સ્નેહનું સરનામું - 1
1. યાદ....
તમારી એક યાદ આવતા,
આંખેથી અશ્રુધારાઓ વહેવાં લાગે છે.
તમારી એક મુસ્કાનથી,
મૌસમ ખુશનુમા બની લહેરાઇ છે.
એકપળ તો હું તમારી યાદોને,
પાલવમાં એટલો ખોવાઇ જાવ છું,
કે તમે મારી સાથે જ હો એવો ભાસ થાય છે.
ઘણીવાર થઇ આવતું મન તમને મળવાનું,
મળવા જતા મને નહિ રોકેને આ જમાનો ?
ન'હતો આવો એહસાસ પહેલા,
જ્યારે ન'હતા મળ્યાં મુજને.
નહિંતર તો તમારી એક જ યાદ "મુરલી"
જીવન વીતાવવા પુરતી હોય છે.
કિશોર બાબરિયા "મુરલી"
2. સવારનો સાદ
સાદ પાડું હું તમને વહેલી સવારમાં,
જલદી પધારોને હવે તમે પલકવારમાં.
જિંદગી જતી રહેશે ખાલી ઇતજારમાં,
જુઓ તો ખરા કોઇ જીવે તમારી રાહમાં.
દુર છતાં સાથે કેવા રહો છો વિચારમાં ?
કેવી મજા છે માલિક, પ્રેમના દરબારમાં !
બદલાય કોઇ બેહદ શું એક મુલાકાતમાં ?
હોતી હશે તાકાત કેટલી નજરના પ્રહારમાં !
શું કરે "પાગલ" બીજું આ સંસારમાં ?
મળી જાય બધું જ મને ફક્ત તમારા નામમાં.
શ્રી પ્રણવ ઠાકર "પાગલ"
3. જોતો જ રહ્યો....
જોતો જ રહ્યો બસ હું તમને
નિર્દોષ તમન્ના જાગી ગઇ તને જોઇને,
તારા રૂપની ચર્ચા જાગી ગઇ.
અરમાનો એ લીધી અંગડાઇને,
એ ઊંઘતી આશા જાગી ગઇ.
સાંભળાયો તમારો રણકો ત્યાં,
સંગીતની દુનિયા જાગી ગઇ.
જોઇને તમારા તેવરને સંસાર ઉપર સુરજ ઉગ્યો,
વિખરાઇ તમારી ઝુલ્ફો તો રજનીની મહંતા જાગી ગઇ.
ઉર્મીના ગુલાબો ખીલી ઉઠ્યાં,
આવી ગઇ ખુશ્બુ જીવનમાં,
સ્વપ્ન તો નથી જીવન મારું...
એવી મને શંકા જાગી ગઇ.
જ્યાં આંખ અચાનક ઉઘડી ગઇ,
જોયું તો આ એક સ્વપ્ન હતું,
જોતો જ રહ્યો બસ હું તમને,
નિર્દોષ તમન્ના જાગી ગઇ....
ગોહેલ નરેશ એમ.
4. તરસ્યો છું....
આપ દિલ રણની જોમ તરસ્યો છું,
રણની રેતીની જેમ બળી રહ્યો છું.
ઝાંઝવાનાં જળરૂપી આભાસથી છેતરાઇ ગયો છું.
ઓ પ્રિયતમ આ રણની રેતીને,
હાથ ઉપાડીને જો તો ખરી.
કેટલો પ્યાસો છે આ "અંશુ" પ્રેમનો,
આપ દિલ રણની જેમ તરસ્યો છું.
સામે છે લાગણીનો અગાધ સાગર,
છતાં દિલની તરસ છીપાતી નથી.
વલખાં મારી રહ્યો છું પ્રેમરૂપી નીર વિના,
બળદની જેમ રાહ જોઇ રહ્યો છું.
ક્યારે વરસશે મારાં દિલ પર,
ક્યારે કરશે મારાં મનને તરબતર,
સુકાઇ ગયેલી નદીમાં આવશે પાણીનાં વહેણ,
આપ દિલ રણની જેમ તરસ્યો છું.
"અંશુ" જિજ્ઞાસા
5. તારા આગમને.....
ના કશુંએ કહી શકાયું તારા આગમને,
નયનથી ના રહી શકાયું તારા આગમને.
બની મતિ કુંઠિત જિહ્યા હાર માનતી,
ઉર અશ્રુ થૈ છલકાયું તારા આગમને.
રોમાંચ અંગે અંગનો અલભ્ય જગને,
કોણ હશે તુજથી સવાયું ? તારા આગમને.
ટળી પ્રતિક્ષા, ફળી અપેક્ષા કેટ કેટલી !
મન ભારોભાર હરખાયું તારા આગમને.
મળી ગયું મબલખ મિલનની પળોમાં,
કોઇ અગોચર ખુણે સ્થપાયું તારા આગમને.
ચૈતન્ય ચંદુલાલ જોષી
6. જીવનની સંધ્યા
આંખોમાં ભીનાશ છે અને મન ઉદાસ રહે છે.
ચાલ્યા જાઓ છો તમે પણ દિલમાં તમારો વાસ રહે છે.
નાદાન મારા દિલને હરઘડી એક આશા રહે છે.
તારા દિદારની મીરી નજરોને પ્યાસ રહે છે.
બંધ રાખી આંખોને સ્વપ્નો મેં ઘણા જોયા હતા.
નથી આજે તુ પાસે છતાં એક અહેસાસ રહે છે.
વિરણની વેદનામાં હવે જીવનની સંધ્યા મળી જાય છે.
કંઇ જ નથી પાસે તારી યાદોની સાથે રહે છે જાન.
ટીલવા વિલાસબેન કે.
7. લાગણી
લાગણીતણા ભંવરમાં એવો તે ફસાયો છું,
ઉપર પ્રેમપુષ્પ, ભીંતર પથ્થરથી દબાયો છું.
પ્રેમતણા પ્રસંગે પીઠ પાછળ જ લૂંટાયો છું.
મુસ્કુરાતા મુખે, દર્દની સાંકળથી જકડાયો છું,
સંબંધોની સીડી ચડતા વારંવાર પછડાયો છું,
દુનિયાની નજરમાં તોય, નકાબ સાથે જ વરતાયો છું.
લાગણીની મુકત ઘડવા સંગેમરમર જેમ ઘસાયો છું,
સામે સ્નેહ દર્પણ તોય, નફરતની આંટઘુચમાં અટવાયો છું,
"પ્રકાશ" નામ સાથે દિ'ની દિવાલોમાં જ અથડાયો છું,
કેમ કે અંતે 'કાશ', "બુધ્ધુ" તારા રૂદિયેથી તરછોડાયો છું.
ગાબુ પ્રકાશ "બુધ્ધ"
8. ગઝલ
ગબડતી ક્ષણોને ઉપાડી લઉ,
હું રસ્તો બની જઉને ચાલી લઉ
ઘણી રાત ભેગી થઇ આજ તો,
આ અંધારું મુઠ્ઠીમાં વાળી લઉ.
ઉદાસ આંખો સાથે રમી જોઉ, પણ
આ હસતું વદન ક્યાં છુપાવી લઉ ?
પ્રેમનું આપું બલિદાન, મિત્ર થઇ જોઉ,
આપણાં એ પ્રેમને હવે, દિલમાં દબાવી લઉ,
પવન છું ફુંકાઉ છું મારી રીતે,
તને છેક મારા સુધી ઉછાળી લઉ,
ગયો છેક તળિયે તો એમ જ થયું,
તને ફુલ થઇને ઉગાડી લઉ.
ફરી દ્રશ્ય આવું મળે કે નહિ,
લો, આંખોમાં આખું જ ઢાળી લઉ.
બધા નમ્ર ચહેરાઓ ઊંઘી ગયા,
લખું છું ગઝલને બધાને જગાડી લઉ.
વિશાલ એન. પટેલ
9. દફનાવી દેજો
ગુજારીશ છે એક મારી, મળીને એને કહેજો,
છેલ્લીવાર મારો હાથ ઝાલી, કબર સુધી મુકી દેજો.
ખ્વાહીશ સદા લઇને દિલમાં, રહ્યો કરીબ હું.
મુકી દિલ પર પથ્થર મારા, મને દુર કરી દેજો.
મળે મંજીલે મૌત મને, શિકાયત નથી ખુદા.
રાહમાં એના મિલનનો, મુકામ આપી દેજો.
જીલ્લત હાંસલ કરી, બધી મહેફિલે અંજુમન,
આખરી જામ શરાબનો, મારી કબરે મુકી દેજો.
દોષ કોઇ દેતું નહિ, મારા ગયા પછી એને,
વફાની આરઝુ કાજે, મારા મૌતની ખબર આપી દેજો.
મુહોબ્બત નિભાવી છે, છેલ્લા શ્વાસ સુધી જો,
એને બસ જુની યાદ બધી, કોઇ અપાવી દેજો.
ગઝલ જીવંત રહેશે મારા ગયા પછી પણ અહીં,
રડશે એ વાંચીને માટે, એ મારી સાથે જ દફનાવી દેજો.
રાકેશ એચ. વાઘેલા "રાહી"
10. વાદળ નીકળ્યુ.
સંબંધો નામે બધુંય પોકળ નીકળ્યું,
અમૃત સમજી કીધો સંગન ઝેર નીકળ્યું.
દુરથી જોયું તો નિર્મલ જળ લાગ્યું,
નજીકથી જોયું તો મૃગજળ નીકળ્યું !
પ્રેમ સમજીને જિંદગી કરી બરબાદ,
આખરે તો બેવફાઇનું છળ નીકળ્યું.!
શરાબ સમજી પીધા કર્યો જિંદગીભર,
આખરે તો એ હળાહળ ઝેર નીકળ્યું.!
મોતી સમજીને સ્પર્શ કરવા જતો'તો,
આખરે તો એ સવારનું ઝાકળ નીકળ્યું !
તુટેલું હતું "અજનબી"ના ઘરનું છાપરું,
ને ઉપરથી વરસતું વાદળ નીકળ્યું !
પ્રવિણકુમાર લવજીભાઇ પારઘી "અજનબી"
11. કાચ નદીને પેલે કાંઠે...
કાચ નદીને પેલે કાંઠે શબ્દ ઊભો અજવાળાં લઈને
થરથરતા હિમયુગો છેડે સપનાઓ હુંફાળાં લઈને
કાચ નદીને પેલે કાંઠે કોઈ આપણી રાહ જુએ છે
ચાલ આંખમાં ભીનાશ લઈને છાતીમાં ગરમાળા લઈને
કાચ નદીને પેલે કાંઠે નામ ધુંધળું ચહેરા ઝાંખા
આ કાંઠે ચુપચાપ ઊભો છું, શ્વાસોની જપમાળા લઈને
કાચ નદીને પેલે કાંઠે કોની પહેલી તરસ પહોંચશે
જલપરીઓની રાણી ઊભી હાથોમાં વરમાળા લઈને
કાચ નદીને પેલે કાંઠે ગણિત બધાંયે સાવ નકામાં
તરી ગયા એ શુન્ય ચકી ડુબી ગયા સરવાળા લઈને
કાચ નદીને પેલે કાંઠે પાગલ પંખી માળો બાંધે
ડાહ્યા લોકો ભેટ આપવા આવે કુંચીતાળાં લઈને
સંદીપ ભાટિયા
12. જીવ્યા કરશું
નથી લખ્યા એ અક્ષર લઈને જીવ્યા કરશું
છાતી ઉપર પથ્થર લઈને જીવ્યા કરશું
કોઈ ખુદાએ સીવેલાને રફુ કરે નહીં
જીરણશીરણ વસ્તર લઈને જીવ્યા કરશું
ચોમાસાંએ બારસાખ પર બાંધી દઈને
નથી જીવ્યા એ અવસર લઈને જીવ્યા કરશું
હરપળ ફુટતી સુરંગોની શહેરની વચ્ચે
ચહેરા કચ્ચર કચ્ચર લઈને જીવ્યા કરશું
એકાંતોનો અર્ક એટલે ગઝલ અમારી
અમે શ્વાસામાં અતર લઈને જીવ્યા કરશું
સંદીપ ભાટિયા
13. રાતરાણી
રાણી રાતમાં ખીલે છે
સૌના ચીતને હરે છે
એતો રાતના અંધારે ખીલે એકલી.
એના શ્વાસને ઉલાળે
સૌના મનને જગાડે
એતો રાતના અંધારે ખીલે એકલી.
એને ચંદ્રના અજવાળે
લોકો મનભરીને નીહાળે
એતો રાતના અંધારે ખીલે એકલી.
સૌએ પ્રેમથી વખાણી
માટે છે ફુલની રાણી
એતો રાતના અંધારે ખીલે એકલી.
પાલજીકુમાર
14. સમજાણું નહિ...
એમનું કહેવાયું સમજાણું નહિ,
પુછવુતુ એય પુછાણું નહિ.
જીવ ખુશ્બુનો ભહ્યો તો બેઉમાં,
એટલે તો ફુલ ચુટાયુ નહિ.
આખરે બેઉ તરી આવ્યા અંલગ,
સ્મિત, રુદન આ ઘુંટાણુ નહિ.
એ હવે શુ કામ શોધે છે મને,
આ ‘‘સુંરજ’’ નું કાઈ ઠેકાણું નથી.
સુંરજ
15. મોસમનો પહેલો વરસાદ
મોસમનો પહેલો વરસાદ મને હચમચાવી જાય છે,
અને એની હેલીઓ ઝણઝણાવી જાય છે.
આ જ વરસાદમાં મને પહેલો પ્રેમ થયો હતો,
અને અમે છુટા પડી ગયાં, કોણ જાણે શું કારણ હતું ?
કંઈ જાણવા ન મળ્યું, ફરીથી કોઈ મુલાકાત ન થઈ,
દિલથી દિલની વાત ન થઈ, ફક્ત યાદો છે.
હવે સાથે વિતાવેલા સહવાસની,
રોમાંચભરી એ પળોને વાગોળું છું.
આ ઝરમર વરસતા વરસાદ સાથે,
ઈશ્વર જ જાણે, ક્યાં હશે એ ?
મળવાનું હશે તો ‘‘ગુલફામ’’ ને મલાવજે.
જાવેદ અન્સારી
16. મને ગર્વ છે
મને ગર્વ છે તારી તસ્વીર પર
લાચાર છુ મારી તકદીર પર
હક નથી મને તારી જીંદગી પર
નજર નાખી જવ છું તારી તસ્વીર પર
આશા લઈ આવ્યો હતો
આશું લઈને જાઉ છું
માન્યું હતું અમૃત હતું
હળાહળ ઝેર પીને જાઉ છું
સુખી થજે રાજી થજે
આશીર્વાદ દઈને જાઉ છું
આ ભવે તો ના મળ્યા
પર ભવની સોગંદ દઈ જાઉ છું.
17. મને નથી વિશ્વાસ હવે
મને તો...
પથ્થરમાંય વિશ્વાસ,
પથ્થરના જ ભગવાન, તેથી
હે... ભગવાન મને ત્હારામાં વિશ્વાસ.
કેમ કે બધું ત્હારું જ સર્જન તેથી
એ સર્જને મને ઘણું ગમતું પણ...
હવે કાયમ રહી ગઈ યાદ
મને યાદમાં નથી વિશ્વાસ...
એ વિશ્વાસ જ હવે પથ્થર તેથી
હે... ભગવાન મને ત્હારામાં વિશ્વાસ.
મુકેશ મહેતા
18. તાજમહલ
મુમતાઝ... તારા સ્પર્શની એકપળ,
મુઝ જિંદગીને ફોરમ મળી...
તે તાજમહલ બનાવવાજાણે ફુરસદ મળી !
નયન નીરમાં જાણે યમુના ભળી...
ક્ષણ-ક્ષણ જાણે ગુલાબ કળી...
રાતોમાં જાણે ચાંદની જાણે તાજે ઢળી...
સપનાને જાણે સૌરભ મળી...
અજીબો – ગરીબ ઘટના ઘટે શ્વાસેશ્વાસ !
આ રંક દિલનો પ્રેમ પોઢે...
મહોબ્બતના આ મકબરે...!!!
ને કસમ તારી ઓ મહેબુબા...
...મુજ ગરીબ દિલની
મન્નતોં અને ઈબાદતોં ફળી... !!!
રમેશ સી. વશાવા
19. આવજો ફરીવાર
કરવું નહતું જે કામ તે કામ કરીને બેઠો,
ભુલવા તમારી યાદને સર્જકલ બની બેઠો.
રસ્તે ઊભો છું બસ તમારી યાદમાં
રાહને તમારી યાદમાં ફુલોથી સજાવીને બેઠો છું
આપી હતી જે યાદ તમે યાદને સાચવી બેઠો છું
જોયું હતું જે મેં સપનું સાથે મળીને
તમારા આ સ્વપ્ને સાકાર કરવા ભાન ભુલાવીને બેઠો છું.
ખુશ્બુ તમારા પ્રેમની દિલમાં ભરીને બેઠો છું.
તમારી યાદમાં પાગલ બનીને બેઠો છું.
આવશો ફરીવાર તમે આ વેરાન જીવનમાં
બસ એજ આશામાં ‘રાહુલ’ શ્વાસ રોકી બેઠો છે.
આર.એ.ડાભી
20. ગઝલ
મારે મન તો બસ ચારે વેંદ છે ગઝલ
એ મારા અંતરની ઉમેદ છે ગઝલ
અરે! આ રહી મુક્ત કહે છે કોણ,
કે કોઈ કમલમાં કેદ છે ગઝલ
ગઝલ શું ? છે તેં હજી કોઈને નથી ખ્યાલ,
દોસ્તો ! વણ ઉકેલ્યા જ ભેદ છે ગઝલ.
‘રાજલ’ રાત જેવી કાળી ડિબાંગ નહીં.
દેખો દુધ સમી સફેદ છે ગઝલ
રાજાભાઈ દાફડ
21. નવાઇ નથી.
તું આપ મને ઝખમો અપાય એટલા,
દર્દની હવે મને કોઇ નવાઇ નથી.
યાદો આવીને હેરાન કરશે કેટલું ?
આંશુંની હવે મને કોઇ નવાઇ નથી.
પ્રેમની રમતમાં જીત તારી થાઇ છે,
હારની હવે મને કોઇ નવાઇ નથી.
દિલના ટુકડા તારા એક શબ્દથી થયા,
દુઃખની હવે મને કોઇ નવાઇ નથી.
દોસ્તો તારી સાથે ઝંખમો આપે છે,
દગાની હવે મને કોઇ નવાઇ નથી.
"સખી" તારા વગર મરશે એ વાત ખોટી,
મોતની હવે મને કોઇ નવાઇ નથી.
પિંકલકુમાર જે. પરમાર "સખી"
22. તું આવી તો જો...
જે શાખેથી ફુલ ચુંટી લીધું તે આજે,
એ શાખે નવં ફુલ તું ખીલવી તો જો.
ખીલેલો બાગ ઉજાડવો આસાન છે,
તે બાગે નવા છોડ, તું વાવી તો જો.
મહેમાનગતિમાં ના કદી પાછ પડું,
એક દિ મારા દ્રારે, તું આવી તો જો.
પ્રેમ પામવો કોઇનો સહેલો નથી,
કોઇનાં દિલમાં વસી, તું ફાવી તો જો.
ભાણું બની તારી સમક્ષ પિસાયો છું,
ગ્રાસ મને સમજી, તું ચાવી તો જો.
અંધકારની ક્યાંથી હોય તને ખબર ?
કોકનાં ઝુપડે દીપ, તું જલાવી તો જો.
યોગેશ આર. જોષી
23. જો તેનો વિશ્વાસ મળે.
હું શ્વાસ લઉ છુંને તેની સુવાસ મળે,
જરા જો ખોલું બારીને તેનો ઉજાસ મળે.
રોજ રોજ મળવા જાઉં છું તેને,
રોજ રોજ તેનો નવા લિબાસ મળે.
હું તો તેની રાહ જોઇ જોઇ થાકી ગયો,
હવે સુવું છે કબર જેવું જો નિવાસ મળે.
પ્રેમમાં ઝરણું થૈ બેઠો છું તેના માટે,
તેય કરે કદર જો તેને રણની પ્યાસ મળે.
જીવવું તો હજીયે ઘણું છે "આફતાબ",
તેનો જો ડગલે પગલે વિશ્વાસ મળે.
જિજ્ઞેશ ભીમરાજ
24. તારી યાદ
નામ તારું હોઠ પર આવ્યા કરે,
લાગણીના પાન ફફડાવ્યા કરે,
મૌનમાં આવી વસે તારું સ્મરણ,
શ્વાસ ઘરનાં દ્રાર ખખડાવ્યા કરે.
એમ આવે છે સ્વપ્ન તારાં મને,
ઝાંઝવાની જેમ તરસાવ્યા કરે.
હું એકલી અભાવોની ગલીમાં જઇ વસું,
ને સમય આકાર ઉપસાવ્યા કરે.
વિસ્તરે છે રણ બનીને આયખું,
તોય "અવિ" યાદ ભીંજવ્યા કરે.
ગાયત્રી અરવિંદ પંચાલ "અવી"
25. હંમેશાં રહે.
ભલે મ્હારા ચહેરા પર સ્મિત રહેં ના રહે,
હે ઈશ! એમનાં ચહેરા પર સ્મિત હંમેશાં રહે.
મ્હારા આંશુઓ કોઇ લુછે કે ના લુછે,
તમારા આંશુઓ લુછવા કોઇનો સાથ હંમેશાં રહે.
કુદરતે ન આપ્યો સાથ, જિંદગી પણ નહીં આપે સાથ,
કુદરતને જિંદગી સાથેનો નાતો તમારો હંમેશાં રહે.
"ધીરજ"ની જિંદગી તો એકલવાયી, હમસફર વગરની,
એકલવાયી સફરમાં કોઇ હમસફરનો સાથ હંમેશાં રહે.
વેંદનાઓથી ભરેલી છે જિંદગી મ્હારી, પણ
હે ઈશ! એમની જિંદગીમાં ખુશીઓ હંમેશાં રહે.
શેનમા ધીરૂ એચ. "ધીરજ"
26. ટાઢને પડે વાઢ
આ તાઢે તો કીધાં તન-મન ઠડાંગાર,
તને ઓઢું કે પાથરું, કરી રહ્યો વિચાર.
શબ્દોની સગડી સળગાવ્યે ટાઢ કેમ ઊડે ?
મળે હૈયાની હુંફ તો થાય ઉષ્માનો સંચાર!
ગુંચવી તારી લટોને, આ ડાઢાબોર વાયરાએ,
લાવ જરાં હુંફાળી આંગળીઓથી કરું શૃગાર.
વસાણાં-બસાણા, પાક-બાક ખાધે શું વળશે ?
રંગરેલિયો રોમાન્સ, જ ટાઢનો ઉપચાર,
મું શિયાળોને એની ટાઢને કે વાઢ,
નસીબ પણ વાંકુ, એને ટાઢમાં ચડ્યો બુખાર.
શશિકાન્ત બ્રહ્મભટ્ટ
27. માગી લે
આજ ઇશ્કનો અંજામ તું માગી લે,
કર મને બદનામ મારું નામ તું માગી લે.
મળવાનાં વળી ક્યાં છે કોઇ ઠેકાણાં,
સ્વપ્નમાં મળે મારું ગામ તું માગી લે,
ભલે આંખથી કર તું લાખ ઇશારા, પણ
મારા શબ્દોની કોઇ ઇલજામ તું માદી લે.
તારી રેશમી લટોમાં લથડિયાં ખાય જાણે કેટલા!
હજું હોઠો પર કોઇ જામ તુ માગી લે.
વડ રતાં શીતળ છે છાંય આ દિલ તળે
ના કર વિચાર ઝાઝા, વિરામ તું માગી લે.
હસરત દિલની ક્યાં સુધી રાખીશ બંધ હોઠોમાં,
ઉઠાવ નજર, મને નિશાન તું માગી લે.
આજ કર્યાછ મેં વાયદો કોઇને,
એમ કર, આવતી કાલતું માગી લે.
જીતેન્દ્રકુમાર
28. પ્રેમની શક્તિ!
કર્યો ઇન્તજાર અમે કૈક કેટલા વરસથી,
ને લીધાં અમે દિલ ખોલને ઓવારણાં.
અમે તો તમને દીધા'તા પ્રેમના વધામણા,
તમે જ લૈ લીધા ભલા રીસામણા !
ચાહવાની ના રાખી'તી કસર અમે પ્રેમમાં,
તમે જ એવાં આડાં થયાને લીધાં રીસામણાં.
દીધાં'તાં અમે તો કૈક કેટલા સંભારણાં,
તમે જ દૈ છેદ સંબંધો લૈ અમથા રીસામણાં.
ઇન્તેજાર કર્યો છે અમે કૈક કેટલા વરસથી,
આવો માણીએ સાઇઠ વર્ષે છોડોને રીસામણાં.
વિરહ પછી મીલન માણ શું કૈક સંભારણાં,
પુષ્પ આવ્યા છે તેઓ પાસ છોડીને રીસામણાં.
ખુબ ચાહના સાથે અમે છોડ્યાં સંબંધોના પોટલાં,
જીત થૈ પ્રેમની છોડવ્યાં અમે પ્રિયાના રીસામણાં.
કિરન્કાન્ત જાની
29. મળી જશે તું...
તારોને મારો નાતો પુરાણો હતો,
જાણતી હતી કે નથી એક થવાનો.
વિરહ વેઠવાનો એ મારગ હતો,
કિન્તુ રદયના તારથી જોડાયેલો હતો.
હકીકત હતી સંગીત જાણીને જીવવાની,
આ જીવનમાં કદી તું આવ્યો હતો.
શમણામાં તો હજી નહીં આવ્યો,
કિન્તું પળ પળ યાદમાં વસતો હતો.
નિકાળું તુંને ઉર્મિઓના નયનથી,
મનઝરુખે સમાવું ઊભી ઊભી.
આશ એ જ કે કદીક તું મળી જશે,
આ જ ભાવમાં કદી ક્ષિતિજના પટે.
જાણું છું તું કે હું કદી મળવાનું નથી,
પણ આશા અમે છોડી દીધી નથી.
સ્વાતી શાહ
30. ભીની યાદ
જાન... તારી યાદ આવે છે ને આંખમાંથી,દરિયો સરી પડે છે.
એજ વિતેલી કાલના સ્મરણો, ઝબકીને જાગી જાય છે.
તારો પ્રેમ અને વિશ્વાસ પલપલ,
તું પાસે હોવાનો અહેસાસ કરાવી જાય છે.
મન ભલે હું દુઃખોના દરિયામાં,
આવ્યા કરું રહિશ સદા તારી પાસે જાનુ બની.
દુર છું છતાં જુદાઇનો અહેસાસ તને થવા નહિ દઉ.
કાલ હું રહુ ના રહું મારી યાદ તને તડપાવશે સદા.
રહે જે સદા તું ખુશ એજ મારી ખુશી એજ પ્રાથના.
પરેશ વિષ્ણુભાઇ પટેલ
*****