તસ્વીર- રૂહાની તાકત - 10 Yagnesh Choksi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

તસ્વીર- રૂહાની તાકત - 10

મધુ એ જયારે એ સાંભળ્યું કે કુંવરબા એજ પોતાના પિતાને મારી નાખ્યા એ વાત એના માનવા માં નહતી આવતી કે એક પત્ની પોતાના પતિ ને કેવી રીતે મારી શકે અને એમાં પણ કુંવરબા જેવા સ્ત્રી તો કદાપિ આવી ના કરી શકે.મધુ એ અજીતસિંહ ને સવાલ કર્યો કે કુંવર બા એ કેમ માનસિંહ ને મારી નાખ્યા તો અજિતસિંહે એના જવાબ માં કીધું કે માનસિંહ ની હેવાનિયત દિવસે ને દિવસે વધી રહી હતી અને એ રોકવી પડે એમ હતી.ગામ માં કોઈની હિમ્મત નહતી કે એ માનસિંહ નો સામનો કરી શકે એટલે કુંવરબા એ ગામ ને માનસિંહ ના ત્રાસ થી છોડવા નો નિર્ણય કરેલો.મધુ એ એ હવેલી જોવા માટે કીધું તો અજિતસિંહે મધુ ને કીધું આપડે પહેલા કુંવરબા સાથે વાત કરી લઈએ.ત્યાં રઘુકાકા સિવાય કોઈને જવાની પરવનગી નથી અને માને તો કુંવરબા એ ચોખ્ખા શબ્દો માં ના પાડેલી છે.

અજીતસિંહ અને મધુ કુંવર બા પાસે ગયા અને નદી કિનારે આવેલી હવેલી જોવાની મધુ ની ઈચ્છા છે એમ જણાવ્યું.કુંવરબા એ સ્પષ્ટ ના પાડી કે ત્યાં કોઈએ નથી જવાનું અને ત્યાં જવાનો વિચાર પણ ના કરો તમે ગામ જોવો અને અહીંયા હવેલી માં આરામ કરો.કુંવરબા એ સ્પષ્ટ ના પાડેલી એટલે અજીતસિંહ જાણતા હતા કે ગમે તેટલું મનાવશુ પણ કુંવરબા નહિ માને.એટલે એને મધુ સામે જોઈને ના પાડી.

મધુ અને અજીતસિંહ ત્યાંથી નીકળી અને હવેલી ની બહાર આવેલા ગાર્ડન માં બેઠા હતા બંને એ ખુબ વાતો કરી બંને એક બીજા માં ખોવાઈ ગયા હતા.કુંવરબા એ દ્રસ્ય જોઈને ખુશ થયા કે દીકરો કોઈને મેળવી ને ખુશ થશે અને મધુ હતી પણ સુંદર અને એનો સ્વભાવ પણ સરસ હતો.પણ એમને મગજ માં હજુ મંજુ ની વાત ગુંજી રહી હતી એટલે એમને એ વાત અજીતસિંહ ને કરવાનું નક્કી કર્યું.

મધુ એક અઠવાડિયું ઇન્દ્રપ્રસ્થ માં વિતાવ્યું એ ખુબ ખુશ હતી એના ડૉક્ટર નું રિઝલ્ટ આવી ગયું હતું અને એને શહેર ની એક ટોપ હોસ્પિટલ માં જોબ પણ મળી ગઈ હતી એટલે હવે એને નીકળવું પડે એમ હતું એટલે એને અજીતસિંહ અને કુંવરબા ને જાણ કરી કુંવરબા એ આખા ગામ ને જમાડ્યું અને મીઠાઈ વેહચી મધુ ના પાસ થવાની ખુશી માં.મધુ એ વિદાય લીધી અને એ જતી હતી ત્યારે એની પાસે અજીતસિંહ,ઇન્દ્રપ્રસ્થ અને કુંવરબા ની ઘણી યાદો એના મગજ માં સ્ટોર થઇ ગઈ હતી.અજિતસિંહે મધુ ને કીધું કે એ જલ્દી આવશે અને તારા ઘરે લગ્ન ની વાત કરશે. બંને એ એટલો સમય સાથે વિતાવેલો પણ એમને ક્યારેય પોતાની શારીરિક રેખાઓ ઓળંગી નહતી.બંને એ સંયમ જાળવેલો અને જે પણ કરશે એ લગ્ન બાદ એ નક્કી કરેલું.

મધુ ના ગયા બાદ કુંવરબા અને અજીતસિંહ સાથે બેઠા હતા એટલે કુંવરબા એ અજીતસિંહ સામે જોઈને કીધું કે દીકરા તું મારી એક વાત માનીશ તો અજિતસિંહે કીધું હા માં આજ્ઞા કરો હું તમારી એક નહિ પણ દરેક વાત માનીશ કુંવરબા એ દિલ પર પથ્થર રાખી ને કીધું કે દીકરા તારા પિતાજી ને મેં નથી માર્યા એ પેલા અઘોરી ની કામ છે. એ દિવસે અમાસ ની રાતે જયારે હું હવેલી માં ગઈ ત્યારે મેં ત્યાં અઘોરી અને એક સ્ત્રી ને જોયેલી અને ત્યાં અઘોરી એક નગ્ન બાળકી પર ચાકુ ચાલવા માટે જતો હતો ત્યારે મેં એનું ગળું કાપી નાખેલું.અને ત્યાર બાદ ત્યાં એક કાળો બિલાડો આવેલો અને એને તારા પિતાજી પર હુમલો કરીને એમને મારી નાખેલા.એ પેલા અઘોરી ની આત્મા હતી અને ત્યાર બાદ ગામ માં જે ઘટનાઓ બનેલી એની પણ કુંવરબા એ વાત કરી અને મંજુ એ વિધિ કરી આપી પછી થોડી શાંતિ થઇ ગામ માં અને પેલા અઘોરી ની આત્મા અને તારા પિતાજી ની આત્મા ને એને એ હવેલી માં કેદ કરી રહેલી છે.

માનસિંહ ભૂત પ્રેત ની વાત માં વિશ્વાસ નહતા કરતા એટલે એમને એ વાત થોડી અજીબ લાગી એમને મન માં એવું લાગ્યું કે કદાચ પિતાજી પ્રત્યે મારા અભિગમ ને બદલવા માટે કુંવરબા માને આવી સ્ટોરી જણાવી રહ્યા છે.

જે પણ હોય માનસિંહે જાણતા કે અજાણતા જે કરેલું એ માફી ને લાયક નહતું કદાચ અજીતસિંહ પોતાના પિતાને ક્યારેય માફ નહિ કરી શકે.કુંવરબા અજિતસિંહે ને ભારે હૃદયે કીધું કે તું બેટા લગ્ન ના કરીશ તું લગ્ન કરીશ તો અનર્થ થઇ જશે. અજિતસિંહે કુંવરબા સામે જોઈને કીધું એટલે? તમે શુ કહેવા માંગો છો?

કુંવરબા એ મંજુ એ કરેલી વાત અજિતસિંહે ને કીધી કે જો તું લગ્ન કરીશ અને મધુ સાથે શારીરિક સંબંધ બાંધીશ તો અનર્થ થઇ જશે.પેલા અઘોરી ની આત્મા વધારે વિફરી જશે અને એને કાબુ માં કોઈ નહિ કરી શકે અને ગામ વાળા ઓ પર પણ હુમલો કરશે.એટલે! મારે આજીવન કુંવારા રહેવાનું દીકરા ગામ ના ભલા માટે આપડે એટલા બલિદાન આપેલા છે તારે પણ બલિદાન એવું પડશે તું માને વચન આપ કે તું લગ્ન નહિ કરે.અજિતસિંહે કુંવરબા સામે કોઈને કીધું કે જો તમને મધુ પસંદ ના હોય તો જવાની દો પણ આવી ખોટી કાલ્પનિક વાતો ના કરો.

કુંવરબા એ અજયસિંહ ને કીધું દીકરા માને મધુ ખુબ ગમી નસીબદાર ને આવી વહુ મળે પણ દીકરા આપડી પાસે મંજુ ની વાત માન્ય સિવાય છૂટકો નથી અને જે દિવસે તું એની સાથે શારીરિક થઈશ એ દિવસેજ મધુ ને અઘોરી ની આત્મા મારી નાખશે.એટલે દીકરા તું મધુ અને તારી સલામતી માટે આ વાત કરી રહી છું.

કુંવરબા અને અજીતસિંહ વચ્ચે ઘણી ચર્ચા થઇ અને છેવટે કુંવરબા એ અજીતસિંહ ને કીધું કે જો તું મધુ ને માળીસ કે એની સાથે લગ્ન કરીશ તો હું મારી જાન આપી દઈશ.અજીતસિંહ જાણતા હતા કે કુંવરબા એવું કરી શકે છે એટલે એમની પાસે કુંવરબા ની વાત માન્ય સિવાય કોઈ રસ્તો નહતો.અજિતસિંહે કુંવરબા સામે જોઈને કીધું ઠીક છે તમારી આજ ઈચ્છા હોય તો હું કાલેજ મધુ ને જણાવી દઈશ.આજના બદલાયેલા જમાના માં પણ તમે આવી ભૂત પ્રેત ની વાત માંનો છો માને એ વાત નું દુઃખ છે.એટલું કહી અને અજીતસિંહ ગુસ્સા માં ત્યાં થી નીકળી ગયા.

અજિતસિંહે બીજા દિવસે મધુ ને કીધું કે તું માને ભૂલી જજે આપડા લગ્ન નાઈ થઇ શકે કુંવરબા આપડા લગ્ન ની વિરુદ્ધ છે.અને હું મારી માની વિરુદ્ધ નહિ જાઉં.મધુ એ કીધું પણ શુ કારણ છે? એવું તો શુ થયું? હું એમને ના ગમી? મધુ ના મગજ માં સવાલો ની હારમાળા સર્જાઈ હતી પણ અજીતસિંહ સામે ના છેડે ચૂપ હતા અને એ કઈ પણ કહેવા ની હાલત માં નહતા કાંતો એ કઈ પણ કહેવા માંગતા નહતા.મધુ ને વધારે દુઃખ તો એ વાત નું થયું કે અજીતસિંહ ચૂપ હતા અને એ કઈ પણ જણાવી રહ્યા નહતા.

મધુ હું તને પ્રેમ કરું છું, કરતો હતો અને કરતો રહીશ. હું આજીવન કુંવારો રહીશ જો મારી કોઈ પત્ની બનશે તો એ તું. જો તું નહિ તો કોઈ પણ નહિ. મધુ એ કીધું હું આવું કુંવરબા ને મનવા માટે તો અજિતસિંહે ના પાડી અને એને કીધું કે બની શકે તો માને ભૂલી જજે.એક સુંદર સપના ની માફક મને ભૂલી જજે હું તારી સાથે વિતાવેલી સુંવાળી યાદો ના સહારે જીવી લઈશ અને આ આપડી છેલ્લી વાત છે પ્લીસ હવે પછી આપડે એક બીજા ને કોન્ટેક્ટ નહિ કરીયે.બંને એ દિવસે ખુબ રડ્યા મધુ તો એકદમ ભાંગી ગઈ.અજીતસિંહ પણ એકદમ તૂટી ગયા.કુંવરબા થી આ સહન નહતું થતું એ દીકરાની આવી સ્થિતિ જોઈ નહતા સકતા અને એ બીમાર રહેવા લાગ્યા.

અજીતસિંહ નિરાશ થઇ ગયા હતા અને એમના મોઢા પરથી હાસ્ય ગાયબ થઇ ગયું હતું.એમની આવી પરિસ્થિતિ જોઈને કુંવરબા પણ દિવસે ને દિવસે વધારે બીમાર રહેવા લાગ્યા.ગામ માં સારા ડોક્ટરો ની વ્ય્વસ્થા નહતી એટલે એમને શહેર માં લઇ જવામાં આવતા ઠીક થઇ જાય એટલે પાછા ગામમાં લાવમાં આવતા પરંતુ, એક દિવસ કુંવર બા એ દેહ છોડી દીધો.અજીતસિંહ ખુબ દુઃખી થઇ ગયા અને એમને મધુ થી અલગ પાડવાનો અને કુંવરબા ના મૃત્યુ નો બે-બે ઘા એક સાથે પડેલા.અજીતસિંહ એકદમ તૂટી ગયા.માતાની અંતિમવિધિ કરી અને એ દિવસે એમને પ્રણ લીધું કે એ ગામ માં મોટું દવાખાનું બનવાસે અને એમાં દુનિયાની ધારેક મશીનરી અને સારા ડોક્ટરો ને એ લાવશે.આમપણ ગામવાળા ખુબ દુઃખી હતા અને સમયસર દવા ના મળવા ને કારણે ઘણા લોકો એ જીવ ગુમાવેલા.ગામ વાળા નો પૂરતો ટેકો હતો અજીતસિંહ ના આ સંકલ્પ ને પૂરો કરવા માટે.

અજિતસિંહે કુંવરબા ના દેહાંત ના એક મહિના બાદજ ગામ માં દવાખાનું બનવાનનું ચાલુ થઇ ગયું.ગામવાળાઓ પણ કામ માં લાગી ગયા બહુજ થોડા સમય માં ગામ માં દવાખાનું બની ગયું અને અજિતસિંહે દરેક જાણ ના મસીનો અને સાધન સામગ્રી જે એક મોટા દવાખાના માં હોય એવી દરેક સુવિધા એમને કરી કરી લીધી.બસ હવે જરુરુ હતી તો સારા ડૉક્ટર ની આમતો ઘણા ડોક્ટરો માંડ્યા પણ એમને એક સારા ડૉક્ટર ની જરૂર હતી જેથી કોઈને કોઈપણ જાત ની સારવાર માટે ગામ બહાર ના જવું પડે.અજિતસિંહે ખુબ જાહેરાત કરી સારો એવો પગાર પણ આપવાનું કહ્યું પરંતુ કોઈ પણ ડૉક્ટર ગામ માં આવા માટે તૈયાર ના થયો.અજીતસિંહ ની ડૉક્ટર ની શોધ ચાલુ જ હતી પણ એમ કરતા છ-છ મહિના નો સમય વહી ગયો.પરંતુ ડૉક્ટર ના મડયો.અજિતસિંહે કરેલો ખર્ચો અને ગામ વાળા ની આસો પર જાણે પાણી ફરી વળ્યું.

અજિતસિંહે ને વિચાર આવ્યો ખાસ મધુ અહીંયા હોત તો કોઈની જરૂર ના પડત અને માંડું ને જન સેવા માં ખુબ જ રસ છે અને આ એનું મન ગમતું કામ છે.અજીતસિંહ ને વિચાર આવ્યો કે ચાલ ને એને ઓફર કરી જોઉં જો મણિ જાય તો એને અહીંયા બોલાવી લાઉ જેથી મને સહવાસ પણ મળે અને ગામ વાળા ને સેવા પણ મળી રહે.નહીતો આ દવાખાનું એમનું એમજ પડ્યું રહેશે અને મારા સપનું પૂરું નહિ થાય.

અજીતસિંહ એ ઘણી હિમ્મત ભેગી કરી અને એમની દિલોજાન એવી મધુ ને કોલ કર્યો.મધુ અજીતસિંહ નો કોલ આવતાજ માનો મન ખુબ ખુશ થઇ અજિતસિંહે જેવો મધુ એ કોલ રિસિવ કર્યો બોલ્યા હેલો...મધુ....કેમ છે તું? મધુએ કીધું જીવી રહી છું હજુ.એના જવાબ માં એક દર્દ અને કટાક્ષ હતું.અજિતસિંહે પણ સામે કીધું હા જો હું પણ જીવતોજ કુંવરબા ને સમયસર સારવાર ના મળવાથી એ મૃત્યુ પામ્યા અને એટલે મેં સંકલ્પ લીધો કે ગામ માં જેમ કુંવરબા ની સારવાર ના અભાવે મૃત્યુ થયું એમ બીજા કોઈ નહિ મારે.અને ગામ વાળા ને રાહતદરે સેવા મળી રહી એટલે મેં દવાખાનું તો ખોલી દીધું પણ એમાં કોઈ ડૉક્ટર આવા તૈયાર નથી અને મેં એમાં દરેક મશીનરી લાવેલી છે. જે છેલ્લા છ મહિનાથી ધૂળ ખાય છે.

તું મારી છેલ્લી આસ છે જો તું પણ ના પાડીસ તો ગામ માં બીજા કોઈ આવે એ સંભાવના હવે ઓછી છે. એટલે હું ગામ માં આવું અને સેવા આપું ! -મધુ, હા, તો ઠીક છે મારી એક શરત છે હું ત્યાં આવીને પેલી નદી કિનારા વાળી હવેલી માં રહીશ. પણ મધુ તને ખબર છે એ હવેલી વિશે. હું કઈં નથી જણાતી જો તમે ઈચ્છો છો કે હું ગામ માં આવું તો મારી રહેવા ની વ્યવસ્થા ત્યાં જ કરાવો.અજીતસિંહ પાસે બીજો કોઈ વિકલ્પ નહતો એટલે એમને કીધું ઠીક છે. તમે ક્યારે આવના છો? કાલે જ સારું હું એ હવેલી ની સફાઈ કરાવી દઉં છું.અજિતસિંહે રઘુકાકા અને એમના થોડા માણસો ને એ હવેલી ની સફાઈ કરવા માટે જણવ્યું.રઘુકાકા મધુના ત્યાં રહેવા ના વિચાર થી ખુશ નહતા.છતાંપણ એમને અજીતસિંહ ની આજ્ઞા પાર સફાઈ કરવી દીધી.

મધુ ઘણા સમય બાદ ઇન્દ્રપ્રસ્થ માં આવી હતી અજિતસિંહે મધુના અહીં આવના મનમાં આખા ઘામ ને બોલાવેલું દવાખાના ના ગાર્ડન માં બધા ભેગા થયા અને ગામ વાળાઓ એ મધુ નું અભિવાદન અને આગતા સ્વાગત કરી.મધુ ને આટલું મન પહેલા ક્યારેય નહતું માંડ્યું મધુ પણ ખુશ હતી અને અજીતસિંહ ના મોઢા પાર આજે ઘણા સમય બાદ હાસ્ય હતું.અજીતસિંહ માનો મન પણ ખુબ ખુશ હતા.મધુ ને જોઈને એમના માં અજબ ની શક્તિ નો સંચાર થયેલો.

મધુ એ એના રહેવાની જગ્યા એ જવા માટે અજીતસિંહ ને કીધું અજીતસિંહ આજે ઘણા વારસો બાદ એ હવેલી માં પગ મુકવાના હતા.અજીતસિંહ મધુ ને લઈને હવેલી માં જવા રવાના થયા રસ્તા માં બંને વચ્ચે બસ થોડી વાતો થઇ.હવેલી ની બહાર આવેલા એક મોટા લોખંડ ના દરવાજા પાસે એમને કાર ઉભી રાખી અને નીચે ઉતારીને એમને એ કેટ ખાઈ ગયેલા દરવાના ને ખોલ્યો તો એમની કિચૂડડડડ.....કિચૂડડડ. એવો અવાજ આવ્યો મધુ તો ડરી ગઈ પણ અજિતસિંહે કીધું વરસાદ ની ઋતુ છે એટલે કાટ લાગી ગયો છે હું રઘુકાકા ને કઇશ કે એમાં તેલ પુરે.

દરવાજા ની અંદર પ્રવેશતા મધુ ને એકદમ ગરમ હવા આવા લાગી મધુ ને સમજાયું નહિ કે એક આવું થયું બહાર તો હાલ ઠંડો પવન હતો અને અહીંયા તો નદી પણ નજીક છે એટલે ઠંડો પવન હોવો જોઈએ.કદાચ નદી કિનારે આવું થતું હશે એમ વિચારી ને એ હવેલી તરફ જય રહ્યા હતા.હવેલી અને મેઈન દરવાજા વચ્ચે ખાસું અંતર હતું અને વચ્ચે એક વિશાળ ગાર્ડન હતું.નદી પણ એકદમ નજીક હતું.કોઈ નું પણ દિવા સ્વપન સમાન એ ઘર આજે મધુ એ હવેલી જોઈને એકદમ રોમાંચિત થઇ ગઈ હતી.

અજિતસિંહે મધુ ને હવેલી માં લઇ ગયો હવેલી માં એમતો ઓછા રૂમો હતા પણ એકદમ શિલ્પ કલા નો આદર્શ નમૂનો હતો.સુંદર ઝરૂખાઓ. કાંચ પર દોરવામાં આવેલી સુંદર કૃતિઓ હવેલીની શોભા માં ચાર ચાંદ લગાવી રહ્યાં હતા.ઝુમ્મર,સોફા, દરેક વસ્તુ હતી હવેલી માં. અજિતસિંહે ઉપર આવેલા રૂમ તરફ લઇ ગયો અને બોલ્યો આ નાડાછડી ને ખોલતી નહિ અને અહીંયા આજુબાજુ આવતી નહિ. આ એજ રૂમ છે જેની વાત કુંવરબા એ મને કરેલી. મધુની નજર રૂમ તરફ ગઈ એક કળા કલરનો લાકડાનો દરવાજો એના પાર એકદમ બારીક નક્સી કામ અને તાંબા ના કળા અને નાડાછડી થી બંડેલા એ બંને કમાડ.મધુ ને તો ઈચ્છા થઇ કે અંદર જાય અને તાપસ કરે પણ એને અજીતસિંહ ને કીધુકે ઠીક છે એ આ રૂમ માં નહિ જાય અને નાડાછડી પણ નહિ ખોલે. એ લોકો જયારે નીચે ઉતરતા હતા ત્યારે મધુને એવો ભાસ થયો કે રૂમ માંથી એનો કોઈ એ એના નામ ની બૂમ મારી એને પાછળ વાળી ને જોયું તો કોઈ નહતું.અજિતસિંહે પૂછ્યું સુ થયું મધુ કે કીધું કઈ નહિ.અજિતસિંહે કીધું કે રઘુકાકા અહીંયા આખા દિવસ દરમિયાન તારી સેવા માં રહશે પણ રાત્રે એ જતા રહશે. રઘુકાકા ને આ હવેલી ની વાતો પરની માન્યતાના ને લીધે એ રાત્રે અહીંયા રોકતા બીયાંય છે એટલે એ દિવસે અહીં તારી સેવા માં રહેશે.