય એવી શકયતા મને નથી લાગતી. એક એક ક્ષણ કંડારીનેુસાચવી રાખવાનું મન થાય. કેટલો કીમતી સમય ! ઓહ, હું તોુખરેખર પાગલ થઈ જાઉં એટલી ખુશીઓ મારા નસીબમાં ઈશ્વરેુભરી આપી હતી. મનોમન હું ભગવાનનો ખૂબ આભાર માનતીુરહું અને વિવેકની પણ એટલા જ સાચા હૃદયથી પૂજા કરવાુમાંડી હતી.

હવે તો એ જ મારો દેવતા અને હું જ એની પૂજારણ.

બસ જીવનભર એની પૂજા કરુ, એને સાચવું, એને ખુશ રાખું,ુએના જ ચરણોમાં મારું જીવન સમર્પિત કરી દઉં એવો એકુવણલખ્યો સંકલ્પ મારા દિલમાં કયારનોય કંડારાઈ ગયો હતો.

મારી મુશ્કેલી કહો તો મુશ્કેલી અને સદ્‌ભાગ્ય કહોુતો સદ્‌ભાગ્ય એ ગણાય કે હું મારી આ ખુશીની રોમાંચભરીુલાગણીઓ મમ્મી સાથે જ શેર કરી શકતી હતી. વિવેક સાથેનીુબધી જ ક્ષણોને, એની સાથે થયેલી બધી જ વાતોને મમ્મી સાથેુપૂરી નિખાલસતાથી શેર કરતા મારી જાતને પણ હું રોકી શકતીુનહોતી.ુએટલે ઘણીવાર મમ્મીના ગળે વીંટળાઇને હુુંશરમાતી શરમાતી કહું, ‘મમ્મી, આ તારો જમાઈ બહુ નટખટ છે.

આજે એણે શું કર્યું ખબર છે ?? ...મને ફોન પર જ ફલાઇંગુકીસ કરી લીધી. ને હું તો એટલી શરમાઉં, એટલી શરમાઉં...’

પ્રકરણ-૯

હું મમ્મીને કહું, ‘મમ્મી, આ તારો જમાઈ બહુુનટખટ છે. આજે એણે શું કર્યું ખબર છે ?? ...મને ફોન પર જુફલાઇંગ કીસ કરી લીધી. ને હું તો એટલી શરમાઉં, એટલીુશરમાઉં..ઓ મમ્મી એ ખૂબ રોમેન્ટીક માણસ છે, ખૂબ જ. મનેુબહુ પજવતો રહે છે.’

મમ્મી મારી બધી જ વાત ધ્યાનથી સાંભળે. એનાુચહેરાના હાવભાવ પરથી મારી અંદરના રોમાંચને એ ખુદ પણુઅનુભવતી હોય એ મને સમજાય. અચાનક એ કંઇક વિચારોમાુંખોવાઈ જતી હોય એમ પણ લાગે.

હું એને ઢંઢોળું, ‘એય...મમ્મી. કયાં ખોવાય ગઈ ?

મારા પપ્પા યાદ આવી ગયા કે શું ? શું વિચારમાં ડૂબી ગઈ છે ?

તારો ચહેરો પણ કેમ ગુલાબી થાય છે ? ...કહે તો જરા !’

મમ્મીનો ચહેરો એટલો તો ગુલાબી થતો કે હું જોઈુજ રહું. લાગે કે જાણે સોળ વરસની લાજવંતી તરુણી. એનોુલજ્‌જામઢ્યો ચહેરો કેટલુંયે કહેતો હોય. એકીટશે એના એુભાવોને જોવાનું ગમે.

હું પણ છેક સાવ અલ્હડ અને નટખટ કેવી !

વિવેકની રજેરજની વાત મમ્મીની સાથે કર્યા વગર ન રહું. તેુબોલી જવાયું, બોલીને હુ ં તો મમ્મીન ે વળગી પડુ ં જાણે એજુવિવેક ન હોય ! એમ...

એ મને દૂર હડસેલીને છણકે, ‘અરે, અરે, પણ હુુંતો તારી મા છું. મને તે આમ વળગાતું હશે ? તુંયે સાવ બેશરમુબની ગઈ કે શું ? વિવેકે તો તારી રહીસહી શરમ પણ ભુલાવીુદીધી કે ? ...સંધ્યા, સંધ્યા, આ બધી છોકરમત તને ન શોભે.

કંઇક સમજ બેટા. જરા ગંભીર બન. જાતને સંભાળતા શીખ.ુઅંદરના ઉમંગોને દબાવતા પણ શીખ મારી લાડો, આ બધુુંશીખવું પણ જરૂરી છે. હું તને કેમ સમજાવું સંધ્યા બેટા !’

એનો છણકો મારા કાન સુધી પહોંચે જ નહિ, હું તોુમારી મસ્તીમાં મસ્તાન.

મારી એ વાતોમાં તો મમ્મી કેટકેટલાયે વિચારોમાુંખોવાઈ જતી હોય એમ લાગે. કદાચ પપ્પા સાથેનું એનું નાનકડુુંપણ મસ્તીભર્યું દાંપત્યજીવન એને યાદ આવી જતું હશે.

પપ્પાએ એની સાથે કરેલી કોઈ એવી મીઠી શરારત એનીુઆંખોમાં પણ ઊભરી આવતી નહિ હોય શું ?

પણ હું તો હરખઘેલી એવી કે મમ્મી મારી વાતમાુંરસ ન લે તો પણ હુ તો એને પરાણે મારી વાત સાંભળવાુમજબૂર કરું એવી. હું કાંય મારા ઉમંગો દબાવી ન શકું. શું કામુભાઈ ? હું કાંય એને એમ ન મૂકું. પૂરેપૂરી વાત ન સાંભળી લેુત્યાં સુધી પરેશાન કરું.

પણ મમ્મી એટલે મમ્મી. મારી વાતો સાંભળવામાુંકયારેય કંટાળે જ નહિ. કોઈ વખત થાકે તો કહે, ‘સંધ્યા, બધીુજ વાતો મને કહેવી જરૂરી છે શું ? જીવનમાં તો કેટલીયે એવીુવાતો બનતી હોય છે કે જે કદી કોઈને કહેવાની નથી હોતી.’

પણ હું કહું, ‘ના, ના, મમ્મી. હું એવું નથી માનતી.

ને એમાંય મારી તો દોસ્ત પણ તું જ છે ને, મા ? હું બીજા કોનેુકહું ? તું જ મારી સખી ને તું જ મારી માતા. હું તો તને બધી જુવાતો કહીશ.’

‘એમ નહિ બેટા, પણ...’ કહેતાં મમ્મીનો અવાજુઅટકી ગયો.

‘એમ નહિ બેટા. પણ માણસની જિંદગીમાં કેટલીકુબાબતો એવી પણ હોય છે કે જેને કદી કોઈની સાથે શેર કરીુશકાતી નથી. જીવનની કિતાબના કેટલાક પૃષ્ઠો એવા પણ હોયુછે કે જેને કદી કોઈની સામે ખોલી શકાતા નથી હોતા. આપણીુજિંદગી છે ભઈ, કશુંક અંગત અંગત જેવું પણ હોય શકે. અનેુએ અંગતતાનીયે એક મજા છે, સંધ્યા !’ મમ્મી જરા ગંભીર થઈુબોલી હતી.

મમ્મી જે અંદાજમાં કહી ગઈ એ અંદાજની ગંભીરતાુહું તો શેં પકડી શકું ? ને એમાંય ત્યારે કે જયારે મારા પર તોુ‘વિવેક’ નામનું ભૂત પૂરેપૂરું સવાર થયું હોય. ખરેખર કોઈએુસાચું જ કહ્યું છે કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમ કશું જ જોઈ નથીુશકતો. માણસ એટલો સ્વાર્થી બની જતો હશે કે એને પોતાનાુપ્રિય પાત્ર સિવાય કોઈ જ દેખાતું નથી હોતું. અનેકવાર કાનેુસાંભળેલી આ વાહિયાત વાત કેટલી સાચી લાગી રહી છે ?

બાપ...રે...ખરું ને ?

ઓહ..! વિવેક, વિવેક... તેં આ શું કરી નાખ્યું છેુમને ? મારા પર એવો તે કેવો જાદુ કર્યો છે કે હરપળ તું જુછવાયેલો રહે છે ! પહેલા તો મને બીક લાગતી કે હું તો મમ્મીનેુજ એટલો પ્રેમ કરું છું તો કોઈ અન્ય પાત્રને કેવી રીતે ન્યાયુઆપી શકીશ. જીવનમાં બીજા કોઈ પુરુષને હું કેવી રીતે પ્રેમુઆપી શકીશ ? પણ...

પ્રકરણ-૧૦

હું ડરતી હતી કે મારી મમ્મીના માયાળુ વ્યકિતત્વુઆગળ મારો સ્વપ્નપુરુષ પણ વામણો પૂરવાર થશે. પણ ના,ુએવું ન થયું. મારો સ્વપ્નપુરુષ તો મારો સ્વપનપુરુષ જ બની નેુમારા પર છવાઈ ગયો, હું મારી જાતને પણ ભૂલી ગઈ એટલી હદેુ! એણે મારા એવો તે કેવો જાદુ કર્યો કે હું સ્વ ને પણ ભૂલી ગઈુ! સતત એનું જ રટણ ચાલ્યા કરે છે. મને આ શું થઈ રહ્યું છે એુકોઈ કહેશે ? કોઈ કહેશે..મને આ શું થઈ રહ્યું છે ?

આ દિવસોમાં વિવેકનું અહિ આવવું તેમજ મારું ત્યાુંજવું પણ સહજ જ બનતું રહ્યું છે. એ આવે ત્યારે મમ્મી પણુખુશ થઈ ગઈ હોય. ને હું તો એની સરભરામાં એવી ગૂંચવાઈુજાઉં કે ન પૂછો વાત.

એ આવવાનો હોય એ પહેલા જ એની પસંદનાુપરદાથી એનો રૂમ સજાવી રાખું. એને ગમતી સ્મેલનો સ્પ્રે તોુહોય જ. મહાશયને રોઝ ફલેવર બહુ પસંદ છે. ને વળી મને પણુરોઝ કહે છે, પાજી... ને એય પાછો જાણે મને સૂંઘીને કહેતો હોયુએવી અદાથી બોલે એટલે હસવું આવી જાય.

એ પાસે હોય ત્યારે મને જિંદગીના નવા નવા રંગોુઅને ફલેવર્સનો પરિચય થતો હોય એવું લાગે છે. મને થાય છેુજો વિવેક મને ન મળ્યો હોત તો જીવનના આ બધા સ્વાદોને હુુંકયારેય ન પિછાણી શકી હોત. એ ન હોત તો જીવનના આ બધાુંપરિમાણોને હું સમજી જ ન શકી હોત.

પ્રથમવાર મને થયું કે આજ સુધી તો હું માત્રુમમ્મીની નજરે જ જગતને નિરખતી રહી છું. પહેલી વાર વિવેકનીુનજરે જયારે આ બધું જોયું ત્યારે અંદર ને અંદર વિચિત્ર રોમાંચુથઈ રહ્યો હતો. જીવનમાં તો કેટલો બધો આનંદ અનુભવવાનોુબાકી રહી ગયો હતો એ મને સમજાયું. મમ્મીની નજરે જુમૂલવેલા વિશ્વને મારી પોતાની નજરે અને એક પ્રકારનીુસ્વતંત્રતાની નજરે જોયું ત્યારે એમાનું ઘણું ઘણું ભિન્ન જણાયું.

આ શું હતું ? એ ખુદ સમજી શકું એટલી પરિપકવ પણ કદાચુનહોતી પણ જે હતું તે ખૂબ અમૂલ્ય અને અદ્‌ભૂત એવીુઅનુભવજન્ય મૂડી કહી શકાય જ !

જીવનમાં કેટલાયે વણકલ્પ્યા સ્વપ્નો વિવેકે મારીુઆંખોમાં આં દીધા અને સાકાર પણ કર્યા.

હું ને વિવેક સાથે ફરવા જઈએ. મમ્મીને સાથેુઆવવા આગ્રહ કરીએ, પણ એ શેની આવે ? જો કે અંદરથી તોુહું પણ એમ જ ઈચ્છતી હોઉં છું ને ?

એ હમેશા પોતાની સેન્ટ્રો લઇને જ આવે. અમે કોઈુવાર નવી ફિલ્મ જોવા જઈએ. એને કરીના અને મને શહીદુકપૂરની ફિલ્મો ખૂબ ગમે. આમેય એ પોતે પણ શહીદ કપૂર થીુકયાં કમ લાગે છે ? એ મંદ મંદ હસતો હોય છે ત્યારે મને શું નુુંશું થઈ જતું હોય છે. ને મનેય પાછો એ મનોમન કરીના સાથેુસરખાવતો હશે લુચ્ચો !

કયારેક દૂર દૂર સુધી લાગડ્રુાઇવ પર જઈએ. ગાડીમાુંકર્ણપ્રિય સંગીત વાગતું હોય. એના ડ્રાઇવીંગ પર હું ફીદા !

વિશાળ પટમાં પથરાયેલ હાઇવે પર એની લસરતી ગાડી સાથે હુુંપણ લસરતીકને એને કયારે ચીપકી ગઈ હોઉં એનું મને ભાન નુરહ્યું હોય. એ પણ લુચ્ચો મારી આ નાદાનિયતને કેવીુમર્દાનગીથી માણતો હોય, પાજી છે સાલો ! એનું એ વખતનુુંસ્મિત મને ડગમગાવી દે એવું ! એવે વખતે એણે જેટલો કંટ્રોલુગાડી પર રાખવો પડતો હોય એનાથીયે સવિશેષ કંટ્રોલ મારા પરુરાખવો પડતો હોય. જો એ સંયમ ન રાખી શકે તો હું તો પૂરેપૂરીુસમર્પિત જ હોઉં ! ને...

પણ ખરે વખતે એ મને સંભાળી લે. એને મારી ખૂબુકેર કરતો જોવો મને ગમે. મારા પ્રણયાતુર નયનોને એ શાંત કરે.

એની આંખો જ મને લાડથી કશુંક મઠારતી રહેતી હોય એવુુંલાગે. અને હું ફરી પાછી ડાહી ડાહી થઈ જાઉં !

એણે આમ જ મને આંખોની ભાષા વાંચતા શીખવ્યુુંહતું. એની આંખોના ભાવ પરથી જ હું એને ઉકેલી શકતી હતી.

એ પણ મારી આંખોના ઈશારાને દૂરથી જ પામી જાય. નટખટુઘણીવાર તો આંખોથી જ મને પજવવા માંડે.

પણ હવે કોઈ કોઈ વાર મમ્મી મારી વાતોથી થાકીુજતી હોય એવું જણાતું. એને મારી અને વિવેકની વાતોમાં રસુઓછો થતો જતો લાગતો હતો.

હમણાં હમણાં તો એની અંદર થઈ રહેલા ફેરફાનાુમને બને બહુ કડવા અનુભવો થઈ રહ્યાં છે. એ દિવસે હું કંઇકુવાત કરવા માંગતી હતી ત્યાં જ એ બોલી, ‘સોસાયટીમાં તારીુસગાઇના પેંડા મોલવાના બાકી છે. ચાલ, આજે બેસીને બોકસુતૈયાર કરી આપ. હવે માત્ર વાતોના વડા કરવામાં કશું ન વળે.

તારા સાસરિયાઓની આવનજાવનને લીધે ઘરમાં જરા કામ પણુવધ્યું છે. હવે જરા તું સંભાળી લે તો સારું.’ મમ્મીના અવાજનીુરૂક્ષતા હું નજર અંદાજ કરી શકું એટલી સહજ નહોતી જણાતી.

શી ખબર, એના મનમાં શી વાત હશે ?

પ્રકરણ-૧૧

સોસાયટીમાં પેંડા વહેંચાયા. હું જ બધે આપવાુમાટે ગઈ હતી. મારાથી અંજાઈ ગયેલા સોસાયટીના યુવાનોનાુપેટમાં ગરમ ગરમ તેલ રેડાયું. મને ગમ્મત પડી. એટલું જ નહીુંમને ‘બેટી’ કહી મારો વાંસો થપથપાવવા તલપાપડ રહેતાુ‘અંકલો’ પણ મોં વકાસી ગયા. આધેડ ગૃહીણીઓ કૃત્રિમ હર્ષુઅનુભવતી જોવા મળી. અને સમવયસ્ક યુવાન છોકરીઓનીુઆંખોમાં દેખાતો અદેખાઇનો અને જલનનો ભાવ પણ ગમ્મતુઆપતો હતો. હું ખુશ હતી.

એ રીતે પેંડાની સાથે મારી સગાઇના સમાચારુઅમારી સોસાયટીમાં પણ સૌને પહોચી ગયા.

પડોશણો ખુશાલી વ્યકત કરવા આવે ને વળીુમીઠાઈ આરોગતાં આરોગતાં મમ્મીને મીઠી શિખામણો પણુઆપતા જતાં,ુ-‘આ તમારી લાડકી દીકરી સાસરે જશે પછી તો

તમને સાવ એકલું એકલું લાગશે, નહિ ?’

તો કોઈ કહે,

-‘...હવે આ ઉંમરમાં આપણે ઘરમાં બીજું કામેય શુુંહોય ? ને તમે રહ્યાં સાવ એકલા તો ઘરકામ ને રસોઈ તોુગણાય જ નહિ. નવરાશના સમયમાં કિર્તન ગાવા આવજો...’

કિર્તન ? મમ્મી સ્તબ્ધ, હું પણ અવાચક...!

કિર્તન શબ્દ સાંભળતાં જ મને હસવું આવી ગયું હતુુંને મમ્મીના ચહેરા તરફ જોવા લાગી. એના ચહેરા પર કયાંયુઉંમરને કારણે કિર્તનની કરચલીઓ નહોતી આવી હજી. એનોુચહેરો તો આ વાત માત્રથી ધુંવાપુંવા થતો જણાયો હતો. એટલેુમને વધારે હસવું આવી ગયું.

ત્યાં વળી સામે નવી રહેવા આવેલી ત્રીજી પડોશણુકહે, ‘-...આમ જુઓ તો... તમારે ચિંતા કરવા જેવું નથી.

આપણી સોસાયટીમાં આપણે જે સત્સંગમંડળ ચલાવીએ છીએુએમાં નિયમિત આવતા રહેશો તો ચિત્ત ચોટ્યું રહેશેુપ્રભુભજનમાં એય ને પાછલી જિંદગી પસાર થઈ જશે...

આરામથી...’

પાછલી જિંદગી ? હું પણ અકળાઈ. શું મમ્મીનીુપાછલી જિંદગીનો તબક્કો શરૂ થઈ ગયો ? ના, ના. મમ્મીુતો...! ...હું ગયા પછી શું એનું ચિત્ત કયાંય નહિ ચોંટે ? મનેુસમજાય નહિ એવું કશુંક ભીતરે સળવળ્યા કરતું હતું. મમ્મીનોુચહેરો તો નજર ન મિલાવી શકાય એવો બનવા જઈ રહ્યો હતો.ુએટલે પરિસ્થિતિ પારખી મારે બધી પડોશણોને ફૂટાવવી પડી.

ત્યાર બાદ કેટલાક દિવસો ન તો મમ્મી મારી સાથેુનિરાંતે બોલી શકતી હતી કે ન તો હું એની સાથે કોઈ ગંભીરુવાત કરવાની હિંમત કરી શકતી હતી.

ખબર નહિ કેમ હું પહેલીવાર મમ્મીથી ડરવા લાગીુહતી. હમેશા મમ્મી સાથે બિન્દાસ રહેતી પણ પહેલીવાર મનેુરોમે રોમમાં મમ્મીનો ડર સતાવવા લાગ્યો હતો. ખબર નહિ હુુંશા માટે મમ્મીથી આટલી બધી ગભરાતી હતી.

સગાઈ થયા પછી પણ મારા મનમાં તો હજુયે એ જ

સવાલ ઘુમરાતો હતો કે મમ્મીનું શું ? મારી મમ્મીનું શું ?

...પણ હું આ સવાલ મમ્મીને કેમેય પૂછી નહોતી

શકતી. કેમ કે હમણાં હમણાં એનું ખુદનું વર્તન જ ખૂબુબદલાયેલું બદલાયેલું જણાતું હતું. પહેલીવાર એવું બન્યું હતું કેુહું એના મનના ભાવો વાંચી નહોતી શકતી ને પરિણામે ખૂબ જુઅકળામણ અનુભવતી હતી.

એક દિવસ હું બહારથી આવી ત્યારે મમ્મી ઘરમાુંનહોતી. થોડીવાર રાહ જોયા બાદ એને ફોન કર્યો તો પણ એુઉપાડતી નહોતી. બે કલાક પછી એ આવી. બજારમાં શોપીંગુકરવા ગઈ હતી. હું ખૂબ ગુસ્સે થઈ હતી એટલે ઝગડી પડી,ુ‘મમ્મી, મમ્મી... કયાં ચાલી ગઈ હતી ? આટલી બધી વાર ?’

‘શોપીંગ કરવા ગઈ હતી. કેમ ? એમાં મારે તનેુકહી-પૂછીને જવાનું હોય ?’ મમ્મી પણ ગુસ્સામાં જ બોલી.ુમને પહેલી વાર આઘાત જેવું લાગ્યું, ‘અરે, મમ્મી,ુમને કહી-પૂછીને તો ન જવાનું હોય પણ આજે પહેલીવાર તું મનેુસાથે લીધા વગર જતી રહી ? સવારે જ મેં તને શોપીંગ માટેુપૂછ્યું તો તેં જ ના કહી. કેમ ?’

‘તારો સાથ હવે કેટલા દિવસ ? તું તો સાસરે ચાલીજ જવાની છે ને ? પછી હું તો એકલી જ છું ને ? મારે એકલાુજવાની આદત તો પાડવી જ પડશે ને ?’ મમ્મી રૂક્ષ અવાજેુબોલી, ‘હું એકલી જ છું ને એકલી જ રહી શકીશ, મારે કોઈનીુજરૂર ન પડે, ...તારી પણ નહિ !’

ઓહ...મમ્મીએ આવું કહ્યું ? એ આવું કહી શકે ?

પ્રકરણ-૧ર

એ આમ શી રીતે વિચારી શકે ? એણે જે રીતે કહ્યું કે મારેુકોઈની જરૂર નથી... તારી પણ નહિ.. આ છેલ્લુ વાકય તો મનેુમાંહેંથી હચમચાવી ગયું !

મેં કહ્યું પણ ખરું, ‘પણ હજુ કયાં મારા લગ્ન પણુનક્કી થયા છે ? હજુ તો હું તારી પાસે જ છું ને ? શું આમ ખોટીુવાતો કરે છે, મમ્મી ?’ હું કશું સમજી શકી નહીં. એ જવાબુઆપવાનું ટાળીને પોતાના કામે વળગી જાય.

મારા રૂમમાં આવીને જોઉં છું તો મારું આખુંય ડ્રેસીંગુટેબલ અને ડ્રોઅર વીખરાયેલું પડ્યું હતું.

‘મમ્મી, મમ્મી, આ મારો રૂમ આખોય અસ્તવ્ય્સ્તુકેમ ? મારું આખુંય ડ્રેસીંગટેબલ સાવ વેરવિખેર છે, મમ્મી ?

કોણે કર્યું ?’ મેં પૂછયું.

મમ્મીને પૂછવા કોશિશ કરી તો વળી એ ગુસ્સેુભરાઈ ગઈ, ‘કેમ ? હું તારા ટેબલને અડી પણ ન શકું ? મારેુનવી હેરપીન જોઇતી હતી, મળી જ નહિ...તો...’ ગુસ્સામાુંએનો તરડાયેલો અવાજ મને કંપાવી ગયો. એનું આ નવું સ્વરૂપુમારી મને ધ્રુજાવી દેતું હતું.

પછી તો અવારનવાર આવું બનવા લાગ્યું. બજારમાુંશોપીંગ કરવા એ મારી સાથે ન આવે અથવા તો મને સાથેુલીધા વગર પોતે એકલી ચાલી જાય. હું બહારથી આવું ત્યારેુમારું ડ્રેસીંગ ટેબલ વીખરાયેલું પડ્યું હોય. મમ્મીએ મારીુચીજવસ્તુઓ વાપરી ને ફેંદી નાખી હોય. મારું ગાઉન એણેુપહેરી લીધું હોય. સમયસર રસોઈ બની ન હોય. વાતવાતમાુંચિડાઈ જાય અને અવાજમાં એકદમ રૂક્ષતા પહેલા કદી જોવાુનથી મળી.

એકવાર તો હું બહાર ગઈ હતી ને અમારા પડોશીનોુફોન આવ્યો, ‘સંધ્યાબેન, તમે જલદી ઘેર આવો, તમારા ઘરમાુંપાણીનો ટાંકો ઓવર ફલો થઈ રહ્યો છે, ને તમારા મમ્મીુવોટરપંપ બંધ નથી કરતા.’

હું તરત જ દોડાદોડ ઘેર આવી. જોયું તો આખીયેુસોસાયટીના રસ્તાઓ પર પાણી જ પાણી. બધું જ પાણીુઅમારા ઘરમાંથી બહાર વહી રહ્યું હતું. કેટલુંય ખટખટાવ્યા પછીુમમ્મીએ બારણું ઉઘાડ્યું. ઘરમાં મ્યુઝીક સિસ્ટમ મોટે અવાજેુચાલી રહ્યું હતું. મેં વોટરપંપ બંધ કર્યો.

પછી જોરથી હું ગરજી, ‘મમ્મી... મમ્મી... ??’

‘મમ્મી...મમ્મી, તેં આ શું માડ્યું છે ? આખીયેુસોસાયટી પાણીમાં ડૂબાડી દેવી છે તારે ? આપણો ટાંકોુછલકાય ગયો ને તે સ્વીચ પણ બંધ કરી નહી ? કેટલું પાણીુનાહકનું બરબાદ થયું એ તો જો ?’

‘બરબાદ ?’ મમ્મીએ મારી સામે પણ જોવાનીુદરકાર વગર જ જવાબ આપ્યો, ‘તને ખબર પડે છે કે શું બરબાદુથઈ રહ્યું છે ને શું નહિ ? તારામાં આવડી અમથી પણ સમજણુછે ખરી ? ...શાની બરબાદી બચાવવા તું દોડી આવી ?

પાણીની ?.. મોટી આવી...બરબાદ થઈ ગયું...!’ એ મનેુકહેતી હતી કે સ્વગત બબડતી હતી એ મને સમજાયું નહિ.

હમણાં હમણાંથી આ રીતે એ ઘણીવાર સ્વગત બબડતી પણુજોવા મળતી હતી.

પહેલા કયારેય ન થયું હોય એવું પરિવર્તન મમ્મીનાુવર્તનમાં આવવા માંડ્યું હતું. શાકમાં મીઠું ભૂલી ગઈ હોય કેુચામાં ખાંડ. દાળ તળિયે બેસી ગઈ હોય, કપડા ધોવાના રહીુગયા હોય કે પછી ધોયા વગર એમ જ સૂકવાઈ ગયા હોય. ટાંકીુછલકાઈ જવા છતાં ઓવર ફલો થઈને પાણી પડોશીઓનાુઆંગણાં સુધી પહોંચ્યું હોય !

મમ્મીને કંઈ કહું તો અચાનક મારા પર છંછેડાઈનેુગુસ્સે થઈ જાય, ‘જા, જા, હવે. આવું તો થાય એમાં તું શાનીુઆટલી બધી પંચાત કરે છે ? કાલે સવારે સાસરે ચાલ્યા જવાનુુંછે, તારે કયાં હવે અહિ ઝાઝું રહેવાનું છે ?’

કયારેક વાતવાતમાં નારાજ થઈ જાય તો કયારેકુઅચાનક જ મૌન ધારણ કરી લે. સાવ મૂંગી થઈ જાય. મને તોુકશું જ સમજાતું નથી કે આ મમ્મીને થયું છે શું ?

હું સમજું છું કે કદાચ મારા સાસરે ચાલ્યા જવાનાુવિચારે એ અપસેટ રહેતી હશે, પણ સગપણ થયું ત્યાં સુધી તોુએ બિલકુલ સ્વસ્થ જણાતી હતી. દીકરીને વહેલા મોડું સાસરેુતો મોકલવાની જ હોય ને, એ વાત કોઈપણને માટે જેટલોુવિષાદ લાવી શકે એટલો જ હર્ષ પણ લાવતી હોય છે.

તો પછી આખરે મમ્મીને થયું શું હશે ?

પ્રકરણ-૧૩

થોડા દિવસોમાં જ ગાડી પાટે આવી જશે એમુવિચારી હું મન મનાવી લેતી. પણ સમય વીતતો ગયો તેમ તેમુમમ્મીનો સ્વભાવ વણસતો રહ્યો. મને હતું કે હવે મારા લગ્નનીુખરીદી માટે મમ્મી જરૂર ઉતાવળ કરશે પણ એમ ન બન્યું.

એટલે ધીરજ ખોઈ બેસી એકવાર મેં જ લગ્નની ખરીદી માટે વાતુકરી.

મમ્મીને કહ્યું, ‘મમ્મી, હવે ધીરે ધીરે લગ્નનીુખરીદી કરતા રહીએ તો કેમ ? આપણે એકલે હાથે બધીુતૈયારીઓ કેમ કરીશું પછી ?’

તો કહે, ‘શી ઉતાવળ છે ? એમ કાંઈ જલદી હું તનેુજવા દેવા નથી માંગતી. એના સમયે બધું જ થઈ રહેશે. તુુંચિંતા ના કરતી.’

મને હતું કે મમ્મી તરત જ હા કહી દેશે પણ એનેુબદલે એનો આવો નિરાંતનો જવાબ મને અકળાવી ગયો.

મારી સાથે આનંદથી હસતી બોલતી મમ્મીને આ શુુંથઈ ગયું હશે ? એના મનમાં કઈ વાત હશે જે હું નથી સમજીુશકતી ? રહી રહીને મને થતું હતું કે એનું આ પ્રકારનું વર્તનુસાવ અકારણ તો ન જ હોય શકે !

એ દિવસે અમદાવાદથી છોકરાવાળાનો ફોનુઆવ્યો. મમ્મીએ એ લોકો સાથે પણ બિલકુલ અવ્યવહારું લાગેુએવી ઢબે જ વાિીંત કરી.

મારા સાસુ કહેતા હતા, ‘હવે આપણે લગ્નનીુતારીખ જોવરાવી લઇએ. અમે તો પંડિતજીને પૂછી રાખ્યું છે.

આવતા ત્રણેક માસમાં એક-બે સારા મૂહુર્તો છે. તમે પણુજોવરાવીને કહો. કાં એકવાર આવી જાવ તો સૌ સાથે બેસીનેુલગ્નની અનુકૂળ તારીખ વિચારી લઇએ.’

મમ્મી ફોન પર કહેતી હતી, ‘હું રહી એકલી,ુ...સાવ એકલી. ને દીકરી પણ એકની એક. તો જરા કહો કે હુુંકેવી રીતે બધી તૈયારીમાં પહોંચી શકું ? એકલે હાથે જરા વધારેુવાર લાગે ને એમાંયે આ તો લગ્ન જેવી મોટી વાત. એટલે તમેુઆમ ઉતાવળ કરશો એ નહિ પોસાય. જરા ધીરજ તો ધરવી જુપડશે. આપણે આવતે વર્ષે નિરાંતે લગ્નની તારીખ જરૂર નક્કીુકરી શકીશું. ...હા, હા, બિલકુલ. તમે ફિકર ન કરશો. ...ના,ુના, આવતા વર્ષે હવે કોઈ જ તકલીફ નહિ હોય.’

હું તો વિચારમાં જ પડી ગઈ. પહેલા તો આ વર્ષે જુલગ્ન લેવાની વાત હતી. અને મમ્મી પણ એમ જ કહેતી હતી.ુએ રાજી પણ હતી. તો પછી વળી પાછું શું થયું હશે ? આવતેુવર્ષે લગ્નની વાત કરવાનું પાછળ શા માટે ઠેલ્યું હશે ?

મમ્મી કેમ આટલી બદલાઈ ગઈ હશે ? પહેલા તોુએ મારા લગ્ન માટે ખૂબ જ ઉતાવળી થતી, એના મનમાં તોુઅનહદ હોંશ હતી ને આજે એ કેમ આવો જવાબ આપે છે ?

જરૂર કંઈક એવી વાત એના મનમાં ઘૂમરાઈ રહી છે જે એનાુજીવનને બહુ ભારે અસર કરી રહી છે.

હું એને કશું જ ન પૂછી શકી. જાણ્યે-અજાણ્યે હુુંમમ્મીથી દૂર થતી ચાલી. એનાથી ડરવા લાગી, આ ડર પણુવિચિત્ર હતો.

એક દિવસ મેં જોયું કે મમ્મી બ્યુટિપાર્લરમાં જઈનેુકેટલીયે બ્યુટિ ટ્રીટમેન્ટ લઇ આવી હતી. આવું તો કદી બને જુનહિ, એટલે મેં પૂછયું, ‘મમ્મી આ શું ? નવી હેર સ્ટાઇલ ?

આજે તું બ્યુટિપાર્લર જઈ આવી ? ને એ પણ મને લીધા વગર ?

મને જણાવ્યું પણ નહિ ?’

એ જરા ત્રાસા અવાજે જ બોલી, ‘કેમ ? મારે તારીુપરવાનગી લેવાની હોય ? હું તારા જેટલી જ ગુડલુકીંગ ગર્લ છું,ુસમજી ? હું પણ સુંદર જ છું. અને હા, નેવર અન્ડર એસ્ટીમેટુઅબાઉટ માય બ્યૂટિ...ઓકે ?’

બાપ રે, કેવી અકડૂ ભાષા હતી એની ? પોતાનીુજાતને મારાથી સહેજ પણ કમ માનવા એ કદી તૈયાર ન જુથાય, એવી અક્કડ. તોયે હું તો એના આ અકડૂપનનેુઅવગણીને બોલી, ‘પણ...મમ્મી, જરા... મને....’

‘કેમ ? તને કાંઈ વાંધો છે ? એની પ્રોબ્લેમ ?’

મમ્મીની કરડાકી વધતી ગઈ.ુપરિસ્થિતિ સમજીને મેં વાતોને ડાયવર્ટ કરી, ‘અરે,ુઓકે મમ્મી. ....એની વે... યૂ આર લુકિંગ સો ગોર્જિયસ...સોુબ્યૂટિફૂલ...ઓ મમ્મી.’

પણ હમેશા મને સાથે લઇને જતી મમ્મી એ દિવસેુઆમ એકલી જ પાર્લરમાં જઈ આવી એ વાત મને ખૂંચી હતી તોુહતી જ.

મમ્મીએ પહેલી જ વખત આવું કેમ કર્યું ?

પ્રકરણ-૧૪

ધીરે ધીરે મારા મન પર પણ મમ્મીના વર્તનનીુનકારાત્મક અસરો પડી રહી હતી. હું પણ ચિડિયલ બની જતીુહતી. વિવેક સાથે પણ બરાબર વાત ન કરી શકતી. વિવેકને નુતો પૂરતો સમય આપી શકતી કે ન તો એની સાથે રોમેન્ટિકુવાતોમાં જોડાઈ શકતી.

વિવેકસાથે પણ અતડી રહેવા માંડી. એની વાતોમાુંરસ ન લઇ શકું. એ ગુસ્સે થતો. એને પણ નારાજ કરી દેતી. હુુંમારામાં થઈ રહેલા પરિવર્તનોને સમજી નહોતી શકતી. કદાચુએટલા માટે કે હું મમ્મીમાં થયેલા પરિવર્તનને પણ સમજીુનહોતી શકતી. શું કરું કશું સમજાય એવું જ નહોતું.

વિવેક પૂછતો, ‘સંધ્યા, તને શું થયું છે હમણાુંહમણાં ? કેમ આમ ઉખડી ઉખડી લાગે છે ? કેમ તારું વર્તનુબદલાયેલું લાગે છે ? મને કહે પ્લીઝ...!’

હું શું કહું ?

એ કહે, ‘તું કેમ પહેલા જેવી રોમેન્ટીક મુડમાં નથીુહોતી ? તને કોઈ તકલીફ હોય તો તું મને જણાવી શકે છે ?

બોલ ને ? હું શું કરું તો તારો મૂળ સ્વભાવ ફરી પાછો આવે ? હું

શું કરું કે મારી પહેલા જેવી જ મસ્તીખોર સંધ્યા મને પાછી મળીુશકે ?’

હું કશો જવાબ આપી શકતી નહોતી. શું કહું એને ?

એને કેમ સમજાવું કે મમ્મી આપણાં લગ્ન પાછળ ને પાછળ કેમુઠેલતી રહે છે ? એને શું કહું કે મમ્મીનું નેચર જ તદૃન બદલાઈુચૂકયું છે ? મને જ સમજાતી નથી એ બધી બાબતો હું એને કેમુકરીને સમજાવું ?

ને આમેય વિવેક તો સમજે છે કે મારી અને મમ્મીુવચ્ચે તો એકદમ સાંમજસ્ય ભર્યો નિખાલસ સ્નેહ છે. એટલેુએને હું મમ્મી વિશે કશું કહું તો પણ ગરબડો વધવાની જ છે.

શી ખબર મમ્મી શું વિચારે છે ?

થોડા દિવસ પહેલા વિવેક કહ્યું, ‘હું ત્યાં આવું છું.ુતારી પાસે.’

મેં પૂછ્યું, ‘હા, આવ. પણ કેમ આમ અચાનક ?’

‘બસ, હું તને લેવા આવું છું.’ એ જરા દૃઢ સ્વરેુબોલી રહ્યો હતો.

‘મને લેવા ? કેમ ?’ હું જરા ઉતાવળમાં જ બોલીુગઈ.

‘કેમ ? હું તને લેવા ન આવી શકું ?’

‘હા, હા, આવી શકે, પણ અચાનક ?? ..કાંઈુખાસ ?’ મને જરા ચિંતા પણ થઈ.

‘ના. પણ મને થાય છે કે તને થોડા દિવસ અહીુંલઇ આવું. થોડો સમય આપણે સાથે રહીએ. તો તું જરા ફ્રેશુથઈ શકીશ. તને વાંધો તો નથી ને ?’ એણે કહ્યું.

‘ના, પણ.. મમ્મીને પૂછવું પડે.’ મેં કહ્યું. મમ્મીુકદાચ ના કહે તો ? એવો વિચાર પણ મને આવી ગયો હશે.

‘અરે, મમ્મીએ કયાં આજ દિન સુધી કંઈ જ નાુપાડી છે ? તું શા માટે ડરે છે ? હું છું ને ?’ એનો જવાબુબિન્દાસ હતો.

એ તો ‘મૈં ર્હૂં ના ?’ બોલીને છૂટી ગયો, પણ મનેુટેન્શન વધવા લાગ્યું હતું. રહી રહીને થતું હતું કે આજ દિનુસુધીની મમ્મી હવે તો કેટલી બદલાઈ ચુકી છે.

મારાથી વારંવાર આ રીતે તંગ થયેલો વિવેક આખરેુપોતે જ રૂબરૂ આવી ગયો. એની હાજરીમાં મમ્મી જરા સ્વસ્થુલાગી. પણ એના મૂળ અંદાજમાં તો નહોતી જ.

આવતાં જ એ મમ્મીને પગે લાગ્યો તો મમ્મીએ મોુંબગાડ્યું અને...

મમ્મી કહે, ‘બસ બસ, હવે. તમે તો તમારીુસંધ્યાને મળવા આવ્યા છો. મને પગે લાગીને મારી સંધ્યાને તોુમારાથી દૂર કરી જવાના ને ? પણ જો, જો, હો. હું કંઈ એમુમારી દીકરી તમને નહિ આપી દઉં.’

વિવેક ઓઝપાઈ ગયો એ મને ન ગમ્યું. હું મારાુભાવિ પતિને છોભીલો પડતો કેમ જોઈ શકું ? મમ્મી પણ શુુંઆવું બોલતી હશે ? મમ્મીએ ભલે હસતાં હસતાં કહ્યું હશે, તોુપણ એના કહેવાનો તરીકો બરાબર તો નહોતો જ. વિવેકને કેવુુંલાગ્યું હશે ? એ શું વિચારતો હશે ? ઓહ...

કોઈ કોઈ વાર તો આવા સંજોગોમાં મારું તો દિમાગુજ કામ કરતું નથી.

સાંજે ટેરેસ પરના ઝુલામાં હું ને વિવેક ઝૂલી રહ્યાુંહતાં. વિવેકે મારો હાથ પોતાના હાથમાં લેતા પૂછયું, ‘સંધ્યા,ુસાચું કહેજે, તું મારી સાથે ખુશ તો છે ને ? મમ્મીનું વર્તન પણુસૂક્કું સૂક્કું લાગી રહ્યું છે, સંધ્યા. જે હોય તે મને કહી દે. તું મનેુન ચાહતી હોય તો પણ જણાવી દે. હું કોઈપણ આઘાત સહનુકરવાની તૈયારી સાથે જ આવ્યો છું. સંધ્યા, બોલ પ્લીઝ.’

પ્રકરણ-૧પ

વિવેકની આંખોની આર્દ્રતા જોઈ હું કંપી ગઈ. આુમાણસ મને કેટલો બધો ચાહે છે. ને હું જ એને પૂરતો સમયુનથી આપી શકતી. મારી જાતને જ હું ધિક્કારવા લાગી હતી.

એ સાવ ખોટો નહોતો. એની પણ મારી પાસેુકેટકેટલી અપેક્ષાઓ હશે ને ? એણે પણ મારા માટે સપનાઓુજોયા હશે. મારા પર એનો પણ અધિકાર તો ખરો ને ? તો પછીુહું શું કામ એને આમ પરેશાન કર્યા કરું છું ?

એનો હાથ ઉષ્માપૂર્વક દબાવતાં મેં કહ્યું, ‘એવું કંઈુજ નથી વિવેક. તું ચિંતા ન કર. આઇ નીડ સમ સ્પેસ. મારે જરાુફ્રેશ થવાની જરૂર છે માત્ર. બસ, થોડો સમય તારી સાથે ગાળીશુએટલે ફ્રેશ થઈ જઈશ. બોલ, કયારે લઇ જાય છે મને ? અને હા,ુમમ્મીને પટાવવાની જવાબદારી આ વખતે તારી, ઓકે ?’

‘ઓલરાઇટ મેડમ, ડન.’ કહેતાં જ એ મને...ુ...માંડ માંડ એ પાજીની પકડમાંથી છૂટી. એ આમુજ મને પજવતો હોય ને એની આવી મજેદાર આદતોને લીધેજુએ મને વધુ ને વધુ મીઠો લાગતો હતો.

આમ તો વિવેક આવ્યો હોય ત્યારે હું એની સાથે નેુસાથે સતત રહેતી હોઉં. એની સાથે ફરવા જાઉં. એના રૂમમાુંએની સાથે વાતો કરતી બેસી રહું.

પણ આ વખતે એવું ન બની શકયું. જયારે પણ હુુંવિવેક પાસે પહોચી જાઉં કે તરત જ કોઈ ને કોઈ કામ માટેુમમ્મી મને બૂમ મારતી રહે.

છત પરના ઝૂલા પર અમે બંને બેઠાં બેઠા આકાશુદર્શન કરી રહ્યાં હતાં. આકાશના એકાધિક સ્વરૂપોના અમે બંનેુચાહક હતા. એમાંયે એ તો પાછો એટલો જ રોમેન્ટિક હોય.

એની હાજરીમાત્રથી બધું જ જાણે લાઇવ થઇ જતુુંહતું, હું પણ અને આકાશ પણ ! પ્રિય પાત્રની હાજરી કેટલીુમહત્ત્વની હોય છે એ સત્ય પણ મને સમજાય છે. પાસે હોવાનોુભાવ આપણાં મન પર કેટલી પોઝીટીવ અસર કરતો હોય છે એુસમજાય છે. એ પાસે હોય ત્યારે મારી એક એક ક્ષણ જીવંતુબની જાય છે. શાંત પાણીમાં જાણે કોઈ કરંટ આવી જાય છે.

દરેક ક્ષણમાં એનું ગજબનું ઈન્વોલમેન્ટ હોય છે. હું તો બસુએની આ પર્સનાલીટીને જોયા જ કરું.

રાત્રે ટેરેસ પરના ઝૂલા પર પણ હું એને એમ જુઆખી રાત વળગી રહેત, પણ મમ્મીએ કમરદર્દની દવાુલગાવવા મને બૂમ મારી એટલે મારે જવું પડયું.

‘સંધ્યા, મને જરા કમરનો દુખાવો થાય છે. દવાુલગાવી આપજે.’ મમ્મીએ કહેલું.

‘આવી મમ્મી.’ કહેતાં હું જતી હતી પણ વિવેકેુમારો હાથ પકડી લીધો, ‘આજે મને અહીં આ ઝૂલા પર એકલોુમૂકીને તું જઈ શકીશ ?’

હું એની આંખોને જોઈ રહી. એમાં રહેલા શરારતનાુતોફાની નશાને જોઈ પાગલ બનેલી હું એને ફરી મારામાં લપેટવાુજતી હતી ત્યાં જ મમ્મીએ ફરી બૂમ મારી.

વિવેકે મારો હાથ છોડી દીધો, ‘જા, પહેલા મમ્મીનીુસેવા કરી આવ. એમને આજે જરા વધારે દુખાવો હોય એવુુંએમના અવાજ પરથી જણાય છે. તું તારે જા, હું રાહ જોઉં છું.

પણ હા, જરા જલદી પાછી આવજે.’

એને આ રીતે તડપતો છોડીને જવું મને ન ગમ્યું,ુતો પણ બેળે બેળે જવું જ પડયું.

મમ્મીને કમરદર્દની દવા લગાવતાં લગાવતાં મેુંમમ્મીને કહ્યું, ‘મમ્મી, મારે તને કંઇક કહેવું છે.’

મમ્મીના ચહેરા પર જરા દુખાવાની પીડા ઉપસેલીુજણાતી હતી, ‘શું છે બેટા ? અત્યારે મને કમર દુઃખે છે. આપણેુસવારે નિરાંતે વાતો કરીશું.’

મેં કહ્યું, ‘મારે તારી પરમીશન લેવી છે.’ મારે વિવેકુસાથે જવાની પરવાનગી જલદી મેળવવી હતી એટલે વાત માંડવાુહું અધીરી થઈ ઊઠી.

પણ મમ્મી કદાચ મૂડમાં જ નહોતી. કહે, ‘આજેુમારી તબિયત સારી નથી, કાલે સવારે આપણે નિરાંતે વાતોુકરીશું.’

મારો મૂડ બગડી ગયો. મમ્મીએ એ જાણવાની પણુદરકાર સુદ્ધાંયે ન કરી કે મારે શી વાત કહેવી છે ? કદાચ એનેુઅંદાજ આવી ગયો હશે. આ વખતે મને ડર લાગે છે. દર વખતેુખુશી ખુશી વિવેક સાથે જવા દેનાર મમ્મી કદાચ આ વખતે મનેુઇનકાર કરી દેવા માટેના યોગ્ય કારણો શોધી તો નહિ રહી હોયુને ? કે પછી બીજું કંઈ ?

પ્રકરણ-૧૬

હું પણ કેવી છું ? કેવા કેવા નેગેટીવ વિચારોમાુંપડી જાઉં છું ? અત્યારે મમ્મીને કદાચ ખરેખર દર્દ વધારે થતુુંહશે. સવારે સારું થઈ જશે એટલે ફ્રેશ થઈ જશે. શરૂઆતમાં હુુંખૂબ શરમાતી ત્યારે મમ્મી જ મને વિવેક સાથે ફરવા જવા માટેુઅને અમદાવાદ પણ જવા માટે કહેતી. તો આ વખતે એ ઓછીુમને ના કહેશે.

રાતે મમ્મીએ મને દૂર જવા ન દીધી, આખી રાતુપોતાની પાસે જ રાખી. કદાચ એને વધારે દર્દ થઈ રહ્યું હશે એમુમને લાગ્યું.

સવારે મમ્મી સાથે અમે કૉફી પી રહ્યાં હતાં, ત્યારેુવિવેકે મમ્મીને પૂછયું, ‘મમ્મી તમારી તબિયત કેમ રહે છે ?’

‘મને શું થાય વળી ? એકદમ સાજીસારી તો છું.’

મમ્મી બોલી, ને વળી પાછી કૉફીનો ઘૂંટડો ગળે ઊતારીને આંખોુઊંચી કરતી બોલી, ‘વિવેકકુમાર, તમે મને ઘરડી તો નથીુસમજી રહ્યાં ને ?’

‘અરે નહિ રે. જરા પણ નહિ. કમરદર્દ હવે સારું થઈુગયું છે ને એ જાણવા માટે જરા પૂછતો હતો.’ વિવેક પણુમમ્મીના અવળા સવાલથી થોથવાયો હતો.

મમ્મી કહે, ‘હા, અત્યારે ઘણું સારું છે.’

હવે વિવેકે બાજી સંભાળી લેવાની હતી, ‘મમ્મી, હુુંતો એટલા માટે પૂછતો હતો કે તમે તંદુરસ્ત હો તો હું થોડાુદિવસ સંધ્યાને અમદાવાદ લઇ જવાનું વિચારું છું.. જો તમે કહોુતો..’

પાજી ખરો ને, બાજી સંભાળી જ લેશે એમ લાગે છે.

મમ્મી બોલી, ‘એમ ત્યારે... તમે એને મારાથી દૂરુલઇ જવા આવ્યા છો, એમ ? ...મેં કહ્યું હતું ને ?’

‘ના, મમ્મી, એવું નથી. આ તો નાની બહેનુસેજલને એકઝામ ખતમ થઈ છે, તો મમ્મી કહે કે થોડા દિવસુસંધ્યા પણ સાથે રહે તો ગમે.પછી તો એ પણ ભણવા માટેુબહાર જતી રહેશે.’ વિવેકમાં આટલી ઠાવકાઈ હશે એની તો મનેુખબર જ નહોતી. ઓહ, વારી જાઉં !

મમ્મી પણ સમજદાર તો ખરી જ, એ કહે, ‘ભલાુમને કહેશો તમે લોકોએ કેટલા દિવસનો પ્રોગ્રામ બનાવી રાખ્યોુછે ?’

‘જો તમને અગવડ ન પડે તો આઠ-દસ દિવસ..?’

‘આઠ કે દસ ?’

‘...અ....આઠ. ચાલશે ? આઠ દિવસ..’

‘જાવ, લઇ જાવ. પણ પાંચ દિવસ બહુ થઈ રહેશે.ુપાંચ દિવસ પછી એને બસમાં બેસાડી દેજો.’ મમ્મીએ પાંચુદિવસની પરમીશન આપી. વિવેક તો ખુશ હતો.

‘થેંકયૂ મમ્મી.’ કહીને એણે મમ્મીને વંદન કર્યા.

કેટલો વિનમ્ર ! પાંચ દિવસ હું એની સાથે રહીશ એ વાતથી પણુએ કેટલો ખુશ જણાતો હતો ? મને પણ આનંદ થયો.ુજો કે મમ્મીના ચહેરા પર પહેલા જેવો આનંદ જોવાુનહોતો મળ્યો. રહી રહીને મને એમ થતું હતું કે મમ્મી ખુશ નથીુજણાતી. એને શી તકલીફ છે એ હું જાણી નહોતી શકતી. મનેુસમજાતું નહોતું કે આજ દિન સુધી તો મારી હરેક ખુશીમાં ખુશુરહેતી મારી મા ને હમણાં હમણાં થયું છે શું ?

એને ખુશ રાખવાના મારા બધા જ પ્રયત્નો નિષ્ફળુરહેતા હતા. હું પણ કંટાળીને એના દુઃખનું કારણ જાણવાનાુપ્રયત્નો છોડી દેવા લાગી હતી.

એની વે, મમ્મીએ મને પાંચ દિવસ માટે જવાનીુપરવાનગી આપી એ પણ મારા માટે બહુ મોટી વાત છે. હું ખુશુથઈ ગઈ હતી. મારે પાંચ દિવસની બેગ તૈયાર કરવાની હતી.

સાથે શું શું લઇ જવું એ પણ હજી વિચારવાનું બાકી હતું.

વિવેકની મદદ લેવી પડશે. આજે ખરો લાગમાં આવ્યો છે. એનેુકહીશ, ચાલ મારી બેગ તૈયાર કરી દે.

હું જલદીથી મારા રૂમમાં જઈ બેગ તૈયાર કરવાુલાગી. અચાનક વિવેક પાછળથી આવીને મને ચિપકી ગયો,ુ‘શું કરે છે જાનું ?’

હું ચમકી, એ મને ચિપકીને બોલ્યો, ‘ઓહ, તોુમેડમ કપડાની બેગ તૈયાર કરે છે, એમ ને ? કહે તો, જરા, કે શુુંસાથે લેવાની છે તું ? આમ તો ત્યાં તારા માટે એક સરપ્રાઈઝુતૈયાર છે મેડમ !’

‘સ...ર..પ્રા..ઈ..ઝ.. ??’

પ્રકરણ-૧૭

એની પકડમાંથી છૂટવાના વામણા પ્રયત્નો કરતા મેુંકહ્યું, ‘મારે સાસરે જવાની તૈયારી કરું છું. તું કહે તો, ડ્રેસ લઉં કેુસાડી ? તને શું ગમશે ? તું જે કહે તે સાથે મૂકું.’ુ‘અરે નહિ નહિ, કંઈ જ સાથે લેવું નહિ પડે. સેજલેુતને સરપ્રાઈઝ આપવા કંઈ કહેવાની ના પાડી છે, પણ એણેુતારા માટે તને ગમતાં વસ્ત્રોની ખરીદી પણ કરી રાખી છે. તારેુસાથે કંઈ જ લેવું નહિ પડે. ત્યાં તારી લાડકી નણંદબાએ બધું જુપરફેકટ તૈયાર રાખ્યું છે. તું જોઈને ખુશ થઈ જઈશ. પણ હા,ુએને ન કહેતી કે મેં આ બધું તને કહી દીધું છે. નહિ તો એુતોફાની મને મૂકશે નહિ.’ વિવેકે કહ્યું.

હું કેટલી નસીબદાર છું ! પહરેલ કપડે જ હું વિવકેુસાથે ચાલી નીકળી. એની કારમાં નીકળી ત્યારે મારા જ શહેરનાુરસ્તાઓ અને ગલીઓ મને તદૃન અજાણ્યા ભાસી રહ્યાં હતાં !

અમદાવાદ... મારું સાસરું ! આમ તો મારે સખીઓુનહોતી, પણ જેટલી પણ હતી એમાંની મારી મોટા ભાગનીુસખીઓને અમદાવાદમાં જ સાસરું શોધવાની મહેચ્છા હતી. શાુમાટે - એ હું નહોતી સમજતી, પણ અમદાવાદ જોયું પછી મનેુજવાબ મળી ગયો. મારું સાસરું રંગીન રાજધાની એવાુઅમદાવાદમાં હોવાનો મને આનંદ થતો હતો.

અહીં આવું એટલે જાણે કોઈ માયાનગરીમાં આવીુચઢી હોઉં એવું લાગે. એમાંયે મારે તો મારા પિયુનું ઘર, એટલેુસ્વર્ગમાં આવ્યાનો આનંદ અનુભવાય. દિવસે રસ્તાઓ પરુદોડતા વાહનોની ભરમાર જોવાની મજા પડે, તો રાત્રે રોશનીથીુઝળાહળા થઈ રહેતું આખુંય શહેર મન મોહી લે. માણસોથીુઉભરાતી બજારો, ખીચોખીચ મલ્ટીપ્લેકસ, શોપીંગ મોલનીુઆકર્ષક આભા, કાંકરીયાનો રોમાંચ... શું શું યાદ કરું !

હું અહિ આવું ત્યારે વિવેક મને અચૂક બોટીંગ કરવાુલઇ જાય. અમે પેડલબોટ લઇ જરા દૂર જઈએ. એવી જગ્યાએુઅટકીએ જયાં પક્ષીઓ આવ્યા હોય. અને પક્ષીઓ હોય ત્યાુંએકાંત પણ હોવાનું જ ને. વિવેક પણ કયારે પક્ષી બની જાયુએની મને ખબર ન રહેતી. ચાલાક અને લૂચ્ચો !ુરસ્તામાં પણ એ કયાં સીધો રહે. ડ્રાઇવીંગ કરતાં

કરતા પણ એની હરકતો તો ચાલુ જ હોય. મને ગમતાં ગીતોુવગાડે અને ભાવિ લગ્નજીવનની મીઠી મીઠી વાતોથી મનેુતરબોળ કરી મૂકે. એણે મારે માટે કેટકેટલા સપનાઓ જોયા છે.

એની દરેક વાતમાં મને ખુશ રાખવાની, મને સાચવવાનીુવાતોનું ઇન્વોલમેન્ટ રહેતું. ‘સંધ્યા, તું આવ પછી આપણે આમુકરીશું ને તું આવ પછી આપણે તેમ કરીશું. આપણે સાથે અહિુજઇશું ને તહીં ફરીશું. આપણું ઘર અમ સજાવીશું ને બેડરૂમુઆમ. આપણાં બાળકોના નામ આવા હશે ને એને આપણેુઆમ સાચવીશું.’ - જેવી એની ભાવિની વાતોથી મને નવરાવીુદે. હું એને વળગી પડું. જીવવાનો એની પાસે બહુ રંગીન

દ્રષ્ટિકોણ હતો. એ તો બાળકોની પણ વાતો કરવા લાગે એટલેુહું એને મીઠો છણકો કરીને અટકાવી દઉં. તો પણ એ એનીુહરકતોથી બાઝ ન આવે.

જેવી અમારી કાર કમ્પાઉન્ડમાં પહોંચી કે તરત જુસ્વાગત કરવા માટે મારી નણંદ સેજલ તૈયાર હતી.

કારનો દરવાજો ખેંચીને એ તરત જ મને બાઝી પડી.ુબહુ ઓછા સમયગાળામાં એને મારા માટે અનહદ લાગણી થઈુગઈ હતી. હું હર્ષનાં આંસુંઓને રોકી ન શકી.

મેં કહ્યું, ‘સેજલબેન. હું તમને બહુ જ યાદ કરતીુહતી. કેમ રહી તમારી પરીક્ષાઓ ?’

‘ભાભી, હું તમારાથી નારાજ છું.’ એ ભવાં ચઢાવીુકહે, ‘તમારે મને સેજલ જ કહેવાનું છે. હું તમારી નણંદ નહીુંતમારી લાડકી બહેન બનીને દેખાડીશ. ..સમજયા દીદી ?’

મને એનો ગુસ્સો પ્યારો લાગ્યો. હું ફરી એને વળગીુપડી. એટલી જ વારમાં મારા સાસુ-સસરા પણ આવી પહોંચ્યા.

તો મેં જરા સંકોચાઇને એમને પ્રણામ કર્યા.

મમ્મીજી હસીને કહે, ‘આમ સંકોચ જરા પણ તારેુરાખવાનો નથી, સંધ્યા. તું પણ મારી દીકરી જ છે એમુવિચારજે.’

ત્યાં ઊભેલા પપ્પા પણ બોલી ઊઠ્યા, ‘હા, અનેુઆ સેજલ ની જેમ જ તારે પણ બિન્દાસ્ત દીકરી બનીને દેખાડવુુંપડશે, હોં કે ?’

હું ભાવવિભોર બની ગઈ. કેટલું પ્યારું સાસરું મળ્યુુંહતું કે જયાં હું સૌની માનીતી અને વહાલી બનવાનું સૌભાગ્યુમેળવી રહી હતી. સાસુ-સસરા પણ મા-બાપની જેમ મને વહાલુઆપવા માંગતાં હતા ને નણંદ તો મારી નાની બહેન બની ચૂકીુહતી. શું આ કોઈ સપનું તો નહોતું ને ?

પ્રકરણ-૧૮

આ કોઈ સપનું તો નથી ને ? એવો ભાવ થયાુવિના ન રહે.

એ વખતે હું મારું શહેર, મારું વતન, મારી સખીઓ,ુમારો પરિવાર અને મારી મમ્મી સુદ્ધાંનેય ભૂલી ગઈ હતી.

આટલો પ્રેમ પણ મળી શકે એની મને તો ખબર જ નહોતી.ુવિવેકની જેમ એના માતા-પિતા પણ મારી એટલી જ સંભાળુલેવા તત્પર હતા.

થોડી ક્ષણો માટે મારી આંખો ભરાઈ આવી હતી.ુકેમ કે મમ્મી-પપ્પાને એક સાથે ઊભેલા જોઈ એ વખતે મનેુમારા પપ્પાની યાદ આવી ગઈ હતી. મને મારા પપ્પાનો ચહેરોુપણ બરાબર યાદ નથી.

અચાનક હું આજે મારા પપ્પાને મિસ કરતી હોઉુંએવું લાગ્યું. મને કશું સમજાયું નહીં, પણ એક એવો વિચારુઆવ્યો કે હું પપ્પાને આજે આટલી મિસ કરું છું તો મમ્મી તોુએમને કેટલા મિસ કરતી હશે ?? એને પણ પપ્પા યાદ તોુઆવતા હશે ને !! હેં...?

અચાનક હું ઉદાસ થઈ ગઈ. જલદીથી ઘરમાં દોડીુગઈ. વિવેકના - એટલે કે મારા રૂમમાં જઈ બેડ પર જ ફસડાઇુપડી હતી.

‘સંધ્યાદીદી..!’ સેજલ તરત જ મારી પાછળ પાછળુઆવી પહોંચી, ‘શું થયું ? કેમ અચાનક તમારા ચહેરાની રોનકુગાયબ થઈ ગઈ ?’

‘કંઈ નહિ સેજલ, એ તો જરા... એમ જ ઘર યાદુઆવી ગયું.’ હું માંડ માંડ બોલી શકી.

એ પણ જો મારી સાથે અહિ આવી શકી હોત તો મારો આનંદુજોઈને એ પણ ખુશ ખુશ થઈ ગઈ હોત.

અહિની બધી જ વાતો મારે એની સાથે શેર કરવાનીુબહુ ઉતાવળ હતી, પણ મમ્મી એવી છે ને, ફોન પર આવતી જુનહોતી. ખબર નહિ શું કામમાં પડી ગઈ હશે. કે પછી મારી સાથેુવાત જ નહિ કરવા માગતી હોય ! ના, ના, એવું થોડું હોય ?

છેવટે તો એ મા છે, મારી મમ્મી છે.ુહા... બની શકે કે... કદાચ એને પણ મારી જેમુપપ્પા યાદ આવ્યા હોય, ને એ પણ ઉદાસ થઈ પડી હોય !

મને અત્યારે પપ્પાની ખૂબ યાદ આવતી હતી.

પપ્પા હોત તો એ પણ મને એટલા જ લાડ કરાવત જેટલા આજેુમમ્મી કરાવતી રહી છે. એ પણ મારી ખૂબ જ સંભાળ રાખતાુહોત. હું પપ્પાની લાડકી દીકરી બનીને રહેત.

પપ્પાનો કાલ્પનિક ચહેરો મારી સામે ઉપસીુઆવ્યો. પપ્પા હોત તો હું મમ્મી-પપ્પાનો પ્રેમ પણ માણી શકતુને ! એ બંનેને લડતા-ઝગડતા જોવાનો પણ લાભ ઉઠાવત. એુબેને વચ્ચેનો પ્રેમ કેવો હોત એની હું કલ્પના નથી કરી શકતી.

કેવો હશે એમનો પ્રેમ ?

સેજલ સમજદાર પણ હતી, બોલી, ‘કદાચ તમનેુતમારા પપ્પા યાદ આવી ગયા હોય એમ લાગે છે. ખરું ને ?’

હું વિચારમાં પડી ગઈ. એને મારા મનની વાત કહીુદીધી હતી. સેજલ કહે, ‘દીદી, તમે સહેજ પણ લોન્લી ફીલ નુકરશો પ્લીઝ. હું છું ને તમારી સાથે. ને તમને ઘર યાદ આવ્યુુંહોય તો તમે મમ્મીને ફોન કરીને નિરાંતે વાતો કરી લો. મનુહળવું થઈ જશે.’

એની વાત માત્રથી હું હળવી થઈ ગઈ હતી. એણેુમમ્મીને ફોન લગાવ્યો પરંતુ મમ્મી ફોન રીસીવ નહોતી કરતી,ુકદાચ કોઈ કામમાં હશે.

પછી તો સેજલે મારા આગમન માટે કરી રાખેલીુતૈયારીની વાતોમાં મને એવી તો ગૂંચવી મારી કે હું બધું જ ભૂલીુગઈ.

એણે મારા માટે ખરીદેલા ડ્રેસ ખૂબ જ કીમતી અનેુઆકર્ષક હતા. મારી તમામે તમામ વસ્તુઓનું એણે ખાસ લીસ્ટુબનાવીને શોપીંગ કર્યું હતું. એકપણ વસ્તુ ભૂલી નહોતી. કપડા,ુડ્રેસમીટીરીયલ્સ, ઇમીટેશન્સ, હોઝીયરી, કટલરી, મેકઅપુએકસેસરીઝ, કેટકેટલી અદ્‌ભૂત ચીજો એણે ખૂબ સંભાળપૂર્વકુલાવી રાખી હતી.

આ ઘરમાં મને આટલો સ્નેહ મળશે એવી કલ્પનાુપણ નહોતી. મનોમન હું મારી જાતને ખૂબ જ નસીબદાર સમજીુરહી હતી. સાંજે અમે બધાં બહાર ફરવા ગયા હતા.

પાછા ફર્યા પછી મેં મમ્મીને ફોન લાગાવવા ખૂબુપ્રયત્ન કર્યા પણ એ ફોન રીસીવ કરતી નહોતી. મારા મનમાુંઅનેક વિચારો આવતા હતા. હું મમ્મીને ખૂબ મિસ કરતી હતી.

પ્રકરણ-૧૯

મને અચાનક વિચાર આવે છે કે આજ દિન સુધીુકયારેય મમ્મીએ પપ્પાને મારી પાસે બહુ યાદ કર્યા નથી. કેમુએવું હશે ? શું મમ્મી પપ્પાને પસંદ નહિ કરતી હોય ? કે પછીુપપ્પા જ... ?

...નહિ, એવું કશુંય કયારેય મમ્મીએ ઉલ્લેખ્યું નથીુકે જેથી કરીને હું પપ્પા વિશે કે એમના પ્રેમ વિશે ખાસુઅભિપ્રાય બાંધી શકું. તો કેવા હશે પપ્પા ? મમ્મી એને કયારેુયાદ કરતી હશે ? પપ્પાના ફોટા પાસે બેસીને કયારેય મમ્મીનેુગુમસૂમ જોઈ નથી. એની પાસે પપ્પાનો સારો ફોટોગ્રાફ પણુહશે કે કેમ ?

વિવેકે કે મારા સાસુ-સસરાએ પણ કદી મારા પપ્પાુવિશે કશું જાણવાની કે પૂછવાની વાત કરી નથી. એમને પણુએમ હશે કે પપ્પાને યાદ કરાવીને નાહકના કોઈને ઉદાસ શાુમાટે બનાવવા.

મમ્મીએ ફોન ન ઉઠાવ્યો એટલે થાકીને હું વિવેકુસાથે બહાર ફળિયામાં ઝૂલા પર બેઠી. ત્યાં સેજલ પણ બેઠીુહતી. મને જોઈ શરારતી હસતી હસતી સેજલ અંદર ચાલી ગઈ.

આકાશમાં ચંદ્રમાની ચાદની ફેલાઈ રહી હતી. હુુંવિવેકના ખભા પર માથું ઢાળીને એનું સાંન્નિધ્ય માણી રહીુહતી. ઓહ ! આ ક્ષણો આટલી વિરલ હોય શકે છે ! એુઆકાશમાંના વિવિધ દ્રશ્યોનું એના શબ્દોમાં વર્ણન કરી રહ્યોુહતો. મને એની નજરે જોવાનું ગમતું હતું. દરેક બાબતમાં એનોુદ્રષ્ટિકોણ જ કંઇક અલગ રહેતો.

અચાનક સેજલ દોડી આવી ને કહે, ‘દીદી, તમારાુમમ્મીનો ફોન છે, તમને બોલાવે છે, જલદી ચાલો.’

ને હું દોડી...

હું દોડી હતી, કેમ કે અત્યાર સુધી મમ્મી સાથે વાતુકરવા હું ખૂબ વ્યાકુળ હતી. વિવેક ને કદાચ ન ગમ્યું.

એ મારી સાથે એકાંત ગાળવા હિજરાતો રહેતો. માંડુરાત્રે એની સાથે ઝૂલા પર બેસવા એકાંત મળ્યું ત્યાં જ અચાનકુઆમ મમ્મીનો ફોન આવવો ને મારું આમ દોડી જવું એને પસંદુકેમ આવે ? એણે મારો હાથ પકડીને મને રોકતા કહ્યું, ‘સંધ્યા,ુઆ સમય તો મારો જ છે, આ સમય તો મને આપ. મમ્મી સાથેુતું તો હમેશા હોય છે. થોડો સમય મારી સાથે પણ વિતાવ,ુસંધ્યા, એટલો તો મને અધિકાર આપ.’

એની વાત સાચી હતી. એને મારા વિના રઘવાટુઅનુભવતો મેં જોયો છે. વિવેક જરા નારાજ થયો હોય એમુલાગ્યું. એનું કહેવું હતું કે હમેશા તો મમ્મી સાથે જ તું હોય છે તોુઅહિ મારી પાસે આવ ત્યારે તો મને ન્યાય આપ.

પણ મેં કહ્યું, ‘વિવેક, લગ્ન પછી તો હું તારી જુસાથે હોઈશ ને, શા માટે આમ અકળાય છે ? મમ્મી સાથે વાતુકરી લઉં જરા બસ, જલદી પાછી આવું છું.’

કહી હું દોડી ગઈ, એને આમ તડપતો જોવાનું મનેુગમ્યું નહોતું. વિચાર્યું કે પછી તો જીવનભરનો સાથ છે ને,ુમનાવી લઇશ. ખૂબ પ્રેમ આપીશ અને એને ખૂબ ખૂબુસાચવીશ. હવે પછી કયારેય એને આમ હિજરાવા નહિ દઉં,ુકયારેય નારાજ નહિ કરું.

‘હેલો, મમ્મી..’ હું ફોન પર પહોંચી.

‘હા, સંધ્યા, પહોંચી ગઈ બેટા, મજામાં ને ?’

મમ્મીના અવાજમાં રૂક્ષતા અનુભવાઈ.

‘હા, મમ્મી. આવી ગઈ છું ને મજામાં છું. મેં બહુુફોન કર્યા પણ તું કયાં હતી મમ્મી ? કેમ ફોન પર નહોતીુઆવતી.’ મેં કહ્યું.

મમ્મીએ કશો જવાબ ન આપ્યો એટલે મેં ફરીુપૂછ્યું. તો કહે, ‘કંઇક કામમાં હોઈશ, બેટા. એટલે ફોન નુઉપાડયો હોય. હવે તારે મારી ચિંતા કરવાની બહુ જરૂર નથી. તુુંતો એય ને તારા ઘેર, તારા સાસરે આનંદ કરે છે ને ? ...પછી શુુંછે ?’

મને મમ્મીની વાતો આજકાલ સમજાતી જ નથી.

મમ્મી આવી તો કદી નહોતી. એનું થિન્કીંગ આટલું ચીપ કદી નુહોય શકે. કેમ કે હું ઓળખું ને, એ મારી મમ્મી હતી. એનામાં શુુંઘૂટાઈ રહ્યું છે એ જ હું કળી નથી શકતી.

‘મમ્મી..મમ્મી, તું કેમ આજકાલ આવી બધી વાતોુકરે છે ? તને શું થયું છે મમ્મી ? મને તારી તારી ચિંતા તો હોયુજ ને ? તું કેમ આમ બોલે છે ?’ હું અકળાઈ.

પણ મમ્મી સંતોષકારક જવાબ આપતી નહોતી.ુએટલે મારી અકળામણ વધતી ચાલે. એને કારણે વિવેકને પણુઅન્યાય કરી બેસતી. આથી એ પણ જરા અપસેટ રહેતો હતો.

હું શું કરું એ મને કંઈ સમજાતું નહોતું.

શું કરું ?

પ્રકરણ-ર૦

તરત જ મમ્મીએ ફોન મૂકી દીધો હતો.

હું વિવેક પાસે પાછી ફરી પણ જરા ઉદાસી વરતાતીુહતી. કોણ જાણે કેમ પણ બેચેની અનુભવાતી હતી. વિવેક પણુબેચેન જણાતો હતો. અને એટલે જ કદાચ પછીનું આકાશ પણુઉદાસીમાં ચૂપચાપ જણાતું હતું.

બીજે દિવસે તો વહેલી સવારે જ મમ્મીનો ફોનુઆવ્યો, ‘સંધ્યા બેટા, કેમ છો ?’

‘મજામાં મમ્મી, તું કેમ છે ?’ મને જરા નવાઈ પણુલાગી હતી, કે રાત્રે જ વાતો કરી હતી ને તો પણ મમ્મીએ આમુસવાર સવારમાં ફરી ફોન કેમ કર્યો હશે.

‘બસ, તું યાદ આવી એટલે તને ફોન કર્યો. તારીુસાથે વાત કરવાનું મન થયું.’

‘તું પણ મને યાદ આવે જ છે, હોં મમ્મી. બોલ, તુુંમને મિસ કરે છે ને ?’

‘હા બેટા. એક વાત કહું ?’

‘અરે, બોલ ને મમ્મી.’

‘તું કાલે આવી જા હવે.’

‘કેમ ? કેમ ? મમ્મી તારી તબિયત તો સારી જ છેુને ? શું થયું ?’ હમણાં હમણાં આમ જ મમ્મી મારું ટેન્શનુવધારી દે છે.

‘અરે, મને એકલી ને શું થવાનું ? હું તો રહીુએકલી, સાવ એકલી. એટલે જરા થાકી જવાય છે. તું આવી જાુતો સારું.’ ફરી એના અવાજમાં રૂક્ષતા અનુભાઈ.

‘મમ્મી...? તું શું કહે છે ? મમ્મી, તું એકલી નથી,ુમમ્મી.’ મારો અવાજ જરા મોટો થયો એટલે ઘરના સૌ સભ્યોનુુંપણ જરા ધ્યાન મારા તરફ ખેંચાયું. પણ પછી સૌુપોતપોતાનામાં વ્યસ્ત રહેવાના પ્રયત્નમાં લાગી ગયા. મેં જરાુઅવાજ ધીમો કરતા કહ્યું, ‘હું છું ને ? હું છું ને તારી સાથે ? તુુંએકલી નથી, મમ્મી...’

‘સંધ્યા, મને એમ થાય છે કે તારા લગ્ન પછી તો તુુંસાસરે ચાલી જઈશ, ત્યારે તો તારે ત્યાં જ રહેવાનું છે ને ?

અત્યારે મારી પાસે જ રહે તો મને જરા સારું લાગે.’ મમ્મીનોુઅવાજ જરા અકુદરતી પ્રકારે કડક થતો જતો હતો.

હું ખૂબ અકળામણ અનુભવવા લાગી. મગજ પરુટેન્શન ઘૂમરાવા લાગ્યું. ગૂંગળામણમાં બરાબર અવાજ પણ નહિુકાઢી શકું એવું લાગ્યું. હું મહાપ્રયત્ને બોલી, ‘પણ મમ્મી, તેં જુતો પાંચ દિવસની હા પાડી હતી. ને હવે તું જ કેમ આમ કહે છેુ? હજુ તો બે દિવસ થયા.’

સામે છેડે મમ્મી જરા મૌન રહી એટલે વળી મેં કહ્યું,ુ‘ને અહિ બધાંને શું કહું ? તું મારાથી નારાજ તો નથી ને ? અહિુસૌને નારાજ કરવાનું સાહસ મારાથી કેમ થાય મમ્મી. તારી પણુઅવળી છાપ ઉપસશે. વિવેક તો સૌથી વધુ ગુસ્સે થશે. હું કેમુસંભાળી શકીશ ? પ્લીઝ, જરા સાચવી લે ને મમ્મી.’

‘એટલે ? તું નહિ આવે ? એમ ને ? તારું શું કહેવુુંછે ?’ મમ્મીનો અવાજ બદલાતો જતો હતો.

મમ્મીના બદલાતાં અવાજથી હું ડરી ગઈ. મેં કહ્યું,ુ‘એમ ન વિચાર મમ્મી. મારું કહેવાનું તો એટલું જ છે કે મારાુલગ્ન પછી તો તારે પણ આમ એકલા રહેવાની ટેવ પાડવી જુપડશે ને ? તો પછી કેમ આમ બે દિવસમાં જ એકલતાથી ડરવાુલાગી છો ?’

મેં સમજાવવા કોશિશ કરી પણ એ સમજવા તૈયારુજ નહોતી. શું કરું એ ન સમજાયું. એનો ફોન પછાડવાનોુઅવાજ અહિ પણ ઘરના સૌએ સાંભળ્યો હશે એમ લાગ્યું.

પણ હું કોઈને કશું કહી ન શકી. કેમ કહું ? હજી તોુકાલે જ આવી ને આજે કહું કે મારે પાછું જવું છે, ને એ પણુખાસ કંઈ વ્યાજબી કારણ વગર ? સૌ શું વિચારે ?

સાસુ-સસરાએ મારી સાથે રહેવા માટે જોયેલા સપનાઓ હું કેમુતોડી શકું ? સેજલે મને આપેલી ભેટ-સોગાદોનો હું ઉપયોગ નુકરું તો એને કેવું લાગે ? વિવેકની લાગણી સાથે આવી રમત હુુંકરી શકું ? હું શું કરું ?

મારી એક પણ વાત સમજવા મમ્મી તૈયાર ન હતી,ુને એની એક પણ વાત મને સમજાય એવી નથી રહી.

ગુંગળામણો વકતી ચાલી. જરૂર મમ્મીને કંઇક તો તકલીફ છે જ,ુએ આવું શીદને કરે ?

મને કંઈ જ સમજાતું નહોતું. મનોમન મને મમ્મીનીુપણ ચિંતા થતી હતી. એની તબિયત તો સારી હતી. એને બીજીુકોઈ જ મુશ્કેલી પણ નહોતી. તો પછી ? તો પછી કેમ આવું કરીુરહી છે ?

પ્રકરણ-ર૧

બપોરે જમવાના ટેબલ પર સૌ ભેગા થયા હતા.

આજે મેં મારા હાથે જ રસોઈ બનાવી હતી. સેજલે મદદ કરીુહતી. વચ્ચે વચ્ચે વિવેક પણ કીચનમાં આવીને મને સતાવીુજતો હતો.

જમતાં જમતાં સૌએ મારી રસોઈના વખાણ કર્યા.ુપછી મમ્મીએ કહ્યું, ‘વિવેક, સંધ્યાને તેની મમ્મી યાદ કરતાુહતા. આજે સાંજે એને મૂકી આવજે.’

પપ્પા પણ કહે, ‘હા, વિવેક. એમની વાત સાવુખોટી પણ નથી. વેવાણ આમેય સાવ એકલા. સંધ્યા જ તોુએનું સર્વસ્વ છે. આપણે એમની ઈચ્છાને અવગણી ન શકીએ.

તું વહેલાસર સંધ્યાને એની મમ્મી પાસે લઇ જજે દીકરા.’ુહું અચંબામાં પડી ગઈ. મમ્મીએ મને કહ્યું, ‘ચિંતા

ન કર સંધ્યા, એ તો એવું થાય. તારી ફોન પરની વાતો પરથી હુુંજ કહું છું. તારી મમ્મીની જગ્યાએ હું હોઉં તો હું પણ કદાચ તનેુઆમ જ મિસ કરતી હોઉં ને બેટા ! આ સેજલ સાસરે જશે ત્યારેુઅમને પણ એ વીતશે ત્યારે સમજાશે. તું જરાય ચિંતા ન કરતી.

અને હા, ફરી પાછું તારે અહિ તો આવતા-જતાં જ રહેવાનું છે.’

હું અવાચક થઈ રહી. ફોન પરની વાતો સૌએુસાંભળી હશે. કેટલી સરળતા અને સહજતા છે આ પરિવારમાં ?

હું નતમસ્તક ઊભી રહી ગઈ. આ લોકો કેટલા સરળુછે, ને...ને મારી મમ્મી... ? ઓહ.. મારી મમ્મી. મને પહેલીવારુમારી મમ્મી તરફ ગુસ્સાનો ભાવ આવ્યો હતો. હું સમસમી ગઈ.

સેજલે મારો સામાન પેક કરી આપ્યો. હું તો ખાલી

હાથે પહેરેલ કપડે આવી હતી, પણ એણે મારા માટે ખરીદેલીુબધી જ વસ્તુઓ મારા સામાનમાં ગોઠવી હતી. ને વળી પાછીુલાડથી બોલી, ‘સંધ્યાદીદી, જરાય ઓછું ન લાવશો હોં. તમે બેુદિવસ મારી સાથે ગાળ્યા એ પણ મારા માટે તો આનંદની વાતુછે.’ પછી ભીની આંખોને નચાવતા વળી કહે, ‘ હા, મારાુભાઈને સંભાળવા જરા મુશ્કેલ પડશે, પણ આઇ બિલીવ, કે તમેુએ પણ મેનેજ કરી શકશો. અને હા, આવતા વીકમાં હું ત્યાુંઆવીશ. આપણે ફરી સાથે રહીશું, ઓકે ?’

સેજલની ભીની થયેલી આંખો મારાથી છુપાઈ નુશકી. હું એને બાઝી પડી.

એની વાત સાચી હતી, મને પણ સૌથી વધુુસતાવતી બાબત હતી તો એ હતી વિવેકને સંભાળીુલેવાની.

એને કેમ સાચવીશ હું આ પરિસ્થિતિમાં ?

ભારે હૈયે વિદાય લઇને વહેલી સાંજે અમે કારમાુંનીકળી પડયા. કારમાં એ.સી.ની ઠંડક પણ બિલકુલ ખામોશુહતી. વાતાવરણ ભારે હતું. વિવેક રસ્તા પર પોતાનું ધ્યાન રાખીુગાડી ચલાવતો હતો. કદાચ એ પૂરતો એકાગ્ર નહોતો લાગતો.

હાઇ વે ડ્રાઇવીંગ પર એ ઇનફ કોન્સન્ટ્રેટ થઈ શકતો નહોતો. હુુંગભરાતી હતી.

‘તો..તું જઈ રહી છે ?’ એણે નજર ફેરવ્યા વિના જુપૂછ્યું. સવાલ પણ કેટલો વિચિત્ર હતો. એ મને અસ્વસ્થુજણાઈ રહ્યો હતો.

‘વિવેક, મને ખબર છે તું નારાજ છે. મને માફ કરુપ્લીઝ. તું પ્રેકટીકલ બન. અત્યારે કદાચ મમ્મીને મારી કંઇકુજરૂર છે. એને કદાચ મારી હૂંફ જોઈએ છે. તને ખબર છે વિવેક ?

અમે બંને કદી એકબીજાવિના એકલા નથી રહ્યાં. ઇનફેકટ,મમ્મીને તો મારી આદત પડી ચૂકી છે.’ હું એને સમજાવવાુપ્રયાસો કરતી હતી.

ફરી ચૂપકીદીથી આખીયે કાર ભરાઈ ગઈ. થોડીવારુકોઈ કંઈ ન બોલી શકયું. ખામોશી હમેશા કશાક ઉદવેગને જન્મુઆપતી જ હોય છે. બંનેના મનમાં કેટલાયે ઉદવેગો આવી જતાુહતા.

આખરે ફરી હું જ બોલી, ‘વિવેક, તું નારાજ છે ?

મને તારાથી આમ અચાનક દૂર જવું ગમતું નથી, પણ શું કરું ?ુવિવેક તું જ કહે ને હું શું કરું ? મને મદદ કર, પ્લીઝ વિવેક,ુહેલ્પ મી.’ુઅવિરત ગતિમાં ચાલતી કાર અને એમાં તેનું આમુખામોશ રહેવું મારા ઉદવેગોમાં ઉમેરો કરતું હતું.ુ‘વિવેક, કંઇક તો બોલ, તું કેમ ચૂપ છે ? તું શુુંવિચારે છે ?’ હું અકળાઈ ઊઠી.

‘સંધ્યા, હું નારાજ નથી. તું ચિંતા ન કર. પણ હુુંમમ્મીના મનોવલણ વિશે વિચારું છું.’ થોડીવારે એ બોલ્યો.

‘વિવેક, મારે તને વાત કરવી હતી પણ ન કરીુશકી. છેલ્લા ઘણાં સમયથી મમ્મીનું વર્તન તદૃન બદલાઈ ચૂકયુુંછે. દરેક વાતમાં મારાથી જૂદું વર્તન કરે છે.’ સગાઈ પછીુમમ્મીના વર્તનમાં જે કંઈ પણ પરિવર્તનો આવ્યા હતા એ બધીુજ માંડીને વાત મેં અત્યારે વિવેકને કરી દીધી. મને અત્યારે એુબધું વિવેકને જણાવવું ખૂબ જરૂરી પણ લાગ્યું.

પ્રકરણ-રર

થોડીવાર વિચાર કર્યા પછી વિવેક બોલ્યો, ‘સંધ્યા,ુતું સહેજ પણ ચિંતા ન કરતી. પણ મને મમ્મીના આ પ્રકારનાુવર્તન પાછળ ઘણાં બધાં કારણો વિચારવામાં આવે છે. આપણેુબહુ સ્વસ્થ રીતે વિચારવું પડશે, સંધ્યા.’

એ જરા ગંભીર જણાતો હતો. મેં કહ્યું, ‘હું તો હારીુચૂકી છું વિવેક. મારી લાખ કોશિશ છતાં એ આટલી અપસેટ કેમુરહે છે એ જ સમજાતું નથી.’

‘મને જરા જરા સમજાય છે.’ એ બોલ્યો.

‘એ કેવી રીતે ?’

‘સંધ્યા, બની શકે કે મમ્મીના આ નેચર માટેુએકથી વધુ પરિબળો કામ કરતા હોય.’

‘જેમ કે ?’

‘જેમ કે, બની શકે કે તારા લગ્નના વિચારથીુએમને એક પ્રકારની અસલામતીનો ભાવ અનુભવાતો હોય. યૂુનો...ઇનસીકયોરનેસ !’

‘યા..મે બી.’

વિવેક ફરી મંદ અવાજે બોલ્યો, ‘વળી તું કહે છેુએમ સોસાયટીની કિર્તન મંડળી પણ એને આ રીતે અકાળે વૃદ્ધુબનાવી દેવા થનગને છે એ બાબત પણ મમ્મી માટે ગંભીરુકહેવાય.’

‘હં, એ પણ ખરું.’ મેં હકાર પૂર્યો, ‘પણ એવું કશુુંપણ હોય તો એ મને કહી શકે. મારાથી છાની રાખવી પડે એવીુકોઈ બાબત હોય જ ન શકે, વિવેક. અમારી બંને વચ્ચેનાુસંબંધો તો પહેલેથી જ એટલા નિખાલસ રહ્યાં છે.’

‘એમ પણ બને કે આપણને સાથે જોઈ એમનેુપપ્પા યાદ આવી જતા હોય, ને એક પ્રકારની જેલસી...જસ્ટુથિન્ક...સંધ્યા, કશુંક અજુગતું છે એમ હું કહેવા નથી માંગતોુપણ, બની શકે કે એમના મનમાં રહેતી કોઈ અતૃપ્ત...’

‘વિવેક...?’

‘સંધ્યા, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. બી ટોટલી ફ્રેન્ક. નેુતું પણ વળી આપણી રોમેન્ટિક વાતો મમ્મી સાથે જ બિન્દાસુશેર કરવા લાગતી હોઇશ, એટલે બળતામાં ઘી હોમાયા જેવું જુથાય કે નહિ ? આમાં કશુંય અસ્વાભાવિક નથી એમ કશુંયુઅસંભવિત પણ નથી. શકયતાઓ તમામ વિચારવી પડે, બસુએટલું જ મારું માનવું છે.

‘વિવેક...?’

મને વિવેકની વાત થોડી સમજાઈ હતી થોડી નહોતીુસમજાઈ. મેં કહ્યું, ‘વિવેક, એટલે તારું શું કહેવું છે ? શું મારેુમમ્મીને સીધેસીધું પૂછી લેવું જોઈએ ? શું મમ્મી ખરેખર એવાુકોઈ કારણોસર અપસેટ રહેતી હશે ?’

‘હા, સંધ્યા. બની શકે.’ વિવેકે કારની ઝડપુવધારી મૂકી, ને બોલ્યો, ‘મને લાગે છે કે કદાચ આપણેુહિંમતભેર કેટલાંક કપરા નિર્ણયો લેવા પડશે.’

‘વિવેક, વિવેક મને કંઈ જ સૂઝતું નથી. જે કંઈ પણુહોય, તું મારી સાથે રહીશ ને વિવેક ?’ હું હજુય અસમંજસમાં જુહતી.

એ બોલ્યો, ‘સંધ્યા, સમાજને ધ્યાનમાં રાખ્યાુવિના, માત્ર મમ્મીના જ હિતને લક્ષમાં રાખી તારે જે કંઈ પણુનિર્ણય લેવા પડે એમાં હું તારી સાથે હોઈશ.’

કાર ઝડપભેર આગળ વધી રહી હતી. આવતા હતાુત્યારે કેવી અલ્હડ મસ્તીઓ કરતા કરતાં અમે અમદાવાદુપહોંચ્યા હતા. ને અત્યારે મમ્મીની વાતોમાં કેવા ગંભીર થઈુગયા હતા !

હમણાં હમણાં મમ્મીની આ પ્રકારની હરકતોનેુજોતાં મને કેટલીક વાર લાગ્યું છે કે મારે મમ્મીને જરા જૂદી નજરેુપણ જોવી તપાસવી જોઈએ. મમ્મી હોવાના પહેલાં એ પોતે એકુસ્ત્રી પણ છે. મારે એની દોસ્ત બનીને એક દોસ્તની નજરે એનેુપારખવી જોઈએ.

હું એને ન પૂછી શકતી હોઉં એવા પણ કેટલાંકુસવાલો મને સતાવતા રહે છે. મારે એને પૂછવું હોય છે કે તારીુઅંદરની સ્ત્રીએ કયારેય ગૂંગળામણ નથી અનુભવી ?

ઘણીવાર ઉંઘમાં અચાનક મને બાઝી પડતી હોય છેુત્યારે એની બાહોમાં ભીંસાતી હું માની હૂંફ અનુભવવાને બદલેુકંઇક અલગ જ પ્રકારની ઉષ્મા કેમ અનુભવું છું ?? શું બધું જુઅકથ્ય હોય શકે ? મને એ બધી વાતો યાદ આવે છે જેમાુંમમ્મીનો રોષ પ્રગટવાના તથ્યો વધતે-ઓછે અંશે પડયા છે.

પણ શું એ બધું જ અકથ્ય હોય શકે ??

પ્રકરણ-ર૩

એ દિવસે સોસાયટીની બધી જ આન્ટીઓએ ભેગાુમળીને મમ્મીને કેવી પ્રૌઢ બનાવી દીધી હતી ! મમ્મી તો હજુુયુવાન છે.

બધાં ગયા પછી મેં પણ જરા ચીડવી પણ ખરી,

‘મમ્મી, સીનીયર સીટીઝન્સ એસોસીએશનમાં પણ ગોઠવાયુજજે હો. અને હા, હું અમદાવાદથી લેટેસ્ટ કીર્તનની બૂકસ તારેુમાટે મોકલીશ. ખાસ વાંચજે.’

તો ગુસ્સે થઈ ગઈ. કેવી છંછંડાઇને કહેતી હતી,ુ‘હા...હા, હું તો હવે સત્સંગમાં જ જવાલાયક છું. મારે તો નવાુનવા કિર્તન ગાતા શિખવાનું છે. પોતાનો પુરુષ પાસે ન હોયુત્યારે સ્ત્રી સાથે તો આ સમાજ ગુનેગારો જેવું વર્તન કરે છે. કેવીુસોસાયટીમાં આપણે રહીએ છીએ ?’

કારની રફતાર પણ જાણે કોઈ ઉદાસીને સાથે લઇુચાલતી હોય એવી હતી. ડ્રાઇવીંગ કરતાં કરતાં વિવેક પણુગંભીર ચહેરો ધારણ કરી બેઠો હતો. એના ચહેરા પર ભારુજણાતો હતો.

‘વિવેક, કંઇ બોલ ને, પ્લીઝ. આમ તો ઘેરુપહોંચતાં સુધીમાં હું પણ સાવ પાગલ થઈ જઇશ, મમ્મીનીુજેમ.’ મેં કહ્યું.

જરાક મલકતાં એ બોલ્યો, ‘મમ્મી પાગલ નથીુસંધ્યા. મને કહે તો, મમ્મી કેટલા સમયથી એકલી હશે ?’

‘એકલી ? અરે મમ્મીને તો એકલી હવે તું કરીુદેવાનો છે. બાકી અત્યાર સુધી મેં કયારેય મમ્મીને એકલી રહેવાુજ નથી દીધી. એને પણ મારા વિના એક પળ ન ચાલે.’ મેં જરાુકોલર ઉંચા કરવાની એકશન કરી મોં ફૂલાવ્યું.

‘એમ મજાકમાં ન કાઢી નાખ. પુરુષ વગર કોઈુસ્ત્રીનું એકલું રહેવું એ બહુ સહેલી વાત નથી. સંભવ છે કેુએમને પપ્પાની ખોટ સતાવતી હોય. કેન યુ ગોટ ઇટ, વોટ આઇુએમ ટ્રાઇંગ ટુ સે ?’

મેં હકારમાં માથું હલાવ્યું. કારના પૈડાં નીચેથીુસરસરાટ વહેતી જતી સડક પર નજર ઘૂમાવતાં વિવેક આગળુબોલ્યો, ‘ દરેક માણસ મા, બાપ, ભાઈ, બહેન, પતિ, પત્ની,ુકે બીજું કશું પણ હોવાની પહેલા એક સ્ત્રી કે પુરુષ તો હોય જુછે. સંધ્યા, શરીરની મૂળભૂત જરૂરિયાતો કશા રિવાજોને તાબેુનથી થઈ શકતી. શરીર કશા સામાજિક બંધનોને મોહતાજ નુથઈ શકે. કોઈપણ માણસ પોતાના શરીરની સમસ્યાઓને બહુુલાંબો સમય અવગણી ન જ શકે. હું કે તું પણ નહિ, અને મમ્મીુપણ નહિ !’

હું તેની સામે તાકી રહી. એ શું કહેવા માગે છે એનીુસમજ મને પડી રહી હતી. પણ કોણ જાણે કેમ સમાજનાુરિવાજોના નકામા પડળો મને મમ્મી વિશે એવું વિચારવા દેતાુનહોતા. વિવેક સાચો જ લાગે છે, આપણે આપણી સ્વતંત્રુવિચારશકિત સમાજના વાહિયાત રિવાજોને જાળવવામાં જ ખોઈુબેસીએ છીએ.

‘બહુ યાદ નથી વિવેક, પણ લાંબા અરસાથી મમ્મીુએકલી છે. એની એકલતાની હું સાક્ષી છું.’

‘એ લાંબા અરસામાં આટલા વખતમાં કદી એણેુકોઈ હરકત કરી હોય, કે કદી કોઇ અન્ય પુરુષ સાથે મિત્રતાુબાંધી હોય, કે એવું કશુંક બન્યું હોવાનું તને કંઇ યાદ છે ?’

‘ના વિવેક. એવું કશું થયું હોવાનું યાદ નથી. પણુકયારેક કોઈ પુરુષ એની સાથે વાતો કરવા લાગે તો એને ગમતુુંખરું. અજાણતા કોઈ સાથે થયેલ ઓંચિંતો સ્પર્શ એના ચહેરાુપર સ્મિત મૂકી જતો મેં જોયો છે. પણ વિવેક, એણે કયારેયુએવી કશી લાગણી મારી સાથે શેર નથી કરી. ઇનફેકટ મને લાગેુછે કે એ બધું મારી પાસે વ્યકત કરવામાં એને કેટલાયે બંધનોુનડી રહ્યાં હશે !’ મેં કહ્યું.

‘હા સંધ્યા, બિલકુલ સાચું. બને કે મમ્મી પોતાનોુરોમાંચ તારી પાસે કહેતા ડરતી હોય. એકલી તો અનેક સ્ત્રીઓુરહેતી હોય છે. પણ એમાની મોટાભાગની સ્ત્રીઓ પોતાનીુએકલતાના ઉકેલો શોધી લેતી હોય છે. તો કેટલીક વધુ પડતીુસ્વસ્થ સ્ત્રીઓ માત્ર વિજાતીય મૈત્રીથી સંતુષ્ટ થઈ કામ ચલાવીુલેતા હોય છે. મમ્મીને તો એ પણ સુખ ન મળ્યું હોય. દુનિયાનોુપણ ડર હોય. એટલે એ બધી જ લાગણીઓ અંદર ને અંદરુદબાવી દેતી હોય. ને આમ જ અત્યાર સુધી તો ચાલ્યા કર્યુુંહોય, પણ...’

‘પણ... ? પણ શું વિવેક ?’મેં પૂછયું. ‘તું જરાુવાતને ખોલીને સમજાવીશ, હું બહુ મુંઝાયેલી છું.’

વિવેક બોલ્યો, ‘સમજાવું છું, તારે પણ મનના બધાુંજ દ્વાર, અરે આખુંય મન ખોલીને, સાચા અર્થમાં ઓપનુમાઇન્ડેડ થઈ સાંભળવું પડશે. ...સાંભળ સંધ્યા...’

પ્રકરણ-ર૪

‘વિવેકની વાત સાંભળવા હું અધીરી બની. એણેુકહ્યું એમ મેં મારું મન ખોલીને એની કોઈ પણ વાત માટેુમાનસિક તૈયારી કરી લીધી હતી.

એ મારા ચહેરાને પામી ગયો હોય એમ પોતાનીુવાત આગળ વધારે છે, ‘સંધ્યા, અત્યાર સુધી તું પણ મમ્મીનીુજેમ જ ‘એકલી’ હતી. હવે તારી જિંદગીમાં અચાનક મારો પ્રવેશુથયો. એમાંયે મારી સાથે વીતાવેલી બધી જ રોમાંચભરી વાતોુતને મમ્મી સાથે શેર કરવાની જરા વધુ પડતી કહી શકાય એવીુઆદત. આથી બન્યું હોય કે હવે તું મમ્મીને એમના જેવીુ‘એકલી’ ન લાગતી હો. પરિણામે અત્યાર સુધી તારામાુંઅનુભવેલું તાદાત્મ્ય એમણે હવે ગુમાવ્યુ હોય. અને આપણાુંરોમાન્સની વાતોથી અત્યાર સુધી એમણે પોતાની અંદરુદબાવેલી પેલી લાગણીઓ સ્પ્રિંગની માફક ઉછળી હોય !’

સ્ટીયરીંગ પરના કાબુને જાળવી રાખતાં વિવેક બોલતો હતો.

એના વિચારો મને બરાબર લાગતા હતા. હું પણુઆવી શકયતાઓને અવગણતી નહોતી, પરંતુ દુનિયાદારીુનામના કાળા ચશ્મા મને ઘણી બધી સચ્ચાઈઓથી વંચિતુરાખતાં હતાં એ મને સમજાયું.

હું બોલી, ‘હું સમજું છું વિવેક. મમ્મીની જગ્યાએુમારી જાતને ગોઠવીને વિચારું છું તો મનમાં એકદમ કમકમાટીુવ્યાપી જાય છે. એક એવી કમકમાટી કે જેને જીરવી ન શકાય.

મેં જ મમ્મીને સમજવાની કોશિશ ન કરી. હું એની લાગણીઓનેુઓળખવામાં વામણી પૂરવાર થઈ રહી છું, વિવેક. આ ભૂલ હજુુપણ સુધારી શકાય એમ છે, ને હું એ જરૂર સુધારીશ. વિવેક, તુુંમારો સાથ આપીશ ને ?’

એણે મારી સામે આંખ મીંચાવીને હકારમાં માથુુંહલાવ્યું અને કાર મારા શહેરમાં પ્રવેશી.

ગાડી ઘર સુધી પહોંચી ગઈ. મમ્મી દરવાજો ખોલવાુપણ ન આવી. હું જાતે જ અંદર ગઈ. સામાન મૂકયો. મમ્મીુકંઇક કામમાં મશગૂલ જોવા મળી. દર વખતે મને વળગી પડતીુમમ્મી એવી રીતે મારી સામે નિરખી રહી હતી કે જાણે અમારાુઆગમનની કશીયે નોંધ લેવા એની આંખો તૈયાર નહોતી. એુફરી અંદર પોતાના કામમાં પરોવાઈ ગઈ.

હું હજુ પણ વિચારોમાં ખોવાયેલી હતી. મને ઘણીુઘણી એવી વાતો યાદ આવે છે કે જેના પર મારે એ વખતે જુગંભીરતાથી વિચારવું જોઈએ. જયારથી વિવેક મારી જિંદગીમાુંઆવ્યો ત્યારથી મમ્મીનું વર્તન એકદમ બદલાયું છે. હું વિવેકુસાથે ફરવા જાઉં તો એને ગમ્યું હોય એવું એના ચહેરા પરથી નુલાગે. એ અંદર ને અંદર જલન અનુભવતી હશે ? એને કશીકુગૂંગળામણ થતી હશે ? વિવેક સાથેનું મારું નાનું સરખું પણુએટેચમેન્ટ એને ખૂંચતું, શા માટે ??

મારી એક બીજી પણ ભૂલ હતી, ખરું પૂછો તો આુજ ગંભીર ભૂલ હશે. વિવેક સાથેની દરેક વાત હું મમ્મીને કહેતીુરહી. વિવેક સાથેની પળેપળ મેં મમ્મી સાથે શેર કરી હતી. મારીુતો કોઈ અંતરંગ સખી ન હોવાથી મેં બધો જ રોમાંચ મમ્મી પાસેુઠાલવ્યો. કદાચ આ જ મારી ગંભીર ભૂલ હશે.

એ દિવસે એને વળગીને મેં કહેલું કે વિવેકે મનેુફલાઇંગ કીસ કરી, ત્યારે મમ્મીના રિએકશન કેવા હતા ? એનોુચહેરો લાલ થયો હતો. ગૂમસૂમ બની ગયેલી. અને કેવીુખીજાયેલી, કહે, ‘બેશરમ, મને આમ વળગાતું હશે ? તારીુરહીસહી શરમ પણ ચાલી ગઈ શું ? સાવ નાલાયક બનાવી દીધીુતને વિવેકે. તને આવી છોકરમત શોભતી નથી. જીવનનીુકિતાબના દરેક પાના બધાંની સામે ખોલી નાંખવાના ન હોય.

આપણી જિંદગી છે, કશુંક અંગત અંગત પણ હોય શકે.’

પણ એ વખતે મેં એની વાતને નજરઅંદાજ કરીુનાંખી હતી. પણ એની વાત ખોટી નહોતી. મારે એવું ન કરવુુંજોઈએ. મેં જ એની અંદરના ધરબાયેલા ઉમંગોને જગાડયા હતાુકે શું ? મેં જ એના દબાયેલા અરમાનોને સળગાવ્યા હશતા કે શું?

અની અંદર ધરબાયેલો જવાળામુખી મેં જ જગાવ્યો હશે ?

એટલે જ મમ્મી કહેતી હશે, ‘સંધ્યા, બધી જ વાતોુમને કહેવી જરૂરી છે ? જીવનમાં કેટલીયે એવી વાતો હોય છે કેુજે કદી કોઈને કહેવાની હોતી નથી.’

એ સાચી જ હતી. એણે પોતે કયાં કદી કોઈ વાતોુમારી સાથે શેર કરવાની ઈચ્છા રાખી હતી. ઇનફેકટ મેં જુસાંભળવાની કે પૂછવાની દરકાર નહિ કરી હોય. વળી, અને મેુંશું કર્યું ? પળપળ એને દઝાડી. સતત એને એવું મહેસૂસુકરાવતી રહી કે જો મમ્મી, જો, જે તું નથી માણી શકી એ હું કેવીુટેસથી માણી રહી છું ???

ઓહ... વેરી સિરીયસ મિસ્ટેક... !

પ્રકરણ-રપ

....ઓહ...બહુ મોટી ભૂલ કરી નાંખી છે મેં. હા,ુગંભીર ભૂલ ! મેં કેમ કદી પપ્પા વિશે એને પૂછયુ જ નહિ ?ુમમ્મીને પપ્પા યાદ નહિ આવતા હોય ? યાદ આવતા હશે તોુકઇ રીતે ?

મમ્મીએ પપ્પા સાથે માણેલી મધુરજની યાદુઆવતી હશે ? કે પછી કોઈ બગીચામાં હાથમાં હાથ રાખીનેુફૂલોની સુગંધને માણ્યાની વાત યાદ આવતી હશે ? પપ્પાએુએની સાથે કરેલી કોઈ મીઠી શરારત પણ એને હમેશા પજવતીુહશે ને ? હેં..?

માય ગોડ. હું કેટલી સ્વાર્થી સાબિત થઈ ? હું તોુવિવેક સાથેના રોમાન્સને જ મહત્ત્વ આપતી રહી, પણ જેુરોમાન્સ મમ્મીએ પપ્પા સાથે થોડીઘણી ક્ષણો અનુભવ્યો હશેુએને કદીયે ન સ્પર્શી શકી ? કેટલી નિષ્ઠુર છું હું ? પપ્પાુમમ્મીને કોઈ ખાસ નામથી બોલાવતા હશે ને ? કયું નામ હશે એુ? મમ્મીને એ નામ ભૂલાયું હશે ? મમ્મી એમની સાથે ઝુલા પરુબેસીને શી શી વાતો કરતા હશે ? પપ્પાનો સ્પર્શ અનુભવતીુવખતે મમ્મીને કેવી લાગણી થઈ હશે ?

આજે પણ એ સ્પર્શ મમ્મી ભૂલી નહિ જ હોય.

આજે પણ મમ્મી એવા સ્પર્શને સતત ઝંખતી હશે ને ? આખરેુતો એ પણ સ્ત્રી છે. મારી મમ્મી હોવાની ઘટના પૂર્વે પણ એુસ્ત્રી જ હતી. આજે પણ એ સ્ત્રી જ છે. એની અંદર કશુંકુસળવળતું હોય જ ! અને એવા સ્પર્શની ઝંખના જયારે તીવ્રુબની જતી હશે ત્યારે ? ત્યારે શું થતું હશે ?? ઓહ..

અરે...જયારે પપ્પાનો સાથ છુટયો હશે એુક્ષણે...એ પળે મમ્મી પર શી વીતી હશે ! ઓહ ! મારું મગજુઅસહ્ય બોજ અનુભવે છે. વિચ્છેદની એ ક્ષણો મમ્મીએ કેવીુરીતે જીરવી હશે ?? વિચ્છેદની પહેલાનું એમનું સાહચર્ય કેવુુંહશે ?

મારી નજર સામે પુરુષના સ્પર્શ માટે ઝંખના કરતીુએક સ્ત્રી ટળવળે છે. અને હું કશું ય નથી કરી શકતી. કેમ ? શુુંહું કશું જ ન કરી શકું ? શા માટે ? હું મારી મમ્મી માટે કશું જ નુકરી શકું ? હરગિજ નહિ. મારી મમ્મી છે. એણે મારે માટેુઆટઆટલું કયુર્ંં છે, ને હું ? સમાજની બીકે પડી રહું ? અરેુસમાજ તો શું આ બાબતમાં તો હું વિવેકની બીક પણ ન રાખું.

હું એક પુત્રી તરીકે પણ વિચારી શકું અને એક સ્ત્રી તરીકે પણુવિચારી શકું છું. મને કોઈ શા માટે રોકી શકે ?

હવે મારી ધીરજ ન રહી શકી, મેં સીધું જ પૂછ્યું,ુ‘મમ્મી, મમ્મી, તને શું થયું છે કહે પ્લીઝ. તું પહેલા આવીુનહોતી. જરૂર તારા મનમાં કંઈક એવું છે જે તું મને કહી શકતીુનથી. આપણે કયારેય એકબીજાથી કોઈ વાત છુપાવી નથી. જેુહોય તે કહી દે ને મમ્મી.’

મમ્મી ઘરમાં કંઈક કામ કરતી હતી ત્યાંથી એ હળવેુપગલે બહાર આવી. એના શરીર પર જરા પસીનો હતો. આંખમાુંભીનાશ બાઝેલી જણાઈ આવી.

અચાનક મેં એને ધ્યાનથી જોઈ, બારીકાઈથીુનિરીક્ષણ કર્યું તો હું તો આશ્ચર્યમાં પડી ગઈ. મમ્મીએ પોતાનાુહોઠ પર મારી ઇમ્પોર્ટેડ લિપસ્ટીક લગાવી હતી. મારા ડ્રેસીંગુટેબલમાં મેં સાચવીને રાખેલ મારી ફેવરીટ નેઇલ પોલિશનોુએણે ભરપૂર ઉપયોગ કર્યો હતો. એટલું પૂરતું ન હોય તેમ મારાુમંગેતરે મને ગિફટમાં આપેલ ઇઅર રીંગ્સ એના કાનમાં ઝુલતાુહતાં. કબાટમાંથી શોધીને પહેરેલી મારી સાવ નવીનકોર સાડીુએના શરીર પર શોભતી હતી. એના હાથમાં ચમકી રહેલ કાચનીુબંગડી પણ મારી જ હતી.

કદાચ એ હમણાં જ કોઈ બ્યુટિપાર્લરમાં એકલીુજઈને આવી હોય એમ જણાતું હતું. ખૂબ જ સુંદર લાગી રહીુહતી, અદ્દલ મારા જેવી જ, હા, એકદમ મારા જેવી બ્યુટિફૂલ,ુટીન એજ, કુંવારી છોકરી જ જુઓ !

અરે...! મારા મગજમાં ઝબકારો થયો. વિવેક સાચોુસાબિત થશે કે શું ? મમ્મી એના આ વર્તન દ્વારા શું કહેવાુમાંગતી હશે ? કયાંક એવું તો મને નથી સમજાવી રહી ને કે ‘હુુંપણ યુવાન છું !’? કદાચ એમ જ, હા, કદાચ એવું જ કંઇકુમમ્મી કહેવા માંગે છે કે મારી સામે પણ જુઓ, હું પણ કુંવારીુછું, હું પણ જુવાન છું ! ઓ માય ગોડ !

મેં આ તો કદી પણ ન વિચાર્યું. મમ્મીના મનમાુંપણ કોઈ અબૂઝ અને અતૃપ્ત કોઈ સેકસ ફીલીંગ્ઝ હોઈ શકેુએવો તો મને કોઈ દિવસ ખ્યાલ જ ન આવ્યો ! મારા જીવનનીુસૌથી મોટી આ મારી ભૂલ, મને કેમ આ વિચાર જ ન આવ્યો ?

...કે મમ્મી એના આ વર્તન થકી આખરે કહેવા શુુંમાંગે છે ?

પ્રકરણ-ર૬

મમ્મીના ચહેરા પર અણગમો હતો. મારો સવાલુએને કદાચ ગમ્યો નહિ હોય. તો પણ એ બોલી, ‘મને શું થવાનુુંહોય ? તું ખોટી ચિંતા શું કામ કરે છે ? મારે તો હવે મૂંગા રહેતાુઅને એકલા રહેતા શીખવાનું છે. કિર્તન પણ ગાવા પડશે. ...તુુંજઈશ પછી...’ ફરી મૌન થઈ ગઈ.

એને આવી જ કંઇક આદત પડતી જતી હતી, વાતોુકરતા કરતાં છંછેડાઈ જવું, વાત છુપાવવી ને અચાનક મૌન થઈુજવું. આ બધું જ મારી નજરમાં નોંધાઈ રહ્યું હતું.

મેં મમ્મીને મારા તરફ ખેંચી નજરમાં નજરુમિલાવવા કોશિશ કરી, એની નજરો મારાથી દૂર ફંટાતી જતીુહતી. એક ક્ષણ નજર મેળવીને પછી તરત જ એણે દ્રષ્ટિ ફેરવીુલીધી. હું જાણે આજીજી કરવા લાગી, ‘મમ્મી...મમ્મી પ્લીઝ.

તારા મનમાં એવું તે શું છે કે જે મને નથી કહી શકતી. મમ્મીુતારી કોઈ પણ ઈચ્છા હોય તે મને જણાવ. મને કહી દે આજે કેુતું શું ઈચ્છે છે ? તું સહેજ પણ સંકોચ ન રાખીશ મમ્મી, તારુુંમન જે કહેતું એ બધું જ આજે મને જણાવી દે.’

ઝડપથી હાથ છોડાવી મમ્મીએ પીઠ ફેરવી લીધી નેુબારીની બહાર જોતી ઊભી રહી. આજ દિન સુધી એણે મનેુપપ્પાની ખોટ પડવા નથી દીધી, પપ્પાનો પ્રેમ પણ એણે જુમને આપ્યો છે. પણ મમ્મીને ખુદને પણ પપ્પાની ખોટ પડી રહીુહશે એવો હું વિચાર જ ન કરી શકી ? એને પણ પપ્પાની ખોટુન વરતાય એ જોવાની અને એ જવાબદારી નિભાવવાની પળુજયારે મારા શિરે આવી ત્યારે હું કેટલી સ્વાર્થી બની ગઈ !

ઓહ..! બહું જ મોટું પાપ મારા હાથે થઈ ગયું.

વાતાવરણને પામી ગયેલો વિવેક હજુ દૂર ઊભો હતોુઅને ત્યાંથી જ મને સંયમ રાખવા સંકેત કરી રહ્યો હતો.

‘મમ્મી...’ હું તેને સંબોધીને અટકી ગઈ.

મમ્મી હજુયે બારી બહાર જોઈ રહી હતી. એની પીઠુમારા તરફ હતી. એણે લેટેસ્ટ બેક પેટર્નવાળું લો-કટ બ્લાઉઝુપહેર્યું હતું એ પણ મારું હતું એનો મને ખ્યાલ આવ્યો. એનીુગરદન અને અર્ધખુલી પીઠ પર ફેલાઈને ફરફરી રહેલા એનાુખુલ્લા ઝુલ્ફાઓમાં મારું નવી ડિઝાઇનનું જે બટરફલાય લગાવ્યુુંહતું એ તેણે એક જ ઝાટકે ખેંચીને મારા તરફ છૂટો ઘા કરતાુંતાડૂકી, ‘લે... લઈ જા બધું. મારે તારું કશુંયે ન જોઈએ. મારે શુુંખપ તારી આ બધી વસ્તુઓનો ? લઈ જા બધું. હું તો હવે ઘરડીુથઈ છું ને ? મારે આવું બધું ન કરાય. મને આ સારું ન લાગે.

મારે આમ જ રહેવું ને તેમ જ રહેવું. સત્સંગમાં જ જવાનું નેુકિર્તન ગાવાના, પાછલી જિંદગીમાં ફેંકી દીધી તમે સૌએ મને...ુમારી અંદર તો જાણે જીવ જ નથી. બસ એક માટીનું પૂતળુુંસમજે છે બધા, માટીનું પૂતળું. અને આ પૂતળાને ન કોઈ ઉમંગુહોય, ન કોઈ આશા, ન કોઈ આનંદ હોય, ન કોઈ અપેક્ષા, નુકોઈ ભૂખ હોય, ન કોઈ તરસ, ન કોઈ દુઃખ હોય, ન કોઈ દર્દ,ુએક પૂતળાને તો બીજું કરવાનું શું હોય ? બસ ત્યાગ, બધું જુતજી દેવાનું અને દુનિયાની ખુશાલીઓને દૂરથી જોયા કરવાનું,ુબસ ? આટલું જ ને ? પણ...પણ નથી થતું હવે એ બધું. નથીુરહેવાતું આમ નિર્જીવ પૂતળુ બનીને ! શું કરું ? હું શું કરું ?’

હું હતપ્રભ બની ચુકી હતી. મારાથી માત્રુ‘મમ્મી...’ એટલા ઉદ્‌ગારો જ નીકળી શકયા. આખુંયુવાતાવરણ જાણે તળેઉપર થઈ રહ્યું. મારી જીભ થોથવાતી હતી.ુમારું મગજ ચકરાવા ખાઈ રહ્યું હતું. વિવેક પણ સ્થિર થઈ ગયો.

‘મારી એક વાત માનીશ ?’ મારા તરફ ફર્યા વગર જુમમ્મી ભીના સ્વરોમાં મને જાણે આજીજી કરી રહી હતી. મારાથીુહકારાત્મક સ્વરોમાં ફરી ‘મમ્મી...’ એટલા જ ઉદ્‌ગારો નીકળીુશકયા.

વર્ષો પછી આજ પહેલીવાર હું ફરી એકવાર મમ્મીનાુચહેરાને બરાબર વાંચી રહી હતી. મે બહુ ગંભીર નિર્ણય લઇુલીધો છે. વિવેક મારા દરેક નિર્ણયમાં મારી સાથે જ હશે એ હુુંજાણું છું. કેમ કે એણે જ કહ્યું હતું કે સમાજની ચિંતા કર્યા વિનાુમાત્ર ને માત્ર મમ્મીના હિતમાં જ વિચારવાનું છે.

મમ્મીના હાથ બારીના સળિયાને ઓગાળી રહ્યાુંહતાં, એની આંખો આકાશને પીગળાવી રહી હતી, અને એનાુસ્વરો કદાચ આખીયે દુનિયાને આજે હચમચાવી નહિ શકે તોુપણ મેં દ્રઢ નિશ્ચય કરી જ લીધો છે કે એવી દુનિયાને ઠોકરુમારતાં હું અચકાઈશ નહિ.

...કેમ કે-

મારી મમ્મી બેળે બેળે એટલું જ બોલી શકી, ‘મારેુલગ્ન કરવા છે.’

-અજય ઓઝા

‘આસ્થા’, પટ, મીરા પાર્ક,

અખિલેશ સર્કલ, ઘોઘારોડ,

ભાવનગર-ક્ષ ોઃ ઢ ઠટ દ્રપ દ્રપ દ્રટ ક્ષક્ષઇ

ભ્ઢ?બ્ય્ઢિઃશ્રબ્જીક્ષડઘક્રઝઃત્?બ્ય્િઇણ્ઃ?