તસ્વીર- રૂહાની તાકત- Chapter-11 Yagnesh Choksi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તસ્વીર- રૂહાની તાકત- Chapter-11

મધુ એ થોડાજ દિવસ માં બીજા સ્ટાફ ને બોલાવી અને ગામ વાળાઓ અને અજીતસિંહ ની મદદ થી થોડાજ સમય માં ગામ માં આવેલું દવાખાનું એકદમ ધમ ધમવા લાગ્યું. મધુ એકદમ ખુશ હતી અને અજીતસિંહ પણ ખુશ હતા છેવટે એમનું સ્વપ્ન આજે સાકાર થઇ રહ્યું હતું.અજીતસિંહ દવાખાને ઘણી વાર મધુ ને મળવા માટે જતા બંને વાતો કરતા અને સાથે સમય વીતવા લાગ્યા.અજીતસિંહ ને મધુ વગર નું જીવન નર્ક સમાન હતું.મન ઘણી વાર મધુ સાથે લગ્ન નો વિચાર આવતો પરંતુ કુંવરબા ને આપેલા વચન ની બેદી એ એમને બાંધી રાખેલા હતા.

બધું બરાબર ચાલી રહ્યું હતું અજીબાજુના ગામ વાળાઓ પણ ઇન્દ્રપ્રસ્થ ના દવાખાના ના સેવાનો લાભ લેવા લાગ્યા હતા.ચારેબાજુ ખુસીયો નું વાતાવરણ હતું.મધુ હવેલી માં રાત્રે પોતાના બેડ પાર બેઠી હતી અને વિચારી રહી હતી કે કેટલું પ્રેમાળ ગામ છે અને અજીતસિંહ પણ કેટલા દયાળુ વ્યક્તિ છે અને કુંવરબા ને તો ગામવાળાઓ દેવી તરીકે પૂજે છે અને છતાં આ લોકો કેમ આવી ભૂત પ્રેત વાળી કાલ્પનિક વાતો થી પીડાય છે અને એના લીધે મારુ અને અજીતસિંહ નું જીવન પણ બરબાદ થાય છે મધુ ને ખબર હતી કે અજીતસિંહ એના વગર નાઈ જીવી શકે અને અજીતસિંહ ના મોઢા પર ની બનાવતી સ્મિત ઘણું બધું કહી જતું હતું.મધુ ને મન માં વિચાર આવ્યો કે પેલા રૂમ માં એવું તો શુ છે? મારે તાપસ કરવીજ પડશે. પરંતુ અચાનક એને અજીતસિંહ ને આપેલા વચન નો વિચાર આવ્યો એટલે એ રાત્રે એ થોભી ગઈ અને એને કાલે અજીતસિંહ સાથે વાત કરવાની અને એ દિવસે એ રોકાઈ ગઈ.

બીજા દિવસે મધુ અજીતસિંહ ને રાહ જોઈ રહી હતી એ દિવસે અજીતસિંહ આવ્યા નહિ એ એક ડેમ બેબાકળી થઇ ગઈ અને એને અજીતસિંહ ને સામેથી કોલ કરી અને હોસ્પિટલ પર આવવા માટે કીધું.અજીતસિંહ ફટાફટ હોસ્પિટલ પર આવ્યા મધુ એ અજીતસિંહ ને કીધું આપડે નદી કિનાર જઈને વાત કરીયે.અજીતસિંહ અને મધુ નદી કિનારે બેઠા હતા અને મધુ એ અજીતસિંહ સામે જોઈને કીધું કે તમે મને પ્રેમ કરો છો? અજીતસિંહ કઈ બોલ્યા નહિ મધુ એ ફરી પૂછ્યું.અજીતસિંહ એ મધુ સામે જોઈને કીધું મધુ હું તને દિલોજાન થી પ્રેમ કરું છું અને તારી સાથેજ જિંદગી વીતવા માંગુ છું. પરંતુ કુંવરબાના વચને મને બધી દીધો છે.મધુ એ પણ અજીતસિંહ ને કીધું કે હું તારા વહાર નહિ જીવી શકું અને જો આ જિંગદી માં તું નહિ મળે તો હું બીજા લગ્ન પણ નહિ કરું.બસ તમને જોઈને નેજ જિંગદી વિતાવી દઈશ.

મધુ એ અજીતસિંહ સામે જોઈને કીધું કે તમે આટલું ભણેલા છો છતાં પણ આવી ભૂત પ્રેત ની વાતો માં માની રાહ્ય આછો અને લોકો એ ઉભી કરેલી આવી કાલ્પનિક વાત માટે તમે મારી અને તમારી આવનારી જિંગદી બગાડી રહ્યા છો.સાથે રહેવાના સપનાઓ આ કાલ્પનિક વાતો માં બરબાદ કરી રહ્યા છો.મધુ સામે જોઈને અજીતસિંહ બોલ્યા કે મને પણ આ માનસિક રોગ લાગે છે મેં મારા કોલેજ ના પ્રોજેક્ટ માં જે પાગલખાના માં પાગલો પર રિસેર્ચ કરેલું ત્યારે મેં પાગલો ની મન ની ઉભી કરેલી ઘણી કાલ્પનિક વાતો સાંભળેલી અને એમના હવે ભાવ વર્તન અને ઘણી વાર તો તેઓ હિંસક પણ બની હતા.મારા રિસેર્ચ સાથે ઇન્દ્રપ્રસ્થ ની ઘટનાઓ ની ઘણી સામ્યતાઓ છે.બની શકે કે માનસિંહ ને કોઈ માનસિક બીમારી થઇ ગઈ હોય અને એમને આવું કર્યું હોય.મધુ જે પણ હોય પણ કુંવરબા એ મારી પાસે જે વચન લીધું છે એ હું નહિ થોડું પણ આપડે એ રૂમ માં જઈને તપાસ કરીયે તો બધું સામે આવી જશે અને જો એમની માન્યતા પ્રમાણે કઈ નહિ હોય તો આપડે લગ્ન કરી લૈયે.મન આપડી જિંગદી બચવા માટે તમારી પાસે વચન લીધું છે આમપણ આપડે ખાલી જીવવાની ઓપચારિકતા જ તો નિભાવીએ છીએ એના કરતા તાપસ કરી અને સચ્ચાઈ જણાવી.અજીતસિંહ ટસ ના મસ ના થયા. અને એમને મધુ ને પણ એ રૂમ માં જવાની ચોખ્ખી ના પડી અને કીધું કે આપડે હવે આ વીસય પર હવે ચર્ચા નહિ કરીયે. અને એ દિવસે બંને નિરાશ હૃદય સાથે છુટા પડ્યા.

મધુ એ દિવસે ખુબ ગુસ્સા માં હતી અને એ હવેલી પર ગઈ અને ખુબ રડી અને છેવટે એને નિર્ણય કર્યો કે એ દૂધ નું દૂધ અને પાણી નું પાણી જરૂર કરશે અને સચ્ચાઈ દરેક ની સામે લાવશે. એ ગુસ્સા મેં ઉપર આવેલા એ રૂમ તરફ ગઈ અને ચપ્પા થી નાડાછડી કાપી નાખી અને એને જેવો દરવાજો ખોલ્યો એની સાથે અંદર થી માથું ફાટી જાય એવી ભયાનક દુર્ગંધ આવી અને ગરમ હવા એકદમ જોર થી એના વાળ ઉડાવી રહી હતી.મધુ મોઢા પર કપડું રાખી અને રૂમ માં દાખલ થઇ.રૂમ માં દાખલ થવાની સાથે એને રૂમ માં થી એક કાળા બિલાડાને બહાર જતા જોયો દિવસ નો સમય હતો એટલે એ રૂમ માં બરાબર બધું જોઈ સકતી હતી.

મધુ એ રૂમ માં પડેલી દરેક વસ્તુઓ ને જોઈ રહી હતી એની નજર માનસિંહ ના ફોટા પર પણ ગઈ આને જોયું કે ફોટાની આંખો એને કંઈક તો કહેવા માંગે છે. એ એકી ટસે ફોટા ને નિહારી રહી હતી ત્યાં અચાનક માનસિંહ ની તસ્વીર માં રહેલી આખો એ એક પલકારો લીધો.મધુ ને તો પસીનો છૂટી ગયો અને એને એક સમય માટે તો એ ના સમજ ના પડી કે શુ બની રહ્યું છે.પરંતુ એને મન માં વિચાર આવ્યો કે કદાચ એના મન નો ભ્રમ છે.એને ત્યાં પડેલી એક મોટા લાકડાના ના પટારા ને ખોલ્યો તો અંદર ખોપડીઓ અને ઘણી અજીબ ચીજો પડી હતી. અને આવી ચિતો થી એ સ્પષ્ટ થતું હતું કે અહીંયા આ રૂમ માં કંઈક તો થઇ રહ્યું હતું.મધુ એ આખા રૂમ ની તાપસ કરી.એવામાં મધુ ની નજર માનસિંહ ના ફોટા પર ગઈ એ રૂમ માં આવેલા ખૂણા ના ભાગ માં હતી પણ એ તસ્વીર ની આંખો તો એની સામે જોઈ રહી હતી.મધુ એકદમ ડરી ગઈ એને ખાતરી કરવા રૂમ ના સામે ના ખૂણા માં ગઈ તો તસ્વીર ની નજર મધુ ના ચાલવા સાથે સાથે ફરી રહી હતી એને જાણે એને ન ટગર ટગર જોઈ રહી હતી.મધુ એ સામે ના ખૂણા માંથી જોયું તો તસ્વીર ફરી એની સામે જોઈ રહી હતી મધુ એકદમ ડરી ગઈ થોડી વાર સુધી એ ત્યાંજ ઉભી રહી પછી એ પછી તસ્વીર સામે ગઈ.

એ તસ્વીર ને ધ્યાન થી જોઈ રહી હતી કોઈ ચિત્રકાર એ બનાવેલી એક સુંદર કલાકારી નો નમૂનો.અને એ તસ્વીર ને સરસ મજાની ફ્રેમ માં માઢવામાં આવેલી હતી.પણ તસ્વીર ની ચારેબાજુ લોખંડ ના ખીલાઓ મરેલા હતા એક તસ્વીર ને લટકવા માટે એક ખીલ્લો પૂરતો હતો છતાં આટલા બધા ખીલાઓ કેમ એ સમજાઈ નહતું રહ્યું.મધુ એ વિચાર કરી રહી હતી ત્યાં પેલી તસ્વીર ની આંખો એ પલકારો લીધો મધુ આ વખતે તસ્વીર ને બરાબર સામે ઉભી હતી એટલે એ એના મન નો કોઈ વહેમ નહતો એ મધુ ને સમજાઈ ગયું હતું પણ તસ્વીર ની આંખો એને ઘણું કહેવા માંગતી હતી એમ એને લાગી રહ્યું હતું.જાણે એ આંખો ઘણા વારસો થી કોઈની રાહ જોઈ રહ્યું હોય એમ એ આંખો માં દુઃખ અને વ્યથા હતી.મધુ એ એ તસ્વીર ને નીચે ઉતારી ને ચેક કરવાનો નિર્ણય લીધો.

મધુ તસ્વીર સામે ક્યાંય સુધી જોઈ રહી અને છેલ્લે એને તસ્વીર ને એક સાઈડ માં લગાવેલા કિલ્લાઓ ત્યાં પડેલા લોખંડ ના એક પાઇપ થી ઉખાડી નાખ્યા અને તસ્વીર ને નીચે ઉતારી તસ્વીર નીચે ઉતારી અને એને જયારે ખીલાઓ માંથી મુક્ત કરી તો અને એક વીજળી નો ઝાટકો મહેસુસ થયો અને એના શરીર ના રુંવાટાઓ ઉભા થઇ ગયા.અને એ તસ્વીર ને નીચે ઉતારતા એ તસ્વીર ની આંખો બંધ થઇ ગઈ અને એને એ રૂમ માં એના સિવાય બીજું કોઈ હોય એવો અહેસાસ થયો. રૂમ માં ચારેબાજુ એને નજર ફેરવી ત્યાં કોઈ એને દેખાયું નહિ પણ એને સતત એવો આભાસ થતો રહ્યો કે રૂમ માં કોઈ તો છે.મધુ ને આજે ડર લાગી રહ્યો હતો અગોચર વાતો માં એ માનતી નહતી પણ એની સાથે જે ઘટનાઓ બની એ બધી ભ્રામિક તો નહતી.મધુ એ તરત એ રૂમ માંથી નીકળી જવાનો નિર્ણય કર્યો.એ ફટાફટ રૂમ ની બહાર નીકળી રહી હતી ત્યાં એને કઈ અવાજ સંભળાયો.મધુ...મધુ .... મને મદદ કર.....મધુ એ અવાજ ની અવગના કરીને નીચે સોફા પર જઈને બેઠી અને એને હાફ ચડી ગયો હતો એ જોર જોર થી શ્વાસ લઇ રહી હતી. એનું આખું શરીર પસીનો પસીનો થઇ ગયું હતું.

મધુ ખુબ ડરી ગઈ હતી અને એ સમજી ગઈ હતી કે નક્કી કઈ તો છે અને એને એ વાત ના સમજાઈ કે કોઈ એને મદદ કરવા માટે કે કહેતું હશે એને કઈ સમજાઈ રહ્યું નહતું એ સોફા પર બેઠી બેઠી વિચાર કરી રહી હતી ત્યાં એની આંખો ક્યારેય બંધ થઇ ગઈ એનો એને ખ્યાલ ના રહ્યો એને જ્યારે આંખ ખોલી તો ચારે બાજુ અંધારું હતું.મધુ ને લાગ્યું કે એની જોડે સોફા માં કોઈ બેઠેલું છે.મધુ એ તરફ જોયું પણ એને કઈ દેખાયું નહિ.થોડી વાર માં અચાનક એની સામે એ તસ્વીર વાળી વ્યક્તિ એની આંખો ની સામે આવી ગઈ એનું શરીર ઠંડુ પડી ગયું.પેલી તસ્વીર વાળી વ્યક્તિ એની સામે બેઠી હતી અને એ એને કઈ કહી રહી હતી.મધુ ને જોરથી ચીસ પાડવી હતી પણ એની ચીસ એના ગળા માં અટકી ગઈ હતી. પેલી તસ્વીર વાળી વ્યક્તિ એની સામે બેઠી હતી એને ખબર હતી કે આ માનસિંહ છે એને એ ફોટા માં લખેલું નામ વાંચેલું હતું અને મૃત્યુ ની તારીખ પણ એ ફોટા માં લખેલી હતી જે કુંવરબા એ પાછળ થી લખાવેલી.મધુ નું શરીર એકદમ ઠંડુ પડી ગયું અને એને સુ કરવું એ કઈ સૂઝતું નહતું.મધુ સામે જોઈને માનસિંહ ની આત્મા બોલી મને બચાવી લે.

અચાનક સામે આવેલી આ આત્મા થી મધુ નું હૃદય જોર જોર થી ધબકી રહ્યું હતું અને થોડા સમય પહેલાજ આત્મા ના ના માનવ વાળી મધુ ને પોતાની આંખો પર વિશ્વાસ નહતો થઇ રહ્યો કે આવું કઈ આ દુનિયા માં હોઈ શકે.પણ પોતાની આંખે જોયેલી વસ્તુ તો ખોટી થોડી હોય એની પાસે ના માનવાનો કોઈ સવાલ જ નહતો.એ થોડી વાર માટે તો સહેમી ગયેલી પણ થોડી વાર બાદ એને એ ખ્યાલ આવ્યો કે આ માનસિંહ ની આત્મા કેમ એની પાસે મદદ માંગી રહી છે.એને હિમ્મત ભેગી કરી અને બોલી કે કેવી મદદ ની જરૂર છે.તો માનસિંહ એ કીધું કે મારી આત્મા પર ત્રિકમ અઘોરી નો વસ છે એટલે હું ત્રિકમ અઘોરી ની આત્મા એ મને બાંધી રાખેલો છે મને એ બંધન માંથી મુક્તિ જોઈએ છે.મધુ એ કીધું કે એ કઈ રીતે થઇ શકે. તો માનસિંહ એને કંઈક બતાવ જઈ રહ્યા હતા ત્યાં એક કાળો બિલાડો બારી માંથી કુધી ને મધુ ને સામે સોફા પર આવીને બેસી ગયો.માનસિંહ એ બિલાડા ના આવા થી ભાગી ગયો.મધુ ને એક કાળો ધુમાડા જેવી આકૃતિ ઉપરના રૂમ તરફ જતી દેખાઈ.

પેલો કાળો બિલાડો મધુની સામે ઘુરકિયાં કરતો હતો.મધુ એ આટલો ખતરનાક કાળો બીલાડો ક્યારેય જોયો નહતો.એને જોયું કે એ બિલાડા ની આંખો એકદમ લાલચટાક હતી અને એ ચમકી રહી હતી. એના દાંત અંધારામાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા.એટલો ખતરનાક બિલાડો એને એની જિંદગી માં ક્યારેય જોયો નહતો.એની ઉંચાઈ પણ વધારે હતી.મધુ એ બિલાડાનું ડરવાનું રૂપ જોઈને એકદમ સહેમી ગઈ.મધુ ને એ અંદાજ આવી ગયો હતો કે આ બિલાડો ગમે ત્યારે એના પર હુમલો કરશે.એટલે મધુ એ એના બચાવ માટે એનો હાથ પાછળ પડેલા ટેબલ પર ફેરવા લાગી અને સારા નસીબે ત્યાં એક ચાકુ પડ્યું હતું જે ફ્રૂટ સમારવા માટે એ વાપરતી હતી.એને એ ચાકુ પોતાની મુઠ્ઠી માં જોરથી પકડી લીધું. અચાનક પેલા બિલાડા એ મધુ પાર ચીલ ઝડપે હુમલો કર્યો.હુમલો એટલો ઝલાડી થયો કે આંખ ના પલકારા કરતા પણ ઓછા સમય માં હતો મધુ એ એના બચાવ માં ચાકુ આગળ કર્યું અને એ ચાકુ બિલાડા ના પેટ માં ઉતરી ગયું.

બિલાડો નીચે પડી ગયો એના પેટ માં ચાકુ હતું.મધુ ની નજર એના પર ગઈ એક વાત ની એને સમજ ના પડી કે આખું ચાકુ બિલાડા ના પેટ માં ઉતારી દીધું પણ એક ટીપું પણ લોહી નું નીકળેલું નહતું.એ વિચાર કરીજ રહી હતી ત્યાં પેલો બિલાડો ઉભો થયો અને અચાનક એ માણસ બની ગયો.અને એ દેખાવ માં એક અઘોરી જેવો લાગી રહ્યો હતો એને અજીબ વેસ હતો.આંખો લાલ ચટાક,મોટી મોટી જટાઓ વાળા વાળ,ભયાનક શરીર અને કોઈ પણ ઢીલા પોચાના હૃદય ને બેસાડી દે એવો એનો દેખાવ ગાળામાં કોઈ નાના ખોપડીઓ ની માળા.મધુ ની સામે જોઈને એ બોલ્યો હું તારો આભારી છું કે તે મને ઘણા સમય પછી આજે ખુલ્લા માં આવા માટે મદદ કરી.

પેલા અઘોરી એ મધુ સામે જોઈને બોલ્યો કે મારુ નામ ત્રિકમ છે અને મારી તાંત્રિક સબ વિધિ ના છેલ્લા દિવસે કુંવરબા એ મારી વિધિ ભંગ કરી અને મારી વિધિ પુરી થવા ના દીધી. અને મારી પોતાની પત્ની મંજુ એ મારી આત્મા ને બાંધી દીધી હતી.પણ આજે તે મને મુક્ત કર્યો છે અને હવે હું ગામ માં કોઈને શાંતિ થી જીવવા નહિ દઉં. મધુને આજે પોતાની જાત પર પસ્તાવો થતો હતો એને એની ભૂલ સમજાઈ ગઈ કે કુંવરબા,ગામવાળો, રઘુકાકા નો ડર અને અજીતસિંહ ની વાતો માં સચ્ચાઈ હતી અને એ એની સામે હતી.મધુ મનોમન પછતાઈ રહી હતી એને એની ભૂલ સમજાઈ આને એની ભૂલે એક અઘોરી અને માનસિંહ ની આત્મા ને મુક્ત કરી હતી.

અઘોરી ની આત્મા એક ખતરનાક અટહાસ્ય કરી રહી હતી મધુ ને સમજાઈ નહતું રહ્યું કે એ શુ કરે.એવા માં અઘોરી એ મધુ પર હુમલો કર્યો.અચાનક મધુ ના બચવા માટે ત્યાં કોઈ આવ્યું અને અઘોરી ના વાર ને કોઈને નાકામ કર્યો એ બીજું કોઈ નહિ પણ માનસિંહ જ હતા.માનસિંહ અને અઘોરી વચ્ચે એક ભયાનક લડાઈ થઇ પણ થોડી વાર માં તો માનસિંહ ને ત્રિકમએ હરાવી દીધો અને મધુ ને એ ખભા પાર બેસાડી ને એ ત્યાં થી નીકળી રહ્યો હતો.નદી પાર કરતી વખતે મધુ એ પોતાના બચાવ માં ઘણા ધમ પછાડા કાર્ય અને દરમિયાન મધુ એ જોર થી પકડેલી અઘોરી ના ગાળા માં રહેલી એ ખોપડી ની માળા તૂટી ગઈ અને એ નદી માં પડી ગઈ.અઘોરી નું ધ્યાન એ તરફ ના ગયું અને એ નદી ને પેલે પાર આવેલા જંગલ માં આવી ગયો.