તસ્વીર- રૂહાની તાકત - 9 Yagnesh Choksi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તસ્વીર- રૂહાની તાકત - 9

મધુ અજીતસિંહ ની પાછળ બેઠી હતી આજે બંને ચૂપ હતા એમાં અચાનક અનિજસિંહે બ્રેક મારી તો મધુ થોડી આગળ ખસી અને અજીતસિંહ ની પીઠ માં એની છાતી અડી આ ક્ષણિક ના ટકરાવે અજીતસિંહ અને મધુ ને રોમાંચિત કરી દીધા.મધુ નું તો હૃદય એટલું જોર થી ધડકવા માંડ્યું જાણે હાલ કૂદી ને દોડવા માંડશે અને એના રૂવાંટા ઉભા થઇ ગયા.અજીતસિંહ ને પણ આ સ્પર્ષે મદહોશ કરી દીધા અજીતસિંહ શહેર થી દૂર આવેલા એક ડેમ પર મધુ ને લઇ ગયો ત્યાં બંને જન એક ઝાડ ની પાછળ બેઠા બેઠા ડેમ ની સુંદરતા જોઈ રહ્યા હતા એવામાં મધુ એ અજીતસિંહ સામે જોઈને કીધું કે મેં આજે તમારી બોડી બિલ્ડીંગ ની કોમ્પટેશન જોઈ.તમે ખુબ સરળ બોડી બનાવી છે.આમ ઘણી મેહનત થતી હશે નહિ.

અજિતસિંહે માટે તો એ એક ગમતો વિસય હતો એટલે એતો ચાલુ પડી ગયા જોકે મધુ એ ખાલી વાત ની શરૂઆત કરવા માટે બોડી ની વાત ચાલુ કરેલી.અજિતસિંહે મધુ ને કીધું કે એ સવારે ચાર વાગે ઉઠી જાય છે અને પાંચ કિલોમીટર ની દૌડ બાદ એ કસરત કરે છે અને સાંજે પણ એક કલાક કસરત કરે છે અને સાથે સાથે પ્રોટીન વાળો ખોરાક લેછે.મધુ ને અજીતસિંહ ની આ વાત માં જરાય ઇન્ટરેસ્ટ નહતો.મધુ એ અજીતસિંહ ને કીધું કેવું સુંદર દ્રસ્ય છે નહિ નદી આટલી ઊંચાઈ પરથી પડે.અજિતસિંહે કીધું હા આ દેશ નો સૌથી મોટો ડેમ છે અને અહીંયા થી જે વીજળી ઉત્પન્ન થાય છે એનો લાભ તો બાજુ ના રાજ્યો ને પણ મળે છે.અને આ ડેમ બનવાથી આજુ બાજુ ના ગામ ની પાણી ની સમસ્યા પણ હલ થઇ ગઈ છે.મધુ કોઈ રોમેન્ટિક વાત કરવા માંગતી હતી પણ અજીતસિંહ તો કંઈક બીજી વાતો પર ચડી જતા હતા એટલે મધુ એ અજીતસિંહ સામે જોઈને કીધું કે તમે પ્રેમ માં માનો છો? અજીતસિંહ થોડી વાત મૌન રહ્યા ત્યાં મધુ એ અજીતસિંહ ને કીધું જોવો સામે નદી કેટલી દૂર થી આવે છે વચ્ચે કેટલા અવરોધો છે માણસે પોતાની મનસા પુરી કરવા મોટા મોટા ડેમો બનાવી દીધા પણ નદી દરિયાનેજ મળે છેને અને એની આ આખી યાત્રા દરિયા માટેજ છેને આ પ્રેમ છે.અને એટલા અવરોધો હોવા છતાં જીત તો પ્રેમ નિજ થાય છેને.

અજીતસિંહ મધુ સામે જોઈ રહ્યા મધુ કેમ આજે આવી વાતો કરે છે? જોકે મનોમન મધુ અજીતસિંહ ને ગમવા લાગી હતી.એવામાં અચાનક મધુ એ અજીતસિંહ નો હાથ પોતાના હાથ માં લીધો.અજીતસિંહ મધુ તરફ જોઈ રહ્યા હતા એની વાળ ની એક લાત એના હોઠ સુધી આવી ગઈ હતી અને પવન ના લીધે એના વાળ હવા માં લહેરાઈ રહ્યા હતા.હમણાં સુધી એકદમ સ્વસ્થ આકાશ માં કાળા વાદળો આવી ગયા હતા અને અચાનક કડાકા સાથે વરસાદ ચાલુ થઇ ગયો બંને ભીંજાઈ ગયા અજિતસિંહે મધુ ને કયાંક સુરક્ષીત જગ્યા પર જવા માટે કીધું પણ મધુ ને પલળવા ની ઈચ્છા હતી એટલે એને અજીતસિંહ ને પણ પલળવા માટે કીધું બંને વરસાદ માં પાલડી રહ્યા હતા.ત્યાં મધુ એ અજીતસિંહ ની સામે જોઈને કીધું કે જ્યારે થી મેં તમને જોયા છે.હું બેચેન થઇ ગઈ છું દરેકે દરેક જગ્યા પર તમે મને દેખાઓ છો.હું તમને પ્રેમ કરવા લાગી છું.એમ કહી અને મધુ અજીતસિંહ ને વળગી ગઈ અજીતસિંહ પલળેલા હતા એમને મધુ ના અલીગનથી શરીર માં ગરમી અનુભવ લાગી થોડી વાર મંત્રમુઘ થઇ ને અજીતસિંહ ઉભા રહ્યા અને મધુ ને પોતાના અલીગનમાં લીધી અને મધુને કીધું હું પણ તને પ્રેમ કરું છું.એ વખતે મધુ ને અજીતસિંહ ના હૃદય ના ધબકારા બરાબર સંભળાઈ રહ્યા હતા.

વાતાવરણ એકદમ માદક હતું મધુ ના અને અજીતસિંહ ના મોં નજીક નજીક હતા બંને ના સ્વાસો ટકરાઈ રહ્યા હતા.બંને એક ડેમ રોમાંચિત થઇ ગયા હતા. બંને વરસાદ માં પલળેલા હોવા છતાં શરીર માં ગરમી અનુભવી રહ્યા હતા એમાં અજિતસિંહે પોતાના હાથ મધુ ના ચહેરા પર ફેરવા લાગ્યા.મધુ ની આંખો બંધ થઇ ગઈ ધીમે ધીમે અજિતસિંહે એમના હાથ મધુ ની પીઢ અને એના પેટ પર ફેરવી રહ્યા હતા.મધુ એકદમ રોમાંચિત થઇ ગઈ હતી.અજીતસિંહ પણ રોમાંચિત થઇ ગયા હતા.એવામાં અજિતસિંહે એમની આંગળીઓ મધુ ના હોઠ પર ફેરવા લાગ્યા અને પોતાની અલીગન ની પકડ મજબૂત કરી.અને એક તસતસતું ચુંબન એમને મધુ ના હોઠ પર કર્યું.બંને જણા ક્યાંય સુધી એક બીજા ના હોઠ ચૂસી રહ્યા હતા.બંને એ એક બીજા ના હોઠ ક્યાંય સુધી ચૂસ્યા અને એક બીજા ના અલીગન માં ક્યાંય સુધી રહ્યા.

ધીમે ધીમે અંધારું થઇ રહ્યું હતું એટલે અજિતસિંહે મધુ ને નીકળવા માટે કીધું બંને એ રસ્તા માં ખુબ વાતો કરી અજિતસિંહે પોતાની અને કુંવરબાની દરેક વાત કરી મધુ ને જયારે એ ખબર પડી કે અજીતસિંહ એક યુવરાજ છે તો એતો જાણે હવામાં ઉડવા લાગી આમ પણ એને એતિહાસિક વસ્તુ,મહેલ પ્રત્યે એને વધારે લગાવ હતો અને એ આ બધી વસ્તુઓ ને એકદમ નજીક થી અનુભવવા માંગતી હતી.મધુ ને પ્રેમ કરતા પહેલા ક્યાં ખબર હતી કે એ એક યુવરાજ ના પ્રેમ છે.એ લોકો ગેસ્ટ હાઉસ પર પહોંચ્યા મધુ ની ટ્રેન નો સમય નજીક હતો.અજિતસિંહે એને સ્ટેશન મુકવા આવાની ઈચ્છા બતાવી મધુ માની ગઈ અને સ્ટેશન માં જુદા પડતા બંને એ એક બીજા ના મોબાઈલ નંબર લીધા અને મધુ એ અજીતસિંહ ને કીધુકે આવતા મહિને એની લાસ્ટ એક્સામ છે એ પતિ જાય એટલે એ ડોક્ટર બની જશે અને બે મહિના માટે એની પાસે ફ્રી સમય છે તો એ સમય દરમિયાન તમે મને તમારું રાજ પાટ દેખાડશો.મધુ એ એને એક મજાક માં પૂછ્યું અજિતસિંહે મધુ સામે જોઈને કીધું હા કેમ નહિ.તમે કો ત્યારે તમારો અજીતસિંહ તમારી સેવા માં હાજીર.એવામાં મધુ ની ટ્રેન આવી બંને ભીની આંખો અને ભીની યાદો માં છુટા પડ્યા.

પછી બંને વચ્ચે મેસેજ અને કોલ ચાલુ થઇ ગયા.અજિતસિંહે મધુ ને એની પરીક્ષા પર ધ્યાંન આપવા માટે કીધું અને એક મહિના દરમિયાન એમની વચ્ચે બસ પાંચેક મિનિટજ વાત થતી મધુ ની પરીક્ષા પતી ગઈ હતી અને એ એના ઘરે ચાલી ગઈ અને બે દિવસ ત્યાં રોકાઈ ને એને અજીતસિંહ ને કોલ કર્યો કે એ એના ગામ માં આવા માંગે છે.અજિતસિંહે એ એને કીધુકે એ પોતાની કર લઈને શહેર માં આવી જશે તને લેવા.આ દરમિયાન અજિતસિંહે કુંવરબા ને મધુ વિશે કઈ પણ કીધેલું નહતું એ સીધા મધુ ને કુંવરબા સમક્ષ લાવી રૂબરૂ વાત કરવા માંગતા હતા.અજીતસિંહ પોતાની કર લઈને મધુ ને લેવા માટે ગયા.અને ગેસ્ટહાઉસ સરખું કરવા માટે એમના સેવકોને આદેશ આપતા ગયા.

મધુને લઈને જયારે એ ગામ માં પ્રેવેસ્યા તો મધુ ગામ ની રચના, કિલ્લો, નદી અને જંગલ જોઈને ખુબ ખુશ થઇ અને નદી કિનારે આવેલી હવેલી તરફ એની નજર ગઈ એને અજીતસિંહ ને પૂછ્યું આ કોનું ઘર છે મહેલ જેવું અજિતસિંહે કીધું કે એ આપડી હવેલી છે પણ ત્યાં કોઈ જતું નથી બંધ છે. તો મધુ એ કીધું બંધ કેમ? એટલું સુંદર ઘર અને નદી કિનારે એકદમ સુંદર લોકેશન છતાં બંધ કેમ? અજિતસિંહે કીધું મધુ એ હવેલી જૂની થઇ ગઈ છે પડી જાય એવી છે એટલે એને તોડી અને ત્યાં નવી હવેલી બનાવ ની છે.અજીતસિંહ પાસે જૂઠું બોલ્યા સિવાય બીજો કોઈ રસ્તો નહતો.એ નહતો ઈચ્છતો કે માનસિંહ વિશે મધુ ને થોડી પણ અણસાર આવે નહીતો મધુ લગ્ન માટે કદાચ નહિ માને

કુંવરબા સામે મધુ ને ઉભી રાખી ને અજિતસિંહે કીધું કે માં આ મધુ છે.મધુ એક ડૉક્ટર છે હું એની સાથે લગ્ન કરવા માંગુ છું.મધુ સામે કુંવરબા એ જોયું અને સ્મિત કર્યું એમને મધુ ખુબ પસંદ આવી પણ અમને મંજુ કે કહેલી વાત અચાનક યાદ આવી એટલે એમના મોઢા પર પરસેવો આવી ગયો.એમને પહેલાથી ખબર હતી કે આ દિવસ તો ગમે ત્યારે આવાનોજ છે.એમને સેવકો ને મધુ ને ગેસ્ટ હાઉસ માં લઇ જવા માટે કીધું અને મધુ સામે જોઈને કીધું બેટા તમે થાકી ગયા હસો તમે સ્નાન કરીને આવો હું જમવાનું તૈયાર કરાવું છું.

કુંવરબા પોતાના રૂમ માં જઈને વિચારોના માનો મંથન માં ખોવાઈ ગયા અને મંજુ એ કીધેલી વાત એમના કાન માં સંભળાતી હતી.એ અજીતસિંહ ને કઈ રીતે વાત કરે અને શુ કહે? એમને કઈ સમજાતું નહતું એક બાજુ દીકરા જોડે આખી જિંદગી પડી હતી અને એ હવે ક્યાં સુધી જીવન.કુંવરબા ના મગજ માં વિચારો નું મનોમંથન ચાલી રહ્યું હતું.એમને છેવટે નક્કી કર્યું કે એ અજયસિંહ ને વાત કરશે ત્યાં એમની નજર અજીતસિંહ ના ખુશ ચહેરા પર નજર ગઈ એમની હિમ્મત ના થઇ વાત કરવાની.

બધા ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા એક રાણી ની માફક મધુ ને સેવા થઇ રહી હતી સેવકો ભાવ થી જમવાનું પૂછી રહ્યા હતા.કુંવરબા નો આગ્રહ પણ વધારે હતો મધુ થી વધારે ખવાઈ ગયું હતું મધુ ને હવે ઊંઘ આવા લાગી હતી એ ખુબ થાકી ગઈ હતી એટલે એ પોતાના ગેસ્ટ હાઉસ માં જઈને સુઈ ગઈ.બીજી બાજુ કુંવરબા અને અજીતસિંહ થોડી વાતો કરીને પોત પોતાના રૂમ માં જઈને સુઈ ગયા.કુંવરબા પોતાના પલંગ માં પડ્યા પડ્યા પડખા ફરી રહ્યા હતા અને એમના મગજ માં મંજુ ની વાત ફરી રહી હતી. એ આજે એવી પરિસ્થિતિ માં હતા કે એમને શુ કરવું એ સમજાઈ રહ્યું નહતું એ એકદમ અસમંજસ ભરી પરિસ્થી માં હતા.

બીજા દિવસે સવારે મધુ ને અજીતસિંહ ગામ ની શેર કરવા માટે લઇ ગયા ગામ માં આવેલા પોતાના પૂર્વજો ના પાળિયાઓ અને બધી ઐતિહાસિક જગ્યા પર અજીતસિંહ મધુ ને લઇ ગયા.અજીતસિંહ અને મધુ ગામ માં આવેલા કિલ્લા પર બેઠા હતા નદી ત્યાં થી દેખાઈ રહી હતી.મધુ ને નદી જોઈ ને અજયસિંહ સાથે ની પહેલી મુલાકાત યાદ આવી મધુ અજીતસિંહ ની પાસે ગઈ અને અજયસિંહ ને બાથ માં લીધા અજિતસિંહે પણ આજુ બાજુ જોઈને મધુ ને બાથ માં લીધી.અજીતસિંહ એ સમયે વિચારો માં ખોવાયેલા હતા એ જાણતા હતા કે જો મધુ લગ્ન કરી ને અહીંયા રહેવા માટે આવશે તો આજે નહિ તો કાલે પણ માનસિંહ ની વાત એને ખબર પડી જ જવાની છે એને માનસિંહ ની વાત ની જાણ બીજા કોઈ દ્વારા થાય એ પહેલા એ પોતેજ એ વાત કરી નાખવાનું એમને વિચાર્યું.

અજિતસિંહે મધુ સામે જોઈને કીધું કે મધુ માને માફ કરીદે આજ મેં તારા વિચાર જાણ્યા વગર માને આપડા લગ્ન ની વાત કરી પણ જો હું એવું ના કેહત તો કુંવર બા તને ઘર માં રહેવા ના દેત એટલે મારે જૂથ ની મદદ લેવી પડી.મધુ એ અજીતસિંહ સામે જોઈને ને ગુસ્સા માં કહ્યું પણ તારે માને પૂછવું જોઈતું હતું. હું તારી સાથે કેમ લગ્ન કરું અને લગ્ન પછી શુ કામ આવા નાના ગામ માં રહેવા માટે આવું? અજીતસિંહ મધુ નું આવું રૂપ જોઈને હેબતાઈ ગયા.અને એ આંખો ફાડી ને મધુ સામે જોઈ રહ્યા હતા.એવામાં અચાનક મધુ જોર જોર થી હસવા લાગી અને અજીતસિંહ સામે જોઈને બોલી સોરી...... સોરી...... હૂતો મજાક કરું છું.તમને મેં જયારે પહેલી વાર જોયા ત્યારથીજ મન થી હું તમને વારી ચુકી છું.એ મારુ સૌભાગ્ય હશે કે હું કોઈ રાજા સાથે લગ્ન કરીશ હું હંમેશા આવી જિંગદી ઇચ્છતી હતી.હું ખુબ ખુશ છું કે તમે માને મળ્યા.

અજીતસિંહ ખુબ ખુશ થયા અને અચાનક મધુ ની સામે જોઈને બોલ્યા મધુ હું તને એક વાત કહેવા માંગુ છું.કદાચ એ તારે જણાવી ખુબ જરૂરી છે.મધુ એ કીધું હા જણાવો તો અજિતસિંહે માનસિંહ વિશે વાત કરી કેવી રીતે એ પરસ્ત્રી સાથે પેલી હવેલી માં રહેતા અને ગામ માંથી કુંવારી છોકરીઓ ને ઉપાડી જતા અને પોતાની હવસ સંતુષ્ટ કરતા અને છોકરીઓ ને મારી નાખતા.અજિતસિંહે કુંવરબા ને રિબાતા અને આખી આખો રાત રડતા જોયેલા.

અજીતસિંહ ની વાત સાંભળી થોડી વાર માટે મધુ એકદમ સહેમી ગઈ એને અજીતસિંહ ને જોયેલા અને એના પિતા આવા હોઈ શકે એની કલ્પના એને ક્યારેય કરી નહતી. જોકે એને આવતા સમયે હવેલી માં કુંવરબા ને એકલા જોયા એટલે એને થોડો તો અણસાર આવી ગયો હતો કે અજીતસિંહ ના પિતા કદાચ જીવતા નહિ હોય.કુંવરબા એ માંગ કે ચાંદલો નહતો કરેલો પણ મધુ ને અજીતસિંહ ને એના પીસે પૂછતાં થોડો ખચકાટ થતો હતો એને એમ કે મૌકો મળશે એટલે એ વાત જાણી લેશે.પણ એને ક્યારેય આવી કલ્પના નહતી કરી કે અજયસિંહ ના પિતા એક ક્રૂર માણસ હશે.

અજિતસિંહે મધુ ને કીધું કે આપડે જયારે ગામ માં આવી રહ્યા હતા ત્યારે તે જે હવેલી જોયેલી એમાંજ પિતાજી રહેતા હતા અને માં એ એમને ગામ માં આવા માટે મનાઈ ફરમાવી હતી. ગામ નું નાનું છોકરું પણ એ બાજુ ભૂલ થી જતું નહતું.મધુ એ અજીતસિંહ ને સવાલ કર્યો કે એ આવું કેમ કરતા હતા. તો અજિતસિંહે એ કીધું એ આ ઘટનાઓ જયારે બની ત્યારે એ ખુબ નાના હતા પણ એમને ગામ વાળાઓ ની વાત સંભેળેલી કે એ એક હવસખોર હતા અને પોતાની શરીર ની ભૂખ સંતોસવા આવું કરતા.મધુ એ પાછો અજીતસિંહ ને સવાલ કર્યો કે તો કેમ એ ઉઠાવેલી દરેક છોકરી ને મારી નાખતા તો અજીતસિંહ પણ એક પ્રશ્નાર્થ મુદ્રા માં ઉભા રહ્યા.મધુએ અજીતસિંહ સામે જોઈને કીધું કે જે પણ હોય હું તમને પ્રેમ કરું છું અને તમારી સાથેજ લગ્ન કરીશ તમારા પિતાજી એ કરેલા પાપ ની સજા તમને કેમ મળે હું તમારીજ બની ને રહીશ.

અજિતસિંહે મધુ સામે જોઈને કીધું કે જો હું મનોવિજ્ઞાન માં અભ્યાંસ કરતો હતો ત્યારે મેં એક પ્રોજેક્ટ પર કામ કરતો હતો એમાં અમે એક પાગલ ખાન માં ગયા હતા એને અમે પાગલો ની મનોવૃત્તિ પર રિસેર્ચ કરી અને લેખ લખ્યો હતો.માને એ પ્રોજેક્ટ કરવા થી મારા પિતાજી એ જે કરેલું એમાં એ વાત લાગી કે કદાચ એ માનસિક રીતે બીમાર હતા અને એમની માનસિક પરિસ્થિતિ બરાબર નહતી એટલે એમને આવા દર્દનાક કૃત્યો કરેલા.મધુ એ જયારે વધારે જાણવા માટે પૂછ્યું કે શુ એ બીજા કોઈને નુકસાન કરતા? તો અજિતસિંહે જવાબ આપ્યો નહિ. મધુ એ પૂછ્યું એમી સાથે કોણ રહેતું તો અજિતસિંહે કીધું રઘુકાકા. તો કેમ એ રઘુકાકા ને નુકસાન નહતા કરતા.જો માનસિક બીમાર હોય તો દરેક પર હુમલો કરેને અજિતસિંહે કીધું ના એમને બસ કુંવારી છોકરી પર હુમલો કરતા.અને મધુ ના વધારે સવાલો થી થાકી ને અજિતસિંહે કીધું કે એમની સાથે કોઈ અઘોરી અને કોઈ સુંદર સ્ત્રી પણ એ હવેલી માં રહેતા અને કુંવરબા એ જ માનસિંહ ને મારી નાખેલા એ ગામ આખા માં વાત થતી હતી.