Sattar Sekandnu Aakash books and stories free download online pdf in Gujarati

Sattar Sekandnu Aakash


સતર સેકન્ડનું આકાશ

...નવલકથા...

અજય ઓઝા


© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.


Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.

પહેલી ક્ષણ

ના, ના, એવું નથી, પહેલી સેકન્ડે ખાસ ખ્યાલ ન આવ્યો. આવે પણ નહિ, કેમ કે જય બીજા વિચારોમાં ખોવાયેલો હતો. જૂની પ્રેમિકાના વિચારોમાં નહોતો પણ એનું ધ્યાન હંમેશ મુજબ રંગીન આકાશ તરફ ખેંચાયું હતું.

એ આકાશને નિરાંતે જોતો. આકાશ નિરખવું એને ખૂબ ગમતું. નાનાપણમાં જયારે બસમાં બેસીને મામાને ઘેર જતો ત્યારે સાંજની બસના એ પાંચ કલાક તેને ઓછા પડતાં ! બારી બહાર ખેતરો પર ઝળુંબી રહેલા આકાશને તે એકીટસે નિહાળતો. વાદળોમાં એ પોતાના કલ્પના મુજબના ચિત્રો આલેખતો. નીલા આકાશમાં ભગવાન શ્રીકૃષ્ણ, તેમનું પ્રિય પીંછું તથા કયારેક સુંદર અપ્સરાઓ પણ તે જોતો. કલ્પનાની દુનિયામાં ખોવાઈ જવું એને ખૂબ ગમતું. તારાઓ તો એને જાણે આકાશમાં ઉગેલા ફૂલ લાગતાં. ઉગતા સૂરજને જોવાની એને બહુ મજા પડતી. નિઃસીમ આકાશની કોરેથી ડોકું કાઢતો સૂરજુજોવો એને ગમતો.

આકાશ તો આપણે સૌ કોઈ જોઇએ છીએ, છતાંયેુસૌની જોવાની રીતો અલગ હોય છે એટલે આકાશ પણ સૌને પોતપોતાની રીતે અલગ પરિમાણોમાં જ દેખાવાનું. કહે છે ને કેુદૃષ્ટિ એવી સૃષ્ટિ, મન ખુશખુશાલ હોય તો દુનિયા રંગીન લાગે. માનવીનું મન એવું જ હોય છે. દેખીતી રીતે જ માનવીની નજરુસાથે સીધો સબંધ હોય તો પણ જે તે વખતે મનના ભાવો, દેખાતી પરિસ્થિતિમાં જાણ્યે-અજાણ્યે સવાર થઈ જતાં હોય છે એ વાતનો સહેજે ઇનકાર થઈ શકે નહીં.

જયને આકાશ આજે ઉદાસ લાગી રહ્યું હોય તો તેનુુંકારણ પણ તેના મનના ભાવો જ હોય, નહીં કે આકાશ. આકાશ કયારેય ઉદાસ કે ખુશ હોતું નથી, સુખી કે દુઃખી હોતું નથી, ચોરસ કે ગોળાકાર હોતું નથી, ઉંધું કે ચત્તું હોતું નથી, આડું કે અવળું હોતું નથી અને આમ કે તેમ પણ હોતું નથી ! અરે, આકાશ તો નિર્વિકાર હોય છે, જે દેખાય છે એ કેવળ મનના ભાવો જ હોય છે, કેવળ મનના ભાવો. એટલે જ એ સત્ય છે કે જય કોઈ કારણસર આજે ઉદાસ થયો છે ને તેથી જ એને આકાશ એના મનોભાવ જેવું ઉદાસ લાગી રહ્યું છે.

જય પર ઉદાસી છવાયેલ છે એ સાચું પણ એ ઉદાસીનું કારણ શોધવું મુશ્કેલ હતું. ઉદાસી ચીજ જ એવી વિચિત્ર છે. કયારેક કોઈ પ્રિય પાત્રની મુલાકાત ન થવી એ ઉદાસીનું કારણ હોય તો કયારેક એવી જ કોઈ મુલાકાત ઉદાસી આપીને છટકી જાય ! માનવમન અગાધ એષણાઓથી ભરેલું હોય છે, એમાંની કેટલીય એષણાઓ તો કયારેય પૂરી થવાુસર્જાયેલી હોતી નથી. એટલે મનને ઉદાસી માટે કારણ શોધવા દૂર જવું પણ નથી પડતું.

આકાશ સામે મીટ માંડીને પગપાળા ચાલી રહેલાં જયને વાદળોમાં જુદાંજુદાં ચહેરાઓ દેખાતા રહે છે. ઘડીકમાં જૂની પ્રેમિકા વનિતા દેખાય તો ઘડીકમાં તેની પત્ની સુનીતા. તો વળી કયારેક યૌવનના ઉંબરે આવી ઊભેલ એકમાત્ર સંતાન હેતલ, તો વળી હંમેશા જેને ખૂબ ચાહી છે, જેને ઝંખી છે તેુસુમન પણ ડોકિયું કરી જાય. તેના તૂટી રહેલા મનને સુમને જ ટકાવી રાખ્યું હતું. એના મનની અંદર હમેશા કોઈ દાહ ચાલતો રહેતો. એ દાહને શીતળતા આપવામાં સુમને ખૂબ કાળજી લીધી હતી. એટલું જ નહિ સુમનને પણ આકાશ ખૂબ ગમતું. બંને કલાકોના કલાકો સુધી હાથમાં હાથ પરોવીને અનેક કલ્પનાઓુકરી આશાભરી નજરે આકાશ તરફ મીટ માંડીને બેસતાં. બંનેને અંધારું ગમતું. મૂનલાઇટમાં સાથે બેસીને એકમેકને તાકી રહેતા. અંધારું તો સ્વભાવે જ ઓછાબોલું હોય છે એમ તે બંને વચ્ચેુપણ શબ્દોથી નહિ આંખોથી વાત થતી રહેતી. આ રીતે આકાશને જોવા માટેની ખાસ પ્રકારની સૂઝવાળી પારખું દૃષ્ટિુપણ એને સુમને જ તો આપી હતી. એટલે જ તો બહુ ટૂંકા ગાળામાં સુમન એના દિલમાં રાજ કરવા લાગી હતી.

માનવમન પણ કેવું જટિલ હોય છે ? જય વિચારતો હતો. આ દિલ કયારે કોના પર ઓળઘોળ થઈ જાય એનું કાંઈ નક્કી હોતું નથી. આવું શે થતું હશે ? આપણું જ મન ને આપણો જ કાબુ નહિ ? પ્રેમ કેમ કોઈ જ નિયમોમાં બંધાતો નહિ હોય ? કદાચ પ્રેમની આ ખાસિયતને લીધે જ તો એને પે્રમ કહેવાતો હશે ! ઉંમર, નાત, જાત, સ્થળ, સમય, પાત્ર, વહેવાર,ુસારાસાર, ફાયદો, નુકશાન, વિવેક, યોગ્ય, અયોગ્ય, પરિસ્થિતિ, -આ બધાંથી ઉપર એક એવી લાગણી હોય છે જે જરૂર પડ્યે આ બધી બાબતોને અવગણીને પણ ઉપરવટ થઈુજાય છે. કદાચ એ જ સાચો પ્રેમ છે. અહિ ‘કદાચ’ શબ્દ વાપરવો પણ ન ગમે. જય એની અનુભૂતિઓને તર્કના અને વિચારોના વનમાં ઝબોળવા મથી રહ્યો હતો.

જયને એ દિવસ યાદ આવ્યો જયારે એ આજની જેમ જ હાથમાં એક ટેકણલાકડી લઈ ઝાંઝરીયા હનુમાનના મંદિર ભણી જઈ રહ્યો હતો. એના પગમાં થયેલું ફ્રેકચર પણુસંપૂર્ણપણે મટી ગયું હતું, છતાં ટેકણલાકડી તેણે રાખી હતી. ચાલવામાં ખાસ કોઈ મુશ્કેલી પણ નહોતી પડતી.

આજે પણ એ જ રીતે કાળજીપૂર્વક ધીમી ચાલે તેુઝાંઝરીયા હનુમાનજીના મંદિર તરફ ચાલતો જઈ રહ્યો હતો. આમતેમ અને આકાશ તરફ આ રીતે નજરો ફેલાવતો પોતાની મસ્તીમાં મશગુલ હતો.

વાદળોમાં ચહેરાઓ ઓળખવા મથતો હતો ત્યારે એને એક ચહેરો દેખાયો એ વનિતાનો હતો. વ....નિ....તા....! આમ અચાનક વનિતાનું યાદ આવી જવું ખાસ આશ્ચર્યજનક ગણી તો ન શકાય પરંતુ સાવ અવગણી પણ કેવી રીતે શકાય ? કોઈ યાદ આવે ત્યારે આપણને એમ જ લાગતું હોય છે કે જાણે એને ભૂલ્યા જ નથી. વનિતા માટે કંઇક આવું જ કહી શકાય, કારણ કે એને ભૂલી જવાનો પૂરતો સમય અને વિકલ્પ જય પાસે ઉપલબ્ધ થઈ ચૂકયા હતા. આથી લગભગ તો વનિતા તેના દિલમાંથી સંપૂર્ણ ખસી ગઈ હતી. પણ તો પછી આ વાદળોના બનેલા ચહેરામાં એનો ચહેરો કેમ દેખાયો ?

વાત માંડીને કરવી હોય ને છતાંયે એક જ સેકન્ડમાં પતાવવી હોય તો હવે અહિથી આપણે એ વનિતાના પાત્રને બરાબર ઓળખવા મથીએ એ જ ઠીક છે, નહિ તો સેકન્ડોથી ભરેલો સમયનો જે ઘસમસતો પ્રવાહ વનિતાને ઢસડી ગયો હશે, એ મને, તમને ને જયને પણ ઢસડી જશે.

-તો વાત એવી ખરી કે આ વનિતા એટલે જયની એક જમાનાની પ્રેમિકા કહી શકીએ. એમની વચ્ચે પ્રેમ શરૂ કેવી રીતે થયો એ વાત મહત્ત્વની આજ સુધી કોઈને લાગી નથી એટલે આપણે પણ એ વાત અહિ કરવી નથી. ને આમેય આપણને સૌને કોઈનો પ્રેમ શરૂ કેવી રીતે થયો એના કરતાં એમાં ભંગાણ કેવી રીતે પડ્યું એ જાણવામાં વધુ રસ હોય છે ! અરે અરે, હકારમાં સંમતિસૂચક ડોકું નહિ હલાવો તો પણુચાલશે, ...હું સમજું છું, યાર ! એટલે જ તો આપણે જય-વનિતાના પ્રેમની નજીવી વાતોને નેવે મૂકીશું અને એ બેુજીવની વાતો, વિવાદો, સંવાદો, અપવાદો પર ધ્યાન આપવા કોશિશ કરીશું, શું લાગે છે ? ચાલશે ને ? હા... આ વખતે જરાુસંમતિસૂચક હકાર કરી જ નાખો, પ્લીઝ...

હા, આ રહી એ બંને વચ્ચેની વિસંવાદીતા : જય એટલે લાગણીનો ઘૂઘવતો દરિયો અને વનિતા એટલે કાંઠેુસૂકાયેલો ખારા પાણીનો વીરડો ! જય એટલે ચાંદ-સૂરજ, તારા, વાદળ, સંધ્યા, લાલીમા અને મેઘધનુષથી ભર્યું ભર્યું આકાશુજાણે, અને વનિતા એટલે નર્યું કોરું તડકો ભરેલું ધગધગતું દઝાડતું આકાશ જ સમજો ! જય એટલે ધીરગંભીર નિર્દોષતાભર્યું અસ્તિત્વ અને વનિતા એટલે ક્ષણ-ક્ષણની છલના ! જય એટલે સંતોષનું કૂણું વ્યકિતત્વ અને વનિતા એટલે નાની-મોટી સળગતી ઈચ્છાઓથી ખદબદતી નારી, જય એટલે એક પવિત્ર સ્વાર્પણ અને વનિતા તિરાડો ભરેલું દર્પણ !

જયની આ માનવસહજ નબળાઈ ગણો કે નિર્દોષતા, પણ એને વનિતાના વ્યકિતત્વના દરેક પાસાની ખબર તો પડી જ ન શકી, એટલે વનિતાના પ્રેમમાં એણે પોતાની જાતને ઘસવા માંડી. એમના પ્રેમપત્રો, મુલાકાતો,ુલાગણીઓ જય માટે અવિસ્મરણીય ઘટના હતી, તો વનિતા માટે કેવળ જીવનની એક નવિનતા માત્ર ! અને આવી દરેક ‘નવિનતા’ને જૂની થતાં કેટલી વાર લાગતી હોય છે એ વિસ્તારથી સમજાવવા જેવી બાબત ગણાય શું ?

મોજ-મસ્તીમાં રાચતી વનિતા અનેકવાર જયનીુલાગણીઓનું અપમાન કરી નાખતી પણ જય હમેશા એની દરેકુવાતને અનુકૂળ થઈ રહેતો. જય પોતાને માટે કઈ ગીફટ લાવે છે તેની વનિતાને હમેશા ઈંતેજારી રહેતી. તેની આંખની લાલચને ઓળખ્ગા વિના જય નિઃસ્વાર્થપણે એને ખૂબ પ્રેમ કરતો. પણ જયારે ખાલી હાથે જય આવતો ત્યારે વનિતા ખૂબ ગુસ્સે થઈ જતી. અને પોતાની બહેનપણીઓને તેમના પ્રેમીઓ કેટકેટલી ભેટસોગાદો આપે છે તેનો ચિતાર રજૂ કરતી. પ્રેમમાં પાગલ એવા જયને આવી બધી દુનિયાદારીની અને વનિતાની જરૂરિયાતોની સમજ નહોતી પડતી. એ તો બસ ચાહવાનું જુજાણે.

વનિતા સાથે એકવાર અહિ ઝાંઝરિયા હનુમાનજીના મંદિરે દર્શને આવવાનું નક્કી કરેલું. વનિતા બસ-રીક્ષામાં બેસવામાં નાનપ અનુભવતી, એને તો બાઇક જ પસંદ હતી, આગળની બાજુ ઢળતી સીટવાળી બાઇક - હીરો હોન્ડા સુપરુસ્પ્લેન્ડર ! પણ જય પાસે તો એ સમયે સાયકલ સિવાય કોઈ જ વાહન નહોતું. આથી રીક્ષામાં જવું પડેલું ને નાછૂટકે સીટીબસમાં પાછા ફરવાનું થયું એ વનિતાને ખૂબ ખટક્યું. એ ખૂબ નારાજુથઇ, કહે;

‘જય, આ રીતે ફરવું એ કેવું લાગે ? તને સારું લાગેુછે આપણે આમ બસ કે રીક્ષામાં નીકળીએ તે ?’

‘તો શું કરું ? તને કારમાં ફેરવું ?’ જય હસતો. પણ વનિતા ને આ વાત હસવાની ન લાગતી,

‘ફરી કયાંય પણ જવું હોય તો બાઇક લઈને જ આવજે. ત્યાં સુધી મને કયાંય લઇ જવાનું વિચારીશ નહિ.’

‘પણ..., પણ મને તો હજુ બાઇક બરાબર ફાવેુપણ નહિ !’

‘તો શીખી જા ને, એમાં શી મુશ્કેલી છે ?’

‘પણ કેવી રીતે ? શીખવા માટે બાઇક હોવી તો જરૂરી કે નહિ ? અને બાઇક તો હું કયારે લઈ શકું કેમ કહી શકાય ? તું તો જાણે છે ને ?’ વનિતા પોતાની જીદ નહિ મૂકે એુજાણવા છતાં જય બચાવ કરવા લાગતો.

‘એ હું કંઇ ન જાણું. તારે બાઇક કયારે લેવી, કેવી રીતે શીખવી, શું કરવું એ હું ન જાણું. હું તો એટલું જ સમજું કે હવે આપણે મળીએ ત્યારે તું મને લેવા બાઇક પર જ આવશે.

ઇઝ ઇટ કિલયર નાઉ ?’ વનિતાના જીદ્દી સ્વરોં હમેશા આટલા ઊંચા જ રહેતાં હોય છે એ જય બરાબર સમજતો. આથી આ પ્રકારની સ્ત્રી-હઠથીયે વધારે મજબુત વનિતા-હઠને કયારેય દબાવી ન શકાય એ પણ તે સમજતો.

...અને ઝાંઝરિયા હનુમાનજીએ પૂરી થયેલી એ મુલાકાત છેલ્લી મુલાકાત બની રહી...

...છેલ્લી એટલા માટે કે વનિતા-હઠને પૂરી કરવા એક વાર જય તેના કાકાના દીકરા હરેશની બાઇક શીખવા મહેનત કરતો હતો એમાં બાઇક સ્લીપ થઇ જતાં જય બરાબરનો ફસડાયો હતો. ને પૂરા ત્રણ મહિનાનો ફ્રેકચરનો ખાટલો આવી ગયો. જયને થયું કે પથારીમાં શાંતિથી પુસ્તકો વાંચી શકાશે. વનિતા પાસે લાયબ્રેરીમાંથી મંગાવવા માટે મનોમન કેટલાંક પુસ્તકોના નામ વિચારી લીધાં હતાં. તેને હતું કે વનિતા પાસે બેસીને કોઈ પુસ્તક વાંચી પણ સંભળાવશે. પોતાને ભાવતી આદુ-ફૂદીનાવાળી ચા બનાવીને વનિતા રોજ સવારે લાવશે એમ પણ તેને હતું. વનિતા આમ સંભાળ લેશે ને વનિતા તેમ સંભાળુલેશે. એટલું જ નહિ પણ જયને તો એમ પણ હતું કે આુઅકસ્માત પછી હવે તો વનિતાના મનમાંથી પણ બાઇકનું ભૂતુઊતરી ગયું હશે.

જયની આંખો વનિતાને શોધતી રહી. એક દિવસ... બે દિવસ... આજે તો વનિતા આવશે જ... અત્યારે નહિ તોુસાંજે આવશે...

પણ આ પથારીવશ અવસ્થામાં એક પણ વાર વનિતા એને મળવા આવી નહોતી તેથી જ જયને સાજા થવામાુંત્રણ ને બદલે ચાર મહિના થઈ ગયા હતાં. ને સાજા થઈ ગયા પછી તેણે આશા પણ મૂકી દીધી હતી. કદાચ આ કપરાુસમયમાં જ વનિતાની સાચી ઓળખ એ પામી શકયો હતો. એટલે ઝાંઝરીયા હનુમાનની એ મુલાકાત છેલ્લી બની રહી પણ એણે નક્કી કર્યું હતું કે સાજા થયા પછી એકવાર પગપાળા હનુમાનજીના દર્શને જરૂર જવું. એટલેે હાથમાં ટેકણલાકડી લઈને એ ઝાંઝરીયા હનુમાનજીના મંદિર જઈ આવ્યો. અકસ્માતથી એને બાઇક ચલાવતાં તો ન જ આવડ્યું પણ ચાલીને મંદિરે જતાં જરૂર શીખી ગયો.

બસ ત્યારથી જયને લગભગ આદત પડી ગઈ હતી, કયારે પણ કોઈ પણ નાની-મોટી મુંઝવણો જીવનમાં આવતી તો તે ચાલીને હનુમાનજીના મંદિરે જવાનું નક્કી કરી લેતો ને હનુમાનજી પણ હવે તો એટલા જ ટેવાઈ ગયા હશે !

આજે પણ એ મંદિરે જતો હતો. આજે એના મનમાં કંઇક જૂદી જ ગડમથલો ચાલી રહી હતી. વરસો વીતી ગયા હોય તોયે ભૂતકાળની વાતો માનવમનને કેવી વળગતી રહેતી હોય છે. અતીત કયારેય ભૂલાતો નહિ હોય ? અતીત તો પડછાયો બની હમેશા માનવમનને એણે કરેલી ભૂલો, એણે મેળવેલા સુખો કેુદુઃખોની યાદ અપાવે છે. ગૂમાવેલા સમયનો પશ્ચાતાપ કરાવે છે. કેટલીક વાર તો વર્તમાનની સુખદ પળોનો પણ અતીત દ્વારા ભોગ લેવાતો હોય છે તો પણ મનને સમજાવવું મુશ્કેલ હોય છે.

જય જયારે મંદિરે જતો ત્યારે મંદિરના આંગણાંના વૃક્ષ નીચે કાયમ બેસતાં એક સંત પાસે અચૂક બેસવા જતો ને એમની સાથે ખૂબ વાતો કરતો. સંતના ચહેરા પર હમેશા તેજ રહેતું, તેમની આસપાસ અગરબત્તીની સુવાસ રેલાયા કરે, ત્યાં રાખેલા એક કૂંડામાં નિત્ય પારેવાં પાણી પીવા આવે, તેમા ન્હાય, પાસે રાખેલ ચણ ચણે, સૂરજના સોનેરી કિરણોમાં છબછબિયા કરે. ઉદાસ જય પાણીમાં ક્રીડા કરતા પારેવાને જોઈ ખુશ થતો અને લાંબા સમય સુધી તે જાતો બેસી રહેતો.

એ સંત જયને ખૂબ જ્ઞાની જણાયા હતાં. એમની વાતોમાં જગતના કેટલાયે રહસ્યો ઉજાગર થતાં રહેતાં. ફ્રેકચર મટ્યા પછી પહેલીવાર એ મંદિરે ગયો હતો ત્યારે જયની એ સંતુસાથે પહેલી મુલાકાત થઈ હતી. વૃક્ષને ઓટલે બેસી રાહતનો દમ ખેંચતાં જયનો ઉદાસ ચહેરો વાંચીને એ સંત બોલ્યા હતાં, ‘લ્યો ભાઈ, આ પાણી પીઓ અને સ્વસ્થ થાઓ. માણસ જયારે પરિસ્થિતિને આધિન થઈ જાય છે ત્યારે પરિસ્થિતિ માણસને હમેશા દુઃખી કરે છે ને આપણી તકલીફ એ હોય છે કે આપણને પરિસ્થિતિને વશ થતાં આવડે છે પણ પરિસ્થિતિને આપણાં વશ કરતાં કયારેય આવડતું નથી. તમે ઈચ્છો તો મને તમારું દર્દ વહેંચી શકો છો, પણ મને ખબર છે તમે એમ કરશો નહિ, દર્દુપણ સૌ સૌ નું પોતીકું બની જતું હોય છે, બરાબર ને ?! ...ગભરાઓ નહિ પાણી પીઓ, એકદમ ચોખ્ખું છે, તમારા જેવા કોઈ ભકતે જ મને લાવી આપ્યું છે.’

જય એ સંતની વાત સાંભળી ખૂબ પ્રભાવિત થયો ને એમના ચરણોમાં પડી ગયો હતો. પહેલાં એ દિવસે તે પાણી પીતાં અચકાયો હતો પણ પછીથી તો એ જતો ત્યારે પોતે જ એમના માટે પાણીની બોટલ લઈ જતો ને સંતને આપતો પછી એમની સાથે વાતોએ વળગતો.. એમને સૌ બાબાસ્વામી તરીકે ઓળખતાં હતાં.

બાબાસ્વામી વિશે જાણવાની સૌ કોઈને તાલાવેલી રહેતી કેમકે આ બાબાસ્વામી એક રહસ્ય હતાં. રહસ્ય એ રીતે કે આ બાબાસ્વામી અહિ કેટલા સમયથી બેસે છે, એ કયાંથી આવ્યા, એમનો ભૂતકાળ કેવો છે, ને એમની સાધના શી છે એ કોઈ કયારેય જાણી શકયું નહોતું. એ કયાંથી અહિ આવ્યા ને કયારે આવ્યા એની કોઈને ખબર નહોતી. એમનો સંન્યાસશ્રામ કેવો છે કે પછી પહેલાં એ સંસારી હતાં કોઈને ખબર નથી. ભેદી માણસ માટે ફેલાઈ શકે એવી ભારેખમ અફવાઓ પણ એમના માટે ફેલાતી રહેતી, જેવી કે; સ્વામીની ઉંમર સત્તરસો વરસની છે, સ્વામીને હનુમાનજી સ્વયં જવાબ આપે છે, તમારી વાત તમારા ચહેરા ઉપરથી જ વાંચી જાય છે, આ તો સંસારીસાધુ છે ને રાત્રે એના ઘેર ચાલ્યા જાય છે, નર્યા ધતિંગ કરે છે, ઢોંગી છે,ુ- વગેરે વગેરે...

બાબાસ્વામીને ઘણીવાર સમાધિમાં મગ્ન બનેલા જય જોઈ રહેતો.એમના ચહેરા પરનું તેજ અનોખું હતું. જયને થતું કે આ બાબાસ્વામી મને જલદીથી મારી પ્રિયતમા સાથે મિલાપ કરાવી દે, અને તે પણ બાઈક પર પોતાની પ્રેમિકાને બેસાડીને બાબાસ્વામીના આશીર્વાદ લેવા આવે. પછી પોતાના આવા ક્ષુલ્લક વિચારો હસી કાઢતો.

શરૂઆતમાં જયને આવી કોઈ બાબતમાં ખાસ કશો રસ નહોતો પણ જયારથી એ બાબાસ્વામીથી પ્રભાવિત થયો હતો ત્યારથી એને પણ સ્વામીજી વિશે જાણવાની ઈચ્છા થઈ આવતી. થોડાં દિવસ પહેલાં જ એણે બાબાસ્વામીને પૂછ્યું હતું, ‘બાપુ, મારે તમારા વિશે કંઇક જાણવું છે, લોકો તો ઘણીયે બાતમી આપી ચૂક્યા છે, પણ મારે તમારી પાસેથી સાંભળવું છે, કહો બાપુ, તમારી ઉંમર કેટલી હશે ? ને અહિ કેટલા વરસથીુછો ?’

બાબાસ્વામીએ જવાબ આપતાં પહેલાં પોતાની આંખો એક પળ માટે મીચી દીધી હતી અને એ બીજી પળની રાહ આતુરતાથી જોવાઈ રહી, એટલે આપણને પણ એમનો જવાબ કદાચ બીજી સેકન્ડમાં મળે તો મળે...

બીજી ક્ષણ

બીજી સેકન્ડે, જયને બરાબર યાદ રહી ગયેલું એુદૃશ્ય જાણે નજર સામે દેખાયું. બાબાસ્વામીએ આંખો ખોલી અને જય સાથે નજરો મેળવીને બોલ્યા, ‘મને તારા આુસવાલની પ્રથમથી જ જાણ હતી. મારા માટેની કેટલીયે વાતો તેુસાંભળી હશે એ હું જાણું છું. હું કોઈ ચમત્કારી કે મહાનુસાધુપુરુષ નથી. બરાબર યાદ નથી છતાં આ મંદિર થયું ત્યારથીુલગભગ અહીં જ છું એમ કહી શકાય. કદાચ પચાસેક વરસ થયા હશે. ને ઉંમર તો માણસના ચહેરા પરથી જાણી શકાય છે, એમાં છુપાવવાની શી વાત હોય છે ? મેં એંસી વરસ તો વટાવ્યા જ હશે, તને શું લાગે છે ?’

સાંભળેલી વાતો કરતાં સાવ જુદો અને આટલોુસરળ નિખાલસ જવાબ બાબાસ્વામી તરફથી મળશે એની જયને કલ્પના નહોતી. એટલે એમની આ સ્વભાવની સાલસતાથી જયને એમના તરફ વધારે આદરભાવ ઉભરાતો ગયો.

પગમાં થોડો થાક વરતાતો હતો. જયને થયું કે હવે બહુ ચાલીને જવાની માનતાઓ રાખવી નહિ, ચાલી શકાતું નથી ને થોડો થાક પણ લાગે છે. કદાચ ઉંમરની અસર પણ થતી હોય.

આ બીજી સેકન્ડે એણે પોતાની નજર ચારે તરફ ફેલાવી ત્યારે ખ્યાલ આવ્યો; દૂરથી હોન્ડા આવતું હતું, હીરો હોન્ડા સુપર સ્પ્લેન્ડર ! બહુ ઝડપ નહોતી. હોન્ડા સવાર યુવાન હનુમાનજીના દર્શન કરી પાછો ફરતો હશે. જય ને થયું કે પોતે કેવા સાવ વેવલા વિચારો કરે છે ? ઝાંઝરીયા હનુમાનજીના મંદિરે કોઈ ‘સમરસ ગ્રામપંચાયતો’નો સર્વે કરવા થોડું આવે ?

કેટલાયે વરસો આમ ને આમ વહી ગયા ! હવે તો જયે પણ વનપ્રવેશ કર્યો. તોયે વીતેલા વર્ષોના દૃશ્યો એની આંખ સામે એક પછી એક ચલચિત્રની જેમ આવ્યા કરતાં. કયારેક એમ લાગે કે જીવનમાં કશુંય નથી ને કયારેક એમ લાગે કે જીવન તો ભર્યું ભર્યું છે. કોઇવાર થાય કે જીવનમાં કંઇ જ મેળવી શકાયું નહિ ને કોઈ વાર થાય કે ગુમાવ્યું છે શું ? બધું જુસુખ ભોગવી લીધું છે એમ વિચાર આવે ત્યારે માણવા બાકી રહેલા સુખોના ભૂતિયા અભાવોભર્યા ચહેરા ઘૂરકીયા કરતાં, હસતાં, છાસિયા કરતા જોવા મળે. આ તે કેવું જીવન ?!

વનિતાના આઘાતમાંથી બહાર નીકળતાં ખાસ્સી એવી વાર લાગી હતી. પછી કયારેય કોઈ સ્ત્રી તરફ એને ખાસ રસ પડ્યો નહોતો. વડીલોના આગ્રહથી વશ થઈ સુનીતા સાથે બહુ સાદગીથી એણે લગ્ન પણ કરી લીધાં હતાં.

સુનીતા એક સરેરાશ ગૃહિણી જરૂર બની શકી પણુજીવનસંગિની નહિ જ ! ને સુનીતાને એવા કોઈ અભરખા પણ નહોતા, એને તો બસ આદર્શ નારી બનવામાં રસ હતો પરંતુ આકર્ષક નારી બનવામાં નહિ. ઘર કેમ ચલાવવું એ તે જાણે પણુસ્નેહ કેમ વહાવવો એ ન જાણે. વ્યવહારકુશળ હતી પણ પ્રણયકુશળ નહિ. એના મનની અંદર દરેક બાબત માટે એક ખાસ પ્રકારના ખાના હશે જેમાં એ દરેક વાતને પોતાની રીતે મૂલવતી પણ એનામાં હિલ્લોળ લેતો લાગણીનો દરિયો નહોતો.

ઘણાં પ્રયત્નો પછી જય સુનીતાની તાસીરને પામી ગયો પછી એને અનુકૂળ થઈને એ રહેવા લાગ્યો. રફતારીુજીંદગીમાં એમના પરિવારમાં હેતલ જેવી વહાલસોયી દિકરીએ ઉમંગથી ઘર ભર્યું ભર્યું કરી આપ્યું. દિવસો વીતતા ગય નેુજયનો સંસાર આગળ ધપતો રહ્યો.

હાઇસ્કૂલમાં આવ્યા પછી હેતલના અભ્યાસમાં ઓટ આવતી જણાઈ ત્યારે એક દિવસ સુનીતાએ કહ્યું, ‘આપણી હેતલને માટે હવે કોઈ સારા ટ્યુશનની જરૂર છે, તમે કહો તો આપણી સોસાયટીના છેલ્લા મકાનમાં રહેતા મણીકાકાનીુસુમનને કહું. એણે આ વર્ષે જ ભણવાનું પૂરું કર્યું અને તે ઘેર આવીને આપણી હેતલને ભણાવશે પણ ખરી. હું કહીશ તો એ ના નહિ પાડે.’

જયનું સમર્થન મળતાં બીજા દિવસથી સુમન ઘેર આવવા માંડી. રોજ સાંજે એ હેતલને ભણાવતી. હેતલને પણુસુમનદીદી સાથે સારું ફાવી ગયું. ઓફિસથી થાકેલો જય ઘેર આવે ત્યારે હેતલ અને સુમન ડ્રોઇંગરૂમમાં બેઠા હોય. સુમન હેતલ માટે ખૂબ મહેનત કરતી. એની શૈલીને નિહાળતો જય એનો આખા દિવસનો થાક ભૂલી જતો.

સુંદર, સુશીલ, આકર્ષક વ્યકિતત્વ, અસરકારક શિક્ષણકાર્ય અને અનોખી છટાથી સુમને પોતાનું એક આગવુુંસ્થાન ખડું કરી દીધું હતું, ખાસ કરીને કયારેય ચલિત ન થતાં જયને સુમનની આ છટા ખૂબ આકર્ષી રહી હતી. એ પોતાનીુજાતને જેમ જેમ બચાવતો જતો તેમ તેમ સુમન તરફ વધુ ને વધુ ખેંચાયે જતો હતો.

જયની શાંત થઈ ચુકેલી પ્રકૃતિ અચાનક ચંચળ થવા લાગી ને એનું આશ્ચર્ય સ્વયં જયને પણ થયા કરતું હતું.

સુમનનું સુંદર રૂપ, એની હોંશિયારી, હેતલને ભણાવવા માટેની એની લાગણી, રસાળ શૈલી, અને નિરાભીમાની વ્યકિતત્વથીુજાણ્યે-અજાણ્યે જય જરૂર આકર્ષાયો હતો. એની અંદર વર્ષોથીુદબાયેલી કોઈ પ્રાકૃતિક ભાવુકતા જાણે સફાળી જાગી ઊઠી હતી. જયને સમજાયું કે એને સુમન ગમવા લાગી છે.

સુમનનો મીઠો અવાજ, એની આકર્ષક છતાં સરળ શૈલી, મોહક હાવભાવ, સાદગીભર્યો છતાંય સુઘડ પહેરવેશ, એનું બધું જ જયને ગમવા લાગ્યું હતું. સુમનના ગળામાં ઝૂલતો ચેઇન, એના નાક પર ચમકતી ચુની, કાનના નાજુક ઝુમ્મર તરફ સૌથી નજરો છુપાવીને જોવાનો જયને આનંદ થતો હતો.

પોતાનાથી દસ-બાર વરસે નાની સુમન માટે એનેુપ્રેમની લાગણી ઉદ્‌ભવી એનાથી એ જરા ગૂંચવાયો હતો. પરંતુુલાગણીના વહેણને કોઈ રોકી શકતું નથી હોતું, ને દુનિયામાં કયારે કોની સાથે કેવા સંજોગોમાં પ્રેમ કરવો એનું કોઈ ગણિત હોઇ શકે નહિ ! કદાચ ને એવી કોઈ થિયરી કોઈ પાસે હોય તો પણ એને માનવમન કદી સ્વીકારતું નથી હોતું.

જયનું ઓફિસથી આવવું, પોતાને સ્મિત આપવું, હેતલના અભ્યાસવિષયક વાતો કરવી, કયારેક સાથે કોફી પીવી, આ બધું સુમનને પણ ગમતું. જયના મનની વાત જાણે સુમન વાંચી ગઈ હતી ! કદાચ બંને એકબીજાની લાગણીને પૂરેપૂરી પામી ગયા.

સુમન જયારે હેતલને ભણાવવા ઘેર આવે ત્યારે જય ગમે તેમ કરીને ઘેર હાજર જ રહેતો. વચ્ચે વચ્ચે સુમન સામે આંખમીંચામણા પણ થઈ જાય. પછી સુનીતાએ બનાવેલી કૉફી બંને જણા સાથે પીએ. સાવ અનાયાસ થયેલો પ્રેમ સચ્ચાઈની વધુ નજીક હોય છે એમ જય અને સુમનનો પ્યાર ખૂબ જ પવિત્ર રહેવા પામ્યો.

છતાં બંનેના સ્વભાવમાં વિવિધતા તો ખરી જ. ઊંચુુંભણતર પૂરું કરીને આવેલી સુમનમાં ધીરજ નો ગુણ હતો, એ મેચ્યોર હતી, પરિપકવ વિચારધારા એ ધરાવતી હતી. સુમનના દરેક કામ માં અખૂટ ધૈર્ય અને આત્મવિશ્વાસ પ્રદર્શિત થાય. પણ જય બિલકુલ અધીરીયો જ સમજો. આંખ મળે તો સ્પર્શ ઝંખે, સ્પર્શ મળે ત્યાં ચુમવાનો મોકો શોધે, ને...

સુમનના પ્રેમમાં તો એ ખૂબ ખૂબ પાગલ થઇ ગયો. એ ઘણીવાર સુમનને કહેતો, ‘સુમન, ચાલ આપણે કયાંક દૂર ચાલી જઈએ. જયાં આ સમાજના કોઇ જ બંધનો આપણને અટકાવી ન શકે. જયાં આપણી વચ્ચે કોઇ જ ન હોય, માત્ર હું ને તું જ. બસ, સુમન, મારા પર તારો જ અધિકાર છે, તો હું તને તારા અધિકારથી વંચિત શા માટે રાખું ?’

સુમન જયની આ વાતને સમજતી પણ ખૂબ જુસ્નેહથી જયના આ આવેગભર્યા વિચારોને ખાળવા પ્રયાસ કરતી ને એ વખતે જયની લાગણીઓનું ખૂબ સન્માન રહે એ રીતેુસમજાવતી, ‘જય, સાથે રહીને જ જીવવાથી પ્રેમ નિભાવી શકાય એવું નથી. અનેક ઉદાહરણો એવા છે કે જેમાં પ્રેમીઓએ એકબીજાથી દૂર રહીને પણ લાગણીનો તંતુ મજબૂત બનાવી રાખ્યો હોય છે. દૂર ચાલી જવાથી કોઈ સમસ્યાનો કયારેય ઉકેલ આવી શકે નહિ ને ઉલટાનું આપણને જ આપણો આત્મા એવો ડંખે કે પછી ભરેલા એવા કોઈ પણ ઉતાવળિયા પગલાનો અફસોસ કરવામાં જ પ્રેમ તો કયાંય ઊંડે દટાય મરે. હેતલ અનેુસુનીતા તમને ખૂબ ચાહે છે, તમે એમની જીંદગી સાથે અન્યાય કરી શકો ? હું એવું કંઈ વિચારી જ ન શકું, જય, તમે પણ કયારેય એવું ન વિચારો. સમાજની કેટલીક મર્યાદાઓ જાળવીને બધાંની વચ્ચે રહેવામાં જ સૌનું હિત સમાયેલું છે. જય હું ભાષણ નથી આપતી કે નથી તમને કંઈ ઉપદેશ આપતી પણુમને જે સાચું લાગે છે એ જ જણાવું છું. બાકી મને પણ તમને પામવાની અદમ્ય ઈચ્છા છે અને તમારી મારા તરફની લાગણીને હું સમજું છું પણ હું એ લાગણીનો ગેરલાભ ન લઈ શકું.’

દરિયાના સૂકા તરડાયેલા તળિયાને ઉભરાતી ભરતીના જળ ઢાંકી દે પછી એનું છીછરાપણું કોઈનેય દેખાતું નથી, એમ જયની અધિરાઈને સાચવીને સુમન ઢાંકી દેતી હતી. જયારે જયારે જય લાગણીના પ્રવાહમાં તણાઈને કોઈ વાત વિચારે ત્યારે સુમન પોતાની આગવી સૂઝ અને ઊંડીુસમજણશકિતને કામે લગાડે અને જયની ધસમસતી ચાહતને એુજાણે પોતાનામાં ખૂબ જ પ્રેમ થી સમાવી લે. ને આમ ને આમ એ પ્રેમની ઊંચાઈઓ વધુ ને વધુ ઊંચે ચડતી રહેતી.

કહે છે ને કે પ્રેમ અને સૂરજ કયારેય ઢાંકી શકાતા નથી હોતા, એવું જ બન્યું. સુમન અને જય કયારે એક થઈ ગયા એની તો એ બંનેને પણ ખબર પડે ન પડે ત્યાં તો તેમનાુસંબંધની જાણ સુનીતા સહિત તમામને થઈ ગઈ, ને ત્યારપછીની ક્ષણો ઝંઝાવાતી બની રહી.

સુમનનું ઘરમાં આવવું જવું બંધ થઈ ગયું. જયનું મન ડામાડોળ થઈ ગયું. તેને સમજાયું નહિ કે પોતે શી ભૂલ કરી છે ? પોતે તો સમજતો હતો કે પ્રેમ એટલે કોઈ જ અપરાધ નહિ, પણ અહિ તો આખુંય લોક અપરાધ જ ગણે છે, સુનીતા તો બહુ મોટો અપરાધ સમજે છે. અત્યંત દુઃખી થયો. કદાચ એને એ વાતનો અંદાજ જ નહોતો કે સુનીતાને આ વાતનો બહુ જ ઊંડો આઘાત લાગશે. એણે કયારેય વિચાર્યું જ નહિ હોય કે સુનીતાનો પ્રતિઘાત કેવો હશે ? એ ખૂબ વ્યથિત થયો.

એ સમજતો હતો કે આમાં સુનીતાનો કોઈ વાંકુનહોતો પણ પોતે અને સુમન પણ કયાં દોષીત હતાં ? હૃદયમાં પ્રગટેલ લાગણીઓ વ્યકત કરવી એ કાંઈ દોષ તો ન જ કહેવાય ને ? પોતે પરણેલ હતો પણ તેથી એમ ન જ થાય તેવું તેનું મનુસ્વીકારવા તૈયાર નહોતું. પ્રેમની લાગણી તો પવન જેવી મુકત હોય છે એટલે જ કદાચ પ્રેમીઓને પંખીડાં સાથે જોડીને બોલવામાં આવે છે. મુકત વ્યોમમાં કશાય બંધન વિના તેજ ગતિથી, પાંખો ફેલાવતા, મધુર ટહુકાર કરતા પંખીઓ અને દુનિયાથી નજર બચાવી ચૂપકીદીથી મળતાં પ્રેમીઓમાં ઘણીુસામ્યતાઓ છે.

જયારે જયારે એ ખૂબ ઉદાસ થઈ જાય ત્યારે ત્યારે એ ઝાંઝરીયા હનુમાન દોડી જતો. બાબાસ્વામીની સાથે સમય પસાર કરતો. એ વખતે પણ એ બાબાસ્વામી પાસે પહોંચી ગયો. બાબાસ્વામી એની દરેક બાબતથી પરિચિત હતાં. એમની વચ્ચેના સંવાદો તંદુરસ્ત રહેતાં.

બાબાસ્વામીએ એને સમજાવેલું, ‘ભાઈ, આ દુનિયામાં બધાં જ નિર્ણયો તમે તમારી દૃષ્ટિથી કયારેય ન લઈ શકો ને એમાં પણ જયારે તમારી સાથે અન્યોની પણ જીંદગીુજોડાયેલી હોય ત્યારે તો હરગિજ નહિ. જીવન ઘણીવાર માત્રુજીવવા માટે જ નહિ નિભાવવા માટે પણ હોય છે. માણસે એક નહિ પણ અનેક ભૂમિકામાં પોતાની જવાબદારીઓ નિભાવવાની હોય છે.’

અકળાયેલો જય પોતાની વ્યથા ઠાલવતો, ‘પણ બાપુ, મેં કઇ જવાબદારી નથી નિભાવી ? ને હું કયાં કોઈ જવાબદારીમાંથી છટકી જવા માંગું છું ? કાળજી રાખવી એ જ પ્રેમ છે એ વાત સ્વીકારું છું. સુનીતા અને હેતલની યોગ્ય કાળજીુપણ લઉં છું. હું તો બસ માત્ર મારો પ્રેમ ઝંખું છું, એ હું નહિ મેળવું તો નહિ જીવી શકું. બાપુ, તમારો અધિકાર હોય ને છતાં તમે એ પ્રેમ ન મેળવી શકો તો એનું દુઃખ અંદરથી બહું અકળાવનારું હોય છે. સહન થતું નથી. હું માનું છું કે હું સુમનુસાથે ખૂબ સુખી રહી શકીશ. સુનીતા અને હેતલની જવાબદારી પણ હું જ નિભાવીશ, એમને ઓછું નહિ આવવા દઉં. છતાંયે મારો કંઈ વાંક ? મને શા માટે અવગણવામાં આવે છે ? મનેુસમજાતું નથી કે મારાથી શો અપરાધ થયો છે ? બાપુ હું નિર્દોષુછું.’

બાબાસ્વામી સમજાવતા રહ્યાં, ‘સમાજમાં અસંખ્ય ઘટનાઓ એવી બનતી હોય છે કે જેમાં નિર્દોષ હોવું પૂરતું નથી હતું. કેટલીયે બાબતોમાં તો નિર્દોષ સાબિત પણ થવું પડે છે, જે તને નહિ ગમે અને તું સાબિત કરી પણ ન શકે કે તું નિર્દોષ છે. એટલે એવા પ્રતિરોધના વિચારોને જ તું છોડી દે અને તારી અંદર જો સાચો પ્રેમ હશે તો એના વડે તું આપોઆપ નિર્દોષુસાબિત થઈ આવીશ, તારા પ્રેમને જ એટલી ઊંચાઈ પર લાવી દે કે એની પવિત્રતા અને સુઘડતા સૌ કોઈને ઉડીને આંખે વળગે, પછી કોઈ એ મહાન ચાહતની સામે ઊંચી આંખ પણ નહિ કરી શકે. મારી વાત માન ભાઈ, હું માત્ર તારું કે તારી પત્ની અને પુત્રીનું ભલું નથી ઈચ્છતો પણ તું જેને ચાહે છે એ સુમનનું પણ એમાં જ ભલું સમાયેલું હોય શકે છે. બાકી તારી મરજી.’

જયને લાગ્યું કે આજે પહેલીવાર બાબાસ્વામીએ એને સંતોષકારક કે અપેક્ષિત ઉત્તર નથી આપ્યો. એમની વાતોની જય પર કોઈ ધારી અસર ન થઈ, ઉલટાનું એનું મન વધુ ને વધુ ચકરાવે ચડવા લાગ્યું.

એ જ મોડી રાત્રે જયે આવેશભર્યો નિર્ણય લઈુલીધો હતો. કદાચ ઘર છોડીને સુમન પાસે પહોંચી જવું હતું. આવેગો અને આવેશોમાંથી એ મુકત થઈ શકતો નહોતો. એનું અંતર એને સુમન તરફ ખેંચ્યે જતું હતું. એ મોડે સુધી જાગતો રહેલો.

મોડી રાત સુધી વાંચન કરી રહેલી હેતલે વાંચવાનું બંધ કરી લાઈટ બંધ કરી ને સૂઈ ગઈ પછી થોડી વારે એકદમ શાંતિથી જય ઊભો થયો ને ડ્રોઈંગરૂમમાં ટેબલ પાસે બેસી કંઇકુલખ્યું, પછી સોફા પર બેસી ફોન ઉચક્યો, સુમનનો નંબરુલગાવ્યો, ને પોતાના જ કાનને ન સંભળાય એટલા ધીમા અવાજે બોલ્યો, ‘સુમન... સુમન, હું...-’

ત્રીજી ક્ષણ

ત્રણ સેકન્ડ તો પળવારમાં વીતી ગઈ, ...જે રીતે એ રાત એક સપનાની જેમ વીતી ગઈ હતી, એમ જ ! સવારે હેતલ જયને જગાડી રહી હતી, ‘પપ્પા, પપ્પા, જાગો હવે, સવાર થયું. તમેય કેવા બેદરકાર છો ? આ બેન્કનું એ.ટી.એમ. કાર્ડ બહાર ટેબલ પર રખડતું મને મળ્યું ! આમ તે કાંઈ ચાલે ?’

આંખો ચોળતા જય ઊઠ્યો. રાતના બનેલી ઘટના એની આંખોમાં બાઝેલી હતી. એ ખૂબ અસ્વસ્થ જણાતો હતો. મન પરનો થાક એના ચહેરા પર સ્પષ્ટ વરતાતો હતો. એને યાદ આવ્યું કે પોતે રાત્રે બેન્કનું એ.ટી.એમ. કાર્ડ ટેબલ પર જ ભૂલી ગયો હતો. એનું દિલ એકદમ વ્યાકુળ હતું. એ ઊભો થયો પણ એનું કણસતું શરીર એનો સાથ નહોતું આપતું. એ સૂતો રહ્યો, ઉંઘથી સમસ્યાઓ ઓછી થઈ જતી લાગતી. સમસ્યાઓથી બચવાનો એક અત્યંત લોકપ્રિય માર્ગ છે અને તે ઉંઘતા રહેવાનો. તેથી જય સમસ્યા ગળી જનાર ઉંઘરૂપી ગોળી લેતો રહેતો. અને જાગી જવાની બીક લાગતી. જાગવાથી પાંપણ પર બાઝેલા સપનાઓ ખરી પડવાની બીક રહેતી. ખૂબ જતનથી તેણે સપનાઓ વાવેલા. પૂરીપૂરી માવજત કરેલી. સપનાઓને ફરતી એક સંરક્ષણ વાડ પણ એણે બનાવેલી. સપનું સાર્થક કરવા માટે તે આકરામાં આકરી કિંમત ચૂકવવા પણ તૈયાર રહેતો.

એણે હળવેથી ઓરડાની બારી ઉઘાડી. એ સાથેુસૂરજના નૂતન કિરણોએ અંદર પ્રવેશ કર્યો. સામેનું વાતાવરણુજોવા લાગ્યો. એક નવો દિવસ ઊગતાંની સાથે જ લોકો પણ નવી આશાઓ સાથે જાગીને નવી સવારનું ઉમંગથી સ્વાગતુકરતાં હોય છે. શાકભાજીની લારીઓવાળા તાજાં શાકભાજીુલઈને જતાં હતાં, કોઈ છકડાવાળો પોતાના છકડાંમાં દૂધના કેન ગોઠવી રહ્યો હતો. ચોકમાં બનેલી બાપાની મઢૂલી પરની ધજા ચમકતી ફરકતી કોઈ સંકેત આપતી જણાતી હતી. આખી રાત ભસીને થાકી ગયેલું શેરીનું કૂતરું હજી નિંદર માણતું હતું. બાપાની મઢૂલીની ફરફરતી ધજાની પછવાડે દૂર દૂર દેખાઈ રહેલું મણીકાકાનું એટલે કે સુમનનું ઘર; સુમન જાગી હશે ? જયને પ્રશ્ન થયો. અત્યારે તે શું કરતી હશે ? માણસની એ પ્રકૃતિ છે કે જે સવાલનો જવાબ એ મેળવી ન શકે એનો જવાબ જાતે શોધવાને બદલે એ સવાલ બીજા અનેક પ્રશ્નો તરતાં મૂકવા માંડે. પ્રશ્નોનું અમીબાના કોષની જેમ વિભાજન થવા માંડે, ને એનું પરિણામ જય જેવા સંવેદનશીલ માણસે તો ભોગગવું જ રહ્યું. એને રાતની ઘટના ફરી યાદ આવી, ભૂલ્યો જ નહોતો.

નવી હવાની તાજગી અનુભવવાની જયને કદાચુઇચ્છા નહોતી એટલે બારી બંધ કરી. ફરી પલંગ પર સૂનમૂન બેસી ગયો. પાસે આજનું અખબાર પડ્યું હતું પણ એ લઈનેુએને વાંચવાની ઈચ્છા થઈ નહિ.

‘આજે ફરી પાછો એ જ દુખાવો છે કે શું ? પેરાસીટામોલ લઈ લેવી છે, અરધી ?’ પરિસ્થિતિને પોતાની નજરે તોળી લીધાં પછી સુનીતાએ કહ્યું, ‘આ તમારું તો શરીર છે કે બીમારીઓનો શંભુમેળો ? રોજ ઊઠીને કોઈ નવો વાયરસ આવ્યો જ સમજો. હેતલ, તારા પપ્પાને દવા આપ. પછી તમનેુસારું લાગે તો આ કપડા સૂકવવાની દોરી તૂટી ગઈ છે, સરખી બાંધી દેજો.’ કહેતાં સુનીતા, પોતાનો રોલ પૂરો કરી ઉતાવળે પગલે સ્ટેજ પરથી દોડી જતાં નવાસવા નાટ્યકલાકારની જેમ ચાલી ગઈ. વળતો કોઈ જવાબ સાંભળવાની એને ફૂરસતુનહોતી. કદાચ એણે હમેશા આ જ પ્રમાણે જયના બધાં જ દુખાવા માટે એક જાતની પેરાસીટામોલ આપ્યા કરી છે ! ...ક્યારેક અરધી તો ક્યારેક આખી !

હેતલે જયને દવા આપી. જયે એ દિવસે નોંધ્યું કે હેતલ તેનું બહુ જ બારીકાઈથી નિરીક્ષણ કરી રહી હતી. દવા આપ્યા પછી પણ હેતલ તેની પાસે આવીને બેસી. જય પોતે જ એટલો અસ્વસ્થ હતો કે એ હેતલની વર્તણૂંક વિશે બહુ વિચારી શકે તેમ નહોતો. હેતલ એના તરફ તાકી રહી હતી. તેને પપ્પાુસાથે કંઇક વાતો કરવી હતી પણ કોઈ કારણસર તે બોલી શકતી નહોતી. થોડીવારે હિંમત કરી ને બોલી, ‘પપ્પા... પપ્પા...’

જયને તેના અવાજમાં ભીનાશ અનુભવાઈ. એ હેતલ સામે જોઈ રહ્યો. હેતલ આગળ કંઈ કહે એ પહેલાં જ એની મમ્મીએ એને કોઈ કામ માટે બૂમ મારી એટલે ‘આવું છું મમ્મી’ કહેતાંક ને એ ચાલી ગઈ.

...મંદિર હજુ ઘણે દૂર છે, કાયમનો રસ્તો કહી શકાય છતાંય જયને આ રસ્તો અજાણ્યો અજાણ્યો લાગતો હતો.

ત્રીજી સેકન્ડમાં એને એ રાતની વાત યાદ આવી ન આવી નેુસપનાની જેમ દૂર ચાલી ગઈ...

પછી તો ફરી પાછું બધું પૂર્વવત્‌ થતું ચાલ્યું. હા, જયને પોતાની જાત સંભાળતાં ખાસ્સો એવો સમય લાગેલો પણ એ તો એની તાસીર જ એવી છે તો કોઈ શું કરે ? જયની રગોમાં દોડતાં લોહીનું દબાણ આમ જ વધઘટ થયા કરે.

વર્ષો વીતતા ગયા. હાઈસ્કૂલમાંથી કોલેજમાં આવી ગયેલી હેતલ યુવાન થઈ ગઈ. સુનીતાને તો કોલેજમાં જતાં પહેલાં જ એના લગ્ન કરી નાખવા હતા, કહેતી, ‘બાર ધોરણુભણ્યા બહુ થયું હવે છોકરીને પરણાવી દઈએ. ભણેલી તો હું પણ છું તો શું કામ લાગ્યું ? ને કોલેજમાં તો ભણતર કરતાં નડતર વધુ હોય છે.’ પણ જયે સુનીતાની વાત ન માની ને હેતલની ઈચ્છા મુજબ એને કોલેજમાં દાખલ કરી દીધી.

પણ એક દિવસ સુનીતાનો ડર સાચો પડતો જણાયો. જય ટહેલવા નીકળ્યો હતો ને કોઈ યુવાન સાથે સ્કૂટર પર હેતલ નજરે ચડી ગઈ. પહેલાં તો જય ને જબરજસ્ત આંચકોુલાગ્યો પણ પછી જરા શાંત ચિત્તે વિચાર્યું, એને થયું કે આ વાતુસુનીતાને તો ન જ કહેવાય, નહિ તો એ તો રજ નું ગજ કરે એવી છે. જયને કદાચ વધુ આનંદ એ વાતનો હતો કે હેતલે કોઈ બાઇક પસંદ કરવાને બદલે મામૂલી સ્કૂટર પર પોતાની પસંદગીુઢોળી હતી. છતાં છોકરા વિશે પૂરી માહિતી મેળવ્યા વિના કશું થઈ શકે નહિ એમ વિચારી એણે થોડાં જ દિવસોમાં એ યુવાનની વિગતો મેળવી લીધી. નામ હતું ચિરાગ ને નજીકની કોલોનીમાં રહેતાં એક સામાન્ય પરિવારનો પુત્ર હતો. હેતલ કરતાં અભ્યાસમાં બે વરસ આગળ હતો, ભણતર પૂરું કર્યા પછી હવે નોકરીની શોધમાં હતો પણ નોકરી આસાનીથી મળી શકે એવું મૅરિટ એ ધરાવતો નહોતો.

એક દિવસ ચૂપચાપ જય પહોંચી ગયો એ યુવાનના ઘેર, અને એના મા-બાપને મળ્યો. જયે તો બિલકૂલ નિખાલસ ભાવે પોતે આ સંબંધને મંજુર કરવાની તૈયારી બતાવી પરંતુ યુવાનના મા-બાપ જરા અક્કડ વલણ ઘરાવતાં હતાં.

ન તો ચિરાગના પિતાએ કોઈ ઉમળકો બતાવ્યો કે ન તો પરિવારના કોઈ બીજા સભ્યોએ એમના આગમનને કોઈ મહત્ત્વ આપ્યું.

એટલું જ નહિ પણ ચિરાગના પિતાએ તો એમને ત્યાં સુધી કહ્યું, ‘તમે એ જ જય છો ને જેનું નામ આજે પણ પેલી સુમન સાથે લેવાય છે ? તો આજકાલ કયાં સુધી પહોચી છે તમારી એ લવસ્ટોરી ?’

જયને જવાબ વિચારતાં વાર લાગી એટલે એ વિલંબને એની વિફળતા ગણીને તેઓ ફરી બોલ્યા, ‘મિ.જય, દરકે લવસ્ટોરી હકીકત નથી બની શકતી મારા ભાઈ. મારો ચિરાગ ને તમારી હેતલ તો હજુ બહુ નાના કહેવાય, આ બધી બાબતો માટે એ બહુ નાદાન કહેવાય, એમને શી ખબર પડે દુનિયાદારીની ? જો કે આ બધી સમજણની તમારી પાસેથી અપેક્ષા રાખવી એ પણ વધુ પડતું જ કહેવાય કારણ કે હજુ તો તમે જ તમારી સ્ટોરી પૂરી નથી કરી, ખરું ને ?’

જયને જાણે આંચકો લાગ્યો, એ વિચારમાં હતો ત્યાં ફરી ચિરાગના પિતા બોલ્યા, ‘ભલા માણસ, આજના જમાનામાં પ્રેમ એ બહુ આઉટડેટેડ ચીજ છે, કદાચ યુવાનો પણ પ્રેમને એક ફેશનથી વધુ મહત્ત્વ હવે નથી આપતાં ને તમે આ વાતને ગંભીર સમજી લીધી ! તમારી ભાષામાં સમજાવું તો અત્યારના યુગમાં પ્રેમ એ તદૃન અપ્રસ્તુત છે એમ હું તો સમજું છું. ને વહેલા મોડું કદાચ તમને પણ સમજાશે, ...સુમન જુસમજાવી શકશે, બરાબર ને ?’

જય બોલ્યો, ‘આપની વાત કદાચ સાચી હોઈ શકે છે, પણ યુવાનોને સમજવા એ પણ આપણી પહેલી ફરજ છે એમાંય વાત જયારે આપણાં જ યુવાન સંતાનોની હોય. તમે શું એવું ઈચ્છો કે જે રીતે મારું નામ તમે લીધું એ જ રીતે આપણાુંસંતાનોનું પણ નામ લોકોના મોઢે ચર્ચાતું રહે ? કાલ સવારેુહેતલ અને ચિરાગ કોઈ અણસમજભર્યું પગલું લે તો એમાં આપણે જ જવાબદાર ગણાઈશું. જે સમાજના ડરથી આપણે કોઈ કાર્ય કરતાં પણ ડરીએ એ ન કરવા બદલ સમાજ તમારી પીઠ કયારેય થાબડશે ? નહિ જ. તો શા માટે સમાજથી ડરીને આપણાં બાળકોની જીંદગીને નિરસ બનાવીએ ?’

પછી જરા અટકીને જય ફરી બોલ્યો, ‘તમે જ કહ્યું ને મારું નામ આજે પણ સુમન સાથે લેવાય છે, તો જણાવી દઉં કે એ વાતનો મને ખૂબ જ ગર્વ છે. હું કયારેય દુનિયાથી ડરીનેુજીવ્યો નથી ને જીવીશ પણ નહિ. આ મારી અંગત બાબત છે. તો તમે પણ યાદ રાખશો કે આજે પણ સુમન સાથે મારું નામ છે તો છે, અને કાયમ રહેશે. ને હા, જો ચિરાગ અને હેતલ લગ્ન કરવા ઈચ્છતાં હશે તો હું એમને પૂરો સાથ આપીશ, એમનેુભેગા થતાં કોઈ અટકાવી શકશે નહિ.’ કહીને જય ઊભો થયો. ચિરાગના પિતાએ જવાબ આપ્યો, ‘તો જતાં જતાુંએ પણ સાંભળતાં જાવ મિ.જય, કે તમારી એ ઇચ્છા કયારેયુપૂરી થશે નહિ. તમે સુમનની જીંદગી બગાડી એટલે શું મારે પણ મારા દીકરાનું જીવન બગાડવું ? તમારા કારણે સુમન આજુસુધી પરણી શકી નથી, તમે જ એને જીંદગીના અંધારા કૂવામાં એકલી ફેંકી દીધી છે જયાં એને તમારા સિવાય કાંઇ જ દેખાતું નથી. ચિરાગ એવો પાગલ હરગિજ નથી, તમે જઈ શકો છો.’

કંઇક નારાજગીથી અને કંઈક અપમાનિત થઈને જય ત્યાંથી પાછો ફર્યો. તેના મગજમાં ચિરાગના પિતાના વાક્યોુસતત ઘૂમરાતાં રહ્યાં. એ વિચારતો હતો કે મારા કારણે જ તોુસુમન પરણી શકી નથી, પરિવારના આટઆટલા દબાણ છતાંયે એ પરણવા તૈયાર થઈ નહોતી. ને હું પણ કયાં એને અપનાવીુશક્યો છું ? ખરેખર મેં જ એને એકલતાના અંધારા કૂવામાં તરછોડી દીધી છે. એનો શો વાંક હતો ? ના તો હું એને અપનાવી શકયો કે ન તો એને મુકત કરી શકયો. એક એવા મુકામ પર એ આવી ગઈ કે જયાંથી એ ન તો પાછી ફરી શકે કે ન તો બદનામીને અટકાવી શકે. મેં આ શું કર્યું ? શું આ ગુનો હતો ? ને હતો તો પણ એનું ફળ આ બાળકોને ભોગવવાનું ?

જયનું મન ખિન્ન થયું ને એ તરત જ સુમનને મળવા પહોંચી ગયો. જો કે એને ખાતરી હતી કે તે આજે પણુસુમનને સમજાવી શકશે નહિ. એણે સુમનને બધી જ વાત કરી. જયની ઉદાસીને સુમન હંમેશા ઓળખી જતી, ચહેરાુપર હળવાશ લાવીને એ બોલી, ‘કોઈ ગમે તે કહે તેમાં આમુઉદાસ થઈ જવાનું ? જય, તું જ કહે છે કે હું દુનિયાથી ડરતો નથી તો વળી દુનિયાની આવી વાતોની મન પર અસર થવા દેવાની હોય ? ને આવું કયાં પહેલીવાર થયું છે ? વિચાર, આવું તો આપણે અનેકવાર સાંભળીએ છીએ, સમાજને આદત હોય જ, આવું બધું તો ચાલતું રહેવાનું, એમાં આમ નિરાશ થવાની જરૂર નથી. દુનિયા એમ સમજે છે કે આપણે વિખૂટા છીએ, પણ જય આપણે તો વિયોગમાં પણ યોગ માણીએ છીએ.’

‘સુમન, હું સમાજથી ડરતો નથી એ ખરું પણ એ બાબતને સાચી પાડવા માટે તારી જીંદગીને કેવી એકલવાયી બનાવી દીધી છે ? તને મેં શું આપ્યું ? તેં મને હમેશા હિંમત આપી છે ને તો પણ તેં જ મને હંમેશા સમાજ સાથે લડતો પણ અટકાવ્યો છે, કોના માટે ? તેં હંમેશા હેતલ અને સુનીતાનો જ વિચાર કર્યો પણ સુનીતાએ તારા માટે કેવું વિચાર્યું ? સુનીતાએ તારા પર કયો ઉપકાર કર્યો છે કે તું એની પાસેથી મને છીનવવાુનથી માંગતી ને એની ગુનેગાર બનવા નથી માંગતી ? ને જે તારો જ અધિકાર છે એમાં વળી છીનવવાનું પણ કયાં આવ્યું ? એમાં કયો ગુનો છે ? કોના માટે સમાજની તેં આટલી ચિંતા હમેશા કરી ? હેતલ માટે ? આજે આપણું નામ સાથે બોલાતું હોવાને કારણે તો એની જીંદગી ઉપર પ્રશ્નાર્થ આવી પડયો ? આવું શા માટે ? એક પ્રેમ બીજા પ્રેમને અટકાવી શકે ? આનું જ નામ સમાજ હોય તો શું કરવું આ સમાજનું ? સુમન સુમન, તું પરણી જા, પ્લીઝ હવે તો પરણી જા, હું આ રીતે તો તારી, હેતલની, ચિરાગની, સુનીતાની, ન જાણે કેટલાયની જીંદગી બગાડ્યા કરીશ તો મારી જાતને ક્યારેય માફ નહિ કરી શકું, ક્યારેય નહિ.’

જયની આંખમાં આવી ગયેલા આંસુઓને લૂછતાુંસુમન બોલી, ‘બસ, મને તારી આ જ આદત નથી ગમતી, દરેક વાતમાં નેગેટિવ વિચારવાની તારી આ આદત હું કયારે છોડાવી શકીશ ? તેં મને ખૂબ જ પ્રેમ આપ્યો છે જય, હું તારી પાસેથી પામી છું એ ખજાનો તો અમૂલ્ય છે. ને બરાબર સાંભળ, હવે તું હેતલની ચિંતા છોડી દે, એ મારી પણ વહાલસોયી દિકરી છે. ચિરાગ અને હેતલને પરણાવવાની જવાબદારી મારી, આપણું નામ એને આડે આવવાને બદલે એની સાથે આપણો પ્રેમ રહેશે એ હું સાબિત કરી આપીશ, જય મારો સાથ આપીશ ને ?’

જીંદગી જીવવાનો નવો અભિગમ, નવો ઉમંગ અને નવો જોશ મેળવીને એ સુમનને ત્યાંથી નીકળ્યો. જયારે જયારે આ અધીરો માણસ નાની શી વાતમાં નિરાશ થઈ જતો ત્યારે ત્યારે આ રીતે એ સુમન પાસેથી અને બાબાસ્વામી પાસેથીુજીવનમાં રહેલી અખૂટ શકિતઓનો, આશાઓનો ખજાનો મેળવતો અને પછી મળેલી એ નવી દૃષ્ટિથી જીવન જીવવાનોુપ્રયત્ન કરતો.

એ દિવસે એને બાબાસ્વામીએ બહુ સરસ વાતુસમજાવેલી, ‘દુનિયામાં એવો કોઈ માણસ નથી જેને દુઃખ ન હોય, એવું કોઈ નથી જેની નજર સામે પોતાના સપના તૂટ્યા ન હોય. તો પણ લોકો જીવે છે, સંઘર્ષો કરીને પણ જીવતા રહે છે, એમનામાં આશાઓ ભરેલી હોય છે, એક નવી સવારની એક નવા સૂરજ માટે લોકોમાં આશા હોય છે. જો એવું ન હોય તોુજીવન થંભી જાય, પણ એવું થતું નથી. દરેક નવી સવાર કોઈને કોઈ શુભસંદેશ લઈને જ આવે છે, જરૂર હોય છે માત્ર એને ઓળખવાની, એ સંદેશ વાંચવાના દૃષ્ટિકોણની !’

જય ચિરાગના ઘેર જઈ આવ્યો એ વાતની જયારે હેતલને જાણ થઈ કે તરત જ એ પપ્પા પાસે ઢગલો થઈ ગઈ, ‘પપ્પા, પપ્પા, તમે ચિરાગના ઘેર ગયાં હતાં ? ત્યાં શા માટેુગયા હતાં ?’

જયે હેતલને કહ્યું, ‘મારી દીકરીની પસંદગીને હું અન્યાય કરવા નહોતો માંગતો બેટા, ચિરાગ સારો છોકરો છે પણ એના મા-બાપને તમારો સંબંધ મંજુર નથી. તારી શી ઇચ્છા છે ? ચિરાગ શું કહે છે ? તમે બંને સમજીને જે નિર્ણય કરો એુમને કહેજો. હું તમારી સાથે હોઈશ.’

‘પપ્પા, ચિરાગના ઘરના લોકોનો સ્વભાવ હુુંજાણતી હતી એટલે તો તમને કહેવાની હું હિંમત ન કરી શકી. કોઈ પણ દીકરી આ રીતે પોતાના પિતાનું અપમાન સહન ન કરી શકે. પપ્પા, તમારે ત્યાં જવાની જરૂર જ નહોતી.’ હેતલના

સ્વરો ભીના ભીના, લાગણી નીતરતા હતાં. પપ્પાનો સધિયારો મળતાં એણે નીચી નજરે કહ્યું, ‘પપ્પા, ચિરાગ તો એનું ઘરુછોડવા પણ તૈયાર છે, પણ મમ્મીનો સ્વભાવ તો તમે જાણો છોુને ?’

જયે હેતલના માથે હાથ મૂક્યો. સુનીતા એ વખતે આવી પહોંચી, ‘શું છે મારા સ્વભાવને ? હું ગાંડી લાગું છું ? ના, ના, તમે બાપ-દીકરી મને પાગલ જ સમજો છો ? ને તમેય શું આવડી ઉંમરેય દીકરીને સારા સંસ્કાર આપવાને બદલે સાવ આવી વાતો કરો છો ? સુમન ન ભુલાઈ શકે તમારાથી તો એમાં હું શું કરું ? ને વાત તો જરા સમજો કે આ ચિરાગને અત્યારે શું કામ-ધંધો કે નોકરી છે ? ઘર છોડીને જશે તો કયાં જશે ? શું ખાશે ને શું મારી દીકરીને ખવરાવશે ?’

જયે અને હેતલે એકાદ નાનકડી દલીલ કરી જોઈ પણ ત્યાં તો વણસેલી સુનીતાએ પોતાની આખરી વાત કહી દીધી, ‘હું કાંઈ ન જાણું, ચિરાગ સાથે મારી દીકરીનું લગ્ન મારી મરજી વગર થવા નહિ દઉં, અને જો મારી વાત નહિ માનો તો હું મારો જીવ આપતાં અચકાઈશ નહિ.’

વાત આટલી આગળ વધી જશે એની કોઈને કલ્પના નહોતી એટલે જય અને હેતલ તો સુનીતાના આવા આકરા પ્રત્યાઘાતથી ડઘાઈ જ ગયા. જયની સમજાવટથી હેતલ પણ બધું જ ભૂલીને પોતાના કામમાં પરોવાઈ ગઈ.

...પગમાં એક ઠેસ લાગી. લાકડીને ટેકે ઊભા રહી પગને સહેજ રાહત આપવા કોશિશ કરી, પછી મનોમન હસીુપડેલો જય વિચારતો હતો કે જીવનમાં કેટલીયે ઠેસ વાગી છે, દરેક વખતે લાકડીનો સહારો મળી જ જાય એવું કયાં બનતું હોય છે ? ને તોયે જીવન ચાલ્યું છે, અટકાવી શકાયું નથી. જીવનની રફતાર ન્યારી છે, એને કયારેય કોઈ રોકી શકતું નથી હોતું.

આકાશ તરફ નજર જતાં જ જયે વાદળા જોયા. ધોળા-ધોળા રૂ જેવા પોચા-પોચા ને નરમ-નરમ ઉતાવળા-ઉતાવળા વાદળા જ વાદળા... અરે ? આ વાદળા ધીરે ધીરે કાળાશ કેમ પકડતા જાય છે ? જયને થયું કે આજે સાંજે કોઈ વિનાશક તોફાન મચાવી દેવાની તૈયારીમાં તો આ વાદળા નથી લાગી ગયા ને ! કોઈ ભયંકર ઝંઝાવાત ? ઝં..ઝા..વા..ત... ?

ફરી ચાલવા માંડ્યો. ઝાંઝરીયા તરફનો રસ્તો એકદમ સાફ હતો. તેની આંખો ચશ્મા સોંસરવી નજર ફેલાવી પેલી બાઇકને શોધવા લાગી, તેને થયું ત્રણ સેકન્ડ તોુપળવારમાં વીતી ગઈ !

ચોથી ક્ષણ

ચોથી સેકન્ડમાં લાકડી અને જાત સંભાળીને ફરી જયે ચાલવાનું ચાલુ કર્યું. પણ એની ગતિ થોડી ધીમી પડી હતી. રસ્તા પર ચશ્મા સોંસરવી ફેલાયેલી તેની વેવલી નજર હજુ પેલા હોન્ડાસવાર પર જ હતી.

જયે હમણાં જ વાગેલી ઠેસ ભૂલવા પ્રયત્ન કર્યો ને ભૂલી પણ શકયો પણ એને થયું કે જે લોકો આવી ઠેસ ભૂલી નહિ શકતાં હોય એમને શું થતું હશે ? કયારેક કોઈક મામૂલી ઠેસ પણ કોઈ અજાણ્યા દર્દને જગાવી દે છે ત્યારે ? મનુષ્યુલાખ કોશિશ કરે અતીતને ભૂલાવી શકાતો નથી હોતો. ને ભૂલાવી દેવાથી અતીતનું પોતાનું જે આગવું અસ્તિત્વ હોય છે એ તો વહેલામોડું અનેકગણું મોટું થઈને ફરી નજર સમક્ષ ખડું થવાનું જ ! એનો સામનો તો કરવો જ પડે છે.

થયું પણ એવું જ, ચોથી સેકન્ડે વાગેલી ઠેસે જયને એના જીવનની એકસામટી અનેક ઠેસની પીડા ઉપસી આવી. અનેક વેદનાઓના સણકાઓ મગજ સુધી આવવા લાગ્યા.

રગોમાં આવી પીડાઓની દોડધામ વધી જવાથી જ એકવાર ડૉ. પટેલે એમને ચેતવણી આપી હતી, ‘જુઓ જયસાહેબ, હવે તમારું બ્લડપ્રેશર અનિયમિત થતું જાય છે. પહેલી વાત એ કે મેં લખી આપેલી ગોળી હમેશા લેવાનું કહ્યું હતું પણ મને ખાતરી છે કે તમે નિયમિત દવા લીધી નહિ જ હોય. ને બીજી વાત એ કે બધી જ ચિંતાઓને છોડી દો. જેટલું ટેન્શન ઓછું એટલું હૃદય પરનું જોખમ ઓછું.’

જયે હસીને જવાબ વાળ્યો હતો, ‘હું બેદરકાર નથી ડૉકટર, પણ એટલો નિયમિત પણ નથી રહી શકતો કે જોઈએુએવી પરેજી પણ પાળી શકતો નથી. શું થાય ? જીંદગી ચીજ જ કંઇક એવી છે કે એની ગતિઓ અને વિધિઓ સમજવામાં જ એ પસાર થઈ જાય છે, તો પછી આ નસોમાં વહેતા લોહીની આડીઅવળી ગતિઓને શી રીતે સમજી શકાય ? ચાલ્યા કરે એુતો બીજું શું ?’

ડૉકટર એના શરીરની જ નહિ એના મનની પણ તાસીર જાણતાં હતાં એટલે એની સાથે વધુ કોઈ દલીલબાજીમાુંઊતરતાં નહિ, માત્ર એટલું કહેતાં, ‘જુઓ મારાભાઈ, હું ફિલોસોફી ભણ્યો નથી એટલે હું વાતને સીધી રીતે જ કહી શકીશ. આ બ્લડપ્રેશરની દવા હવે તમારે નિયમિત રીતે લેવી જ પડશે.’ પછી સુનીતાને પણ કહેતાં, ‘ભાભી, તમારે આને દવાુલેવાનું યાદ કરાવવું પડશે. નહિતર આ મહાશય એટલો ઉપકાર પણ આપણાં ઉપર નહિ કરે.’

સુનીતાને બોલવાના આવા અવસરોની ખૂબ જ જરૂર રહેતી હોય છે, ‘જુઓને સાહેબ, એમનું તો પહેલેથી જ આવું રહ્યું છે. દવા તો એક બાજુ રહે, ખાવા-પીવાનું યે ટાઈમસર કયારેય એને યાદ આવ્યું છે કે નહિ એટલું પૂછો ! જમવામાં જેટલા કોળિયા ચાવતા નથી એનાથીયે વધુ વિચારો વાગોળ્યા કરતા હોય છે. શરીર પણ વિચારોમાં જ ખવાઈ ગયું છે. માણસને પોતાની જાતનીયે ફિકર ન હોય તો અમારી બધાની એ કેવી ફિકર કરતાં હશે વિચારો.’ પછી એ પણ જયને ઠપકો આપવા પ્રયત્ન કરે અને એ વખતે બને એટલી મીઠાશ લાવવા પણ કોશિશ કરે, ‘હવે સાંભળ્યું ને તમે ? ડૉકટરસાહેબે શું કહ્યું ? અમારી સૌની જરાપણ ચિંતા હોય તો દવા ટાઇમસર લેતા રહેજો, નહિતર...’ પછીના શબ્દોને કદાચ ડૉકટરની હાજરીનીુસભાનતા હોવાને લીધે મૌન રહેવા મજબૂર થઈ જવું પડ્યું હોયુછે, જે ડૉકટરના જવાની જ રાહ જોતા હોય અને એમના ગયા પછી તરત જ એ શબ્દો મોકળા મને ખીલી ઊઠ્યા હોય.

પછી તો ડૉકટરના નામે કેટલીયે લાંબી લાંબી વાતો, શિખામણો સુનીતા આપવા લાગે, ‘આજકાલ તો દવાનાયે કેવા ખર્ચા થાય છે, જુઓને આ તમારી દવાના દર મહિને આટલા બધા રૂપિયા થઈ જાય છે. તોયે તમારા પગારમાં વધારો થતો નથી. શું કરવું ? તમારી નોકરી જ એટલી મામૂલી છે કે એમાં વધારાની આવકની આશા રાખવી જ સાવ નકામી છે.’

જીવનમાં જ પ્રેમને જ સર્વસ્વ માનીને જીવ્યો, તો પ્રેમમાં જ એનું સર્વસ્વ છીનવાઈ ગયું હતું. વનિતાના પ્રેમનેુપામવા ઉચ્ચ ભણતર અધવચ્ચે અટકાવી કોઈ સાદી નોકરી કે ધંધો શોધવા કેવા કેવા પ્રયત્નો કરવા પડ્યા હતાં ? છતાંયે કોઈ શોર્ટકટ મળી નહોતી. સુનીતાની વાત સાવ સાચી હતી, તેની નોકરી સાવ સામાન્ય જ કહેવાય. આ મામૂલી નોકરી સ્વીકારીુલેવી પડી હતી. બંને બાજુ વડિલોના વિરોધ વચ્ચે ચક્રવ્યૂહમાંથી નીકળવા જયે એની તેજસ્વી કારકીર્દિનો ભોગ આપ્યો હતો. ને અંતે શું મળ્યું ? ન તો વનિતા મળી કે ન તોુસાચો પ્રેમ મળ્યો. ને જીવનનો સુવર્ણકાળ ગુમાવી દીધો.

સર્વસ્વ માટે સર્વસ્વ હોડમાં મૂકી દેવું પડતું હોય છે ! તોયે છેવટેુસર્વસ્વ ગુમાવી દેવું પડતું હોય છે.

પહેલી ઠેસ ત્યારે વાગેલી જયારે વનિતાએ એને કશાય કારણ વગર સાવ અચાનક જ તરછોડી દીધો હતો. નહિ તો એ વનિતાને એણે નિર્મળ પ્રેમ આપવા પ્રયત્નો કર્યા જ હતાં. પણ હમેશા બનતું હોય છે એમ સાચા પ્રેમની કિમત એણે કરીુજ નહિ. એટલું જ નહિ એના સંયમને એની નિર્માલ્યતા ગણવામાં આવી. મિત્રો પણ એ બાબતે હાંસી ઉડાવતા રહેતાં. એ બરાબર સમજતો કે કેટલીક વાર તો સંયમ રાખવામાં જ

સૌથી વધુ મર્દાનગીની જરૂર પડતી હોય છે, પણ આ વાત તે કોઈને સમજાવી શકતો જ નહિ. જયારે એક જ ઝાટકે તમામુસબંધોને કાપીને વનિતા ચાલી ગઈ ત્યારે ઉદાસીના ઊંડા અંધકારમાં એ ફેંકાઈ ગયેલો. જગતના તમામ સબંધો એને ખોખલા લાગવા માંડેલા. પ્રેમની આડમાં છુપાઈને આવેલી એ છલનાને એ કયારેય ભૂલી ન શકયો. પ્રેમનો અર્થ ઓળખ્યા કે પામ્યા વગર આજનો માણસ પ્રેમમાં પડી જતો હોય છે. આ શબ્દની છડેચોક ઉડાવાતી આવી મજાક જય જેવો માણસ કેમ પચાવી શકે ? એના મતે તો પ્રેમમાં સ્વાર્થનો અરધો ‘સ્’ પણ ન હોવો જોઈએ.

...ઠેસની પીડા ભૂલવાના પ્રયત્નો સફળ થયા નહિ એટલે જયે ફરી આકાશ તરફ નજર કરી. કેટલાક વાદળાંને હમણાં હમણાં જાણે પાંખો ફૂટી હતી. પૃથ્વી પર કયાંક ખીલેલીુસંધ્યા તો કયાંક ઘેરાયેલા વાદળાઓ કોણ જાણે કોના દર્દનું પ્રતિબિંબ ઝીલવા દોડી રહ્યાં હશે ! જય ને થયું કે જેમ તરસ છીપાવવા વાદળ તરફ આશાભરી મીટ માંડીને બેઠેલા ચાતકને વાદળો છેતરે છે એમ આ બધાં વાદળો મને છેતરવા તો નથી આવ્યા ને ? કુદરત કેવો અદ્‌ભૂત ચિત્રકાર છે, એણે ઘેરાયેલા વાદળ પાછળ ખીલેલી સંધ્યાને કેવી ખૂબીપૂર્વક ગોઠવી દીધી ! ને પોતે આ વિરાટ પ્રકૃતિ પાસે કેવો વામણો પૂરવાર થઈ રહ્યો છે, ઈચ્છવા છતાં જીવનમાં એકપણ રંગ પૂરવાનું શકય જ નુબન્યું !...

તેને વાદળમાં લેયર દેખાયા. ઘાટ્ટા ઘાટ્ટા ગ્રે રંગનાુલેયરવાળા વાદળાઓ. આકાશના એ પડ જોઈને પોતાને જિંદગીના અનેક પડો જે તેને સતત સતાવતા હતા તેમાં જાણે કે રાહત મળી. થયું કે કદાચ આજે તો આ આકાશ મન મૂકીને વરસશે. અનરાધાર વરસશે. પણ સુમન મળે તો એ પોતાનો પ્રેમ વરસાવે ને... સુમનને પોતે પ્રેમની દેવી માનતો. આખાય આકાશને ઢાંકી દે તેવા ભરેલા ભરેલા વાદળા જેવી અનરાધાર વરસતી સુમન... ઓહ !

બાબાસ્વામીએ એ વખતે એને સમજાવતાં કહેલું, ‘દુઃખ કે સુખ એ કાંઈ બહારથી આવતી વસ્તુ નથી, પણ આપણી અંદર જ હોય છે. પરિસ્થિતિને પારખવાની આપણી શકિત પર જ બધો આધાર હોય છે. અહિ પણ વસ્તુસ્થિતિ પાણીથી ભરેલા પેલા અરધા ગ્લાસની વાત જેવી જ કહી શકાય. કદાચ વનિતા આજે પણ તારા કરતાં પોતાની જાતને સુખીુસમજે છે તો એનું કારણ પણ આ જ છે. એણે તને શું આપ્યું એનો વિચાર કરવાને બદલે એનામાંથી તને શું શીખવાનું મળ્યું એનો વિચાર કરીશ તો પલ્લું તારા પક્ષે નમતું જણાશે. જીવનનો ન ભૂલી શકાય તેવો ઉપયોગી બોધપાઠ મેળવ્યો છે તે, આ અનુભવને હમેશા તારી નજર સામે રાખીશ તો ફરી કયારેય દુઃખી થવાનો વારો નહિ આવે. ને તું જ કહે છે કે પ્રેમમાં કદી કોઈ બંધનો હોતા નથી, તો પછી વનિતા તારા બંધનમાં રહે એવું તો તું નહિ જ ઈચ્છતો હોઈશ.’

એ દિવસોમાં એ રોજ ઝાંઝરીયા હનુમાનજીના મંદિરે આવીને પોતાનો સમય અહિ જ પસાર કરતો. ભગવાન સાથેુલડી પડતો, ફરિયાદ કરતો. બાબાસ્વામી એની લાગણીઓને અંકુશમાં રાખવા કોશિશ કરતાં, ‘ભાઈ, એકાદ નાનકડાં દુઃખને આમ આટલું વિરાટ સ્વરૂપ આપવાની શી જરૂર છે ? જરાુવિચાર કે આ દુનિયામાં તું એક જ એવો માનવી છો કે જે દુઃખી છે ? આ સામે દેખાય છે એ હનુમાનજીને અને એના સ્વામી ભગવાન રામને કેટલાં દુઃખ વેઠવા પડયા હતાં ? જાણે છે ? જે વખતે તમારો રાજ્યાભિષેક થવાનો હોય એ જ ક્ષણે તમને ચૌદ વર્ષનો વનવાસ આપવામાં આવે ત્યારે કેવી પીડા થતી હોય છે એની તને કલ્પના થઈ શકે ? અરે જેનો જન્મ જ કારાવાસમાં થયો એવા ભગવાન શ્રીકૃષ્ણને સોળહજાર એકસોને આઠ પટરાણીઓ હતી, ને છતાંયે રાધા એમાની એક નહોતી ! તોુપણ સત્યભામા કે બીજી કોઈ રાણી સાથે જોડાવાને બદલે કૃષ્ણનું નામ તો રાધા સાથે જ લેવાય છે. કારણ ? સામે જો પગથિયા પાસે પેલો ભિખારી બેઠો છે એ કેટલો ખુશ જણાય છે? તને ખબર છે આજે એને એક પણ પૈસો મળ્યો નથી ને છતાંયે આનંદમાં શું કામ છે ? કારણ કે તે જાણે છે કે ફરી પાછો શનિવાર આવશે ને મંદિરે લોકોની ભીડ જામશે તો ફરી એનો કટોરો છલકાઈ જશે, એણે વિશ્વાસ ગુમાવ્યો નથી. ભાઈ,ુજીવનમાંથી જેનો વિશ્વાસ ડગ્યો નથી ને એને માટે બધાં જ દુઃખો તૃણવત્‌ હોય છે ને જેને જીવનમાં રહેલ અખૂટ સૌંદર્યની શકયતાઓ પર ભરોસો નથી હોતો એને માટે તરણું પણ પહાડ બની જાય છે.’

બાબાસ્વામીના મુખેથી વહેતો અસ્ખલિત વાણીપ્રવાહ જયને ભીંજવી જતો. એના મનની અંદરની જ છુપાયેલી સુંદરતા એને આ રીતે સ્વામી બહાર લાવી આપતાં.

જીવન જીવી જવા જેવું છે એ વાત એને સ્વામીજી જ સમજાવી શકયા હતાં. બાબાસ્વામી જયને માટે પ્રેરણાનો સાગર હતાં. એટલે જ જયારે જયારે જયને આવી કોઈ ઠેસ લાગતી ત્યારે ત્યારેુસ્વામીજી એને પ્રેરક વાતો કહીને જાણે મલમ લગાવી આપતાં.

બદલાવેલી કારકીર્દિને અનુરૂપ પહેલી છોકરી જયના પિતાએ એને બતાવી ત્યારે કંઈપણ વિચાર્યા વગર મા-બાપની વાતને માન્ય રાખતાં જયે સુનીતા સાથે લગ્ન પણ કરી લીધાં. જયે સુનીતાને કયારેય ઓછું આવવા દીધું નહોતું, એનીુલાગણીઓનું એ ખૂબ ધ્યાન રાખતો. ખૂબ સાચવતો એુસુનીતાને. એક કુંવારી છોકરી પોતાના મા-બાપ, ઘર-બાર બધું જ છોડીને જયારે સાસરે આવતી હોય છે ત્યારે એના પર શી વીતતી હશે એની તે કલ્પના કરી શકતો. ને આથી જ તેુસુનીતાની ખૂબ કાળજી લેતો.

બદલાયેલી પરિસ્થિતિ સાથે તેણે મન મનાવી લીધું હતું. તે વસ્નતાને ભૂલી સુનીતા સાથે પોતાના સપના પૂરા કરશે અને સુનીતા પણ પોતાને સાચવશે એમ વિચારવા લાગ્યો. દુનિયાને ફરી એકવાર સુનીતાના સંગાથે રંગીન બનાવી નાખવાના મનસૂબા સાથે જયે ફરી કમર કસી લીધી.

પણ સુનીતાની તાસીર બહુ રૂઢિગત જોવા મળી. એના વિચારો ખૂબ પાકટ હતાં. એની વાતો પરિપકવ હતી.

જાણે સાસરે રહેવા માટેની જરૂરી એવી ઠાવકાઈ એનામાં પહેલેથી જ હતી. સાસુ, સસરા, પતિ વગેરે સાથે કેવો વ્યવહાર કરાય એ તે જાણતી હતી. વહેલા ઊઠવું, ઘરનું બધું જ કામ કોઈપણ જાતની બળતરા કર્યા વગર કરવું, સૌનો સમય સાચવીુલેવો, આ બધું એને શીખવવું ન પડ્યું.

પણ ન આવડ્યું તેને જયને પામતા, જયની ખુશીઓને ઓળખતા ન આવડ્યું, જયની પસંદ-નાપસંદુજાણવાની એણે કદી પરવા ન કરી. જયને મેળવીને પણ ન મેળવી શકી. જયના સપના શાં છે એ જાણવાની પણ એનેુચિંતા ન હતી. આવી બધી વાતો તો એને વેવલી અને વાહિયાતુલાગતી હતી. જયના મનની સંવેદનાને તે પામી શકતી નહિ ને એ માટે તે આતુર પણ નહોતી. સાચા અર્થમાં સહચારિણી બનવું, નિરાંતે પાસે બેસી વાતો કરવી, કંઈ જ ફૂરસદ એને નહોતી. અને ફૂરસદ હોત તો પણ એમ વેવલાવેડાં કરવાને માટે એની કોઈ તૈયારી જ નહોતી.

જય ને પણ હમેશા એ વાતની નવાઈ લાગતી કે પોતે કોઈ તરૂણીને પરણ્યો હશે કે પછી કોઈ બીબાઢાળ સ્ત્રીને ? એને થતું કે સુનીતાનું આવું બેઠા ઘાટનું વર્તન અને વાણી એક ચોક્કસ ઢાંચામાંથી ઘડાઈને જ બહાર આવે છે. રોજીંદાુજીવનમાં ગમતી એવી અનિયમિતતા એનામાં નહોતી. એનું દરેક કામ બીબાઢાળ લાગતું, પછી એ રસોઈ બનાવવાની વાત હોય કે પછી સેકસની વાત હોય. સાડીની વાત હોય કે સાસુની વાત હોય, ભૌતિક સગવડોની ઘેલછા હોય કે પછી અનાયાસ આવતી બીમારીઓની વાત હોય, વહેવારિક પ્રસંગ હોય કે કોઈ અમંગળ ઘટના બની ગઈ હોય, સુનીતાનું વર્તન અમુક ચોખંડી બાબતોના સિધ્ધાંતોને અનુસરતું રહેતું, અને એ બધી બાબતો જયને લાંબે ગાળે સમજાઈ ત્યારે નાનકડી હેતલનો જન્મ પણ થઈ ચૂક્યો હતો !

આને અચાનક વાગેલી ઠેસ કહેવાને બદલે પોતે જ પોતાના પગ પર મારેલો કુહાડો કહેવું વધારે યોગ્ય છે એમ જયને થતું. સુનીતાનું વ્યકિતત્વ એને આ રીતે અપેક્ષિત કદાપિ નહોતું. એ જરા રોમેન્ટિક મુડ ધરાવતો હતો. પણ સુનીતા પાસે તો રોમાન્સનું પણ એક નાનકડું વણલખ્યું સમયપત્રક જેવું હતું, અમુક સમય આરામ લેવો એ સ્વાસ્થ્ય માટે જરૂરી છે એવો બોધ પણ એ સમજાવતી. અને આમેય બાળકો મોટા થતાં જાય પછીુસંયમની ક્ષમતા પણ મોટી થવી જોઈએ, વધવી જોઇએ એ પણુસમજાવતી.

સુનીતા એક ટીપીકલ ગૃહિણી જ હતી. એકવાર તે જયનું ટેબલ સરખું કરતી હતી જતી ત્યારે જય લખેલી એક ગઝલ તેની નજરમાં આવી, નામ હતું ‘મિતવા’, સુનીતાએ વાંચવા કોશિશ કરી પણ ગઝલના શબ્દો કે અર્થોમાં એ ડૂબી શકી જ નહિ. ગઝલની પંકિતઓ હતી;

કોઈને ચાહવાની એક સજા હોય છે, મિતવા !

ચાહીને છેતરાઈ જવાની એક મજા હોય છે, મિતવા !

દરેક સંધ્યા ઉદાસીની લાલાશ ભરી જાય છે આંખોમાં,

તોયે સવાર અહિ સૌની તરોતાજા હોય છે, મિતવા !

હશે સહેલા પાર કરવા એકલતાના મહાસાગરોને,

ચાર ટીપા આંખના તરવા અઘરાં હોય છે, મિતવા !

પેટાળમાં કશીક ઉથલપાથલ થઈ હશે જરૂર ‘મન’,

આંખોમાં વિનાશક સુનામીના મોજા હોય છે, મિતવા !

પૂરી વાંચી ન શકી એટલે તેણે એ કાગળને નકામો ગણી કચરાપેટીમાં ફેંકી દીધો. જય ધુંધવાઈ રહેતો. સુનીતાુસાથે સંઘર્ષ થતો પણ સંઘર્ષનું સારું પરિણામ એના હાથમાં કયારેય આવી શકતું નહિ. નાની નાની બાબતો અને વિવાદોુપણ બંને વચ્ચે ઘણાં દિવસો સુધી ચાલ્યે રાખે. એટલે મોટાભાગના સંઘર્ષો શરૂ થાય એ પહેલા જ એ પોતાની અંદર દબાવી દેતો.

બાબાસ્વામીના ઉપદેશ મુજબ જે મળ્યું છે એને જુનસીબ સમજી જીવન પસાર કરવાનું જયને ઠીક લાગ્યું એથી તે એ રીતે જીવન પસાર કરવા લાગ્યો. સમય જતાં એક ચીલાચાલુ ગૃહસ્થી એને કોઠે પડી ગઈ હતી.

...જયે પોતાની વેવલી નજર પળવાર માટે ફરી આકાશ તરફ માંડી. આકાશ તેના માટે હમેશા એક આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. અત્યારે આકાશ વધારે વૈભવી લાગતું હતું. આકાશના કયા વૈભવને નિહાળવો એ તેના માટે પ્રશ્ન હતો. થતું કે ધુમ્મસભર્યા વાદળામાં પહોંચી જાઉં કે ધૃવના તારાની પ્રેરણાને અનુસરું ? થતું કે ડૂબી ચૂકેલા સૂર્યની લાલીમાંને ગજવામાં ભરી લઉં કે સુમનના ચહેરા સમાન ઊગી રહેલા ચંદ્રનીુસુંદરતાને સરખાવું ? મનમાં જે ધારો એવો આકાર વાદળાઓ ધારણ કરી લેતાં હોય એવું જ લાગે.

ટેકરીઓની ઉપરના વાદળા જેવું જીવન હતું. બહુ નીચા ભાસતા વાદળાને પકડવા હાથ ઊંચો કરીએ અને જરાક હજી જરાક... પણ વ્યર્થ...બસ, જીવન પણ તેવું જ સુખથી દૂર... હજી જરાક જરાક હજી ...દૂર !

જયને લાગ્યું કે પોતે વાદળમાં પહોંચી ગયો છે, રૂ જેવા લાગતાં વાદળનું સફેદ ધુમ્મસ એની આંખોમાં પેસી ગયું. એને આંખમાં જરા બળતરા થઈ, સામેનું દૃશ્ય જરા ઝાંખું થયું, ધુમ્મસ સોંસરવી નજર પહોંચી ગઈ સામેથી આવતા હોન્ડા પર અને ત્યાં ઉમેરાયેલું આશ્ચર્ય પામવામાં ચોથી સેકન્ડ વીતી ગઈ.

પાંચમી ક્ષણ

પાંચમી સેકન્ડે જયની નજરે સામેથી આવતી બાઈકુપરના નવા આશ્ચર્યની નોંધ લીધી. અત્યાર સુધી ખ્યાલ ન આવ્યો પણ હવે અચાનક જયને ખ્યાલ આવી રહ્યો હતો કે હોન્ડાસવાર ડબલસવારીમાં હતો. પુરુષસહજ સ્વાભાવિક કુતૂહલ થયું, પાછળ કોઈ સ્ત્રી બેઠી હશે !

તમે રસ્તા પર જતાં હો ને સામેથી આવું કોઈ ડબલુસવારી દ્વિચક્રી વાહન આવતું હોય, ને એમાંય જો એ બાઇક પાછળ કોઈ યુવતી બેઠી હોય ત્યારે તમારી નજરમાં કેવા ફેરફારો થયા હોય છે ? ના,ના, આ પાંચમી સેકન્ડના જીવતા સમ ખાઈને કહો કે તમારી નજર એવા સમયે કોના તરફ વધારે ખેંચાઈ હોય છે ? સ્વાભાવિક છે, જયની નજરમાં પણ આ આશ્ચર્ય આવતાં જ અનેક ફેરફારો થયા. આ વાતને એટલે જ તો આશ્ચર્ય કહી શકાયું છે.

આવા આશ્ચર્યોને કારણે તો જીવનનું રહસ્ય અકબંધ જળવાઈ રહ્યું હોય છે. માણસને પહેલેથી જ કોઈ ને કોઈ આશ્ચર્યનું આકર્ષણ હમેશા રહ્યાં કર્યું હોય છે. કોઈને આકાશનું તો કોઈને પ્રકૃતિનું, કોઈને આવતીકાલનું તો કોઈને સૌંદર્યનું આશ્ચર્ય રહેતું હોય છે. ઘણીવાર તો આશ્ચર્ય જ સ્વયં એક સૌથી મોટું આકર્ષણ બની જતું હોય છે.

‘સુમન, તું પરણી જા, હું સાચું કહું છું. હું તારા વગર રહી ન શકું પણ આમ ને આમ તારી જીંદગીને અન્યાય પણ ન કરી શકું.’ ઝાંઝરીયા પાછળ આવેલ ચેકડેમની પાળ પરુટહેલતાં જયે સુમનને સમજાવતાં એકવાર કહ્યું હતું.

જયનો હાથ સુમનના હાથમાં હતો એકબીજામાુંગૂંથાયેલા અંકોડાઓને ભીંસ દઈ વધારે મજબૂત બનાવતાં સુમને જવાબ આપ્યો હતો, ‘અરે પાગલ, તું શું એમ સમજે છે કે મને કોઈ અન્યાય થઈ રહ્યો છે ? ખરેખર તો મને હવે જ ન્યાય મળી રહ્યો છે. તું જ મને આ બધી ખુશી અપાવી રહ્યો છે, મારી કેટલીુસંભાળ રાખે છે !’ પછી નાચી રહેલી આંખોમાં જરા ગંભીરતાુલાવી જયની આંખોમાં આંખો પરોવી હળવેથી બોલી, ‘મેં નક્કી કર્યું છે, હું તારી રાધા બનીને રહીશ, પણ લગ્ન માટે કયારેય નહિ વિચારું. હવે તું મારા લગ્નની વાત કયારે પણ ન વિચારતો, પ્લીઝ.’

હાથમાં પ્રસરી જતી સુમનના હાથની ઉષ્માને અુનભવતો જય કંઈ કહેવા જરૂર માંગતો હતો પણ એ ઉષ્મા અને સુમને આપેલ સ્નેહભર્યા જવાબની ખુશીમાં એના શબ્દો ગુમ થઈ જતાં હતાં.

સુમનનાં આટલા સુંદર જવાબથી એ ખૂબ જ ખુશ થઈ રહેતો. એને ખાતરી થઈ ગઈ કે સુમન કયારેય એનાથી દૂર જશે નહિ.

પણ પછી કયારેક સુમનના ઘરમાં સુમનના લગ્નની વાત ચાલતી ત્યારે વળી અધીરાઇ ભર્યો જય ઉદાસ પણ થઈ જતો. ને ફરી સુમનને પૂછતો, ‘સુમન, તારે ખરેખર પરણી જવું છે ? તું તો ના કહેતી હતી ને કેમ આ વાત ? સુમન, હું તારા વગર કેમ રહી શકીશ ? મને છોડી ને જઇશ ? મેં તો કદી વિચાર્યું પણ નથી કે તું કોઈ બીજાના નસીબમાં પણ હોય શકે. હું એ વાત કેમ સહન કરી શકું જે જે સુખના મેં માત્ર સપના જુજોયા હોય એ બધાં જ સુખ વાસ્તવિક રીતે તારી સાથે કોઈ અન્ય માણી શકે ? સુમન હું આ બધું કેમ વિચારી શકું ? મારીુજગ્યાએ તારી જાતને ગોઠવીને વિચાર ને પછી તું જ કહે ને..’ એની વાત સાંભળીને જરા મીઠા ગુસ્સામાં હસીુપડતી સુમન સમજાવે, ‘જય, મારા ઘરમાં લગ્નની વાત ચાલેુએટલે એવું માની લેવાનું કે હું પરણી જવાની છું ? ઉંમર છે તો મા-બાપ લગ્નની વાતો તો ચલાવે એમાં નવું શું છે ? તને મારા પર વિશ્વાસ નથી ? તું હમેશા અધીરો જ રહીશ ! હું તને છોડીને કયાં જઈને સુખી થઈશ ? જરા શ્રધ્ધાથી કામ લે, કંઈ જ થવાનું નથી. આ બધી વાતો તો ચાલવાની ને આપમેળે બંધ થઈ જવાની. તું આ બધી બાબતોને બહુ મહત્ત્વ ન આપ. હું તો હવે તારી જ છું ને તારી જ રહેવાની છું, નિશ્ચિંત રહેજે.’ પછી ગંભીર અને છોભીલો પડી ગયેલા જયનો ચહેરો જોઈ હસવું રોકી ન શકતી સુમન વળી એને ચીડવે પણ ખરી, ‘પણ જો મમ્મી-પપ્પા બહુ ફોર્સ કરશે તો નાછૂટકે પણ મારે પરણવું પડશે, શું થાય ? પણ હું તને બહુ મિસ કરીશ.’

અને આવા જ કોઈ વાિીંતના સમયે જરૂર પડ્યે જયની દુખતી રગ દબાવવાનું કામ પણ એ કરી લેતી, ‘જો જય, મેં તને કયારેય પુછ્યું કે મને છોડીને તને તારી પત્ની પાસે જવું ગમે છે ? તું હા કહીશ કે ના ? તારી હા-ના માં પણ પ્રેમનો પક્ષપાત તો ભળેલો જ હશે ને ? શા માટે સુનીતા આપણી વચ્ચેની અનેક વાતોમાં આવે છે ? આપણી વાતોમાુંજાણ્યે-અજાણ્યે સુનીતાનો ઉલ્લેખ થતો હોય છે ત્યારે વ્યાકુળ થઈ જતી મારી આંખોની પરિસ્થિતિનો તાગ મેળવવાનું તને કેમ કદી સૂઝતું નથી ? ઈશ્વર સહિત કોઇનાથીયે ડરવું પડે એવો કોઈ જ અપરાધ ન કર્યો હોવા છતાંયે સુનીતાથી શા માટે આપણે સતત ડરવું પડે છે ? મારી સાથે તું ન હોય એ વખતે અથવા સુનીતા પાસે તું હોય છે એવે વખતે તું શું કરતો હોય છેુએવું પૂછવાની મેં કયારેય હિંમત કરી છે ? ને હું પૂછું તો તું શુુંસાચો જવાબ આપી શકવાનો છે ? મને ગળે ઉતરે એવો કોઈુસાચો જવાબ તારી પાસે કદાચ હોય શકે છે પણ એ જવાબ હું કેટલી હદે સ્વીકારી શકું એ પણ જરા વિચારવું પડે. હું એકલી હોઉં ત્યારે ઘણી વાર એવા વિચારે ચડી જાઉં છું કે અત્યારે તું તારી પત્ની સાથે કેવી કેવી ‘ક્ષણો’ શેર કરી રહ્યો હોઈશ..! એટલું જ નહિ તારું અને સુનીતાનું લોહી જેની માસૂમ રગોમાં દોડી રહ્યું છે એ હેતલને જોઉં છું ત્યારે પણ મનેં કંઈ થતું હોય છે એ હું તને શી રીતે સમજાવું ? પણ પછી મનને ઉદાસ કરી મૂકે એવા તમામ વિચારોને હું તરત જ સમૂળગા દૂર ફગાવી દઉં છું.’

વાત કરતાં કરતાં આર્દ્ર થયેલા સુમનના સ્વરો કેટલીયે કડવી વાસ્તવિકતાને ઉજાગર કરતાં હતાં જેનો જયને કયારેય અંદાજ પણ ન આવ્યો હોય, એ કહેતી, ‘ જય, જેના પર મારો જ અધિકાર હોવાની આપણે અવારનવાર વાતો કરીએ છીએ એવા કેટલાંય સુખો તો તે પહેલેથી જ સુનીતાને આપી દીધાં છે ને છતાંયે મેં કયારેય એ બાબતની કોઈ જ ફરિયાદ કે માંગ કરી છે ? મેં એવા બધાં સુખો કયારેય તારી પાસે નથી માંગ્યા જે આપવા તું અસમર્થ હોય. બસ, મેં તો એટલું જ વિચાર્યું કે જયારે જે પળ તારી સાથે રહીને માણવા મળે એને મન ભરીને માણી લઉં ! ..અને તું જો તો ખરો, જે પળ હજુ મારીુજીંદગીમાં આવી જ નથી એવી પળોને વિશે સાવ આવું નઠારું વિચારીને આજની પળોના સંગાથને અને એના આનંદને ખોઈ બેસવાની કેવી નકારાત્મક ચેષ્ટા કરે છે !’

ખરેખર ત્યારે જ જયને ખ્યાલ આવતો કે પોતેુસુમનની આવી બધી લાગણીઓનો તો કદી ખ્યાલ જ નથી રાખ્યો હોતો. કેવી મોટી ભૂલ પોતે કરતો રહ્યો છે ? ને છતાંયેુસુમને કયારેય એ ભૂલને ગંભીરતાથી લીધી જ નહોતી ને પોતે તો એણે ન કરેલી ભૂલનેય એના માથે થોપી દેવાનો હીચકારો પ્રયાસ કરી રહ્યો હતો ! એણે તો એવું જ માની લીધેલું કેુસુનીતાને તો સુમને પણ સ્વીકારી લીધી છે, પણ એ કેટલું અઘરું કામ હોય છે ને એ માટે હૈયામાં કેટલી હામ જોઈતી હોય છે એ લગીરેય ન વિચાર્યું !

તે કહેતો કે સુમન જે કહે તે કરવા પોતે તૈયાર જ છે તો પણ સુમને કયારેય એવું કંઇ માગ્યું નહોતું કે એવું કંઇ કરવા કદી કહ્યું નહોતું કે જેમાં જયનું સર્વસ્વ હોડ પર લાગી જાય. જય અસમર્થ હોય એવી કોઇ વાત પણ કદી એણે કરી નહોતી.ુસુમન જયના સ્વમાનનું પણ કેટલું ધ્યાન રાખતી હતી.

એ પોતાનો અફસોસ વ્યકત કરતો, ‘તારી વાતુસાચી છે સુમન. મેં આ રીતે તો વિચાર્યું જ નહોતું. મને મારા આ સ્વાર્થીપણાનો ખૂબ અફસોસ થાય છે સુમન, ને એમ પણ થાય છે કે પૂરી જીંદગી પસાર કરવા માટેની તારી બધી જરૂરિયાતો તો હું કદાપિ પૂરી કરી શકવાનો નથી તો પછી તારાુલગ્નની વાતને તારા માટેનો એક નિર્ણાયક સમય, જીંદગીનો એક સુવર્ણ અવસર ગણવાને બદલે હું મારી એકલતાથી ગભરાઈને તારી ઈર્ષ્યા કરવા લાગું એ કેવું ? સુમન, ભૂલી જા મારી એવી નઠારી લાગણીભરી વાતોને, અત્યારે તારે તારાુજીવનના મહત્ત્વના નિર્ણયો લેવાના હોય ત્યારે એવાુલાગણીવેડાને જરા પણ ગણકારીશ નહિ. ગો અહેડ...પ્લીઝ !’ પોતાની અધીરાઈ અને લાગણીવેડાથી જયુલઘુતાગંથિ અનુભવે એટલે એ જોઈ ફરી સુમન કુશળતાથી એનેુપોતાના પ્રેમની ઉષ્મા ને હૂંફ આપવા લાગે, ‘તારી વાત તોુહમેશા સાચી જ હોય છે. તારી જગ્યાએ હું હોઉં તો પણ આમ જ કહું. તેં જ તો મને તારું સર્વસ્વ આપી દીધું છે પછી મારે બીજું શુુંજોઈએ ? મારે જે જોઈએ છે એ બધું તો તારામાં જ છે ને એ બધું તે મને આપી પણ દીધું છે. માટે મેં તો મારી જીંદગીનો મહત્ત્વનો નિર્ણય કયારનોયે લઈ લીધો છે, હું કયારેય લગ્ન કરવાની નથી. હું તો તારી જાણ બહાર તને જ પરણી ચૂકી છું, મિસ્ટર..!’ કહીને જયને એક એવું મીઠું ચુંબન મળી જતું જે કયારેય કોઈુભૂસી શકતું નથી હોતું.

ઉદાસીમાં સરી પડેલા જયને આકાશ બતાવી પ્રેરણાુલેવાનું પણ સુમન સમજાવતી, ‘આ આકાશ પણ કેવું છે ? જેને કોઈ આકાર નથી, રંગ નથી, છેડો નથી. કયાંથી શરૂ થયું ને કયાં પૂરું થયું એની કોઈને ખબર નથી. તે કયારે અગનગોળા વરસાવશે અને કયારે બરફના મોતીડાં વેરશે તેની પણ કોઈને ખબર હોતી નથી. મેઘધનુષ મેળવવા માટે આકાશ પણ કાળા ડિબાંગ વાદળાંને સહન કરે છે. સ્કાય ઇઝ દ લીમીટ... આકાશને કોઈ લીમીટ ન હોય હોય શકે. છતાંય એ અમર્યાદ થઈ છલાકાતું નથી. જય આપણે પણ અમુક હદથી વધારે દુઃખી કયારેય ન થઈએ.’

કોઈને પણ સહજ ઈર્ષ્યા થઈ આવે એવી ખૂબસૂરત ખુશનસીબીનો માલિક હોવાનું ગૌરવ જય લઈ શકતો હતો, તો એનું શ્રેય એ પોતે પણ સુમનને જ આપતો હતો. બીજી તરફુસુનીતાને અન્યાય ન થાય એની પણ પૂરતી કાળજી રાખવા માટે તે મથતો હતો. તેમ છતાંયે જયારે સુનીતાને એમના આુસંબંધોની જાણ થઈ ત્યારે એના દાંપત્ય જીવનમાં બહુ મોટા મોટા ગાબડા પડવા શરૂ થઈ ગયા હતાં. ને પછી તો વખત જતાં બંનેની ચર્ચા એટલી ઉગ્રતા પકડી લેતી કે તેવે વખતે તેઓુહેતલની હાજરીને પણ ભૂલી જતાં.

મુદૃો જ એવો હતો કે એક દિવસમાં એનો ઉકેલ ન આવી શકે. એક દિવસમાં શું કેટલાક સવાલોનો તો જન્મો સુધી ઉકેલ નથી લાવી શકાતો હોતો. સુનીતાની વાત કાંઇ સાવ ખોટી તો કેમ કહેવાય ? સૌની જેમ એનેય પોતાના સંસારની ચિંતા તો હોય જ ને ! આખરે તો એ પણ એક સ્ત્રી ખરી ને.

એ જયને કહેતી, ‘વિચારીને કહો તો કે આખરે શું મળશે તમને આ સંબધમાંથી ? નાહકની કોઈ કુંવારી છોકરીનીુજીંદગી બગાડો છો એવું નથી લાગતું તમને ? તમને ન હોય તો કાંઇ નહિ પણ મને તો પાંચ માણસ વચ્ચે તમારી આબરૂ જવાની બીક હોય છે. આટલેથી સમજીને અટકી જાવ તો સૌના માટે સારું છે. હવે તો આપણી નાનકડી હેતલ પણ આ વાતને પામી ગઈ હશે, એના નાનકડા મનમાં આ વાતની કેવી અસર થઈ રહી હશે ? એટલું જ નહિ એના ભાવિ ઉપર પણ અવળી અસર પડશે એ નક્કી છે.’

અનુભવ કે આદત ન હોવાથી સ્ત્રીને સમજાવવાની કોઈ ખાસ ટેકનીક જય પાસે નહોતી એથી જે મનમાં આવે એ શબ્દો વડે અને સાચી-ખોટી કે સુનીતાને ગમે એવી વાતો વડે એ સુનીતાને શાંત પાડવા કોશિશ કરતો. માત્ર એનું મન રાખવા એકવાર તો એણે સુનીતાને સમજાવવા ખાતર એમ પણ કહીુજોયેલું કે, ‘જો સુનીતા, છેવટે તો હું એક પુરુષ છું. દરેક પુરુષનેુસ્ત્રીનું એક આકર્ષણ તો હોય જ છે. તું એમ સમજી લે કે એક પુરુષને આકર્ષણથી થતો હોય છે એવો કોઈ ટેમ્પરરી સંબંધ કદાચ આ હોય શકે. બની શકે કે પછી સમય જતાં એ આકર્ષણ ઓછું થશે તો ત્યારે પાયા વગરનો એવો સંબંધ પણ આપોઆપુબંધ થઈ જતો હોય છે. એટલે તારી ચિંતા બિલકુલ અકારણ છે.’

‘એ વાત હું ન માની શકું.’ સુનીતાએ કહ્યું.

‘પણ કેમ ?’ જયને સમજાઈ જતું કે પોતે ખોટું બોલીને સમજાવવાની કોશિશમાં સફળ થયો નથી.

સુનીતા બોલી, ‘એવું જ ખરેખર જો હોત તો કદાચ મને કશો ડર ન હોત. હું આટલા વરસોથી તમારી સાથે છું તો તમારી આંખને ન ઓળખી શકું ? જયારે જયારે આપણી વચ્ચેુસુમનનું નામ આવે છે ત્યારે ત્યારે તમારી આંખમાં એના માટે ઉભરાતો પ્રેમનો દરિયો જ જોવા મળે છે, તમારી આંખમાં એના માટે કયારેય મેં વાસના કે તમે કહો છો એવું ટેમ્પરરી આકર્ષણ નથી જોયું. એટલે જ હું ગભરાઉં છું. એ દરિયાથી જ તો હું ડરું છું. એથી ઊલટું જયારે લોકો આ વાતની ચર્ચા કરતા હશે ત્યારે તો લોકો પાસે પણ તમે એ વાત કોઈ રીતે સાબિત નહિ કરી શકો આ સંબંધ એક પ્રેમ છે, સેકસ નહિ ! સાબિત કરી શકશો તમે ? તમે એને કયારેય ભૂલી નહિ શકો ને છેવટે તમે અને તમારી સાથે એ નિર્દોષ કુંવારી છોકરીને પણ બદનામ કરી દુઃખી કરશો, કેમ કે આવા સંબંધોનો સુખાન્ત કે દુઃખાન્ત તો શું કોઈ જ અંત હોતો નથી. સમય વીતી જશે પછી પસ્તાવો કરવાનીુપણ હિંમત નહિ હોય તમારી પાસે. એટલે મને આશ્વાસન આપવાનો પ્રયત્ન ન કરો. અને તમારી જાતને પણ આ રીતે છેતરવાનું બંધ કરો.’

સુનીતાનો પ્રવાહ અટકયા વગર આગળ ચાલતો રહે, ‘હું એક સ્ત્રી છું. એટલે બીજી સ્ત્રીનું હું ભલું જ ઈચ્છતી હોઉં. માટે જ તમને સમજાવું છું કે કોઈ જ અર્થ કે ભવિષ્ય નથીુહોતું આવા સંબંધોનું -એ વાતને તમે પણ સ્વીકારો. ન ભૂલો કે મર્યાદા એ માત્ર સ્ત્રીનું જ નહિ પુરુષનું પણ આભૂષણ છે. હું તો એમ કહીશ કે મર્યાદા એ સ્ત્રીનું કદાચ ઘરેણું હશે પણ પુરુષનું તો એ વસ્ત્ર છે. ને ઉઘાડા ફરવાથી કયારેય કોઈની આબરૂ વધી હોય એવું મેં નથી સાંભળ્યું. તમારે કેમ રહેવું એ હવે તમે જ નક્કી કરી લો, મારે કેટલુંક સમજાવવું !’

...સ્ત્રીને સમજવી બહુ જ મુશ્કેલ હોય છે એટલી નાનકડી વાત પણ જો પુરુષ સમજી જતો હોય ને તો જગતના અરધાં સંઘર્ષો નાબૂદ થવાની પૂરી સંભાવના રહેલી છે. જયને આ સનાતન સત્યની કદાચ અત્યારે જ જાણ થઈ હશે.

સુનીતાની સાથે આટલા વર્ષો રહ્યાં પછી પણ પોતે એને પૂરેપૂરી ઓળખી ન શકયાનો ખ્યાલ પણ એને અત્યારે જ આવ્યો નેુસુનીતા તો એની આંખોમાં સુમન માટેનો પ્રેમ કેટલાંયે વખતથી વાંચી ગઈ હશે એની શી ખબર ? પોતે પકડાઈ ગયાનો અફસોસ તો થયો જ પણ સાથે સાથે પોતાને સુમન માટે નિર્દોષ અનર્ગળ ભરપૂર પ્રેમ છે એ વાતની સુનીતા દ્વારા જ પુષ્ટિ મળતાં તેને અંદર ને અંદર જરા ગૌરવની લાગણી પણ થતી હતી. પુરુષ કયારેય સ્ત્રીને સંપૂર્ણ ઓળખી શકે જ નહિ. કદાચ જગતનુુંસૌથી મોટામાં મોટું આશ્ચર્ય સ્ત્રી જ છે.

એટલે જ તો સામેથી મધ્યમ ગતિમાં આવી રહેલા હોન્ડા પર ઉમેરાયેલું નવું પરિમાણ જયને માટે એક આશ્ચર્ય જ બની રહ્યું. અને ખ્યાલ આવ્યો કે હોન્ડા પર બે વ્યકિત છે એટલે પુરુષસહજ સ્વાભાવિક કૂતુહલ થયું. પાછળની સીટ પર બેઠેલ વ્યકિત કોઈ સ્ત્રી હોઈ શકે છે એમ તેને જણાયું. એટલે કે થયેલું આશ્ચર્ય બેવડાયું એમ પણ કહી શકાય ! ચોક્કસ પાછળ કોઈુસ્ત્રી બેઠી હશે. ચશ્મામાંથી નજર વધુ તીક્ષ્ણ કરીને ત્યાં કેન્દ્રિતુકરી. ત્યાં... એટલે... કયાં...?

છઠ્ઠી ક્ષણ

ત્યાં એટલે કયાં ?

હોન્ડાસવાર યુવકના ખભા અને માથા વચ્ચે બરાબર ગરદન પાસે એકસો ને દસ અંશનો ખૂણો પડતો હતો. બિલકુલ ત્યાં જ...

હા, છઠ્ઠી સેકન્ડમાં જયે પોતાના ચશ્મામાંથી નજર વધુ તીક્ષ્ણ કરી ને ત્યાં એટલે કે એકસો ને દસ અંશના આ ખૂણા પર કેન્દ્રિત કરી !

કોણ જાણે કેમ પણ જયને એ જોઈ લેવાની બહુ જુઇચ્છા થઈ કે હોન્ડાની પાછળની સીટ પર કોણ બેઠું હશે ? પાછળ બેઠેલી સ્ત્રી કોઈ પણ હોય શકે છે, જવાબના રૂપમાં તો કેટલાયે નામો મનમાં આવી જતાં હતાં, પણ સાચો જવાબ તો એ હોન્ડા જ આપી શકે. કેટલીક વાર સાવ નજીવા આશ્ચર્યો માણસના મનમાં કેટલોય બોજ લઈને ખૂંપી જતાં હોય છે.

આ હોન્ડાસવાર કોણ હશે ? જયને એવો પણ પ્રશ્ન થયો. કયાંક એ હેતલની કોલેજનો પેલો પ્રોફેસર તો નહિ હોય ને ? પ્રોફેસર ? જયને એ પ્રોફેસર યાદ આવ્યો જે હેતલની કોલેજમાં થોડા સમય માટે હતો. પ્રોફેસર તો કહેવાનો બાકી ખરેખર તો એ વિઝીટીંગ લેકચર્‌ર હતો.

વાત એમ હતી કે એ અરસામાં હેતલને કોલેજના પહેલા વર્ષમાં નવું નવું એડમીશન મળ્યું હતું. છોકરી યુવાન થાય એટલે બાપને થવી જોઈએ એવી બધી જ ચિંતા એને થતી. ને એવે વખતે કંઈક અજુગતું બનતું હોવાની ગંધ આવે ત્યારે શું થાય ? જય ખૂબ બેચેની અનુભવવા લાગ્યો. જયને થતું કે આમાં વાંક કોનો ગણવો ? પરિસ્થિતિનો ? યુવાન થઈ ગયેલીુદીકરી હેતલનો ? આપણી નજરનો ? કે પછી સોસાયટીના નાકે બાપાની મઢૂલી પાસે ઊભા રહેતા યુવાનની રેડિયમ નંબરપ્લેટવાળી બાઇકનો ? જયને થતું કે એવુંય બને કે સાલી આપણી નજરનો જ વાંક હોય.

વાત એમ હતી કે છેલ્લા કેટલાંક દિવસોમાં એક યુવાન સોસાયટીમાં સારી એવી આવ-જા કર્યા કરતો હતો. એ પોતાની બાઇક મઢૂલી પાસે પાર્ક કરી ખાસ્સો એવો સમય ત્યાુંપસાર કરે. બાઇક પર ઘરની આસપાસ કેટલીક વાર ચક્કર પણુલગાવે. ઘરમાં હેતલ જેવી યુવાન દીકરી ન હોત તો જય માટે આ વાત તદૃન સામાન્ય જ બની રહેત જેવી અન્યોને માટે રહેલી. શરૂ શરૂમાં તો એણે વાતને સાધારણ જ ગણી હતી, પણ અધીરાઇ જેના સ્વભાવમાં પહેલેથી જ હોય એ કેટલો સમય ધીરજ ધરીને બેસી શકે ? એટલે એને હેતલની ચિંતા થવા માંડી.

એ સમયમાં બહુ પ્રચલિત એવું ખાસ પ્રકારનું મ્યુઝીકલ હોર્ન એ યુવાનની બાઇકમાં વાગ્યા કરતું. પરિણામે એ હોર્ન સોસાયટીમાં બાઇકના પ્રવેશની છડી પોકારી ઊઠતું ને જયાં હોય ત્યાં સાભળતાં વેંત જ જય હચમચી ઊઠતો. ઘર પાસેથી પસાર થતી વખતે વળી એ હોર્ન ગાજી ઊઠે. જયના શરીરમાુંસણસણાટી વ્યાપી જાય. રકતવાહિનીઓમાં ગજબની ગતિવિધિઓ થવા માંડે, ઉથલપાથલ થવા લાગે. એક બાપને થવી જોઈએ એવી બધી જ લાગણીઓ એના મનમાં આવતી હતી.

એને થતું કે આવા રખડતા મજનૂઓને તો બરાબરનો પાઠ ભણાવવો જોઈએ, પણ શી રીતે એ સમજાતુુંનહોતું. બાઇકની આવી વારંવારની અવરજવરથી કદાચ કુમળા માનસની હેતલ પર પણ અસર થતી હશે, અંદર ને અંદર અકળાતી રહેતી હોય તોયે કોને કહે ? સુનીતાને તો કહેવાની એ હિંમત જ ન કરે. ને કહે તોયે શું કહે ?

બાઇકનું હોર્ન વાગતાં જ જયની આંખોને જુદા જુદા આવર્તનોની નોંધ લેવાની જાણે આદત પડી ગઈ. બાઈક પસાર થઈ કે નહિ ? યુવાનની નજર ઘર તરફ કેટલી વાર આવે છે ? તે મઢૂલીએ કેટલો સમય પસાર કરે છે ? એવે સમયે હેતલની પ્રતિક્રિયાઓ કેવી હોય છે ? તેના ચહેરા પર પણ અણગમો આવે છે કે ઓચિંતું (!) સ્મિત ? આ બધાં અવલોકનોની નોંધ કોઈ ચોક્કસ નિર્ણય પર લઈ જઈ શકે એટલી મજબૂત બની શકતી નથી. એટલે સરવાળે તો જયની અકળામણમાં વધારો જ થયા કરતો હતો.

ઘણીવાર એવું બને કે હોર્ન વાગતાં જ ફળિયામાં બેસેલી હેતલ મોં મચકોડી કોઈ બહાનું કાઢી ઘરમાં ચાલી જાય, તો કોઈ વાર એવું પણ થયું હોય કે અવાજ સાંભળતાં જ અંદર વાંચન કરતી હેતલ અચાનક બહાર દોડી આવે ચકળવકળ આંખે ઊભી સડક પર દબાયેલી ધૂળમાં પૈડાંનાં નિશાનો શોધતી હોય !

સુનીતાને આ વાત કહેવાનો કોઈ જ અર્થ નહોતો, એટલે જયને કેટલીક વખત થતું કે હેતલને પૂછી જ લઉં, ‘બેટા, કોણ છે આ યુવાન ? તું ઓળખે છે એને ?’ પણ પછી લાડકી દીકરીને આવા બધાં બેહૂદા સવાલો કરવાની તેનામાં હિંમત એકઠી થઈ શકતી નથી. સાથે એવો ડર પણ લાગે કે એ નાદાન ઉંમરે કોઈ આડુંઅવળું પગલું ભરી લે તો ? આ નાની-મોટીુઅકળામણો જયના બ્લડપ્રેશરના આંકને હમેશા ઉછળકૂદ કરાવવા લાગી, એટલી હદ સુધી કે હેતલની ચિંતામાં એ બ્લડપ્રશર માટે રોજ લેવાની ગોળી લેવાનું પણ ઘણીવાર ચુકીુજાય.

હેતલને હિંમત કરીને પૂછી લેવામાંય ઘણાં ભયસ્થાનો છે એમ જયને લાગતું. ધારો કે એ યુવાન સાથે હેતલને કંઈ સંબંધ હોય તો પણ પૂછી લેવાથી એ શું હા પાડવાની ખરી ? માનો કે કંઇ જ ન હોય તો પ્રશ્ન પૂછીને વાતને નકામી ડહોળવાનું જોખમ તો ખરું જ ને ? આજ સુધી કંઇ ન હોય પણ પૂછ્યા પછી હેતલને અનાયાસે જ એ યુવાન માટે વિચારવાનો એક ઢાળ મળી જાય તો ? એ યુવાનની બોચી મરડીને સોસાયટી ભુલાવી દેવાનો જયનો મિજાજ અને કાબેલિયત તો જયમાં ખરા પણ કોઈપણ જાતના દેખીતા કારણ વગર એમ કરવા માટે એને એની સજજનતા અટકાવતી હતી. આમ, જયના વિચારો એક વમળ સ્વરૂપે બનીને જયને ઊંડે ને ઊંડે ખેંચી જતાં હતાં.

પણ ખરી હદ તો એ દિવસે થયેલી જયારે બાઇકુપરથી એ યુવાને દરવાજે ઊભેલી હેતલ તરફ જોઈને સ્મિત કર્યું, એટલું જ નહિ હેતલે પણ હળવા સ્મિતથી વળતો પ્રતિસાદ આપ્યો એ વાતની નોંધ જયની નજરે પળવારમાં લઈ લીધી. પછી તો જયની મથામણો વધી પડી. કદાચ એણે ધાર્યું હતું એ જ થયું અથવા તમે એમ પણ કહે શકો કે એણે નહોતું ધાર્યું એવું જ થયું. તેને થયું કે હેતલ આ યુવાનને જરૂર ઓળખતી હશે.

જયના મનોભાવોને ઉકેલી ગઈ હોય એમ એ વખતે જ તરત હેતલે કહ્યું હતું, ‘એ અમારા ‘સર’ હતાં, અમારીુકોલેજમાં આવેલા ભાષાના નવા પ્રોફેસર છે. તમે એમને ન ઓળખો, પપ્પા.’

‘હા, હશે, હું તો કેમ ઓળખું ?’ જયે માત્ર ઠાવકા જવાબથી વાતને અટકાવી દીધી હતી. પણ મનમાં થયું હતુ કે પ્રોફેસર છે તો શું થઈ ગયું ? એમ કાંઈ ઓછો ભરોસો કરીુલેવાય કોઈનો ? જયને થયું કે લાંબા સમયથી પાળી પોષીને ઉછેરેલ વિચારને માત્ર ‘શંકા’ ગણીને ‘પ્રોફેસર’ નામના હથિયારથી ઓછું વાઢી શકાય ? ખરું ને ?

બાપની હાજરીમાં એ સમયે તો વાત માત્ર સ્મિતથી જ અટકી હતી પણ એ વાત પછી કયારેય આગળ નહિ જ વધે એવું માનવાને કોઈ કાણ તો જય પાસે હતું નહિ. એટલે એને થતું કે આજે સ્મિત કર્યું, કાલે બે-ચાર શબ્દોની આપ-લે પણ થશે. ને પછી તો કદાચ એવું પણ બને કે એ યુવાન ઘરના દરવાજે બાઇક પાર્ક કરીને ડ્રોઈંગરૂમમાં બેસીને પોતાની વિદ્યાર્થિની હેતલના આગ્રહથી કૉફી પણ પીતો હોય. જયને એુદૃશ્ય બંધબેસતું કેવી રીતે લાગે કે પેલું ખાસ પ્રકારનું મ્યુઝીકલ હોર્ન પોતાના જ આંગણે આવીને રણકે ?

કંઈક કરવું પડશે એવા આખરી નિરધાર સાથે જયે એ યુવાનની રજેરજની માહિતી મેળવવા પ્રયત્નો શરૂ કર્યા. તેનેુજાણવા મળ્યું કે પ્રોફેસર તો નહિ પણ એ યુવાન હેતલની કોલેજમાં વિઝીટીંગ લેકચર્‌ર તરીકે જોડાયો હતો. સોસાયટીની પાછળની શેરીમાં જ રહેતો હોવાથી જયને એમ લાગતું કેુસોસાયટીમાં વધુ ચક્કર લગાવ્યા કરે છે. ને મ્યુઝીકલ હોર્ન તો જમાનાની ટ્રેડીશન છે. જયને થયું કદાચ ને હેતલ જેવડો દીકરો ભગવાને મને પણ આપ્યો હોત તો મારી અપાવેલી બાઇકમાુંમ્યુઝીકલ હોર્ન મૂકાવતાં હું એને અટકાવી શકેત ખરો ? જમાના પ્રમાણે વિચારવું પડે. ગમે તેમ તોયે કોલેજમાં ભણાવે છે એ છોકરામાં પરિપકવતા અને ખાનદાની તો હશે જ ને ! ને આખીયેુસોસાયટીમાં તે એક જ કયાં એવો બાપ છે કે જેને જુવાન દીકરી હોય ? જયને લાગ્યું કે વિના કારણ શંકા કરવી એ તો અભણ અણઘડ લોકોનું કામ ગણાય. આપણને એવું શોભે જ નહિ. આમ, સિક્કાની બીજી બાજુ જેવા વિચારોએ જયના અંદરના આવેશને જરા બ્રેક લગાવી આપી.

એવામાં એવું થયેલું કે નજીકના શહેરમાં રહેતાં હેતલના માસીએ હેતલને કોઈ કામપ્રસંગે બે દિવસ રહેવા બોલાવી. બે દિવસ હેતલ ઘરમાં નહિ હોય ત્યારે પેલા યુવાનની કેવી પ્રતિક્રિયા હશે એ જાણવાની ને જોવાની એક તક મળી જશે એ વિચારે જયને આ વાત બહુ ગમી ગઈ. ને એનું કામ પણ એટલા માટે સરળ થઈ ગયું કે કોઈપણ જાતની આનાકાની વગર હેતલ માસીને ત્યાં જવા માટે તૈયાર પણ થઈ ગઈ હતી.

સુનીતાની ઈચ્છા નહોતી છતાં પણ જયે એને સમજાવીને હેતલને જવા દીધી. એ પોતે જ એને બસમાં બેસાડવા પણ ગયો હતો. તેને મૂકી આવ્યા પછી ઘેર આવી ફળિયામાં આરામખુરશીમાં લંબાવી એ રાહતો દમ લેવા બેઠો. જરા આરામ જરૂર જણાયો.

બપોરે જમ્યા પછી તેણે નક્કી કર્યું હતું તેમ તેણેુસુનીતાને ખ્યાલ ન આવે એ રીતે, હેતલનો રૂમ બરાબર તપાસ્યો. તેનો કબાટ, પુસ્તકો વગેરે બધું જ બરાબર તપાસ્યું પણ કશુંય વાંધાજનક ન મળ્યું.

એટલે સાંજે ફરી રાહતનો દમ લેવા એ ઘડીભરુઆરામખુરશીમાં બેઠો. હેતલ માટેના બધાં જ શંકાશીલ વિચારો હળવે પગલે દૂર થઈ રહ્યાં હતાં એવે વખતે દૂર દૂર ફરી કયાંક પેલું ખાસ પ્રકારનું મ્યુઝીકલ હોર્ન વાગ્યું હોય એવું લાગ્યું ને એ ભણકારા સાથે જ જયને અચાનક મનમાં ઝબકારો થયો : આજે હોર્ન વાગ્યું નથી !

હા, આજે હોર્ન કેમ વાગ્યું નહિ હોય ? જયને કંઇક અજુગતું બનીગયું હોવાની ગંધ આવી ને ફરી મનમાં બિહામણો પ્રશ્ન થયો. હોર્ન ન વાગવાની ઘટના માત્રથી એ સહમી ગયો હતો. એ પગથી માથા સુધી ધ્રુજી રહ્યો. હમેશા હોર્ન વાગતું ત્યારે પેટમાં શૂળ જેવું લાગતું, એ દિવસે હોર્ન ન સંભળાવું એ તેને ભયંકર શૂળ લાગ્યું, રોજ કરતાં પણ વધુ ને વધુ તીક્ષ્ણ !

તેના મનમાં કેટલાયે વિચારો જબરજસ્તીથી પ્રવેશી ગયા. થયું કે શું તે પ્રોફેસરને ખબર હશે કે આજે હેતલ ઘરમાં નથી ? અથવા તો પોતે પણ કયાંક બહારગામ ગયો હશે ? કે પછી... કે પછી... કયાંક હેતલ ને લઈને નાસી તો નહિ ગયો હોય ને ?? ના,ના, સાવ એવું ન હોય. જયનું મન બહુ નબળા વિચારો કરતાં એને અટકાવી રહ્યું હતું.

એવામાં પાછળની શેરીમાં કંઇક બૂમ પડી. હોબાળો નજરોનજર માણીને એ તરફથી આવી રહેલા ટોળામાંની એક પરિચિત વ્યકિતને પૂછતાં તેણે કહ્યું, ‘કંઈ છે નહિ જયસાહેબ, આ પાછળની કોલોનીમાં પેલો કોલેજનો સાહેબ રહેતો ને, એ આજે સવારે કોઇ છોકરીની સાથે ભાગી ગયો. અત્યારે જરા પોલીસ પૂછપરછ માટે આવેલી. તમતમારે નિરાંતે તમારી આરામખુરશીમાં આરામ ફરમાવો, કાંઈ ચિંતા જેવું નથી. આજકાલ તો આવું ચાલ્યા જ કરે.’

..પછી જયને આરામખુરશીમાં આરામ મળી શકે ખરો ? જયને થયું કે પોતે ધાર્યું હતું એ જ થયું કે પછી કદી ન ધાર્યું હતું એ થયું ? એની આંખોમાં અંધારા વ્યાપી ગયા. હેતલ જેવી દીકરી જો આવું કરે તો આઘાત તો લાગે જ ને ? પણ તેનું મન નહોતું માનતું એ વાતને અને છતાંયે એ વાત વિશે વિચારવા એનું મન મજબૂર પણ હતું.

માણસજાતની કદાચ સૌથી મોટી વિટંબણા પણ આ જ છે, એને એવા એવા વિચારો કરવા પડતા હોય છે જે વિચારવા એનું મન કયારેય તૈયાર હોય જ નહિ. જેની કલ્પના કરવી પણ મુશ્કેલ હોય એવી વાસ્તવિકતાને માણસે એકવાર નહિ જીવનમાં અનેકવાર સ્વીકારવી પડતી હોય છે. આઘાત જયના હૃદય સુધી પહોંચી ગયો હતો. ધબકારા તીવ્ર થતાં જતાં હતાં, બ્લડપ્રેશરનો અંક ગમે તે ક્ષણે સ્થિર થઈ જવા મથતો હતો એવા જ સમયે ફોનની ઘંટડી વાગી ઊઠી.

સુનીતાએ ફોન ઉપાડ્યો. ફોન પર ખાસ્સી એવી વાતો કર્યા પછી બહાર આીવને જયને સમાચાર આપ્યા, ‘મોટીબહેનનો ફોન હતો. હેતલ ત્યાં પહોંચી ગઈ છે. અને પૂછે છે કે હેતલને વધારે બે-ત્રણ દિવસ રોકવાની ઈચ્છા છે જો તમે હા પાડો તો, બોલો શું કહેવું છે ? મેં તો ના જ પાડી છે, અહિ મને હેતલ વગર ગમે નહિ ને એનું વાંચવાનું પણ બગડે. હેતલે પણ ફોન પર કાલે પાછી આવી જવાની જ ઈચ્છા બતાવી છે. ..તમે કેમ આમ બેઠા છો ? તમને કંઈ થાય છે ? આ પરસેવો પરસેવો કેમ લાગે છે ? આજે દવા લીધી હતી ? માથું દુઃખે છે ?ુપેરાસીટામોલ આપી દઉં ?’

જયનું હૃદય જાણે ફરી ધબકતું થયું. એ ધીમે ધીમેુસ્વસ્થ થયો. એણે સુનીતાને કહ્યું, ‘હેતલની જે ઈચ્છા હોય એમ જ કરાય ને. એને રોકાવું હોય તો ઠીક છે નહિતર ભલે કાલે પાછી આવી જાય. મારે આજે કોઈ દવાની જરૂર નથી. માણસની બધી જ જરૂરિયાતો એકમાત્ર પેરાસીટામોલથી પૂરી નથી થઈ શકતી. મને હવે સારું છે.’

કહેતાં એ ફરી આંખો મીંચીને આરામખુરશીમાં હળવાશ અનુભવવા લાગ્યો. સુનીતા તો એની આદત મુજબ કયારનીય પોતાના સંવાદો પતાવીને અંદર ચાલી ગઈ હતી.

..દૂર કોઈ હોન્ડાનું હોર્ન વાગ્યું, એના કાન ચમક્યા, ભ્રમ તો થયો નથી ને એની ખાતરી કરી. આ એ પ્રકારનું જાણીતું હોર્ન નહોતું એટલે એણે આંખો ખોલી. તંદ્રામાંથી જાગ્યો, ઝાંઝરીયા તરફથી આવતા પેલા હોન્ડાનું હોર્ન વાગ્યું હતું. એક જ પળમાં એ ફરી વર્તમાનમાં આવી ફસડાયો.

કૂતુહલથી એણે ત્યાં નજર કરી જયાં પેલો એકસોને દસ અંશનો ખૂણો બનતો હતો, હા, બિલકુલ ત્યાં જ...

સાતમી ક્ષણ

...સાતમી સેકન્ડે ત્યાં એક રેશમી માથું દેખાયું. કોઈ સુંદર સ્ત્રીની રેશમી ઝુલ્ફો બાઇકની ગતિને કારણે પવનમાં મુકતપણે લહેરાઈ રહી હતી.

જયને એ દ્રશ્ય જોવું ગમ્યું. એ સુમનને પણ ઘણીવાર કહેતો, ‘સુમન, તું જયારે પણ મારી પાસે આવ ત્યારે તારા રેશમી વાળ ખુલ્લા રાખીને આવ, એ લહેરાતી ઝુલ્ફોને માણવાનો મને બહુ મોહ રહેતો હોય છે.’

એવું તો એણે વનિતાને પણ કહ્યું હશે પણ કોઈનું આધિપત્ય સ્વીકારી શકવાની વનિતાની તાસીર કયારેય રહી જ નહોતી. જયને જે રંગનો ડ્રેસ ગમતો હોય એથી અલગ જ રંગના કપડા એને પહેરવા ગમે. જયને ગમતાં ફરવાના સ્થળોની ખૂબીઓ કરતાં ખામીઓ એ જલદી શોધી આપતી. વખત આવ્યે જયની કમજોરીઓને પણ બરાબર વળ ચડાવતી રહેતી. એટલું જ નહિ પણ જયને કેવા કપડા પહેરવા, કોની કોની સાથે ન મળવું, કયાં ન જવું, એ બધું જ વનિતા પોતાની રીતે નક્કી કરી આપતી. જયની પસંદગી કરતાં પોતાની પસંદગી કેવી ચડિયાતી છે એ પણ વારંવાર યાદ કરાવતી. એટલે સુંદર લાગતી હોવા છતાં ખુલ્લા વાળ રાખવાનું એને ગમતું નહોતું. -એ એની પ્રકૃતિ...!

અને સુનીતાને છુટા વાળ એ લઘરવઘર લોકોની નિશાની લાગે એથી એ તો પોતાના વાળ હમેશા ગૂંથેલા જ રાખે, ને તોયે જયનું મન એનામાં ગૂંથાયેલું ન રાખી શકે ! સુનીતાને વાળની ગૂંથણીમાં ખૂબ જ રસ ખરો પણ જયનું મન પોતાનામાં ગૂંથી શકવાની પરવા એને જરા પણ નહોતી. -એ એનીુપ્રકૃતિ...!

માણસને સૌથી વધુ જો કોઈ બાબત નડતી હોય તોુશકતી નથી. પોતાની દીકરીનું આમ કોઈ અજાણ્યા યુવાન સાથે ફરવું એ વ્યાજબી નહોતું લાગતું પણ બિલકુલ સ્વસ્થ મનનોુએ પોતાની પ્રકૃતિ ! વનિતાને એનો અહમ્‌ અને મહત્ત્વાકાંક્ષા જ વધુ મહત્ત્વના જણાતાં હતાં કેમ કે એ જ એની પ્રકૃતિ બની ગયા હતા. સુનીતાને આદર્શ ગૃહિણી બનવામાં રસ હતો એટલે એ એની પ્રકૃતિ કહી શકાય. જયારે અતિશય ભાવુક પ્રકૃતિ ધરાવતા જયને હમેશા એની ભાવુકતા એની લાગણીશીલતાને કારણે દુઃખી થયા કરવું પડતું. આમ છતાંયે માણસ એની પ્રકૃતિનેુછોડી શકતો નથી એ પણ એક હકીકત છે.

ચિરાગના પિતાની પ્રકૃતિ જ જુઓને કેવી અધકચરી અને અવળચંડાઈ ભરેલી ? સુમન ન હોત તો એ પ્રકૃતિએ ચિરાગ અને હેતલ જેવા માસૂમોના જીવનનો પણ ભોગ લઈુલીધો હોત.

પણ થોડા દિવસો પછી જય એકવાર ઝાંઝરીયા હનુમાનના મંદિરના પગથિયા ઉતરી રહ્યો હતો ત્યારે સામેના રસ્તા પર ચિરાગ અને હેતલ એક સાથે સ્કૂટર પર જતાં એની નજરે ચડી ગયા.

ફરી એનું મન ચકરાવે ચઢ્યું. જયને થયું કે આ વખતે ઉતાવળમાં કંઈ આડુંઅવળું વિચારીશ તો ફરી દુઃખી થઈશ. ખરેખર કંઈ હશે તો હેતલ પોતે સામે ચાલીને કહી શકે એટલી તંદુરસ્તી તો એણે પોતાની દીકરી સાથેના સંબંધોમાં જરૂર રાખી હતી. પણ હેતલ કદાચ હિંમત ન કરી શકી અને જય તેને ચિરાગ સાથે ફરી બે-એક વખત જોઈ હતી.

આથી તેને ખાતરી થઈ કે હેતલ એ યુવાનને પસંદ કરે છે પણ સ્વાભાવિક રીતે જ કોઈ કારણસર એ ઘરમાં કહીુઆ માણસ એમ પણ વિચારતો હતો કે જો હેતલની પસંદગીુયોગ્ય હશે તો પોતે એ બંનેના લગ્નનો વિરોધી નહિ બને. સીધો પ્રશ્ન એ હતો કે આ ચિરાગ વિશેની બધી જ માહિતી મેળવવી કયાંથી ?

હમેશા તો બાબાસ્વામી એની મદદે આવતાં પણ આ બાબત એવી હતી કે એ બાબાસ્વામીને જણાવી શકતો નહોતો. જયને એકમાત્ર મિત્ર હતો દીપક, હવે તો બંને ઓછું મળતાં પણ દોસ્તી સ્નેહભરેલી. ને વળી દીપકનું ઘર ચિરાગના ઘરથી બહુ નજીક હોવાને કારણે એણે વિચાર્યું કે આ બાબતે દીપકને પૂછી લેવામાં જરાય વાંધો નહિ. એટલે એકવાર રજાના દિવસે એ દીપકને મળ્યો.

બધી વિગતે વાત કરી એટલે દીપકે તરત પોતાનો અભિપ્રાય આપ્યો, ‘જય, ચિરાગને તો હું બહુ નથી ઓળખતો પણ એના બાપાને હું બરાબર ઓળખું છું. તનસુખલાલ એમનું નામ છે. સોસાયટીમાં એમની છાપ કેવી છે ખબર છે તને ? આખી સોસાયટીના માણસો એને દુર્વાસામુનિ કહે છે, એક નંબરના ઝઘડાખોર, જય વાતવાતમાં તમારી સાથે લડાઈ પર ઉતરી પડતાં એને વાર ન લાગે. આખી સોસાયટીમાં કોઈનીયેુસાથે એને સારા સંબંધો નથી. હું તારી સાથે એમના ઘેર આવવા તો ન જ માંગુ પણ એટલું જ નહિ હું તો તને જ સલાહ આપું કે એ ઘેર જવાથી તને પસ્તાવા સિવાય કંઈ મળી શકશે નહિ.’

જયે દીપકની વાતને ગણકારી નહોતી પણ પાછળથી ચિરાગના પિતાને મળ્યા પછી એને ખ્યાલ આવ્યોુહતો કે દીપકની વાત જરાય ખોટી નહોતી. છતાંયે એને ચિરાગમાં નામ પ્રમાણે ગુણ હોવાની આશા મરી પરવારી નહોતી. ને આમેય સુમને ચિરાગ અને હેતલના લગ્નની જવાબદારી પોતાના માથે લઈ તેનો બહુ મોટો ભાર હળવો કરી આપ્યો હતો. જયને ખાતરી હતી કે સુમન જરૂરથી એવો કોઈ રસ્તો કાઢશે કે જેથી માત્ર ચિરાગના પપ્પાને જ નહિ પણુસુનીતાને પણ રાજી કરી શકાય. સુમન જે કહે છે એ હમેશા આત્મવિશ્વાસથી ભરેલું હોય છે ને એ કરી પણ શકે છે. કેમ કે ભરપૂર આત્મવિશ્વાસ એ સુમનની પ્રકૃતિ હતી. એના હકારાત્મક વિચારોએ જ તો જયને પણ આત્મવિશ્વાસના કેટલાયે પાઠો શિખવ્યા હતા.

...આકાશ થોડું ઘેરું બન્યું હતું. વારે વારે જયનું ધ્યાન આકાશ તરફ ખેંચાતું હતું ને દરેક વખતે તેને આકાશના નવા નવા સ્વરૂપોનો અને નવા નવા પરિમાણોનો પરિચય થયે જતો હતો. અત્યારે શ્યામ થયેલા આકાશનું મન એને ઉદાસુલાગતું હતું.

એને લાગ્યું કે હમણાં હમણાં જ સૂરજને ગુમાવ્યાની ઉદાસી આખાયે આકાશની છાતી ફાડીને બહાર આવી રહી છે ! જગતમાં સૌ ને પોતપોતાનો એક સૂરજ હોય છે ને કોઇનેય પોતાનો સૂરજ ગુમાવવો ગમતો નથી હોતો. અત્યારે આકાશુજાણે રડી રહ્યું છે, સૂરજને ખોઈ નાખવાનું દુઃખ એના વિશાળ પટમાં ઘેરાતું ઘેરાતું અંધકાર ભણી દોરી જતું હતું, નર્યો અંધકાર..! છતાંયે ક્ષિતિજે હજુયે દેખાઈ રહેલી આછેરી લાલાશ મહીં જાણે એક આશાનું કિરણ હજુયે જીવંતતાનો ઉપદેશ આપતું કહે છે કે આમ ઉદાસ થવાની જરૂર નથી, આથમેલોુસૂરજ આવતી કાલે ફરી ઊગવાનો જ છે. એક નાનકડી આશાુપણ આકાશને જાણે ફરી જીવંત બનાવી શકે છે.

પણ... એવા આકાશોનું શું થતું હશે જેનો સૂરજ કાલે ફરી ઊગવાનો જ નથી ? જયને થયું કે અંધકારમાં ઘેરાઈ ચુકેલા એવા કેટલાયે આકાશો હશે કે જેનો સૂરજ હવે કયારેય ફરી ઊગવાનો નથી, હમેશાને માટે આથમી ચૂકયો છે ! એુઆકાશનું શું ??

કેટકેટલીયે નાનીનાની બાબતોનું આવી રીતેુજીવનમાં બહુ મહત્ત્વ રહેતું હોય છે જેમ આવડા વિશાળ પટમાં પથરાયેલા આકાશને એના પોતીકા સૂરજનું અનોખું અને વિશેષ મહત્ત્વ રહેતું હોય છે. કારણ કે એક જ સૂરજની ખોટ પૂરવા રાત્રે નાનામોટા દૂર દૂરના અનેક અન્ય સુર્ય કે જેને આપણે તારાઓ કહીએ છીએ, એ ટમટમીને ખૂબ જ મહેનત કરતાં હોય છે છતાંયે... છતાંયે એક સૂરજની ખોટ પૂરી થઈ શકતી નથી જ નથી !

...ને એ જ તો સૂરજની પ્રકૃતિ છે. જીવનમાં એકવાર ભૂલથી જો કોઈ માણસને ગુમાવી દઈએ પછી અનેકોના મળવા છતાં એ માણસની ખોટ કદી પૂરી શકાતી નથી. પછી ક્ષિતિજે કણસતાં પેલા આશાના કિરણ જેવો ગુમાવેલી વ્યકિતનો પ્રેમ અને યાદોની આશાઓના સહારે જીવન જીવ્યે જ છૂટકો !...

આકાશ જેવો વિશાળ પટ મળી જાય તો કોઈનું પણ મન આમ ફંગોળાયા જ કરવાનું ને એમાંયે જયને તો પહેલેથી જ આકાશની અદ્‌ભૂત પ્રકૃતિમાં ખૂબ જ રસ પડતો હતો. એક આકાશ અને બીજી સુમન આ બે જ પ્રકૃતિ એવી હતી જે જયનેુજીવવા માટે સતત પ્રેરકબળ પૂરું પાડી રહ્યાં હતાં.

આજે આકાશમાં શ્વેત ચાદર બિછાવી હોય તેવુુંલાગતું હતું. એ ચાદર પર જય પોતાની કલ્પનાના રંગો પૂરવા માગતો હતો. મનને ગમે તેવા આડાઅવળા લસરકા કરવા હતા. કોઈ ચોક્કસ આકાર બનાવવો હતો જે આકાશનું શાશ્વત અંગ બની રહે.

સુમન હમેશા એની વાત માનતી. જયારે જયારે જયને મળતી ત્યારે ત્યારે એના વાળ ખુલ્લા જ હોય. એ રેશમી ઝુલ્ફાઓમાં જય ઘડીભર બધી જ સમસ્યાઓ ભૂલી જઈ શકતો ને હળવો ફુલ થઈ શકતો.

ગમતું દ્રશ્ય નજરે પડે એટલે ધ્યાન વધુ ખેંચાય એ હિસાબે જયનું ધ્યાન પવનમાં ફરફરી રહેલા એ રેશમી ઝુલ્ફા તરફ વધુ ને વધું ખેંચાયે રહ્યું જે હોન્ડાસવાર યુવકની પીઠ પાછળ ફરફરી રહ્યાં હતાં. એ તરફથી તે નજર ફેરવી શકતો નહોતો. એના મનમાં કશુંક થઈ રહ્યું હતું... -આ જયની પ્રકૃતિ...!

આઠમી ક્ષણ

...આઠમી સેકન્ડે પેલા એકસોને દસ અંશના ખૂણા પર બે આંખો દેખાઈ ! એના પર ફૂલ્લી પોલિશ્ડ આઇબ્રો પણ ખરી. આટલે દૂરથી બહુ સ્પષ્ટ તો કેમ જોઈ શકાય ? પણ માણસ હમેશા જે કંઈ જુએ છે એમાં પોતાની કલ્પનાુજાણ્યે-અજાણ્યે એ ભેળવી લેતો હોય છે. જે દેખાતું હોય છે એના કરતા પણ કંઈક જૂદું જ એ પોતાના મનમાં વિચારતો હોય છે. દેખાતાં દ્રશ્યોમાં તમે ચાહો કે ન ચાહો આપણાં પૂર્વગ્રહો અનાયાસ ઉમેરાઈ જતાં હોય છે !

જયને સુંદર અને પોતાની કલ્પના મુજબની સ્પષ્ટ આંખો દેખાંણી. જયની આંખો સામે અત્યારે એક સાથે અનેક આંખો એક પછી ખૂલવા લાગી...

વનિતાની મારકણી આંખો, સુનીતાની ચબરાક આંખો, સુમનની દરિયાળવી આંખો, બાબાસ્વામીની નિઃસ્પૃહી આંખો, એટલું જ નહિ જય ને તો એમ પણ થયા કરે કે આકાશને પણ જાણે આંખો છે. સૂરજ, ચાંદ અને તારલિયા જેવી અનેક આંખોથી એ સતત જાણે આપણાં પર નજર રાખી રહ્યું હોય એવું લાગે.

એ બધી જ આંખો હમેશા જય તરફ તકાયેલી રહી છે, અલગ અલગ રીતે. એ બધી આંખોએ જયને બરાબર નીરખ્યો હોય છે પણ અલગ અલગ દ્રષ્ટિકોણથી ! એટલે એ બધી જ આંખો જયને એક અલગ વ્યકિતત્વ તરીકે જ હમેશા ઓળખે છે.

...વનિતાએ તો પોતાની આંખોનો ઉપયોગ કદાચ જયને નીરખવા કરતાં જયને આકર્ષવા માટે વધારે કર્યો હતો એમુકહીએ તો અતિશયોકિત થયેલી નહિ ગણાય. પહેલા એણે મોહક મારકણી આંખોથી જયને પોતાના મોહમાં બાંધી લીધો ને પછી આંખોનો ઉપયોગ જાણે પૂરો થયો ને જયનો ઉપયોગ શરૂ થયો. એટલું જ નહિ પણ એ તો જયની આંખો પર પણ કંટ્રોલ કરવા માંડે, ‘જય, તું પેલી સામે કેમ આમ ધારી ધારીને નજર કરતો હતો ? મને તારી આંખમાં કંઇક ખોટ દેખાય છે. ...અને કયારેક મારી સામે પણ આંખ ઉઘાડીને તો જો, તને મારી તો કોઈ ફિકર જ નથી, કેમ ખરું ને !’

એ આંખોએ જયની કારકીર્દિના આટાપાટા બદલાવી નાખ્યા હતા. એ મારકણી આંખોએ જયને ઘર, પરિવાર, મા-બાપ, વડીલો સામે નજર ઝુકાવવા મજબૂર કરી દીધો હતો. એ આંખોએ જ એને કંઇકની નજરોમાંથી ઉતારી મૂકયો હતો. શું શું નહોતું કર્યું એ આંખોએ ?

બહુ અઘરી હોય છે આંખોની ભાષા સમજવી. અને એનાથી વધુ અઘરી હોય છે આપણી આંખોની ભાષા અન્યનેુસમજાવવી. જયને એ વાતનો અત્યંત અફસોસ હતો કે પોતે કદીુપણ સુનીતાને પોતાની આંખોની ભાષા સમજાવવામાં સફળ થઈ શકયો નહિ. કે પછી સુનીતાએ જ જયની આંખોની ભાષા વાંચવાની તસ્દી લીધી નહોતી. જયને મેળવીને પણ જાણે તેનાથી જોજનો દૂર હતી.ઘરમાં સાથે રહેતી તો પણ મનમાુંસતત હાજરી પૂરાવવામાં એ સદંતર નિષ્ફળ રહી હતી.

સુનીતાની નજરો તો બહુ સમાંતર જ રહેતી. ખરા અર્થમાં સમાંતર; એટલે કે ભૂમિતના નિયમ પ્રમાણે એકબીજાની તો શું કોઈની યે નજરને છેદીને એ પોતાના અલગ રસ્તે કદી ન જઈ શકતી. એ સમાજના બનાવેલા સીધી લીટીના રસ્તેુચાલવામાં માનતી. એની પોતાની કોઈ સ્વતંત્ર નજર નહોતી, એુસામાજિક દ્રષ્ટિ-કોણને જ વધારે મહત્ત્વ આપતી.

એની આંખો જયને સમજાવતી, ‘જુઓ, પ્રેમ તોુસૌના મનમાં ભર્યો હોય, પણ એટલે કાંઈ ગમે એના પર કોઈુસાવ ઓળઘોળ ન થઈ જાય. મર્યાદા વગરનો પ્રેમ એ પ્રેમ નથી હોતો. સમાજના પોતાના પણ કંઈ નીતિ-નિયમો હોય ખરાં કે નહિ ? એ શું ખોટાં હશે ? જો ખોટા હોય તો તો રોજ કોઈ ને કોઈ ચીલોચાતરીને પોતાની રીતે જીવવા લાગે ને બંધાયેલાુસમાજમાં ચારે તરફ સ્વચ્છંદતા વધતી જાય. પણ એવું નથી થતું એનું કારણ જ એ છે કે બધાં તમારા જેવા નથી હોતા. આપણી જ આંખો ને આપણાં જ કાબુમાં ન રહે એ વળી કેવું ? કોણ માને આવી વાત ?’ સુનીતાની વાતોમાં વળી સુમન તો આવી જ હોય, ‘કાલસવારે સુમનને પણ સાસરે જવાનું થશે ને એના સાસરામાં પણ તમારા બંનેની આવી વાતો પહોંચી જશે તો એને માટે તો ત્યાં આંખો ઊંચી કરીને જીવવું પણ મુશ્કેલ થઈ પડશે !’

આ બધું સાંભળવું જય માટે કંઈ નવું નહોતું. એને પોતાની આંખોની ભાષા સુનીતાને ન સમજાવી શકયાનો અફસોસ હતો. એને થતું કે કોઈ હોય કે જે એની આંખોને વાંચી શકે, પામી શકે. એની આંખોને જોતાં જ સમજી જાય કે એ હસે છે કે રડે છે ? આંખો પરથી જ એની અપેક્ષાઓને ઓળખી જાય. નજરોની ભાષા ઉકેલી શકે. આંખમાંથી જ એની લાગણીઓનેુસંવેદી શકે. એક નજર... હા માત્ર એક નજર માણસની જીંદગી બદલાવી શકે છે. ને માત્ર એક જ વ્યકિત એવી મળી હતી...ુસુમન !

હા, સુમને જયની આંખોને અંતરની ઊંડાઈઓમાંથી પારખી લીધી હતી. એની તમામ ભાવનાઓને તે એક જ નજરમાુંપામી શકતી હતી. ઊલટાનું જયને તો એણે એક નવી દ્રષ્ટિ આપી હતી જીવનને નીરખવાની.

સદાય નિઃસ્પૃહી અને સૌમ્ય જણાતી બાબાસ્વામીની આંખોમાંથી પણ જયને અનેક પ્રેરણા મળતી રહેતી હતી. એમની સાથે આંખો મળતી ત્યારે અનોખું સાયુજય રચાઈ રહેતું. જયને બાબાસ્વામીની આંખોમાંથી ખૂબ પ્રેરણા મળતી. અનેક સમસ્યાઓ થકી વ્યાકુળ જય બાબાસ્વામી પાસે આવતો. દરેક વખતે જય જૂદી જૂદી મૂંઝવણો અનુભવતો હોય. તેની આંખોમાંથી જ સમસ્યાઓ છલકતી હોય. એ અધીરીયો થઈને આવતો પણ બાબાસ્વામીની આંખોમાં જોતાં જ મન શાંતિ અનુભવતું. એમની આંખોમાં તેને શાંતિ જણાતી. જાણે કે યુગો યુગોના અનેક સવાલોના જવાબ એ આંખો કહી આપતી હતી. વાત્સલ્યભરી એ આંખો જોતાં જ જયમાં અરધી હિંમત તો આવી જતી.

પરંતું માત્ર આંખોથી જોવું એ કાંઇ પૂરતું નથી હોતું એમાં આપણી કલ્પના કે પૂર્વગ્રહો અનાયાસ ભળી જ જતાં હોય છે. નજરે જે દેખાય છે એને તમારા મનની આંખો પોતાની રીતે જ મૂલવે છે. એટલે તો દરેક પરિસ્થિતિ દરેકને માટે અલગ અલગ પરિણામ લઈને આવતી હોય છે. કહે છે ને કે દ્રષ્ટિ એવીુસૃષ્ટિ, યાને કે તમારું મન જે જોવા માંગતું હોય છે એ જ તમારી આંખો જુએ છે. જે વાત તમારું મન જોવા નથી માગતું હોતું એને તમારી ખુલી આંખો પણ નજર અંદાજ કરી નાંખતી હોય છે.

વનિતા પોતે જ આ બાબતનું મોખરાનું ઉદાહરણુબની શકે. એની આંખોને જય ગમી ગયો હશે પણ પાછળથી એની મુફલિસી વનિતાના મનમાં જરૂર ખટકતી રહી હશે જેથી એ વાત વારંવાર એના હોઠે આવી જ જતી, ‘જય, તું હવે બાઇક કયારે લઇશ ? આ તારો મોબાઇલ બહુ આઉટડેટેડ થઈ ગયો છે, હવે કોઈ સારું નવું ઈન્સ્ટ્રુમેન્ટ ખરીદી લે. આજકાલ તો મોબાઇલમાં ઇન્ટરનેટ જી.પી.આર.એસ., એફ.એમ., મલ્ટીમીડિયા વિઝ્યુઅલ રેડિયો, હેન્ડસ ફ્રી, ઈ-મેલ, સેકસી એમ.એમ.એસ., બ્લુ ટુથ, એકસ્ટેન્ડેબલ મેમરીકાર્ડ, ઇન્ફ્રારેડ.. અરે કેટલીયે ફેસીલીટીઝ આવતી જાય છે. કયાં સુધી આમ જુનાુ૩૩૧પ ને લેમીનેશન પર લેમીનેશન કરાવ્યા કરીશ ? ને સાંભળ આપણે આમ એકના એક બગીચે બેસીને કેટલા દિવસો રહેશું ? પસાર થતાં લોકો પણ હવે તો ઓળખી ગયા છે. જય, તું જલદીથી બાઇક ખરીદી લે તો આપણે દૂર દૂર સુધી ફરવા જઈ શકીએ. લોંગ ડ્રાઇવ પર આરામથી જઈએ. અને આ બંધિયાર માહોલમાંથી આપણો જરા છૂટકારો પણ થાય.’

આવી તો કેટલીયે બાબતોમાં વનિતા એને ટોકતી. આ બધી જ વાતો એના મનની આંખોમાંથી જ આવતી હોય ને? એની આંખો જે જયને જુએ છે એ તેના મનને સ્વીકાર્ય નહોતો આથી એનું મન જે કહે છે અથવા તો જોવા માંગે છે એવો તે જયને બનાવવા માંગતી હતી. આ જ એ કલ્પના કે પૂર્વગ્રહ જે માણસ પોતાની નજરમાં સેળભેળ કર્યા વગર રહી શકતો નથી હોતો.

સુનીતાની નજરમાં પણ એના મનની અંદર ઘડાયેલી શિસ્તના ચોકઠાઓ કેટલી બધી અસર કરતાં રહેતાં ? અમુક બાબતમાં અમુક પ્રકારના જ નિર્ણયો લેવા, અમુક માણસો સાથે અમુક મર્યાદામાં રહીને જ સંબંધો વધારવા કેુઘટાડવા, અમુક સમયે જ અમુક કામ થાય અથવા અમુક સમયે અમુક કામ ન થાય, આ બધી જ સમાંતર સીમારેખાઓ કંઈ માત્ર એની નજરોમાંથી નહિ પણ એના મનમાંથી જ ઉદ્‌ભવતી હતી.

એની નજરમાં લાગણી કે પ્રેમ જેવા પ્રવાહીતા ભરેલ કોઈ તત્ત્વોને સ્થાન નહોતું. પણ સામાજીક બંધનો, વહેવારોની આપ-લે, ઉંઘ, અભ્યાસ, પ્રેમ, સેકસ, ઘરકામ, આરામ, વગેરે માટે કંઇક અંશે ચુસ્ત સમયપાલન, જેવા સોલિડ એટલે કે ઘન,ુસ-ઘન કે ઘનિષ્ઠ કહી શકાય એવા ચોરસ તત્ત્વોનું એને મન બહુ મહત્ત્વ હતું. જીંદગી એને માટે એક એવી પઝલ સ્કવેર હતી કે જેમાં આવા સમઘન તત્ત્વોને એકમેકના ઇન્ટરલોકમાં બરાબર બંધબેસતાં ગોઠવી બહુ ઝડપથી પઝલ ઉકેલવાની સુનીતાનેુજાણે કે બહુ મોટી ઉતાવળ હતી. એને આ પઝલ એટલે કેુજીંદગીને બહુ સરળ રીતે પાર કરી એક બાજુ કાંઠે નિરાંતે બેસી જવાની ઉતાવળ હતી.

આપણી વિષમતાઓ આવી જ રહેવાની; નિરાંત માટે ઉતાવળ કરવાની. માણસ પોતાની જ ભૂલોમાંથી કશું શીખતો નથી. પરિણામે આવી વિષમતાઓ થવાની જ; જેમ કે શાંતિ માટે યુધ્ધની, સુખી થવા માટે વ્યાકુળ બની જવાની, દૂર દેખાઈ રહેલાં વૃક્ષના શીતળ છાંયડે પોરો ખાવા માટે દોડીને હાંફી જવાની, શ્રધ્ધાની અંદર સંશયની અને નિરાંત માટે આમ અધીરા થવાની વિષમતાઓ રહેવાની જ !

અરે માત્ર સુનીતા જ શા માટે જય પણ પોતાનો અધીરો સ્વભાવ કયાં છોડી શકે છે ? એનું અધીરું મન પણ એની નજરોમાં ભળીને બહાર આવે જ છે. મેરા નામ જૉકર નાુરાજકપૂરની જેમ ત્રણ ત્રણ સ્ત્રીઓ તેના સંપર્કમાં આવી હોવા છતાં એનું મન તો એવું ને એવું કોરું જ હતું ! એનું અધીર મન એની નજરોને આ વાસ્તવિકતા જોતાં અટકાવતું અને ન મળેલીુલાગણીઓનો બોજો નજરો પર એવી રીતે લદાઈ જતો કે એ ભારથી એની આંખો પણ બોઝિલ થઈ જતી.

એના હોઠે એ અભાવ કેટલીક વખત આવી પણુજાય, ‘સુમન, કુદરતે શું કરવા ધાર્યું હશે તે આપણને મેળવીને પણ જૂદા રાખ્યા. આપણું મન એક છે, વિચારો એક છે, તોુપછી એવું શું કામ કે આપણે આપણું ધાર્યું કરી શકતા નથી ? મેં કયાંક વાંચ્યું છે કે માણસ સિવાય કોઈ સજીવોમાુંલગ્નસંસ્થા અમલમાં નથી ને તોયે આ બધાં પ્રાણીઓનો સંસાર ડિસ્ટર્બ થયા વગર બહુ સરસ રીતે ચાલે છે. તો પછી માણસે એકવાર લગ્ન કરીને બંધાઈ જવાની શી જરૂર હોય છે ? ઉલટાનું ઘણીવાર તો આવા બંધનો જ માણસના સંસારને અસ્તવ્યસ્ત કરી નાંખતા હોય છે. મને તો હમેશા એમ થાય છે કે આ બધાં જ બંધનો તોડીને હું તારી સાથે કયાંક દૂર ચાલ્યો જાઉં. આમ જુસમાજના ગુલામ થઈને ડરી ડરીને જીવવું એ શા કામનું ?’

પહેલી નજરે ક્રાંતિકારી જણાય એવી જયની આ બધી વાતો મૂળ તો એના મનમાંથી જ આવતી રહેતી. એનેુસુમનનો માત્ર પ્રેમ જ નહિ પણ એનો સાથ પણ સતત જોઈતો હોય છે. એટલે જયારે એના મનનું આવું ધાર્યું પરિણામ મળી શકતું નથી ત્યારે ઉદાસ મન આંખો સાથે લડે છે. મતલબ કે એની નજરો પણ જે જૂએ છે તે એનું મન જોવા નથી માંગતું હોતું ને જયારે એના પૂર્વગ્રહો કે માનસિક વિચારધારાઓ પ્રમાણેુસમાજનું દર્શન એની નજરે નથી આવી શકતું ત્યારે એના મનની નજરો આ રીતે ઉશ્કેરાટ અનુભવતી રહે છે.

મન અને નજરની આવી વિસંવાદિતા તો દરેકમાં ઓછેવત્તે હોવાના જ. કોઈ કોઈ વ્યકિત જ આ વિસંવાદીતામાંથીુકહેવું હતુ :

‘આંખ એ તો મનના દ્વાર છે. નજરોને જે દેખાય છેુસુભગ સાયુજય ભરેલી સંવાદીતા ઊભી કરી શકે છે. ને સુમનુએમાંની એક ચોક્કસ હતી. દ્રઢ મનોબળ હોય તેને માટે કશુંય અશકય નથી હોતું. સુમનની નજર તો એ જ જોતી જે એનું મનુજોવા માંગતું હતું. બીજી રીતે કહીએ તો એમ કહેવાય કે એના મનમાં જે હોય એ બધું જ એની આંખો જોઈ શકતી હતી. એ કહેતી, ‘જય, તું એમ જ વિચારને કે આપણે મળ્યા તો ખરા, બાકી સમાજમાં કેટલાયે એવા પાત્રો હોય છે જે મળીને અલગ થઈ જતાં હોય છે. જયારે આપણે તો હમેશા સાથે હોઈએ છીએ. જયારે ધારીએ ત્યારે મળી શકીએ છીએ, મન થાય ત્યારે ફોન પર વાતો કરી શકીએ છીએ, કોઈનાયે ડર વિના ખુલ્લેઆમ ફરીએ છીએ, સાથે રહીને ઘણીબધી ઈચ્છાઓ પૂરી કરી શકીએ છીએ. જય, બધાંને કંઈ આવી બધી ઈચ્છાઓ પૂરી કરી શકવાની તક મળતી નથી હોતી. કેટલાયે પ્રેમીઓ તો માત્ર ઝૂરવા માટે જ જાણે પ્રેમ કરતાં હોય છે. એ બધાં કરતાં તો આપણી સ્થિતિ અનેકગણી બહેતર છે, તો પછી આમ સતત નિઃસાસા નાંખી નાખીને વિના કશા કારણે હિજરાયા કરવાનું શું કારણ છે ? હું તો અનેકવાર કહું છું ને કે જયારે જે પળમાં જેટલો આનંદ મળે એ માણી લેવો. બસ, મન ભરીને આનંદ માણો, બીજી બધી જ ચિંતાને છોડી દે. એટલું જ વિચાર કે આપણે ખુશનસીબ છીએ કે આપણે જૂદા થવું નથી પડ્યું.’

સુમન માટે હિજરાતા જયને દરેક વખતે સુમને આ રીતે કોઈ ને કોઈ હકારાત્મક વાત કહેવી જ પડે ને પછી જ જયનું મન શાંત થાય છે. મનને શાંત રાખવાનું આવું જ કામ બાબાસ્વામી પણ કરી આપતાં. મન અને આંખ વિશે એમનુુંએ આંખ દ્વારા મનમાં પ્રવેશે છે પછી જ ખરી પ્રક્રિયા શરૂ થતી હોય છે. એટલું જ નહિ આંખમાં શું પ્રવેશવા દેવું અને શું ન પ્રવેશવા દેવું એ પણ મન નક્કી કરી લેતું હોય છે. એટલે કે નજરો પર મનનો પૂરો કંટ્રોલ રહેતો હોય છે. મન જેટલું ચંચળ એટલી જ નજરો પણ ચંચળ ! મન જેટલું ધૂંધળું એટલું સામેનું દ્રશ્ય પણ ધૂંધળું દેખાવાનું અને એથી ઉલટું મન જેટલું નિર્મળ એટલી આપણી નજર પણ સ્વચ્છ રહેવાની. એટલે નજર સામે આવતી બધી જ પરિસ્થિતિનો સામનો કરવાનો અને એનાુસારા-માઠાં પરિણામોનો પૂરેપૂરો આધાર માણસના મન ઉપર રહેલો છે. વળી, સમજવા જેવી એક એ પણ વાત છે કે આંખ એ મનના દ્વાર છે પણ આંખ બંધ કરવાથી મનના દ્વાર બંધ થઈ જતાં નથી. એક દરવાજો બંધ થતાં બીજાં અનેક દરવાજાઓ ખૂલી જતાં હોય છે એ વાત આવી બધી જ બાબતોને પણ એટલી જ અસર કરતી હોય છે. માટે જ ધ્યાનમાં બેસવા માટે આપણને આંખો બંધ કરવાનું કહેવામાં આવતું હોય છે કારણ કે એમ કરવાથી કેળવાયેલી એકાગ્રતા વડે આપણી અંદર પ્રવેશવા માંગતી ઊર્જા માટે બીજા અનેક દ્વાર ખૂલવાની બહુ ભારે મોટી શકયતા રહેલી છે.’

...જયને બધી જ વાતો બહુ રહીરહીને યાદ આવે છે ને આવી આવીને સમજાતી જાય છે. તોયે અધીરતાના પોતાના ગુણથી છૂટી શકાતું નથી. એને ખૂબ જ અધીરાઈ થઈ આવે છે વનિતાને બરાબરનો પાઠ ભણાવી દેવાની, એને અધીરાઈ થઈ આવે છે સુનીતા સામે અને સમાજ સામે બંડ પોકારી બધાં જ બંધનો તોડીને પોતાનામાં રહેલી નીડરતાને સાબિત કરવાની,ુએને ખૂબ અધીરાઈ થઈ આવે છે સુમન પાસે પહોંચી જવાની... ને પોતે કરેલી એકેય કલ્પનાથી સંતોષ ન થતાં,ુસામેથી આવતા હોન્ડા પર સરસ પોલિશ્ડ આઈ બ્રો કરેલી સુંદરુઆંખોવાળી અને ફરફરતાં ઝુલ્ફાવાળી એ સ્ત્રી કોણ હશે એ જલદી જાણી લેવાની જયની આંખોમાં ખૂબ અધીરતા આવતીુજાય છે, કોણ હશે એ સ્ત્રી ?

મન અનેક ગણતરીઓ કરવા લાગતું. આકાશ તરફ નજર કરતા મોટા અને ઘટ્ટ વાદળો દેખાયા. જયને ફરી થયું કે આજે નક્કી વાવાઝોડું આવશે. વાતાવરણ ખાસ્સુ એવું ડામાડોળ અને ગતિમાન થઈ રહ્યું છે. એ ચહેરો... એ ચહેરો એને... બિલકૂલ...

નવમી ક્ષણ

...બિલકૂલ વનિતા જેવી લાગે છે કે ? -જયને એુસુંદર આંખો જોઈએ સૌથી પહેલા વનિતા યાદ આવી ગઈ હતી. નવમી સેકન્ડે ફરી આ વનિતા યાદ આવી ગઈ એને. પોતાનીુજાત પર ઘણીવાર ગુસ્સો ચડતો એને. પોતે શા માટે વનિતાને ભૂલી નથી જતો ? શું કામ એને આટલા વખત પછી પણ યાદ કર્યા કરે છે ? તેની પાસે જવાબ નહોતો.

કડવી-મીઠી યાદોંથી તો સૌ કોઈની જીંદગી ભરેલી હોય છે. પણ અત્યારે આ નવમી સેકન્ડે વનિતાનું ફરી યાદ આવી જવું એને કદાચ પહેલી સેકન્ડ કરતાંયે વધુ વસમુ લાગ્યું. કેટલાંક દર્દો જ એવા હોય છે કે જે શૂળની પેઠે ઊંડા તો જરૂરુઊતરતા જાય છે પણ જેમ જેમ સમય જાય તેમ તેમ એ શૂળની વેદના પણ સતત વિસ્તર્યે જાય છે.

કાલે તમને કોઈએ જરા અણિયાળી વાત કહી દીધી હોય ને આજે એ વાતનું દુઃખ તમને સતાવતું હોય તો સમજવું કે તમારી પ્રકૃતિ એટલી બધી સંવેદનશીલ છે કે હવે આવતી કાલે આ જ બાબતની ઉદાસી તમને ખૂબ જ પરેશાન કરશે એ વાત ચોક્કસ સમજવી.

જયને માટે આ જ વાત જરા વધારે બંધબેસતી દેખાઈ આવતી હતી. છેલ્લે વનિતાએ એને કહ્યું હતું, ‘ફરી કયાંય પણ જવું હોય તો બાઇક લઈને જ આવજે. ત્યાં સુધી મને કયાંય લઇ જવાનું વિચારીશ નહિ... હું બીજું કંઇ ન જાણું. તારે બાઇક કયારે લેવી, કેવી રીતે શીખવી, શું કરવું એ હું ન જાણું. હું તો એટલું જ સમજું કે હવે આપણે મળીએ ત્યારે તું મને લેવા બાઇક પર જ આવશે. ઇઝ ઇટ કિલયર નાઉ ?’

વનિતાના જીદ્દી સ્વરોં હમેશા આટલા ઊંચા જ રહેતાં હોય છે એ જય બરાબર સમજતો. આથી આ પ્રકારનીુગયો.

આ પથારીવશ અવસ્થામાં એક પણ વાર વનિતાુસ્ત્રી-હઠથીયે વધારે મજબુત વનિતા-હઠને કયારેય દબાવી નુશકાય એ પણ તે સમજતો.

જો કે પહેલા તો એને વનિતાની વાત એક મજાક જુલાગી હતી. પછી પણ એને તો એમ જ હતું કે થોડા દિવસમાં જ રિસાયેલી વનિતા માની પણ જશે. પરંતું એમ ન થયું. વનિતા કેટલાંયે દિવસ સુધી દેખઈી નહિ. નાનકડી વાત વનિતા માટે આટલી મહત્ત્વની હશે એની જયને કલ્પના નહોતી. પછી તેની બાઇકની વાતને જરા ગંભીરતાથી વિચારીને બિચારો જય બાઈક કેવી રીતે શીખવી એના વિચારો કરવા લાગ્યો. પણ એમ કાંઈ રાતોરાત કોઈ જીદ પૂરી કરવાનો આગ્રહ રાખવો એ જરા વધુ પડતું તો કહેવાય જ, પણ એ વાત વનિતા સુધી કેમુપહોંચાડવી? એ તો જાણે સાવ અદૃશ્ય થઈ ગઈ હતી.

કેટલાયે દિવસો સુધી ઝાંઝરીયાના એ ચેકડેમના પાળા ઉપર ટહેલતાં ટહેલતાં જયે એની રાહ જોઈ હશે. પણ પછી એ કયારેય પાછી આવી નથી.

...અને ઝાંઝરિયા હનુમાનજીએ પૂરી થયેલી એ મુલાકાત પછી છેલ્લી મુલાકાત બની રહી...

...છેલ્લી એટલા માટે કે વનિતા-હઠને પૂરી કરવા એક વાર જય તેના કઝીન હરેશની બાઇક શીખવા મહેનત કરતો હતો. જીવનની અનેક આટીઘૂંટીઓમાં અટવાતા કૂટાતા જયને એમાં ગિયર, કલચ, બ્રેકની આંટીઘૂંટી બરાબર નહિ સમજાઈ હોય ને એને કારણે બાઇક સ્લીપ થઇ અને જય બરાબરનો ફસડાયો હતો. ને પૂરા ત્રણ મહિનાનો ફ્રેકચરનો ખાટલો આવીુએને મળવા આવી નહોતી તેથી જ જયને સાજા થવામાં ત્રણ ને બદલે ચાર મહિના થઈ ગયા હતાં. ને સાજા થઈ ગયા પછી તેણે આશા પણ મૂકી દીધી હતી. કદાચ આ કપરા સમયમાં જ વનિતાની સાચી ઓળખ એ પામી શકયો હતો. એટલે ઝાંઝરીયા હનુમાનની એ મુલાકાત છેલ્લી બની રહી પણ એણે નક્કી કર્યું હતું કે સાજા થયા પછી એકવાર પગપાળા હનુમાનજીના દર્શને જરૂર જવું. એટલેે હાથમાં ટેકણલાકડી લઈને એ ઝાંઝરીયા હનુમાનજીના મંદિર જઈ આવ્યો. અકસ્માતથી એને બાઇક ચલાવતાં તો ન જ આવડ્યું પણ ચાલીને મંદિરે જતાં જરૂર શીખી ગયો.

આજે તો કેટલા સમયથી એનો ચહેરો પણ જોયો નથી. આટલા વરસે અચાનક એ સામે આવી જાય તો શું તેને ઓળખી શકાય ? કદાચ પહેલી નજરે ન પણ ઓળખી શકાય. અરે જેની બરાબરની ઓળખાણ એકવાર થઈ ચૂકી હોય એને ઓળખવાની હવે જરૂર પણ શી છે ? જયને પ્રશ્ન થયો.

હવે વનિતાને યાદ રાખવાની જરૂર પણ શી છે ? પણ... એમ કાંઈ વીતી ગયેલી સેકન્ડોને આ ટેકણલાકડી વડે થોડી ટોચી શકાય છે ?? અતીતને ભૂલવો બહુ અઘરો પડતો હોય છે. બહુ જ મુશ્કેલ હોય છે કડવાશથી ભરેલા મનમાં ફરી અમૃતની મીઠાશ વહેવડાવવી, બહુ મુશ્કેલ હોય છે દાઝેલા દિલની દાહક પીડાઓને ઠારીને દફનાવવાનુંં, ખૂબ અઘરું પડે છે મનને કોઈના તરફથી પાછું વાળવું, કઠિન હોય છે સૂકા તળાવમાં લોઢાની હોડી તરાવવી, બહુ મુશ્કેલ હોય છે આખાયુઆકાશને મુઠ્ઠીમાં ભરી લેવું !

પહેલેથી જ જયને એટલે જ કદાચ વધારે ચિંતા ચિરાગ અને હેતલ માટેની થતી. તેણે એ બંનેની આંખોમાં એકબીજા માટેની સાચી લાગણીને જોઈ હતી ને એ જ રીતે એ બંનેની આંખમાં એક પ્રકારની લાચારી પણ જોઈ હતી. ભાગીનેુલગ્ન કરવાની એ બંનેની ઈચ્છા તો નહોતી જ ને એમ તેઓ કરી શકે એમ પણ નહોતા. જયને થતું કે જો ચિરાગને કોઈ નાની-મોટી નોકરી મળી જાય તો સુનીતાને એ બંનેના લગ્ન માટે સમજાવી શકાય ને એ રીતે પોતે એ બંનેની મદદ કરી શકે.

પણ નજીકના ભવિષ્યમા ચિરાગને કોઈ નોકરી મળવાનીુસંભાવનાઓ જણાતી નહોતી.

સુમને ખાતરી આપી હતી કે તે આ બંનેના લગ્ન કરાવી આપશે, પણ કેવી રીતે એ તો કદાચ એ પોતે પણ નહિુજાણતી હોય. જયને થયું કે કદાચ એ વખતે પોતે આવેશમાં હોવાને કારણે આશ્વાસન આપવા માટે પણ જવાબદારી લીધી હોય, પછી એ વાત જ ભૂલી જવાઈ હોય એમ બને.

પણ ના,ના, સુમનને તો સૌથી વધુ લાગણી રહી છે હેતલ માટે. એણે જ તો હેતલને ખૂબ પ્રેમથી ભણાવી છે. એથીુસુમન એને પોતાની દીકરીની જેમ ચાહે છે. એ જરૂર કોઈ રસ્તો કાઢી આપશે.

કેટલા સુંદર હતાં એ દિવસો ? જયને બધું જ યાદ આવ્યા કરે. બિચારી નિર્દોષ હેતલને તો સમજાયું જ નહિ હોય કે મમ્મીએ સાવ અચાનક આમ એનું ટ્યુશન કેમ બંધ કરાવી નાંખ્યું ? સુમન એને કેટલું સરસ ભણાવતી હતી ? એ જે ભણાવે એ બધું જ એને બરાબર યાદ રહી જતું.

હેતલને ભણાવવા આવતી ત્યારના કેટલાંક સ્મરણો જયને રોમાંચિત કરવા લાગ્યા. હેતલને ભણાવી લીધા પછી પણુસુમન ઘણીવાર એમને ત્યાં રોકાતી અને જય સાથે અલકમલકની વાતો કરતી. એમની ચર્ચામાં સુનીતા પણ ભાગુલેતી. કેટલીક વાર હેતલ સ્કૂલેથી ન આવી હોય ને સુનીતા કયાંક બહાર ગઈ હોય ત્યારે તો કૉફી પણ સુમન જ બનાવે ને બંને કોઈ બીજી દુનિયામાં ખોવાઈ જાય. ઝુલા પર હાથમાં હાથ પકડીને બેસે ને પછી કયાંય સુધી એકમેકમાં ખોવાઈ જાય.

એ દિવસે ઝુલા પર જ બેઠાં હતાં બંને, સુમનના મીઠા છણકાઓ તરફ ધ્યાન આપ્યા વગર જય એનો હાથ પકડીને બેઠો હતો.

‘જય, હાથ છોડી દે પ્લીઝ, અત્યારે સારું ન લાગે.’ ‘નહિ છોડું.’ જયે જરા ફિલ્મી સ્ટાઇલ મારી. ‘દરવાજો ખુલ્લો છે, જરા જો તો ખરો,પ્લીઝ. કોઈુઆવી જશે તો ? કેટલું ખરાબ લાગશે ? છોડી દે ને હાથ.’

‘ઓહ, તો એમ કહે ને કે દરવાજો બંધ કરી દે, ચાલ દરવાજો બંધ કરી દઉં, પછી ?’ કહેતાં હસતો હસતો જય દરવાજો બંધ કરવા ઝુલા પરથી ઊભો થવા જાય છે. એટલે શરમથી લાલઘૂમ થયેલી સુમને એને અટકાવવા નાછૂટકે એનો હાથ મજબૂતીથી પકડી જ રાખવો પડ્યો, ‘અરે નહિ જય, એમ નહિ. દરવાજો બંધ ન કરાય. હમણાં હેતલ આવી જશે. અત્યારે આવી મજાક ન કર, કાંઇક તો વિચાર.’

હવે જયને ખૂબ મજા પડી સુમનને ચીડવવાની, ‘જો તો, અત્યાર સુધી હાથ છોડાવવાની વાત હતી ને હવે જો મારો હાથ કેવો સખત દાબી દીધો ? આ સ્ત્રી જાતને સમજવી બહુુઅઘરી હોય છે, સ્ત્રીઓ કેટલી વિચિત્ર હોય છે ! કોઈએ સાચું જ કહ્યું છે કે સ્ત્રીની ‘ના’ માં ‘હા’ સમજવી અને ‘હા’ માં ‘ના’

સમજવી. મને તો આજે આ વાત સમજાઈ. હવે તું નક્કી કરીને કહે. શું કરવાનું છે ?’ કહીને જય ખૂબ હસી રહ્યો હતો. સુમન એની મજાકને માણી રહી હતી.

સુમનના કહેવા છતાં એ હાથ નહોતો મૂકતો. જરા છેડછાડ થઈ રહી હતી. દરવાજો ખુલ્લો હતો ને બરાબર એ જ વખતે સુનીતાનું આવવું...

વાત વણસી ગઈ, ચોતરફ જાણે આગ લાગી ગઈ, આખરે સુનીતા બધું જ જાણી ગઈ, સમજી ગઈ. સ્વાભાવિક કહી શકાય એવું ભારે અસ્વાભાવિક તોફાન વણસી ઊઠયું. બચાવ કરી શકાય એવું કોઈ કારણ જય કે સુમન પાસે બચ્યું નહોતું.

વાપરી શકાય એટલી ખરાબ ભાષા વાપરીને સુનીતાુસુમનને બેફામ બોલવા લાગી હતી, ‘તને તો મેં શું ધારી હતી ને તું શું નીકળી ? મેં જ તને અહિ આવવા બોલાવી અને તેં જ મને આ દિવસો જોવા લાચાર કરી દીધી ? તારા જેવી ભણેલી ગણેલી છોકરી આવું કરે એ વાત કોણ માનશે ? તેં મારા ઘરમાં નજર કરી ? ચાલ, નીકળી જા મારા ઘરમાંથી, ને હવે પછી આ ઘરમાં પગ પણ મૂકવાનો નથી, સમજી ?’ અત્યંત ગુસ્સામાુંસુનીતા ખૂબ જ એલફેલ બોલવા માંડેલી.

કહે છે કે સત્યને પણ આરોપીના પાંજરામાં આવીુઊભા રહેવું પડતું હોય છે. પણ સત્ય માટે એક વાત સારી છે કે એ પાંજરામાં ઊભા રહીને પોતાનો બચાવ કરવાની તક તો મેળવે છે, પરંતું પ્રેમ ? પ્રેમને તો સીધો જ કારાવાસ આપી દેવામાં આવે છે ! એને તો પાંજરામાં આવીને ઊભા રહેવાનો કેુપોતાના બચાવમાં કંઈ કહેવાનો પણ અધિકાર નથી આપવામાં આવતો ? આવું કેમ ? સમાજનો આવો ન્યાય ?

જય એ વખતે વિદ્રોહનો કંઈક આવા પ્રકારનો ભાવ અનુભવી રહ્યો હતો. ખુલાસો કરવાની કોઈ જ તક એને આપવામાં આવી નહોતી. અને આમેય ખુલાસો કરી કરીને એ શું કરી શકે ? ને એય સુનીતા પાસે ? એ કંઇ થોડી આ સંબંધને મંજુરીની મહોર મારી આપવાની હતી ? જો કે એવી મંજુરીની જરૂર પણ શી હોય ?

એને તો એ દિવસથી સુનીતા પર કાયમ ખૂબ ગુસ્સો રહ્યાં કરતો પણ સુમન જ એને સમજાવતી કે, ંસુનીતાનો ગુસ્સો વ્યાજબી છે. કોઈપણ સ્ત્રી આમ જ કરે. એના સ્થાને હું હોઉં તો કદાચ હું પણ આમ જ કરું, કદાચ આનાથી પણ વધારે તીવ્ર પ્રતિઘાત મારા હોય શકે. કોઈપણ સ્ત્રી પોતાના પતિની બેવફાઈ સહન ન કરી શકે. એના દુઃખને સમજવા કોશિશ કર, જય. ખરા અર્થમાં તો આપણે બંને એના ગુનેગાર ગણાઈએ. આપણે એક રીતે એનો દ્રોહ કરી રહ્યાં છીએ, જે ખરેખર બહુ મોટો અપરાધ છે. આપણે બંને આ વાત સમજીએ છીએ ને તોયે આપણી વચ્ચે લાગણીના એવા સંબંધો વણાઈ ચૂકયા છે કે હવે આપણને એકબીજાથી અલગ રહેવું પણ ગમતું નથી. આપણી વચ્ચે ગમે એટલો સાચો પ્રેમ હોય તો પણ સુનીતાની વાતને આપણે સાવ અવગણવી ન જોઈએ. હું તો તારી જ છું પણ તું એને પણ સાચવ જય. આપણો પ્રેમ તો હમેશા રહેશે જ પણ એનો વિશ્વાસ પણ રહેવો જોઈએ. હમેશા કોઈપણ બાબતમાં એનો હક પહેલા જ હોવો જોઈએ. આપણે એના સ્વમાનને કદી ન ભૂલી શકીએ, જય.’

સુમનની આવી વાતો સાંભળીને જય મનોમન પોતે ખુશનસીબ હોવાનો અનુભવ કરતો. એવી કઈ પ્રેમિકા હશે જે પોતાના પ્રેમીની પત્નીની પણ આટલી ખેવના કરે ? બહુ મુશ્કેલ હોય છે આ બધી પરિસ્થિતિમાંથી પસાર થવું. અહિ પણ આ કારણે જ સુમનનું પલ્લું નમી જતું હતું.

સુનીતાએ તો આટલા વરસે પતિની બેવફાઈ જોઈ જયારે સુમન માટે તો આવા કોઈ માપદંડો જ નહોતાં રહ્યાં કેમકે જય તો પહેલેથી જ પરણેલો હતો. તો પણ વફાદારી કે બેવફાઈની પળોજણમાં પડયા વિના એણે તો માત્ર જયને ચાહીને અનોખો દાખલો બેસાડી આપ્યો.

સતત પોતાની નજીક રાખીને પણ ન ચાહી શકનારીુસુનીતા જયના પ્રેમને પણ કદાચ બરાબર ન્યાય ન આપી શકી તો માત્ર થોડી ક્ષણો માટે પોતાની નજીક રહી શકતાં જયની ચાહતમાં જન્મોનો પ્રેમ ભરી આપનાર સુમન જયની જીંદગી બની ગઈ.

કોઈવાર તક મળે તો જય કહેતો, ‘સુનીતા, તું ધારે છે એવી સુમન નથી. એનો વાંક પણ નથી. કદાચ મેં જ એને આ રીતે બદનામ કરી નાંખી. પણ એનો કે મારો ઈરાદો એવો નહોતો. હા, જરા લાગણીથી બંને ખેંચાયા એ સાચું પણ હું એમાં કશું અયોગ્ય નથી સમજતો. કોઈને માટે લાગણી થવી એ કાંઈ અપરાધ નથી. મારા મનમાં એના માટે પ્રેમ જન્મ્યો તો એનો અર્થ એવો નથી કે હવે તારા હકમાં જાણે કોઈ ભાગ પડાવનાર આવી ગયું. પ્રેમ એ વહેંચી શકાય એવી વસ્તુ છે પણ વહેંચવાથી એ બમણો થાય છે ઘટતો નથી. મેં તને જરાય અન્યાય થવા દીધો નથી ને થશે પણ નહિ. તારા માટે આ બધુુંસ્વીકારવું બહુ મુશ્કેલ છે એ હું સમજું છું, પણ જે સ્થિતિ નિર્માણ થઈ છે એને આજે નહિ સ્વીકારી શકાય તો આવતીકાલે તો એ જ સ્થિતિ વધારે ને વધારેે જટીલ થતી જશે. સુનીતા,ુજીવનમાં કેટલીયે વાર એવા તબક્કા આવી જતાં હોય છે કે એવે વખતે સારા-નરસાંનો વિચાર કરવાને બદલે બીજાની ભાવનાઓનો વિચાર કરવો ખૂબ જ આવશ્યક બની જતો હોય છે. જીવનમાં શાંતિ ટકી રહેશે તો બીજું બધું જ આપોઆપ મળી જશે. હું એમ નથી કહેતો કે તું સુમનનો સહજ સ્વીકાર કરી લે. હું તો માત્ર એટલું જ કહું છું કે તું માત્ર એની ભાવનાઓનેુસ્વીકારી લે. એની જગ્યાએ તારી જાતને મૂકીને એક ક્ષણ વિચારી જો.’

જો કે સુનીતાને સમજાવવામાં જયને ખાસ કંઇુસફળતા તો કદી મળતી નહિ. સુનીતા પાસે એની દરેક વાતનો પોતાની રીત પ્રમાણેનો જવાબ મોજૂદ રહેતો.

જયારે જયારે આવું થતું હોય ત્યારે લોકો કોઈ રસ્તો કાઢી આપવાને બદલે સંઘર્ષ લાંબો ચાલી રહે એવા જ રસ્તાઓ બતાવતા રહે છે. પરિણામે વાત વધુ ને વધુ વણસતી ગઈ,ુસુનીતા વણસતી જ રહી.

પછી તો એના મોઢે સુમન માટે તુચ્છકાર ભરેલા શબ્દો જ આવ્યા કરે, ‘આ સુમુડીએ તો મારું જીવન બગાડયું. બીજું કોઈ નહિ ને મારો જ વર દેખાણો એને ? આટલા વરસે મારે આ દિવસો જોવાનો વખત આવ્યો હોય તો આ હરામજાદીુસુમુડીને કારણે. કોણ જાણે કયાં કાળ ચોઘડિયે મેં જ એને બોલાવી હશે ! મેં તો મારા જ પગ ઉપર કુહાડો માર્યો. ને આ પુરુષજાત એક તો હોય જ આવી, ને એમાંય આ રૂપાળીનાુનખરાંય એવા હશે ને ! ...મળશે મળશે, જરૂર બદલો મળશે,ુસજા તો જરૂર મળશે. હું નહિ તો બીજું કોઈ આપશે, ભગવાન જ આપશે બદલો ...હરામજાદી સુમુડીને !’

સુમન હવે એને માટે સુમુડી થઈ ગઈ હતી. ઘરમાં ચાલી રહેતાં આ બધાં તંગ વાતાવરણને હેતલ પોતાની નાનકડી નજરે ઘણું સમજી જતી હતી, પણ કશું બોલતી નહોતી. સુમનનું ટયુશન તથા સુંદર માર્ગદર્શન મળતું બંધ થઈ ગયું તેથી એના ભણતર ઉપર બહુ માઠી અસર પડી હતી. એટલું જ નહિ પણ મમ્મી-પપ્પાની વચ્ચે ચાલતાં રહેતાં અવિરત સંઘર્ષને કારણે એના મનમાં પણ બહુ જબરી ઉથલપાથલ મચી રહેતી હતી.

કારણ વગરના વ્યર્થ વિચારો જયના મનમાં આવી રહ્યાં હતાં. તેને હતું જ કે આ નવમી સેકન્ડે યાદ આવી ગયેલી વનિતા એને અત્યારે પણ એવા જ કોઈ વાહિયાત પરેશાનીભર્યા વિચારોમાં ડૂબાડી દેશે. એટલે એક જ સેકન્ડની વાત આટલેુસુધી લંબાઈને પહોંચી ગઈ !

...જયને થયું જયાં પૂરી જીંદગી જ વ્યર્થ જવામાં હતી ત્યાં ક્ષણો તો શું વિસાતમાં ? પણ જયારે જયારે એની નજરમાં કોઈ બાઇક આવે છે ત્યારે ત્યારે એને વનિતા અચૂક યાદ આવી જ જાય છે. અને ફરી બધું જ તાજું થાય છે. અત્યારેુસામેથી આવતી બાઇક જોઈ ને એમાંયે પાછળ બેસેલ સ્ત્રીનેુજોઈને એને ફરી વનિતા યાદ આવી ગઈ. પછી ટેકણ લાકડી જરા જોરથી સડક પર ઠપકારવા લાગ્યો જાણે કે લાકડી સાથે ચોંટેલી ધૂળની જેમ હૈયે ચોંટેલી કોઈ અણગમતી વાતને ઠપકારીને ખંખેરવા માંગતો હોય !

દસમી ક્ષણ

લાકડીને ચોંટેલી ધૂળ તો ખંખેરાઈ ગઈ પણ હૈયામાં ચોંટેલી અણગમતી વાત કેમેય ખંખેરાઈ શકાશે નહિ એવું જયનેુલાગ્યું. પછી એ કોઈએ આપેલ ઝખમોની ધૂળ હોય કે ધૂળમાં રગદોળાઇ વળેલા જીવનની વાત હોય.

બાઇક પરથી પડતાં ફ્રેકચર થયું ત્યારે એક પખવાડિયું દવાખાને રહેવું પડેલું. પગ ઉપર પ્લાસ્ટર કરવામાં આવ્યું હતું. જયને થતું કે આવી રીત તૂટેલા દરેક સંબંધનેય કોઈુપ્લાસ્ટર થઈ શકતું હોત તો ? હાડકાઓની માફક ‘ક્રેક’ થયેલાુસંબંધો પણ આ રીતે સાંધી શકાતા હોત તો કેવું સારું થાત ?

સમાજમાં ઘણાંયે તૂટેલા સંબંધો ફરી જોડાઈ ગયાના ઉદાહરણો મળી આવે છે. પણ અહિ પણ નિયમ તો વળી પાછા સરખા જુલાગુ પડે છે, હાડકાની જેમ સંબંધો જેટલા કૂમળા એટલા ઝડપથી ફરી સંધાઈ જાય છે અને મજબૂત પણ કઠણ હાડકાને જેમ સંધાતા વાર વાગે છે એમ એવા પ્રકારના સંબંધોને ફરીુજોડવા મુશ્કેલ હોય છે ને જોડાય તો પણ કોઈ એકાદી ખોડ જરૂર રહી જતી હોય છે.

બરડ અને બટકણા વહેવારો પાછા જોડાઈ શકાતા જ નથી. એ સત્ય પણ જયને એના તૂટેલા હાડકાએ જુસમજાવ્યું. દવાખાનાની પથારીમાં એ ખૂબ બોર થઈ જતો. એનો આખોય પરિવાર એની સરભરામાં રહેતો તોયે એની આંખો જાણે કોઈકની રાહ જોઈ રહી હતી. જયના માતા-પિતા, કાકા-કાકી બધાં જ દવાખાને એની પાસે રહેતાં. બીજા નજીકના સંબંધીઓ પણ આંટો મારી જતાં.

પહેલા બે દિવસ તો એને થયું કે વનિતાને ખબરુમળતાં વાર લાગે એટલે એ કેમ આવે ? પણ પછી જે મિત્રનું બાઇક શીખવા જતાં ફસડાયો હતો એ જ મિત્ર હરેશને સમાચાર આપવા મોકલ્યો હતો.

દિવસ ઉગે ને એ વનિતાની રાહ જોવા માંડતો. હમણાં આવશે... હમણાં આવશે... પણ વનિતા એને દેખાય જ નહિ. હરેશ પણ ગયો એ ગયો, પછી ફરી વાર તો એ પણ ડોકાયો નહિ.

પોતે સૂઈ ગયો હોય ને જાગે ત્યારે પાસે જે બેઠું હોય એને પૂછે, ‘મને મળવા કોઈ આવ્યું હતું ?’ જવાબમાં ‘ના’ મળે, અને જવાબ ‘હા’ મળે તો પણ મળવા આવનારના નામોની યાદીમાં વનિતાનું નામ તો ન જ હોય. ઊંઘ જ ઓછી થતી ગઈ. એમ છતાંય સૂવું હોય તો સૂતા પહેલા પાસે જે હોય એને કહે, ‘એવું કોઈ ખાસ આવે તો મને પાછા જગાડજો હો !’

આ ‘ખાસ’ એટલે કોણ એ બધાં જ સમજતાં, પણ કોઈ મગનું નામ મરી શું કામ પાડે ? બધું જ જાણતાં હોવા છતાંયે કાકીએ એક વાર જયની માને પૂછેલું, ‘ભાભી, આને કોની રાહ છે તે આમ પૂછે છે ? મને કહો તો હું બોલાવી લાવું ?’

ખબર હોવા છતાં પૂછાતા આવા સવાલોનો આવો જ ખોટો જવાબ આપવામાં સ્ત્રીઓ હમેશા ખૂબ કુશળ સાબિત થતી હોય છે, જયની માએ જવાબ આપ્યો, ‘રાહ તો કોની હોય, પણ આ દવાખાનાની પથારીમાં એકધારા પડ્યા રહેવાથી એનું ચિતભ્રમ થઈ ગયું છે. એટલે એની વાતને બહુ મોરાગ દેવાની જરૂર નથી. એને સારું લાગે એવો જવાબ દઈ દેવો એટલે વાત પતે, બીજું શું ?’

દવાખાનાનું વાતાવરણ એકદમ નિરસ હતું. જયેુફિલ્મોમાં અને પુસ્તકોમાં વાંચ્યું હોય એમાંનું કાંઈ જ અહિ નહોતું. બારીમાંથી તાજગીભરી હવા અંદર આવવાને બદલે દવાઓની વાસ આવ્યા કરતી. જેને જોઈને કદાચ જય દિવસ-રાત પસાર કરી શકે એવા આકાશનો એક નાનો સરખો ટૂકડો પણ જયને એ બારીમાંથી જોવા નહોતો મળતો. બારીુસામેની મેલી દીવાલો પરથી છત તરફ જતાં ગટરના ભૂંગળા દેખાતાં. એની વચ્ચે કેટલીક જગ્યાએ જામી ગયેલી લીલમાં વનસ્પતિ ઉગી નીકળેલી. છજા ઉપર કબૂતરો આવીને બેસતા ને પાછા ઉડી જતાં. ફૂલદાનીમાં રોજ નવા તાજા ફૂલો બદલાવાતા હોય એવું દ્રશ્ય એણે ઘણી ફિલ્મોમાં જોયેલું પણ આખાયેુસ્પેશ્યલ રૂમમાં ફૂલદાની જ નહોતી પછી ફૂલો બદલાવવાની તો વાત જ કયાં રહી ? સામેની ભીંત પર લગાવેલી ઘડિયાળ ચોવીસ કલાકમાં બે જ વખત સાચો સમય બતાવી શકતી હતી. ઘડિયાળનું ખરું મહત્ત્વ પણ આપણને ઘણીવાર આવા કોઈુસંજોગોમાં જ સમજાતું હોય છે. કોઈની રાહ જોતાં હોઈએ ને ઘડિયાળ ચાલુ ન હોય ત્યારે પરિસ્થિતિ સારી એવી કપરી બની જતી હોય છે.

દુઃખમાં જ સુખનું મહત્ત્વ સમજાતું હોય છે. કોઈની ગેરહાજરીમાં જ એમની ખોટ વરતાતી હોય છે. દિવસ કરતાં રાત્રેુસૂરજની મહત્તા જલદી ગળે ઊતરે છે. પરણી ગયા પછી કુંવારા હોવાપણાનો સ્વતંત્ર વિચાર પણ તમારી નજીક ફરકી શકતો નથી. સહજ કરતાં દુર્લભ બાબતોનું આપણને વધારે આકર્ષણ થાય છે. એટલે માંદગી આવે ત્યારે જ આપણને તંદુરસ્તીની કિંમત સમજાતી હોય છે.

જે જીંદગી સુંદર કુદરતી દ્રશ્યો વચ્ચે આળોટતી હોય છે, જે જીંદગી સુખેથી ચાર ટાઈમ ભોજન, ચા-નાસ્તા માટેુસ્વતંત્ર હોય છે, જે જીંદગી પોતાની નિજી રફતારમાં ઉત્સાહથી દોડવા ટેવાયેલી હોય છે, જે જીંદગી દુન્યવી સુખોની રેલમછેલથી છલકાતી હોય છે, જે જીંદગી અવનવા રંગે રંગાતી રહેતી હોય છે,

...એ જીંદગી ચાર મેલી દીવાલો અને એક બારીની વચ્ચે તેજ અવાજે પણ ધીમી ગતિએ ફરતાં પંખાની નીચે અમળાતી હોય છે, એ જીંદગી ચાર ટાઈમ પપૈયું,

સંતરા-મોસંબીનો રસ અને કૅલ્શ્યિમ યા જીલેટીન કૅપ્સુલ સિવાય કશોય સ્વાદ લેવા સ્વતંત્ર નથી હોતી, એ જીંદગી પથારીમાંથી નીચે પગ પણ મૂકી નથી શકતી, એ જીંદગી જાણે તીખા સણકા અને પીડાના અંધારા કૂવામાં ડૂબી જાય છે, એુજીંદગી લીલા પડદા અને સફેદ ઓછાડના રંગે રંગાઈ જાય છે, એ જીંદગી કોઈ સેવાભાવી કાર્યકરે પથારી સુધી આવીને આસ્થાપૂર્વક વાંચવા આપેલ મફત ધાર્મિક પુસ્તકને અનેકવાર વાંચવામાં જાણ્યે-અજાણ્યે બધાં જ દુન્યવી સુખોને ભૂલી જાય છે. ...એ જીંદગી માંદગીના બિછાને કોઈ પોતાની ખબર પૂછવા આવે એવી આશાએ સાજી થવા મથતી જાય છે, મથતી જ જાય છે...

મા-બાપ, કાકા-કાકી બધું જ સમજતાં હોવા છતાં વિશેષ કશું કરી શકે તેમ નહોતા. એમનાથી થતી બધી જ

સેવાઓ એ કરતાં. જયને રાહ હતી તો હરેશની કે જેને તેણે વનિતા પાસે સમાચાર આપવા મોકલ્યો હતો.

દવાખાનેથી રજા આપી પછી ઘેર આવ્યા પછી પણુપ્લાસ્ટરવાળો પગ બહુ હલાવવાની ડૉકટરે મનાઇ કરી હતી. મોબાઇલ પર ગેઇમ રમી રમીને જય થાકી જતો. વનિતાને મોકલેલા એસ.એમ.એસ. વનિતા સુધી પહોંચતાં જ નહોતા.

હરેશ તો પછી દેખાયો જ નહિ ને એનો મોબાઇલ પણ લાગતો બંધ થઈ ગયો. કહે છે ને દુઃખ આવે ત્યારે બધી બાજુએથી આવે છે. એટલે પછી ન તો હરેશ મળવા આવ્યો કે ન તો વનિતા આવી.

પરિણામે જયને માટે તો માંદગી બમણી થઈ પડી.ુપગની સાથે સાથે એનું દિલ પણ તૂટી ગયું. ઘરમાં પણ એણેુપોતાનો ખાટલો બારી પાસે એવી રીતે રખાવેલો જેથી ઘરમાં કોઈ આવે તો એનું તરત જ ધ્યાન જાય.

પથારીમાં બેઠાં બેઠાં એ દૂરના આકાશને તાકયા કરતો. અહિથી એને આકાશનો એક મોટો હિસ્સો નજરે પડી શકતો હતો. એથી તેને જરા સારું લાગતું હતું. એક વાદળ બીજા વાદળની પાછળ દોડતું હોય તો એને જોવું ગમે. આકાશમાં જુઓ તો આવા સાંકેતિક દ્રશ્યો તો આપણને અઢળક જોવા મળે. કોઈ મોટું વાદળ નાના વાદળને કે સૂરજને ઢાંકી દે, કયારેક કોઈ નાનકડું વિમાન વાદળમાંથી રસ્તો કરી પસાર થતું હોય, વાદળો ચિત્ર-વિચિત્ર આકારોમાં ગોઠવાય જાય, પવનોએ ઘણીવાર તો આકાશમાં રંગોળી પૂરવી હોય એમ મોરપીંચ્છ જેવી આકૃતિઓ બનાવી હોય છે. અને એના રંગનું તો પૂછવું જ શું ? મધ્યાહ્ને ભૂરું ભાસતું આકાશ ઉષા અને સંધ્યાના સમયે અનોખીુલાલાશ મેળવે છે. એમ સમાનતા હોવા છતાંયે ઉષા અનેુસંધ્યાની લાલીમા પોતાના આગવા રૂપથી જ એકબીજાથી અલગ પડે છે.

જયને આ બધું જોવું ખૂબ ગમે. વનિતાની રાહુજોવામાં તેના મનને આ આકાશે જ ધીરજ આપી છે એમ જ કહેવું પડે નહિ તો સ્વભાવે અધીરો એવો એ માણસ ધીરજ કયાુંસુધી ધરીને આમ બેસી રહે ? જો કે વનિતાને કારણે જ એને ફ્રેકચર થયું ને એને કારણે જ તેને સાજા થવામાં વધારે વારુલાગી. દવા સાથે દુઆ અને લાગણી પણ અસર કરે છે એ ન્યાયે એ આવી ગઈ હોત તો કદાચ જયને સાજા થવામાં જરૂર કરતાં પણ ઓછો સમય લાગી શકેત.

છેવટે ત્રણના બદલે ચાર મહિને જયનો પગ સારો થયો. હમેશની જેમ નક્કી કર્યું હતું કે ચાલતાં થયા પછી ચાલીને જ ઝાંઝરીયા હનુમાનજીના દર્શને જવું.

એટલે એક દિવસ નીકળી પડયો હાથમાં ટેકણલાકડી લઈને એ ઝાંઝરીયા તરફ. બિલકૂલ આજની જેમ જ એ જ રસ્તે જય ચાલવા માંડયો. એ વખતે પણ સામેથી આવતું એક બાઈક એને પરેશાન કરવા લાગ્યું. બંને પગે ફ્રેકચર થયું હોય એમ પગલાં આડા-અવળા પડવા લાગ્યા. ચશ્માની આજુબાજુ ધુમ્મસ છવાઈ ગયું. આખાયે રસ્તા પર જાણે બાઇક સિવાય કશું જ નજરે નહોતું ચડતું.

ઝાંઝરીયા પહોંચીને એ બાબાસ્વામીની પાસે બેસી પડયો. એના મનની સ્થિતિ પામી જતાં બાબાસ્વામી બોલ્યા, ‘ભાઈ, જીવનમાં દરેક બાબત માટે સ્થાન હોવું જરૂરી છે. સુખની જેમ દુઃખને, મિલનની જેમ વિચ્છેદને, સ્મિતની જેમ રૂદનને,

શ્વાસની જેમ જ ઉચ્છવાસને અને જીવનની જેમ જ મૃત્યુને પણ પૂરતું સમ્માન આપવું એ માણસનો સદ્‌ગુણ છે, જે દરેકમાં હોવો જોઈએ. તો જ માણસનું અસ્તિત્વ ટકી શકે. જેમ એકલા દુઃખોથી છલકાતી જીંદગી જીવવી અઘરી હોય છે એમ એકલાુસુખોથી ભરેલી જીંદગી જીરવવી પણ એટલી જ અઘરી હોય છે. ઉચ્છવાસો વગર માત્ર શ્વાસો થકી જીવી શકાશે નહિ. એ ન્યાયેુજીવનમાં આવી ઠોકરો અતિ મહત્ત્વની હોય છે એ ન ભૂલવુુંજોઈએ.’

લગાતાર કેટલાયે દિવસો સુધી જય આ રીતે રોજ ઝાંઝરીયા આવ્યો હતો ને બાબાસ્વામીની અમૃતવાણી થકીુજીવનમાંથી ઉડી ગયેલ રસકસ ફરી મેળવતો જતો હતો.

...જયના જીવનમાં કદાચ આ સમયગાળો સૌથીુવધુ કપરો રહ્યો હશે. જીવનમાં દરેકને માટે કદાચ આવો કોઈકુતબક્કો તો અવશ્ય આવતો હશે કે જેમાં યુવાનીનું લોઢું બરાબરનું તપી શકે અને બરાબરનો ઘાટ ઘડાઈ શકે. એમાંથી પસાર થવું બહુ મુશ્કેલ હોય છે. આવા સમયે કોઈની સમજદારી કામ નથી આવતી. ને એ સમયમાંથી પસાર થયા પછી પણ મનના ખૂણે ફીંડલું વળીને પડી રહતો એ દર્દનો અજગર ફરી ગમે ત્યારે છંછેડાઈને માથું ઊંચકી શકે છે.

ત્યારે જ ખબર પડે છે કે જે ઝખમોને આપણે રૂઝાઈ ગયેલા માની લીધા હોય છે, એ તો સમયના બટકણાં બેન્ડેજ નીચે સારું એવું વકરી રહ્યાં છે. ત્યારે એ ઝખમોની સીમા, એ ઝખમોની પીડા, એ ઝખમોની વેદના, એ ઝખમોની સિસકારીઓ, એ ઝખમોની ગહેરાઈ, એ ઝખમોની લીલાશ, અરેુસ્વયં એ ઝખમો પણ, ...બધું જ વધતું જતું હોય છે. સાવુસહેલી લાગતી વાત આમ જટિલ બની જાય છે. જીવન જેટલુુંસરળ ધારી લઇએ છીએ એટલું જ જટિલ પણ હોય જ છે.

...ને હમેશા દરેક માયૂસ ઇન્સાનને ફરી હકારાત્મકુદૃષ્ટિકોણ સૂઝાડીને જીવન તરફ પાછો વાળવા માટે બાબાસ્વામીઓ મળી જ જાય એવું થોડું હોય છે ? એ બધાનું શું થતું હશે ? જયને પ્રશ્ન થયો.

સારું હતું કે જયને બાબાસ્વામીનો સાથ હતો. એણે ધીમી રફતારે ફરી પોતાનું જીવન જીવવું શરૂ કર્યું. ફ્રેકચરનો પાટો નીકળી ગયા પછી હાડકાઓ ફરી પાછા એકબીજા સાથે સંધાતા ગયા. જીંદગી પાટે આવતી ગઈ. વધુ પડતી સંવેદનશીલ તાસીર હોવાને લીધે જરા વધારે સમય લાગ્યો પણ એણે આખરે પોતાની જાતને સંભાળી લેવાનું બહુ અઘરું કામ પાર પાડયું એ વાત ઘણી મહત્વની હતી. એવે વખતે પણ એણે આકાશમાંથીુસારી એવી પ્રેરણા મળી હતી. અનેક વિપરીત પરિસ્થિતિઓની વચ્ચે પણ નિયમિત રીતે ઉગતો સૂરજ એના હારી ચૂકેલા મનને ખૂબ બળ આપતો હતો.

...લાકડી ખંખેરવા જતાં તો જયની સામે કેટલીયે ન ભૂલાયેલી ક્ષણો આવીને ઊભી રહી ગઈ. તેની નજર સામે ડામરની સડક, વાહનોની સામાન્ય અવર જવર, લાલ આકાશ, ભૂતકાળની ક્ષણો અને સામેથી આવી રહેલ બાઇક ! જયને ફરી વખત લાકડી ઠપકારવાનું મન થઈ આવ્યું...

અગિયારમી ક્ષણ

અગિયારમી સેકન્ડ... લક્કી સેકન્ડ... ખુશનસીબ ક્ષણ... ! અગિયારના અંકને જય ખૂબ શુકનિયાળ ગણે.

એનો જન્મ પણ અગિયારમી નવેમ્બરે થયો હતો. અગિયારમાં ધોરણ સુધી એને હમેશા ફર્સ્ટ કલાસ માર્કસ આવે. બોર્ડની પરીક્ષામાં પ્રથમ દસ વિદ્યાર્થીમાં આવતાં એ સ્હેજમાં રહી ગયેલો, એટલે એમાં પણ અગિયારમો નંબર હતો. પણ પોતાના સેન્ટરમાં તો એ પહેલો જ આવ્યો હતો. આ જ કારણે કદાચ વનિતા જરા આકર્ષાઈ હતી.

અગિયારના અંક સાથે જોડાયેલી ઘણી ખુશનસીબીઓ એને યાદ આવતી હતી. પહેલેથી જ એ દર અગિયારસે ઝાંઝરીયા જતો. મંદિરના એને અગિયારે અગિયાર પગથિયા યાદ હોય ને દરેક પગથિયે મંત્ર બોલતો જાય ને એમ અગિયાર મંત્ર બોલે.

સુનીતા ઘણી વાર હસતી, ‘એક વખત હનુમાન ચાલીસા બોલો એટલે ચાલે, પછી અગિયાર વખત બોલશો તો કાંઈ વધારે પુણ્ય નહિ મળે. ભગવાનને તો કાંઈ ફેર પડવાનો નથી.’ પણ જય મનમાં જ સમજતો કે માત્ર અગિયાર મંત્રોથી પણ ભગવાને એના કેટલાયે કામ કરી આપ્યા છે.

...એણે આકાશ તરફ નજર કરી. દરેક ક્ષણે એને આકાશમાંથી કંઇક ને કંઈક નવું મળી આવ્યું હોય છે. ભર્યું ભર્યું આકાશ કેટલાયે રંગો અને ઉમંગોથી છલોછલ હતું. વાદળો પણ એવી રીતે ગોઠવાયેલા હતાં કે જાણે મોતીઓના નાના નાના ઝુમખા. સાત તારાઓના ઝુમખાને તો તે ઓળખતો પણ આજે તો અગિયાર વાદળાઓનું ઝુમખું તેને દેખાઈ રહ્યું.

જયારે જયારે કોઈ ખુશીનો પ્રસંગ હોય ત્યારે ત્યારે આપણને આકાશ પણ ખુશ દેખાય છે. આકાશ જ નહિ પણ આપણી આજુબાજુનું બધું જ ખુશખુશાલ જણાય છે.

પરીક્ષામાં પહેલો નંબર આવવાથી, બીજાનો પતંગ ભરદોરમાં કાપી નાખવાથી, ગમતી વસ્તુ મળી જવાથી, ભાવતી વાનગી આરોગવાથી, મનગમતી ફિલ્મ જોવાથી, પપ્પાએ પહેલવહેલી સાયકલ અપાવી દેવાથી, પ્રેમિકાનો પ્રેમ મળી જવાથી, મજાનું સપનું આવવાથી, અગિયાર ખેલાડીઓની વચમાંથી બોલને બાઉન્ડ્રી બહાર ફટકારી દેવાથી, પહેલા વરસાદમાં પલળતાં પલળતાં સુમનનો હાથ પકડવાથી, મેઘધનુષી રંગીન આકાશને જોવાથી, ...એક અનોખી ખુશી મળતી હોય છે.

અભ્યાસમાં એ સમયે આટલી હરીફાઈ નહોતી તો પણ કાકીએ જયના મગજમાં એવું ઠસાવી દીધું હતું કે તેનીુસાથે ભણતો કાકીનો જ દીકરો હરેશ તેના કરતાં સારા ટકાુલાવશે અને સારી નોકરી, સુંદર છોકરી, બધું જ એને મળશે પછી એ આગળ નીકળી જશે અને જય પાછળ રહી જશે.

પરિણામે જય વધુ ને વધુ મહેનત કરવા લાગ્યો. પરીક્ષા સુધી તનતોડ મહેનત કર્યે રાખી. સૌને કાકીના દીકરા માટે સારા પરિણામની આશા હતી પણ પરિણામ આવ્યું ત્યારે એ જય કરતા પાછળ રહી ગયો અને જયનો બોર્ડમાં અગિયારમો નંબર આવ્યો ! શાળાએ જયનું સન્માન કર્યું, શિલ્ડ આપ્યો.

જયને માટે એ દિવસો ખૂબ ખુશાલીભર્યા હતાં. પપ્પાએ પણ ખુશ થઈને નવી સાયકલ અપાવી દીધી હતી. ને ખાસ તો કાકી અને તેના દીકરાને ઈર્ષ્યા કરતાં કરી મૂકયા એનોુપણ તેને જરા આનંદ થયો હતો.

સાયકલ લઈને એ સીધો જ વનિતા પાસે દોડી ગયો હતો, ‘ચાલ, બેસી જા આપણાં નવા હેલિકોપ્ટર પર, ઝાંઝરીયા દર્શન કરવા લઈ જાઉં.’

વનિતાને કદાચ વધારે અપેક્ષા હતી, ‘આ શુુંસાયકલ ? તારામાં તાકાત છે મને આટલે દૂર સુધી ખેંચી શકવાની ? ચડતો ઢાળ અને સામો પવન ! થાકી જઈશ, રહેવા દે, એકબાજુ મૂકી દે તારી આ ફલાઇટ, આપણે રીક્ષામાં જ જઈએ.’

જય કહે, ‘પણ નવી સાયકલને જ તો લઈને જવાની વાત છે. તને મારી તાકાત પર ભરોસો નથી ?’

‘ના, સાયકલ પર બેસી મારે મારી શાન વેડફવી નથી. આપણે રીક્ષામાં જ જઈએ. ભાડાના પૈસા ન હોય તો કહે ને હું આપીશ. પણ તારી આ સાયકલને મંદિરે પછી કોઈ વારુલઇ જજે ને.’ વનિતાએ કહેલું.

પછી બોર્ડમાં અગિયારમાં આવેલા જયને નાછૂટકેુસાયકલ એક તરફ પાર્ક કરીને રીક્ષામાં જવાનો નિર્ણય લેવો પડતો. આવું તો અનેકવાર થતું રહેતું. તો પણ એ ખુશ રહેતો.

જેવું ધારીએ એવું ન મળે તો પણ જેટલું મળે એમાં ખુશ થઈ રહેવાની આદત જયે કેળવવી પડેલી.

ઉત્તરાયણ હોય એ દિવસે એ સૌથી પહેલો અગાશીમાં પહોંચી જાય. નાનપણથી જ એ પતંગનો ગાંડો શોખીન ! કાચપાયેલ દોર અને પતંગ અગાઉથી જ તૈયાર કરી રાખે. મનમાં તો ઘણી ઈચ્છા હોય કે કોઈ ફીરકી પકડવા આવે પણ એ ઈચ્છા તો મનમાં જ રહી જાય. કયારેય કોઈએ એનીુફીરકી પકડી જ નહિ.

વનિતાને એની સાથે માત્ર હરવા-ફરવામાં અને ફિલ્મો જોવામાં જ રસ પણ એની ફિરકી પકડવામાં એને કશો રસ ન હોય આથી એ તો કોઈ પણ સાધારણ બહાનું આપી દેતી.

પરણ્યા પછી સુનીતાને તો ઉત્તરાયણ નિમિત્તે કરવાના દાન અને શીંગ, તલ, મમરા, દાળિયાના લાડુ વગેરેમાંથી જ ફૂરસત ન મળે. એ તો ઉલટાની જયને પણુસમજાવે, ‘અત્યાર સુધી ઠીક છે કે ઉંમર હતી, પણ હવે તો મોટા થયા, તમે આવડા મોટા પતંગ ઉડાવો ને એય પાછા પતંગ માટે આટલા હરખઘેલા થઈને ગાંડા કાઢો એ તમને નથી શોભતું. દુનિયા મજાક ઉડાવશે. તમારી સાથે મારી પણ બધા મશ્કરી કરશે. કાંઇક તો સમજો.’

પોતાની પસંદગીના શીંગના લાડુ ખાતા ખાતા જય જવાબ આપે, ‘ફીરકી પકડવાની આળસ થાતી હોય તો ના કહી દે ને, એમાં આટલો લાંબો ઉપદેશ આપવાની શું જરૂર છે ?’

જયને એમ પણ થતું કે સુમન એની ફીરકી પકડવા આવી શકતી હોત તો ? કેવું સારું થાત ! આસપાસની અગાશીઓ પર પતંગ ચગાવતાં યુવાનો સાથે તેમની ફીરકી પકડવા અને તેમનો ઉત્સાહ વધારવા કોઈ યુવતી તો હોય જ, એ જોયા પછી જરા સ્વાભાવિક ઈર્ષ્યા થઈ જાય અને મનમાં ને મનમાં નિરાશ થઈ જતો. એને થતું કે આવડી મોટી દુનિયામાં એક માત્ર મારી જ ફીરકી પકડનાર કોઈ નહિ ?

...ત્યારે એનો ચગતો પતંગ કોઈ એન્ટેનામાં, કોઈ ઝાડની ડાળીઓમાં કે વીજળીના દોરડામાં ભરાઈ પડતો અથવાુભરદોરમાં કપાઈ જતો !

...જયથી અત્યારે પણ અનાયાસ ફરી આકાશ તરફુજોવાય ગયું. આકાશમાં તો હમેશા કોઈ ને કોઈના પતંગ ઉડતા જ રહેતાં હોય છે ને હમેશા કોઈ ને કોઈના પતંગ કપાતા રહેતા હોય છે. પતંગ નો શોખ હોવાનું એક બીજું કારણ એ પણ હશે કે પતંગને અને આકાશને પણ સીધો નાતો જોડાયેલો હોય છે. એુપોતાની જાતને પણ પતંગમાં સમાવી પતંગમય થઈને આકાશના એ બધા ખૂણે ખૂણે વિહરી શકે છે જયાં જવાની એણે માત્ર કલ્પના જ કરી હોય.

આકાશની છાતીમાં ધાર્યું નિશાન પાર પાડવાનીુજાણે એક કળા ! આકાશના દિલમાં આ રીતે તીર મારીને ઊંડેુઊતરવું એને ખૂબ ગમે. આકાશની ગોદમાં બેસીને એ આરીતે ગૂંલાટ મારે ! આકાશને બાથમાં સમાવી લેવાનો એક આનંદ ! આકાશને છૂટો દોર આપી દેવાનું મન ! સંપૂર્ણપણે આકાશમય થઈ જવાનો એક અનોખો અવસર ! એટલે જ, કદાચ એટલે જ જયને પતંગમય થઈ જવાનું એક પ્રકારનું પાગલપન !

હાઇસ્કૂલમાં યોજાયેલ એક નિબંધસ્પર્ધામાં એનો પ્રથમ નંબર આવેલો. ‘કપાયેલા પતંગની આત્મકથા’ એણે ચોટદાર લખી આપી હતી. એનો નિબંધ બુલેટીન બોર્ડ પર ઘણાં દિવસો સુધી રખાયો હતો.

પતંગનું તો એવું જ ભઈ, કયારે કઈ બાજુથી કેવોુપવન આવે એનું ધાર્યું હોય નહિ. પવનને ઓળખીને પતંગ ઉડાવતા ન આવડે તો કયારેય પતંગ ઉડી શકે નહિ. કયારે કોનીુસાથે પેચ લાગી જાય એનું કહેવાય નહિ. એવે વખતે તમારી કાબેલિયત અને તમારા દોરની પરીક્ષા થાય છે. એવુંય બને કેુકયારેક તમારા જ દોરની જૂની કે નવી કોઈ વણઉકલી ‘ગૂંચ’ તમને જ નડી જતી હોય છે. કોણ કોનો પતંગ કાપી નાખે એનીયે ઘણીવાર ખબર પડતી નથી અથવા ખબર પડે ત્યારે તમારો કપાયેલો પતંગ બીજા કોઈએ લૂટી લીધો હોય છે.

જયને માટે તો બીજી કોઈ પરેશાની નહોતી. કાબેલિયત અને હુન્નર તો એનામાં અખૂટ ભર્યા હતા. કાચપાયેલ દોર પણ હોય, ખૂલ્લી અગાશી હોય, કન્ના બાંધેલા પતંગોનો ઢગલો હોય, બસ એક ફીરકી પકડનારની જ ખામી હોય. આ એક જ લોઢાનો મેખ, બાકી તો આખીય થાળીુસોનાની ચકાચક !

ગમતી ફિલ્મો એ અગિયાર વખત તો ન જોઈ શકે પણ બને તો બે-ચાર વાર તો જોઈ જ લે. ‘મેરા નામ જૉકર’, ‘માસૂમ’, ‘શૂલ’, ‘સદમા’, ‘અર્થ’ જેવી ફિલ્મો એણે અનેકવારુજોઈ હતી. છેલ્લે જોયેલી ‘ચીની કમ’નો સ્વાદ તો એની જીભે રહી ગયેલો.

હેતલને ભણાવવા જયારથી સુમન ઘેર આવવાુલાગી હતી ત્યારથી જયની તાસીર જાણે કે બદલાઈ ગઈ હતી. એના ભણાવવા આવવાના સમયે જય પોતાના ઘણાંબધા કામો પડતા મૂકીને ઘેર હાજર થઈ ગયો હોય. સામાન્ય રીતે કોઈ પણ યુવતીને જોઈને એને કદી આટલુ બધું આકર્ષણ થયું નથી જેટલું એને સુમન માટે થઈ રહ્યું હતું. કદીક કોઈ યુવતીને જુએ તો પણ એને તરત ભૂલી જવાય. પણ સુમનને જોયા પછી ફરી ફરી એનેુજોયા કરવાનો એના રૂપને માણ્યા કરવાનો મોહ એના મનને રહીરહીને થયા કરે. સમજતો કે આ વ્યાજબી ન કહેવાય, ખોટું છે, છતાંયે પોતાના મનને એ રોકી શકતો નહોતો. આવું પહેલીુજ વાર બન્યું હતું કે એ પોતાના મનને સંકોરી શકતો નહોતો. એને થતું કે ખરેખર આ યુવતીમાં એવું કંઈ છે જે મને એના તરફ ખેંચેં છે. છેવટે મન આગળ એ હારી જતો અને મનોમન જાણે એ મૂર્તિને એ ચાહવા લાગ્યો. અનહદ ચાહવા લાગ્યો.

પણ સુમન પાસે એકરાર કરવાની હિંમત એનામાં નહોતી. આમ કરવામાં માત્ર સુમન જ નહિ પણ સુનીતાથી પણ એને ડર લાગે. કયારેક અચાનક સુમન સાથે નજરો મળી જાય ત્યારે કેટલાંયે વણબોલ્યા સંવાદોની આપ-લે થઈ જતી. એવે વખતે થઈ જતો એક તરહનો વિનિમય કદાચ દિવસો સુધી વાગોળ્યા કરતાં હશે બંને, કેમ કે એ ભાવવિનિમયને કોઈ જ રીતે વર્ણવીને બાંધી શકાય એવો હોતો નથી.

સુમનને જોતા અનાયાસ જ જય તેની પ્રિય જગજીતસિંગની ગઝલ ગાઈ ઊઠતો : તુમ કો દેખા તો યે ખયાલ આયા, જિંદગી ધૂપ તુમ ઘના સાયા..’

કહેવાય છે કે કુદરતની ઈચ્છા વગર એક પાંદડું ય હલી શકતું નથી હોતું. કુદરતી સંકેતો ને સમજવા ઘણીવાર બહુ મુશ્કેલ હોય છે. એટલે જયારે સાવ અનાયાસ જ આવું સાયુજય રચાયું હોય ત્યારે એની પાછળ કુદરતનો પણ સાથ હોય જ એ ન ભૂલવું જોઈએ. આથી રચાયેલા સાયુજયને પરિપૂર્ણ વાતાવરણ પણ કુદરત જ આપી દે છે.

કુદરતને કરવું ને એ વરસે પહેલો જ વરસાદ અનેુસુમન ઘેર આવી હતી. હેતલને ભણાવ્યા પછી એને પોતાના ઘેર પાછું જવું હતું. વરસાદ ધીમો હતો પણ સુમનને તેના ઘેર પાછા જઈ શકાય એવું નહોતું. સુનીતાની તબિયત સારી નહોતી, જરા તાવ જેવું હતું.

એટલે રહી રહીને જયે સુમનને કહેલું, ‘તમે કહો તો હું તમને થોડે સુધી મૂકવા આવું ?’ સુમને જરા આનાકાની તો કરી પણ છેવટે જય છત્રી લઈને એને મૂકવા માટે તૈયાર થયો.

બંને બહાર નીકળ્યા પછી પણ જયને કયાંય સુધી છત્રી ખોલવાનું તો યાદ જ ન આવ્યું ને બંને એમ ને એમ પલળતાં જ રહ્યાં. સુમનની સ્થિતિ પણ કંઇક એવી જ હતી કે એ પણ યાદ ન કરાવી શકી. થોડે દૂર ગયા પછી યાદ આવ્યું.

તરત જ છત્રી ખોલવા જતો હતો ત્યાં જ જયનેુસુમને કહ્યુ, ‘રહેવા દો ને, હવે છત્રી ખોલવાની શું જરૂર છે ? પહેલા વરસાદનું તો મન મૂકીને સ્વાગત કરવું જોઈએ.’

‘તો પછી પ્રથમ વરસાદનું સ્વાગત આમ એકલે હાથે શું કામ કરવું ?’ કહેતાં જ જયથી અનાયાસ સુમનનો હાથ પકડી લેવાયો. કદાચ આમ કરવા એ પોતે પણ પહેલેથી તૈયાર નહોતો, તોયે એણે હાથ પકડી લીધો.

કોરી માટી પર પહેલા વરસાદના છાંટાં અજીબ ખુશબુ ફેલાવતા હતાં. વાદળ અને આકાશનું અનોખું મિલન થયું હતું. વિરહ બાદના એ મિલનથી જ આકાશ હરખના આંસુ વહાવી રહ્યું હતું. જયનો સ્પર્શ મેળવતાં જ સુમન રોમાંચિત થઈ ગઈ હતી. એના મનમાં પણ જય માટે જાણ્યે-અજાણ્યે મીઠીુલાગણી તો કયારનીયે જન્મી ચૂકી હતી પણ એની કૂંપળ તો આ પહેલા વરસાદે જ ફૂટી શકી.

ખુશીની બહુ મોટી પળ એ હતી. કોઈએ કહેવું ન પડયું કે હું તને પ્રેમ કરું છું, હું તને બહું જ ચાહુ છું. ને છતાંયે વરસાદ માત્ર માધ્યમ ન બનતાં એની ભાષા બનીને બધું જ કહી આપતો હતો ! અનુભવ્યું ન હોય તો ન સમજાય એવોુમાણવાલાયક એ વરસાદ બંનેને કાયમ યાદ રહી ગયો હશે એ નક્કી. અનુભવ્યું ન હોય તો વર્ણવીને શબ્દો વડે સમજાવવું અઘરું એવું આ અદ્‌ભૂત વરસાદિક તાદાત્મ્ય !

વરસાદ ને સંગ એ સાથ લાંબો ચાલે એ માટે એમણે પંથ પણ લાંબો કરી નાખ્યો. વરસાદી વાતાવરણમાં એ બંને રસ્તા પરની એક અજાણી હોટલ પર ગરમા ગરમ ચા પીવા અટકયા હતા. એક જ કપમાંથી ચા પીતા હતાંત્યારે ત્યાં વાગી રહેલ એફ.એમ. રેડિયો પરનું ગીત એમને વધારે રોમાંચિત કરી રહ્યું હતું. ‘પ્યાર હુવા ઇકરાર હુવા...હે’ ગીતના સૂર એમને વધારે ભીંજવી રહ્યાં હતાં અને એમની ચાને વધારે ‘ટેસ્ટી’ બનાવી રહ્યાં હતાં.

બંધ જ રહેલી છત્રી પણ જાણે એમને પલળતાુજોઈને પોતાની જાતની ઈર્ષા કરી રહી હતી. જયની પરિસ્થિતિુપણ અનોખી હતી, જાણે સાવ સૂકાયેલું કોઈ વૃક્ષ મોસમના પહેલા વરસાદે નાહી રહ્યું હતું ને એના પર લાગેલ ધૂળ-માટી બધું જ ધોવાઈ રહ્યું હોય !

બંને ચૂપચાપ હાથમાં હાથ પકડીને પલળતા પલળતાં ચાલતા રહ્યાં... કયાંય સુધી. એ વખતે આકાશ પણ અનરાધાર થવા માંડયું. વાદળોએ પોતાના સાતેય પડળો ખોલી નાખ્યા. એક-એક પળ જાણે કે યુગ બનવા મથી રહી. સમય સ્થિર થઈ ગયો. વરસાદની આરપાર માત્ર નજરો જ વાતો કરતી હતી.

અગિયારમી તારીખ હતી એ દિવસે, એટલે જ અગિયારમી સેકન્ડે એને એ અગિયારમી તારીખ યાદ આવી ગઈ... જયે એની ડાયરીમાં નોંધ પણ રાખી હતી, અગિયારુતારીખની નોંધમાં લખ્યું હતું :

‘આજે છત્રી ખૂલ્યા વગર જ પલળી ગઈ !’

બારમી ક્ષણ

અગિયારમી સેકન્ડના સુખદ સ્મરણો વાગોળવામાં બારમી સેકન્ડ પણ પ્રવેશી ગઈ. સમય માણસમાં અથવા માણસ સમયમાં એવી રીતે પ્રવેશી જતો હોય છે કે બંનેને વિભાજીત કરવા મુશ્કેલ હોય છે.

સુમનને એના ઘર સુધી મૂકીને જય પાછો ફરી રહ્યો હતો ત્યારે ધરાઈને વરસી ચૂકેલું આકાશ ચૂપ હતું. તૃપ્તિનો ઓડકાર ખાતા હોય એમ વાદળો હળવું ગરજીને શાંત પડી રહ્યાં હતાં. આછેરો તડકો નીકળવા જતો હતો. ઉગમણી બાજુએ અર્ધવર્તુળાકારે મેઘધનુષ ફૂટી નીકળ્યું હતું. જયને થયું કે લાખ કોશિશ છતાં મનમાં દબાવી રાખેલ આનંદની લાગણીઓના રંગો આ રીતે આકાશ વ્યકત કરી આપે છે. આકાશ જાણે મનનો અરીસો હોય એમ તૃપ્ત તૃપ્ત અને ખુશમિજાજ જણાતું હતું.

જયના મનની હાલત પણ આવી જ હતી. એનું મનુપણ તૃપ્તિનો અહેસાસ કરી રહ્યું હતું. આંખોમાં ઉમંગોભર્યા રંગબેરંગી મેઘધનુષ ચીતરાઈ રહ્યાં હતાં. કલ્પના બહારનું સુખ એના કદમોમાં આવી ગયું હોય એટલો એ ખુશખુશ હતો.

પછીના દિવસોમાં પણ ખુશાલીનો એ ક્રમ જારી રહ્યો. હેતલને ભણાવવા આવતી સુમન જય સાથે વાતો કરવાુલાગે. એની વાતોમાં જય મશગૂલ થઈ જતો. કયારેક સુનીતાુપણ એમની વાતોમાં જોડાય જાય. સાથે કૉફી પીએ અને અંતરંગ વાતોનો દોર જામતો જાય. એ વાતો તો માત્ર એકુસાધન હોય.. એકબીજાનું સાંનિધ્ય માણવા અને વધુ ને વધુુલંબાવવા માટેનું. એ વાતો તો એક ઉદૃીપક હોય એ બંનેની કેમેસ્ટ્રીના સમીકરણોને મેળવવા માટેનું.

પછી જેમ જેમ વાત આગળ વધતી ગઈ તેમ તેમ એ બંને જણા એકબીજાથી વધુ ને વધુ નજીક આવતા ગયા. સાથે બહાર હરતા-ફરતા થયા.

ઘરમાં રહેતું જયનું ધ્યાન હવે જરા ડાયવર્ટ થઈ રહ્યું છે એ બાબત સુનીતાના ધ્યાન પર જરૂર આવી પણ એનું કોઈ કારણ એને હાથ આવ્યું નહિ. ને સામાજીક ચોસલાઓમાુંજીવતી સુનીતાને બીજા કોઈ કારણો વિશે વિચારવાની તો ફૂરસત જ નહોતી.

પણ રહી રહીને સુનીતાને થયા કરતું કે જયમાં આવેલું આ અનોખું પરિવર્તન કળી શકાતું નથી. એના કારણો તપાસવામાં મગજને આપવી પડતી કસરત પણ કામ નુલાગતી. સુમન સાથે વધતા જતા સંબંધનો એને જરા ડર તોુલાગતો જ હતો પણ એ સંબંધ કેટલી ઝડપે કેવી રીતે આગળ વધે એનો કોઈ અંદાજ એને નહોતો. એટલે ‘જે હશે તે, આપ મેળે છાપરે ચડીને બહાર આવશે’ એમ વિચારીને પોતાનામાં મશગૂલ થઈ જતી.

સુનીતા વિચારતી કે પુરુષનું તો ભલું પૂછવું, કદાચ આડું અવળું વિચારે પણ સ્ત્રી એવું ન કરે. સુમન જેવી કુંવારી છોકરી કયારેય કોઈ પરણેલા પુરુષની સાવ નજીક જવાનું ન વિચારી શકે. એમાંયે એ પુરુષને આવડી મોટી દીકરી પણ હોય ત્યારે એવી શકયતાઓ ઓર ઘટી જાય.

સીધી લીટીમાં વિચારતી સુનીતાની બધી જ ગણતરીઓ એ દિવસે ખોટી પડી જયારે ઝુલા પર સુમનનો હાથ પકડીને જય કોઈ શરારત કરી રહ્યો હતો. એ દૃશ્ય જોઈને જ તેનેુઘડીભર કમકમા આવી ગયા હતા. બંને ઉપર પોતાનો ગુસ્સો તોુઠાલવી લીધો પણ વાત એમ દબાઈ જાય એવું તેને પણ લાગતું નહોતું. કયારેક માણસે પોતે જ નિર્માણ કરેલી પરિસ્થિતિમાં પોતે જ એવી અસમંજસમાં ફસાઈ જાય છે કે એમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ મળતો હોતો નથી. સુનીતા માટે પણ આવું જ થયું. એણે વિચાર્યું કે પોતે બંનેને બરાબરના ઉધડાુલઈ લીધા, પણ એના કારણે શું એ બંને સમજીને આગળ વધતો સંબંધ અટકાવી દેશે ? જે થયું તે બહુ ખોટું થયું ચાલો હવે ફરી આવું ન થાય તેની કાળજી રાખીશું -એવી કોઈ પ્રતિબદ્ધતા આવી બાબતમાં તો આવવાની આશા કેમ રાખી શકાય ?

પુરુષજાત તો હોય જ આવી, સુંદર સ્ત્રીને જુએ ને માંડે પૂછડી પટપટાવવા ! આગળ-પાછળની કોઈ જ વાતનો વિચાર કરવાની પુરુષને કશી જરૂર જ કયાં હોય છે ? રખે ને કોઈ આડું-અવળું પગલું ભરાઈ ગયું તો પણ સહન કરવાનું તો સ્ત્રીને ભાગે જ આવવાનું ને ? સુમન કરતાંયે વધારે ગુનેગાર તો જયને જ ગણવો પડે. કદાચ યુવાન છોકરી યુવાનીના જોશમાં કાંઈ અયોગ્ય વિચારે તો પણ પરિપકવ એવા જયે એને સમજાવીને અટકાવવી જોઈએ, નહિ કે એના કોઈ ભોળપણનો કોઈ પણ રીતે લાભ ઉઠાવવાનું વિચારીને સાવ પોતાની જાતને પણ નીચે ઉતારી દેવી !

સુનીતાની નજરમાં સુમન કરતાંયે વધુ ગુનેગાર જય હતો. કુંવારી યુવાન છોકરી આવેગમાં કયારેક જરા જૂદું વિચારીુલે એ સ્વાભાવિક છે, પણ જયના જીવનમાં કયાં એવા કોઈ મોટા અભાવો આવી ગયા કે એણે પણ આમ બહાર નજર દોડાવવી પડે ! એને માથે એવું કયું મોટું દુઃખ છે કે જેને કારણે એ આમ વિમુખ થઈને દૂર થવાનું વિચારે ?

હેતલ માટે આ એક વિચિત્ર પ્રસંગ હતો. એના પુખ્ત બનવા જઈ રહેલા મગજને કેટલુંક સમજાતું હતું તો કેટલુંક નહોતું સમજાતું. એને થતું કે પપ્પા અને સુમનમાસી વચ્ચે જરાુલાગણીભર્યા સંબંધો રહ્યાં છે પણ સાથોસાથ એને એમ પણ થતું કે એ સંબંધોને આડા સંબધો કહી શકાય એટલા નિમ્ન તો નહોતા જ. સુમનમાસીએ મમ્મી-પપ્પા માટે હમેશા સારા અભિપ્રાય અને સારી વાતો જ શીખવી છે. ભણાવતા ભણાવતા કયારેય એમણે મમ્મી માટે નબળી વાતો કહી નથી.

એને સૌથી મોટું નુકશાન જો કંઈ લાગતું હોય તો એ પોતાને મળતા સુમનમાસી તરફથી કોચિંગનું. એમની ભણાવવાની હકારાત્મક પદ્ધતિઓને કારણે હેતલના પરિણામમાં ખૂબ જ સુધારો થઈ રહ્યો હતો. પણ સુનીતાએ એનું ટ્યુશન બંધ કરાવી દીધું એનું સૌથી વધુ દુઃખ અને સૌથી વધારે નુકશાન કદાચ આ રીતે હેતલને થઈ રહ્યું હતું.

પછીની પહેલી જ કસોટીમાં હેતલનું પરિણામ જરા નબળું આવ્યું એટલે સુનીતા એને વઢી હતી, ‘હમણાં હમણાં કયાં ધ્યાન હોય છે તારું ? ભણવામાં ચિત્ત ચોંટતું નથી કે શું ? તારા બાપની જેમ વારે વારે ચિતભ્રમ તો નથી થઈ જતું ને ?’

હેતલ કહે, ‘મમ્મી, સ્કૂલમાં અંગ્રેજીના ટીચર જ નથી. જૂના ટીચર રીટાયર થયા પછી છ મહિના થયા તોયે નવા ટીચર આવ્યા નથી. મને તો સુમનમાસીનું અંગ્રેજી જલદીુસમજાઈ જતું, બધી જ ભાષા મને એમની પાસે શીખવી ખૂબ જ ગમતી. એને હિસાબે તો મારે અંગ્રેજીમાં આટલા સારા માર્કસ આવતા. હવે તો એ પણ આવતાં નથી તો મને અંગ્રેજી શીખવામાં ખૂબ તકલીફ પડે છે. શું કરું ? મમ્મી, સુમનમાસીનેુફરી બોલાવને, વાર્ષિક પરીક્ષા આવે છે તો મને બધાં વિષયોમાં ઘણો ફાયદો થશે.’

હેતલની પીઠ પર હળવો પણ ગુસ્સો ભરેલો ધબ્બોુસુનીતાએ અચાનક જ લગાવી દીધો, ‘ફરી એ સુમુડીને યાદ કરીશ ને તો તારી ખેર નથી. આ ઘરમાં પગ મૂકવાનો એણે હક પણ ગુમાવી દીધો છે. તારે ભણવું હોય તો ભણ ને ન ભણવું હોય તો ચોપડા નાખી દે ચુલામાં અને રસોઈ સંભાળી લે. છોકરીઓને આમેય ભણીને શું ઉકાળવાનું હોય છે ? આટલી ભણેલી ગણેલી હોંશિયાર દેખાતી એ સુમુડીએ આખરે શું ઉકાળી આપ્યું ? જોયું ને ? હરામજાદી... સુમુડી...’

‘મમ્મી, આમ સુમુડી સુમુડી શું કરે છે ? કોઈનું નામ તો જરા વિવેકથી લે, જરા સારું લાગે એવું બોલ.ુસુમનમાસી એવા તે કયા મોટા દુશ્મન બની ગયા કે એનું નામુપણ યાદ ન કરાય ?’ હેતલના મનમાં એના શિક્ષક માટે આદરભાવ યથાવત હતો.

સુનીતા જરા વધુ ગિન્નાઈ ઊઠી, ‘...દુશ્મન ? શું કહ્યું ? દુશ્મન ? અરે, દુશ્મન હોય ને તો એ પણ આવી નીચ હરકત કરતાં પહેલા બે વાર પોતાની આબરૂનોય વિચાર કરે.

સુમુડીએ તો પોતાનોય વિચાર ન કર્યો ને આપણી આબરૂને પણ લીરે લીરા કરી નાખ્યા ! ને એને એકલીને શું દોષ દેવો ? આપણો સિક્કોય જરા ખોટો તો ખરો જ ને ?’

અણિયાળી વાતનું નિશાન હવે પોતાના તરફ તકાઈ ચૂકયું છે એ સાંભળીને જય ઉશ્કેરાઈ જતો, ‘હા, હા, હું જ ખોટો. બધો જ વાંક મારો છે. પછી કાંય કહેવું છે હવે તમારે ? હું કંઈપણ કહીશ તો પણ મારી વાત કોઈ શું કામ સાંભળે ? નેુસાંભળે તોયે જયાં મારો તો કોઈને વિશ્વાસ જ ન હોય તો ત્યાં મારે કહેવુંય શુ કામ જોઈએ ? તમતમારે બધાં ગુનાઓ મારા નામે કરી દો, હું ઉફ્‌ નહિ કરું. ...પણ એક વાત સાંભળી લો,ુસુમનને હું ચાહું છું, મેં એને પ્રેમ કર્યો છે. મેં ધાર્યું હોત તો કયારનોય એની સાથે નાસી ગયો હોત. પણ મેં એવું નથી કર્યું. મેં જે કર્યું છે એને હું મારી નજરમાં અપરાધ ગણતો નથી, એટલે મારી જાત સામે હું બહુ સ્પષ્ટ છું.’ આર્દ્ર સ્વરે કહેતાં જયનો ચહેરો લાલ થઈ ગયો હતો.

‘અરે વાહ, બહુ સરસ, બહુ સરસ !’ સુનીતા તાડૂકી ઊઠી, ‘સાચું કહું ? પુરુષ છો ને એટલે જ આવું બોલી શકો છો, સમજયા ? અને હા, આજે પણ આટલી સ્વતંત્રતાથી અને સલામતીપૂર્વક બોલી રહ્યાં છો ને એ પણ એ જ કારણે. કારણ કે તમે પુરુષ છો.’

‘એટલે ? તું શું કહેવા માગે છે ?’ જય બોલ્યો. ‘વિચારો કે અગર તમારી જગ્યાએ હું હોત ને મેુંઆવું કંઇક કર્યું હોત તો ? તો હું એટલી સલામત રહી શકતુજેટલા આજે તમે છો ? અરે, નાસી જવાની વાત તો દૂર રહી, ઉપકાર માનો મારો કે મેં હજૂ તમને ઘરમાંથી કાઢી મૂકયા નથી ને એવો હલકો વિચાર પણ મેં મારા મનમાં આવવા દીધો નથી. પણ તમે ફરી વિચારો કે મેં આવું કોઈ કામ કર્યું હોત તો મને કાઢી મૂકતાં તમારો હાથ સહેજેય વિચાર કરવા અટકે ખરો ? નહિ ને ? આ જ મોટો ફરક છે... સ્ત્રીમાં અને પુરુષમાં...! નાનકડી વાત પણ સ્ત્રીના માથે કલંક ગણાવીને ઘસી નાખવામાં આવે છે અને પુરુષને હમેશા દૂધે ધોયેલો ઉજળો જ માની લેવામાં આવે છે ! આ છે દુનિયાનો ન્યાય ! બોલતાુંબોલતાં સુનીતા લગભગ રડું રડું થઈ જતી. હેતલ વચમાં બોલી, ‘બસ, મમ્મી, બસ. હવે. બહુ ન બોલ, તું પપ્પા સાથે આ રીતે વાત કરે એ મને નથી ગમતું.’ હેતલને છાતીએ વળગાડીને આંસુ રોકતી એ અંદરના રૂમમાં દોડી ગઈ હતી.

પણ એ લોકોના ગયા પછી અંદર ને અંદર વિકટ મનોમંથન જયના મનમાં શરૂ થઈ ગયું જ હોય. સુનીતાની વાતોની એના મન પર બહુ ઊંડી અસરો પહોંચતી હતી. એક એવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી હતી કે જેમાં કોઈનો કશોય દોષ નહોતો અને તોયે સૌ કોઈ નિર્દોષ છે એમ કહી પણ ન શકાય ! ગમે એટલો વિચાર કરે, જાત સામે દલીલબાજી કરે તોયે એ પોતાની જાતને કોઈની સામે નિર્દોષ સાબિત કરી શકે એમ નહોતો.

એને લાગતું કે એનું કારણ પણ આપણો સમાજ છે. આપણો સમાજ એવી રીતે જ ઘડાયેલો છે કે એમાં આવા કોઈ નિખાલસ સંબંધોને સ્થાન આપવામાં નથી આવતું. પતિ-પત્ની સિવાય સ્ત્રી-પુરુષ વચ્ચેના કોઈપણ જાતનાુસંબંધને આપણો સમાજ ‘આડા-સંબંધો’નો જ સિક્કો મારી દે છે. ને એટલે જ સમાજના ડરથી ગભરાઈને સુનીતા પણ આટલી ગુસ્સે થઈ જાય છે. સમાજમાં જો આ પ્રકારના સંબંધો આવકાર્ય હોત તો ? તો શું સુનીતાને આટલું દુઃખ થયું હોત ? તો આટલી બદનામી થઈ હોત ?

પણ શું જરૂર છે સમાજના આવા કોઈ સિક્કાની ?ુસમાજને મોહતાજ રહીને કયારેય કોઈ સંબંધ વિકસી શકે નહિ. તો શા માટે એવા સમાજની ચિંતા કરીને જીવવું ? ડરીનેુજીવનારાને દુનિયા રોજ વધુ ને વધુ ડરાવતી રહે છે. માણસેુએકવાર પોતાની અંદરથી દુનિયાનો નકામો ડર દૂર ફેંકી દેવોુજોઈએ, એ કાગળના વાઘથી ડરવાની કશી જરૂર હોતી નથી. પછી દુનિયા આપોઆપ પગમાં આવી પડતી હોય છે.

વિશાળકાય હાથીની ચાલને કાબુમાં રાખવા માટે માત્ર એક અંકુશ જ જરૂરી હોય છે. એમ આખી દુનિયાને કાબુમાં રાખવા એક નાનકડા વિદ્રોહની જ જરૂર હોય છે.

...વિદ્રોહ ન કરી શકયો ને વાત સ્વીકારી લીધી ત્યારે જ ફ્રેકચર થયું હતું, નહિતર વનિતાના બાઈકના આગ્રહનો એ જ ક્ષણે એણે મક્કમ વિદ્રોહ કર્યો હોત તો પરિસ્થિતિ કંઇક જૂદી જ હોત. અને તો આજે આ સામેથી આવતું બાઈક આમ છેલ્લી બાર બાર સેકન્ડથી એના જીવવના પત્તાઓને આટલી બેરહમીથી વેરવિખેર કરી હવામાં ઉછાળી શકેત...?!

તેરમી ક્ષણ

લ્યો જુઓ... દિવાળી ઉપર કોઈ સામયિકના એકુસાથે બે અંકો ભેગા પ્રકાશિત થયા હોય એવી દળદાર અગિયારમી અને બારમી સેકન્ડો તો જાણે પળવારમાં ચાલી ગઈ..!

તેરમી સેકન્ડે પેલો એકસોને દસ અંશનો ખૂણો જરા નાનો થયો હોય એમ લાગ્યું. પણ એની પાછળનો ચહેરો જરા મોટો થઈ વધુ નજીક આવ્યો હતો. ના, ના, એમ તો પોતાનીુસગી આંખે પોતાના જ નંબરવાળા ચશ્મા પણ જય બરાબર ઓળખી શકતો નથી તો પછી એ રૂપાળા ચહેરાને કેવી રીતે ઓળખી શકે ?

...ને...ને... જો એ ખરેખર વનિતા જ હોય તો તો એને ન ઓળખી શકે એ જ બહેતર છે, નાહકનો જીવ બાળવો...!

આ જીવ પણ કેવી ચીજ હોય છે ! કહે છે કે બાળ્યો બળે નહિ, પણ ખરેખર એવું હોય છે ? અરે કેટલીયે વાર તો વગર બાળ્યે પણ બળીને રાખ થઈ જતો હોય છે, રાખ !

માણસ કયાંય હોય ને એનો જીવ કયાંય હોય ! જયને થયું કે એ વનિતા હોય તો પણ પોતે એને ન ઓળખી શકે એ જ સારું છે. આટલા વરસે પણ કદાચ એ વનિતાને આમ કોઈની સાથે સહન ન કરી શકે ! આટલો ટૂંકો જીવ એનો કેમ થયો હશે ? શું કામ એ કોઈની પણ સાથે વનિતાને સહન ન કરી શકે ? હવે શો સંબંધ છે એને પોતાની સાથે ?

વરસો થઈ ગયા હોય તોય હજી કાલની જ વાત હોય એવું કેમ લાગે ? વનિતાને તો આટલા વરસે એ સાવ ભૂલી ગયોુહોવો જોઈએ, તો આમ એક બાઇકને જોતાં જ એને વનિતાનું યાદ આવી જવું એ કેવું કહેવાય ? આ બાબત જ સૂચવે છે કે જયના જીવને એ બાબતનો આઘાત કેટલો ઊંડો લાગ્યો હશે ! આના પરથી જ સાબિત થાય છે કે ઝખમો સમયના પડળો નીચેુઢંકાય જરૂર જતાં હશે, પણ કદાચ રૂઝાતા કયારેય નહિ હોય. આમ તો એ વનિતાને ભૂલી જ ગયેલો, ને એને યાદુરાખીનેય શો ફાયદો ? પણ જયારે જયારે એ કોઈ બાઇકને જુએુત્યારે ત્યારે એને પોતાના જીવનનું એ સૌથી મોટું ફ્રેકચર યાદ આવ્યા વિના ન જ રહે. આ તો મૂઢ માર કહેવાય, હાડકે હાડકે પડેલા ઘાવ જેમ દર શિયાળે યાદ આપી જતાં હોય છે, એમ...!

આમ જુઓ તો કોઇપણ પ્રેમ સંબંધમાં જેટલો જીવ પ્રેમીઓનો હોય છે એના કરતાંયે અધિક સમાજનો જીવુસંડોવાયેલો હોય છે. આ પણ એક નરી હકીકત છે.

ઘરના વૃદ્ધ માણસને થયેલા સાંધાના વાની તકલીફની જેટલી જાણકારી તમને નહિ હોય એનાથી વિશેષુજાણકારી પડોશીની માસીની દીકરીના કોઈ અફેર્સની હશે. ઑફિસમાં પહોંચવાનું મોડું થતું હશે એવે વખતેય કરીના કે ઐશ્વર્યાના ટીવી પર આવતા સમાચાર અધૂરા મૂકવા નહિ ગમે. યસ, બહુ જ સ્પષ્ટ છે, અહિ એ બંનેની સાથે જોડાયેલા નામોને યાદ કરાવવા પડયા ?? નવરાત્રિમાં માતાજીનો ફોટો કે આરતી ભૂલી જવાશે પણ અનાયાસ મળી ગયેલા ફ્રી પાસ ભૂલાશે ?

યાદ કરો જેને ત્યાં ખરખરે જવાનું પણ કેટલીક વાર ભૂલી જવાયું હોય એના જ ઘરના છોકરા કે છોકરીનો છાપામાં ‘રાજીખુશીથી લગ્નગ્રંથિથી જોડાયા છીએ’ -એવા હેડીંગ નીચે આવેલ ફોટો જોઈને કેવા ઉતાવળે ‘અફસોસ’(!) વ્યકત કરવાુપહોંચી જવાયું છે ?

બહાર સમાજમાં સમરસતાની ગમે તેટલી વાતો કર્યા પછી પણ વળી કહેવાનું તો એમ જ હોય કે, ‘હવે તો આવું બનવું સ્વાભાવિક છે. બીજું બધું તો ઠીક પણ છોકરો નીચલા વર્ણનો પસંદ કર્યો એ જરા વધુ પડતું કહેવાય. હવે કર્યો તો કર્યો પણ સાવ આવી નોકરીવાળો એને કેટલા દા’ડા સાચવશે હેં ? અને પાછળથી જો પૈસાના વાંધા પડશે ને આપણી દીકરીને એ પોતાના ઘરમાંથી કાઢી મૂકશે ત્યારે ? શો વાંક એનો ? એ બિચારી કયાં જશે ? છેવટે તો પાછી આપણે ત્યાં જ આવે ને ? દીકરી તો સાચવવી કોઈનેય કાંય ભારે થોડી પડે ? એ તો અત્યારે સાચવતાં એમ ત્યારેય સચવાય જાય, પણ...’

આમ, ‘પણ’ના ભાર નીચે રાજીખુશીથી પોતાના પ્રિયતમને પરણીને સાસરે ગયેલી દીકરીને લોકો પાછી એના મા-બાપને માથે એક જ સેકન્ડમાં લાવી મૂકે છે ! જીવનીુસંડોવણી તો આવી જ હોય.

વાત વનિતાની હોય કે સુમનની, સમાજને હમેશા આ રીતે જ પોતાનો જીવ વગર કારણે સંડોવી દેવાની બહુ ખરાબ અને પિશાચી આદત હોય છે. લોકોને આમાં બહુ આનંદ આવતો હોય છે.

વનિતાના એક મામાએ તો જયને પોતાની પાસે બોલાવી શામ-દામ-દંડ-ભેદ જેવી બધી જ નીતિ અખત્યાર કરવા પ્રયત્ન કર્યો હતો. કહે, ‘ભાઈ, તને શું એમ લાગે છે કે આમાં અમારી એકલાની જ બદનામી થાય છે ? છાંટાં તો બંધાને ઉડશે. તને મળી તો અમારી જ દીકરી મળી ? અને હજુ આ તમારી ઉંમર છે આવું બધું કરવાની ? તમારી ઉંમરના છોકરાુછોકરી તો પોતાની કેરિયર બનાવવામાં પડયા હોય છે, ને તમને આવું સૂઝે છે ? ...આ તો મને ખબર પડી ને વળી એમ પણુજાણવા મળ્યું કે તું સાવ એવો ખરાબ છોકરો નથી, ગામમાં તારા બાપની આબરૂયે સારી એવી છે. તો બાપાની એ કમાણી શું કામ આમ ધૂળમાં રગદોળે છે ? ...હું તને શાંતિથી સમજાવું છું એનું કારણ મારી ખાનદાની છે, નહિતર બેન-બનેવીએ તો મને બધી જ છૂટ આપી છે, છૂટો દોર આપી દીધો છે મને. અને મારી તો ટેવ પણ એવી જ, એક વાર કહી જોઉં, શાંતિથી માને તો ઠીક, નહિંતર ચારસો ને બેની કલમ સામે કેમ લડવું એ પણ હું જાણું છું. ઘણું થયું હવે ભાઈ, આટલેથી જ અટકી જજે. તારા બાપાની આબરૂ હમેશા આમ તને નહિ બચાવી શકે એ યાદ રાખજે.’

એમની વાતોથી જય સહેજ પણ ડર્યો નહોતો, સહેજ પણ ડગ્યો નહોતો. એટલું જ નહિ, આ વાત એણે વનિતાનેુપણ કદી કરી નહોતી. બધાં અંતરાયો સામે એને એકલા હાથે ઝઝૂમવાનું ફાવતું હતું.

જયના કાકી પણ જીવ સંડોવવાની આ હરીફાઈમાં જરાય પાછા પડે એમ કયાં હતાં ! શેરીમાં પાંચ બૈરાં એકઠાં થયા હોય, ત્યારે ફેરવી ફેરવીને વાત પોતાની જેઠાણીના દીકરાના આવા લફરાં ઉપર જ લાવી મૂકે, ‘મારા છોકરાના સારા સારા ઘેરથી માગાં આવતાં હતાં, પણ હવે તો બધુંય જાણે સાવ બંધ થઈ ગયું. તમને જ પૂંછું કે જેઠાણીનો દીકરો ગમે એવા કાળા કામ કરે એમાં મારા છોકરાનો કંઇ વાંક ? પણ માણસો સમજે જ નહિ ને. જયાં વાત શરુ કરીએ ત્યાં આ જયે કરેલા કારસ્તાનોની હવા જ પહેલેથી જ પહોંચી ગઈ હોય પછી આપણે કરી કરી ને કરીએ પણ શું ? હવે તમે જ કહો કે સાચું હોય ત્યાં આપણે આપણો બચાવેય શું કરી શકીએ ? મારે તો ઘણીયે ઘરની વાતુઘરમાં જ રાખવી હોય પણ વાત જ એવી છે કે ઢાંકી ઢંકાય એમ નથી. પાપ તો ભાઈ છાપરે ચડીને પોકારે એ કાંય આમ સાવ અમથું કહેવાયું હશે ?’

એ શેરીઓમાં મળતી ઓટલા પરિષદમાં જયની મા હોય તો પણ કાકી તો પોતાની આગવી શૈલીમાં આ બળાપો કોઈ ને કોઈ રીતે પ્રગટ કરીને જ રહે, એને કોઈ અટકાવી શકે નહિ.

બધી જ વાતો સંયમપૂર્વક સહ્યે જતો જય એ દિવસે પોતાની ધીરજ ગુમાવી બેઠો હતો ને વનિતાના એક કાકાને એક તમાચો મારી દેવાયો હતો એનાથી.

વનિતાને એ દૂરના કાકા થાય. જયને પછાડવાના એણે બહુ પેંતરા કર્યા હતાં. ઝઘડો કરવાના પ્રયાસમાં એકેય વાર સફળ ન થવાને કારણે એણે પોતાની અસલિયત બતાવી આપી હતી.

એણે જયને કહ્યું, ‘હું હવે તારી અને વનિતાની વચમાં નહિ આવું. મારે શું ? તું જાણે ને વનિતાના મા-બાપુજાણે. એનો બાપ કયાં મને કાંય ઈનામ આપી દેવાનો છે ! તું કહે તો તમારે બંનેને કયાંય ભાગી જવું હોય તોયે હું તમને મદદ કરીશ. મને કહેજે. ગમે એવું કામ હોય ત્યારે મને યાદ કરજે.’

કાકાની આંખમાં જયને ભારોભાર લૂચ્ચાઈ દેખાઈ રહી હતી. એમની વાત પર ભરોસો બેસે એમ નહોતું. કાકામાં આવેલા આવા ઉપરછલ્લા ભ્રામક પરિવર્તન પર જયને શંકા તો હતી જ, ને એ સાચી પણ પડી.

વળી પાછું કાકાએ ઉમેરેલું, ‘ભાગી ન જવું હોય ને અમસ્તા જ કયાંક એકાદ રાતનો સવાલ હોય તોયે આ કાકોુઅરધી રાતે તમારી વહારે આવવા તૈયાર ઊભો હશે. કયાંક આડા-અવળા હોટલ-બોટલમાં ફસાઈ ન પડતાં, હું તો રહ્યો પહેલેથી જ સાવ એકલો માણસ, મારા ઘરમાં જ તમને બધી ફેસીલીટી પૂરી પાડીશ, શું ? કવોલીટી ટેસ્ટ એટ નો કોસ્ટ !’

પછી આંખોમાં આવી જતી ખંધાઈને છુપાવતા કહે, ‘ને આમ હું તમારી માટે આટલી બધી મહેનત કરું તો થોડી આશાયે રહે ખરી હોં ! ઇ તો મને ભરોસોયે ખરો કે આટલી વ્યવસ્થા કરી આપું તો થોડો લાભ મને આપવામાં તને વાંધોયુશું હોય હેં ?’

કહ્યાં પછીનું એ કાકાનું અટ્ટહાસ્ય જે ખરબચડાં ગાલો પર ક્રૂરતાથી તરડાયું હતું એ જ ગાલો પર જયના તમાચાએ ચોમેર પડઘાતી લાલાશ પણ ફણગાવી આપી હતી, એ જ સેકન્ડે !

જીવ સંડોવવાની આદતો આટલી હલકટ અને ક્રૂર પણ હોય શકે છે. આમ કરવાથી લોકોને અનોખો આનંદ મળી જતો હોય છે. ચિરાગના પપ્પા તનસુખલાલ - પેલા દુર્વાસામુનિુ-ુએમણે પણ જય અને સુમનની વાતોને એના જ મોઢે કેવા હલકા શબ્દો વડે કરી હતી. એટલું જ નહિ એ તો વળી જયનેુપણ ઉપદેશ આપવા માંડયા હતા, ઉપદેશ કરતા ઠપકો આપવાની એમની ઈચ્છા વધારે જણાઈ આવતી હતી. એને માટે તો જય એને મળવા આવ્યો એ જાણે કે એક મોકો હતો આ રીતે પિશાચી આનંદ મેળવવાનો.

આવી પ્રકૃતિઓને કયારેય નાથી શકાતી નથી હોતી. માટે તો કહ્યું હશે કે બાળ્યો બળે નહિ. જીવ હોય જ એવો, એ કોઈનો પણ જીવ હોય શકે, તનસુખલાલનો હોય,ુવનિતાના કાકાનો હોય કે મામાનો, જયના કાકીનો હોય કે પછીુસુનીતાનો, સુમનનો હોય કે ખુદ જયનો જીવ હોય, જીવ હોય જ એવો. દરેક વાતમાં એને સંડોવાવું ગમતું હોય છે.

જયનો જીવ પણ એટલો જ અધીરો છે. વિચારે છે કે નાહકનો જીવ શું કામ બાળવો ? પણ નથી રોકી શકતો એ પોતાના જીવને પણ. અને નજરો પહોંચી જાય છે ફરી ત્યાં જ જયાં હજી હમણાં જ પેલો એકસો ને દસ અંશનો ખૂણો જરા નાનો થયો છે પણ એની પાછળનો ચહેરો વધારે ઝૂમ થવા જઈ રહ્યો છે, ત્યાં જ ! કોણ હશે એ... ચહેરો વધારે ઝૂમ ઈન કરવા એનો જીવ મથી રહે છે...

ચૌદમી ક્ષણ

ઝાંઝરીયા હનુમાનજીનું મંદિર હવે બહુ દૂર નથી. મોટાભાગનું અંતર તો કપાઈ ચૂકયું હશે. છેલ્લી ચૌદ ચૌદુસેકન્ડથી આપણે જે દિશામાં જઈ રહ્યાં છીએ એ મંદિરનું આ શહેરના ઇતિહાસમાં આગવું સ્થાન છે. જયે મંદિરના પરિસરનું બહુ બારીકાઈથી નિરીક્ષણ કર્યું છે. ઘણીવાર કોઈ પરિવાર દર્શને આવે તો કોઈવાર કોઈ એકલ દોકલ આદમી પણ આવી ચડે. આવનાર દરેકના ચહેરા પર શ્રધ્ધા લીંપાયેલી હોય છે. દર્શનાર્થીઓની વચ્ચે થતી વાતોના સૂરને પામવામાં જય બહુ કુશળ હતો. કોઈ પોતાની માનતા પૂરી કરવા આવે તો કોઈ હરવાફરવાના સ્થળ તરીકે જ અહિ આવવાનું પસંદ કરે. ઝાડ નીચે કાયમ બેસતા ભીખારીને પણ શનિવારે સારો એવો વકરો થઈ જતો. માનતા પૂરી થઈ હોય તેવા ખુશખુશાલ શ્રધ્ધાળુઓ હનુમાનજીને શ્રીફળ વધેરે, આંકડાના ફૂલની માળા પહેરાવે, સિંદૂર ચઢાવે અને દાનપેટી છલકાવ્યે જાય. મૂર્તિની આભામાં શ્રધ્ધાળુઓના ચહેરા પરનો સંતોષ લીંપાય ત્યારે ઓર વધારો થાય. પરિસરમાં ભીડ જામતી જાય તેમ તેમ મૂર્તિના ચહેરા પરની તેજસ્વીતામાં વધારો થતો જાય. પુજારી પણ ૐ હનુમતે નમઃ ૐ હનુમતે નમઃ ના જાપ કરતો હરખાઈ ઊઠે !

...છેલ્લી ચૌદ સેકન્ડથી આપણે જે બાઇકને આવતું જોઇ રહ્યાં છીએ એ હજી બરાબર ઓળખાયું નથી. ...આપણે જયની ટેકણલાકડીના દોરવાયા દોરાઈ રહ્યાં છીએ. તો આ ચૌદમી સેકન્ડે જયને એની ટેકણલાકડી સમેત એક ક્ષણ પૂરતો ઝાંઝરીયાના રસ્તે ચાલતો મૂકીને બીજે નજર કરીએ તો ?

...એટલે કે છેલ્લી ચૌદ ચૌદ સેકન્ડથી ...આપણેુજે પાત્રોની વચ્ચે અફળાઈ રહ્યાં છીએ એમની લાગણી આ ચૌદમી સેકન્ડે એમના જ શબ્દોમાં સાંભળીએ તો કેમ ? મતલબ કે છેલ્લી ચૌદ ચૌદ સેકન્ડથી આપણને જેમની માત્ર ઝાંઝરીયાના રસ્તે ચાલતાં ચાલતાં જ આછેરી ઓળખાણ થઈ છે એમનામાં જ પ્રવેશીએ, સમજો કે પરકાયા પ્રવેશ કરીએ આ ચૌદમી સેકન્ડે...ુ

વનિતા :

-‘આખાયે શહેરમાં જાણે ઝાંઝરીયા હનુમાન સિવાય કોઈ એવું પ્લેસ જ નથી ? અરે, કેટલાયે એવા સ્થળ છે જયાં બાઇક પાર્ક કરીને છોકરા-છોકરીઓ એના પર જ..., છોડો છોડો, વળી પાછી આ બાઇક ! એની જ તો આ બધી મોંકાણ થઈ હતી.

કોઈ પણ માણસ એકવિધતાથી વહેલો કે મોડો બોર તો થઈ જ જતો હોય છે, તો હું જરા વહેલી બોર થઈ ગઈ એમાં શું ? સાયકલ પર બેસવું તો મને ફાવે જ નહિ, ન બેસું તો જય તો મને ચાલીને ફરવા જવાની જ વાત કરે. સાયકલ પર બેસું એવી હું છું પણ નહિ. જરા વેલ્યુ નામે પણ કોઈ ચીજ હોયુકે નહિ ?

દેખાવે જરા સારો લાગ્યો હતો ને ભણવામાં એનું નામ પણ ખરું એટલે આ તો જરા ગમી ગયેલો એ ખરું. ને માળો આમેય હોંશિયાર તો ખરો જ ! પણ જયમાં એક જ ખામી, ઘરડા માણસોની જેમ પૈસો ગાંઠથી છૂટે નહિ. જો કે રહેતા રહેતા એની બીજી ઘણીયે ખામીઓ ધીરે ધીરે દેખાવા લાગી હતી.

જેમ કે એને એની સાયકલનું આકર્ષણ જબરું હતું. એકના એક જોડ કપડામાં જ એ વારે વારે દેખાતો રહેતો હોય.

આજના મલ્ટીમીડીયાના જમાનામાં તે વર્ષો જૂનો એ જ મોબાઇલ વાપરે, ૩૩૧પ અને એના પર જ લેમીનેશન પરુલેમીનેશન કરાવ્યે જ જાય. ન કોઈ કલર કે ન કોઈ સિસ્ટમ.

એ વારેવારે કહેતો કે તારે મને મારી તમામ કમજોરીઓ સમેત જ ચાહવો પડશે. પણ હું એની આવી વાત કેમ માનું ? મારે તો એની બધી જ ખામીઓ શોધી શોધીને દૂર કરવાની હતી.

આખરે મારે કહી જ દેવું પડયું કે કમ સે કમ એક બાઇક તો તારે લેવી જ પડશે. હું ખરેખર થાકી ગઈ હતી. પણ એ અણઘડ માણસમાં એ આવડતની અપેક્ષા રાખવી એ પણ વધારે પડતું કહેવાય એમ એણે જ સાબિત કરી દેખાડયું. એના કાકાના દીકરા હરેશની બાઇક લઇ એ શીખવા નીકળ્યો ને એના પરથી બરાબરનો પડયો. કહે છે કે ફ્રેકચર પણ થયું હતું.

મને ખબર તો કોણ આપે ? પણ હરેશ જ મને કહેવા આવ્યો હતો. પાછો કહે કે જય તારી રાહ જુએ છે, ચાલ એને એકવાર મળી લે તો એને સારું લાગે. ને હું એની જ બાઈક પર બેસી ગઈ. જવાનું હતું જયની તબિયતના સમાચાર પૂછવાુપણ બાઇક પર બેઠા પછી મને હરેશનું ડ્રાઇવીંગ એટલું તો સારુુંલાગ્યું કે મેં જ એને કહ્યું કે હવે જયને મળવા જવા કરતાં જરાુલોંગ ડ્રાઇવ પર જઇએ તો કેમ ?

હું તો પહેલેથી જ જાણી જતી હોઉં છું, પુરુષો તો હોય જ બહુ ઋજુ સ્વભાવના... હરેશ મારી વાતને ઠુકરાવી ન શકયો. એટલે અમે ઉપડી ગયા શહેરથી દૂરના કોઈ રીસોર્ટનીુસહેલગાહે ! મને બહુ મજા પડી. બાઈક હોય તો આવી !

એકવાર તો અમે બંને રસ્તા પર આવી રહ્યાં હતાુંત્યારે બરાબર સામે જ જયનો ભેટો થઈ ગયેલો. એનું ફ્રેકચરુસારું થઈ ગયું હોય એવું લાગ્યું, પણ હાથમાં લાકડી તો હતી જ ને એની ચાલેય જરા જૂદી જણાતી હતી. હરેશને મેં બાઇક ફાસ્ટ ચલાવવા કહેલું. ને તોયે કદાચ મને લાગ્યું કે ચશ્મા સોંસરવી એની નજર મને ગણતરીની સેકન્ડોમાં જ ઓળખી ગઈ હોવીુજોઈએ. પણ મને એનાથી કશો ફરક પડતો નથી. મારો વાંક પણ શો છે ?

પસંદગી કરવાની વેળા આવી હોય ત્યારે એક સ્ત્રી તરીકે તમે કોઇની ટેકણલાકડી બનવાનું પસંદ કરો કે પછી ડિસ્કબ્રેકવાળી લેટેસ્ટ બાઇકની બેકસીટ પર બેસી ‘બેકસીટ ડ્રાઇવ’ કરવાનું પસંદ કરો ? મને ખબર છે કોઈ સાંભળે એમ જવાબ આપવો પડે ત્યારે આવા સવાલોના સાચા જવાબ આપવા મુશ્કેલ હોય છે. મારે જવાબ કયાં જોઈએ છે, માત્ર તમારી જાતને જવાબ આપી દો, બસ પત્યું !’

સુનીતા :

-‘પહેલેથી જ નસીબમાં વિધાતાએ દુઃખ લખી આપ્યું હોય એનું બીજું થઈ પણ શું શકે ? મા-બાપના ઘેર હતી એટલા વરસ મા-બાપના ઘરને, ઘરની રીત-રસમોને, રિવાજોને અને મર્યાદાઓને અનુરૂપ થઈને રહી. કદાચ આદત પડી ગઈ એવી જ રીતે જીવવાની.

સાસરે આવ્યા પછી પણ પારકા ઘરને પોતાનું ગણ્યું. ઉંચા અવાજે કોઈની સાથે વાત પણ નથી કરી. સૌનાુસમય સાચવવામાં મારો ખુદનો સમય ન સચવાયો તો પણ એની મેં પરવા ન કરી.

પતિગૃહે આવતાં વેંત જ ગૃહસ્થીનો ભાર ઉપાડીુલીધો. અને સાસુ-સસરાને મા-બાપની જેમ સાચવ્યા. હેતલના જનમ પછી પણ કોઈ ફરિયાદ નહોતી. જિંદગી શાંત પાણીની જેમ વહેતી રહી હતી.

પહેલેથી મારી તો તાસીર જ બહુ રૂઢિગત. મારા વિચારો ખૂબ પાકટ હોય અને વાતો પરિપકવ હોય. સાસરે રહેવા માટેની જરૂરી એવી ઠાવકાઈ મારામાં પહેલેથી જ હતી. સાસુ,ુસસરા, પતિ વગેરે સાથે કેવો વ્યવહાર કરાય એ હું જાણતી હતી. વહેલા ઊઠવું, ઘરનું બધું જ કામ કોઈપણ જાતની બળતરા કર્યા વગર કરવું, સૌનો સમય સાચવી લેવો, આ બધું મને શીખવવું ન પડે. જો કે જય ને તો હમેશા એ વાતની નવાઈુલાગતી રહેતી કે પોતે કોઈ તરૂણીને પરણ્યો હશે કે પછી કોઈ બીબાઢાળ સ્ત્રીને ? એને થતું કે મારું વર્તન અને વાણી એક ચોક્કસ ઢાંચામાંથી ઘડાઈને જ બહાર આવે છે. પણ એમાં ખોટું છે પણ શું ?

રોજીંદા જીવનમાં એને ગમતી એવી અનિયમિતતા મારામાં નહોતી. એને મારુુંં દરેક કામ બીબાઢાળ લાગતું, પછી એ રસોઈ બનાવવાની વાત હોય કે પછી સેકસની વાત હોય.

સાડીની વાત હોય કે સાસુની વાત હોય, ભૌતિક સગવડોની ઘેલછા હોય કે પછી અનાયાસ આવતી બીમારીઓની વાત હોય, વહેવારિક પ્રસંગ હોય કે કોઈ અમંગળ ઘટના બની ગઈ હોય, મારુંં વર્તન અમુક ચોખંડી બાબતોના સિધ્ધાંતોને અનુસરતું રહેતું, અને એમાં ખોટું પણ શું છે ? જીવનમાં જો નિયમિતતા જ ન હોય તો પછી રહે શું ? અમુક મર્યાદાની બહાર પગ લપસ્યો કે બસ, ખલાસ !

તો પણ મારું વ્યકિતત્વ જયને આ રીતે અપેક્ષિતુનહોતું લાગતું. એ જરા રોમેન્ટિક મુડ ધરાવતો હતો. પણ મારી પાસે તો રોમાન્સનું પણ એક નાનકડું વણલખ્યું સમયપત્રક જેવું હતું, અમુક સમય આરામ લેવો એ સ્વાસ્થ્ય માટે જરૂરી છે એવો બોધ પણ અનેે સમજાવતી. અને આમેય બાળકો મોટા થતાં જાય પછી સંયમની ક્ષમતા પણ મોટી થવી જોઈએ, વધવીુજોઇએ એ પણ સમજાવતી.

જયમાં થોડી કમજોરીઓ હતી, પણ એ તો સમય જતા દૂર થઈ જશે એમ હું માનતી હતી. એનામાં સૌથી મોટી નબળાઈ હતી અધીરાપણાની ! એનો સ્વભાવ પહેલેથી જ ખૂબ અધીરો. દરેક વાતમાં એને ઉતાવળ હોય, પછી એ જમવાની વાત હોય કે બહાર જવાની, સેકસની વાત હોય કે સાડીની, ટીવીની વાત હોય કે મોબાઇલની, હેતલના અભ્યાસની વાત હોય કે કોલેજના ભણતરની... દરેક વાતમાં એની અધીરાઇ ઉપસી આવે. મને હતું કે સમય જતાં એ બધી નબળાઇઓ દૂર થઈ જશે પણ એમ ન બન્યું.

પણ કહે છે ને કે જેણે સૌને સાચવ્યા હોય એને કોઈ ન સાચવે. સુમનનો પ્રવેશ આ ઘરમાં થયો અને જાણે મારી પડતી શરુ થઈ. આમ તો મને પહેલેથી જ શંકા તો હતી જ, પણુસહી ન શકાય એમ આ વાત કોઇને કહી પણ કેમ શકાય ? પહેલાં તો મનની આ શંકાને વહેમ ગણીને મનમાંથી કાઢી નાખતી, પણ જયારે સગી આંખે જોયું ત્યારે... હબક ખાઈ ગઈ હતી હું ! આજ સુધી તો જય આવો નહોતો લાગતો ને હવે અચાનક એ આમ આવો કેમ થઈ ગયો એ સમજાતું નહોતું. હેતલની ફિકર રહ્યાં કરે એટલે જીવનને ટૂંકાવવના વિચારો નહોતા આવી શકતા, નહિતર આવા જીવન કરતા તો મોત જ બેહતર કહેવાય !

જેવી રીતે હેતલ અને ચિરાગના લગ્ન કરતા અટકાવવા માટે મારે આત્મહત્યાનું નાટક કરવું પડયું હતું એવી જ રીતે સુમન સાથેનો સંબંધ છોડાવવા માટે પણ આત્મહત્યાની ધમકી આપી ત્યારે માંડ માંડ એ સુમુડીથી જયનો અને મારો પણ છૂટકારો થઈ શકયો હતો. પણ મને ખબર હોય ને, જય કાંઇ એમ એને ભૂલી જાય એ વાત પર હવે હું કેમ ભરોસો કરું ? એટલી ભોળી પણ હું નથી. એ સુમુડીથી છૂટકારો મેળવવા હજી તો મારે આવા કેટલાંક સાચુકલા નાટક પણ કરવા પડે તો નવાઈ નહિ. આખરે મારે મારો સંસાર બચાવવા કાંઇક તો કરવુુંને !’

સુમન :

-‘કોઈને પણ ચાહવું એટલે એના સમગ્ર અસ્તિત્વને ચાહવું, મેં જયને ચાહ્યો છે. એની તમામ કમજોરીઓ સહિત મેં એને ચાહ્યોે છે. જે વ્યકિતને આપણે ચાહીએ એનો મતલબ કે એની મર્યાદાઓને પણ ચાહવી, એની કમજોરીઓને પણ ચાહવી, એની તમામ ખામી-ખૂબીઓની પૂજા કરવી. એ જ તો અસ્તિત્વ છે, મેં જયના સમગ્ર અસ્તિત્વને ચાહીને એની પૂજા કરી છે. એ વખતે મને કદાચ એ વિચાર પણ ન આવ્યો કે એ પરણેલો છે, એને એક દીકરી પણ છે. બધું જુજાણતી હોવા છતાં મને એ કંઈ ન સૂઝયું. ને હું એના પ્રેમમાં પડી ગઈ, સાવ એમ જ !

એ મને કેમ આટલો પસંદ પડી ગયો હશે એની તો મને પણ ખબર ન રહી. એનો નિખાલસ સ્વભાવ, સરળ જીવન, એના વિચારો, આનંદી સ્વભાવ એના દરેક પાસા મને સ્પર્શી ગયા હતાં. ખરા અર્થમાં એ મારી કલ્પનાનો સ્વપ્નપુરુષ હતો.

હમેશા જેવા પુરુષની મેં કલ્પના કર્યા કરી છે એનાથીયે વિશેષ મને જયમાં દેખાયું હતું. ને એટલે જ હું જાણે પાગલ થઈ ગઈ હતી. એની હાજરીમાં હું મારી જાતનું ભાન ગુમાવી બેસતી.

એ પરણેલો હતો એટલે મેં જાત પર ખૂબ કાબુ રાખેલો પણ એ દિવસના મોસમના પહેલા વરસાદે એણે મારો હાથ પકડયો હતો ને મારા બધાંય બંધ એ વરસાદી પૂરમાં તૂટી ગયા. ત્યારે જ મને ખબર પડી કે એની પણ હાલત તો મારા જેવી જ હતી. સુનીતા સાથે એ કદાચ દુઃખી નહોતો પણ દુઃખી ન હોવું એ કંઈ સુખની નિશાની નથી હોતી. એને પણ એની અપેક્ષાઓ પૂરી થવાની શકયતાઓ મારામાં જોયા કરી હતી. છાના ખૂણે દૂરથી એ પણ મને ચાહવા લાગ્યો હતો. જીવનની આહલાદકતા અમને એકબીજાના સાથમાં જણાઈ આવતી હતી.

પહેલી વાર એણે જયારે મારો હાથ પકડયો ત્યારે હું ખૂબ રોમાંચિત થઈ ગયેલી. કુંવારી હથેળીઓને મળેલુસ્વપ્નપુરુષનો એ સ્પર્શ અવિસ્મરણીય હતો.

એની હાલત પણ મારા જેવી જ હતી. આટલું લાંબું દામ્પત્યજીવન માણેલું હોવા છતાં એ મારી પાસે તો કુંવારો જ હતો. એની લાગણીઓ હજુયે કુંવારી હતી. એની અભિવ્યકિત હજુયે કુંવારી રહી જવા પામી હતી. એની કુંવારી ઈચ્છાઓને મારે જ સંભાળવાની હતી.

પણ એ ખૂબ જ અધીરો હતો. મારા અસ્તિત્વનેુસતત સાથે રાખવા માંગતો હતો. મને મળવા માટે અધીરો થઈ જતો હતો. મારા માટેનો એનો વ્યાકુળ પ્રેમ મને ખૂબ જ ગમતો પણ સતત એની સાથે રહી શકવું તો શકય જ નહોતું, તેથી તે દુઃખી થઈ જતો એ મારા માટે બહુ વસમું હતું. એટલે સમાજનીુકડવી વાસ્તવિકતા મારે એને હમેશા સમજાવવી પડતી. મારામાુંપણ એના જેટલી જ વ્યાકુળતા હતી પણ જીવનમાં દુઃખ ન વધારવું હોય તો અશકય બાબતોની ઈચ્છાઓ જ બહુ ન કરવી એવો બોધપાઠ મને મળતો રહ્યો છે. એટલે જ જયને સંભાળવો એની લાગણીઓને સંભાળવી મારે માથે જ આવી ગયું.

પત્ની તરીકેની જે ફરજો સુનીતા બજાવી શકતી નહોતી એ આપોઆપ મેં મારા શીરે લઇ લીધી. ને જયને એ ખૂબ જ ગમ્યું. ખરું કહું તો પત્ની તરીકેની તો કેટલીક ફરજોુસુનીતા બજાવતી હતી પણ પતિને જે પ્રેમ જોઈએ, જે હૂંફુજોઇએ એ નહોતી આપી શકતી હતી, ને જયને પ્રેમ આપવામાં તો હું મારું સૌભાગ્ય સમજતી હતી.

હા... એ સૌભાગ્ય મને મળ્યું હતું. ઝાંઝરીયા હનુમાનજીના મંદિરે એકવાર એણે મારા લલાટ પર સિંદુર પૂરી આપ્યું હતું. યોગ્ય-અયોગ્યનો વિચાર કરવાની અમને પરવા નહોતી. જે ગમ્યું તે કયુર્ંં, જે અમને ઠીક લાગ્યું તે કર્યું. એની પત્ની બનવાનું મને ગમ્યું. આ રીતે પણ એણે મને પત્નીનો દરજ્‌જો આપ્યો ને એ મેં હસતા હસતાં સ્વીકારી લીધો. એ ક્ષણ મારા માટે અમૂલ્ય હતી.

આમ છતાં હું સતત જય સાથે ન રહી શકવાને લીધે બંનેના મનમાં અજંપો અને માયૂસી રહ્યાં કરે. મારા પગ એની પાસે દોડી જવા માટે થનગની રહ્યાં હોય છે પણ સુનીતાનો ખયાલ આવતા જ અટકી જાય છે. શું કરવું એ સમજાતું નથી. દિવસે ને દિવસે પરિસ્થિતિ અસહ્ય બનતી જાય છે. મારા કરતા તો જયની હાલત વધારે કપરી છે, એ તો મારા વગર પળવાર પણ રહી શકતો નથી. જીવનની મોટાભાગની યુવાની તો આમુજ વહી ગઈ, તો પણ જય હજી એની જુવાનીની અદાથી જ મને ચાહતો હતો.ુસમજાતું.’

...છેલ્લી ચૌદ ચૌદ સેકન્ડમાં આકાશે જયનેુસુનીતાને કારણે હમણાંથી જયને મળી શકાયું નથી, એટલે મને એની ચિંતા થાય છે. હું ન મળું ત્યારે એની હાલત કથળી જતી હોય છે. એ પોતાના પર કાબુ જ ન રાખી શકે. મારે એને બહુ સાચવવો છે. પણ સાચવી શકતી નથી. મને જયની બહુ ચિંતા થાય છે. મને થોડા દિવસ ન જુએ તો એની અધીરાઇના કેટલીયે જાતના રિએકશન આવી જતાં હોય છે. એની તબિયત તો સારી હશે ને ? હમણાથી ફોન વડે પણ મળવાનું જરા ઓછું રહે છે.

કયારેક કયારેક તો એમ થાય છે કે સમાજના આ બધાં જ બંધનો દૂર ફગાવીને દોડીને જય પાસે પહોંચી જાઉં. એ મારા માટે સતત ઝૂરતો હિજરાતો હોય છે અને હું આમ પથ્થ્રદિલ કેમ રહી શકું ? શા માટે મારે કોઈનાથી ડરવું ?

જીવનના કેટલાય અણમોલ વરસો દુનિયાથી આ જ રીતે તો ડરીને કાઢયા છે. હવે બસ, બહુ થયું. હવે કોઈનાથી ડરવું નથી. કોઈનાથી નહિ.

પણ... પણ એ કેમ શકય બનશે ? સુનીતા કેવું રિએકટ કરે એ કેમ ખબર પડે ? એ ફરી આત્મહત્યાની ધમકી આપે તો ? બાપુજીની તબિયત પણ નરમ રહ્યાં કરતી હોય છે, એવામાં મારા લગ્નની વાત તો માંડ માંડ ભૂલાવી છે ત્યારે મારું આ પગલું બાપુજી સહન ન કરી શકે તો ?

પણ તો પછી આ બધામાં મારે મારી જાત માટે કયારેય વિચારવાનું જ નહિ ? જયનો શો વાંક ? એને હું કઈ ભૂલની સજા આપું છું ? કંઇ જ સમજાતું નથી મને, કંઇ જ નથીુવનિતા જેવો તડકો, સુનીતા જેવો બફારો અને સુમન જેવો અનરાધાર વરસાદ આપી દીધો હતો. માત્ર ચૌદ જ સેકન્ડમાં આકાશના કેટલાયે સ્વરૂપોનો પરિચય એને થયો હતો.

જયને આકાશ આજે ઉદાસ લાગી રહ્યું હતું તો તેનું કારણ પણ તેના મનના ભાવો જ હોય, નહીં કે આકાશ. આકાશ કયારેય ઉદાસ કે ખુશ હોતું નથી, સુખી કે દુઃખી હોતું નથી, ચોરસ કે ગોળાકાર હોતું નથી, ઉંધું કે ચત્તું હોતું નથી, આડું કે અવળું હોતું નથી અને આમ કે તેમ પણ હોતું નથી ! અરે, આકાશ તો નિર્વિકાર હોય છે, જે દેખાય છે એ કેવળ મનના ભાવો જ હોય છે, કેવળ મનના ભાવો. એટલે જ એ સત્ય છે કે જય કોઈ કારણસર આજે ઉદાસ થયો છે ને તેથી જ એને આકાશ એના મનોભાવ જેવું ઉદાસ લાગી રહ્યું છે.

એટલે જ અત્યારે ચૌદમી સેકન્ડે જયની ટેકણલાકડીને પણ ફ્રેકચર થયું હોય એમ આડી-અવળી પડતી હતી.

પંદરમી ક્ષણ

સેકન્ડ પંદરમી... હીરો હોન્ડા... અમુક અંશનો ખૂણો... મોહક ચહેરો... સ્થળ.. એ નું એ જ... હાઈ-વે..., વહી ઓકેઝન... વહી લોકેશન... ભગવાને મન પણ કેવું બનાવ્યું છે ! માત્ર પંદર-વીસ સેકન્ડમાં તો કેટકેટલાયે વિચારો કરી શકાય છે !

માણસ જે જુએ છે એ હમેશા સાચું નથી હોતું અને જે સાચું હોય છે એ હમેશા જોવા નથી મળતું. આકાશનું પણ એવું જ છે અને માણસના મનનું પણ એવું જ !

...હજી થોડા દિવસની પહેલાની જ વાત લો ને.

જયે એકવાર તો જીવનથી કંટાળીને આત્મહત્યાનો ઉતાવળિયો નિર્ણય લઈ લીધો હતો. કેવા હતાં એ માયૂસીથી ભરેલા દિવસો !

સુનીતાની સાથે થતાં રહેતાં સતત સંઘર્ષથી થાકી હારીને એક તબક્કે તો જયે કોઈ નબળી ક્ષણે આત્મહત્યાનો બહુ નકારાત્મક નિર્ણય લીધો હતો. ત્યારે ઉનાળાના દિવસો હતા. બધાં અગાસી પર સૂવા જતાં.

એક રાત્રે અગાસી પરથી કૂદી પડીને પોતાનો જીવ આપી દેવાનો એણે વિચાર કરી રાખ્યો હતો. સૌથી વહેલો એ અગાસીમાં પહોંચી ગયો હતો. પણ બધાં ઉપર આવી ગયા નેુસૂઈ ગયા તો પણ એ અગાસી પર આમથી તેમ ટહેલતો જ રહ્યો. એની આંખમાં ઉંઘ કયાંથી હોય ? એ તો રાહ જોઈ રહ્યો હતોુસૌના ઉંઘી જવાની. લગભગ અગિયાર વાગ્યા સુધીમાં તો હેતલ અને સુનીતા ઘસઘસાટ ઉંઘી ગયા.

એને લાગ્યું કે હવે સમય આવી ગયો છે જીવનનાુબંધનમાંથી મુકિત મેળવવાનો. માણસને મરતી વખતે આખાયુજીવનની ફિલમ દેખાતી હોય છે એવું ઘણાં સાહિત્યકારોએ નોંધ્યું છે. જયને પણ પોતાના જીવનની ઘસાઈ ગયેલી પ્રિન્ટ ફલેશબેકમાં દેખાઈ રહી હતી. જીવનની એ બધી કારમી વિટંબણાઓ થકી જયનું મન બેબાકળું બની રહ્યું હતું.

પવન ગતિ પકડી રહ્યો હતો. એના વિખરાયેલા વાળ અને કપડા ઉડી રહ્યાં હતાં. ખુલ્લી અગાશીમાં એક નકામો કાગળ ઉડતો હતો. જયે એ કાગળ પકડયો. એના પર તેણે ગઈકાલે જ ઉતારેલી ગઝલ લખાયેલી હતી. જયે એ ગઝલનું નામ ‘સંબંધોનું બાષ્પીભવન’ આપ્યું હતું. એ કાગળ હાથમાુંલઈ જય ગઝલ વાંચવા લાગ્યો;

સંબંધોનું બાષ્પીભવન તેં જોયું છે ?

ટોળા વચ્ચે ગુંગળાતું એકાંત, તેં જોયું છે ?

ઘૂઘવતા મહાસાગરના પાણીમાં તરફડતી

તરસી માછલીનું મોત તેં જોયું છે ?

વસંતની ડાળીએ ફૂટે પાનખર,

વરસાદે સળગાવેલ મન તેં જોયું છે ?

અંધારામાં ખોવાયો છે સૂરજ મારો,

ચાંદનીએ ઘાયલ કરેલ દિલ તેં જોયું છે ?

સંબંધોનું બાષ્પીભવન તેં જોયું છે ????

...એક જોરદાર પવનના સૂસવાટાએ જયનાુહાથમાંથી એ ગઝલ ઝૂંટવી લીધી, તે બેબાકળો થઈ ગયો. ગઝલનો કાગળ તો ઉડતો ઉડતો પવનની એક થપાટે અગાસીથી દૂર નીચે તરફ ફંટાઈ ગયો.

અકળાયેલો જય અચાનક અગાસી પરથી નીચે ઉતરે છે. અને સીધા રસ્તે સૂનમૂન બની ચાલવા માંડે છે. વળી ઘડીક દોડે છે તો ઘડીક ચાલે છે. દૂર પહોંચી જાય છે. બહારની દુનિયાથી અલિપ્ત જયની સામેથી આવતો વિશાળકાય ટ્રક હોર્ન પર હોર્ન વગાડયે જાય છે. ટ્રકની હેડલાઇટથી તેનો આંખો અંજાય જાય છે ને એક તરફ ફંટાઈ જાય છે. ત્યાં કોઈ ઝાડ સાથે અફળાઈને પટકાય છે. થોડી વારે કળ વળતા તે વળી પછો ઘર તરફ આવે છે. તેના શરીર પર ઉઝરડા અને ધૂળ-માટીુલીંપાયેલા છે. હાંફતો હાંફતો પાછો અગાસીમાં આવે છે. પરસેવાથી રેબઝેબ જય પોતાનું ભીનું થયલું નાઇટડ્રેસનું શર્ટ ઉતારી દૂર ફેંકે છે.

જય પોતાના પલંગ નજીક આવ્યો. પાસે રાખેલા જગમાંથી પાણી પીધું ને પછી આખરી ઈચ્છા સ્વરૂપે એણે સિગરેટ જલાવી. એ કયારેય સિગરેટ નહોતો પીતો પણ એ દિવસે ખાસ લાવી રાખી હતી. એટલે સિગરેટનો બીજો જ કશ એના ગળામાં ફસાયો ને અચાનક તેને ખાંસી આવવા લાગી.

આંખ મીંચીને સૂઈ ગયેલી સુનીતા ખાંસીના અવાજથી જાગી ગઈ ને આંખ ખોલ્યા વગર જ આદત મુજબ બોલી, ‘ઓ..હો..? આજ અત્યારથી ખાંસવાનું શરૂ કરી દીધું ? નિરાંતે સૂઈ જાવ અને બીજાને સૂવા દો તો સારું હવે.’ કહીને બંધ આંખે અવળું પડખું ફરીને ફરી પાછી સૂઈ ગઈ.

જયને આની કોઈ નવાઈ ન લાગી, બલ્કે રાહત થઈ.ુબેડરૂમમાં અવળું પડખું ફરીને સૂઈ રહેતી પત્નીની એને આદત પડી ચૂકી હતી, તો આ તો અગાસી હતી, ખુલ્લી અગાસી.

સુનીતાના ભારેખમ દેહ તરફ એક નજર કરીને ફરી પાછો ઊભો થઈને એ અગાસીમાં ટહેલવા લાગ્યો. સિગરેટ ઓલવીને દૂર ફેંકી દીધી. એને થયું કે જીવન કેટકેટલી વિસંવાદીતાઓથી ભરાયેલું હોય છે ! પત્ની તરીકેની છાપેલી તમામ જવાબદારીઓ નિભાવ્યા પછી પતિને અન્ય કોઈ જરૂરિયાત હોય શકે જ નહિ એવું સમજતી સુનીતા જયથી લાગણીના પ્રદેશમાં કોસો દૂરુઊભેલી જણાતી હતી. સુનીતા એની પત્ની હતી અને પોતે ? એનો કેટલાય વરસ જૂનો થઈ ગયેલો કાયમ ખાંસતો એક પતિ માત્ર ! એ બિલકૂલ એકાકી બની ચૂકયો હતો.

રાત ઘેરાવા લાગી હતી. નિવૃત્તિની વય આવ્યા પહેલાં જ જયે નોકરીમાંથી સ્વૈચ્છિક રાજીનામુ આપી દીધું હતું.ુપ્રમોશન્સ અને ઈજાફાઓ પાછળ દોટ મૂકવી એને ગમતી નહિ.ુપાસેના ટેબલ પર બેસતી યુવા ટાઇપિસ્ટ સામે બનાવટી સ્મિત ફેંકવું તેને આવડતું નહિ. ઉપરી અધિકારીઓની ચાપલૂસી તે કરી શકયો નહિ. ને લિમિટેડ કંપનીમાં લિમિટેડ નોકરી કરીને જ તેણે વહેલી નોકરી છોડી દીધી. આર્થિક રીતે ખાસ કોઈ સમસ્યા નહોતી. એ વખતે વી.આર.એસ જેવી યોજનાઓ કે ફાયદાઓ નહોતા એટલે રાજીનામુ ધરીને આવ્યાના દિવસે જ સુનીતાએ હેતલની હાજરીમાં જ ગુસ્સો ઠાલવેલો, ‘છેવટે ધાર્યું કરીને જ રહ્યાં ને ? શું વિચારીને નોકરી છોડી દીધી ? આ જુવાન દીકરીને પરણાવવાનો ખરચ હવે કેમ કાઢશો ? અમારી કોઈની તમને કોઈ ફિકર-ચિંતા છે કે નહિ ? આમ ધૂની માણસની જેમ નોકરીનો ઘા કરી આવ્યા તે મળ્યું શું તમને ?’

હા, ખરેખર તે ધૂની માણસ જ કહેવાય. પોતાનુુંધાર્યું કરીને જ રહ્યો. એ વખતે પણ તે ચૂપ જ રહેલો.

એક પછી એક દ્રશ્યો આંખ સામેથી પસાર થઈ રહ્યાં હતા. બધી જ ઘટના શૂળની માફક ભોંકાતી હતી. જીવનસંઘર્ષમાં પોતે જાણે સાવ એકલો પડી ગયો હતો. આ બધું જ એને અંદરથી સતત ખૂબ દુઃખી કરતું રહેતું હોવાથી જ તો તેણે આત્મહત્યા કરવાનો પાક્કો નિરધાર કર્યો હતો.

અગાસી પરથી જયે નીચે નજર કરી. મોત એનાથી એક જ ફર્લાંગ દૂર લાગતું હતું. બસ, એક જ કૂદકો... અનેુજીવનની તમામ હાડમારીઓમાંથી છૂટકારો... એક સાથે... કેટલું સરળ !

રાતના સાડા અગિયાર થયા હશે. પડખું ફરીને વળી પાછી સુનીતા ગાઢ નિંદ્રામાં પોઢી ગઈ હતી.આછા અંધકારભર્યા વાતાવરણમાં સામેનો સમગ્ર વિસ્તાર અને રસ્તાઓ જાણે દિવસભર તરફડીને શાંત પડી ગયા હતા. બાપાની મઢૂલીએ કેટલાંક યુવાનો ઊભા હતાં તે પણ હવે સૌ વિખેરાઇ ગયા. તે થોડીવાર અગાસીની પાળને અઢેલીને ઊભો રહી વિચારતો રહ્યો.

આદત મુજબ જયે આકાશ તરફ મીટ માંડી. રોજના પરિચિત તારાઓની વચ્ચે દૂર દૂર તબકતો એક ટપકા જેવડો તારો જોયો. કોણ જાણે કેમ પણ જયને એ તારો ગમી ગયો. ખાસ કશાય ઝગમગાટ વિગર ટમટમતો એ તારો તેને કવિતા જેવો લાગ્યો. કેટલું સૌમ્ય અને સુંદર દ્રશ્ય હતું એ !

સામેના ફલેટની હમેશા બંધ રહેતી બારી ખુલી. તેને થયું કે કોઈ નવું ફેમિલી રહેવા આવ્યું લાગે છે. પચ્ચીસેક વર્ષની જણાતી એક ખૂબસૂરત યૌવના એ બારીના ટેકે હસીન અંગડાઈુલેતી ઊભી હતી. ને જય સામે નજર મળતાં જ એ યુવતી હસી. આહા...! એક નિર્દોષ, નિખાલસ, નિર્મળ, મુગ્ધતાથી ભરેલુુંબની ગયો કે આમ આત્મહત્યા જેવો બાલિશ નિર્ણય લેવાઇ ગયો ?

જયનો દૃષ્ટિકોણ બદલાયો હતો, પરંતું એને તો એમ જ લાગ્યું કે જાણે બધું જ બદલાઈ ગયું છે. બાલિશ સાબિત થયેલો આપઘાતનો વિચાર તેણે દૂર હડસેલી દીધો. એક યુવતીના નિર્દોષ સ્મિતે અને બિંદુ-શા ચમકતા તારાએ એને માત્ર મરતો નહોતો બચાવ્યો પણ જીવવા માટેનું પ્રેરણાબળ પૂરું પાડ્યું હતું, જીવનમાં રહેલી જીવંતતા તરફ નિર્દેશ કર્યો હતો.

થોડીવાર પછી પેલી છોકરી બારી પાસેથી અંદર ચાલી ગઈ પછી જય પોતાની પથારી પર બેઠો. મળેલી નૂતનુદૃષ્ટિથી ઘસઘસાટ ઊંઘી રહેલી સુનીતા તરફ જોયું. નવી કેડી મળ્યાનો સંતોષ આંખોમાં આંજીને પથારીમાં પડયા પડયા જય પેલા તારા તરફ જોઈ રહ્યો, કયાંય સુધી, પછી કયારે આંખ મળી ગઈ તેનું ભાન ન રહ્યું.

બીજા દિવસે પણ આમ જ થયું ને પછીના દિવસે પણ. લગાતાર દિવસો સુધી આ ક્રમ જારી રહ્યો. એ જ ટમટમતો સિતારો જયને જીવનપ્રકાશ આપતો રહ્યો અને એ જ યુવતીનું મધુરતાભર્યું નિર્ભેળ સ્મિત તેની જીવન કવિતાને સુયોગ્ય ઢાળ આપ્યે જતું હતું.

‘સ્મિત...? સ્મિતનાયે કેટકેટલા પ્રકાર હોય છે ?’ જય વિચારતો, ‘રસ્તે મળી જતાં પરિચિતો તરફથી દૂરથી જ મળતું ઔપચારિક સ્મિત, પ્રિય પાત્ર તરફ ફેંકાતું અર્થસભર સિમત, મામૂલી-શી વાતોમાં ખડખડાટ હસાતું સ્મિત, નાના બાળકોને જ આપી શકાય એવું મમતાભર્યું સ્મિત, મૃત્યુને વધાવતું શોકમગ્ન સ્મિત, કયારેક અનિચ્છાએ અપાતું હોઠોમાુંપરાણે તરડાતું સ્મિત, દુઃખોના હજારો સમંદરો પાર કરીને આવતું મહાન સ્મિત, ફાઈવ સ્ટાર હોટેલોના રિસેપ્શન કાઉન્ટર પરથી મળતું બનાવટી વ્યાવસાયિક સ્મિત, અને... પણ...,

પણ પેલી બારીમાં રોજ રાત્રે હસતી યુવતીનું સ્મિત ? અલબત્ત એમાં આમાનું કોઈ ચોક્કસ તત્ત્વ પારખી શકાતું નહોતું, છતાં એમાં ઘણું બધું હતું એમ જયને લાગતું હતું.’

અગાસી પર ચાલતો આ ક્રમ એક રાત્રે તૂટ્યો. આકાશમાં ઝબકતો પેલો તારો તો જયે જોયો પણ એ રાતેુસામેની બારી ન ખૂલી. તેને કદાચ હળવો આંચકો લાગ્યો. પેલી યુવતી નહોતી, સ્મિત નહોતું. બંધ બારી સાથે અફળાઇને નજર પાછી ફરતી હતી.

એકાએક તેને કંઇક શોરગુલ સંભળાયો, નીચે કંઇક હલચલ હતી. અગાસી પરથી જય નીચે ઊતર્યો. ઘરની બહાર નીકળીને જોયું તો સામેના ફલેટની બહાર એક ઍમ્બ્યુલન્સ પડી હતી. ફલેટમાં કંઇક ધમાલ હતી. માણસોના ટોળાં એકઠાં થયા હતા.

કુતૂહલ સાથે જય ત્યાં આવ્યો ને ટોળામાં ઊભેલા કોઈ જાણીતા માણસને જરા પૂછ્યું, શું થયું છે ભાઈ ? આ બધી ધમાલ શી છે ?’

કોઈકે જવાબ આપ્યો, ‘આ ફલેટમાં હમણાં જે નવું કુટુંબ રહેવા આવ્યું છે ને, એમાં કોઈ બહેનને દવાખાને લઈ જાય છે.’

‘કેમ ? શું થયું છે એમને ?’ જયે પૂછ્યું.

‘ગાંડી છે... ગાંડી. જુઓને આ પાગલોનીુઈસ્પિતાલથી ગાડી આવી છે. છોકરીનું ગાંડપણ કેવું ! ખબર છેુ? કશુંય બોલતી નથી, સાંભળતી નથી, એમ કાંઈ તોફાનોય કરતી નથી, માત્ર હસ્યા જ કરે છે, લો ! બહેરી-મૂંગી છે પણુસતત એકધારું ગમે તેની સામે બસ દાંત કાઢ્યા કરે એ કેવું ? આવી નાની છોકરીઓ ગાંડી થઈ જાય.. આપણને તો ભાઈ દયા આવી જાય હોં !’ પેલા માણસે જેટલી સલૂકાઈથી જવાબ આપ્યો એનાથી અનેકગણી તીવ્રતાથી એ શબ્દો તીક્ષ્ણ બનીને જયને સોંસરવા વીંધતા ગયા.

તે થોડો આગળ જઈ ઊભેલી ઍમ્બ્યુલન્સ નજીક ગયો. બે-ચાર માણસો પેલી યુવતીને લગભગ ઢસડતાં લાવતાં હતાં. એ રાડો નહોતી પાડતી... હસતી હતી. લોકોને એના હાસ્યમાં પાગલપન દેખાતું હતું. નજીક આવતા એ યુવતીએ જય તરફ જોયું ને ફરી હસી. એ જ હાસ્ય... જીવનની તમામ ખુશીઓ જેમાંથી સ્ફૂટ થતી હતી એ જ નિર્દોષ અને કોમળ સ્મિત !

...જય ધ્રુજી ઊઠ્યો. આંખમાં બોર જેવડાં આંસું આવી ગયા. એ આંસુંમાં આકાશના પેલા તારાનું પ્રતિબિંબ ચમકયું.

પાગલ યુવતીને લઇને ગાડી ઉપડી ગઈ. કુટુંબીજનોએ હાશકારો અનુભવ્યો. લોકો વિખેરાયા.

..એમ જ વિખેરાયેલું મન લઇને પગથિયા ચઢીને જય પાછો અગાસી પર પાછો આવ્યો. પથારીમાં ચત્તોપાટ પડ્યો ને પેલા તારાને શોધવા તેની આંખો વિહ્‌વળ થઈ ઊઠી.

જયના મનમાં વિચારોના દ્વન્દ્વયુદ્ધો ચાલ્યા કર્યા. જે દેખાય છે એ હમેશા સાચું નથી હોતું ને જે સાચું હોય છે એ હમેશા દેખાતું નથી એ વાત એના મગજમાં ઉતરતા બહુ વારુલાગી.

એટલે જ સામેથી આવતા હીરો હોન્ડા પર જે દેખાય એ માનવા અથવા તો ન માનવા અંગે પણ એનું મન આવો જુદ્વન્દ્વ અનુભવતું હતું. ક્ષણેક્ષણે બાઇક નજીક આવ્યે જતું હતું. પંદરમી સેકન્ડે એને એના મનને તૈયાર કરવું બહુ અઘરું લાગતું હતું.

સોળમી ક્ષણ

તમે ધારો છો તેમ સોળમી સેકન્ડે પેલું હોન્ડા એકદમ નજીક આવી પહોંચ્યું હતું. ખૂબસૂરત ચહેરાનો ઉદય થઈ ચૂકયો હતો. કપડાના રંગો વધુ સ્પષ્ટ દેખાયા. હોન્ડાસવારની કમર ફરતે વીંટળાયેલો રૂપાળો હાથ પણ દેખાયો. માનો કે એ વનિતા જ છે..., તો ?

જયને થયું કે આજે ફરી એ જ દિવસનું જાણે પુનરાવર્તન થવા જઈ રહ્યું છે. આજે ફરી પોતાની કસોટી છે શું ? તેને થયું કે પોતે આજે ઝાંઝરીયા આવવાની જરૂર નહોતી. શા માટે આજે નીકળ્યો ? ડૉકટરે તો હજી બે-ત્રણ દિવસ આરામ કરવાનું જ કહ્યું હતું, પણ પોતે એની વાત ન માની અને ચાલી નીકળ્યો હાથમાં લાકડી લઇને. ગઈ કાલે જ બ્લડપ્રશર વધી ગયું હતું, ને આજે ફરી વધતું જતું હોય એમ જણાતું હતું. આજુસવારની એની સ્થિતિ યાદ આવી ગઈ :

આખાયે ઓરડાનું વાતાવરણ ભારેખમ જણાતું હતું. આ ભારેપણું જયની માંદગીને કારણે નહીં પણ કયારનોયે તે જે નામ અભાનપણે ઉચ્ચારી રહ્યો હતો એને કારણે હતું. થોડીવાર કોઈ કાંઈ બોલ્યું નહીં.

‘જયની હાલત ચિંતાજનક નથી, પણ તેમનું બ્લડપ્રેશર જરા અનિયમિત થઈ જાય છે. એમને કોઈ ટેન્શન આપવું નહીં ને હળવાફૂલ રહે એવી વાતો કરવી. હું દવાઓ આપું છું. ચાર-છ દિવસના આરામથી તો રાહત થઈ જાશે.’ ફેમિલીડૉકટરે જયની પત્ની સુનીતા અને યુવાન પુત્રી હેતલનેુસાંત્વના આપતાં આગળ કહ્યું, ‘બાય ધ વે, તેઓ કોઈ સુમનનું નામ બબડતા હતાં, તમારા કોઇ સંબધી હોય તો એમને બોલાવીુલો, સંભવ છે કે એમના આવવાથી જય ઝડપથી સારો થઈુજાય.’

મા-દીકરીની ચારેય આંખો ચમકી. હેતલના ચહેરા પર આર્દ્રભાવ છવાયો અને સુનીતાના ચહેરા પર અણગમાની તીખી રેખાઓ ઉપસી આવી. હજુ માંડ આ હેતલના ટેન્શનમાંથી બેઠા થયા છે ત્યાં આ ફરી પાછી સુમુડી ?

ડૉકટરના ગયા પછી હેતલ ફોન પાસે જતી હતી ત્યાુંસુનીતાએે તેને અટકાવી, ‘રહેવા દે હેતલ, કોને ફોન કરે છે ?’ પછી જયનાં બીમાર ચહેરા તરફ જોઈ જરા ધીમેથી પણ તોછડાઈભરેલું બોલ્યા, ‘સુમુડીને જ ને ?’

હેતલ સોફા પર બેસી પડી. તેના ચહેરા પર મમ્મી માટે ચીડ ઉપસી આવી હતી, ‘મમ્મી, સુમનમાસી તું ધારે છેુએવા નથી. અત્યારે પપ્પા એને યાદ કરે છે તો....’

‘ભાડમાં જાય તારા સુમનમાસી, એ સુમુડીને જોઉં છું ને મારા ઊભા કટકા થઈ જાય છે. ને... ને આ તારા બાપને હજી આ ઉંમરેય સુમુડી યાદ આવે છે...’ સુનીતા અનાયાસ જ ઉગ્રતા પકડી રહી હતી. જયના માંદગીભર્યા ચહેરા તરફ જોઈ ફરી તાડૂકી ઊઠી, ‘ને તમે ય છે ને, સાંભળો, મરણપથારીએ મૃત્યુંજય મહામંત્ર બોલો, મૃત્યુંજય મહામંત્ર ! સુમુડીનું નામુલેવાથી તો અવગતે જાશો.’

મમ્મીના આવા વર્તનથી હેતલને ગુસ્સો આવ્યો. તે બોલી, ‘મમ્મી, તુંયે શું આવું બોલે છે ? પપ્પા મરણપથારીએ થોડા છે ? સામાન્ય બી.પી. છે, સૌને હોય, તેમાં આવું બોલવાનું ?’ કહેતાં તેની આંખમાં ભીનાશ આવી ગઈ હતી.

‘પીડા બોલાવે છે, પીડા. ના,ના, તું જ કહે ને,ુઅત્યારે એને યાદ કરીને શું કામ હશે ? કયાંય રખડતી હશે એ...’ સુનીતા અટકી ને પછી પોતાની આદત પ્રમાણે કડવાશ ભરીને બોલી જ જવાયું, ‘...એ સુમુડી !’

હેતલે સુનીતાને સમજાવવા પ્રયત્ન ચાલુ રાખ્યા, ‘મમ્મી, એ બધી વાતો છોડ, અત્યારે પપ્પાને કંઇક ટેન્શન હશે, તો જ બ્લડપ્રેશર વધી જાય. શાની ચિંતા કરતા હશે ?’

‘તો હોય જ ને ! તમે બધાએ કાંઈ ઓછા માછલા ધોયા છે અમારા ઉપર ? અધૂરું હતું એ તેં પૂરું કર્યું. ચિરાગ છોકરો સારો ખરો પણ કમાતો ન હોય તો હું શાની હા પાડું ? મારે તમારા ભવિષ્યનોયે વિચાર કરવાનો હોય કે નહીં ? તુંયેુજીદે ચડી ને તારા પપ્પાએ તારી તરફેણ લીધી. એમાં જ મારે દવા પીવાનો વારો આવ્યો. દીકરીના સારા-નરસાંનો ખ્યાલુબાપને ન હોય, મા ને તો હોય જ ને !’

‘એ બધું હવે યાદ કરીને શો ફાયદો ?ુસારા-નરસાંનો ભેદ તો આપણાં ઘરમાં તું એક જ પારખી શકે છે ને.’ હેતલને ઘણું બોલવું હતું પણ બોલી નહીં. મમ્મીનેુસમજાવવાની પોતાની કોશિશો બેકાર જતાં તે નિરાશ થઈ હતી. ચિરાગ સાથે સ્કૂટર પર જતાં એક દિવસ જયે તેનેુજોઈ હતી. એ ડરી ગયેલી પણ જયે તેને કંઇ જ ન કહેલું. નેુથોડા દિવસ પછી સીધાં જ ચિરાગના ઘેર તપાસ કરવા ગયા હતા. પણ ચિરાગના ઘેરથી ધાર્યો પ્રતિસાદ ન મળતાં તેઓ નિરાશ થયા હતાં.

હેતલને ખબર પડતાં તેણે ડરતાં ડરતાં પૂછ્યું હતું, ‘પપ્પા, તમે ત્યાં શું કામ ગયા હતાં ?’

જયે દીકરીને માથે હાથ ફેરવતાં જણાવેલું, ‘મારીુદીકરીની પસંદગી છે તો તેની કિંમત ઓછી શી રીતે અંકાય ? એમ વિચારી હું ગયો. પણ ચિરાગના માતા-પિતા તમારાુસંબધથી નારાજ છે. તું વિચારી લે બેટા, ને હા, યાદ રાખજે, તું જે નિર્ણય લઈશ એમાં તારો આ બાપ હમેશા તારી સાથે જ રહેશે.’

સુનીતા હજીય જૂની વાતોની યાદ તાજી કરી પોતાના નસીબને ભાંડી રહી હતી. હેતલ જાણતી હતી કે અત્યારે પપ્પાને સુમનમાસીની ખાસ જરૂર છે. એમના આવવાથી પપ્પાની તબિયત જરૂર ઝડપથી સુધરી જશે એ તેુસમજતી હતી. પણ મમ્મી કોઈપણ હિસાબે સુમનમાસીને આવવા નહીં દે એ પણ તે સમજતી હતી. સુનીતા કયારેય પ્રેમના અર્થોને કયાં પામી શકી છે ? એટલે તો હેતલને ગમતો યુવાન એમણે તરત જ રીજેકટ કરી દીધેલો.

સુનીતા પાસે કોઇ કારણો ન હોય પણ એ એટલું જ કહે, ‘તમે બહુ નાની ઉંમરમાં આવા મોટા નિર્ણયો ન લઈ શકો. તમે તો ગમે તે યુવાનને પસંદ કરી લો અને લગ્ન કરવા તૈયાર થઈ જાવ, પણ પછી એ બધું નિભાવવું સહેલું નથી હોતું.’

મમ્મીના જીવ આપી દેવા સુધીના પ્રયત્નોને કારણે હેતલનો ચિરાગ સાથે લગ્ન કરવાનો વિચાર અમલમાં આવી શકયો નહોતો. જયે સુનીતાને સમજાવવા ખૂબ કોશિશ કરેલી, પણ સુનીતા પ્રેમની ભાષા સમજવા તૈયાર જ નહોતી. પરિણામેુતેમના પર ચિંતાના વાદળો ઘેરાયેલા રહેવા લાગ્યા.

‘સુમન...!’ જય આ વખતે થોડું મોટેથી બબડ્યો હતો. તે વારે વારે પોતાની હથેળીમાં જોઈ રહ્યો હતો. હેતલુઊભી થઈ એમની પથારી પાસે ગઈ. પપ્પાના કપાળ પરુબાઝેલા પરસેવાને લૂછતાં બોલી, ‘પપ્પા, પપ્પા, સુમનમાસીને ફોન કરું છું હું. એ હમણાં આવી પહોંચશે. તમે આરામ કરો, પપ્પા.’

હેતલ ફોન કરવા જાય છે ત્યાં ફરી સુનીતા તેને અટકાવે છે, ‘છોકરી, તને ભાન છે તું શું કરે છે ? કોને ફોન કરેુછે એ તને ખબર છે ?’

‘હા, મમ્મી, હું સુમનમાસીને ફોન કરું છું, પ્લીઝ મને આજે ન અટકાવીશ.’ હેતલ મક્કમ અવાજે બોલી.

સુનીતાનો ગુસ્સો આસમાને પહોંચાડવા આટલું પૂરતું રહ્યું, ‘તો સાંભળી લે હેતલ, તને હજી ખબર નથી કે આુસુમુડી ખરેખર શી ચીજ છે ! માંડ મેં એનાથી છૂટકારો મેળવ્યો છે. નાકે દમ આવી ગયેલો. મારી સૌતન બનવાના સપના જોતી આવી હતી. હલકટને આખી સોસાયટી સાંભળે એમ ચોટલો ઝાલીને તગેડી મૂકી હતી મેં. ત્યારે પીછો છોડ્યો. તારા બાપને એવી જાળમાં ફસાવ્યો કે તને શું કહું ? એ વખતે તું તો બહુ નાની હતી. તું શું ઓળખે એ નપાવટ બાઇના કાળા કરતૂતોને ? તું શું જાણે એ નાલાયક સ્ત્રીના છળકપટને ? માંડ મેં મારોુસંસાર બચાવ્યો છે એના પડછાયાથી. ને હવે તું એને ફોન કરી બોલાવવાની વાતો કરે છે ? એ સુમુડીને ?’

‘બસ મમ્મી, બસ.’ હેતલ પણ લગભગ તાડૂકીુઊઠી હતી. ‘સાચું કહું મમ્મી ? હું જ જાણું છું એ સુમનમાસીને. અને મમ્મી, હું એ પણ બહુ ખાતરીપૂર્વક જાણું છું કે આજે તું ને હું આ ઘરમાં પપ્પાની છાયામાં જો સલામત રહી શકયા છીએ તો એ પણ એક માત્ર સુમનમાસીને કારણે જ, હા, મમ્મી, સમજે છે તું વાતને ? આજે પપ્પા આપણી પાસે છે એ મહામૂલી મૂડીુઆપણી નથી પણ એ સુમનમાસીએ આપણને આપેલી અમૂલ્યુસોગાત છે, મમ્મી !’

‘હેતલ, હેતલ. તું શું બકે છે આ ? તારા પપ્પા પર મારો ને તારો જ પહેલો હક ગણાય, દીકરી. એને કોઈની ભેટ ગણાવી પપ્પાનું ને આપણું અપમાન ન કર. એમાંય સુમુડીની તો વાત જ...’

મમ્મીને અટકાવી હેતલ બોલી, ‘એની જ તો વાત કરવી છે મારે આજે. મમ્મી, મને યાદ છે એ દિવસોમાં હું સાતમું ધોરણ ભણતી હોઇશ. સુમનમાસી આપણી સોસાયટીમાં જ રહે, એ મને ઘેર ટ્યુશન ભણાવવા આવતાં. પપ્પા સાથે એમનો સંબંધ એકદમ નજીકનો કયારે થઈ ગયો એની મને તો ખબર પણ ન રહી.’

સુનીતા સુમનનું નામ વધારે યાદ કરવા માગતી ન હોય તેમ કહેવા લાગી, ‘એ બધી વાત હું જાણું છું. યાદ કરીને મારે ફરી દુઃખી થવું નથી. તારા પપ્પા માટે જયુસ બનાવવાનું છે, ભૂલી જા એ ...સુમુડીને !’

પથારીમાં પડયા પડયા જયે હેતલ તરફ હાથ ઊંચો કરી તેને અટકવા માટે સંકેત કર્યો, તેમની આંખોમાં કોઈ ભાવ નહોતા. પણ હેતલે મમ્મીને હાથ પકડીને બેસાડી ને બોલવાનું ચાલુ રાખ્યું, ‘જે ઘટનાની હું સાક્ષી છું, મમ્મી, જે વાત તુુંજાણતી જ નથી, એ વાત મારે આજે તને કહેવી જ છે, મારા પપ્પાના જીવનનો સવાલ છે. તારે સાંભળવી જ પડશે.’

સુનીતા ફાટી આંખે હેતલ તરફ જોવા લાગી, પછીુસોફા પર બેસી ગઈ. જયની આંખો હળવે હળવે બંધ થવા જઈ રહી હતી. કદાચ તે પણ કોઇ એવા ભૂતકાળને જોઈ રહ્યો હતો જેુએમને માટે હમેશા કડવો વર્તમાનકાળ બની રહ્યો હોય !

‘એ રાત્ર મોડે સુધી વાંચીને હું રૂમની લાઇટ બંધ કરીને સૂતી હતી, પણ ઊંઘ આવતી નહોતી. મોડી રાત્રે કંઇક અવાજ થતાં મેં ડ્રોઈંગરૂમમાં પડતી બારીમાંથી જોયું તો પપ્પા ફોન પર ધીમા અવાજે વાત કરતાં હતા, ‘સુમન, સુમન. હું આવું છું તારી પાસે. મને સંભાળી લેજે. મને બીજું કંઈ સૂઝતું નથી, હું આવું છું.’ ફોન પાસે એક ચબરખી મૂકી પપ્પા ધીમે પગલે દરવાજો અટકાવીને બહાર નીકળી ગયા. હું હતપ્રભ બની ગઈ. તને જગાડવાની કોશિશ ન કરી શકી પણ ઝડપથી પપ્પાએ લખેલી ચબરખી જોઈ, આપણને ઉદૃેશીને લખાયું હતું : ‘-બેન્કનું એ.ટી.એમ. કાર્ડ અને પાસવર્ડ લખ્યા છે. એકાઉન્ટમાં પૈસા જમા થતાં રહેશે. મને જે ઠીક લાગ્યું છે તે કરું છું. બની શકે તો મને માફ કરી દેજો.’

જયની બંધ આંખોના પોપચાના પડને ચીરીને આંસુ બહાર સરી આવ્યા. ડૉકટરે આપેલ ઈન્જૅકશન જાણે ચામડીના દરેક છિદ્રમાં ખૂપી રહ્યું હોય એવું તે અનુભવી રહ્યો હતો. સુનીતા ધબકારો ચૂકી ગઈ તોયે તરત જ બોલી ઊઠી, ‘પણ તારા પપ્પા તો આજે પણ આપણી વચ્ચે જ છે, ને તું... આવું શું કહે છે ? કદાચ ઊંઘમાં હોઈશ ને, આવું બધું સપના જેવું દેખાયું હોય !’

‘નહીં મમ્મી, હું બરાબર જાગતી હતી.’ હેતલ સોફા પરથી ઊભી થતી એ જ મક્કમ અવાજે બોલી રહી હતી, ‘હું ગભરાઈ જરૂર ગઈ હતી પણ બિલકુલ સભાન હતી. થોડી વાર થઈ ત્યાં જ અધખૂલો દરવાજો ખૂલ્યો ને મારા આશ્ચર્ય વચ્ચે પપ્પા અને સુમનમાસી ઘરમાં પ્રવેશ્યા. સુમનમાસીએ પપ્પાનોુહાથ પકડ્યો હતો.’

‘હેતલ, હવે હદ થાય છે, તું ગમે તેમ કહે પણ હું અત્યારે સુમુડીને બોલાવવા રાજી નથી, સમજી ?’ સુમન કયારેય કોઈની લાગણીઓને સમજવા મથી જ નહોતી તો આજે શું કામ મથે ?

જયને આ બધું સંભારવું ગમતું હશે કે નહીં એ એમની બંધ આંખે જણાતું નહોતું. પણ હેતલેે પોતાની વાત પૂરી કરવાની જીદ લીધી હતી, ‘સમજવાની વાત આવે ત્યારે જ છટકવાની તારી આદત છે મમ્મી, પણ આજે નહીં જવા દઉં, પૂરી વાત સાંભળ. સુમનમાસી પપ્પાને સમજાવી પાછા મૂકવા આવ્યા હતાં. કહેતા હતાં : ‘તમારો ને મારો સંબંધ નિરાળો છે.ુપણ આપણાં આ સંબંધ માટે સુનીતાનો અને નાનકડી છોકરીના ભવિષ્યનો ભોગ ન લેવાય. પૈસા જ નહીં પણ તમારી હૂંફ એમને પણ જોઈએ જ, ને એ તમારી ફરજ પણ છે એ તમારે કદી ન ભૂલવું જોઈએ. હું તમને ચાહું છું ને ચાહીશ. તમારી યાદોના સહારે આખી જીંદગી પસાર કરી દઇશ. પણ મારા માટે અન્યના જીવનની કુરબાની લેવાનું કયારેય વિચારશો નહીં.’ કહી પપ્પાને મૂકીને સુમનમાસી ચાલ્યા ગયા. પપ્પા ડ્રોઈંગરૂમમાં કયાંય સુધી રડતાં રહ્યાં હશે ! પછી એ દિવસે ત્યાં બહાર જ પડી રહેલું એ.ટી.એમ. કાર્ડ સવારે મેં પપ્પાને આપ્યું હતું ને પેલી ચબરખીની વાત કોઈને કહ્યાં વગર મેં જ ફાડી નાખી હતી. ’

હેતલે વાત અટકાવી. ઓરડામાં ગમગીન શાંત વાતાવરણ ઘૂમી રહ્યું હતું. થોડવાર કોઈ કશુંયે બોલ્યું નહિ. વાતાવરણ કદાચ પરિસ્થિતિને નવેસરથી મૂલવી રહ્યું હતું.

...સુનીતા પહેલી વાર કંઇક સમજવાની કોશિશ કરતી હોય એવા ચહેરે જય સામે જોઇ રહી. જયની આંખો હજુય બંધ હતી. એમના ગાલ પર આંસુ હતા. બ્લડપ્રેશર હજુ પણ અનિયમિત જણાતું હતું.

...જીભ નીચે મૂકેલી ગોળી ઓગળી ગઈ હતી.

જયના કપાળ પર બાઝેલો પરસેવો લૂછતાં સુનીતાુબોલી, ‘એ બધું જે હોય તે..., મૂક હવે એ બધી વાતોને..., તુુંકહે છે તો એકવાર ફોન કરી જો, ...એ સુમુડીને !’ કહીનેુસુનીતાએ જયનો હાથ પકડ્યો ને એમની હથેળીમાં કંઇક વિચિત્ર ભાવથી જોવા લાગી.

‘હવે એવી જરૂર નથી, બહેન.. ફોનના નિર્જીવ તારને તાંતણે પ્રેમ કર્યો હોત તો તો કયારનોયે ‘ડેડ’ થઈ ગયો હોત.’ એ જ પળે દરવાજેથી અંદર આવી પહોંચેલ સુમનેુસુનીતાને ઉદૃેશીને કહ્યું, ‘સુનીતાબેન, ગેરસમજ ના કરશો, પણ હેતલના પપ્પાની રગેરગનું દબાણ જો હું દૂર બેઠાં બેઠાં ના અનુભવી શકું તો મારી લાગણીના તાર ખોટા સાબિત થાય.

જીવનમાં કયાં, કયારે, કોની સાથે ને કેવી રીતે આ તાર જોડાઈુજાય છે એની આપણને શી ખબર હોય છે ? એ તો બસ, આપમેળે અનાયાસ એમ જ... !’

સાચે જ એવું જ તો હતું. આજે સવારથી સુમનને કયાંય ચેન નહોતું પડતું. એના પગ દોડીને જય પાસે પહોંચી જવા થનગની રહ્યાં હતાં. મનમાં ઊંડેઊંડે જય માટેની કોઇ ચિંતાભરી, વિરહમાં સળગતી લાગણી ચચરતી હતી. એ તડપનમાં જાણે એના કાનમાં જયની કોઈ ગઝલના શબ્દો એને પાસે બોલાવવા ભારે મથામણ કરી રહ્યાં હતાં;

ખેંચી લાવશે સનમને પ્યાર મારો, વિશ્વાસ છે.

દોડી આવશે પાગલ દિલદાર મારો, વિશ્વાસ છે.

જગમાં કયાં મળશે મારા જેવું ‘મન’,

લો, સુગંધ આવી, હવે ‘મન’ આવશે, વિશ્વાસ છે.

...ને એ વિશ્વાસને કયારેય ઊની આંચ ન આવવા દેનાર સુમન આજે પણ જય પાસે સમયસર પહોંચી ગઈ, જયારે જયનું મન એને પાસે બોલાવવા મૌન પાષાણરૂદન કરી રહ્યું હતું.

‘સુમનમાસી ? તમે ?’ કહેતી હેતલ આનંદથી કૂદી પડી. કેવો પ્રતિભાવ આપવો એની કંઈ સમજ ન પડતાુંસુનીતાના હોઠે કાંઇ આવી શકયું નહીં.

સુમન જયના પલંગ પાસે આવી. જયે પહેલેથી જ હવામાં જાણે સુગંધ પારખી લીધી હોય તેમ આંખો ખોલી નેુસુમનને જોઈ. એના હૃદયની બધી જ રકતવાહિનીઓનો પ્રવાહ પોતાની નિયમિત ગતિ તરફ જવા લાગ્યો. આ વખતે એ ફરીુસ્વસ્થ અવાજે બોલ્યો, ‘સુમન...!’

સુમને જયનો હાથ પકડયો ને બોલી, ‘પહેલા વરસાદનો સામનો એકલે હાથે મને નહોતો કરવા દેવો તો અત્યારે કેમ આમ મને મૂકીને એકલે હાથે ઝઝૂમો છો ? ...જીદ્દી તો તું એવો જ રહ્યો, મને પાસે બોલાવીને જ જંપ્યો ! લો હવે હું આવી ગઈ છું. સાજા થવું છે કે પછી ?’

સુનીતાને થયું કે હવે પોતે પોતાની તાસીર ગુમાવી રહી છે, કોઈ વિચિત્ર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી હોય એવું તેને લાગ્યું. પોતે કંઇક બોલવું જોઈએ એમ વિચારી તે બોલવાુગઈ, ‘સ્‌..સુમુ...સુમનબેે...ન, તમે આવ્યા... તો..., ’

એમને વચ્ચે અટકાવી સુમન બોલી, ‘ચિંતા ના કરો, સુનીતાબેન. હું વધુ રોકાઈશ નહીં. હું તો આપણી હેતલનું ભવિષ્ય લઈને આવી છું.’ કહીને તેમણે બહાર ઊભેલા ચિરાગનેુસાદ પાડી બોલાવ્યો. ચિરાગને જોઈ સુનીતા ફરી કંઈક વિચારમાં પડી ગઈ ને હેતલ ખુશ થઈ ઊઠી. સુમને આગળ કહ્યું, ‘ગભરાવાની જરૂર નથી સુનીતાબેન, તમારી ખેવનાનો હું આદર કરું છું. ચિરાગને સારામાં સારી નોકરી મળી ગઈ છે. હવે તમારે માટે ચિંતાનું કોઈ કારણ નથી. મેં વચન આપ્યું હતું હેતલના લગ્ન કરાવી આપવાનું, એટલું જ નહિ ચિરાગના પપ્પાને પણ હું સમજાવી શકી છું. એઓ પણ હવે એકદમ રાજી છે. ગોળ-ધાણા ખવરાવો, ચાલો...!’

હેતલ તો આનંદના અતિરેકમાં જાણે નાચી ઊઠી. જયની આંખોમાં કેટલાયે ભાવો ઉપસી આવ્યા. તેણે પોતાની હથેળીને મુઠ્ઠીના સ્વરૂપમાં વાળી દીધી, સમજો કે એમાંની કોઇ રેખાને તે જવા દેવા નહોતો માંગતો.

સુનીતાના ચહેરા પર પહેલીવાર કંઈક સારી નિશાનીઓ ઉપસવા લાગી. તે ધીમે પગલે સુમન પાસે આવી ને પછી અચાનક બેબાકળી બનીને સુમનને બાઝી પડી. એ વખતેુસુનીતાનાના ભાવુક હોઠે ફરી એ જ શબ્દો જરા અલગ રીતે આવી ગયા, ‘...સુમુડી !’

સત્તરમી ક્ષણ

આકરી પડી જાય એવી સત્તરમી સેકન્ડ !

સોળમી સેકન્ડ પૂરી થઈ ન થઈ ત્યાં તો ઝાઝરીયા હનુમાનજીનું મંદિર તદૃન નજીક આવી ગયુંં હતું. રહી રહીને જયને પ્રશ્ન થતો હતો હતો; જે સ્મિતમાંથી એને નવજીવન મળ્યું હતું એ સ્મિત તદૃન નિરર્થક હતું હેવું કેમ માની શકાય ? ...એવું બને જ શી રીતે ? જયને થયું કે કાં તો એ સ્ત્રી પાગલ નહોતી અથવા તો હવે પોતે પણ પાગલ બની જશે.

સોળમી સેકન્ડ પૂરી થઈ ત્યાં સુધીમાં તો બાઇક પણ નજીક આવી ચૂકયું હતું. હોન્ડાસવાર યુવકની કમર ફરતે વીંટળાયેલ રૂપાળા હાથને ઓળખવા એણે પ્રયાસ કર્યો હતો. ઘડીભર તો ટેકણલાકડીનો ઘા કરી, રસ્તો ક્રોસ કરી, સામેની બાજું પહોંચી જવાનું ઝનૂન જયમાં આવી ભરાયું હતું. પણ એ તેમ ન કરી શકયો. મન તો એવું જ હોય, તેથી જ તો એના પર કાબુ રાખવા માટે ઈશ્વરે મગજ પણ આપ્યું હશે ! ગમે તેમ પણ એ સોળમી સેકન્ડે ઝાંઝરીયા બિલકુલ ભૂલી ગયો હતો.

‘સુમુડી’ કહીને ભેટી પડેલી સુનીતાનું હૃદય પરિવર્તન થઈ રહ્યું છે એમ જયને લાગ્યું હતું, આથી તેની તબિયતમાં અચાનક સારો એવો સુધારો થવા લાગ્યો. પણ એની ધારણા જરા જરૂર કરતા વધારે સાબિત થઈ હતી.

હા, સુનીતા જરા હકારાત્મક વિચારવા લાગી હતી એ ખરું. હેતલ અને ચિરાગના લગ્ન માટે એણે સંમતિ આપી હતી. એણે સુમનને ગળે વળગાડીને ખૂબ આભાર પણ માન્યો. પછી હેતલ-ચિરાગને તો સુમને બહાર મોકલી દીધા અને પોતેુપણ જવા તૈયાર થતી હતી એટલે એને અટકાવી જયે કહ્યું,

‘સુમન, તારે હવે અહિથી જવાની જરૂર નથી. તારે તો હવે આજથી આ જ ઘરમાં રહેવાનું છે, બરાબર ને, સુનીતા ?’

જય વિચારતો હતો કે સુનીતા હવે સંપૂર્ણ સાથ આપી શકશે. એના મનમાં હવે કોઈ જ ગુસ્સાની લાગણી રહી નથી અને સુમનના સાચા ભાવને એ પામી ગઈ છે તો હવે આજે એ આ સંબંધને સ્વીકારતાં અચકાશે નહિ, અને સુમન સાથેનાુસહજીવનના પોતાના સપનાઓ સાકાર થશે.

સુનીતા કંઈ કહે એ પહેલાં જ સુમન બોલી, ‘અધીરાઇભરી તારી આ તાસીર કયારેય સુધરશે નહિ. હમેશા ઉતાવળો થઈ જાય છે. હું અહિ ન રહી શકું, એવી ઈચ્છાઓ ન કર કે જે હું પૂરી ન કરી શકું. જીવન માત્ર સુખ-દુઃખ પૂરતું જ મર્યાદિત નથી હોતું. એમાં ત્યાગ, સમજણ, ધર્મ, પ્રેમ, બલિદાન, મર્યાદા, જેવી કેટલીયે બાબતોનું પણ એટલું જ મહત્ત્વનું સ્થાન હોય છે એ ન ભૂલવું જોઈએ. માત્ર તારા જ પ્રેમનો અને તારા જ સુખનો વિચાર કરીશ તો જીવનના આ વ્યાપક પરિબળોથી સાવ અજાણ રહી જઈશ. અને હું કાંઈ હમેશ માટે કયાં જાઉં છું ? આવતી રહીશ ને મળતી રહીશ.’ સુમનનો અવાજ જરા ભીનો હતો. જવું તો એને પણ કયાંથી ગમતું હોય ને તોયે જીવનની એવી ફિલસૂફી એ જયને સમજાવી રહી હતી જે એ પોતે પણ સમજી શકતી નહોતી. એને માટે તો હમેશા પોતાની લાગણીઓ દબાવીને જયની લાગણીઓને સંભાળવાનું જ આવ્યું. જયની માયૂસી હટાવવામાં ને હટાવવામાં એ પોતાનીુલાગણીઓ પણ વ્યકત નહોતી કરી શકતી.

જયને લાગ્યું કે કુદરત હજીયે પોતાની કસોટી કરીુલેવા માંગે છે. આ શું થવા જઈ રહ્યું છે ? આટઆટલી પીડાઓુભોગવ્યા પછી પણ શું રહી ગયું ? સુનીતા કેમ કંઈ બોલતી નથી? એનું મન જબરજસ્ત યાતના અનુભવવા લાગ્યું.ુસહનશકિત સાવ મરી પરવારી હતી.

એણે સુનીતાને કહ્યું, ‘તું કેમ કંઈ બોલતી નથી ? અટકાવી દે આ સુમનને પ્લીઝ. હવે આટલા વરસે તો મને મારી ખુશીઓ આપી દે, સુનીતા, હું ભીખ માંગું છું તારી પાસે પ્લીઝ, આપી દે !’ એનાથી રીતસર રડી પડાયું હતું.

કેટલીક ક્ષણો રોકાયા પછી સુનીતા બોલી હતી, ‘જય, સુમનની વાત સાવ ખોટી નથી. હું તમારા બંનેથી હવે નારાજ નથી. પણ જરા વિચાર કરો કે તમે જે કહો છે એ શકય છે ? તમે હજીયે લાગણીના પ્રવાહમાં તણાયા કરો છો પણુસામાજીક મર્યાદાનો વિચાર કરતા નથી. એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે. તમારે બે માંથી એકની પસંદગી કરવી જ પડે. આ ઉંમરે એ પણ કરવાનું યોગ્ય લાગતું હોય તો મને વાંધો નથી.’

‘નહિ, સુનીતાબહેન.’ સુમન વચ્ચે જ બોલી, ‘જય, તું ખોટી જીદ કરે છે. છેવટે તો હું પણ સ્ત્રી જ છું. અનેુસ્ત્રી બનીને બીજી સ્ત્રીનું સુખ છીનવી લેવાનું હું કેમ વિચારી શકું ? એ રીતે હું કેવી રીતે સુખી થઈ શકું ? જય, સુનીતાબહેને આપણને માફ કરી દીધા એ જ આપણે માટે બહુ મોટી ખુશનસીબી છે એ સમજ. એમની નજરમાં આપણે સ્વચ્છુસાબિત થયા એ બહુ મોટી ઉપલબ્ધિ છે. હું તારી પાસે રહું તો જ તને સુખ મળશે એવું શા માટે વિચારે છે ? રાધાજી કયારેય કૃષ્ણના પત્ની બન્યા છે ? ને તો પણ રાધા વિનાના કૃષ્ણ કોઈએ કલ્પ્યા હશે ? આપણી વચ્ચે લાગણીની બહુ મોટીુમિરાત છે. કશુંક ગુમાવી દેવાના અહેસાસમાં તું મેળવેલું સુખ પણ ન ભોગવી શકયો. જય, હું તને ખૂબ ચાહું છું તો મારી ચાહતભરેલી આ વાતને પણ તું સ્વીકાર... જય.’

હમેશા જૂદું વિચારવા ટેવાયેલા જય માટે આ આઘાત જાણે મોટો વજા્રઘાત બનીને ત્રાટકયો. એનું શરીર પરસેવો પરસેવો થઈ રહ્યું. રગોમાં ફરી દબાણ અનુભવાયું. શરીરમાં અનુભવાતી ચેતના બહેરી થતી જતી હોય એમ લાગ્યું.

તીવ્રતાથી એ ઊભો થયો અને પોતાની ટેકણલાકડી હાથમાં લીધી. સુનીતા અને સુમને એક સાથે ચિંતાભર્યા વ્યાકુળ અવાજે પૂછયું, ‘તબિયત સારી નથી ને આમ અચાનકુકયાં જાવ છો ?’

જવાબ દેવાની પણ હામ એનામાં નહોતી છતાં બોલ્યો, ‘ઝાંઝરીયા હનુમાનજીના મંદિરે જાઉં છું, ચાલતો.’

‘પણ, અત્યારે ? કેમ ?’ સુમને પ્રશ્ન કર્યો. ‘બાબાસ્વામી પાસે જવું છે. તમે બંનેએ મને બહુુનિરાશ કર્યો છે. હું હારી ગયો છું હવે. દુનિયામાં બાબાસ્વામીુએક જ છે જે કદાચ મને સમજી શકે છે. બાબાસ્વામી પાસે જઈને નિરાંતે બેસીશ. મારી વેદના એમની પાસે જઇને હળવી કરી શકીશ.’

કહીને ઝડપભેર એ ચાલતો થયો. સુનીતા અનેુસુમન એને જતા જોઈ રહ્યાં. બંને અવાક્‌ થઈ ગયા, જયના ગયા પછી પોતે શું બોલવું એ ન સમજાતાં બંને થોડીવાર ચૂપ રહ્યાં.

પણ બંનેની આંખો કંઈક નવી દિશામાં જોવા મથી રહી હતી. બહાર નીકળ્યા પછી ફરી પાછી જયને એની પ્રકૃતિુવીંટળાઈ વળી. ઉદાસી અને માયૂસીના ઊંડા કૂવામાંથી એુપોતાની જાતને બચાવી શકતો નહોતો. એને બાબાસ્વામી પાસે જલદી પહોંચી જવું હતું. બાબાસ્વામી પર એને ખૂબ જ ભરોસો હતો. એણે હમેશા જીવનના સાચા માર્ગો બતાવ્યા છે.

ચાલતાં ચાલતાં રસ્તામાં એક એક સેકન્ડે એને પોતાનો સંપૂર્ણ ભૂતકાળ દેખાઈ રહ્યો હતો. જીવનમાં આટઆટલા સરવાળા-બાદબાકી થવા છતાં પરિણામ તો શૂન્ય જ આવવાનું હોય તો એવા જીવનનું શું મૂલ્ય ? એણે વિચાર્યું કે આજે બાબાસ્વામી પાસેથી કેટલાયે જવાબો માંગવાના છે.

છેલ્લી સોળ સોળ સેકન્ડથી સામેથી આવી રહેલ બાઇક તેની પરેશાનીમાં ઓર વધારો કરતું હતું.

અને આખરે આવી ગઈ એ સેકન્ડ... આકરી પડી જાય એવી સત્તરમી સેકન્ડ...

આ ક્ષણે તે હોન્ડા બરાબર સમાંતરે પસાર થયું... પેલો હોન્ડાસવાર હરેશ છે કે શું ? કદાચ એ હરેશ જ હતો. જયને લાગ્યું કે હોન્ડાપર બેસેલ સ્ત્રીની એક નજર એના ચશ્માના કાચ સુધી અફળાઈને પાછી ફરી ગઈ કે શું ! પસાર થતાં પવનોમાંથી કોઈ જાણીતી ખુશ્બુઓને ઓળખવા એણે નસકોરાં સાંકડાં કરી જોયા. ટેકણલાકડીના હાથા પર પ્રસ્વેદ િંબદુઓ રેળાયા.

જયના વિચારો હોઠ પર બબડાટના સ્વરૂપમાં આવવા લાગ્યા, ‘બાઈક તો હું લઇ જ ન શકયો. અને આજે તોુસુમને પણ મારી સાયકલ પર બેસવાની ના પાડી દીધી. મન કેમ મનાવવું ? બધું જ જૂઠ્ઠું છે, બધું જ ! આ સંસાર... આુલોકો... આ સંબંધ... આ મન... આ જગત... આ ઝાંઝરીયા... આ ઈશ્વર... આ રસ્તો... આ બાઈક... આુટેકણલાકડી... આ બાબાસ્વામી... આ ધરતી... અને આ... આકાશ... બધું જ જૂઠ્ઠું છે, બધું જ જુઠ્ઠું છે... !’

એનો બબડાટ ધીમે ધીમે મોટો થતો જતો હતો.ુસત્તર સેકન્ડમાં તો જાણે એનું જીવન સમાપ્ત થઈ ગયું હતું.

...સત્તરમી સેકન્ડે એને અચાનક ઝનૂન ઉપડયું નેુટેકણલાકડીનો એક તરફ ઘા કરી દોડવા લાગ્યો અને પહોંચીુગયો ઝાંઝરીયા હનુમાનજીના મંદિરે...!

...આ તરફ હતપ્રભ થયેલા સુનીતા અને સુમન પણ શું કરવું એની કંઈ સમજ ન પડતાં જયની પાછળ વ્યાકુળ થઈ નીકળી પડયા હતા. બંનેના ચહેરા જય માટે ચિંતાતુર થયા હતાં. ભારે કશ્મકશ અનુભવતા એ બંને પણ તરત જ પહોંચી ગયા ઝાંઝરીયા હનુમાનજીના મંદિરે.

પગથિયા ચડીને જોયું પણ કયાંય જય દેખાયો નહિ એટલે બંનેની ચિંતામાં ખૂબ વધારો થયો. આવડા મોટા પરિસરમાં એને કયાં અને કેમ શોધવો ? બાબાસ્વામી પણ કોણ છે, કેવા છે, કયાં એની બેઠક છે, એ બધું સુમન કે સુનીતાને કશી જ ખબર નહોતી. એમની વ્યાકુળ નજરો બેબાકળી બની ઘૂમી રહી. પગથિયા ચડીને એક સેવક સાથે આવી રહેલાુપુજારીને રોકતાં સુનીતાએ એમને પૂછયું, ‘બાપુ, અહિ હમણા મારા પતિ આવ્યા ? તમે ઓળખો છો ? એમનું નામ જય છે. હમણાં જ અહિ ચાલીને ઘેરથી આવવા નીકળ્યા છે.’

પુજારી બોલ્યા, ‘ના બહેન, અમે કોઈ જય નામના માણસને ઓળખતાં નથી.’

આગળ જતાં પુજારીને અટકાવી વળી સુમને પૂછયું, ‘જરા યાદ કરો ને, એ અહિ કોઈ બાબાસ્વામીને મળવાુઅવારનવાર આવે છે, કયાં હોય છે એ બાબાસ્વામી, જલદી કહેશો જરા, પ્લીઝ... ?’

‘બાબાસ્વામી ?’ નામ સાંભળી જ પુજારી મોટેથી હસવા લાગ્યા. એમના અટ્ટહાસ્યમાં સાથે રહેલા સેવકે પણ સૂર પૂરાવ્યો.

સુમન અને સુનીતાની મુંઝવણમાં વધારો થયો, ‘કેમ હસો છો તમે લોકો ? બતાવો ને બાબાસ્વામી ની બેઠક કયાં રહે છે ?’

હસવું રોકીને પુજારી કહે, ‘તમે કહો છો એ બાબાસ્વામીને અવારનવાર મળવા આવતા માણસને અમે ઓળખીએ છીએ. મેં હમણાં જ એને જોયો છે. જુઓ, ત્યાં સામે આંગણાંમાં દેખાય છે એ વૃક્ષ પાસે જ એ આંટા મારે છે.’

પુજારીએ આંગળી વડે દેખાડેલી દિશાએ જોતાં જુસુમન અને સુનીતા હેરાન રહી ગયા. વૃક્ષની ફરતે અસ્તવ્યસ્ત સ્થિતિમાં ગોળગોળ ઘૂમી રહેલો જય મોટે મોટેથી કંઇક બબડી રહ્યો હતો ને વચ્ચે વચ્ચે ‘બાબાસ્વામી... બાબાસ્વામી...’ એમ બૂમ પાડી રહ્યો હતો. એના વાળ વિખરાયેલા હતાં.

સુનીતાએ તરત જ પૂછયું, ‘પણ... પણ ત્યાં બાબાસ્વામી તો દેખાતાં નથી ? કયાં છે એ ?’

પેલા બંને ફરી હસવા લાગ્યા. પુજારીએ ચોખવટ કરતાં કહ્યું, ‘હું આ મંદિરમાં વર્ષોથી સેવા આપું છું. મને પણ આજદિન સુધી બાબાસ્વામી દેખાયા નથી તો તમને કયાંથી દેખાઈ શકે ? એ જોવા માટે તો આ માણસ જેવી પાગલ નજરોુજોઈએ. બાબાસ્વામી જેવું કોઈ અહિ છે નહિ ને હતું પણ નહિ. એ તો આ માણસના મનની નીપજ છે. કદાચ એ સ્વયં જુબાબાસ્વામી છે, એટલે જ આજે એને બાબાસ્વામી દેખાતા નહિ હોય ને તેથી જ આમ પાગલ બનીને બરાડે છે.’

ફરી એ બંને હસે છે. સુમનથી તાડૂકી જવાયું, ‘ચૂપ રહો તમે, એ... એ મારા પતિ છે... !’

સાંભળીને સેવક અને પુજારીના હોઠ સિવાઈ ગયા, બંને ઓઝપાઈને આગળ ચાલ્યા ગયા. સુનીતા અને સુમન વૃક્ષ ભણી ગયા, પણ કોણ જાણે કેમ કયારનોયે પકડી રાખેલોુસુમનનો હાથ એ વખતે સુનીતાથી છોડાઈ ગયો !

જય અર્ધપાગલ જણાતો હતો. એ પોતાની જ કાલ્પનિક પ્રતિકૃતિ એવા બાબાસ્વામી પાસેથી હમેશા જીવનુજીવવા માટેનું બળ મેળવતો, એ આજે એને મળી શકયા નહોતા. બાબાસ્વામીનું ભલે કોઈ જ અસ્તિત્વ નહોતું ને છતાંયે એમનું વજૂદ ઓછું આંકી શકાય એમ નહોતું. જીવન તરફ હકારાત્મક રીતે વિચારવાનો એક આવો દૃષ્ટિકોણ પણ હોઈ શકે ! દરેક માણસની અંદર બાબાસ્વામી જેવો કોઈ એક ‘બક-અપમૅન’ જરૂર વસતો હોય છે જે એને જીવનની નકારાત્મકતાઓથી હમેશા બચાવતો રહેતો હોય છે. પોતાનીુજાતને આમ પણ કેળવી શકાય ને એ રીતે જીવનની મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત મેળવી શકાય. પોતપોતાના બાબાસ્વામી સૌને કાયમ મળી જાય એવું નથી બનતું હોતું. લોકો અનેકવાર પોતાની જ જાતને, અરે ખુદને જ ખોઈ બેસે છે. આજે કદાચ જયે પોતાનો એ બક-અપ મૅન ખોઈ નાખ્યો હતો. બાબાસ્વામીને શોધવામાં જાણે જયને પોતાનીુજાતને જ શોધવાની હતી પણ આજે જાણે એ પોતાની જાતને જ શોધવામાં નિષ્ફળ થઈ રહ્યો હતો.

સુનીતા અને સુમન એ નિઃસહાય જયને નિહાળી રહ્યાં, એની લાચારીભરી વિવશતાને જોઈ રહ્યાં, માણસ પોતાને જ ખોઈ બેસે છે ત્યારે થતી અસહ્ય પીડાઓને જયની લાલચોળ થયેલી આંખોમાંથી વહેતી જાઈ રહ્યાં !

સત્તરમી સેકન્ડ સ્થિર થઈ જવા મથી રહી હતી.ુસત્તરમી સેકન્ડ એ ત્રણેયના જીવતરનો જાણે કોઈ નિર્ણય લેવા રોકાઈ રહી હતી.

એ સેકન્ડ કયારનીયે થંભી ગઈ હતી... સુનીતા અને સુમન ફરી એક-બીજાના હાથ પકડી લે એવી કોઈ વિરલ ક્ષણની રાહ જોવા માટે... આ સેકન્ડ થંભી ગઈ... પણ સમય તો કયાં કોઈનાયે હાથમાં હોય છે તે કોઈનો રોકાયો રહે ?

પછી...

અઢારમી સેકન્ડે ઝાંઝરીયા હનુમાનજીના મંદિરે આરતી શરૂ થઈ રહી હતી. અઢારમી સેકન્ડે શંખનાદ ફૂંકાઈ રહ્યો હતો. અઢારમી સેકન્ડે વાગી રહેલ નગારાનો ધ્વનિ એમના કાનોમાં કશુંક કહી રહ્યો હતો. સુમન સુનીતાની આંખોમાં કશાક આર્દ્રભાવે જોઈ રહી હતી.

ઝાંઝરીયા હનુમાનજીના મંદિરમાં ગુંજી રહેલ આરતીના શંખનાદ સાથે અર્ધપાગલ જયનો બબડાટ વધુ મોટો થતો જતો હતો, ‘બધું જ જુઠ્ઠું છે, બધું જ ! આ સંસાર... આુલોકો... આ સંબંધ... આ મન... આ જગત... આ ઝાંઝરીયા... આ ઈશ્વર... આ રસ્તો... આ બાઈક... આ ટેકણલાકડી... આ બાબાસ્વામી... આ ધરતી... અને આ... આકાશ... બધું જ જૂઠ્ઠું છે, બધું જ જુઠ્ઠું છે... !’ એની હાલત દયનીય બની રહી હતી.

ને...

...અઢારમી સેકન્ડે શરમથી કાળુ ધબ પડી ગયેલું આખુંયે આકાશ આથમી ગયું હતું.

બીજા રસપ્રદ વિકલ્પો