સ્નેહનું સરનામું - ભાગ-2 sangeeakhil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્નેહનું સરનામું - ભાગ-2

1

સાવ કોરી સ્લેટ પર ઘૂંટી લખ્યા’તા,

આંકડા છેવટ સુધી બસ એ ગણ્યા’તા.

પેન પકડી દેહ દીધો’તો કથનને,

ટેરવેથી સ્પર્શના પાઠો ભણ્યા’તા..

થીગડું ચડ્ડી પરે ભૂલ્યા નહોતા,

એટલે તો પેન્ટને ચાહી શક્યા’તા.

આજ એ વૃધ્ધાશ્રમે વાંકા ફરે છે,

જેમના મજબુત ખભે બેસી ફર્યા’તા.

મૌનની ગહરાઈ જાણી શબ્દ પાસે,

મૌનના અર્થો ય શબ્દોએ કહ્યા’તા.

એકડાએ શૂન્યથી દોસ્તી કરી, કે,

મુલ્ય એનાં દસ ઘણા વધતા રહ્યા’તા.

‘કીર્તિ’ ગજવી ધૂળમાં આખર ભળ્યા જે,

પથ્થરે ઇતિહાસ એના કોતર્યા’તા.

– કીર્તિકાન્ત પુરોહિત

2

પ્રેમ છે તો છે મજા વરસાદમાં,

જો નથી તો છે સજા વરસાદમાં.

મોજથી સૌને ડૂબાડે પ્રેમમાં,

કેટલાં કંઇ છે ગજા વરસાદમાં.

મસ્ત તોફાની હતી મોસમ અને,

થઇ હરખઘેલી પ્રજા વરસાદમાં.

બુંદની ભીનાશમાં રોમાંચ છે,

પ્રેમની ફરફર ધજા વરસાદમાં.

લ્હાવ આવો નહીં મળે ક્યારેય ‘જય’,

દિલ સદા આપે રજા વરસાદમાં.

– જયવદન વશી

3

અઠંગ આંખ હોય પણ ફરક કળી શકો નહીં

મને મળ્યા પછી તમે તમે રહી શકો નહીં

શરત ગણો તો છે શરત,મમત કહો તો હા,મમત

તમે તમે ન હોવ તો મને મળી શકો નહીં

પ્રવેશબાધ કે નિયમ કશું નથી અહીં છતાં

કહું હું ત્યાં લગી તમે પરત ફરી શકો નહીં

જો થઇ જશે લગાવ તો સ્વભાવ થઇ જઇશ હું

મથો છતાંય એ પછી મને તજી શકો નહીં

તરણકળા પ્રવીણ હો, તરી શકો સમંદરો

ડૂબી ગયા જો આંખમાં, તમે બચી શકો નહીં

પડ્યા પછી જ પ્રેમમાં ખરેખરી ખબર પડી

સતત મરી શકો ખરા,સતત જીવી શકો નહીં

4

આંખોથી નીકળી અને હોઠો સુધી ગયો,

ખોબો ભરી હું કોઈના ચ્હેરાને પી ગયો.

સરખા થવાની વાત તો આકાશમાં રહી,

ઊડતી લટોની સાથ હું ઊડી ઊડી ગયો.

ડૂબી રહેલો સૂર્ય મેં જોયો હશે ? હશે !

સમણાં લઈ હું કોઈના ખોળે સૂઈ ગયો.

ગુલમોર જોડે આંગળી રમતી રહી હજી,

તડકો ગલી-ગલીમાં ત્યાં ઊભો રહી ગયો.

અમથું જરીક બારણું ખુલ્લું થયું અને,

શેરીનો રસ્તો ઘર મહીં ટોળે વળી ગયો.

– કૈલાસ પંડિત

5

વારતા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઇતું’તું?

આંખને જો આંસુથી બાંધી શકાતી હોત તો શું જોઇતું’તું?

આપ બોલ્યા તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે પણ,

પત્રની માફક હવા વાંચી શકાતી હોત તો શું જોઇતું’તું?

જો પ્રવેશે કોઇ ઘરમાં તો પ્રવેશે ફક્ત સુખની લ્હેરખીઓ ;

એક બારી એટલી વાંખી શકાતી હોત તો શું જોઇતું’તું?

ડાળથી છૂટું પડેલું પાંદડું, તૂટી ગયેલા શ્વાસ, પીંછું,

ને સમયની આ તરડ સાંધી શકાતી હોત તો શું જોઇતું’તું?

આ ઉદાસી કોઇ છેપટ જેમ ખંખેરી શકાતી હોત, અથવા,

વસ્ત્રની નીચેય જો ઢાંકી શકાતી હોત તો શું જોઇતું’તું?

-અનિલ ચાવડા

6

કદી રાખ્યો નહીં કાબૂ દિલે ઉઠતા ધખારાને,

હ્રદયને બાળવા માટે હવા આપી તિખારાને.

પહોંચ્યો છે મને એ એકલો મૂકી નવી મંઝિલ,

મને ડૂબી જતાં હા સાથ દીધો છે કિનારાને.

મળી મંઝિલ મને સાચી વગર થાકે તમારાથી,

હ્રદયથી આપણે સન્માન આપ્યું છે ઉતારાને.

દિલાસો કેમ આપે છે હવે ડૂબી ગયા છીએ.,

ભલા ઠોકર દઈ દીધી સદા માટે સહારાને.

રહેવા દે મહેનત એમના જીવન વિશેની તું,

નહીં સમજી શકે "આભાસ" તારા એ ઇશારાને.

-આભાસ સાયપરી

7

આવે ન ઊંઘ રાતે, એવો તનાવ ક્યાં છે?

સપનાની સાથે પ્હેલાં જેવો લગાવ ક્યાં છે?

દોડે છે રાતદિવસ ઘડીયાળના આ કાંટા,

આ હાંફતા સમયનો કોઈ પડાવ ક્યાં છે?

ઊભો રહું કે ચાલું, એની જ છે વિમાસણ,

ઓ લક્ષ્ય, એ વિશેનો તારો સુઝાવ ક્યાં છે?

કણકણમાં તું વસે છે, એવું કહે છે લોકો,

ખાલી જગામાં તારો ફોટો બતાવ, ક્યાં છે?

રંગો, બધાય રંગો, શોભે છે એની રીતે,

કિન્તુ સફેદ જેવો શબનો ઉઠાવ ક્યાં છે?

આંસુ ઢળીને અમથાં આવે ન હોઠ ઉપર,

તરસ્યાને ટાળવાનો જળનો સ્વભાવ ક્યાં છે?

દૃષ્ટા બનીને ‘ચાતક’ જોયા કરો જીવનને,

શ્વાસોની આવ-જાથી મોટો બનાવ ક્યાં છે?

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

8

એક સ્મરણ......

એક તારી છબી મારા દિલમાં રહેશે

તારી યાદો જ મારુ જીવન બનશે

રસ્તા પર પાથરી દીધી છે પ્રેમની ચાદર

તારા પડેલાં પગલાં મારો શ્વાસ બનશે

કોળિયો મૂકીશ, મોં માં જયારે જયારે તારી આંગળીએ ભરેલ બચકું મારું હાસ્ય બનશે

ભર શિયાળાની કડકડતી ઠંડીમાં

તે ઓંઢાવેલી શાલ મારા હૂફ બનશે

પી લીઘા છે જીંદગીના ઘણાં ઝેર,

પણ તે પીવડાવેલ પાણી મારું અમૂત બનશે

આંખોમાં તારી આંસુ ન આવે કયારેય નહીતો તારા આંસુનુ પાણી મારુ રુદન બનશે

આ મીઠાં સ્મરણોને યાદ કરતા કરતા તારી ખુશીજ મારા જીવનનો અંત બનશે...

સુઈ જા મોડી રાત થઇ ગઈ છે઼

9

ખબર કોને અહીં ક્યારે જવાનું, ક્યાં જવાનું છે,

ખુલેલી પાંખને બસ આપણે બળ આપવાનું છે.

ભલેને આવરી લે ચોતરફ અવસાદનું વાદળ,

ફગાવી એને બસ જીવનને લખલુંટ માણવાનું છે.

હવે એકાંતને ખેતર મજાનો મોલ ઉપજે છે,

જરા જહેમત કરી મનની ભીતર એ સ્થાપવાનું છે.

તમે ચાલો, સતત ચાલો અને બસ ચાલતા રહેજો,

અગર રોકાઈ ગ્યા તો જિંદગીભર હાંફવાનું છે.

ગમે તે હોય પણ એ વાતનો ‘આનંદ’ છે આજે,

જીવનની આ કથામાં આપણે સ્મિત વાંચવાનું છે.

–અશોક જાની ‘આનંદ’

10

વાંકી લાગે છે મને તકદીર મારી,

આપ ચાલ્યા પીઠ પાછળ તીર મારી.

કેટલા ભીતર પ્રવેશી ગ્યા હશો નૈ,

ઓળખી લીધી તમે તાસીર મારી.

ઓ ખુદા તારા ભરોસે જીંદગાની,

શું બગાડે જીંદગી કાફીર મારી.

હું પડ્યો છું પ્રેમમાં મારા, હવેથી,

હું જ ખેચું છું બધી તસ્વીર મારી.

આટલા વર્ષો લખીને શું કમાયો?

ગીત, ગઝલો, નામના જાગીર મારી.

.....પ્રશાંત સોમાણી

11

ઝાટક્યો પલંગ ત્યાં તરત બહાર નીકળ્યા,

ઓશીકાની ખોળમાંથી પણ વિચાર નીકળ્યા.

કેટલાક આગિયા સૂરજથી તેજમય હતા,

એ વળી રૂવાં –રૂવાંની આરપાર નીકળ્યા.

બ્લેડથી એ બચી ગયા છતાંય લોહી નીકળ્યું,

રૂનાં પૂમડાં હતાં એ ધારદાર નીકળ્યાં.

આંખ આસપાસ ડાઘ રૈ ગયા છે આજ પણ,

શીતળાની જેમ આંસુ એક વાર નીકળ્યાં.

જેવી રીતે કોઇ બેડરૂમમાંથી નીકળે,

એ રીતે અમે શરીરમાંથી બાર નીકળ્યા.

-કુલદીપ કારિયા

12

સાવ સામે આવી ઊભા હો અને,

શક્ય છે હું ઓળખું ના આપને !

સાંભરણ, સંબંધના ઊંડાણને

તાગતા અડકી જવાતું આભને !

કેટલાં પાછળ લીસોટા પાડવા ?

એની ક્યાં કૈ પણ ખબર છે સાપને !

ખૂલ્લું છે આકાશ પણ મન બંધ છે-

કેમ ફફડવું ? ઊગેલી પાંખને !

પહોંચવું, પામી જવું, તરછોડવું,

એ જ ઘટનાક્રમ મળ્યો તમને-મને !

જે કહું છું એજ પાછું સાંભળું,

સાંભળ્યું જે એ જ કહેવાનું બને !

છાંયે બેસે એની છાયા ઓગળે,

તડકે ચાલે એ ગુમાવે ઝાડને !

–સંજુ વાળા

13

કૈં ઝળહળ ઝળહળ જેવું છે, દરવાજો ખોલ

આ મરવું ઝાકળ જેવું છે દરવાજો ખોલ

બ્હાર પવન સૂસવાતો એમાં ઊડી જશે

આ જીવતર કાગળ જેવું છે, દરવાજો ખોલ

આ ખુલ્લા આકાશ તળે બે શ્વાસ ભરી લે

ઘર સમજણનું છળ જેવું છે, દરવાજો ખોલ

તેજ હશે કે ઝરમર? સૌરભ? કોણ હશે આ?

કૈં નમણી અટકળ જેવું છે, દરવાજો ખોલ

શબ્દો સાંકળ ખખડાવે છે કૈં વર્ષોથી

લે કામ જરા પળ જેવું છે, દરવાજો ખોલ

– મનોજ ખંડેરિયા

14

જે ખરા અર્થમાં ફકીર હશે,

એ જ સાચો અહીં અમીર હશે!

જે ગયું આરપાર આ દિલની,

એમની આંખનું એ તીર હશે!

રાતનાં દ્વાર કોણ ખખડાવે?

સૂઇજા! એ નકી સમીર હશે!

કોણ બીજું મને દુઆ આપે?

ઓલિયો કાં તો કોઇ પીર હશે!

એમ કાપ્યો કપાય ના આતમ,

'રાજ' છેદાયું એ શરીર હશે!

'રાજ' લખતરવી

15

મસ્ત મજાનું જીવતર લાગે,

તું આપે તે બેહતર લાગે.

સુરજ ઊગે ત્યારે લાગે,

ઘર આવ્યો એક અવસર લાગે.

ચ્હેરા તું એવાય બનાવે,

સરખા બ્હાર ને અંદર લાગે.

સૌ જીવોને પ્રેમનું બંધન,

કેવો જાદુ મંતર લાગે.

શું ઉત્તર શું દક્ષિણ જોવું !

સૃષ્ટિ આખી સુંદર લાગે.

તારા તીરથ સ્થાને બેઠો,

ઉજળી મારી ચાદર લાગે.

– પ્રવીણ શાહ

16

શક્યતા જોઈ જરા દોડાય નહીં, તો વાંક કોનો?

એક તક તારાથી જો ઝડપાય નહીં, તો વાંક કોનો?

બારીએથી તું જુએ કે દ્વાર ખખડાવે છે સુખ, તોય –

બારણાંને ખોલવા તું જાય નહીં, તો વાંક કોનો?

રૂપરેખા જિંદગીની ખતમાં ઈશ્વર મોકલે પણ,

એ જ પરબીડિયું કદી ખોલાય નહીં, તો વાંક કોનો?

આયનાને એકધાર્યો હું સહજ જોયા કરું ને,

ખુદનો ચહેરો સહેજ પણ વંચાય નહીં, તો વાંક કોનો?

હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો,

આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?

ખુદને તું કહે છે ‘પથિક’, ને ભીડ વચ્ચે તું જ ચાલે!,

આગવો ચીલો અગર ચીતરાય નહીં, તો વાંક કોનો?

-જૈમિન ઠક્કર ‘પથિક’

17

દોસ્ત, તાળું ન વાસ દરવાજે;

આવશે કોઇ ખાસ દરવાજે.

મારા ઘરમાં પ્રકાશ છે, રહેશે;

હોય છો ને અમાસ દરવાજે.

કેમ ભડકે બળી ગયો ઉંબર;

જઇને પગલાં તપાસ દરવાજે.

એ હવાથી ન આમ ખૂલી જાય;

એ હશે આસપાસ દરવાજે.

વાટ જોતાં ખડેપગે છે બેઉ;

વ્રુદ્ધ આંખોના શ્વાસ દરવાજે.

– યોગેન્દુ જોષી ‘યોગ’

18

બસ એક વાર મોજ લૂંટી મન રહ્યું નહિ

જીવનમાં પ્રેમ દર્દ ફરીથી સહ્યું નહિ

સૌને કહું છું, ધ્યાન તમારું જ છે મને,

કરજો ક્ષમા કે ધ્યાન તમારું રહ્યું નહિ.

મારે તો રાખવી હતી તારા વચનની લાજ,

તેથી તો ઈન્તેઝારમાં જીવન વહ્યું નહિ

અંતિમ સમયમાં એમ એ જોતા રહ્યા મને,

કે એનું સૌ, ને મારું કશુંયે ગયું નહિ

સ્નેહી જનોના પ્રેમમાં શંકા નથી મગર,

લાગે છે કેમ કે કોઈ અમારું થયું નહિ

મારો નજૂમી પણ મને સમજી ગયો ‘મરીઝ’,

ભાવિમાં સુખ છે,તેથી વધુ કંઇ કહ્યું નહિ

-મરીઝ

19

ઉતાવડીયો છું બહુ,

પણ તારી રાહ જોવાની ગમશે;

જિદ્દી છું બહુ,

પણ તારી વાત માનવાની ગમશે;

બેદરકાર છું બહુ,

પણ તારી સંભાળ રાખવાનું ગમશે;

ટેવાયેલો છું એકાંત માં રહેવાને,

પણ તારો સાથ હશે તો ગમશે;

દૂર છું બહુ સપનાઓ થી,

પણ તારા સપના પુરા કરવાનું ગમશે;

ખુદ ના અસ્તિત્વ ને ભૂલી ને,

તારા માં સમાઈ જવાનું ગમશે..

કેમ કે, મેં પ્રેમ કર્યો છે તને,

તારા વ્યક્તિત્વ ને, તારા અસ્તિત્વ ને..

તારા ને ફક્ત તારા થઈને રહેવાનું મને ગમશે..

  • શૈલેશ ડોડીયા
  • 20

    કોઈએ કીધું ખુશીને કાનમાં,

    દર્દ લાવ્યું છે ઘણાંને જાનમાં.

    જોઈ લઈએ જીત કોની થાય છે?

    શબ્દ લાવો, મૌન છે મેદાનમાં.

    ઘર ભરાતું જાય છે સામાનથી,

    કૈંક ઓછું થાય છે ઈન્સાનમાં.

    વ્યંગમાં ક્યારેક કહેવાયા હતા,

    એ જ શબ્દો થ્યા રજૂ સન્માનમાં.

    ચા ઉછીની લઈ પીવા કરતાં મને

    પીવા ગમશે ઝાંઝવા વેરાનમાં.

    જ્યારથી તેં સાથ આપ્યો, જિંદગી!

    જીવ રહેવા માંડ્યો છે ‘ગુમાન’માં.

    – ગિરીશ પોપટ ‘ગુમાન’

    21

    અટકી અટકી શ્વાસના કટકા થયા,

    હેડકીના ઓરતા પૂરા થયા.

    ભ્રમ કશા રવનો થયો સૂનકારને,

    સ્થિત સમયના કાન પણ સરવા થયા.

    ચિત્તમાં ઓસાણ શું કંઈ ફરફર્યું,

    ડાળે બેઠાં પંખીઓ ઉડતાં થયાં.

    ઊંઘમાંથી બાળ ચમકે એ રીતે,

    પોપચાં એકાંતના ઊંચા થયાં.

    રોમે રોમે થઈ અચાનકતા ઊભી,

    નાડીના ધબકારા પણ અથરા થયા.

    ડૂબીને જે શ્વાસ લીધા’તા અમે,

    એના આ રંગીન પરપોટા થયા.

    આછું આછું ઓગળ્યા તો યે ‘ગની’,

    ના ચણોઠીભાર પણ ઓછા થયા.

    – ગની દહીંવાળા

    22

    જેનું હૈયું શબ્દદાની હોય છે,

    એની નોખી કાવ્યબાની હોય છે.

    પ્રેમમાં જે સાવધાની હોય છે,

    એ જ ચાહતની નિશાની હોય છે.

    ફૂલને સ્પર્શે છતાં ચૂંટે નહીં,

    એ હવાની ખાનદાની હોય છે.

    રૂપથી ફરિયાદ પણ ના થાય કે

    આયનાની છેડખાની હોય છે.

    તારે તો વંટોળિયાની વારતા

    ઝાડ માટે જાનહાનિ હોય છે.

    જે ઘડી હું મારી સાથે હોઉં છું,

    ત્યારે સન્નાટો રુહાની હોય છે.

    જો કલમથી થાય ના અજવાળું તો

    કાવ્યની એ માનહાનિ હોય છે.

    – ગૌરાંગ ઠાકર

    23

    શ્વાસો મરે પળે પળે એની કશી દવા નથી ,

    છેવટ પછી મરણ મળે એની કશી દવા નથી .

    ફોગટ હવે તમે સદાય ફૂંક મારતા રહો ,

    માણસ અગન વગર બળે એની કશી દવા નથી .

    માટે જ કહું છું ચાલજો ચેતી જરાક ઘાસમાં ,

    ઘાયલ થયા જો ઝાકળે , એની કશી દવા નથી .

    મારા જ કારણે બને છે રોજ રોજ આમ તો ,

    પગલાં દબાય પગ તળે એની કશી દવા નથી .

    ટાણું અષાઢનું ફરે છે આજકાલ આંગણે ,

    જો ડામ દીધો વાદળે એની કશી દવા નથી .

    સૂકાય છે ગળું અને પીટાય ઢોલ ગામમાં ,

    વેચાય છે તરસ જળે એની કશી દવા નથી .

    વીતી ગયો સમય બધો કલ્પાંતમાં સવારનો ,

    સમજાવ ,સાંજ તો ઢળે એની કશી દવા નથી .

    – હેમંત ગોહિલ ‘મર્મર’

    24

    પ્રેમ છે તો છે મજા વરસાદમાં,

    જો નથી તો છે સજા વરસાદમાં.

    મોજથી સૌને ડૂબાડે પ્રેમમાં,

    કેટલાં કંઇ છે ગજા વરસાદમાં.

    મસ્ત તોફાની હતી મોસમ અને,

    થઇ હરખઘેલી પ્રજા વરસાદમાં.

    બુંદની ભીનાશમાં રોમાંચ છે,

    પ્રેમની ફરફર ધજા વરસાદમાં.

    લ્હાવ આવો નહીં મળે ક્યારેય ‘જય’,

    દિલ સદા આપે રજા વરસાદમાં.

    – જયવદન વશી

    25

    સાવ કોરી સ્લેટ પર ઘૂંટી લખ્યા’તા,

    આંકડા છેવટ સુધી બસ એ ગણ્યા’તા.

    પેન પકડી દેહ દીધો’તો કથનને,

    ટેરવેથી સ્પર્શના પાઠો ભણ્યા’તા..

    થીગડું ચડ્ડી પરે ભૂલ્યા નહોતા,

    એટલે તો પેન્ટને ચાહી શક્યા’તા.

    આજ એ વૃધ્ધાશ્રમે વાંકા ફરે છે,

    જેમના મજબુત ખભે બેસી ફર્યા’તા.

    મૌનની ગહરાઈ જાણી શબ્દ પાસે,

    મૌનના અર્થો ય શબ્દોએ કહ્યા’તા.

    એકડાએ શૂન્યથી દોસ્તી કરી, કે,

    મુલ્ય એનાં દસ ઘણા વધતા રહ્યા’તા.

    ‘કીર્તિ’ ગજવી ધૂળમાં આખર ભળ્યા જે,

    પથ્થરે ઇતિહાસ એના કોતર્યા’તા.

    – કીર્તિકાન્ત પુરોહિત

    26

    મને તારી વાતો મા રસ નથી

    મને રસ છે તારી અલક મલક થતી આંખોમાં ને,કોઈ તરંગો ની માફક ઊછલતા તારા હોઠોંમા

    તું બોલે છે તો બોલ ભલે,

    પણ હું કંઈ સાંભળતોજ નથી,

    હું બહેરો નથી પણ તારો એવો જાદુ છવાયો છે કે,

    તને જોવા શિવાય બીજું કઈ જ ગમતું નથી..

    તારી આંખોમાં મને મારું ચરિત્ર,વ્યક્તિત્વ કે અસ્તિત્વ જે કે તે બધુજ દેખાય છે..

    તારા હોંઠો પર મારું

    રેહણાંક,રાજ્ય કે સામ્રાજ્ય, જે કે તે બધુજ રચાય છે..

    તું કોશિશ કરે છે મને તારા વર્તમાન મા લાવવા,પણ હું તો મારું ભૂત ભવિષ્ય સધરું તારા હવાલે કરી ચુક્યો છું

    27

    ગમતી હો જે વ્યથા એ સદા આવતી નથી,

    આવે જો એ કદી તો જવા આવતી નથી.

    હું જે ક્ષિતિજે પ્હોંચી, છું આતુર ચાલવા

    એના પછી તો કોઈ ધરા આવતી નથી.

    મારા ગુનાહની ના કબૂલાત સાંભળે,

    ને કરગરું છું તોયે સજા આવતી નથી.

    જીવનમાં રોજ શીખું છું હરદમ નવું નવું,

    એ છે નિશાળ જેમાં રજા આવતી નથી.

    જૂના રિવાજની છે ઘણી આવૃત્તિ નવી,

    હું વાટ જોઉં છું એ પ્રથા આવતી નથી.

    કેવો તમાશો છે કે રહે ફૂંક ગેલમાં,

    પણ વાંસળી કહે છે- મજા આવતી નથી.

    તું પાનાં સૌ ઇતિહાસનાં ફેરવીને જો,

    રાજા છવાયા છે ને પ્રજા આવતી નથી.

    –અશરફ ડબાવાલા

    28

    બચ્યું છે શું હવે, તારી જવાનીમાં?

    નથી રસ કોઈને, જૂઠી કહાનીમાં.

    લગાવી જો હવે તું, આગ પાણીમાં.

    ગુમાવી જિંદગીને, તેં ગુમાનીમાં,

    અજબ જ્વાળામુખીમાં તું ફસાઈ છે,

    તને શી ખબર, શું છે રાતરાનીમાં?

    જવા દે વાત દિલને સોંપવાની તું,

    ભરોસો ક્યાં હવે, તારી જુબાનીમાં?

    નથી આ મ્હેંકવાનો શોભતો દાવો,

    રહે છલના બની તું, ફૂલદાનીમાં.

    લગાવી જાનની બાજી પતંગાઓ,

    ઢળી પડતા શમાની જિંદગાનીમાં.

    મળે પડકાર સામેથી, મજા એની,

    સમંદરની થપાટોમાં, રવાનીમાં.

    – દિનેશ દેસાઈ

    29

    એક રાજા હતો એક રાણી હતી

    એતો તારી ને મારી કહાણી હતી

    કયાં હું ભુલો પડયો એ ખબર ના પડી

    મારી વાટ આખી અજાણી હતી

    માત્ર એના અનુભવ થયા સૌ નવા

    પ્રીત તો એની સાથે પુરાણી હતી

    જિંદગી ના મે દિવસો ખચ્યૉ કયૉ

    જિંદગી મા બીજી કયાં કમાણી હતી

    એક ચાદર હતી આભની ઓઢવા

    રાત ના જોયું તો એ કાણી હતી

    ભવ્ય કેવું હતુ મોત ‘બેફામ ‘નું

    ભેદિ ને દુશ્મનો મા ઉજાણી હતી.

    – ‘બેફામ’ બરકત વિરાણી

    30

    બેખુદી જે સભામાં લાવી છે,

    ત્યાં જ બેઠક અમે જમાવી છે.

    શ્વાસ પર શ્વાસ લાદી લાદીને,

    જાતને કેટલી દબાવી છે !

    ભીંત એકે ન કેદખાનામાં,

    કેટલી બારીઓ મૂકાવી છે ?

    માત્ર પ્રતિબિંબ, ભાસ, પડછાયા,

    તેંય ખરી દુનિયા બનાવી છે !

    પાછલી ખટઘડી ‘સહજ’ સમજ્યા,

    તું છે તાળું ને તું જ ચાવી છે.

    – ‘સહજ’